Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ દ્વિતીય પલ્લવ. मिलिते लोकलक्षेऽपि, येन लभ्यं लभेत सः। शरीरावयवाः सर्वे, भूष्यन्ते चिबुकं विना // છે “લાખ લેકે મળ્યા હોય તેમાંથી પણ જેને જે મળવાનું હેય તેને તે મળે છે. શરીરના બધા અવયવે શણગારવામાં આવે છે, પરંતુડાઢીને કેઈ ભાવ પણ પૂછતું નથી. માટે ભાગ્ય વિના વૃદ્ધ અનુભવી માણસને પણ સારી વસ્તુ મળતી નથી. જેમ Kદરિયાનું મન્થન કરતાં વિષ્ણુ વિગેરે દેવેને ચૌદ રત્ન મળ્યા અને વૃદ્ધ છતાં મહેશ્વર (શંકર)ન હાથમાં ઝેર આવ્યું. માટે જો માણસ કમનશીબજ હોય તે સારા કુળમાં ઉત્પન્ન થયાં છતાં પણ સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. અમૃતના પાણું ને ધૂળથી થયેલ કચરે પણ પગે લાગતાં શું તેને દૂર કરવામાં નથી આવત? વળી કહ્યું છે કે अपि रत्नाकरान्तःस्थै-र्भाग्योन्मानेन लभ्यते / पिबत्यौम्बुिधेरम्बु, ब्राह्मीवलयमध्यगम् // “રત્નની ખાણ જેવા સમુદ્રમાં રહેવા છતાં ભાગ્યાનુસાર સર્વને મળે છે. જુઓ ! બ્રાહ્મી નામની ઔષધિ તેના વલયના જ મધ્યમાં રહેલ જળને જ પી શકે છે, જે કે સમુદ્ર તે ઘણું મટે છે. અને વડવાનળ આખા સમુદ્રના જળનું શોષણ કરે છે. માટે હે પુત્રો! જેમ ઉંચે ચડેલાં વાદળાંની અદેખાઈ કરવા જતાં અષ્ટાપદના પિતાનાં હાડકાં ભાંગે છે, તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસ તરફની ઈર્ષ્યા પિતાને વિનાશ કરનારીજ થાય છે. જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જઈને ઈર્ષ્યા કરવા મંડી જાય છે તે તે ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે. - 1 એક જાતિનું વ્યાપદ વિશેષ. તેને પગ આઠ હોય છે. તે સિંહને મારી શકે છે.