Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. તાબામાં લીધી. બધું ચેકસ થયા પછી તેની નિશાની તરીકે પિતાની મહેર તેના ઉપર કરી દઈને તે નિશ્ચિત્ત થયે. - પેલા શેઠજી પિતાના ઘરે ભજન કરીને સાથે સામા જવા માટે ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યા. તેથી બીજા વ્યાપારી પણ સાથે આવેલ છે તેમ જાણીને ત્યાં જવાની ઈચ્છાથી તે શેઠની સાથે જ સાર્થને મળવા ચાલ્યા. માર્ગમાં જતાં સાથને અધ્યક્ષ સાથે સાથે જ તેમને મળે. અરસપરસ શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને સુખ સમાચાર પૂછયા. પિલા શેઠજીએ સાથેના અધ્યક્ષને તેની ચીજ લેવાની પોતાની ઈચ્છા જણાવી. તે સાંભળી હસીને તે સાર્થવાહે બધા વ્યાપારીઓને કહ્યું કે તમારું કલ્યાણ થાઓ, પરંતુ હવે હું શું કરું? મેં હમણાજ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેને લેખ પણ લઈ લીધે છે, (બાનું પણ લીધું છે.) હવે બધું નક્કી થઈ ગયા પછી જે ફરી જાઉં તે તે મારી અપકીર્તિ જ થાય.” શેઠના મિત્ર પણ કહ્યું કે– મેં પહેલાંથી જ તમને ચીઠ્ઠી લખી મેકલી હતી, પરંતુ આળસુ થઈને તમે પ્રસંગને લાભ ન લીધે. હવે તેમાં મારે શો દોષ? હવે તે ધન્યકુમારને જ તમે હાથમાં લે. તેને મેગ્ય લાભ આપીને પણ જે આ ચીજો ખરીદી લેશે તે તમને માટે લાભ મળશે આ પ્રમાણેની વાત સાંભળી તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યું કે– ભાગ્યશાળી! તમે ખરીદેલ ચીજો મને આપો અને નફાના એક લાખ સેનિયા ત્યે કે જેથી મારું અહિ આવવું સફળ થશે અને તમને વગર મહેનતે ધન મળશે. આ બધાં શેઠિયાઓની લાજ રાખો, કારણ કે તેમ કરવાથી તમને ધન તથા યશ બન્નેને લાભ મળશે, તેમજ વળી અમે તમારે