Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. ધનસાર શેઠ પિતાના પુત્રોને સમર્થ જોઈને ઘરને ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી તે બધા મૃતના સાર રૂપ શ્રી પંચપરમેષ્ટિ નમરકાર મંત્ર જાપ જપતા હતા. બન્ને વખત (સવારે ને સાંજે) પ્રતિક્રમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક કરતા હતા. દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચૈત્યવંદન કરતું હતું અને દરવર્ષ તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાનધર્મનું પોષણ કરતા હતા. વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી દરરેજ શાસ્ત્ર શ્રવણ તથા ગુરૂસેવા કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈ જઈને ગૃહસ્થધમને તે નિર્વાહ કરતા હતા. વધતી જતી લક્ષ્મીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભગવતા તે દંપતીને ચૂંથો પુત્ર થશે. તે બાળકનું નાળ ઘટવા જમીન ખોદી ત્યારે તેની અંદરથી દ્રવ્ય ભરેલે ચરૂ નીકળી આવે. ધનસાર શેઠ તે નિધાન જોઈને વિચારવા લાગે કે-“આ બાળક કોઈ અસાધારણ પુણ્યશાળી જણાય છે, કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિષ્પન્ન ધન્યકુમાર રાખવું.'પાંચધાત્રીઓથી પિષાત એ ધન્યકુમાર બીજના ચંદ્રમાની જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં વૃદ્ધિ પામવા લાગે. પિતાનું હૃદય તે પુત્રને જોતાં નવા નવા મનેર બાંધવા લાગ્યું. એ પ્રમાણે આઠ વર્ષને થયે એટલે માતાપિતાએ શુભ દિવસે, શુભ શુકને મેટા મહેસૂવપૂર્વક તેને કળા શિખવાને માટે