Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ અમારા આગલા કોઈ પુણ્યથીજ તમારે જન્મ થયા લાગે છે. વાહ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે! કેવું અદ્ભુત. તમારું ભાગ્ય છે! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નરમાશ કેટલી બધી છે! અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે !! હે દિયરજી! તમે દીર્ધાયુષી થાઓ, ખુબ આનંદ મે ળ, જય પ્રાપ્ત કરો, અમને પાળે, લાંબા વખત સુધી સગાં વહાલાને આનંદનું કરે. આ પ્રમાણે ભાભીઓ પિતાના દિયરના વખાણ કરવા લાગી. એ પ્રમાણે પિતાની સ્ત્રીઓથી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત વિગેરે ભાઈઓ તેની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે “હે પુત્ર! ગુણી માણસેના ગુણની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરૂષને ગ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–આગની વાળામાં પિતાના શરીરને હેમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરૂષની સહજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ.' ભાગ્યહીન પુરૂષે પુણ્યશાળી પુરૂષની મહત્વતારૂપી અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હેવાથી પગલે પગલે ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખી દુનિયા શેભે છે તેવા ગુણવાન પુરૂષ તે દૂર રહ્યા, પરંતુ જેઓમાં ગુણેની અનુમંદના કરવાની શક્તિ હોય છે તેવા પુરૂષે પણ ત્રણ જગતને વિષે પૂજાય છે. હે પુગે! ગુણેની અદેખાઈ કરવાથી તે પૂજ્ય હોય તે પણ પૂજવાને અયોગ્ય બને છે અને ગુણેની પ્રશંસા