Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ . પ્રથમ પલવ. ઉપકાર લાંબા વખત સુધી ભૂલશું નહિ. ધન્યકુમાર આમ રોકડા લાખ રૂપિયા મળવાથી પિતાની ઈચ્છા પાર પડેલી છતાં મીઠાં વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યા કે–ખુશીથી આ ચીજો સ્વીકારે છે કે આ ચીજોથી મને તે ઘણે લાભ છે, પરંતુ ભલે તમારી ઈચ્છા છે તે લાખ સેનૈયાજ આપે. આપના જેવા વડીલનું વચન કેમ ઉથાપાય ? કુળવાન માણસને વડિલને વિનય જાળવે તેજ યોગ્ય છે. આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું ખત કરી આપી, લાખ સેનૈયા લઈને તે ઘેર આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું, અને બનેલ વાત સર્વ કહી બતાવી. પછી હજારે સેનયા ખરચી ભજન સામગ્રી તૈયાર કરવા માંડી. રસોઇયાઓએ પણ જાતજાતની ચીજે મેળવીને તથા ઘણી જાતના મસાલા નાંખીને સરસ ભેજન તૈયાર કર્યું. પિતાની વીને પિતાપિતાને આસને જમવા બેસી ગયા. હવે સૌથી પહેલાં કુળની નાની બાલિકાઓ નારંગી સંતરા વિગેરે મીઠાં ફળ તથા ખજુર, દરાખ, આલુ વિગેરે મે પિરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં એરજ રસ તથા સિને આનંદ ભેગવવા લાગ્યા ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા; પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા, ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઇચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતા સફેદ પેંડા