Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ પ્રથમ પલ્લવ. 39 હતે. વસ્ત્રના વ્યાપારમાં તે અદૂષિત બુદ્ધિવાળો થયે હતે. મણિ તથા રત્નના વ્યાપારમાં તેના ગુણદોષને સમજનાર હોવાથી બધા વ્યાપારીઓ તેને પ્રમાણભૂત સમજતા હતા. સેના રૂપાના વ્યાપારીઓ તેના વખાણ કરતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશમાં નીપજેલી ચીજોના ગુણ દેષ સમજી જઈને તે લેવામાં તથા વેચવામાં પ્રવીણ થયો હતે. જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા રસ્તાઓ વિગેરેનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્ત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો હતો. સમયને સમજી શકનાર હોવાથી તથા કયે વખતે શું લવું તેનું બરાબર જ્ઞાન હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડત. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ પૈર્યવાળ હતે. બધા દેવેની પૂજા કરવાના વિધિમાં પ્રવીણ હોવાથી અલ્પ સમયમાં તે સર્વ દેવને પ્રસન્ન કરી શકતો. બહુજ તેજસ્વી બુદ્ધિવાળા હોવાથી પ્રધાન તથા મંત્રોનું કામ કરવામાં રાજાની ઈચછા સમજી જતે તથા છળ તેમજ બળથી રાજયનું રક્ષણ કરો. વેગે વિગેરે ક્રિયામાં યમ, નિયમ, આસન વિગેરે ગિના અંગે તેના ભેદે સહિત સમજ. ઔત્પાતિકી વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી શિક્ષિત માણસના મન પણ તે ખુશ કરી શકો. સર્વ નીતિ, રીતિ તે સમજો. વધારે શું કહેવું ? સર્વ વિજ્ઞાનશાસ્ત્રમાં પારંગત થઈ જવાથી સર્વ કળા, તેજ, યશ, વિવિધ ગુણ ને બુદ્ધિઓના પ્રિયમેલક તીર્થ જે તે બની ગયે. ગુણવડે બાળપણમાં પણ તે વૃદ્ધ જે શેભવા લાગે. અનુક્રમે બાળવયનું અતિક્રમણ કરી યુવતીઓને ક્રિડા કરવાના વન રૂપ યૌવન વયને તેણે પ્રાપ્ત કર્યું. તેના જન્મથી આર