Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં ગુસ્સે થઈ આ પ્રમાણે વિચારવા લાગી કે–અહે! ઇર્ષ્યાળુ એવો આ સાધુ કેવું ધડા વિનાનું બેલતે હો? ઇર્ષાયુક્ત તેનું બેસવું સાંભળવું તે પણ અગ્ય હતું. એકલી તેની નિગુણતાજ દુનિયામાં માતી નહતી. અહે! વિના કારણે તેનામાં કેટલી ઈર્ષ્યા હતી! ખરેખર પહેલાં મુનિ ગુણના ભંડાર જેવા હતા, બીજા મુન ગુણની અનુમેદના અને બીજાના ગુણાનુવાદ કરવામાં સે મેઢાવાળા હોય તેવા હતા. તેમજ પિતાના દેષ પ્રકટ કરવામાં પણ ચતુર હતા. તેથી તે બંને સારા આશયવાળા તેમજ જગતને પૂજવાને ગ્ય હતા. આ ત્રીજે સાધુ તે પાપી, દોષથી ભરેલે, ગુણુની ઈર્ષ્યા કરનાર તથા મેહું જેવાને પણ અગ્ય હતે.” જેવી રીતે તે શ્રાવિકાએ ગુણ વિનાના છતાં પણ ગુણની અનુમોદના કરનાર તેમજ ગુણવાળા બન્નેની પૂજા કરી પરંતુ ઈર્ષ્યાવાળા વૈષધારી સાધુને દૂરથી જ પડતા મૂક્યા તેમ તે પુત્ર! તમે પણ ઈર્ષા છોડી દઈને કલ્પવૃક્ષ સમાન ગુણેની અનુમોદના કરવાની શક્તિ મેળવે. આ પ્રમાણે સુંદર ગુણની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની વાર્તા સાંભળીને ત્રણ ભાઈઓ સિવાય બધા સગાં વહાલાઓ રાજી થયા. ઇતિ શ્રી જિનકીર્તિસૂરિ વિરચિત પધબંધ દાનકલ્પદ્રુમ ( શ્રી ધન્ય ચરિત્ર ) ની ઉપરથી રચેલા ગધબંધ ધન્ય ચરિત્રના પ્રથમ પલ્લવનું ગુજરાતી ભાષાંતર.