Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 58 ધન્યકુમાર ચરિત્ર. પિતાને વારો આવતાં ધન્યકુમાર ચેસઠ સેનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નિકળ્યા. કપૂર, સોનું, માણેક અને - કાપડ વિગેરેની બજારમાં ફરતાં અપશુકન થવાથી તે પાછા ફર્યા અને સહેજવાર બેટી થઈને શુકન જોતે આગળ ચાલ્યું, તે /પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારાં શુકન થયાં, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાંજ ધન્યકુમાર વ્યાપાર માટે ગયા. ત્યાં શાસ્ત્રમાં ખેલ લક્ષણવાળો એક ઘેટે જ, એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચ ભાષા સેનું આપીને તેણે ખરીદી લીધે. પછી તે ત્યાંથી આગળ જતા હતા, તેવામાં તે ગામના રોજને પુત્ર એક લાખ રૂપિઆની હેડ કરતે ત્યાં આવી પહોંચે. બીજી પણ ઘેટાની લડાઈના રસિયા પોતપોતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા.જપુત્રની સાથેના માણસે રજકુમારને કહ્યું કે સ્વામિન ! આ સામેથી ધનસાર શ્રેષિના પુત્ર ઘટે ખરીહદને આવે છે, તેના બાપ ઘણુ પૈસાવાળા છે, તેથી તેને મીઠા શબ્દથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને સરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સેનૈયા મેળવીએ.” આ પ્રમાણે વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને લાવીને રાજકુમારે કહ્યું કે—ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારા ઘેટે યુદ્ધ કરવાને શક્તિમાન છે એમ જે તમને લાગતું હોય તે ચાલે, આપણે લખે સેનૈયાની હેડ કરી પરપર યુદ્ધ કરાવીએ. જે તમારે ઘેટે જીતશે તે મારે તમને લાખ સેનૈયા દેવા અને તે મારે ઘેટે જીતે તે તમારે મને લાખ સેનૈયા દેવા. બોલે છે કબુલ ? રાજકુમારનું આ પ્રમાણે બોલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કેજો કે હારે ઘેટે બહારથી દુબળ લાગે છે, પરંતુ તે સારા