Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 44 ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જે ગુણે હતા તેનાજ વખાણ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણે ગાવામાં પણ મૌન ધારણ કરીએ તે તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે. તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું. અરે પુ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં વધી છે તેવી પહેલાં નહતી; તેથી કરીને અન્વય તથા વ્યતિરેક બન્નેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું તે સમજું છું. હે પુત્ર ! જેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસન્ત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુર ફુટવાનું, જેમ વર્ષાદ સુકાળનું તથા જેમ ધર્મ જયનું કારણ છે, તેમ આટલું પણ એકસ સમજજે કે આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈજ નથી. જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને જેવી બુદ્ધિની નિમળતા ધન્યકુમારમાં દેખાય છે તેવી તેના સિવાય બીજે કઈ રળેિ ભાળી છે ? પુત્રો! જો તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તે હું આપું તેટલા ધનથી વ્યાપાર કરી પિતાના ભાગ્યની પરીક્ષા કરે. એક સરખો ઉદ્યમ એક સરખા ધનવડે કરવાથી પિતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. “પૂરા ભરેલા સરેવરમાંથી પણ ઘડે તે પોતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.' પછી જેમ દરદી વૈધે આપેલું પિતાને ગમતું ઓષધ ખુશીથી સ્વીકારી લે છે તે પ્રમાણે ત્રણે પુત્રોએ શ્રેષ્ટિનું કહેવું સ્વીકારી લીધું. શેઠે વ્યાપાર કરવાને માટે ચાર પુત્રોને ત્રણસો ત્રણસો સેનાના સિક્કા આપીને કહ્યું કે હે પુત્રો! આ સેનાના સિક્કાથી જુદે જુદે દિવસે વ્યાપાર કરીને પિતાના ભાગ્ય પ્રમાણે