Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 16 ધન્યકુમાર ચરિત્ર. કઈ ડાહ્યો શહેરી પણ તારી પાસે કોઈના ઉત્કર્ષની વાત કરશે તે હું તેને ચેરના જેટલી શિક્ષા કરીશ. આમ વાત કરે છે તેટલામાં સામન્ત પ્રધાન વિગેરે ચતુરંગ સેના ત્યાં આવી પહોંચી. રાજાને જોઈને સર્વના હૃદયમાં આનંદ 9. રાજા પંકપ્રિયને પોતાના ઘડા ઉપર બેસાડી ચતુરંગ સેના સહિત શહેર તરફ ચાલ્યો. આગળ જતાં રાજા શહેરની બહારના ઉધાનમાં એક અતિ સુંદર કન્યાને બદરી વૃક્ષ ઉપરથી બેર વિણતી જોઇને તેને પૂછવા લાગ્યો કે “હે છોકરી! તું કેની પુત્રી છે ? તારું નામ શું ? તું કઈ જ્ઞાતિની કન્યા છે?” તેણીએ જવાબ દીધે કે–સ્વામી! હું ખખ્ખા નામની એક ખેડુતની છોકરી છું.' અમૃત જેવા મીઠા તે સુંદરીનાં વચને સાંભળી તેના રૂપ ઉપર મહી પડેલ રાજા મનમાં તેનું જ સ્મરણ કરતા પિતાના મહેલમાં ગયે. પછી મંત્રી મારફત તે વાત તેણીના પિતાને જણાવી તેના કુળને પિતાના કુળને ગ્ય બનાવી પોતે તે કન્યા સાથે પરણ્યો અને તેણીને પટ્ટરાણીપદે બેસાડી દીધી. “પિતાની પ્રિય વસ્તુ માટે મનુષ્ય પિતાથી બનતું સર્વ શું નથી કરતા?' આ બાજુ પકપ્રિય રાજાએ આપેલ સુખ વૈભવ નિઃશંકપણે ભેગવવા લાગ્ય.લક્ષ્મીનું ફળદાન અથવા ભેગજ છે. રાજાએ ગામમાં દાંડી ફેરવાવી દીધી કે–જે કઈ પણ માણસ પંકપ્રિય કુંભાર પાસે અસંબદ્ધ વાત (કોઈના વખાણ કે ડંફાસની વાત) બોલશે તે તેને ચારના જેવી સજા કરવામાં આવશે. માટે જે લવું હોય તેને પહેલાં બહુ વિચાર કર્યા પછી જ બલવું.” આ પ્રમાણે થવાથી પંકપ્રિય ત્યાં સુખે રહેવા લાગ્યો. આ પ્રમાણે