Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ દ્વિતીય પવિ. 59 લક્ષણવાળી હેવાથી જરૂર છતશે, માટે ચાલ, લક્ષ્મી ચાંડલ કરવા આવી છે, ત્યાં વળી હોડું જોવા ક્યાં જવું ? આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારિને ઘેટા સાથે પોતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાને અંતે જ્ય થયે, તેથી લાખ સેનૈયા તેને મળ્યા. કહ્યું છે કે-જુગાર, યુદ્ધ લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા ધર્મીને જ જય થાય છે.” રાજકુમાર વિચારવા લાગે કે-આના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે ? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સેવં લક્ષણયુક્ત તે ઘેટે જે હું ખરીદી લઉં તે બીજા ઘણા ઘેટાઓને જીતી લાખ સેના હું મેળવી શકે. આ પ્રમાણે વિચારી તે ધન્યકુમારને કહેવા લાગે કે–તમારે ઘેટે તે અમારે લાયકને છે; તમારી જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવા એ કાંઈ ઠીક નહીં. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિયેનેજ શેભે, તમારી જેવા વ્યાપારીઓને શોભે નહિ; માટે આ મેંઢાંનુ તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને વેચાતો આપે.” છે ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું કે આ મેંઢાને ખેલ વેપારીના પુત્રને ન ગણાય તે વાત સાચી છે, માટે મ્હારા કહ્યા પ્રમાણે જે મૂલ્ય આપે તે ભલે તેનેજ વેચી દઉં” આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું કે–કુમાર ! આ સર્વ લક્ષણવાળા મેં બહુ શેધર્યા પછી મને મળે છે, તેમજ વળી મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં ? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ એગ્ય નહિ, માટે હું કહું તેકિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ તમારા