Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પવિ. 53 પ્રશ્ન પૂછવાની મહને ઇચ્છા થઇ છે તે પૂછું. વેષધારી સાધુએ કહ્યું કેહ નિર્મળ આશયવાળી સ્ત્રી ! જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછે, કારણ કે હું રેષરૂપી દેષને શેષ કરનાર હોવાથી કેઈનું ક્રોધ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું.” તે શ્રાવિકાએ કહ્યું કે–“તમારી પહેલાં એક તમારી જેવાજ સાધુ આવી ગયા, તે મેં આપવા માંડેલ શિક્ષા તરફ ફક્ત દષ્ટિ કરીને લીધા વિના પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે તે ભિક્ષાને સ્વીકાર કર્યો, માટે તમારા બન્ને વચ્ચે આવડા તફાવતનું કારણ શું? તે વેષધારી સાધુએ કહ્યું કે– હે સુજ્ઞ સ્ત્રી! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર, નવ ગુપ્તિધારી, મહા મુનિરાજ હતા; કઈ જાતની શરીરપરની મમતા વિનાના હેવાથી તે મુનિરાજ માત્ર આ દેહ ધર્મનું સાધન છે તેમ સમજી તેને ટકાવી રાખવાને જેવો તે લખો સુખે આહાર ગ્રહણ કરે છે, અને તે અંત, પ્રાંત તથા તુચ્છ આહાર પણ ઈંગાળ, ધૂમ્ર વિગેરે દેષથી રહિતપણે તેઓ વાપરે છે. અતિ સ્નિગ્ધ કે મિષ્ટ ખેરાક તે તેઓ લેતાજ નથી. વળી હેભાગ્યવાન સ્ત્રી ! તારા ઘરનું બારણું નીચું હોવાથી અંધારામાં ખેરાક કે છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે દયાળ મુનિરાજ આહાર લીધા વિના પાછા ગયા છે. ત્યારે તમે તે આહાર શા માટે ગૃહણ કર્યો ?' તેમ તે સ્ત્રીએ પૂછવાથી તેણે કહ્યું કે–“હે કલ્યાણિ! જે તેનું કારણ તારે સાંભળવું જ છે તે સાંભળ. પહેલાં તે ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષ મેં ફક્ત બહારથીજ રાખેલે હેવાથી હું એક વેષ ધારી - 1 ખાતાં આહારને વખાણ કે કવડો તે ઈગળ ને ધૂમ્રદેષ કહેવાય છે.