Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
ડૉ. બિપિનચંદ્ર હી કાપડિયા
For Private Personal use only
wwwujainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ – ગ્રંથશ્રેણી
ગ્રંથ સત્તરમો
જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
લેખક ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
પ્રકાશક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ,
પ્રાર્થના સમાજ પાસે, મુંબઈ ૪00 00૪
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Dharmana Swadhyaya-Suman By Dr. Bipinchandra H. Kapadia
Published By: Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar Vallabhbhai Patel Road, Mumbai-400 004
Price : Rs. 100/
મૂલ્ય : રૂ. ૧૦૦/
First Edition : December, 2000
પ્રથમ આવૃત્તિ : ડિસેમ્બર, ૨૦00
પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪OO O૦૪
રાકેશ દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ફોન : ૫૬ ૨૦૫૭૮
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ
|
પંચોતેરથી વધુ ગ્રંથોના
અને અઢીસોથી વધુ લેખોના લેખક
મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ. હીરાલાલ રસિકલાલ કાપડિયાના પુનિત હસ્તકમળમાં સમર્પિત
- બિપિનચંદ્ર હી. કાપડિયા
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ-ટ્રસ્ટ ગ્રંથશ્રેણી
અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા ગ્રંથો ક્રમાનુસાર
| ૧. મહાવીર વાણી : સંપાદક ડૉ. ભગવાનદાસ તિવારી
૨. નિર્નવવાદ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૩. જિનતત્ત્વ-ભાગ ૧ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૪. જિનતત્ત્વ-ભાગ ૨: લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૫. જિનતત્ત્વ-ભાગ ૩ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૬. પ્રભાવક સ્થવિરો ભાગ ૧ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૭. જિનતત્ત્વ-ભાગ ૪ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૮, પ્રભાવક સ્થવિરો-ભાગ ૨ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૯. આપણા તીર્થંકરો : સંપાદક પ્રા. તારાબહેન રમણલાલ શાહ ૧૦. પ્રભાવક સ્થવિરો-ભાગ ૩ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૧૧. જિનતત્ત્વ-ભાગ ૫ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૧૨. પ્રભાવક સ્થવિરો-ભાગ ૪ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૧૩, નેમિનાથ-રાજિમતી બારમાસા : સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા ૧૪. નલદવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) : સંપાદક ડૉ. રમણલાલ ચી. શાહ ૧૫. જિનતત્ત્વ-ભાગ ૬ : લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ૧૬. આર્ય વજસ્વામી : પ્રા. તારાબહેન રમણલાલ શાહ ૧૭. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન : ડૉ. બિપિનચંદ્ર કાપડિયા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાનો આ ગ્રંથ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ.
ગઈ પેઢીના પ્રકાંડ પંડિત પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયાના સુપુત્ર ડૉ. બિપિનચંદ્ર કાપડિયાના જૈન ધર્મ વિશેના લેખો છેલ્લાં કેટલાંક વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’માં વખતોવખત પ્રગટ થતા રહ્યા છે. આ ઉપયોગી લેખો ગ્રંથરૂપે પ્રકાશિત થાય તો ઘણા વાચકોને એ સુલભ થઈ શકે, એમ લાગવાથી સંઘે એ પ્રકાશિત કરવાનું ઠરાવ્યું છે. ડૉ. બિપિનચંદ્ર કાપડિયાએ એ માટે સંમતિ દર્શાવી એ બદલ અમે એમના આભારી છીએ.
જર્મન સહિત વિવિધ ભાષાઓના જાણકાર ડૉ. કાપડિયા (જન્મ ઈ. સ. ૧૯૨૦, સૂરત)ની વિદ્યાર્થી તરીકેની તથા પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી બહુ તેજસ્વી રહી છે. વિષય તરીકે સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા લઈને ઉચ્ચ વર્ગમાં બી.એ. અને એમ.એ. થયા પછી એમણે ‘ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર અંગ્રેજીમાં શોધપ્રબંધ લખીને મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી ડૉ. કાપડિયાએ વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને એમના માર્ગદર્શન હેઠળ કેટલાક વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી ડૉ. કાપડિયાનું જીવન શાન્ત, ધર્મમય અને સ્વાધ્યાયસભર રહ્યું છે. એમના અનેક લેખો યુનિવર્સિટીનાં જર્નલોમાં અને અન્ય સામયિકોમાં પ્રકાશિત થયા છે. જૈન ધર્મના એમના સ્વાધ્યાયના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલા કેટલાક લેખોનો આ પ્રથમ સંગ્રહ પ્રકાશિત થાય છે. આશા છે કે સુજ્ઞ વાચકોને તે ઉપયોગી થશે.
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #7
--------------------------------------------------------------------------
________________
પુરોવચના
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ – ટ્રસ્ટ ગ્રંથશ્રેણીમાં ‘જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન' નામનો મારો આ ગ્રંથ પ્રકાશિત થાય છે એ મારે માટે અત્યંત હર્ષની વાત છે.
કેટલાંક વર્ષો પહેલાં ‘પ્રબુદ્ધ જીવનમાં ડૉ. રમણલાલ ચી. શાહે જૈન ધર્મના પ્રકાંડ પંડિત એવા મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. હીરાલાલ રસિકલાલ કાપડિયા વિશે શ્રદ્ધાંજલિ-લેખ લખ્યો હતો તે વાંચ્યા પછી મને પણ જૈન ધર્મ વિશે લેખો લખવાની પ્રેરણા મળી હતી. શિક્ષણના ક્ષેત્રમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યા પછી નિવૃત્તિનાં વર્ષોમાં જૈન ધર્મના વિવિધ વિષયોનો મારો સ્વાધ્યાય વધતો રહ્યો. એના ફળરૂપે આ બધા લેખો લખાયા છે. તે બધા ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત કરવા માટે એના તંત્રી ડૉ. રમણભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એમના સતત પ્રોત્સાહન વિના આ લેખો લખાયા ન હોત.
મારા આ લેખો માટે કેટલાક આચાર્ય-ભગવંતોનાં વ્યાખ્યાનોનું શ્રવણ અને એમના ગ્રંથોનું વાંચન મને ઉપયોગી થયું છે. એ માટે શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી, પ. પૂ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી, પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી, પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી, પ. પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી, પ. પૂ. શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી. ૫. પૂ. શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી તથા પ. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી વગેરેનો અત્યંત ઋણી છું.
આ મારા આ લેખોમાં મારી છદ્મસ્થાવસ્થાને કારણે કે સરતચૂકથી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે ક્ષમા પ્રાણું છું.
- બિપિનચંદ્ર હી. કાપડિયા
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧૭
૧. સ્થૂલિભદ્ર સમકક્ષ એક સાકેત ભિક્ષુ ૨. શિષ્યાનું ઇચ્છતુ પરાજયમ્ ૩. તિજયપહુત્તમાં આંકડાની યોજના ૪. કાયોત્સર્ગ ૫. જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિશે કિંચિત્ ૬. સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ૭. પળમાં પેલે પાર ૮. મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ
નવ ભાવિ તીર્થકરો ૯. ચારની ચોકડી ૧૦. અસારે ખલુ સંસારે ૧૧. પ્રતિબોધિત પ્રાણીઓ ૧૨. વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત: શતમુખ:
૧૦૬ ૧૩. નિરાશસભાવ
૧૧૮ ૧૪. કલ્યાણમંદિર સ્તોત્ર
૧૨૫ ૧૫. શ્રેણિકરાજાનો કુટુંબકબીલો ૧૬. આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ ૧૭. નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય
૧૪૯ ૧૮. ૧૪ ગુણસ્થાનો અને ૧૪ સ્વપ્નો
૧૫૧ ૧૯. ધર્મસંન્યાસ ૨૦. મુહપત્તિનું પડિલેહણ
૧૬૦ ૨૧. સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન
૧૬૬ ૨૨. ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય
૧૭૪ ૨૩. કરણ
૧૮૨ ૨૪. કર્મોની લઘુતાનું મહત્ત્વ
૧૮૯ ૨૫. નરકના નિવાસીઓ
૧૯૭ ૨૬. સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન ૨૭. ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય
૨૨૯ ૨૮. જૈન દૃષ્ટિએ વિવિધ યોગો
૨૪૧
૧૩૨
૧૩૯
૧૫૬
૨૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
Kebкs J
धर्माज्जन्मकुले शरीरपटुता शरीरपटुता सौभाग्यमायुर्बलं । धर्मेणैव भवन्ति निर्मलयशो विद्यार्थसंपत्तयः ॥ कान्तारच्च महाभयाच्च सततं धर्मः परित्रायते । धर्मः सम्यगुपासितो नरभवे स्वर्गापवर्गप्रदः ॥
[ धर्मथी उत्तम द्रुणमां ४न्म, शरीरनी स्वस्थता, सौभाग्य, द्दीर्घ आयुष्य, जण, निर्मण यश, विद्या तथा धन-संपत्ति प्राप्त થાય છે. ધર્મ મહાભયંકર એવા જંગલમાં પણ રક્ષણ કરે છે, એટલું જ નહિ પણ મનુષ્યભવમાં ધર્મની સારી રીતે ઉપાસના કરી હોય તો તે સ્વર્ગ અને મોક્ષગતિ અપાવનાર નીવડે છે. ]
प्राप्यं राज्यं सुभगदयिता नन्दनानन्दनानां । रम्यं रूपं सरसकविता चातुरी सुस्वरत्वम् ॥ नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिं । किं नु ब्रूमः फलपरिणतिं धर्मकल्पद्रुमस्य ॥
[સુવિશાળ રાજ્ય, સુભગ પત્ની, દીકરા અને તેના हीराखो, सुंदर ३५, सरस अविता, यातुर्य, मधुर स्वर, नीरोगीप, गुणवानोनो परिचय, सभ्नता, सद्बुद्धि - आ બધાં ધર્મરૂપી કલ્પવૃક્ષનાં ફળસ્વરૂપ છે. એથી વધુ શું કહીએ ? ]
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
Page #11
--------------------------------------------------------------------------
________________
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્ર સમકક્ષ એક સાકેત ભિક્ષુ
જૈન મહાપુરુષોનો ઇતિહાસ જાણનાર પ્રત્યેક જિનના અનુયાયી આરાધનાનિષ્ઠ જૈન નીચેના શ્લોકથી સુપરિચિત હોય જ :
बमंगलं भगवान् वीरो, मंगलं गौतम प्रभुः ।
मंगलं स्थूलिभद्राया, जैन धर्मोस्तु मंगलम् ॥ મંત્રી શકટાલનો આ જ્યેષ્ઠ પુત્ર કોશા વેશ્યાના પાશમાં જકડાઈને માતાપિતા-ભાઈ-બહેનનો ત્યાગ કરી વેશ્યાને ત્યાં બાર-બાર વર્ષો સુધી પડ્યોપાથર્યો રહે છે. જ્યારે નાનો ભાઈ રક્તરંગી નાગી તલવાર હાથમાં ઝાલી ભાઈને સંબોધે છે ત્યારે તેની આંખ ખૂલી જાય છે અને રાજાને આલોચવાનું કહી લોચ કરીને ધર્મલાભ કહેતો ઊભો રહે છે. ત્યારપછી ફરી સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞાનુસાર કોશાને ત્યાં ચાતુર્માસ રહી, અણીશુદ્ધ ચારિત્ર જાળવી પાછા ફરે છે ત્યારે “દુષ્કર, અતિદુષ્કર' કહી ગુરુ તેને નવાજે છે. તેથી ચોર્યાશી ચોવીસી સુધી સ્થૂલિભદ્રને યાદ કરતો સમાજ શ્રદ્ધાંજલિ અર્પણ કરતો રહેશે. આની સામે ચકલા-ચકલીનું મૈથુન જોઈ આપમેળે પ્રાયશ્ચિત્ત કરનાર લમણા સાધ્વી એસી-ચોર્યાશી સુધી ગર્તમાં ફેંકાઈ જાય છે.
સ્થૂલિભદ્રના પ્રસંગ જેવો જ એક પ્રસંગ બુદ્ધના સમયનો જોઈએ. એક સાકેત (બૌદ્ધ) ભિક્ષુને એક વેશ્યાએ ચાતુર્માસ માટે આમંત્રણ આપતાં કહ્યું કે આપના સાંનિધ્યમાં મારું મન ખૂબ સંતોષ અને આનંદ પામશે.
સાધારણ કોટિનો કોઈ પણ ભિક્ષુ આવા આમંત્રણથી આશ્ચર્ય તથા વિમાસણમાં પડી જાત. વેશ્યાને ત્યાં ચોમાસાની વાત કેટલી બેહૂદી, વિસંગત અને અપવાદભરેલી હતી !
વેશ્યાના મનમાં નિમંત્રણ સ્વીકારવા વિષે શંકા, સંશય હતો, કારણ કે ક્યાં સાધુનું સદાચરણ અને ક્યાં વેશ્યાની નારકીય સૃષ્ટિ ! બંનેનાં જીવન વચ્ચે મેળ ન હોવાથી નિમત્રણ સ્વીકારશે તેનો વિશ્વાસ ન હતો. કારણ ક્યાં તું અને ક્યાં હું ? ક્યાં તારી કક્ષા અને ક્યાં મારી ? તારી રહેણીકરણી, રીતભાત, રસમ અને જીવનપદ્ધતિ સાથે મારો મેળ ક્યાં ખાય ?
વાત ઊલટી બની. ભિક્ષુએ તરત જ નિમંત્રણ સ્વીકારી લીધું. મહાપુરુષોનાં વ્યક્તિત્વને, મહાનતાને, દિવ્યતાને સમજવાં મુશ્કેલ છે. સ્વીકૃતિથી વેશ્યા
Page #13
--------------------------------------------------------------------------
________________
૪ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આશ્ચર્યમાં પડી ગઈ. તેણીએ કહ્યું કે, “આપ નિમંત્રણ સ્વીકારો છો પણ ભગવાન બુદ્ધ ના પાડશે તો ?' મુનિએ તેટલા જ વિશ્વાસથી પ્રત્યુત્તર વાળ્યો કે “તમે ચિંતા ન કરો. ભગવાન બુદ્ધ આજ્ઞા આપશે એવો વિશ્વાસ હોવા છતાં પણ તેમની આજ્ઞા મારા માટે અનિવાર્ય છે. આજ્ઞા મળી જશે તેની મને ખાતરી છે. તેનો નિર્ણય આવતી કાલે. સાધુની મર્યાદા પ્રમાણે કેટલાક ઔપચારિક અને વ્યાવહારિક નિયમો અપરિહાર્ય છે. ભગવાન બુદ્ધને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આજ્ઞા મળશે જ. મંદિર કે વેશ્યાનું ઘર મારા માટે સમાન છે; મારી વૃત્તિઓથી ભગવાન બુદ્ધ
સુજ્ઞાત છે.”
બીજે દિવસે ભગવાન બુદ્ધને વીંટળાઈને ભિક્ષુઓની પરિષદ. ભરાઈ હતી. ત્યારે આ ભિક્ષુએ ઊભા થઈ વેશ્યાના નિમંત્રણની વાત કરી. બુદ્ધ તેને ઓળખતા હતા તેથી કહ્યું કે “આજ્ઞાની શી જરૂર છે? વેશ્યાથી સંન્યાસી ભય પામતો હોય તો વેશ્યા બલવત્તર છે. ભય પામનાર મારા મતે સંન્યાસી નથી. વેશ્યા જો સાધુને સાધનાથી ભ્રષ્ટ કરે તો સાધના સાચી સાધના નથી. જાઓ, મારી આજ્ઞા છે કે તમે ત્યાં ચાતુર્માસ શાંતિથી કરશો.'
આજ્ઞા મળતાં જ બીજા ભિક્ષુઓ ધૂજી ઊઠ્યા, કેમકે આ વેશ્યા સાધારણ ન હતી. રાજાઓ પણ જેના સૌંદર્યથી મુગ્ધ થતા તેવું લોકોત્તર તેનું સૌદર્ય હતું. કેટલાક ભિક્ષુઓ ભિક્ષાના બહાને તેના સૌંદર્યને નિહાળવા, તેના નિવાસેથી પસાર થતા. એક ભિક્ષુએ વિરોધ કર્યો : “હે પ્રભુ, આ અનુચિત છે, આ ક્યાંની રીત, એમાં શાસનની શી શોભા?'
ભગવાને કહ્યું કે “જો તું આવી આજ્ઞા માંગે તો હું તને ન આપું, કારણ કે તું ભય પામે છે. પરંતુ આ સંન્યાસીની સાધનાની કસોટીનો અવસર છે. સંન્યાસી હારી જાય તો સાધનાની કિંમત કોડીની પણ ન રહે.' વેશ્યાને સંદેહ નથી કે સાધુ પોતાના જીવનને આમૂલ ફેરવી નાંખશે, તેમ ભિલુને ભય નથી કે તેના સાંનિધ્યથી પોતાના જીવનનું પરિવર્તન થઈ જશે ! સાધુ પોતાની શક્તિ પર મુસ્તાક છે; વેશ્યા પોતાની ભાવનામાં !
ભિક્ષુ તેના આવાસમાં જે ભોજન વેશ્યા કરતી તે ભોજન કરતો; વેશ્યાએ પોતાનું પોત પ્રકાશ્ય. નૃત્ય અને ગીતનો પ્રારંભ કર્યો. અર્ધનગ્ન અવસ્થામાં નાચવા લાગી. બધા પ્રયત્નો ભ્રષ્ટ કરવા આદરવા માંડ્યા. શણગારો સજ્યા, અવનવા હાવભાવ કર્યા, વિવિધ આકર્ષક મુદ્રાઓ રજૂ કરી છતાં તે સાધનામાં અડોળ રહ્યો. વેશ્યાનો એક પણ પ્રયત્ન તેને વિક્ષુબ્ધ ન કરી શક્યો. તેની ચેષ્ટામાં ન રસ બતાવ્યો, ન ઉત્સુકતા બતાવી. આંખોમાં બંધન કરી, તેની દરેક ક્રિયાનો ઉદાસીન સાક્ષી બની રહ્યો.
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્ર સમકક્ષ એક સાકેત ભિક્ષુ - ૫ ચાતુર્માર હેમખેમ પસાર થઈ ગયું. ભિક્ષુઓ પરેશાન, ચિંતિત, અસ્વસ્થ, સંદેહશીલ બન્યા. તેઓ રોજરોજ નવી નવી ખબરો ફેલાવે છે : “પ્રભુ ! ખબર છે તમને કે ભિક્ષુ અર્ધનગ્ન વેશ્યાનો નાચ જોતો હતો ? પ્રભો ! વેશ્યા તેને રોજ વિવિધ પ્રકારનાં મેવા-મિષ્ટાન્નો જમાડે છે, અને તે આનાકાની કર્યા વગર પ્રેમથી ખાય છે.' કોઈ કહેતા : “ભગવન્! વેશ્યા તેને જાતજાતનાં સુંદર રેશમી વસ્ત્રો આપે છે.' કોઈ તેજોદ્વેષથી ગર્જી ઊઠતા : “નાથ ! શાસનની બધી મર્યાદાઓ ભ્રષ્ટ થઈ ગઈ છે; નિયમો નષ્ટ થઈ રહ્યા છે.'
ભગવાન બુદ્ધ બધાની વાત શાંતિથી સાંભળતા : ‘તમે નિષ્કારણ મૂંઝાઓ છો. ભિક્ષની ચિંતામાં તમે તમારી સાધના કેમ ભૂલી જાઓ છો ? જો તે ભ્રષ્ટ થશે તો તે થશે, તે ગુમાવશે, બૂડશે તો તે બૂડશે. તમે શા માટે નિષ્કારણ પરેશાન થાવ છો ? તે માટે તમારી આતુરતા શા માટે ?'
ચાર માસ પછી ભિક્ષુ ભગવાનના ચરણમાં ઉપસ્થિત થયો. તે એકલો ન હતો. તેની સાથે ભિક્ષુણી હતી. વેશ્યા જ્યારે પોતાની કોઈ કળા ભિક્ષુ પર અજમાવી ન શકી ત્યારે ભિક્ષુએ પોતાની અધ્યાત્મ સાધનાની કળા, ધર્મકળા તેના પર અજમાવી અને પરિણામસ્વરૂપ તેનું જીવનપરિવર્તન થઈ ગયું ! તે વેશ્યા મટી ભિક્ષુણી બની ગઈ. વાત સાચી છે કે “વત્ર ના ઘનના નિખારૂં.”
સ્થૂલિભદ્ર પણ રૂપાકોશાને બાર વ્રત અંગીકાર કરનારી સાચી શ્રાવિકા બનાવી. બંને દષ્ટાંતોમાં કેવું અદ્ભુત સામંજસ્ય અને સાદશ્ય રહેલું છે !
Page #15
--------------------------------------------------------------------------
________________
શિષ્યાત ઇચ્છત પરાજયમ્
ગુરુ-શિષ્યનો સંબંધ, ગૌરવ તથા પ્રતિષ્ઠા આદિને સર્વ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન અપાયું છે. ગીતાર્થ ગુર પ્રત્યે પ્રતિપત્તિ, સમર્પણ તથા વૈયાવચ્ચને જૈન સાહિત્ય જગતમાં પ્રથમ પંક્તિનું સ્થાન મળ્યું છે. ગુરુએ પણ શિષ્ય પ્રત્યે કાળજી, વાત્સલ્ય તથા હૂંફપૂર્વક જ્ઞાન વિતરણ કરવું જોઈએ. શિયનો પણ ધર્મ થઈ પડે છે કે આવા ગુરુ પ્રત્યે આદર, વિનય, સમર્પણ તથા અહોભાવ હોવાં જોઈએ. એક પ્રસિદ્ધ આચાર્યના ચાર શિષ્યોએ વિવિધ વિદ્યાશાખામાં પ્રાવીણ્ય મેળવ્યું પણ ગુરુ તરફથી પ્રોત્સાહિત ન થવાથી તથા અનાદર, ઉપેક્ષા, તિરસ્કાર, ધૃણા વગેરેથી પાંચે પોતાના પથથી પ્રચલિત થયા.
- ભગવાન મહાવીર સ્વામીના સ્વહસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીઓના અગ્રસર હતાં ચંદનબાળા. એક વાર ભગવાનના સમવસરણમાં તેઓ પોતાની શિષ્યા મૃગાવતી સાથે ગયાં હતાં. તે પ્રસંગે સૂર્ય-ચંદ્ર પતાના મૌલિક વિમાનોમાં ઉપસ્થિત થયા હતા. સૂર્યાસ્ત થઈ ગયો પણ મૃગાવતીનું ધ્યાન એ તરફ ન ગયું. દેવોની હાજરીથી તેમ બન્યું. ચંદનબાળા યથાસમયે રવસ્થાને પાછાં ફર્યા, પણ મૃગાવતી મોડાં આવ્યાં. ચંદનબાળાએ મૃગાવતીનું તે તરફ લક્ષ દોર્યું તથા કહ્યું કે સારા કુળની સ્ત્રીઓ માટે આ યોગ્ય નથી થયું. શિષ્યા મૃગાવતીને આ મીઠો ઠપકો ઘણો આકરો લાગ્યો અને પોતાની આ બેદરકારી પ્રત્યે ઊંડું ચિંતન કરતાં કરતાં રાત્રિ દરમિયાન ભાવનાના ઉચ્ચતોત્તમ શિખરે આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ કર્મક્ષય કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
તે રાત્રે ગાઢ અંધકારમાં ચંદનબાળા જ્યાં સૂતાં હતાં ત્યાંથી કાળો સર્પ સરકી રહ્યો હતો. નિદ્રાધીન ચંદનબાળાનો હાથ ઊંચો કરી સાપને સરકવાનો માર્ગ કરી આપ્યો. તેથી ચંદનબાળા જાગી ગયાં તથા આમ કરવાનું મૃગાવતીને કારણ પૂછ્યું. કાળો સર્પ પસાર થતો હતો તેમ મૃગાવતીએ જણાવ્યું. ચંદનબાળાએ પૂછ્યું કે અંધકારમાં સર્પ કેવી રીતે જોઈ શકાયો? મૃગાવતીએ કહ્યું કે “તમારા પ્રતાપથી મેળવેલા જ્ઞાનથી.'
‘કેવા પ્રકારનું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?' મૃગાવતીએ કહ્યું કે “અપ્રતિપાતિ.' અપ્રતિપાતિ એટલે પાછું ચાલ્યું ન જાય. ચંદનબાળા સફાળાં બેઠાં થઈ ગયાં.
Page #16
--------------------------------------------------------------------------
________________
શિષ્યાત્ ઇચ્છેત્ પરાજયમ્ ૨૭ તેમણે જાણ્યું કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે. પોતે કેવળીની આશાતના કરી તેથી પશ્ચાત્તાપના પુનિત ઝરણામાં તેમણે ડૂબકી લગાવી. ઉચ્ચ ભાવના ભાવતાં ભાવતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ રીતે મૃગાવતી શિષ્યા ગુરુણી આર્યા ચંદનબાળા કરતાં એક ડગલું આગળ નીકળી ગયાં હતાં.
બીજો પ્રસંગ શીતલાચાર્ય અને તેના ભાણેજ શિષ્યોનો છે. વંદનના મહિમા પર શીતલાચાર્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેમનાં બહેન કર્મવશાત્ સંસારી હતાં. તેમને ચાર પુત્રો હતા. સંસારમાં હોવા છતાં ભાઈના ચારિત્ર પ્રત્યે અનુરાગ હતો. શીતલાચાર્યનાં બહેન પ્રતિદિન પોતાના પુત્રોને ચારિત્રધર્મની વાત કરે. મામા મહારાજના ગુણોનું હરરોજ અનુમોદન કરે. ચારે ભાઈના મનમાં બીજ રોપાઈ ગયું. બીજ અંકુરિત થઈ એક સમયે સંયમનું ફળ મનોરથના વૃક્ષને આવ્યું. ચારે ભાણિયાઓએ ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી.
સંયમધર્મની પરિણતી થતાં એક દિવસ ચારે ભાણિયાઓને મામાગુરુને વંદન કરવાની ભાવના થઈ. વિહાર કર્યો. જ્યાં મામા હતા તે સ્થાને જતા હતા. રસ્તામાં રાત્રિ થતાં રોકાઈ જવું પડ્યું. પોતાના આગમનના સમાચાર આચાર્ય મહારાજને મોકલાવ્યા કે કાલે પ્રભાતે વંદન કરવા તેઓ આવશે.
તેઓ રાત્રે પ્રતિક્રમણ કરી એક જ ભાવના ભાવતા રહ્યા કે આવતી કાલે પ્રભાતે આચાર્ય ભગવંતનાં દર્શન-વંદન કરી કૃતકૃત્ય થઈશું. તેમની ભાવનાની ધારા શુક્લ ધ્યાનની ધારામાં બદલાઈ ગઈ અને ચારેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માટે જ ‘ધર્મ પ્રતિ મૂલ ભૂતા વંદના' એમ કહેવાય છે. તેઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા, માત્ર વંદનાની શુભ ભાવનાથી ! તેથી ‘ભાવે કેવળજ્ઞાન' કહ્યું છે.
સંદેશો મળી જતાં શીતલાચાર્ય ચારેની રાહ જુએ છે. ઘણો સમય થઈ ગયો. મુનિવરો ન આવતાં સૂરિ સામે આવ્યા, પણ કોઈ ભાણેજ ઊભા ન થયા. પણ આ શું? મને જોવા છતાં નથી ઊભા થતાં, નથી સામે આવતાં. શીતલાચાર્ય વિચારમાં પડી ગયા. વિનય તો ધર્મનો પ્રાણ છે. આપણે જાણીએ છીએ કે મુનિવરો તો વળી છે.
સહેજ ચિડાઈને આચાર્યે મુનિઓને કટાક્ષમાં કહ્યું : ‘હું તમને વંદન કરું ?’ જવાબ મળ્યો, ‘જેવી તમારી ભાવના.' તેઓ ચોંકી ગયા, સ્તબ્ધ થઈ ગયા. શીતલાચાર્યે ગુસ્સામાં વંદન કર્યું ત્યારે તેઓ બોલ્યા : ‘તમે દ્રવ્યવંદન
કર્યું છે.'
‘શી રીતે જાણ્યું ?' ‘જ્ઞાનથી.’
‘કયા જ્ઞાનથી ?'
Page #17
--------------------------------------------------------------------------
________________
૮ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
“અપ્રતિપાતિ... જ્ઞાનથી.”
સાંભળતાં જ શીતલાચાર્યને વજઘાત થયો. ‘હું ! મેં કેવળીની આશાતના કરી ! અહો ! કેટલું મને પાપ લાગ્યું? કેવો હું ઘોર પાપી !' એક જોરદાર આંચકો લાગ્યો. એમનો કર્મનો મહેલ કકડભૂસ થઈ તૂટી ગયો. તેમણે કેવલી ભગવંતોનાં ચરણોમાં ભાવવંદના કરી, આંસુથી પગ પખાળતાં સૂરિ મહારાજ પણ કેવળી થયા. કહેવાય છે “વંદના પાપ નિકંદના.' ભાવપૂર્વક વંદનાથી કર્મોનું નિકંદન નીકળી ગયું.
ત્રીજો પ્રસંગ ચંડરુદ્રાચાર્યનો લઈએ. નામ પ્રમાણે આ આચાર્ય દુર્વાસાના અવતાર સમાન ખૂબ ક્રોધી હતા. તેથી તેમનું “ચંડરુદ્રાચાર્ય' એવું નામ પડી ગયું હતું. આચાર્ય હોવાથી વિશાળ શિષ્ય પરિવાર હતો. પોતાના સ્વભાવથી સુપરિચિત આચાર્ય હંમેશાં શિષ્યોથી જરા છેટે રહેતા. એક વખત એક ગામમાં
જ્યાં સ્થિરતા કરી રહ્યા હતા ત્યાં કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને એક યુવાનનું ટોળું ગુરુ મહારાજનાં દર્શન-વંદન માટે આવી ચઢ્યું. તે યુવાનોમાં એક યુવાનનાં તાજાં લગ્ન થયેલાં હતાં. યુવાનોએ ટીખળ કરતાં કહ્યું : “આને દીક્ષા આપો.' વારંવાર કહેવાથી કુપિત થયેલા આચાર્યે તે તાજા પરણેલા યુવાનને માથેથી પકડી લોચ કરી નાંખ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું. બીજા યુવાનો પરિસ્થિતિ જાણી રફુચક્કર થઈ ગયા. આ યુવાને વિચાર કરી પરિસ્થિતિનો મુકાબલો કરવાનો દઢ નિશ્ચય કરી, ગુરુ મહારાજને ત્યાંથી વિહાર કરી જવા જણાવ્યું કેમ કે જે તેના કુટુંબીજનો જાણશે તો કંઈક નવાજૂની થશે.
રાત અંધારી હતી. આપધર્મ તરીકે વિહાર કરવો પડ્યો. રસ્તો ખાડાટેકરાવાળો અપરિચિત હતો, છતાં પણ ગુરુને પોતાના ખભે બેસાડી નૂતન શિષ્ય કર્મના વિપાકનો વિમર્શ કરતો કરતો જઈ રહ્યો હતો. ખાડા-ટેકરાવાળી જમીનને લીધે ગુરુને આંચકા ખમવા પડતા હતા. ક્રોધાયમાન ગુરુ વારંવાર શિષ્યને તાજા મંડેલા માથામાં દાંડાથી પ્રહાર કરતા. શિષ્ય સમતાપૂર્વક કર્મક્ષયના શુભ ભાવથી સહન કરી લેતો. આ રીતે શુભ ભાવ ભાવતાં ભાવતાં, ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તેણે કેવળજ્ઞાન ઉપામ્યું. હવે અંધારામાં રસ્તો દેખી શકવાથી શિષ્ય સારી રીતે ચાલી રહ્યો હતો. ગુરુ પૂછે છે, “કેમ સોટી વાગવાથી હવે ભાન થયું ને ?'
શિષ્ય કહે છે : “આપની કૃપાથી.” રસ્તો કેવી રીતે જણાય છે ?' આપના પ્રભાવથી થયેલા જ્ઞાનના બળે.' કેવું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?' અપ્રતિપાતિ !'
Page #18
--------------------------------------------------------------------------
________________
શિષ્યાનું ઇચ્છતુ પરાજયમ્ - ૯ ચંડરુદ્રાચાર્ય તરત શિષ્યાના ખભેથી નીચે ઊતર્યા. કેવળી થયેલા શિષ્યના ચરણમાં વંદન કર્યા, ક્ષમા માગી. કેવળીની આશાતનાથી પશ્ચાત્તાપના પાવક અગ્નિથી બાળી નાંખ્યા છે કર્મો જેણે તેવા ચંડરુદ્રાચાર્યને પણ આ રીતે શિષ્યના માધ્યમથી કેવળજ્ઞાન થયું.
અન્ય પ્રસંગ પુષ્પચૂલાનો છે. તેનાં રાજવી માતાપિતા પુત્રી પ્રત્યેના અનહદ પ્રેમથી આકર્ષાઈ તેનું લગ્ન સગા ભાઈ સાથે કરે છે. સાચી પરિસ્થિતિનું યથાસમયે ભાન થતાં ઉદ્વિગ્ન થયેલી પુષ્પચૂલાને દીક્ષા લેવાનો ભાવ થાય છે. ભાઈ-પતિને દીક્ષા લેવાનો પોતાનો ઇરાદો જણાવે છે. તેના પતિ એક શરતે દીક્ષા આપવા સંમતિ આપે છે. શરત એ છે કે પુષ્પચૂલાએ હંમેશાં એ નગરમાં રહેવું કે જેથી પ્રતિદિન તે તેને જોઈ શકે. સંયમના પથ પર પ્રગતિ કરવાની ભાવના હોવાથી પુષ્પચૂલાએ તે શરત મંજૂર કરી છે. પરંતુ રાણી હોવાથી સાધ્વી થયા પછી લોકોના આદરાદિથી વિચલિત ન થવાય તે દુષ્કર હતું. છતાં પણ કર્મવિપાકોદય તથા કર્મની બલિહારી જાણી તે શરતો સ્વીકારી લે છે.
જેમની પાસે દીક્ષિત થઈ હતી તે ગુરુ ભગવંત આચાર્ય અર્ણિકાપુત્ર તે ગામમાં વૃદ્ધ હોવાથી સ્થિરતા કરે છે. પુષ્પચૂલા તેમની યોગ્ય સારસંભાળ લે છે. આહારાદિ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લાવે છે તથા વૃદ્ધ ગુરુ મહારાજની યથોચિત વૈયાવચ્ચ કરે છે.
એક વાર વરસતા વરસાદમાં ગોચરી લાવી પુષ્પચૂલા ગુરુ સમક્ષ રજૂ કરે છે. પોતાને દરરોજ જેટલું અને જેવી ગોચરી જોઈએ તેવી અને તેટલી કેવી રીતે પુષ્પચૂલા લાવે છે તે ન સમજવાથી અર્ણિકાપુત્ર પૂછે છે કે “મારે જવું અને જેટલું જોઈએ તેટલું કેવી રીતે લાવી શકાય છે?' પુષ્પચૂલા કહે છે કે “તમારા પ્રભાવથી અને પ્રતાપથી.” “શું તેનાથી જ્ઞાન થયું છે? જ્ઞાન પ્રતિપાતિ છે કે અપ્રતિપાતિ ?'
પુષ્પચૂલાએ કહ્યું : “અપ્રતિપાતિ.”
ગુરુ પ્રસન્ન થયા. વંદન કર્યું. કેવળી પાસેથી ગુરુ જાણવા માંગે છે પોતાને આવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે ? તેઓ પુષ્પચૂલાને પૂછે છે. પુષ્પચૂલા કહે છે, “નદી પાર કરતાં.'
ગોચરી બાજુ પર રાખી ગુરુ નદી પાર કરવા તૈયાર થઈ જાય છે. હોડીમાં બેસી નદી પાર કરતા હતા. તે વખતે એક દુષ્ટ દેવ ભાલાની અણી પર તેમને ઊંચે ફંગોળે છે. ગુરુના શરીરમાંથી લોહી ટપકે છે. પોતાના ટપકતા રક્તના બિંદુથી અપકાયના જીવોની થનારી હિંસાનો વિચાર તેઓ કરી રહેલા હતા. તે માટે પશ્ચાત્તાપ કરતાં કરતાં ગુરુ મહારાજને પણ કેવળજ્ઞાન પછીથી થયું.
ઉપરના આ ચાર પ્રસંગોની સમકક્ષ અન્ય દષ્ટિબિંદુથી લલિતાંગ મુનિ અને
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અસંમત નાસ્તિકનો પ્રસંગ નિહાળીએ. લલિતાંગ મુનિ ચારિત્ર લઈ આરાધનામાં લાગી ગયા. નિત્ય ગુરુસેવામાં રહી શાસ્ત્રાધ્યયન, મહાવ્રતોનું પાલન, બારે પ્રકારના તપની ભવ્ય આરાધના કરવા લાગ્યા. લલિતાંગ મુનિ વિચારે છે કે જો ભૂતકાળમાં મેં પાપ સેવવામાં બાકી રાખી નથી, તો હવે ધર્મારાધનામાં શા માટે પીછેહઠ કરવી? વિચરતાં વિચરતાં લલિતાંગ એક એવા નગરમાં આવી ચડે છે કે જ્યાં એક અસંમત નામનો નાસ્તિક રહે છે. તે સગાં મા-બાપને ગણકારતો નથી. તે પાપ-પુણ્ય-પરલોક વગેરે કશામાં માનતો નથી. તેને કુતર્ક બહુ આવડે છે.
જે કોઈ જોગી, બાવા, સંન્યાસી સાધુ આવે તેની તે ખબર લઈ નાંખતો. લલિતાંગને અસંમત વિષે લોકો માહિતગાર કરે છે. લલિતાંગ વિચારે છે કે “આવો નાસ્તિક માણસ વાદવિવાદથી સુધરે નહીં.'
લલિતાંગ મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવા લાગ્યા. કાઉસગમાં ખડા ખડા રહી વચન અને કાયાને વીસરાવી દેવાની, કાયાને સ્થિર રાખી જરાપણ હલાવવાની નહીં, આંખ અડધી મીંચી રાખવાની, દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર કરી બહારનું જોવાનું બંધ, હાથ સહજ ભાવે લટકતા છોડી મૂકવાના; હવે રહ્યું મન. તેને ચોક્કસ પ્રકારના ધ્યાનમાં સંલગ્ન કરવાનું. કાયોત્સર્ગમાં ઉપવાસ સહિતનાં છ તપ છે.
આમ છ પ્રકારનાં તપમાં મુનિ મહર્ષિ લીન બની ગયા. એક વાર નદીમાં પૂર જબરજસ્ત ચઢી આવ્યું. એમના તપનો જબ્બર પ્રભાવ જુઓ કે ઊંચા નગરમાં પાણી ન ચઢ્યું પરંતુ ઉદ્યાન પર પાણી ફરી વળ્યું. માથોડા પાણીમાં વૃક્ષો ડૂબાડૂબ થઈ ગયાં. ચારે તરફ જળબંબાકાર. પરંતુ મુનિ ધ્યાનમાં જ છે. તે વખતે કોઈ આકર્ષાયેલો વ્યંતર દેવ તેમને પૂર ન અડકે એવું નિર્માણ કરે છે. લોકો નગરના કિલ્લા પરથી મહર્ષિના અડગ ધ્યાનની પ્રશંસા કરે છે. પૂર શમી ગયું. લોકોના આશ્ચર્યનો પાર નથી. લોકો મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા કરે છે. મુનિએ અસંમતને વાદથી ચૂપ કરવાને બદલે મુનિએ તપથી સાધનાના માર્ગે આકર્ષવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નાસ્તિકને ધર્મ માનવો જ નથી; પછી આંતરશન સાથે લડવાનું અને બહારના સાથે સહિષ્ણુતાનું શિક્ષણ ક્યાંથી સંભવે ? મુનિની પ્રશંસા તે કેમ સહી શકે? ઈર્ષા કેમ રોકી શકે? મુનિએ નાસ્તિકનું કશું બગાડ્યું નથી. ઈર્ષા કેવી ગોઝારી છે ! મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા લોકો કરે છે. તેમાં મુનિનો શો વાંક ?
ઈર્ષાનો માર્યો નાસ્તિક આર્ત અને રૌદ્ર ધ્યાનમાં રમે છે. મુનિને કેવી રીતે મારી નાખું, એ વિચારે ચઢી તે મુનિને ખતમ કરવાનો પંતરો રચે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
શિધ્યાત્ ઇચ્છતુ પરાજયમ્ - ૧૧ નાસ્તિક ઉપાય શોધી કાઢ્યો. રાતના ઊપડ્યો. એ ઉદ્યાનમાં લાકડાં ભેગાં કરી મુનિની આસપાસ ગોઠવી દીધાં. લાકડાં સળગાવી ઘરભેગો થઈ ગયો. હાશ ! હવે મુનિ સળગી જશે. લોકો યાદ પણ નહીં કરે. મારો કાંટો ગયો.'
મુનિની રાખ જોવા તે હરખ અનુભવી રહ્યો છે. પરંતુ આ શું? ત્યાં ને ત્યાં મુનિને રાખની વચમાં ધ્યાનમાં ઊભેલા જોઈ સ્તબ્ધ બની ગયો. આ શું? મુનિ બળ્યા નહીં ?
તપના પ્રભાવ પર નાસ્તિકને આશ્ચર્ય અને ધર્મબુદ્ધિ થાય છે. લલિતાંગ મુનિની રક્ષા થઈ એ જોઈ અસંમત દિધૂઢ થઈ ગયો. કેવો તપાદિનો પ્રભાવ તથા પરચો ! બે અસંભવિત કાર્યોનો પરિપાક જઈ (નદીનો પ્રવાહ કશું ન કરી શક્યો, તથા અગ્નિ બાળી ન શક્યો) આ કેવું સમજી ન શકાય તેવું આશ્ચર્ય ! ધર્મ સિવાય અહીં કયું તત્ત્વ કાર્ય કરી ગયું, કયું તત્ત્વ કાર્યરત થયું !
આજ સુધી જે ધર્મને પોતે નિરર્થક ગણતો, વિટંબણાકારી ગણતો તેનો આવો પ્રભાવ અને પરચો જઈ તે હવે કંઈક ખંચકાયો. શું તે કુદરતના નિયમને પણ આંબી શકે ? ઉથલાવી શકે ? બે કુદરત વિરોધી ઘટના જોયા પછી નાસ્તિકને પારાવાર પસ્તાવો થયો. ઠીક જ લખ્યું છે કે :
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે” ત્યારબાદ, નાસ્તિક અસંમતને સમર્થ ધર્મને સાધનારા મહાત્મા પ્રત્યે ઈષ, ધર્મ અને ધર્મા પ્રત્યેનો દ્વેષ અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ જાગ્યો અને તે તત્ત્વોએ આત્મા, પરમાત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે પર શ્રદ્ધા ઊભી કરી. ધર્માત્મા મુનિ બંને સંકટો તરી શક્યા. ન ડૂળ્યા. ન બળ્યા એ એમના ધર્મને આભારી હતું.
શરીર જડ છે, પૌગલિક છે, આત્મા વિશિષ્ટ તત્ત્વ છે. પુણ્ય, પાપ, ધર્માદિ છે. મેં આત્માને ભૂલી માત્ર શરીર પ્રત્યે દૃષ્ટિ રાખી તેથી જીવનને ગોઝારાં અપકૃત્ય-દુષ્કૃત્યભર્યું બનાવ્યું. તેના જીવનમાં પરિણતિ થઈ, પાપ પશ્ચાત્તાપથી દુષ્કૃત્ય બીજ નષ્ટ થયું.
બસ, અસંમત નાસ્તિકે મનથી કાયા ને કાયિક સુખાદિની પરાધીનતા ત્યજી, આત્માનું ખરેખ, સ્વાતંત્ર્ય અજમાવી વીર્ષોલ્લાસ પ્રગટાવ્યો. અશુભ ભાવનાથી આત્માને અલગ કરી, અલિપ્ત કરતો કરતો તે શુભ ભાવોમાં ચઢ્યો. શરીરઆત્માનો ભેદ રામજતો, અનાસક્ત ભાવમાં ચઢી ચિંતનમાં ચિત્ત પરોવી, શુભ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભાવમાં આરૂઢ થઈ શુક્લ ધ્યાન લાગતાં, ક્ષપક શ્રેણિ માંડતાં, પ્રથમ મોહનીય કર્મનો ત્યારબાદ બાકીના જ્ઞાનાવરણીયાદિ સમસ્ત ઘાતી કર્મનો સર્વથા નાશ કરી તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ઉપરના પાંચ પ્રસંગો જોયા પછી વૈદિક ધર્મમાંથી કંઈક જુદો એવો એકલવ્યનો પ્રસંગ જોઈએ.
એકલવ્યની જાતિને લીધે ગુરુ ધનુર્વિદ્યા શીખવવા સંમત થતા નથી. એકલવ્યે તેથી હતાશ થયા વગર નિષ્ઠા અને ખંતપૂર્વક ધનુર્વિદ્યામાં પારંગત થવા દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી. તેણે જાણે કે સાક્ષાત્ ભાવભર્યા ઉમળકા સાથે માટીના ગુરુમાં સાચા ગુરુની પ્રતિષ્ઠા કરી ધનુર્વિદ્યામાં એક્કો બની ગયો. બ્રાહ્મણ દ્રોણાચાર્યથી નિમ્ન કોટી અને જાતિના એકલવ્યની આ સિદ્ધિ સહન ન થઈ શકવાથી વિદ્યા શીખવવાની ફી તરીકે તેને જમણા હાથનો અંગૂઠો કાપી આપી ગુરુદક્ષિણામાંથી મુક્ત થવા જણાવ્યું. સવાયા અર્જુન જેવા બનેલા એકલવ્યે કોઈપણ પ્રકારના કચવાટ વગર પોતાનો અંગૂઠો કાપીને ગુરુ સમક્ષ ધરી દઈ, ગુરુ પ્રત્યેના ઋણમાંથી મુક્ત થઈ, ગુરુ કરતાં પોતાની પ્રતિષ્ઠા તથા પોતાનું ગૌરવ સદા માટે વધારી દીધું.
આમ, ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ગુરુનો મહિમા ઘણો મોટો છે. સાચા વત્સલ ગુરુ પોતાના કરતાં પણ પોતાના શિષ્યો આગળ વધે, વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી અંતરની સાચી ભાવના ધરાવતા હોય છે અને એવી આશિષ આપતા હોય છે. પોતાના કરતાં પોતાના શિષ્યો વધુ પ્રગતિ કરે તો તેથી તેમને દ્વેષ કે મત્સર થતો નથી, પણ અપાર હર્ષ થાય છે. પોતાના કરતાં પોતાના શિષ્યને પોતાની ઉપસ્થિતિમાં વહેલું કેવળજ્ઞાન થાય તો ગુરુ તેવા કેવળ શિષ્યનાં ચરણમાં વિનયપૂર્વક ભાવપૂર્વક મસ્તક નમાવી કૃતકૃત્યતા અનુભવે છે. ગુરુશિષ્યના આ સંબંધના વિનયનું તત્ત્વ ઉભયપક્ષે રહેલું છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
તિજયપહત્તમાં આંકડાની યોજના
જૈન પરંપરા પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રત્યેક દસ ક્રોડાકોડ સાગરોપમની હોય છે. તે દરેકમાં ત્રીજા અને ચોથા આરામાં ચોવીસ તીર્થકરો તીર્થ પ્રવર્તાવ છે. આપણી આ અવસર્પિણીના ત્રીજા તીર્થકર અજિતનાથ ભગવાન થયા. તે સમયે ઉત્કૃષ્ટ તીર્થકરોની સંખ્યા એકસો સિત્તેરની ગણાવાય છે. ભારત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં અજિતનાથના સમયમાં ભરતક્ષેત્રમાં પાંચ, ઐરાવત ક્ષેત્રમાં પાંચ અને મહાવિદેહક્ષેત્રની બત્રીસ વિજયોમાં પ્રત્યેકમાં પાંચ પાંચ એટલે ૩૨ ૪ ૫ = ૧૬૦ + ૫ + ૫ = ૧૭૦ની સંખ્યામાં તીર્થંકરો થયા હતા.
આ માટેના કેટલાક ઉલ્લેખો જોઈએ. શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન કે જે રાઈપ્રતિક્રમણમાં કરાતું હોય છે તેની બીજી ગાથામાં આ પ્રમાણે ઉલ્લેખ છે :
કસ્મભૂમિહિં કમ્મભૂમિહિ, પઢમસંઘયણિ,
ઉકકોસયસત્તરિચય, જિણવરાણ વિહરંત લબ્બઈ. કર્મભૂમિ જે ૧૫ છે તેમાં પઢમસંઘયણિવાળા ઉત્કૃષ્ટ, ૧૭૦ જિનવરો થયા હતા. રાઈપ્રતિક્રમણમાં બોલતા “તીર્થવંદના” – “સકલતીર્થ” સૂત્રમાં તારંગે શ્રી અજિતજુહાર એવો ઉલ્લેખ છે.
નવસ્મરણ જે અત્યંત પ્રભાવક ગણાવાય છે અને જેનો નિત્ય પાઠ ભાવિકો ઉલ્લાસપૂર્વક કરે છે તેમાં ચોથું સ્મરણ તિજયપહુર સ્મરણ તરીકે સ્થાન પામ્યું છે. તેની નવમી ગાથામાં આ પ્રમાણે ઉલ્લેખ છે : “પંચદસકમ્મભૂમિસુ ઉપ્પન સત્તરિ જિણાણસય' પંદર કર્મભૂમિમાં એકસો સિત્તેર (સિત્તેર અને સો) જિનેશ્વરી ઉત્પન્ન થયા છે.
આ જ સ્મરણમાં ૧૭૦ સંખ્યા બધી રીતે જેનો સરવાળો ૧૭૦ થાય તેવો ઉલ્લેખ એક સુંદર યંત્ર રૂપે આ પ્રમાણે કરાયો છે: (ગાથા ૨ થી ૫)
પણવીસા (૨૫) ય અસીઆ (૮૦) પન્નરસ (૧૫) પન્નાસ (૫૦) જિનવર સમૂહો નાસેઉ સયલદૂરિએ ભવિયાણ ભત્તિજુરાણું ||રા
વીસા (૨૦) પણયાલાવિ (૪૫) ય તીસા (૩૦) પન્નતરિ (૭૫) જિણવજિંદા / ગહજૂઅરમુખસાઈણિ – ધોરગ્વસગ્ગ પણાસંતુ ફll
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
સંન્તરિ પણતિસા (૪૫) ય સઠી (દ0) પંચવ (૫) શિણગણો એસો વાણિજલજલણ હરિકરિ - ચોરારિ મહાભય હરી II
પણપન્ના (૫૫) ય દસેવ (૧૦) ય પન્નઠિ (૬૫) તથ ચેવ ચાલિસા (૪) રખંતુ મે સરીર દેવાસુર પણમિયા સિદ્ધા //પી
વળી, આ સંખ્યાનો બનાવેલો યંત્ર કે જેમાં ૩ૐ હરહુંહઃ સરસ્સ: તથા હરહંહ: સરસ્સઃ લખી કેન્દ્રમાં નામ લખી સ્વાહા સહિત ચંદન-કપૂરથી વિધિપૂર્વક લખી તેનું પ્રક્ષાલિત જલ જે પીએ તથા આ (૧૭૦ ના) યંત્રને સમ્ય રીતે દરવાજે લિપિબદ્ધ કરાવે તો ભવનપતિ, વાણવ્યંતર, જો ઈસવાસી, વિમાનવાસી તથા દુષ્ટદેવો બધાં ઉપશાંત થઈ જાય છે. ફરીથી આ સ્મરણની નવમી ગાથા વળી કહે છે :
પંચદસકમ્મ ભૂમિસુ, ઉપ્પનું સરિજિણાણ સયં /
વિવિહરયણાઈવન્નોવસોહિએ હરઉ દુરિઆઈ ૯ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાં વિવિધ રત્નોથી ઉપશોભિત એકસોસિત્તેર જિનેશ્વરો દુરિત (ઉપસર્ગાદિ) દૂર કરો. આ યંત્ર આ પ્રમાણે બને છે :
૮)
|
પ્ર)
વO
0 | 0
૪૫
૭૫
|
O
૩૫
સ્વી
S: ગાં)
મ0 ૧૦
3) સ
સું અO
મા)
વિO જેવી રીતે આડી લીટીની સંખ્યાનો સરવાળો ૧૭૦ થાય છે તેવી રીતે ઊભી તથા તીરછી લીટીનો સરવાળો પણ ૧૭૦ થાય છે : જેમ કે :- ૨૫+૨૦-૭૦+૫૫ = ૧૭૨; ૨૫+૪૫+૬૦+૪૦ = ૧૭૦; NO+30+૩પ-+પપ=૧૭).
વિO.
Page #24
--------------------------------------------------------------------------
________________
તિજયપહુત્તમાં આંકડાની યોજના - ૧૫ બધી બાજુથી રકમનો સરવાળો ૧૭૦ થાય છે એવી ગણિતની યોજના આ યંત્રમાં દષ્ટિગોચર થાય છે.
વળી, આ યંત્રમાં દરેક ખાનાની ત્રીજી લીટીમાં રોહિણી અને પ્રજ્ઞપ્તિથી માણસી, મહામાસી સુધી એમ સોળ વિદ્યાદેવીઓને યાદ કરીને સ્થાન અપાયું છે.
તિજયપહુત સ્મરણની પાંચમી-છઠ્ઠી ગાથામાં, આ સોળ દેવીઓ રક્ષણ કરે તેની માંગણી કરાઈ છે :
રખંતુ મમ (મ) રોહિણી પન્નરી વજ, સિંખલા ય સયા ! વજૅકસી ચકકેસરી નરદત્તા કાલિ મહાકાલિ //પણી ગોરી તહ ગંધારી મહાલા માણવી આ વઈરુટ્ટા .. અછૂત્તા માણસિઆ મહામાણસિઆઉ દેવીઓ દા. ફરી પાછું, ૭-૮ ગાથામાં આ દેવીઓ રક્ષણ કરે તેવી વાત કરી છે.
દૈવસિક પ્રતિક્રમણમાં નમુત્યુર્ણ પછી ચાર ખમાસમણા દઈ ભગવાનવું વગેરે બોલાય છે. બીજી વાર નમસ્થણ, પછી નમોડીંતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: કહી કોઈ પણ પૂર્વાચાર્યવિરચિત સ્તવન કહી નીચેની ગાથા બોલાય છે :
વર નકશખવિદ્રુમમરકતધનસંન્તિભં વિગતમોહમ્ |
સપ્તતિશતં જિનાનાં, સર્વાભરપૂજિત વંદે || ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, લીલમ, સજળ મેઘ એટલે કે પાંચ રંગ છે. જેના તથા મોહરહિત સર્વ દેવો વડે પૂજિત એકસો સિત્તેર તીર્થકરોને હું વંદન કરું છું.
આ ગાથામાં પણ ૧૭૦ તીર્થકરોનો ઉલ્લેખ છે. લોગસ્સમાં બે વાર ‘ચઉવિસંપિ' એમ નિર્દેશ કરાયો છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ તીર્થકરો ઉપરાંત બીજાની પણ હું સ્તુતિ કરું છું. ‘અરિહંત કિન્નઈમ્સ ચઉવીસંપિ કેવલી” (૧)... “ચલેવી પંપિ જિણવરા તિસ્થયરા મેં પસિવંતુ' (૫) તેથી વધુ તીર્થકરોનો ઉલ્લેખ ૧૭૦ની સંખ્યાનો આપણે ઉપર જોઈ ગયા. તેવી રીતે “તીર્થનંદના” સકલતીર્થ વંદું કર જોડમાં ૧૩મી ગાથામાં ‘સિદ્ધ અનંત નમું નિશદિન” એમ અનંત સિદ્ધોને વંદનની સ્પૃહા સેવી છે. ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં ‘નમો સયા સવસિદ્ધાણં' (૧) બધાં સિદ્ધોને નમસ્કાર કરાયો છે.
મહાનિસીહ(મહાનિશીથ)માં વિવિધ વિષયો પૈકી વજસ્વામીએ પંચમંગલમહાસૂદન સ્કંધ એટલે કે નવકાર કે નમસ્કારમંત્રની સ્થાપના કરી હતી. ૧૪ પૂર્વોના સારભૂત નવકાર કે જેની રટણા દીર્ઘ તપસ્વીઓ પણ મરણ સમયે કરે છે તેમાં “નમો અરિહંતાણં સિદ્ધાણં, આયરિયાણ, સાહુણ” શબ્દો માગધીમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બહુવચનનાં રૂપો છે. અનંત અરિહંત, સિદ્ધ, આચાર્ય સાધુને નમસ્કાર થાવ તેમ અભિપ્રેત હોઈ અભિલષિત છે. એકને કરેલો નમસ્કાર અનેકને અભિપ્રેત હોઈ અભિલષિત છે, કેમકે કહેવાય છે :- “એક દેવો નમસ્કારો સર્વ દેવ પ્રતિ ગચ્છતિ.' વળી, તિજયપણુત્તમાં નિર્દિષ્ટ દેવો વિષે સરેમિ ચક્ક જિર્ષિદાણું.' (જિનેશ્વરોના સમૂહચક્રને હું મરું છું એમ પ્રથમ ગાથામાં કહ્યું છે.) ૧૦મી ગાથા કહે છે : ‘તિસ્થયરા ગમોહ જ્ઞાએઅબ્રા પયૉણ’ (નષ્ટ થયો છે સંમોહસંભ્રમ એવા તીર્થકરોને પ્રયત્નપૂર્વક ધ્યાનના વિષય બનાવવા જોઈએ. લોગસ્સમાં પણ બહુવચનમાં “સિદ્ધા સિદ્ધિ દિસનું ' એમ કહ્યું છે.
નવસ્મરણના છેલ્લા નવમાં બૃહત્ શાંતિસ્મરણમાં ય યાત્રા ત્રિભુવન ગુરારાહિતા ભક્તિભાજ: અને આગળ ઈહ હિ ભરતૈરાવતવિદેહ સન્મવાનાં સમસ્તતીર્થકૃતાં... વિહિત જન્માભિષેક - શાન્તિમુદ્ધીષયતિ એવો ઉલ્લેખ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ બધાં સ્થળોએ એકાધિક તીર્થંકરોનો સમુદાય કે ચક્ર લેખકના માનસપટ પર છવાયેલાં છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
કાયોત્સર્ગ
વિશ્વના ધર્મોથી જૈનદર્શનની આગવી વિશિષ્ટતા તે તેના આગવાં તત્ત્વો જેવાં કે અહિંસા, તપ, અનેકાન્તવાદ, ચૌદ ગુણસ્થાનો, જીવાજીવવિચાર, કર્મનો સિદ્ધાંત વગેરે ગણાવી શકાય. દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં અહિંસા, સંયમ અને તપને શ્રેષ્ઠ ગણાવી તેની આરાધનાને જૈન ધર્મ કહ્યો છે. જૈન ધર્મ જેમ અહિંસાપ્રધાન છે, તેમ તપપ્રધાન પણ બીજા ધર્મો કરતાં છે. સંગ્રહ કરનારાઓમાં ‘ઉપઉમાસ્વાતિ સંગ્રહિતાર:' એવો નિર્દેશ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાના સિદ્ધહેમવ્યાકરણમાં પ્રકરણાદિ ગ્રંથોમાં સંગ્રહિત કરનારાઓમાં આચાર્ય ભગવંતોમાં ઉમાસ્વાતિ મહારાજનું નામ અગ્રગણ્ય ગણાવ્યું છે.
સર્વ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ મળી શકે છે. તે માટે તપ પણ આગવું સ્થાન ધરાવે છે, કેમ કે “તપસ નિર્જરા ચ” એમ ઉમાસ્વાતિ ગણાવે છે. બાહ્ય તેમ આભ્યતર એમ તપના છ છ પ્રકારો પડે છે. બંનેનું સરખું ગૌરવ તથા મહત્ત્વ છે, કેમકે તે બંને એકબીજાના પૂરક છે.
કાયોત્સર્ગ કે જેને માગધીમાં કાઉસગ્ગ કહેવાય છે અને જેને લૌકિક ભાષામાં કાઉસગ કહે છે તે આત્યંતર તપમાં છઠું સ્થાન ધરાવે છે. કાયોત્સર્ગ ધ્યાન સાધના કરવા માટેની એક વિશિષ્ટ અવસ્થા છે. “ઓઘનિર્યુક્તિમાં કાયોત્સર્ગને વ્રણ ચિકિત્સારૂપ કહી તેનું ભારે મહત્ત્વ બતાવ્યું છે. પાપના જે ઘા (ત્રણ) પડ્યા હોય તેને રૂઝવીને નિર્મળ કરવાની ક્રિયા કાયોત્સર્ગમાં પડેલી છે. ટૂંકમાં, ઘા સાફ કર્યા પછીનો મલમપટ્ટો તે કાયોત્સર્ગ છે. શ્રી જૈન શાસનમાં કાયોત્સર્ગનું મોટું ગૌરવ છે. છ આવશ્યકોમાં એ પાંચમા આવશ્યક રૂપે ગોઠવાયેલ છે, તથા આત્યંતર તપના છ પ્રકારોમાં પણ તેનું સ્થાન છે.
અન્ય ધર્મોમાં ધ્યાન મુખ્યત્વે મન ઉપરના નિયંત્રણરૂપ છે. જ્યારે જૈન શાસનનું ધ્યાન વિશિષ્ટ ભાવયુક્ત આવશ્યકાદિ ક્રિયા સ્વરૂપ છે. તે કાયોત્સર્ગ સહિત થાય ત્યારે તેમાં માત્ર મન નહીં પરંતુ વાણી અને કાયા ઉપર પણ તે પ્રકારની પ્રવૃત્તિથી નિયંત્રણ આવે છે.
ચૈત્યવંદન, સામાયિક, પાંચ પ્રતિક્રમણ, પૌષધ, ઉપધાન વગેરે અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગ કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. સામાયિક વગેરેમાં કોઈના નિમિત્તે મારો કાઉસગ્ગ ડોળાય નહીં, હસવાનું બોલવાનું થાય નહીં તે માટે એક જ રસ્તો જૈન-૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે કે સામાયિકની મર્યાદા સુધી આંખ અડધી બંધ રાખવી, જીભને બોલવાનો અવસર આપવો નહીં, કાનથી સંભળાય નહીં તેની કાળજી રાખવી આવશ્યક છે; જેથી “કરેમિ ભંતે'થી લીધેલી પ્રતિજ્ઞા સાર્થક થાય. પ્રતિક્રમણની ક્રિયામાં છએ આવશ્યકોનું આરાધન થાય છે, છ આવશ્યક(સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન)માં પ્રતિક્રમણનું સ્થાન ચોથું છે, જ્યારે કાયોત્સર્ગનું સ્થાન પાંચમું છે. - પાપોના પ્રાયશ્ચિત્ત માટે, આત્માને શુદ્ધ કરવા સારુ કાઉસગ્ન કરવાનો હોય છે. કાયોત્સર્ગ અનાત્મભાવના ત્યાગ માટે, આત્મભાવમાં સ્થિર થવા માટે હોય છે. જેમ આલોચના પહેલાં વંદન જરૂરી છે તેમ કાયોત્સર્ગ પહેલાં પણ ગુરુવંદન જરૂરી છે. સાધક એટલે પૂર્ણતયા ગુરુ સમર્પિત વ્યક્તિત્વ; ગુરુદેવને પૂછ્યા વગર કાયોત્સર્ગ પણ ન થાય !
સામાન્ય રીતે ચૈત્યવંદનમાં એક નવકારનો, રાઈદવસી પ્રતિક્રમણમાં એકથી ચાર લોગસ્સનો, શ્રી તપચિતવણીમાં ૪ લોગસ્સ ૧૧ નવકારનો, પખિ પ્રતિક્રમણમાં ૧૨નો, ચૌમાસીમાં ૨૦નો તથા સંવત્સરી પ્રતિક્રમણમાં, ૪૦ લોગસ્સ અને એક નવકાર અથવા દર નવકારનો કાઉસગ્ન કરવાનો હોય છે. અન્ય અનુષ્ઠાનોમાં ૧૦૦ લોગસ્સ કે એક રાત્રિ સુધીનો કે ઉપદ્રવ પૂરો ન થાય ત્યાં સુધી કાઉસગ કરાતો હોય છે. સુદર્શન શેઠની પત્ની મનોરમાએ લંક દૂર થાય ત્યાં સુધીનો કાઉસગનો અભિગ્રહ રાખ્યો હતો. સૌ પ્રથમ રાઈ પ્રતિક્રમણના પ્રારંભમાં કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણિ રાઈ-પાયશ્મિત્ત બોહણથે કાઉસગ્ન કરવાનો આદેશ મંગાય છે. કુસ્વપ્ન કે દુસ્વપ્ન દૂર કરવા તથા રાત્રિ દરમ્યાન લાગેલાં પાપ-પ્રક્ષાલન માટે કાયોત્સર્ગ કરાય છે. અન્નત્થ સૂત્રમાં નિર્દિષ્ટ તેર આગારો તો અપવાદ માટે સહજ સમજાય તેમ છે.
ત્યાર પછી જે કાયોત્સર્ગ કરાય છે તેના હેતુઓ આ પ્રમાણે છે : જો મે રાઈઓ અંઈઆરો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ ઉસ્સો, ઉમ્મગો, અકપ્પો, અકરણિજ્જો, દુક્કાઓ, દુવ્વચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉો , નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ, ચઉણાં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવયાણ, ચણિયું સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્ય જે ખંડિએ, જ વિરાહિએ તે માટે કાઉંસગ કરું છું. ઉપર્યુક્ત વિચારોની પુષ્ટિ માટે તથા પ્રાયશ્ચિત્ત કરવા માટે, તે વધુ વિશુદ્ધ બને તે હેતુથી, હૃદયમાં રહેલા શલ્યોને દૂર કરવાના હેતુપૂર્વક કાઉસગ કરવાનો મનસૂબો સેવવામાં આવે છે.
હે ભગવંત ! વંદનના લાભ માટે, પૂજા કરવાનો લાભ લેવા માટે, સત્કાર
Page #28
--------------------------------------------------------------------------
________________
કાયોત્સર્ગ - ૧૯ કરવાના લાભ લેવા માટે તથા પ્રભુ-પૂજાના અભિષેકનું સન્માન કરવા માટે, બોધિ મેળવવા માટે, ઉપસર્ગો રહિતના ધ્યેય હાંસલ કરવા માટે (મોક્ષ મેળવવા માટે), વૃદ્ધિગત થતી શ્રદ્ધા, મેધા, વૃત્તિ તથા ધારણા અને અનુપ્રેક્ષા સહિત કાઉસગ્ગ કરવાનો ઇરાદો હોવો જોઈએ. કેવી સુંદર વિચારોની શ્રેણિ ચઢવાનો હેતુ અહીં દર્શાવાયો છે ! તેથી કાયોત્સર્ગ એક વેઠ ઉતારવાની પ્રક્રિયા નથી. ઘણી સાવધાનીપૂર્વકની ધાર્મિક પ્રવૃત્તિ છે.
દેવસી પ્રતિક્રમણમાં ઉપર ગણાવ્યા ઉપરાંત મૃતદેવતા તથા ક્ષેત્ર દેવતાને ઉદ્દેશીને કાઉસગ્ન કરવાનો હોય છે. શ્રુતદેવતા તરફથી આ કાઉસગ્ગ દ્વારા જ્ઞાનાવરણીય કર્મસમૂહ ક્ષય કરી શ્રુતસાગર પ્રત્યે ભક્તિ નિમિત્તે કાઉસગ્ન કરવાનો હોય છે.
ક્ષેત્ર દેવતાના કાઉસગ્નમાં દર્શન-જ્ઞાન ચરણ-કરણ સહિત મોક્ષ માર્ગની સાધના અપેક્ષિત રખાયેલી છે.
પ્રતિક્રમણમાં આ ઉપરાંત શાસનની સેવા કરનારા તથા શાસનની સેવા કરવામાં કટિબદ્ધ એવા તીર્થ (ચાર)ની મુશ્કેલી દૂર કરવાના હેતુ માટે વૈયાવૃત્ય કરનારા દેવો શાંતિ કરાવે તથા સમ્યક્ દષ્ટિ સહિતની સમાધિ કરે તે ઉદ્દેશથી કાઉસગ્ન કરવાનો સુંદર હતુ કાઉસગ્ન માટે મુકરર કર્યો છે. કાયોત્સર્ગ માટે ઉપર મુજબની વિચારણા કર્યા પછી, કાયોત્સર્ગની મહત્તા, ઉપયોગિતા, લાક્ષણિકતા સમજી-જાણી તે સુંદર અનુષ્ઠાન વધુ અનુપ્રેક્ષણા સહિત કરાય તેવી અપેક્ષા અસ્થાને નથી. કાઉસગ્ન કરવામાં ૧૯ દોષો ત્યજવા જોઈએ.
કાઉસગ્નમાં ધ્યાન કેન્દ્રિય સ્થાને રહેવું જોઈએ. ધ્યાનના બે પ્રકારો છે : શુભ અને અશુભ. શુભ ધ્યાન માટે સૌ પ્રથમ અશુભ કષાયો, રાગાદિ દુર્ગુણો નષ્ટ કરી, શુભ ધ્યાનના ચાર પ્રકારો ઉત્તરોત્તર ક્રમિક ચઢી છેલ્લા ધ્યાનના બે પ્રકારોમાં યોગ પણ દેશવટો આપવાનો હોય છે. જૈનદર્શનમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિને તિલાંજલિ અપાય તેને યોગ કહેવાય છે. સયોગી અને અયોગી ૧૩-૧૪ ગુણસ્થાનોમાં ૧૩મે ગુણસ્થાને મન, વચન, કાયાની પ્રવૃત્તિ ચાલુ હોય છે; જ્યારે ૧૪મ ગુણસ્થાને ત્રણે પ્રવૃત્તિ બંધ હોય છે. મોક્ષ મેળવવા માટે અંતિમ કાર્ય કરનાર પ્રવૃત્તિ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ ઉપરાંત શુભ ધ્યાન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન મહાવીરાદિ તીર્થકરોએ પણ ધ્યાન દ્વારા જ મોક્ષગતિ પ્રાપ્ત કરી છે.
કાયોત્સર્ગમાં અન્નત્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ૧૩ આગારો તથા અગ્નિ કે પ્રકાશની જ્યોત શરીર પર પડે ત્યારે, રાષ્ટ્ર વિપ્લવ કે હુલ્લડના પ્રસંગે, આગ લાગે ત્યારે, સર્પાદિના વંશ પ્રસંગે ચલિત થતા કાઉસગ્નનો ભંગ થતો નથી. ૧૩
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦ ♦ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
આગારો, શરીરનાં પ્રાકૃતિક લક્ષણો, અત્યાજ્ય છે, તેથી ભંગ થતો નથી તે સમજી શકાય છે.
ઠાણેણં, મોણેણં, ઝાણેણં : સ્થાન, મૌન અને ધ્યાનની એક ત્રિપુટી છે. આ ત્રણેનો સમુચિત ઉપયોગ ચિત્તને ધ્યેય ભણી કેન્દ્રિત કરે છે. યોગશાસ્ત્રમાં સાધકની માનસયાત્રાનું માર્મિક ચિત્રણ રજૂ કર્યું છે. એવો સમય ક્યારે આવશે જ્યારે એકાન્ત ભૂમિમાં, ખંડેર ઘર કે સ્મશાનમાં ધ્યાન ધરતો હોઈશ અને બળદ શરીરને-મારી કાયાને પથ્થર માની ઘસતો હશે ! કેવો અલગાવ આત્માઅનાત્માનો ! કાઉસગ્ગ સિદ્ધ થાય ત્યારે આ અનુભવ પ્રાપ્ત થાય ! પૂરો કાઉસગ્ગ સધાય ત્યારે તે ક્ષણ આવે જ્યારે કાયા અને ચૈતન્યની ભિન્નતાને સાધક અનુભવી શકે; અત્યાર સુધીની અભેદ અનુભૂતિ એ ક્ષણે ભેદ અનુભવમાં પલટાય. કાઉસગ્ગ વલોણું છે; અનાત્મભાવ અને આત્મભાવની પૃથકતા. ઘમ્મર વલોણું પૃથક્ કરી આપે. મુદ્રાની આંતરિક ભાવ ૫૨ ઘણી અસર પડે છે. આંતરિક ભાવનાના આધારે મુદ્રા બહાર રચાઈ જાય છે. કાઉસગ્ગમાં સાક્ષીભાવ ભણી સરકવાનું છે. કાઉસગ્ગમાં આંગળી કે વેઢા કશાનો ઉપયોગ કર્યા વગર મનને આલંબન પકડાવી દેવાનું, જેથી ગણાતાં પદો કે સંખ્યા પર ચાંપતી નજર રહે. કાઉસગ્ગનો ચોક્કસ હેતુ અનાત્મ ભાવમાંથી આત્મ ભાવમાં સંક્રમણ કરવાનો છે.
એક શ્રાવક ઊભા ઊભા ખંડેર ઘરમાં રાત્રિની એકાન્ત પળોમાં કાઉસગ્ગમાં તલ્લીન બની ગયા છે. તેનાં પત્ની કર્મસંયોગે કુછંદે ચઢેલા પ્રેમી સાથે ક્રીડા કરવા ત્યાં જ આવે છે. નિર્લજ્જ ચેષ્ટા, નીરવ અંધકાર, અધૂરામાં પૂરું હોય તેમ ખાટલાનો એક પાયો શ્રાવકના પગ પર પડ્યો. શારીરિક વેદના સહન થાય, પત્નીની દુશ્ચારિત્રની માનસિક વેદના તરફ દુર્લક્ષ હોવાથી કાઉસગ્ગના ધ્યાનમાં શ્રાવકને બીજા કોઈ ચિંતનનો અવકાશ જ નથી, કેવું ધ્યાન ! કેવી સમાધિ ! જેવી રીતે ખેડૂતને ખેતરમાં પાક લેતાં પૂર્વે કેટલીક પૂર્વતૈયારી જેમ કે ખેતર ખેડવું વગેરે કરવાનું હોય છે તેવી રીતે ઉપર જણાવેલી પ્રક્રિયાઓ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી કાયોત્સર્ગ માટે મુકરર ગણાવી શકાય.
દેવસી પ્રતિક્રમણમાં વધુમાં દેવસીઅ પ્રાયશ્ચિત્ત વિસોહણથં કાઉસગ્ગ કરવા માટે અનુજ્ઞા માંગવામાં આવે છે, અને ત્યાર બાદ દુઃખના ક્ષય માટે, કર્મના ક્ષય માટે કાઉસગ્ગ અવશિષ્ટ રહ્યો હોય છે.
શ્વેતાંબર જૈનોના ૪૫ આગમો પૈકી ઉપાસકદશાંગમાં આનંદ, કામદેવ વગેરે દશ ઉપાસકોના આખ્યાનો મળે છે. તે પ્રત્યેકને દુષ્ટ, ઈર્ષ્યાળુ દેવ દ્વારા સાનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો કરવામાં આવે છે; ત્યારે આ મહાનુભાવો સંકટ
Page #30
--------------------------------------------------------------------------
________________
કાયોત્સર્ગ - ૨૧ દરમ્યાન પ્રારંભથી અંત સુધી કાઉસગ્ગમાં નિશ્ચલ રહે છે અને તેના પ્રતાપે અને પ્રભાવે અણિશુદ્ધ રીતે પાર પડે છે.
બાહુબલીનો કાયોત્સર્ગ સુપ્રસિદ્ધ છે. એક વર્ષ સુધી ખાવાનું, પીવાનું, બોલવાનું, બધું જ બંધ હતું અને કાઉસગ્ગમાં ઊભા રહ્યા. તેની દાઢીના વાળમાં પક્ષીઓએ માળા કર્યા ! તથા શરીર પર વેલા વીંટળાઈ ગયા !
એક સમય એવો હતો કે સાધુ સમુદાયનો કલ્પ આચાર (સાધ્વાચાર) જેમાં સંગ્રહાયેલો છે, તે કલ્પસૂત્ર પર્યુષણના પવિત્ર પર્વ દરમ્યાન આચાર્ય કે ગુરુવર્યના મુખે વાંચન ધાય ત્યારે મુનિગણ તેને કાઉસગ્ગમાં ઊભા ઊભા એકચિત્તે શ્રવણ કરે.
કાયોત્સર્ગમાં મનના નિયંત્રણ ઉપરાંત વચન તથા કાયાની પ્રવૃત્તિ પણ બંધ કરવાની છે. ૧૩ આગારો ઉપરાંત ૪ પ્રસંગોની છૂટ રહે છે. કાયોત્સર્ગનો ભંગ કે તેની વિરાધના ન થવી જોઈએ. જેવી રીતે સોનાનો ઘડો ભાંગી નાખીએ તો પણ તેની કિંમતમાં થોડો ઘટાડો થાય પણ સંપૂર્ણ શૂન્ય ન થાય; પરંતુ માટીનો ઘડો તૂટતાં તેના ઠીકરાની કશી કિંમત ન ઊપજે; તેવી રીતે, આગારોથી કાઉસગ્ગનો ભંગ કે વિરાધના ન થાય. કારણ કે આ આગારો શરીરના પ્રાકૃતિક ધર્મો છે.
બીજું, કાઉસગ્ગ આઠ કે સોળ નવકારાદિનો હોય છે. તેમાં આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ મુકરર કરાયું છે. એક પાદચરણ--લીટી બરાબર એક શ્વાસોશ્વાસ ગણાય છે. કાઉસગ્ગમાં શ્વાસ રોકી પ્રાણાયામાદિ કરવાની ના પાડી છે કારણ કે શ્વાસ વધુ રોકાઈ જાય તો મૃત્યુ પણ સંભવે.
ખેડૂત ખેતરને તૈયાર કર્યા પછી જ બીની રોપણી કરે છે. તેવી રીતે કાઉસગ્ગ કરતાં પહેલાં કેટલાક આવશ્યક ગુણધર્મો વ્યક્તિએ ચરિતાર્થ કરેલા હોવા જોઈએ. તે ગુણધર્મો : રાતે કે દિવસે કાયિક, વાચિક અને માનસિક અતિચાર ન થવા જોઈએ. ઉત્સૂત્ર, ઉન્માર્ગ, ન ક૨વા જેવાં કૃત્યો, કલ્પ વિરુદ્ધનું, દુષ્ટ ધ્યાન, દુષ્ટ ચિંતન, અનાચાર, અનિચ્છનીય વર્તણૂક, શ્રાવકને અનુચિત એવો ક્રિયાકલાપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રુત, સમતા, ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો તથા બાર પ્રકારના શ્રાવકોચિત ધર્મોનું ઉલ્લંઘન ન થાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. આ પ્રતિપાદિત કરે છે કે કાઉસગ્ગ એ અત્યંત ગૌરવશાળી વિધિ છે તેથી વેઠ કે જેમ તેમ કરી નાંખવાની ક્રિયા નથી; કારણ કે તે એક વિશિષ્ટ ધ્યાન માર્ગે લઈ જનારી ધાર્મિક અનુષ્ઠાન વિધિ છે. તે યોગ્ય રીતે પાર પડે તે માટે લેભાગુ રીતે ન ક૨વી જોઈએ. એટલું જ નહિ પરંતુ તલ્લીન, તન્મય, તદ્નચિત્ત તથા તદાકાર થવાનો પ્રયત્ન હંમેશાં હોવો
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જોઈએ તો કાયોત્સર્ગ સફળ પાર પડે. ઉપર જણાવેલા સદ્ગુણો દરેકમાં હોઈ ન શકે. બધા નિર્દિષ્ટ ગુણોવાળી વ્યક્તિ ક્યાં તો દેવ હોઈ શકે અથવા અતિમાનવ હોઈ શકે. તે ગુણો તરફ હંમેશાં લક્ષ રહેવું જોઈએ તેથી “કરેમિ ભંતે ' સૂત્ર પછી ‘ઇચ્છામિ કામિ કાઉસગ્ગ' સૂત્રમાં રાઈઓ કે દેવસિઓ કાયા, મન તથા વાણી દ્વારા અતિચારો થયા હોય તે માટે ‘મિચ્છામિ દુક્કડ' પ્રાર્થનામાં આવે છે. માનવસુલભ દોષોથી ગણાવેલા ગુણો વ્યક્તિ પાસે નથી તેથી આવી અભ્યર્થના કરાય છે. ખેડૂત જેવી રીતે ખેતર સાફ કરી બી રોપણી માટે તૈયાર કરે છે તેવી રીત માનસિક ઉપર ગણાવેલા ગુણો પ્રાપ્ત કરવાના શુભ આશયર્વક કાયોત્સર્ગ કરવાનો સુંદર હતુ ધ્યાનમાં રાખવો જોઈએ.
આ ઉપરાંત “સવલોએ” અથવા “અરિહંત-ચેઈઆણં' સૂત્રમાં સર્વ દેવોના વંદનના લાભ માટે, પૂજાના લાભ માટે, સત્કારના લાભ માટે, સન્માન કરવાના લાભ માટે તથા મોક્ષપદ પ્રાપ્ત કરવાના લાભ માટે; શ્રદ્ધા, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ, ધેર્ય, ધારણા તથા શુભ તત્ત્વધ્યાન જે પ્રતિ ક્ષણ વૃદ્ધિ પામે તે રીતે હું કાઉસગ્ન કરવા કટિબદ્ધ થયો છું તેવી અભિલાષા સેવી કાઉસગ્ન કરવા વ્યક્તિ તૈયાર થઈ હોય છે.
કાયોત્સર્ગ કરનાર સાધુ કે શ્રાવક ધાર્મિક જીવન વ્યતિત કરતો હોય છે. તો પછી ધર્મલાભ થાય તેવી માંગણી શા માટે કરાય છે? તેના પ્રત્યુત્તરમાં જણાવી શકાય કે ક્લિષ્ટ કર્મ કે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી સંભવ છે કે પ્રાપ્ત થયેલો બોધિલાભ નાશ પામે અથવા જન્માંતરોમાં પણ બોધિલાભ મોલ ન મળે ત્યાં સુધી મળતો રહે તે માટે આ આશંસા સેવવામાં આવે છે.
જેવી રીતે રત્ન-સંશોધક અગ્નિ દ્વારા રત્નમાં કચરો સાફ કરે છે તેવી રીતે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા (તત્ત્વભૂત પદાર્થનું ચિંતન) આ પાંચ અપૂર્વકરણ મહાસમાધિનાં બીજ છે. બીજોનો પરિપાક અપૂર્વકરણ છે, જે મહાસમાધિ સ્વરૂપ છે. સમાધિ અપ્રમત્ત ભાવથી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રથી મળનારી આત્મરમણતાનાં સ્વરૂપ છે. મહાસમાધિ અપૂર્વકરણ છે, જે આઠમા ગુણસ્થાને પ્રાદુર્ભત થાય છે. અપૂર્વકરણ આત્માની ઉપર્યુકત રત્નત્રયીની રમણતાપૂર્વક ક્રિયમાણ તત્ત્વરમણતાના પરમ વિકાસ સ્વરૂપ છે. આવી મહાસમાધિ એટલે કે અપૂર્વકરણના સર્જન માટે બીજ આવશ્યક છે અને તે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા પાંચ છે. આ પાંચને બીજ શા માટે કહેવામાં આવે છે? કારણ કે; તેનો અતિશય પરિપાક થવાથી અપૂર્વકરણ સિદ્ધ થાય છે.
માર્ગાનુસારી કે સમકિત દષ્ટિવાળો શ્રાવક પાંચમા ગુણસ્થાને હોય; પ્રમત્ત સાધુ છટ્ટ ગુણસ્થાને હોય તથા અપ્રમત્ત સાધુ સાતમા ગુણસ્થાને હોય. જ્યારે
Page #32
--------------------------------------------------------------------------
________________
કાયોત્સર્ગ - ૨૩ કાઉસગની અનુપ્રેક્ષાપૂર્વક કરાતી ક્રિયા અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે લઈ શકે તેવું શુભાતિશુભ અનુષ્ઠાન તે કાયોત્સર્ગ કરેમિ કાઉસગ્ગ, કામિ કાઉસગ્ગ' કહેવાથી કાયોત્સર્ગનો સ્વીકાર કરાયો અને તે “શ્રદ્ધા'... વગેરે કહીને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થાય તેવું સૂચવાય છે.
કાયોત્સર્ગમાં કેટલો સમય રહેવું જોઈએ તે માટે “જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ' એટલે કે જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરી ન પારું ત્યાં સુધી. એક નવકાર એટલે એક શ્વાસોશ્વાસના ચાર લોગસ્સ કે તેથી વધુ અથવા ઉપસર્ગ કે અભિગ્રહ પૂરો ન થાય ત્યાં સુધી કાઉસગ્નમાં રહેવાનું હોય છે. કાયોત્સર્ગના બે પ્રકાર છે : ચેષ્ટા કાયોત્સર્ગ અને અભિનવ કાયોત્સર્ગ. ઉપદ્રવ કે પ્રતિજ્ઞા ધ્યાનમાં અભિનવ કાયોત્સર્ગ હોય છે; જ્યારે તે સિવાયના ચેષ્ટા કાયોત્સર્ગ ગણી શકાય.
કાયોત્સર્ગમાં ધ્યાનના વિષય ઘણા હોઈ શકે; જેમ કે : નવકાર, લોગસ્સ, તત્ત્વચિંતન, તીર્થસ્થાપક ભગવાનના ગુણકીર્તન, જીવજીવાદિ તત્ત્વોનું ચિંતન, સ્થાન-વર્ણઅર્થ-આલંબનનું ચિંતન, પોતાના દોષોના પ્રતિપક્ષી ભાવનાનું અનુપ્રેક્ષણ, અનાત્મભાવમાંથી આત્મભાવમાં જે કંઈ લઈ જઈ શકે તે ચિંતનનો વિષય થઈ શકે. મહાવીર સ્વામી વગેરે તીર્થકરો તથા ભગવાન બુદ્ધે પણ ધ્યાનનો આશરો લીધો હતો.
છેવટે કાયોત્સર્ગ પૂરો થતાં “નમો અરિહંતાણં' બોલવાપૂર્વક અહંદનમસ્કાર કરીને એટલે “નમો અરિહંતાણં' માથું નમાવીને બોલવું જોઈએ અને કાયોત્સર્ગ પારવું જોઈએ. ઊભા ઊભા કાયોત્સર્ગ કરાતો હોય તો નીચે લાંબા કરેલા હાથ ઊંચા કરી બે હાથની અંજલિ જોડીને પારી ચૈત્યવંદન હોય તો સ્તુતિ બોલવી જોઈએ. “નમો અરિહંતાણં' જો ન બોલે અને તેને સ્થાને “હું અરિહંતને નમસ્કાર કરું છું' કે અન્ય કોઈ આવા ભાવાર્થને બોલે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય, કાઉસગ્ગ વિફળ ગણાય, દોષ લાગવાની સમભાવના રહે. કારણ કે, અન્ય મંત્રાદિમાં જોવાય છે કે મંત્રાક્ષરોને સ્થાને તેના ભાવાર્થવાળું કશું ઉચ્ચારાય તો લાભ ન થાય. આમ કથિત રીતિ પ્રમાણે જો કાઉસગ્ન ન પારે તો તેનો ભંગ થયેલો ગણાય, વિરાજિત થયેલો ગણાય.
કાઉસગ્ગ એ શુભ ધ્યાનનાં સોપાનો ચઢવા માટેનું અદ્વિતીય, અનુપમ, અત્યંત સુંદર, મુભ અનુષ્ઠાન છે. જે માટે દેવસીય પ્રતિક્રમણમાં બોલાતી એક સઝાયમાં આમ કહેવાયું છે :
કર પડિક્કમણું ભાવશું, દોય ઘડી શુભ ધ્યાન લાલ રે; કર કાઉસ્સગ શુભ ધ્યાનથી...'
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
ઠાણેણં, મોણેણં, ઝાણેણં, આ ત્રણ શબ્દો પણ સૂચવે છે કે આ કાયોત્સર્ગના અનુષ્ઠાનમાં ઉપયોગ અને જયણા યોગ્ય પ્રમાણમાં સાચવવા જ જોઈએ; કારણ કે જૈનોનાં પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમનો મહત્ત્વનો ફાળો છે.
સંસમાને સાચવનાર નોકર ચિલાતીપુત્રે જ્યારે તેનું માથું લઈ ભાગવા માંડ્યું અને જ્યારે માર્ગમાં મળેલા મુનિએ ત્રણ પદમાં (સંવેગ-વિવેક-સંવર') ધર્મનું રહસ્ય સમાઈ જાય છે એવો ઉપદેશ આપ્યો ત્યારે તેના ઉપર વિચાર કરતાં તત્ત્વ સમજી નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ પ્રસ્થાપિત કરી મન અને કાયાના વ્યાપારને બંધ કર્યા. મેરુ માફક અનિશ્ચલપણે કાઉસગ્નમાં રહી આ ત્રણ પદોની અનુપ્રેક્ષા કરવા લાગ્યો.
જિનકલ્પ સંબંધી ક્રિયા જે આકરી છે તે વિષે ધર્મબિંદુમાં લખ્યું છે કે : વચનગુરુતા–પ્રભુનાં શાસ્ત્ર-વચન એ જ ગુરુ, અલ્પઉપધિપણું, શરીરની ટાપટીપ-સાફસૂફી ન કરવી, શાસ્ત્રમાં કહેલા અપવાદનો ત્યાગ, ગામમાં એક રાત્રિ, શહેરમાં પાંચ વગેરે પ્રમાણે વિહાર કરવો, નિયતકાલે જ ભિક્ષા લેવા જવું, ઘણે ભાગે કાઉસગ્ગ ધ્યાનમાં રહેવું, દેશના ન આપવી, ધ્યાનમાં એકાગ્રતા રાખવી.”
કાઉસગ્ગ ધ્યાનમાં રહેનારી ઘણી વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ ન કરતાં, સોમિલ સસરાએ માથા પર માટીની પાળ બાંધી તેમાં અંગારા મૂક્યા. ત્યારે પણ ગજસુકુમાલ કાઉસગ્ગ ધ્યાનમાંથી વિચલિત ન થયા તે કાઉસગ્ગનું ગૌરવ તથા મહત્ત્વાદિ બતાવે છે.
G
Page #34
--------------------------------------------------------------------------
________________
પ
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્
‘આત્માએ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું, આત્મા પોતે પરમાત્મા છે' એ જૈન શાસનના હાર્દ સમાન મૌલિક સત્ય છે. જૈન દર્શનમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ તથા ધર્મકથાનુયોગ એ ચારને તત્ત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ દર્શાવી છે.
ત્રણેયના નિષ્કર્ષરૂપે મુમુક્ષુ જીવો સાધનાને વિકસાવી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા જે રીતે ઉત્થાન કરતાં રહ્યાં તેમાં તેમના જીવનની મંગલમય સાધનાનું સુરેખ આલેખન ચોથા ધર્મકથાનુયોગમાં સંકલિત થયેલ છે. ધર્મકથાનુયોગનું સાહિત્ય આબાલવૃદ્ધ સર્વ માટે ખૂબ જ ઉપકારક છે.
ઉપર જણાવેલા અનુયોગનું ચાર ભાગમાં વિભાજન કોણે કર્યું તેની ચર્ચા દરમ્યાન આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૬૯માં સ્પષ્ટીકરણ છે કે શ્રુતધર આર્ય વજ્રના સુશિષ્ય આર્ય રક્ષિતસૂરિએ આ પૃથક્કરણ કર્યું હતું.
સૌ પ્રથમ આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઘોર તપ સાડાબાર વર્ષના છદ્મસ્થપર્યાયમાં પ્રાયઃ મૌન સાથે ૪૧૬૬ ચૌવિહાર ઉપવાસ કર્યા જેમાં પારણાના દિવસો ૩૪૯ તથા દરેક તપમાં વિવિધ અભિગ્રહો રાખ્યા હતા. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર સ્વામીનો ‘દીર્ઘ તપસ્વી' એ નામથી ઉલ્લેખ છે.
૧૯મા મલ્લીનાથ સહિત સાત સાગરિતોએ માસિક ભિક્ષુપ્રતિમા વહન કરી હતી. તેઓએ ખુડ્ડાગ ‘સીહનિક્કીલિય’ તપ, જે બે વર્ષ ૨૮ રાતદિને આરાધ્યું. ત્યારપછી ‘મહાલયં સીહનિક્કીલિય તપ' આરાધી ઘણા ‘ચઉત્થ-છઠ્ઠમ-દસમદુવાલસ-માસદ્ધમાસ તપ' કરતા હતા. (આ લેખમાં અવતરણો શ્રી કમલમુનિએ તૈયાર કરેલાં ધમ્મકહાનુયોગ નામના ગ્રંથમાંથી આપ્યાં છે.)
બાલ તપસ્વી મોરિયાપુત્ત તામલી અણગારે પ્રવ્રજ્યા અંગિકાર કરી પાદોવગમણ લેહણા કરી તથા ૬૦,૦૦૦ વર્ષ, સંલેહણા ક૨ી શરીર સૂકવી દીધું. મૃત્યુ બાદ ઈશાન કલ્પમાં જન્મ્યા.
સિરિદેવીનો પુત્ર અઈમુત્તઅ છ વર્ષની નાની વયે દીક્ષા લે છે. પાણીમાં હોડી તરાવવાની બાળસુલભ ચેષ્ટા કર્યા પછી તેણે અપકાયની હિંસા કરી છે તે
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
જાણ્યા પછી પણગ-દગ પર ચિંતન કરવા માંડે છે અને તે મહાવીર સ્વામીના જણાવ્યા પ્રમાણે અંતકૃત કેવળી બને છે. ઘણાં વર્ષો સુધી દીક્ષાપર્યાય પછી ગુણરત્ન તપ કરી વિપુલ પર્વત પર સિદ્ધ થશે.
શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર દીક્ષા લે છે. છેલ્લે સંથારો આવવાથી ધૂળ વગેરે તથા પાદપ્રહારાદિથી કષ્ટકારી જીવન તરફ ઘૃણા થયા પછી મહાવીર સ્વામી પાસે પહોંચી દીક્ષાત્યાગ કરવાની અભિલાષા વ્યક્ત કરે છે; ત્યારે ભગવાન તેને પૂર્વજન્મમાં સુમેરુપ્રભના ભવનું હાથી તરીકેના જીવનનું વર્ણન વિગતે કરે છે. ત્યારબાદ મેઘકુમાર દીક્ષા ચાલુ રાખવાનો સંકલ્પ કરે છે. મેધ ભિક્ષુપડિમા ધારણ કરે છે; ગુણરત્નસંવત્સર તપ તથા ઘણાં બધાં છઠ, દેશ, બાર, અડધો માસ, પૂર્ણમાસાદિ તપ કરે છે તથા વિપુલ પર્વત પર અનશન કરે છે.
શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા સાર્થવાહપુત્ર ધન્ના અણગાર દીક્ષિત થયા પછી ભગવાનની અનુજ્ઞા મેળવી હર્ષપૂર્વક જીવે ત્યાં સુધી છછઠ્ઠના આયંબિલ તપ સાથે કાકંદી નગરીમાં પ્રવેશી આયંબિલોચિત ભોજન ગ્રહણ કર્યું તથા સામાયિકાદિ અગિયાર અંગો ભણે છે અને એવું ઉત્કૃષ્ટ તપ કરે છે કે તેનું શરીર સુકાઈને લાકડું થઈ ગયું અને હાડપિંજર જેવા શરીરનું આબેહૂબ વર્ણન પૃષ્ઠ ૧૦૦-૧૦૨માં કર્યું છે. શ્રેણિક રાજાના પ્રશ્નના ઉત્તરમાં પૃષ્ઠ ૧૦૩ પર ભગવાને જણાવ્યું છે કે તેના ચૌદ હજાર શ્રમણોમાં ધન્ના અણગારનું સ્થાન પ્રથમ છે; ત્યાર પછી તેઓ સર્વાર્થસિદ્ધિમાં જઈ મહાવિદેહમાં સિદ્ધિ મેળવશે.
ચિલાતિપુત્ર ધણસાર્થવાહની પુત્રીની સારસંભાળ તથા ચાકરી કરતો હોય છે. શેઠના ઘરમાંથી સુસમાનું અપહરણ કરી તેનો વધ કરે છે. લોહીથી ખરડાયેલા હાથવાળો ચિલાતિપુત્ર પછીથી મુનિના સંપર્કમાં આવતાં પ્રવ્રજ્યા અંગિકાર કરે છે. રાજગૃહમાં મહાવીર સ્વામી પાસે મુનિવ્રત ધારણ કરે છે; અગિયાર અંગ ભણી માસિક સંલેહણા કરી મહાવિદેહમાં સિદ્ધ થશે.
કંડરિક અને પુંડરિક બે રાજપુત્રોમાં પુંડરેકે પછીથી દીક્ષા લીધી હતી. તેણે પ્રાણાતિપાદિનું પ્રત્યાહાર કરી, પચ્ચક્ખાણ સહિત અસણ-પાણ-ખાઈમસાઈમનો ત્યાગ કરી જીવે ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી મૃત્યુ પછી સર્વાર્થસિદ્ધ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ; મહાવિદેહમાં સિદ્ધિ પામશે.
પાંડવોની પત્ની દ્રૌપદીનું વિસ્તૃત ચરિત્ર વર્ણવીને છેલ્લે દ્રૌપદી આર્યા સુવર્ણા પાસે દીક્ષા લઈ અગિયાર અંગો ભણી ઘણાં વર્ષ સંયમ પાળી માસિક સંલેખણા કરી, આત્માને લાગેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરી આલોચના વગેરે કરી બ્રહ્મલોકમાં જન્મી મહાવિદેહમાં સિદ્ધિ મેળવશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિષે કિંચિત્ - ૨૭ સુવર્ણ કારની પુત્રી પોટ્ટિલા તેતલી પુત્રમાં આસક્ત બની હતી અને તેની પત્ની બને છે. અપમાનિત થવાથી વ્રત ગ્રહણ કરી સાધ્વી બને છે, જાતે જ પંચમુષ્ટિ લોન્ચ કરી માસિક સંખણા તથા ૬૦ ભત્તનો ત્યાગ કરી દેવલોકમાં જન્મે છે.
કેણિક રાજાની અપર માતા કાલી હતી. કાલીએ દીક્ષા પછી રયણાવલી (રત્નાવલી) તપ, ચોથ-છઠ, દશ-બાર-અડધો માસ-માસાદિ વિવિધ તપ કરે છે. સંલેખણા કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
શ્રેણિક રાજાની બીજી પત્ની સુકાલી છે. આર્યા ચંદનબાળા પાસે કણગાવલિ તપ કરી સિદ્ધિ મેળવે છે.
શ્રેણિક ર જાને ૨૩ પત્નીઓ હતી. તેમાંની મહાકાલી ખુફાગસીહનિક્કીલિ તપ કરી સિદ્ધિ મેળવે છે.
કૃષ્ણા મહાસીહનિક્કીલિય તપ કરી સિદ્ધિ મેળવે છે.
સુકાણા ભિક્ષુપડિયામાં ૭, ૧૦ સાત વાર, દશ વાર આરાધી ઘણા ચોથછઠ, આઠ, દશ, માસાદિ કરે છે.
મહાકહ, ખુફાગસવઓભદાડિમા કરી સિદ્ધિ પામે છે. વીરકા મહાલપસવ્વઓભદાડિમા કરી સિદ્ધિ મેળવે છે. રામકહા ભદ્દત્તરપડિમા વડે સિદ્ધિ મેળવે છે. પિઉસણકા મુક્તાવલિ તપ કરે છે અને સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
તેવી રીતે મહાસણકા આયંબિલ વર્લૅમાણ તપ આદરી મુક્તિ મેળવે છે. આ આયંબિલ વડૂઢમાણ તપ તેણી ચૌદ વર્ષ, ત્રણ મહિના, વીસ દિવસે પૂર્ણ કરે છે. આરાધ્યા પછી આર્યા ચંદનબાળા પાસે વંદન-નમસ્કારાદિ કરી ચાર-છેઆઠ માસાદિ તપ કરી, સામાયિકાદિ અગિયાર અંગ ભણી ભત્તપાનનો ત્યાગ કરી માસિક સાલેહણાથી શરીર સૂકવી સિદ્ધિ પામે છે, સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
| પૃષ્ઠ ૨૪૬-૨૮૮ સુધી પ્રદેશ રાજાનું ત્રણે ભવનું વિસ્તૃત ચરિત્ર સુંદર રીતે આલેખ્યું છે. તેની પત્ની સૂર્યકાન્તા નાસ્તિકમાંથી પૂર્ણ રીતે આસ્તિક બનેલા પતિથી કંટાળી જઈ તેના ખોરાકમાં ઝેર નાંખી મારી નાંખવા માંગે છે તે જાણ્યા છતાં પણ પ્રદેશ રાજા તેના તરફ કોઈપણ પ્રકારનો દુર્ભાવ ન બતાવી; જ્યાં પૌષધશાળા હતી ત્યાં ઉપસ્થિત થઈ ઉચ્ચાર-પાસવણ ભૂમિ પડિલેહી, દર્ભનું ઘાસ પાથરી તેના પર આરૂઢ થઈ, પૂર્વાભિમુખ બેસી મસ્તક પર અંજલિ કરી નમોજુણે...' બોલે છે. પછી સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી પ્રત્યાખ્યાન કરી વોસરાવે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
જૈન તેમજ બૌદ્ધ દર્શનમાં મનુષ્યતર પ્રાણીસૃષ્ટિ પણ સિદ્ધ થાય છે તેનાં ઉદાહરણો મળે છે. જાતકકથા તેનું ઉદાહરણ છે.
નંદમણિયારે દુષ્ટની સોબતથી સમ્યકત્વ ગુમાવી મિથ્યાત્વ મેળવ્યું ત્યારે ધનાઢ્ય નંદમણિયાર વાવ બંધાવે છે જેને ચિત્રસભા, મહાનસશાળા, તિગિચ્છશાળા, અલંકાર સભાથી વિભૂષિત કરે છે. તેમાં રહેલી આસક્તિથી મરીને દેડકા તરીકે જન્મે છે.
દેડકો મહાવીર સ્વામીના સમવસરણમાં જઈ રહેલા રાજા શ્રેણિકના ઘોડાના પગ નીચે કચરાઈ જવાથી હતોત્સાહ થયા વગર એક બાજુ સરકી જઈ પચ્ચકખાણ સહિત અસણ-પાણ-ખાઈમ-સાઈમ ભોજન ત્યજી છેલ્લા શ્વાસ સુધી સર્વ વોસરાવી દેવત્વ પામે છે.
ઉપાસકદશાના દશ અધ્યાયોમાં પ્રથમ ઉપાસક આણંદ ગાથાપતિનો વિસ્તૃત ઉલ્લેખ છે. આણંદ તથા તેમની પત્ની ભગવાન મહાવીરની વાણી સાંભળી પત્ની સાથે અણુવ્રતાદિ ગ્રહણ કરે છે. આટલું વિપુલ ધન તથા વૈભવ હોવા છતાં, ભગવાનની વાણીના પ્રભાવથી તપશ્ચર્યાના બળ વડે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને શીલવ્રત, ગુણ-વિરતિ, પ્રત્યાખ્યાન, પૌષધ-ઉપવાસાદિથી વીશ વર્ષ સુધી શ્રમણોપાસક તરીકે જીવી અગિયાર ઉપાસકની પડિમા વહી માસિક સંલેખના કરી અરુણાભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી બીજા ઉપાસકમાં કામદેવનું વર્ણન છે. દેવ તેને પિશાચનું રૂપ લઈ, હાથી લઈ, સર્પ થઈ, ઉપસર્ગો કરે છે. તેમાંથી પાર ન પડે ત્યાં સુધી પડિમાં ધારણ કરે છે જેના ઉપસર્ગ સહન કરવાના સમતા ગુણની ભગવાન પ્રશંસા કરે છે. કામદેવ યથાસૂત્ર એક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ-અગિયાર પડિમા આરાધ છે અને તેથી જેનું શરીર હાડકા-ચામડી દેખાય તેવું થાય છે, સૂકું, માંસ વગરનું, કડકડ અવાજ કરે તેવું બને છે. અગિયાર પડિમા પછી માસિક સંલેખના કરી અરુણાભ વિમાનમાં જન્મી મહાવિદેહમાંથી સિદ્ધિ મેળવશે.
લગભગ બધા જ ઉપાસકોના જીવનમાં સાધનાના માર્ગે જવાના પ્રસંગો એકસરખા જ છે. પૃષ્ઠ ૩૧૨-૩૧૬માં ત્રીજા ઉપાસક ચુલુણીવિયગાહાવઈનો પ્રસંગ વર્ણવ્યો છે. પતિ-પત્ની બંને ચારિત્રધર્મ સ્વીકારે છે. સાનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો સહે છે. છેલ્લે અનશન કરી દેવલોકમાં જન્મ તથા સિદ્ધિ મેળવે છે.
ચોથા ઉપાસક સુરાદેવગાહાવઈ છે. ભગવાનનું સમવસરણ. ત્યાં જવું. પ્રવચનની અસર. તેના ત્રણ પુત્રોનું તેની સમક્ષ મૃત્યુ. તેના શરીરને રોગિષ્ઠ બનાવ્યું; સુરાદેવની ઉપાસક પડિમા સ્વીકારતી વિગત; અનશન અને સિદ્ધિ મેળવે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિષે કિંચિત્ + ૨૯ પાંચમા ઉપાસક શુલસયગાહાવઈ છે. (પૃષ્ઠ ૩૨૨-૩૨૭), તેના જ્યેષ્ઠ તથા મધ્યમ પુત્રનું દેવ દ્વારા મૃત્યુ, તેની સર્વ સંપત્તિનો નાશ, પત્નીનો પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર, ઉપાસકની પડિમાનું ગ્રહણ, અનશન અને સિદ્ધિ.
આ પ્રમાણે કુંડકોલિયગાહાવઈનો પ્રસંગ. ઉપાસકની પડિમા, અનશન અને સિદ્ધિ.
સાતમા ઉપાસક સદાલતપુત્ત કુંભકારનો છે. દેવ વડે ત્રણ પુત્રોનું મૃત્યુ સમભાવ વડે સહન કરે છે. પત્નીનું મૃત્યુ પણ સહે છે, માયાવી દેવનું આકાશમાં ઊડવું, પત્નીનો પ્રશ્ન, તેને લીધે લેવું પડેલું પ્રાયશ્ચિત્ત, ઉપાસક પડિમાની સ્વીકૃતિ, અનશન અને સિદ્ધિ.
આઠમ ઉપાસક મહાસતયગાહાવઈનો છે. મહાશતકને ૧૩ પત્નીઓ છે. તેમાંની એક રેવતી છે. કામોપભોગમાં તેઓ આડી ખીલી સમાન હોવાથી રેવતી અગ્નિ પ્રયોગથી બાળી મૂકે છે. રેવતી માંસમદિરાનું સેવન કરે છે. રેવતી મહાશતકને અનુકૂળ ઉપસર્ગો કરે છે. મહાશતક રેવતીને કહે છે કે તે મૃત્યુ પછી નરકમાં જશે. એક પ્રસંગે ગૌતમ ગણધર મહાશતક સમીપ આવે છે. તેઓ વંદન કરે છે. ગણધર ગૌતમ મહાશતકને પત્ની રેવતી નરકે જશે તે કહેવા માટે પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે. મહાશતક પ્રાયશ્ચિત્ત કરે છે. ચારિત્રધર્મ વિશિષ્ટ રીતે ૨૦ વર્ષ પાળે છે; ૧૧ પડિમા વહે છે, અનશન કરી સિદ્ધિ મેળવે છે.
નવમા ઉપાસક નંદિણીવિયાગાહાવઈ હતા. શ્રાવસ્તી નગરમાં તેઓ વસતા હતા અને તેને અસ્મિણી નામે ભાર્યા હતી. બધાની જેમ ગૃહસ્થ ધર્મની સ્વીકૃતિ, પડિમા વહન, અણસણ, સમાધિમરણ, દેવલોકમાં ઉત્પત્તિ તથા સિદ્ધિ.
છેલ્લા દશામા ઉપાસક છે લિતિયાવિયાગાહાવઈ. ભગવાનનું સમવસરણ, ગૃહસ્થધર્મનો સ્વીકાર, ભાર્યા ફગુણી પણ શ્રમણોપાસિકા બને છે. ધર્મજાગરણ, પડિમાવહન, અનશન તથા સમાધિમરણ બાદ દેવલોકમાં ઉત્પત્તિ અને સિદ્ધિ.
ટૂંકમાં, બધાંનો એકસરખો વ્યવહાર જોવા મળે છે.
તપોમય સુંદર આધ્યાત્મિક જીવન જીવી રહેલાં સાધુ-સાધ્વીમાં પણ આસક્તિ ક્યારેક માથું ઊંચકે છે તેવો એક પ્રસંગ પૃ. ૪૨૩માં લિપિબદ્ધ કરાયો છે :
રાજગૃહ નગરીના રાજા શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જવા ચેલણા રાણી સહિત પ્રયાણ કરે છે. ત્યારે ઉપસ્થિત રહેલાં કેટલાંક સાધુ-સાધ્વી આ પ્રમાણે નિયાણું કરે છે : આ બંને દંપતી કેટલા ધનાઢ્ય, સુંદર, સુખી, ભોગોપભોગ ભોગવી શકે તેવાં જીવન વ્યતીત કરે છે ! દેવલોકમાં એવા દેવો પણ જોયા નથી, તો અમારા આ સુકૃત્યનું (તપ-નિયમ-બ્રહ્મચર્ય-ગુપ્તિ) જો કંઈ
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન વિશિષ્ટ ફળ હોય તો અમે પણ આગામી ભવમાં આવું ભોગસમૃદ્ધ જીવન મેળવીએ.
ભગવાને તેઓને આ વિચાર માટે બોલાવ્યા, મીઠો ઠપકો આપ્યો તથા પ્રાયશ્ચિત્ત કરવા કહ્યું.
‘વિજયતક્કરણાય'માં ભદ્રાના પતિ ધણ સાર્થવાહને દેવદિન નામનો પુત્ર હોય છે. વિજયતસ્કર તેને ઉપાડી જાય છે અને કૂવામાં ફેંકી દે છે. પુત્રની ભાળ મળ્યા પછી ચોરને જેલમાં પૂરવામાં આવે છે. કોઈ વાર ધણ સાર્થવાહને અલ્પ ગુના માટે તેની સાથે પૂરવામાં આવે છે. દીર્ઘશંકા નિવારણાર્થે ધણ સાર્થવાહ પોતાના ભોજનમાંથી થોડું ચોરને આપે છે. પત્નીને આ ગમતું નથી. અવધિ પછી છૂટા થયેલા સાર્થવાહ રાજગૃહમાં પ્રવચન સાંભળી પ્રવ્રજ્યા લે છે. ઘણા વર્ષો સંયમ પાળી ભત્તપાણીનો પરિત્યાગ કરી માસિક સંલેખણા કરી મહાવિદેહમાં સિદ્ધિ મેળવે છે.
જૈન ધર્મના બે મૌલિક સિદ્ધાંતો તે અહિંસા અને તપ છે. તેથી તેને “અહિંસા પરમો ધર્મ' ગણાવ્યો છે. અહિંસા માટે તપ પણ આવશ્યક છે. અતધર આચાર્ય શäભવસૂરિએ પોતાના પુત્ર મયંક માટે દશવૈકાલિકસૂત્રની રવાના કરી જેની પ્રથમ ગાથા નીચે પ્રમાણે છે :
ધમ્મો મંગલમુક્કિૐ અહિંસા સંજમો તવો |
દેવાવિ ત નમસ્યતિ જમ્મુ ધમ્મ સયા મણો છે. અહીં પણ અહિંસા, સંયમ તપને સ્થાન અપાયું છે. ભગવાન મહાવીર કોઈ વાર છ8, અઠ્ઠમ, દસમ કોઈ વાર દુવાલસ તથા અડધા મહિનાના કે મહિનાના ઉપવાસમાં પાણી પણ પીતા નહિ. આ ચાર આગમના બે વિભાગમાંથી ઉવહાણસુવની નિક્યુત્તિ (ગા. ૨૭૫-૨૭૬)માં કહ્યું છે કે જ્યારે જે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે તેઓ પોતાના તીર્થમાં “ઓહાણ સુય” અધ્યયનમાં પોતે કરેલી તપશ્ચર્યા વર્ણવે છે.
ધર્મકહાનુયોગમાંથી વિવિધ તપ અંગેની માહિતીનું વિહંગાવલોકન કર્યા પછી તપ વિષે થોડો વિચાર રજૂ કરું છું. ‘તપ સા નિર્જરા ચ' એ સૂત્ર આપનાર ઉમાસ્વાતિ મહારાજે તપથી નિર્જરા કર્મોની થાય એવું સૂચન કર્યું છે. અનિકાચિત કર્મો તો અન્ય રીતે ક્ષય થાય છે; પરંતુ નિકાચિત કર્મો તો ભોગવવાં જ પડે. તપ વડે નિકાચિત કર્મો દ્વારા જે અનુબંધ થવાનો હોય તેનો ક્ષય કે નાશ થઈ શકે છે. “તાપમતિ ઇતિ તપઃ” ચાર કષાયો તથા આંતરિક રાગદ્વેષાદિ શત્રુઓનો ક્ષય તપ દ્વારા થાય તે ઇચ્છનીય છે; કારણ કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિ રેવ.' કર્મોનું આવાગમન ઇચ્છાથી થાય છે, અને ઇચ્છા આકાશ જેટલી વિસ્તૃત અને
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૦ ૩૧ વ્યાપક હોય છે. તેથી યોગ્ય કહેવાયું છે કે “ઇચ્છાનિરોધ: તપ' ખાવા-પીવાનું બંધ કરવું તેના કરતાં શરીરને સતાવતી વિવિધ ઇચ્છાઓને રોકવી એ ખરું તપ છે, કારણ કે કહ્યું છે આસક્તિનો ત્યાગ એ ખરેખર ત્યાગ છે. રસવર્જ રસોડપિ અસ્ય પર દવા નિવર્તતે.
ધર્મના ચાર પ્રકારો તે દાન, શીલ, તપ અને ભાવના છે. ખાવુંપીવું બંધ કરવું તે તપ નથી. તપ અનેક રીતે થઈ શકે. ઉપવાસ કરવો તે જ તપ નથી. તપના પ્રકારોમાંથી ગમે તેથી તપ થઈ શકે. કષ્ટ સહેવું એ તપ નથી કારણ કે તેની પાછળ જીવનશુદ્ધિ કે કર્મક્ષયનો ઉદ્દેશ હોતો નથી. કષ્ટ જો સ્વેચ્છાથી કે સમભાવપૂર્વક ન થાય તો તેથી ધર્મનુબંધી સકામ નિર્જરા ન થાય; એ અકામ નિર્જરા નિષ્પાદક હોય છે. તેથી તપ બળત્કારથી કે અનિચ્છાથી ન થવું જોઈએ. સમભાવપૂર્વક ઈચ્છાઓને વિવિધ વિષયોમાંથી રોકવી તે તપ છે. જૈનાચાર્યે કહ્યું છે : “ઇચ્છાનિરોધઃ તપ:'
વિષયવાસનામાંથી જન્મેલાં કર્મોના મેલ દૂર કરી શુદ્ધ આત્મગુણરૂપી ઘી મેળવવા માટે ઉપવાસ તપના અગ્નિથી શરીર, ઇન્દ્રિયો, મનરૂપી વાસણને તપાવી કર્મોનો કચરો અને વિષયકષાયોની વિકૃતિ અલગ પડી જાય છે. તપનું નામ સાંભળતાં એક, બે, ત્રણ, આઠ, પંદર, મા ખમણાદિ મનમાં આવે છે. આહારપાણી છોડવાને આપણે તપ કહીએ છીએ. ઘણા ઉપવાસીને તપસ્વી કહીએ છીએ.
અગ્નિશર્મા મા ખમણ પારણે ગુણસેનના દરવાજે પહોંચી જતો પરંતુ ત્રણે વાર નિરાશ થવાથી નિયાણું કરે છે. તપ નિરર્થક બન્યું. શરીરને તપાવ્યા કરતાં આત્માનું પતન કરનારા રાગ-દ્વેષ, કષાય, વિષયવાસના, પરિગ્રહાદિની આસક્તિ સૂકવી નાંખવા તે ખરું તપ છે.
એક જૈન ધર્મના સાધુએ સંથારો (અનશન) કર્યો. તેને જોઈ બીજા સાધુએ ગુરુ પાસે સંથારા માટે અનુમતિ માગી. ગુરુએ અનિચ્છા બતાવી કહ્યું કે તું હજી તે માટે યોગ્ય બન્યો નથી. ગુરુએ બાર વર્ષ સાધના કરવા જણાવ્યું. બાર વર્ષની સાધના પછી ફરી અનુમતિ માગી. હું યોગ્ય છે? ગુરુએ કહ્યું, “હે વત્સ, યોગ્યતા મેળવવામાં હજી થોડું બાકી છે.'
તેથી તેણે પોતાની આંગળી વાળીને તોડી નાંખી.
ગુરુએ કહ્યું, “તારા શરીરને ખૂબ સૂકવ્યું છે, હાડપિંજર બનાવ્યું; પરંતુ તેમાં રહેલા રાગદ્વેષ, વિષય, કષાય, વાસના જેવા કર્મશત્રુના જનકને સૂકવ્યા નથી.' ત્યાર પછી તે માટે તેણે તૈયારી કરી.
ઉવવાઈ (ઔપપાતિક) સૂત્રમાં જળસમાધિ, પહાડ પરથી પડી જવું, અગ્નિસ્નાન કરનારા તપસ્વીઓની આત્મહત્યા એક પ્રકારની ઘેલછા છે. વળી
Page #41
--------------------------------------------------------------------------
________________
૩ર : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કેટલાક બધી બાજુ અગ્નિ સળગાવે છે, કાંટાની પથારીમાં સૂવે છે, નદીના પાણીમાં ઊભા રહે છે, ઊંધા લટકે છે વગેરે વાત કરી છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું છે :
દૂર દૂરારાä યચ્ચ દૂરે વ્યવસ્થિતમ્ !
તત્સર્વ તપસા સાધ્ય તપો હિ દુરતિક્રમણ્ છે. અન્ય રીતે તત્ત્વાર્થસૂત્ર” જણાવે છે :
“તપસા નિર્જરા ચ !' બધ્ધ, નિધત્ત અને અનિકાચિત કર્મો તપ વડે વીખરાઈ શકે છેજ્યારે નિકાચિત કર્મો ભોગવવાં પડે છે.
ઉપવાસ તપની સાથે સંકળાયેલ બીના તે પારણું છે, તેમાં યોગ્ય વિવેક રાખવો જોઈએ. પારણામાં મિતભૂક રહેવું જોઈએ. માસખમણ પછી પારણું કરાવનારને ન્યાય આપી પોતાની પ્રકૃતિ બગડે નહિ તે માટે દરેક પાસેથી એક એક કોળિયો જ લેવો જોઈએ. નહિ તો આવા પારણા પછી ઉપવાસીનું મૃત્યુ થવાનું જોવા મળે છે.
ઉપવાસ કરવાનો ઇરાદો નિયાણું હોવું ન જોઈએ. તેથી તેનું ફળ નષ્ટ થાય છે. ત્રણ માસના ઉપવાસી અગ્નિશર્માને ભવોભવ વેર વાળે તેવું નિયાણું કરે છે. સંભૂતિ મુનિએ ચક્રવર્તીની પત્નીના વાળના સ્પર્શથી તપના ફળ રૂપે સુંદરી સ્ત્રીના પતિ થવાનું નિયાણું કર્યું હતું. અગ્નિશર્માએ દ્વેષથી નિયાણું કર્યું. તેવી રીતે મોહગર્ભિત નિયાણું પણ થઈ શકે જેમ કે બીજા જન્મમાં કુરૂપ, દરિદ્રી, નીચ ફળાદિની વાંછના રાખે કે જેથી તે ધર્મ કરી શકે. પરંતુ આવી વ્યક્તિ ધર્મ કરી શકે તેવી આશા આકાશકુસુમ જેવી છે. વૈયાવચ્ચી નંદિષેણે હાથ વેચી ગધેડો ખરીદ્યો હતો. કામાતુર સોની કુમારનંદી પાંચસો સોનામહોર આપી રૂપવતી કન્યા સાથે લગ્ન કરતો. હાસા-પ્રહાસા બે વ્યંતરીઓમાં આસક્ત કુમારનંદીને પંચશીલ દ્વીપ પર આવવા માટે અનશન નિયાણું કરી જન્મ લેવાનું જણાવ્યું, અગ્નિમાં પડી બળી મરવાનું જણાવ્યું. તેમ કર્યું અને ઢોલિયો થયો !
નિયાણું માટે સંસ્કૃત ભાષાનો શબ્દ નિદાન છે. તે નિ + દો ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. ધર્મ એક કલ્પવૃક્ષ છે. સમ્યગ્દર્શનના વિસ્તારથી તેનું મૂળ દઢ થયું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર તેના ઊંચા સ્કંધ છે, દાન-શીલ-તપ-ભાવના તેની શાખા-પ્રશાખા છે, દેવ-મનુષ્યોમાં સર્વોત્કૃષ્ટ સુખસંપત્તિ પુષ્પો છે, મોક્ષ તેના ફળરૂપે છે. જેનું નિયાણારૂપી કુહાડીથી ઉચ્છિન્ન કરાય છે તેથી મોહ, રાગ, દ્વેષાદિથી કરાતું નિયાણું વર્જ્ય છે.
મકાનમાં પ્રવેશવા માટે તેના દ્વાર સુધી પહોંચવું જેમ આવશ્યક છે, તેમ
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૨ ૩૩ મુક્તિ-મોક્ષ-કેવળજ્ઞાન-સિદ્ધશિલાના પ્રાસાદમાં પહોંચવા માટે તેના દ્વારરૂપ બાર પ્રકારનાં તપની આવશ્યકતા છે. તપશ્ચર્યા કરનારને આટલી શ્રદ્ધા જરૂર હોય છે કે મારાં કર્મોને નાબૂદ કરવા હું તપ કરું છું. સૂત્રકાર મહાશયે ફરમાવી દીધું છે કે નવાં પાપોને અટકાવવા અને જૂનાં પાપોથી મુક્ત થવું હોય તો તપ સિવાય બીજું એકે શસ્ત્ર નથી. આ રહ્યું તે સૂત્ર : ‘તપસા નિર્જરા ચ.’ બાહ્ય તેમ આવ્યંતર બંને પ્રકારની તપશ્ચર્યા પોતપોતાના સ્થાને મુખ્ય છે. એકને મુખ્ય અને બીજાને ગૌણ માનવાની ભૂલ કોઈ કાળે કરવી નહિ. બાહ્ય તપની તાકાત વધારવા માટે આત્યંતર તપનું તથા આભ્યાંતર તપનું મિશ્રણ કર્યા વગર છૂટકો નથી. બંનેમાં અનંત શક્તિ છે, માટે બાહ્ય તપના સ્થાને બાહ્ય તપ બળવાન છે, અને આપ્યંતરના સ્થાને આભ્યાંતર તપ બળવાન છે.
દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં અહિંસા-સંયમ અને તપની આરાધનાને ધર્મ કહ્યો છે : ‘ધમ્મો મંગલમુક્કિä અહિંસા સજમો તવો.' સંક્ષેપમાં કહેવું હોય તો શાસ્ત્રજ્ઞો કહે છે કે મનની શાંતિ અને સ્વાધીનતા માટે બાહ્ય તપ જ પૂર્ણ સમર્થ છે. વિહંગાવલોકન રૂપે કહેવું હોય તો વાનગીઓમાં ભટકતા મનને વશ કરવા માટે અનશન, પારણામાં તથા એકાસણું-આયંબિલમાં આસક્તિ દૂર કરવા માટે ઉણોદરી તપ; જુદા જુદા પદાર્થોની ઇચ્છામાં અનાદિકાળથી ટેવાયેલા મનને અંકુશમાં લાવવા માટે વૃત્તિસંક્ષેપ; પાપના મૂળ કારણરૂપ શરીર તથા ઇન્દ્રિયોના સુંવાળાપણાના ભાવમાં રાચતા મન માટે કાયક્લેશ; શરીર તથા અંગોપાંગોને જાણીબૂઝીને ગોપાવી દેવામાં એટલે કે ભોગવાયેલી માયાના ચક્કરમાં જ્યારે મન ફસાતું જાય ત્યારે સંલીનતા તપ વશ કરે છે.
રાઈ-દેવસી પ્રતિક્રમણની આઠ ગાથાઓમાં ૬-૭ ગાથામાં બાર તપનો નિર્દેશ કરી પોતાની શક્તિથી અધિક નહિ તેમ ગોપાવ્યા વગરનો પરાક્રમ તપની આરાધના માટે કરવાનો નિર્દેશ કરાયો છે. (ગા. ૮)
સર્વ તપોમાં ઉત્કૃષ્ટ કક્ષાનું તપ તે સ્વાધ્યાય છે. તે અંગે કહેવાયું છે કે ‘સ્વાધ્યાય સમો તપઃ ન ભૂતો ન ભવિષ્યતિ'. સાધુ-સાધ્વીના દૈનિક કર્મમાં સ્વાધ્યાયને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહ્યું છે કે તપ નહિ કરે તો ચલાવી શકાય પરંતુ સ્વાધ્યાય તો થવો જ જોઈએ ! તેઓના નિત્ય ક્રમમાં પ્રથમ અને દ્વિતીય પ્રહરમાં અનુક્રમે સ્વાધ્યાય અને ધ્યાન, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી, ચોથામાં વળી સ્વાધ્યાય, રાત્રે પણ એક પ્રહર માત્ર નિદ્રા અને બીજા ત્રણમાં સ્વાધ્યાય અને ધ્યાન. તેથી કહ્યું છે કે :
પઢમ પોરિસીએ સાયં બીયં શાણું શિયાયહ { તઈયાએ ભિક્ખાચરિયું ચઉત્શી વિ સજ્ઝાયં
જૈન-૩
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
આજકાલ પર્યુષણ કે અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં એકાસણુ, ક્ષીર એકાસણુ, દીપ એકાસણુ, આયંબિલ, વર્ષીતપ, આયંબિલની ઓળી (જ વર્ષમાં બે વાર આવે છે જે સાડા ચાર વર્ષે પૂરી થતાં ઉજમણું કરી પૂરી થાય છે), વર્ધમાન તપની ઓળી જે કેટલાંક સો કે ૧૦૮ સુધી કરે છે. વળી, શ્રેણિતપ, સાંકળી અટ્ટમ, મોક્ષ દંડ તપ, પૌષધ, એક, બે, ત્રણ, ચાર, આઠ, પંદર, મહિનાના, બે મહિનાના ઉપવાસ કરે છે. અકબરના વખતમાં શ્રાવિકા ચંપાએ છ માસના ઉપવાસ કર્યા હતા. અંતગડદસામાં ધારિણીના પુત્રોએ બાલ બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ ૧૨ ભિક્ષુપ્રતિમાનું પાલન કરી “ગુણરત્નસંવત્સર' તપ કરી શત્રુંજયગિરિએ અનશન કરી મોક્ષે ગયા તેની નોંધ કરી છે.
તપનો ખરો ઉદેશ કર્મક્ષય છે. વિદ્યતરજમલ કરવી તે તપનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. રજ અને મલ એટલે વર્તમાનમાં બંધાયેલાં કર્મો અથવા કર્મરજ અને મોહના મેલ; અથવા અનિકાચિત બાંધેલાં કર્મો તે રજ અને નિકાચિત બાંધેલાં કર્મો તે મલ કહેવાય. આને જેમ રાગ અને દ્વેષની ગ્રંથિ તોડી નિગ્રંથ થવાનું ફળ મળવું જોઈએ.
મહાન આચાર્ય શäભવસૂરિ કૃત દશવૈકાલિક સૂત્રના ૮મા આચાર પ્રસિધિનામક અધ્યાયની ૬૩મી ગાથામાં આમ છે : તવે રયસ્ય વિસુજ...ઈ જં સિ મલ પુરેકર્ડ (પૂર્વે કરેલાં પાપો તપથી વિશુદ્ધ થાય છે).
આ બધાં વિવેચનનો સાર માત્ર એટલો જણાવી શકાય છે :
ઈગ-હુતિ-માસકખમણે સંવચ્છરમવિ અણસિઓ હુક્કા . સઝાયઝાણરહિઓ એગોવાસફલ પિ ન લભિન્ઝા છે'
કોઈ એક સાધક સતત એક, બે, ત્રણ મહિના સુધી ઉપવાસ કરે અથવા એક વર્ષ સુધી અણસણ કરે પરંતુ તે દિવસોમાં જો એ સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત હશે તો એને એક ઉપવાસનું ફળ પણ પ્રાપ્ત ન થાય.
- દશવૈકાલિક સૂત્રની આઠમા “આચાર પ્રસિધિનામકમધ્યયન'ની ૬૩મી ગાથા નીચે પ્રમાણે છે :
સઝાય-સક્ઝાણ-રયસ્સ તાઈણો, અપાપભાવસ તવે રચસ્સ; વિસુઝઈ જ સિ માં પુરેકર્ડ,
સમીરિએ રુપ્પમલ વ જોઈણા. (૩) સ્વાધ્યાય, સદ્ધયાનમાં તન્મય એવો તપસ્વી જે નિષ્પાપ એવા ભાવમાં તદાકાર થઈ, પૂર્વે કરેલાં પાપના મળને વિશુદ્ધ કરે છે, જેવી રીતે અગ્નિ પ્રશસ્ત ધાતુના મળને શુદ્ધ કરે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલા વિવિધ તપો વિષે કિંચિત્ + ૩૫ વળી, નવમા “વિનયસમાધ્યયન'ની ચતુર્થ ઉદેશની ચોથી ગાથા આ પ્રમાણે છે :
ચઉળિયા ખલુ તવસમહી ભવઇ, જહા નો ઇહલોગક્યા એ તવમહિઠિજજા ૧, નો પરલોગઠયાએ તવમહિઠિ ૨, નો કિત્તિ વયેગ સદસિલોગઠયાએ તવમહિથ્રિજ્જો ૩, નન્નત્ય નિક્કરઠાયાએ તવમહિદ્ધિજ્જા
ચાર પ્રકારે સમ્યગુ રીતે તપ આચરી શકાય, જેમ કે આ લોકની આશાથી તપ ન આચરવું જોઈએ, પરલોકની કામનાથી તપ ન આદરવું જોઈએ, કીર્તિપ્રશંસા મોટાઈ માટે તપ ન કરવું જોઈએ – સકામ, નિર્જરા સિવાય કોઈ પણ આશયથી તપ તપવું ન જોઈએ. આ ઉપરના વાક્યાંશનો છાયાનુવાદ છે. ક્યાં આ આદર્શ, ક્યાં આજની કીર્તિ, પ્રસિદ્ધિ, અભિમાન, ઈર્ષા, હુંસાતુંસી, માયા, કપટાદિથી થતું તપ !
દશવૈકાલિક”ની પ્રથમ ચૂલિકાની ૧૮મી ગાથામાં કહ્યું છે કે :
પાવાણં ચ ખલુ ભો કડાણ કમ્માણ પુવિ દુચ્ચેિન્નાણું દુપ્પડિઝંતાણું લેતા મુખો નલ્થિ અવેઈત્તા તવસાવા ઝોસઈત્તા ૧૮
આનો ભાવાનુવાદ આ પ્રમાણે નિર્દેશી શકાય :
કરેલાં પાપકર્મો જે પૂર્વ ભવોમાં એકત્રિત થયેલાં છે, જેના પ્રતિકારરૂપે આલોચનાદિ કર્યા નથી તે ભોગવ્યા વગર છૂટકો નથી, ભોગવીને મુક્ત થવાય અથવા તપથી બાળી-સુકાવી નાંખીને. અહીં પણ તપરૂપી અગ્નિ વડે પૂર્વોનાં ક બાળી નંખાય છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.
ઉપવાસાદિ બાર પ્રકારનાં ગમે તે તપ હોય પણ ચરિતાર્થ કરવા હોય તો રસવર્જ રસોપ્યસ્ય નિવર્તત' એ સૂત્ર ધ્યાનમાં રહેવું જોઈએ. પુંડરિક અને કંડરિક બે ભાઈમાંથી કંડરિક હજારો વર્ષ સુધી ઉપવાસ કરે છે પણ આસક્તિનો ત્યાગ ન કર્યો હોવાથી એક દિવસ દીક્ષા છોડી રાજ્ય અંગિકાર કરે છે, અકરાંતરની જેમ ખાય છે, અસ્વસ્થ બને છે, રૌદ્ર ધ્યાનમાં ચઢી નરકે જાય છે; જ્યારે પુંડરિકે આટલાં વર્ષો અનાસક્તિથી સુખોપભોગવ્યા અને દીક્ષા લઈ ઉપયોગ-જયણા સહિતનું ચારિત્ર પાળી કાયાનું કલ્યાણ કર્યું.
કહેવામાં આવે છે કે મેરુ પર્વત જેટલો ઊંચો થાય તેટલો મુહપત્તિ અને ઓઘાનો ઢગલો કર્યો છતાં પણ મુક્તિ દૂરની દૂર રહી; કારણ કે આટલી બધી તપશ્ચર્યા એકડા વગરના મીંડા જેવી હતી, શૂન્ય પરિણામવાળી હતી, તેથી તેનું અંતિમ પરિણામ શૂન્ય જ રહ્યું.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
નીચેની આ પંક્તિમાં તપનું રહસ્ય તથા પ્રયોજન યથાર્થ રીતે સમજાવ્યું છે :
ભવકોડીસંચિય કર્મો તવસા નિન્જરિજ્જઈ | વિહંગાવલોકનરૂપે વિવિધ તપોની સૂચિ જોઈએ:
ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, યોગશુદ્ધિ તપ, ધર્મચક્ર તપ, લઘુ અષ્ટાનિકા તપ, કર્મસૂદન તપ, એકસોવીશ કલ્યાણક તપ, જ્ઞાનદર્શનચારિત્ર તપ, ચાંદ્રાયણ તપ, તીર્થકર વર્ધમાન તપ, પરમભૂષણ તપ, જિનદીક્ષા તપ, તીર્થકર જ્ઞાન તપ, તીર્થકર નિર્વાણ તપ, ઉણોદરિકા તપ, સંલેખના તપ, શ્રી મહાવીર તપ, કનકાવલી તપ, મુક્તાવલિ તપ, રત્નાવલિ તપ, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, બૃહત સિંહનિષ્ક્રીડિત તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, ભદ્રત્તર તપ, સર્વતોભદ્ર તપ, ગુણરત્નસંવત્સર તપ, અગિઆર અંગ તપ, સંવત્સર તપ, નંદીશ્વર તપ, પુંડરિક તપ, માણિક્યપ્રસ્તારિક તપ, પદમોત્તર તપ, સમવસરણ તપ, વીર ગણધર તપ, અશોકવૃક્ષ તપ, એકસો સિત્તેર જિન તપ, નવકાર તપ, ચૌદપૂર્વ તપ, ચતુર્દશી તપ, એકાવલી તપ, દશવિધ યતિધર્મ તપ, પંચ પરમેષ્ટિ તપ, લઘુપંચમી તપ, બૃહસ્પંચમી તપ, ચતુર્વિધ સંઘ તપ, ધન તપ, મહાધન તપ, વર્ગ તપ, શ્રેણિ તપ, પાંચ મેરુ તપ, ૩૨ કલ્યાણક તપ, ચ્યવન-જન્મ તપ, સૂર્યાયણ તપ, લોકનાલિ તપ, કલ્યાણક અષ્ટાનિકા તપ, આયંબિલ વર્ધમાન તપ, માઘમાળા તપ, શ્રી મહાવીર તપ, લક્ષપ્રતિપદ તપ, સર્વાગ સુંદર તપ, નિરૂજશિખ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, દમયંતિ તપ, અક્ષયનિધિ તપ (૧), અક્ષયનિધિ તપ (૨), મુકુટ સપ્તમી તપ, અંબા તપ, મૃતદેવતા તપ, રોહિણી તપ, તીર્થકર માતૃ તપ, સર્વસુખસંપત્તિ તપ, અષ્ટપદ પાવડી તપ, મોક્ષદંડ તપ, અદુ:ખદર્શી તપ (૧), અદુઃખદર્શી તપ (૨), ગૌતમ પડઘો, નિર્વાણ દીપક તપ, અમૃતાષ્ટમી તપ, અખંડ દશમી તપ, પત્રપાલી તપ, સોપાન તપ, કર્મચતુર્થ તપ, નવકાર તપ (નાનું), અવિધવા દશમી તપ, બૃહત્સંદ્યાવર્ત તપ, લઘુ નંદ્યાવર્ત તપ, વીશ સ્થાનક તપ, અંગવિશુદ્ધિ તપ, ૨૮ લબ્ધિ તપ, અશુભનિવારણ તપ, અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ, અષ્ટપ્રવચન માતૃ તપ, અષ્ટમાસી તપ, કર્મ ચક્રવાત તપ, આગમોક્ત કેવલિ તપ, ચત્તારિ અષ્ટદશદોય તપ, કલંનિવારણ તપ, ઋષભનાજીકાંતુલા (હાર) તપ, મૌન એકાદશી તપ, કંઠાભરણ તપ, ક્ષીરસમુદ્ર તપ, કોટિશિલા તપ, પાંચ પચ્ચકખાણ તપ, ગૌતમ કમળ તપ, ઘડિયાં બેઘડિયાં તપ, પિસ્તાલીશ આગમનું તપ, ચતુર્ગતિ નિવારણ તપ, ચીસઠી તપ, ચંદનબાળા તપ, ૯૬ જિનની ઓળી તપ, જિનજનક તપ, ૧૩ કાઠિયાનું તપ, દેવલ ઈડા તપ, દ્વાદશાંગી તપ, મોટા દશ પચ્ચકખાણ તપ, નાનાં દશ પચ્ચકખાણ
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત્ ૦૩૭ તપ, નવપદની ઓળી તપ, નવ બ્રહ્મચર્યગુપ્તિ તપ, નિગોદ આયુક્ષય તપ, નિર્જગીષ્ટ તપ, પદકડી તપ, પાંચ છઠ્ઠ તપ, પાંચ મહાવ્રત તપ, પાર્શ્વજિન ગણધર તપ, પોષ દશમી તપ, બીજનું તપ, મોટું રત્નોત્તર તપ, રત્નરોહણ તપ, બૃહત્સંસારતારણ તપ, લઘુસંસારતારણ તપ, ઋષભદેવ સંવત્સર તપ, શત્રુંજય છઠ્ઠ અઠ્ઠમ તપ, મેરૂત્રયોદશી તપ, શિવકુમાર બેલો તપ, ષટ્કાય તપ, સાત સૌખ્ય આઠ મોક્ષ તપ, સિદ્ધિ તપ, સિંહાસન તપ, સૌભાગ્યસુંદર તપ, સ્વર્ગકડક તપ, સ્વર્ગસ્વસ્તિક તપ, બાવન જિનાલય તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, રત્નમાળા તપ, ચિંતામણિ તપ, પરદેશી રાજાનો તપ, સુખદુ:ખના મહિમાનું તપ, રત્નપાવડી તપ, સુંદરી તપ, મેરુ કલ્યાણક તપ, તીર્થ તપ, પ્રાતિહાર્ય તપ, પંચરંગી તપ, યુગપ્રધાન તપ. આ પ્રમાણે ૧૬૨ તપોની સૂચિ રજૂ કરવા પ્રયત્ન કર્યો છે.
4:
વિવિધ તપો, તપસ્યાનાં નામાદિ વિધિ, ઉદ્યાપન, નિર્ણય, ગરણા વગેરેની માહિતી મેળવવા માટે નિમ્નલિખિત ગ્રંથો ઉપયોગી વિવેચના વગેરે આપે છે ઃ આચારદિનકર, આંચલિક પૂજા, જનપ્રબોધ, જાપમાળા, જૈનધર્મસિંધુ, તપફુલક (ધર્મરત્નમંજૂષા), તપોરત્નમહોદધિ, પંચાશક, પ્રવચન સારોદ્વાર, બારમાસિકપર્વકથા, વિધિપ્રપા, વિનોદરામ, શ્રાદ્ધવિધિ, સેનપ્રશ્ન.
છેવટે આટલું નોંધી લઈએ કે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે ભગવાન ! તપ કરવાથી જીવને શો લાભ થાય ? ત્યારે ભગવાને કહ્યું, ‘તવેણ ભત્તે જીવે કિં જણ યઈ? તવેણ વોદાણું જણ યઈ.' તપથી કર્મોનો ક્ષય થઈ જાય છે. ઉત્તરાધ્યયનના ૩૦મા અધ્યયનમાં કહ્યું છે : ‘ભવ કોડી સંચિયું કમ્મ તવસા નિજ્જરિજ્જઈ.' તપથી ક્રોડ જન્મનાં કર્મો નષ્ટ થઈ શકે છે.
તપની યશોગાથા આગમ સાહિત્યમાં ઠેરઠેર જોવા મળે છે. પન્નવણા સૂત્રમાં ભગવાને કહ્યું છે કે નરકનો જીવ એક હજાર વર્ષ સુધી કષ્ટ વેઠી જે કર્મો ખપાવે તેટલાં કર્મો સમજણપૂર્વકના એક ઉપવાસથી ખપે, નારકીનો જીવ લાખ વર્ષ દુ:ખ ભોગવી જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો અહીંયાં એક છઠ્ઠ કરવાથી ખપે. એક ક્રોડ વર્ષમાં નારકી જીવ જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો એક અમ કરવાથી ખપે; તથા નરકનો જીવ કોટીકોટી વર્ષોમાં જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મો ચાર ઉપવાસથી ખપે. આવો મહાન લાભ તપમાં રહેલો છે, અગ્નિનો એક તણખો રૂની ગંજીને બાળી સાફ કરી નાંખે તેવી રીતે તપ અને સંયમનો એક તણખો કરોડો ભવના એકત્રિત કરેલાં કર્મોની ગંજી બાળી નાંખે છે. અનુત્તરોવવાઈ સૂત્રમાં ધન્ના અણગારની (ધન્યમુનિ) પ્રશંસા તથા અનુમોદના ભગવાન મહાવીરે કરી હતી અને તેમના બધા શિષ્યોમાં તેને અગ્રગણ્ય સ્થાન આપ્યું કારણ દીક્ષા પછી જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણાના દિવસે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આયંબિલ કરવાનું. આવી સુદીર્ઘ તપશ્ચર્યા કરનારાઓમાં કેટલાંક નામો આ પ્રમાણે ગણાવી શકાય : ૬૦,૦૦૦ વર્ષના આયંબિલ કરનાર ભગવાન ઋષભદેવની પુત્રી સુંદરી. ૬૦,૦૦૦ વર્ષના આયંબિલ કરનાર સામલી તાપસ, જે પારણાના દિવસે જે વાપરાતો તેને એકવીસ વખત ધોઈ સત્ત્વહીન કરી દેતો; વૈયાવચ્ચી નંદિપેણ; વર્ધમાન તપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે અદ્ભુતરૂપ તથા લબ્ધિના ધારક ૭૦૦ વર્ષ સુધી ૧૬-૧૬ રોગ સહન કરનારા ચક્રવર્તી સનતકુમાર.
ઉપરના લખાણના પૃથક્કરણરૂપે તત્ત્વચિંતનનાં સંદર્ભમાં આટલું જણાવી શકાય કે બાહ્ય તપમાં તાકાત વધારવા માટે આવ્યંતર તપનું અથવા આત્યંતર તપમાં બાહ્ય તપનું મિશ્રણ કર્યા વગર છૂટકો નથી. આત્યંતર તપની જેમ બાહ્ય તપમાં પણ અનંત શક્તિની વિદ્યમાનતા નકારી શકાય તેમ નથી. જો બાહ્ય તપ મુક્તિમહેલના દ્વાર સુધી પહોચાડી શકવા સમર્થ છે; તો આત્યંતર તપ તે મહેલમાં પ્રવેશ કરાવીને મુક્તિસુંદરીનું હરણ સહેલાઈથી કરાવવા માટે પૂર્ણ સમર્થ છે. તપ કરવાનો શુભ આશય માર્દવ અને વિનયાદિ ગુણો સંપાદન કરવાનો છે, કેમ કે વિનયની સુંદર વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય :
“વિનયતિ દૂરિ કરોતિ અષ્ટવિધકર્માણિ ઇતિ વિનયઃ” જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારો છે જેવા કે : વિનય, વૈયાવૃત્ય, જ્ઞાન, ધ્યાન, જપ, તપ. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહામંગલકારી કહ્યું છે, કારણ કે બાહ્ય અને આંતર રિદ્ધિસિદ્ધિ તપથી પેદા થાય છે; મંત્રો-તંત્રો તપથી ફળીભૂત થાય છે. આ લોકમાં અને પરલોકમાં અનેક પ્રકારની સંપત્તિઓ તપના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. પ૦ પ્રકારની લબ્ધિ અને અષ્ટ મહાસિદ્ધિ તપના બળે પ્રાપ્ત થાય છે. સંપત્તિની જેમ આપત્તિઓ તપથી દૂર થાય છે, રોગાદિ વિપત્તિઓ દૂર થાય છે.
ભવરોગ અને ભાવરોગરૂપ કર્મનો જડમૂળથી નાશ કરવામાં તપ અપૂર્વ ઔષધરૂપ છે. આત્માને નિર્મળ અને ઉચ્ચતમ બનાવનાર તપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો તપ વડે નિર્મળ થાય છે. કર્મનિર્જરાનું મહાન સાધન તપ છે. તેનાથી નિબિડમાં નિબિડ નિકાચિત કર્મોનો ભાંગીને ભુક્કો કરાય છે. તપ ખરેખર અચિંત્ય પ્રભાવશાળી અને ઉન્નતમાં ઉન્નત દશા પ્રાપ્ત કરાવનાર છે. તપની તાકાત અનેરી છે તેથી લખ્યું છે :
અથિર પિ થિર વંપિ સજુએ દુલહંપિ તહ સુલહાં ! દુઝે પિ સુરજઝ, તવેણ સંપન્જએ કર્જ II યદ્ દૂર યક્ દુરારાધ્ય યચ્ચ દૂરે વ્યવસ્થિતમ્ | તત્સર્વ તપસા સાધ્ય તપો હિ દુરતિક્રમણ્ / કિ બહુણા ભણિએણે જે કસ્સવિ તહવિ કWવિ સુહાઈ !
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોમાં ઉલ્લેખ કરાયેલાં વિવિધ તપો વિષે કિંચિત - ૩૯ દીસતિ ભવણમજ્જે તત્વ તવો કારણું ચેવ મલ સ્વર્ણગતં વર્લિહસઃ ક્ષીરગતં જલમ્ ।
યથા પૃથક્કરોત્યેવ જન્તોઃ કર્મમલં તપઃ ॥ ભવકોડિસંચિયેં કમ્મ તવસા નિજ્જરિજ્જઈ ।
આ સંદર્ભમાં જોઈએ તો ભગવાન મહાવીર સ્વામીએ તેમના પચ્ચીસમા નંદનમુનિના ભવમાં ૧૧૮૦૬૪૫ માસખમણની ઘોર તપશ્ચર્યા કરી પુણ્ય પ્રકૃતિની નિકાચના કરી. તીર્થંકરો તપશ્ચર્યાપૂર્વક દીક્ષા અંગીકાર કરે છે. ભગવાન ઋષભદેવે બાર મહિનાની ઘોર તપશ્ચર્યા આદરી. ભગવાન મહાવીરદેવે છ-છ મહિનાની ઉત્કટ તપશ્ચર્યા કરી. ગૌતમ સ્વામીએ દીક્ષા પછી જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠની ઉત્કટ તપશ્ચર્યા આદરી. ભગવાન નેમિનાથના સમકાલીન ઢંઢણ અણગારે છ મહિનાના ઉપવાસના પારણે પારણામાં મળેલ આહાર પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન મેળવ્યું. બંધક મુનિના શરીરના હાડ ખખડી ઊઠ્યા છતાં તપમાં મગ્ન રહ્યા. ૧૪,૦૦૦ સાધુમાં ઉત્કૃષ્ટ અણગાર તરીકે ધન્નાની પ્રશંસા ભર૫ર્ષદામાં પ્રભુ મહાવીરે આમ કરી છે ઃ
સાધુ ચૌદ હજારમાં, ઉત્કૃષ્ટો અણગાર,
વીર જિણંદ વખાણિયો, ધન્ય ધન્નો અણગાર.
મેતરાજ મુનિ માસ-માસ ઉપવાસના પારણે અપૂર્વ ક્ષમા અને સમતા દ્વારા અંતકૃત કેવળી બની સિદ્ધિ સૌધમાં સિધાવ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને સુયશ છ પુણ્યાત્માઓએ પૂર્વભવમાં ચૌદ ચૌદ લાખ પૂર્વ સુધી જબરજસ્ત તપશ્ચર્યા કરી હતી. અર્જુનમાળી, દૃઢપ્રહારી જેવા મહાહિસક ક્રૂર આત્માઓ પણ તે જ જન્મમાં મુક્તિ મેળવે છે તે તપનો પ્રભાવ છે. નારકનો જીવ ક્રોડ વર્ષો સુધી દુ:ખો સહી જે પાપનિર્જરા કરે છે તેટલાં પાપકર્મોની નિર્જરા સમ્યક્ દૃષ્ટિ આત્મા એક અઠ્ઠમ તપ તપીને કરે છે. તપના મહિમાનું શું વર્ણન કરવું ! ભવભવના રોગોને દૂર કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે, રામબાણ ઔષધિ છે. કર્મના કઠિન પર્વતોને ભેદવા માટે તપશ્ચર્યા વજ્ર સમાન છે. કાયાની માયા ઉતારનાર પુણ્યાત્માઓ તપનાં સોપાન સર કરી શકે છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે; આવ્યંતર તપથી કષાયોનો કકળાટ શમી જાય છે. તપ દ્વારા દેહશુદ્ધિ થાય છે, દેહશુદ્ધિ થતાં મનની શુદ્ધિ થાય છે, અને મનની શુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા
ભારતવર્ષની ભૂમિ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મ અને સંસ્કૃતિથી બનેલી ત્રિવેણીના સંગમથી પવિત્ર થયેલી છે. બૌદ્ધ ધર્મના પ્રસ્થાપક ભગવાન બુદ્ધ નિર્વાણપદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, તપ, ચારિત્ર, સંયમ, ઉપવાસ, સ્વાધ્યાય, ધ્યાનાદિ માર્ગો દ્વારા નિર્વાણપદ મેળવ્યું.
તેમના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખાઓ મહાયાન અને હીનયાન વિકસી. પછી તેમાંથી ચાર પ્રશાખાઓ જેવી કે સૌત્રાન્તિક, ક્ષણિકવાદી, વિજ્ઞાનવાદી અને વૈભાષિક નિષ્પન્ન થઈ. મુખ્ય શાખાઓ માધ્યમિક, યોગાચાર, વૈભાષિક અને સૌત્રાન્તિક ગણાવાય છે.
પ્રસ્તુત લેખમાં ભગવાન બુદ્ધના જીવનના બે પ્રસંગો પર દષ્ટિપાત કરીએ. બુદ્ધના જીવનમાં જે પ્રસંગ બન્યો તેવા પ્રસંગો આપણા જીવનમાં પણ ક્યારેક બનતા હોય છે, પરંતુ આપણે બધાં પ્રતિકર્મમાં માનનારાં છીએ. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષો કર્મમાં જીવનારા હતા. તેમનાં જીવન પર દષ્ટિપાત કરતાં પ્રતિકર્મનું નામનિશાન પણ દષ્ટિગોચર થતું નથી.
- એક વાર એક વ્યક્તિ ભગવાન પાસે આવી ઊભી રહી અને તેમના પર ઘૂંકી. તેની બુદ્ધ પર જરા પણ અસર ન થઈ. તેમના પુષ્પસમ પ્રફુલ્લિત અને પ્રમુદિત મુખ પર જરા જેટલી અસર ન થઈ. ઘૂંકને લૂછતાં તેમણે પૂછ્યું: ‘ભાઈ, તારે બીજું કંઈ કહેવું છે ?'
થુંકનાર વ્યક્તિ આથી વિસ્મિત થઈ. તેણે ઘણાસ્પદ કાર્ય કર્યું હતું, છતાં ક્રોધને બદલે મીઠા આવકારથી ચકિત થઈ તેણે જગતમાં આવી. પ્રથમ વ્યક્તિ
જોઈ.
ઘૂંકનારે સંકોચ અનુભવ્યો. શો જવાબ આપે? બુદ્ધના મીઠા આવકારથી તે વધુ મૂંઝાયો. ભગવાન બુદ્ધ પ્રતિકર્મ કર્યું હોત તો પોતાના અણછાજતા વર્તનથી તે ક્રોધ કરત. તે માટે સહેજ પણ આશ્ચર્ય ન થાત. કારણ કે તે પ્રતિકર્મનો પ્રત્યુત્તર ઘડીને આવ્યો હતો, તેથી આવા અઘટિત કાર્ય માટે તેણે કશું વિચારવાનું જ ન હતું. ઉપરની પરિસ્થિતિ માટે આપણે સૌ પ્રતિકર્મ માટે કટિબદ્ધ જ રહીએ છીએ. બુદ્ધે પણ હસવાને બદલે એમ પૂછ્યું હોત કે આ રીતે ઘૂંકવાનું તારું શું પ્રયોજન
Page #50
--------------------------------------------------------------------------
________________
સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ♦ ૪૧ છે ? તો સંકોચ વગર તેનો પ્રત્યુત્તર આપી દેત. આ જાતની પ્રાથમિક ભૂમિકાઓ આપણે તૈયાર રાખતાં હોઈએ છીએ-જેમ કે, અમુક માણસ જો આમ કહેશે તો તેનો જવાબ આ રીતે આપીશ. ડગલે ને પગલે જીવનમાં બનતા પ્રસંગો માટે પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી કરેલી જ હોય છે.
ભગવાન બુદ્ધ જેવા પ્રબુદ્ધ આત્મા તો કરોડો વર્ષે એકાદ થાય છે ! આવા ઉત્તમોત્તમ આત્માઓના જીવનમાં પ્રતિકર્મ શોધતાં પણ મળવું દુષ્કર છે. થૂંકનાર માણસ મૂંઝાઈ ગયો. કશો જ જવાબ ન જડવાથી કહે છે કે ‘આપ શું પૂછો છો ?’
ભગવાને કહ્યું : ‘હું પૂછું છું તમારે બીજું કહેવું છે ?' તેણે કહ્યું : ‘હું તો માત્ર થૂંક્યો છું, મેં કશું કહ્યું નથી.'
બુદ્ધે કહ્યું : ‘ખરી વાત છે. તમે માત્ર થૂંક્યા છો, પરંતુ તેની આડમાં કશું અવશ્ય કહેવા માંગો છો. થૂંકવું એ પણ કહેવાની એક ચેષ્ટા છે. તમને મારા પર એટલો બધો ક્રોધ આવ્યો હશે તેથી શબ્દોથી નહીં પણ ફૂંકીને કહ્યું હોય’. ભગવાને કહ્યું કે ‘હું પણ કેટલીક વાર શબ્દોથી ન કહેતાં ઇશારાથી કહું છું.'
તેણે કહ્યું : ‘આપ મારો આશય સમજ્યા નથી. મેં માત્ર ક્રોધની અભિવ્યક્તિ કરી છે.'
ભગવાને કહ્યું : ‘હું તમારી માનસિક ભૂમિકાને સ્પર્શો છું. થૂંકવામાં તમારો ક્રોધ ભારોભાર વ્યક્ત થતો હતો તે મારી જાણ બહાર નથી.’
તેણે કહ્યું : ‘તો પછી ક્રોધનો જવાબ ક્રોધથી કેમ નથી આપતા?' બુદ્ધે કહ્યું : ‘તમે મારા માલિક નથી, હું તમારો સેવક નથી. તમે કહો તેમ શું મારે કરવું ? તમે થૂંકીને ક્રોધની અભિવ્યક્તિ કરી. આ ચેષ્ટાથી ઉશ્કેરાઈને હું ક્રોધ કરું તો હું તમારો ગુલામ થઈ ગયો કહેવાઉં. હું તમારો અનુસર્તા કે અનુયાયી નથી. મારે શું કરવું તે મારી મુનસફીની વાત છે, તમારી ઇચ્છાની જેમ. તમારી જેમ મારે વર્તવું, મારા માટે આવશ્યક કે અનિવાર્ય નથી.' પ્રત્યુત્તર સાંભળી તે ચાલ્યો ગયો. બીજે દિવસે માફી માગવા આવ્યો : ‘માફ કરો. મારી ભૂલ થઈ.’ ભગવાનનાં ચરણોમાં માથું મૂકી પશ્ચાત્તાપના પવિત્ર અશ્રુથી પ્રક્ષાલવા લાગ્યો પગોને !
તે સ્વસ્થ થયો ત્યારે ભગવાને પૂછ્યું : ‘તમારે બીજું કશું કહેવું છે?' તે માણસે કહ્યું : ‘આ કેવો પ્રશ્ન છે ?’
માણસ જ્યારે શબ્દોથી કહી શકતો નથી ત્યારે ઇશારાથી ચેષ્ટા દ્વારા કહે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨. • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
તેણે કહ્યું : “પ્રભુ ! હું માફી માગું છું, મને ક્ષમા કરો. મેં સામો ક્રોધ કર્યો નથી તેથી ક્ષમાને અવકાશ નથી. ગઈકાલે થુંકતાં જોયા, આજે પગમાં માથું મૂકી રડતાં જોઉં છું.'
છેવટે તાત્પર્ય એ છે કે પ્રતિકર્મ ગુલામી છે. કોઈ આપણી પાસેથી ઇચ્છા વિરુદ્ધ પરાણે કાર્ય કઢાવી લે છે ત્યારે આપણે માલિક ન રહેતાં, બીજા પ્રમાણે ચાલનારા, બીજાની ઇચ્છાને અનુસરનારા બની ગયા પછી બીજાનું આપણા ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત થઈ જાય છે.
એક વખતનો પ્રસંગ છે. ભગવાન બુદ્ધ કરુણા અને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. આવા પાવન આત્માઓ સાથે વેરવૃત્તિ અને અસહિષ્ણુતાના વિષમ ભાવો રાખનારા જઘન્ય કોટિની વ્યક્તિઓ પણ હોય છે. વિહાર કરી રહેલા બુદ્ધના માર્ગમાં એક વ્યક્તિ આવી અને ન કહેવાના શબ્દો કહેવા લાગી. પ્રબુદ્ધઆત્મા બુદ્ધ તે શબ્દો પચાવી ગયા, ગળી ગયા, પી ગયા. પરંતુ તેમના શિષ્યોથી તેનું આવું અસભ્ય વિવેકહીન વર્તન સહન ન થયું. ભગવાને કશી પ્રતિક્રિયા ન કરતાં શાંતિપૂર્વક તેના શબ્દો સાંભળી લીધા ત્યારે આનંદ નામના શિષથી આ વાત સહન ન થઈ. તેણે કહ્યું : “આવી ક્રૂરતાનો કશો જ જવાબ નહીં ?' - બુદ્ધ બોલ્યા : “તે માણસ દૂરથી આટલી મહેનત લઈ આવા ભાવો સાથે આવી રહ્યો છે, તેના મનનો ઊભરો ઠાલવી રહ્યો છે. તેનો તે અધિકાર છે. એના એ સ્વાતંત્ર્ય અને અધિકારમાં દખલ કરનાર હું કોણ ? તેની વાણી મારા હૃદયમાં સ્પંદન, કંપન જન્માવી શકે, મારા અંતરાત્માને ડહોળાવી નાંખે તો મારો પોતાનો મારા પર અધિકાર નથી. તેથી મારા સંચાલનની દોરી હું તેને સોંપવા તૈયાર નથી. તે તેના મનનો માલિક, હું મારા મનનો માલિક છું. તેને યોગ્ય લાગે તેમ તે વર્તે, મને યોગ્ય લાગે તેમ હું હતું. તેનાથી દોરવાઈ જાઉં એવો તું મને નબળો ધારે છે ?'
ભગવાનની આ પ્રકારની વાણીથી આનંદ ભાવવિભોર થઈ ગયો ! આનંદના હૃદયને તે સ્પર્શી ગઈ. તેનું દુઃખ દૂર થઈ ગયું. ભગવાન બુદ્ધમાં અજબગજબનાં પ્રભુતાનાં દર્શન કર્યા.
આવી વિભૂતિને ગીતાના શબ્દોમાં સ્થિતપ્રજ્ઞ અને જૈન દર્શનની રીતે તેને સમકિત કહી શકીએ. ગીતા કહે છે :
સ્થિતપ્રજ્ઞસ્ય કી ભાષા, કિં આસિત વજેતા કિમ્ |
...સમન્વ યોગ ઉચ્યતે.. ટૂંકમાં, સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને સમકિતનાં લક્ષણો સમાન છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
સાકેત સંતની સ્થિતપ્રજ્ઞતા ૪૩ ભગવાન બુદ્ધે કે તેના અનુયાયીએ પ્રતિપાદિત કરેલા ક્ષણિકવાદના સિદ્ધાંતમાં રહેલી વિસંવાદિતા જરા જોઈએ. બુદ્ધે કહ્યું છે કે ૮૦ જન્મો પહેલાં કરેલા દુષ્કૃત્યનું ફળ ૮૦ ભવ પછી તે ભોગવી રહ્યા છે. ક્ષણિકવાદ સાથે આ ઘટના ઘટી શકે તેમ નથી, કારણ કે જો બધું ક્ષણિક છે એટલે કે તેનું અસ્તિત્વ બીજી ક્ષણે નષ્ટ થાય છે તો પછી પહેલી ક્ષણ અને બીજી ક્ષણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત ન કરી શકાતો હોવાથી બંને વ્યક્તિ જુદી જુદી છે. તો પછી પૂર્વના ૮૦ જન્મ પહેલાંની વ્યક્તિ અને ત્યારબાદના ૮૦ ભવ પછીની વ્યક્તિ ક્ષણિકવાદના હિસાબે કેવી રીતે એક હોઈ શકે ? તેથી ક્ષણિકવાદનો સિદ્ધાંત ટકી શકતો નથી.
બીજું, બુદ્ધને ગાળ દેનાર તથા તેમના પર ઘૂંકનાર વ્યક્તિઓ ક્ષણિકવાદના સિદ્ધાંત પ્રમાણે ઘટી શકતી નથી. બંને વ્યક્તિઓ તથા બુદ્ધ ક્ષણ પછી બદલાતા હોવાથી કોણ કોના પર થુંકે ? કોણ કોને ગાળ દે?
ત્રીજો નાનો પ્રસંગ ગૌતમ બુદ્ધ અને શ્રીમંત યુવાન શિષ્ય અંકમાલનો છે. એક વાર અંકમાલે આની પાસે આવીને કહ્યું : “હું ધર્મોપદેશ આપી જગતનો ઉદ્ધાર કરવા માગું છું. મને તે માટેની યાત્રાનો પ્રારંભ કરવાની રજા આપો.”
બુદ્ધે કહ્યું “તે માટે તું પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કર.'
ગુરુદેવ, મેં દશ વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યો છે અને હું ૨૪ કલાકમાં પારંગત બની ચૂક્યો છું.'
બુદ્ધે કહ્યું: “હું ફરી બોલાવું ત્યારે આવજે.” પરીક્ષા માટે બુદ્ધ વેશપલ્ટો કરાવી એક શિષ્યને તેની પાસે મોકલ્યો. તેણે તેનું ઘોર અપમાન કર્યું. અંકમાલ ખૂબ ચિડાયો અને ગુસ્સામાં તેની પાછળ દોડ્યો.
બીજે દિવસે બે શિષ્યોને રાજદૂતના વેશમાં મોલ્યા. તેમણે કહ્યું : “અમે સમ્રાટ હર્ષના અનુયાયી છીએ. રાજા તમને મંત્રીપદ પર આરૂઢ કરવા ઉત્સુક છે.' આ વાત સાંભળી તે ખૂબ હર્ષાવિત થયો અને સમ્રાટની માંગણી સ્વીકારવા કટિબદ્ધ થયો.
સાંજે સ્વયં બુદ્ધ પોતાની શિષ્યા આમ્રપાલીને લઈ તેની પાસે પહોંચ્યા. વાતચીત દરમ્યાન તે વારંવાર આમ્રપાલી સામે ટીકી ટીકીને જોતો હતો.
ત્યારપછી ગૌતમ બુદ્ધ તેને કહ્યું : “તેં ૨૪ નહીં પણ ૨૪૦૦ કલામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હોય પણ તે ક્રોધ, લોભ અને કામ ઉપર વિજય મેળવ્યો છે? નથી મેળવ્યો. હું તે ત્રણ કષાયોથી પરાજિત છો તે જ તારી માગણીની અયોગ્યતાનાં પ્રમાણપત્રો છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪ : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન
બુદ્ધના જીવનના આવા આવા કેટલાયે સુંદર પ્રસંગોની ગૂંથણી જાતકમાલા વગેરે ગ્રંથોમાં ગૂંથવામાં આવી છે.
મહર્ષિ ભારદ્વાજનો એક શિષ્ય બુદ્ધનો શિષ્ય બની ગયો, તેથી ભારદ્વાજને બુદ્ધ પર ખૂબ ક્રોધ થયો. બુદ્ધને તેણે ખૂબ ગાળો ભાંડી. ગૌતમ બુદ્ધ તો પણ મૌન રહ્યા. જ્યારે તે થાક્યા ત્યારે બુદ્ધ બોલ્યા :
તમારા આંગણે કોઈ મહેમાન આવે તેને તમે ૩૨ પકવાન અને ૩૩ શાક પીરસો. મહેમાન જો થાળને અડકે નહીં તો થાળનું શું થાય ?'
પોતાના ઘરમાં જ પડ્યા રહે, બીજું શું થાય ?'
તમે મને હમણાં આટલી બધી ગાળો દીધી, પરંતુ મેં તેમાંથી એકનો પણ સ્વીકાર કર્યો નથી, તો તેનું શું થાય?'
ઝંખવાણો પડેલો ભારદ્વાજ જવાબ આપવા પણ ત્યાં ઊભો ન રહ્યો !
Page #54
--------------------------------------------------------------------------
________________
પળમાં પેલે પાર
પ્રત્યેક જીવનું અંતિમ ધ્યેય મોક્ષ મેળવવાનું રહેવું જોઈએ. અનંતાનંત પુગલપરાવર્તમાં ભટકતો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં પ્રવેશે છે. આ પ્રક્રિયા નદીના પ્રવાહમાં ધકેલાતો પથ્થર ગોળ બને છે, તેના જેવી છે. નદી ધોલન્યાયે અસંખ્ય ભવો પછી જીવ જ્યારે વ્યવહાર રાશિમાં આવે ત્યારે ઉત્ક્રાંતિની શરૂઆત થયેલી ગણી શકાય. અહીંથી જીવ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુઃ ઇન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય ભવ મેળવવા ભાગ્યશાળી સકામ નિર્જરા થકી થઈ શકે છે. ૨૦૦૦ સાગરોપમ સમય દરમ્યાન જો તેની મુક્તિ ન થાય તો ફરીથી એકડે એક એટલે નિગોદ સુધી જવું પડે ! પરંતુ આત્માનું વીર્ય ફોરવી જો તે પ્રથમ ગુણસ્થાનકથી પગથિયાં ચઢતાં ચઢતાં, ક્ષપકશ્રેણીએ આરૂઢ થાય તો ૧૨-૧૩-૧૪ શ્રેણી ચઢી શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી જાય. આ ક્રમ જેટલો બોલવો કે વાંચવો સહેલો લાગે છે, તેટલો સહેલો નથી. કારણ કે, આપણે અસંખ્ય પુદ્ગલ પરાવર્તનો થયા છતાં હજી સંસારમાં રખડી રહ્યા છીએ. ક્ષપકશ્રેણીની જેમ બીજી શ્રેણી ક્ષયોપથમિક શ્રેણી છે, જ્યાં ૧૦મા ગુણસ્થાનકથી પણ પડવાની સંભાવના રહે છે અને તે પ્રથમ ગુણસ્થાનકે પણ પહોંચી જાય. તેથી યથાર્થ કહેવાયું છે કે, ‘ભાવના ભવનાશિની', ‘ભાવના ભવોદધિ જહાજ', ‘ભાવના ભવ ઔષધિ', ‘ભાવના મોહ વિનાશિની.'
પ્રસ્તુત લેખમાં કેટલાંક એવાં દૃષ્ટાન્તો જોઈશું કે જેમાં તે ભવ્ય જીવને હૃદયમાં તીવ્ર વેદના થતાં, ઝાટકો કે ખટકો થતાં મોક્ષ પામી જાય છે, તીવ્ર પશ્ચાત્તાપ કે અપૂર્વ પરિણતિથી.
મરદેવીમાતાને પ્રથમ સ્થાન આપીએ. પૂર્વ ભવમાં તેઓ કેળ હતા, તેની લગોલગ બાવળના કાંટાનું વૃક્ષ હતું. પવન સાથે તે કાંટા ભોંકાતાં કેળનું પાન પરીષહ સહન કરવું. ત્યાંથી તે જીવ નિર્જરા થકી મરુદેવી તરીકે જન્મ લે છે. કોઈ પણ જાતના અનુષ્ઠાનો કર્યા નથી. પોતાનો પુત્ર ઋષભ તેના સામું પણ જતો નથી, તે ઉદ્વેગથી ૧OOO વર્ષો રડી રડીને આંખનું નૂર ગુમાવી દે છે. હાથી પર બિરાજી ઋષભદેવ જે તીર્થકર બન્યા છે તે તેની ઋદ્ધિ જોવા જતાં પુત્રમોહની નિરર્થકતા પર ભાવના ભાવતાં, મોક્ષનગરીના દ્વારે પુત્રની પહેલાં પહોંચી ગયા !
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પુત્ર પ્રત્યેનો મોહ નષ્ટ થતાં વિવેક પ્રગટ્યો, પછી આત્મલક્ષી શુદ્ધોપયોગ અને સીધું કર્મક્ષય-મુક્તિ,
તેનો પુત્ર ભરત ચક્રવર્તી સ્નાનાગારમાં અંગુલિ પરથી વીંટી પડી જતાં વિચારે છે કે બાહ્ય પરિસ્થિતિથી તે સુંદર છે કે આંતરિક આત્મગુણથી ? અનિત્ય ભાવે ચઢી જતાં કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે.
તેના બીજા ભાઈ બાહુબલી તેનું ચક્રવર્તીપણું સ્વીકારતા નથી. દેવેન્દ્રની સમજાવટથી અનેક નિર્દોષ સૈનિકોનું મૃત્યુ ટાળી પ્રથમ નેત્રયુદ્ધ, પછી બાહુયુદ્ધ વગેરે યુદ્ધો પછી મસ્તક પરથી બાહુબલી આયુધ લેવા કટિબદ્ધ થાય છે. મસ્તક પર હાથ જતાં પોતે અણગાર છે તેનું ભાન થાય છે. લાંબા તપથી તેના શરીર પર વેલા તથા દાઢી વગેરેના વાળમાં પક્ષીઓએ માળા કર્યા છે. તે પછી યુદ્ધથી અટકી ગયા. છતાં પણ કેવળજ્ઞાન દૂરનું દૂર જ રહે છે. ભગવાન ઋષભદેવ પોતાની બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીને મોકલે છે. “ગજ થકી (ઉતરો રે વીરા' એ સંબોધનથી પોતે અભિમાનરૂપી હાથી પર બેઠા છે, તેનું ભાન થતાં અનિત્યાદિ ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવે છે. એક વર્ષ સુધી જળ વગરના ચોવિહાર ઉપવાસ તથા કાયોત્સર્ગ કર્યા હોય છે. ભગવાન મહાવીર સ્વામીના અગિયાર ગણધરોમાં વડેરું સ્થાન ભોગવનારા, પોતાના અધિક જ્ઞાનથી ફૂલીને ફાળકો થનારા ગણધર ગૌતમ સ્વામી ભગવાનના અનન્ય ભક્ત તથા વિનીત શિષ્ય હોવા છતાં કેવળજ્ઞાન નથી મેળવી શકતા ! ચાર જ્ઞાનના ધારક તથા પ્રશ્નોના પ્રત્યુત્તર જાણતા હોવા છતાં પણ ભગવાનના મુખે સાંભળતાં ગૌરવ અનુભવતા તેના ૫૦,૦૦૦ શિષ્યો કેવળી થઈ ગયા હતા. જેના મસ્તક પર હાથ મૂકે તે કેવળજ્ઞાન મેળવતા. ભગવાનના દેહાંત સમયે દેવશર્મા બ્રાહ્મણને બોધવા મોકલે છે. સ્નેહનો છેલ્લો તંતુ, જે અવરોધક હતો, તે તૂટી જતાં મોહથી મુક્ત થઈ કેવળી થયા. “અનંતલબ્ધિ નિધાન' ગૌતમ સ્વામી જંઘાચરણ લબ્ધિ વડે સૂર્યનાં કિરણો પકડી અષ્ટાપદ પર્વત પર ચઢી કેવળજ્ઞાન (નૂતન વર્ષના પ્રભાતે) પ્રાપ્ત કરે છે.
પુરોહિત પુત્ર અનપઢ હોવાથી પિતાના મૃત્યુ બાદ કપિલાને રાજપુરોહિતનું પદ ન મળ્યું. માતાના નયનમાં અશ્રુ જોઈ ભણવા કૃતનિશ્રાયી થાય છે. વિદ્યાભ્યાસમાં અંતરાયરૂપ ભોજનની પ્રક્રિયા આડી આવતી હોવાથી એક વિધવાને ત્યાં ભોજનનું ગોઠવે છે. નયનો મળતાં પ્રેમ પ્રગટે છે, વિધવા સગર્ભા થઈ. તે માટે રાજા પાસે માગવા જાય છે. જે માગે તે આપું એ આશ્વાસનથી બે, ચાર, દસ, સો, હજાર, લાખ, કરોડ, આખું રાજ્ય માગવાનો મનસૂબો કરે છે. છેવટે તૃષ્ણા આકાશ જેટલી વિશાળ દેખાય છે. અનિત્ય ભાવના ભાવતા કપિલ કેવળી બને છે.
Page #56
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર - 47 - પશુઓના કાળો કકળાટ સાંભળી રાજિમતીનો હાથ ન પકડનારા નેમિકુંવર પાસે, દીક્ષિત થયેલા નેમિનાથ પાસે મસ્તકે હાથ મુકાવી દીક્ષા લીધા પછી, એક વાર ભીંજાયેલાં વસ્ત્રો સૂકવતાં નિર્વસ્ત્ર રાજિમતીને પૂર્વે પ્રવેશેલા રથનેમિ વિષય ભોગવવા જણાવે છે. સુંદર સદ્બોધથી પથ પર લાવેલા રથનેમિ ભગવાન પાસે (પશ્ચાત્તાપપૂર્વક) આલોચના કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને રાજિમતી પણ કેવળી બને છે. હૃદયમાં લાગેલા તીવ્ર ડંખથી કેવું પરિવર્તન ! ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. અનેક કન્યા સાથેના લગ્નને તિલાંજલિ આપી નેમિનાથ સ્વામીજીની દેશના સાંભળી વૈરાગ્યવાસિત થઈ દીક્ષા લીધી. તેમના જોરદાર લાભાંતરાય કર્મથી જે કોઈ તેની સાથે જોડાય તે સાધુને પણ ભિક્ષા ન મળે ! પૂર્વભવ પ્રભુ પાસે સાંભળી અભિગ્રહ કર્યો કે, “બીજાની લબ્ધિથી મેળવેલી ભિક્ષા વાપરવી નહિ.” પ્રભુને કૃષ્ણ પ્રશ્ન કર્યો કે, “આપના મુનિમાંથી મહાદુષ્કરકારી કોણ ?' પ્રભુએ ઢંઢણનું નામ સૂચવ્યું. ઢંઢણ જ્યારે ભિક્ષા માટે ફરે છે, ત્યારે લોકોને તેના આગમનથી નફરત થાય છે, બહાર નીકળો, કેમ આવ્યા છો ? હે ગંદા વસ્ત્રધારી ! ઓ મૂંડિયા ! તે અપશુકન કર્યું વગેરે. તેઓ અપાર સમતામાં રહે છે, તે વાક્યો તેમને અમૃત સમાન લાગે છે. ઢંઢણનાં દર્શન થતાં હાથી પરથી નીચે ઊતરી કૃષ્ણ તેમને વંદનાદિ કરે છે. તે જોઈ નજીકના ઘરવાળા ભિક્ષાર્થે બોલાવે છે. “શું મારો લાભાંતરાય દૂર થયો?' મુનિએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું, “ના. કૃષ્ણની લબ્ધિથી ભિક્ષા મળી છે.' ભિક્ષાને પરઠવા તેઓ નિર્જીવ ભૂમિમાં જઈ ભિક્ષાનો ચૂરો કરતાં કરતાં પોતાનાં ચીકણાં કર્મોનો તથા પોતાના ભારે કર્મીપણાનો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં જ કૈવલ્ય પામી, ઘનઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો ! અને મોક્ષ ! છ છ જીવોની નિર્દય હત્યા કરનાર દઢપ્રહારીએ જ્યારે તેઓના જીવનના કરણ અંતનું દશ્ય જોઈ અંત લાવવા વિચાર કર્યો ત્યારે વનમાં મળી ગયેલા મુનિરાજના ઉપદેશથી સાધુ થઈ પાપ ધોવાનો મનસૂબો કર્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે જે દિવસે કોઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઉપવાસ કરવો, આ જ પ્રદેશમાં રહેવું. ભિક્ષાર્થે જનારા આ મુનિને જોઈ આ પોતાના સ્વજનનો હત્યારો છે તેથી ખૂબ મારતા, પાપનું સ્મરણ થતાં પાછા ફરતા, ઉપવાસ કરતા. ભારે સમતાથી મારપીટ કરનારા મારા ઉપકારી એમ ગણી ઘોર ઉપસર્ગ છ માસ સહન કરી કૈવલ્ય
Page #57
--------------------------------------------------------------------------
________________ 48 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મેળવ્યું. એક વાર જ્યારે ખંધક (સ્કંદક) મુનિ જિનકલ્પની આરાધના કરતા હતા ત્યારે આમરણ ઉપસર્ગ તેમના ઉપર આવ્યો. ચામડી ઉતરડાઈ ગઈ છતાં ભારે સમતાથી ઉપસર્ગ સહન કરી કૈવલ્ય પામી મોક્ષે ગયા. ગરમીથી બચવા પિતાએ તેના માટે છત્રીધર રાખ્યો હતો, તે આ ખંધકમુનિ. અજૈન રાજા સોમચંદ્રને રાણીએ દૂત આવ્યો એમ કહી જાગ્રત કર્યો. સગર્ભા રાણીનો પળનો પણ વિલંબ કર્યા વગર તેણે સંન્યાસ સ્વીકાર્યો, પ્રસન્નચંદ્રના માથે રાજ્યભાર નાંખ્યો. રાણી મૃત્યુ પામી અને નવજાતનું નામ વલ્લલચીરી પાડ્યું. તેના વિરહમાં પિતાએ દષ્ટિ ગુમાવી. એક વાર બે ભાઈઓ તેમની પાસે આવ્યા, તેના આનંદથી આંખમાં ફરી દષ્ટિ આવી. આશ્રમના દૈનિક કામ કરી રહેલા વલ્કલચીરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતામુનિ તથા મોટા ભાઈ પ્રસન્નચંદ્રને સમ્યકત્વનું દાન કર્યું અને કૈવલ્ય પ્રાપ્ત કર્યું. કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમારનું લગ્ન પ્રભાવતી તથા સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા સાથે તે અતિ રૂપવતી હોવાથી કૃષ્ણ કરાવ્યું. નેમિનાથજીની દેશનાથી વિરક્ત થઈ તે ત્રણે દીક્ષિત થયા. કર્મક્ષય કરવા વધુ સંકટો સહન કરવા ગજસુકુમાર મુનિ સ્મશાનમાં કાયોત્સર્ગમાં રહ્યા. રોષે ભરાયેલા સોમિલ સસરાએ માથે અંગારા ભરી મોક્ષની પાઘડી પહેરાવી. બીજે દિવસે નેમિનાથને વંદન કરવા જઈ રહેલા કૃષ્ણ વૃદ્ધપુરુષને ઈટના કાર્યમાં મદદ કરી. કૃષ્ણ ભગવાનને ગજસુકુમારના ક્ષેમકુશળ પૂળ્યા. પ્રભુએ ફરમાવ્યું, હે કૃષ્ણ ! તે મોક્ષ પામી ગયા. જેવી રીતે તે પેલા ડોસાને મદદ કરી તેમ સોમિલે ગજસુકુમારને મોક્ષ મેળવવામાં માથે દેવતાની પાઘડી બાંધી મદદ કરી છે. ભવના ફેરામાં છેલ્લી મા કરજે એવી માતા દેવકીની આશા પૂર્ણ કરી, ફળીભૂત બનાવી મોક્ષગામી થઈને. પર્યુષણ મહાપર્વમાં જેના નિમિત્તે અઠ્ઠમ તપ કરાય છે, તે નાગકેતુ પૂર્વભવમાં વાણિયાનો પુત્ર હતો. માતાના મૃત્યુથી પિતાએ બીજી પત્ની કરી, જે તેને દુ:ખ દેતી હતી. મિત્ર પાસેથી જાણ્યા પછી પર્યુષણમાં અઠ્ઠમ તપ કરીશ એ વિચાર સાથે સૂઈ ગયો. ઝૂંપડીમાં અગ્નિ નાંખી ઓરમાન માએ તેને મારી નાંખ્યો. શુભ ધ્યાનથી શ્રીકાંત શેઠને ત્યાં જન્મ્યો. અઠ્ઠમ તપ કરી તે મરી ગયો જાણી તેને દાટી દીધો. બાળકનું નામ નાગકેતુ પાડ્યું હતું. ધરણેન્દ્ર તે મર્યો નથી તેમ બતાવ્યું તથા ગળામાં હાર પહેરાવી ચાલ્યો ગયો. તે ધર્મની આરાધના કરે છે. જિનપ્રાસાદ પર પડતી શિલાને નવકારમંત્રથી અટકાવી તેથી તે દેવને નાગકેતુની તપશક્તિ સહન ન થતાં શિલાને સંહારી લઈ સ્વસ્થાને ગયો. એક વાર નાગકેતુ પુષ્પોથી જિનપૂજા કરતો હતો. તેમાંથી નીકળેલા તંબોલી સર્પે દંશ
Page #58
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર - 49 દીધો. શરીરે ઝેર વ્યાપી ગયું. પીડા તરફ આંખ આડા કાન કરી શુભ ધ્યાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા. તેથી પર્યુષણ પર્વમાં છઠ્ઠ, અઠ્ઠમાદિ તપ કરી જે ભાવુકો કલ્પસૂત્ર સાંભળે છે, તે જીવો પ્રાયઃ સાત-આઠ ભવમાં મોક્ષે જાય છે તેવી માન્યતા પ્રવર્તે છે. શ્રેણિક રાજા ચિત્રશાલા બંધાવે છે. તેનો દરવાજો તૂટી જાય છે. તે માટે બત્રીસલક્ષણાનો વધ મુકરર થાય છે. પડહ વગાડ્યો. અમરનાં માતા-પિતા તેના જેટલું સોનું સાટામાં લઈ વધ માટે આપે છે. ગુરુએ આપેલા નવકારમંત્રનો અમર શ્રદ્ધાપૂર્વક જાપ જપે છે. સર્વ જીવોને ખમાવી દે છે. અગ્નિકુંડ સિંહાસન બને છે. ત્યારબાદ તે સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં હોય છે, ત્યારે માતા તેને મારી નાંખે છે. મૃત્યુ બાદ મહાવિદેહમાં જન્મે છે. ચારિત્ર લઈ ઘાતકર્મો ખપાવી કેવળજ્ઞાન-કેવળ.દર્શન મેળવે છે. પ્રતિષ્ઠાનપુરના રાજવીનો કુંવર મદનબ્રહ્મ બત્રીશ કન્યા પરણે છે. તપસ્વી મુનિની વાણી સાંભળી પત્નીનો ત્યાગ કરી અણગાર બન્યા. વિહાર કરતાં મધ્યાહ્ન સમયે બાર-બાર વર્ષોથી વિરહાગ્નિથી બળી રહેલી યુવતીએ તેમને પધારવા આમંત્રણ આપ્યું. મદનવિહૂલા માનિનીને ધર્મલાભ સાટે (ભોગ માટે) કહ્યું. જઈ રહેલા મુનિના પગમાં ઝાંઝર પરોવી દીધું, ત્યારથી તે ઝાંઝરિયા મુનિ તરીકે ખ્યાતનામ થયા. વિહાર કરતાં અનુક્રમે કંચનપુર પધાર્યા. ગોચરી માટે રાજમાર્ગથી પસાર થઈ રહેલા મુનિને ઝરૂખામાં સોગઠાબાજી રમી રહેલી મહારાણી જોતાંવેત પોતાના ભાઈને ઓળખવાથી તેની અશ્રુભીની આંખો રાજાએ જોઈ. કલ્પી લીધું કે તે તેનો જાર હશે, તેથી ખાડામાં નાંખી ગરદન ઉડાવી દેવા સેવકોને કહ્યું. તેના માટે તૈયાર કરેલા ખાડામાં મુનિવર સમતા રસમાં ઝીલવા લાગ્યા. મન-વચન-કાયાથી વિશ્વના સકલ જીવોને ખમાવી, ચાર શરણ સ્વીકારી, આત્મધ્યાનમાં લીન થયા. લોહીથી ખરડાયેલો તેમનો ઓઘો અને મુહપત્તિ રાજાના ચોકમાં પડ્યાં. મુનિ રાગ-દ્વેષથી પર થઈ, સમશત્રુ મિત્રભાવ ધારી, ક્ષપકશ્રેણીએ ચઢી, ઘાતી કર્મોનો ચૂરો કરી, શુક્લધ્યાનમાં લીન થઈ, આયુષ્યનો ક્ષય થતાં અંતકૃત કેવળી થયા. આ તરફ રાણીનું રુદન સાંભળી દોડી આવેલા રાજાને ખરી સ્થિતિનું ભાન થતાં ખેદપૂર્વક તીવ્ર પશ્ચાત્તાપ કરી, દુષ્કૃત્ય ગહદિ કરી, અનિત્ય ભાવનામાં ચઢે છે. સાચા દિલના પશ્ચાત્તાપથી પાપનો કુંજ પ્રજળી ગયો અને તે ક્ષણે રાજાને પણ કેવળજ્ઞાન થયું ! નાસ્તિકશિરોમણિ શ્રેણિકરાજા જ્યારે અનાથમુનિના સમાગમમાં આવ્યા જૈન-૪
Page #59
--------------------------------------------------------------------------
________________ પ૦ : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પછી ક્ષાયિક સમ્યત્વી બની જૈન ધર્મના અનુરાગી બન્યા. દેવની અવકૃપાથી મેતરાજનાં લગ્નમાં ભંગ પડ્યો. ફરીથી તેનાં લગ્ન આઠ કન્યા સાથે થયા તથા ત્રણ ચમત્કારોથી ચકિત કરેલા શ્રેણિકે પણ પોતાની કન્યા તેને પરણાવી. નવ નવયૌવના સાથે હવે મેતરાજ રાજમહેલમાં ભોગ ભોગવે છે. પૂર્વભવનો દેવ ફરીથી પ્રતિબોધે છે, તેથી સંપૂર્ણ સાહ્યબીને સર્પ જેવી રીતે કાંચળીને ત્યજી દે તેમ સુખવંભવાદિને તિલાંજલિ આપી સાધુપણું અંગિકાર કરે છે. તેઓ એક વાર માસક્ષમણના પારણે ધર્મલાભ આપી સાધુ સોનીને ઘેર પ્રવેશે છે. અનેરા ભાવથી વહોરાવે છે. ધર્મલાભ આપી ચાલ્યા જાય છે. આ સોની પ્રતિદિન શ્રેણિક માટે નવાં નવાં સોનાનાં જવલાં ઘડે છે . મુનિના ગયા પછી જવલાં ગુમ થયાં. તે મુનિ પાછળ દોડ્યો. જવલાં આપી દેવા જણાવ્યું. પક્ષી તે હડપ કરી ગયું છે, તેમ જાણતા હોવાથી મુનિ મૌન રહ્યા. ખૂબ ધમકાવે છે. ન કહેવાના શબ્દો ક્રોધથી કહે છે. મુનિએ મૌન ગ્રહણ કરી એક અક્ષર પણ ઉચ્ચાર્યો નહીં. તેણે મુનિના મસ્તક પર લીલી વાધરી વીંટાળી. તડકે ઊભા રાખ્યા. ઘોર વેદના સમતાપૂર્વક સહન કરી. તેઓ જીવરાશિને ખમાવે છે, પાપનો પશ્ચાત્તાપ કરે છે. વાધરીથી આંખના ડોળા બહાર નીકળી ગયા, સો ખેંચાઈ, સમભાવમાં કર્મોના બંધ ફટોફટ તૂટી ગયા. કેવળજ્ઞાન થયું ! ત્યારપછી સોનીએ ત્યાં લાકડાનો ભારો ભોંય પર પછાડ્યો. તેના અવાજથી જવલાં ચણી ગયેલું પક્ષી ચરહ્યું અને તેમાં જવલાં જોયાં, શ્રેણિકથી ગભરાઈ તેણે મુનિના વસ્ત્રાદિ ગ્રહણ કરી લીધાં, તેથી તેને અણગાર દશામાં જોઈ શ્રેણિકે દીક્ષા માટે છોડી દઉં છું, જો તે છોડીશ તો તારો ઘાટ ઘડીશ એમ કહ્યું. નબીરો ઈલાચીકુમાર રૂપાળી નટડી પાછળ પાગલ બન્યો હતો. વારંવાર ખેલ કરવા છતાં રાજા તુષ્ટ ન થવાથી પાંચમી વાર વાંસ પર ચઢ્યો. રાજા ખુશ થાય છે, તે થાક્યો છે, નીચે પડે તો નટકન્યા મને મળે, એમ રાજા, વિચારે છે. પરંતુ રાજમહેલની સામેની હવેલીમાં નવયૌવના શેઠાણી રંગબેરંગી ઝીણાં ઝીણાં વસ્ત્રોમાં સજ્જ થઈને મુનિવરને ગોચરી માટે આમંત્રે છે. મુનિ યુવાન છે, લલાટ ચમકી રહ્યું છે, ચહેરો તેજ મારે છે. લાભ આપવા પધારે છે. મોદકના થાળમાંથી લાભ આપવા આગ્રહપૂર્વક વહોરાવે છે. તેઓ નિર્વિકાર નીચી દષ્ટિ રાખી ઊભા છે. ઇલાચીના જીવનમાં પરિવર્તન થાય છે. મુનિરાજને કોટિ કોટિ વંદન. પોતાને ધિક્કારે છે. પશ્ચાત્તાપ કરે છે. અનિત્ય ભાવનામાં ચઢે છે. એવી ભાવધારાની અભિવૃદ્ધિ થઈ કે તેણે ચાર ઘાતી કર્મોનો ચૂરો કર્યો. વાંસ પર કેવળજ્ઞાન ! દેવો કેવળીનો મહિમા કરવા આવ્યા.
Page #60
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર પ૧ આ ઘટના જોઈ મહારાણી, રાજા અને નટરી પણ કેવળજ્ઞાન પામે છે. ઘાતી કર્મો ની બે દી તુટતાં ત્રણે કેવળી ! ભાવધર્મની પ્રધાનતા પર શાસ્ત્રકારો આ દૃષ્ટાંત આપે છે . વાર ચાર ઉત્તમ આત્માઓ કેવી થઈ મુક્તિપુરીના મહેમાન બને છે ! શ્રી મ.ભદેવના પાદપમથી પુનિત થયેલી અયોધ્યામાં હરિસિંહનું શાસન હતું. પદ્માવતી પટરાણીથી પૃથ્વીચંદ્ર નામના પુત્રની પ્રાપ્તિ થઈ. પુત્ર પહેલેથી વિરાગી હતો. ઠીક થઈ રહેશે, એમ માની આઠ કન્યા સાથે લગ્ન કરાવ્યાં. પૃથ્વીચંદ્ર અગમનિગમના વિચારમાં ચઢે છે. સોળે શણગાર સજી પ્રેમરસથી તરબોળ કરવા પત્નીઓ અવનવા ઉપાયો અજમાવે છે. સિંહાસન પર બેઠેલા હોવા છતાં ર.વવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. તે આત્મધ્યાનમાં મસ્ત છે. ઉદાસીન ભાવમાં આરૂઢ થયા. સંસાર નીરસ લાગે છે. હૃદય વૈરાગ્ય-રંગથી રંગાઈ ગયું છે. પૃથ્વીચંદ્ર રાજ્યારોહણ પછી સમસ્ત પ્રજાને ધર્મમાં મસ્ત કરી દીધી. અલિપ્ત અને નિર્લેપ થઈ રાજ્યની ધુરા વહે છે. સદ્ગુરુના સંયોગની આશા સેવે છે, કેમ કે તેમના સાંનિધ્યમાં આત્મકલ્યાણ કરી શકે. તે દરમ્યાન એક વેપારી આવ્યો. કૌતુકનું વર્ણન કરે છે. ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્ર ગુણસાગરના જીવનપરિવર્તન પર વિચાર કરે છે : - હું ક્યારે મહામોહને જીતી કેવળ લક્ષ્મીને પામીશ? ક્યારે દીક્ષા લઈ ગુરુ સેવા કરીશ? ક્યારે પર્વત પર કે ગિરિગુહામાં કે શૂન્યાગારમાં કાયોત્સર્ગમાં દદાકાર, તલ્લીન થઈશ ? ભાવનારૂપ પવનના વાયરામાં ઘનઘાતી કર્મોનો ચૂરો થયો. રાજ્યસભામાં સિંહાસન પર પૃથ્વીચંદ્રને કેવળજ્ઞાન થાય છે ! કેવળી ભગવંતના મુખથી પૂર્વભવનું વર્ણન સાંભળી રાજારાણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તમામ સ્ત્રીઓ ઉત્તમ ભાવના ભાવે છે. તે ક્ષણે ઘાતી કર્મોનો ચૂરો કરી કેવળજ્ઞાન પળમાં પ્રાપ્ત કરે છે. આ અલૌકિક ઘટનાથી અયોધ્યામાં આ પૂર્વ આનંદની છોળો ઊછળી. ગુણસાગરને લગ્નની ચોરીમાં વિધિ દરમ્યાન કેવળજ્ઞાન ! હસ્તિનાપુરમાં રત્નસંચય નામના મહાન ધર્માત્મા શ્રેષ્ઠીને લક્ષ્મીના અવતાર સમી સુમંગલા નામની પત્ની છે. ગુણના સાગર જેવો પુત્ર થયો. માતાને સ્વપ્નમાં સાગરનું પાન કરવાનું સ્વપ્ન આવ્યું. તેને અનુરૂપ પુત્રનું નામ ગુણસાગર પાડ્યું. યૌવન પ્રાપ્ત થતાં અવનવી વિદ્યા તથા કળાનો સ્વામી બન્યો. એક શ્રીમંતની આઠ કન્યા સાથે લગ્નનું માગું આવ્યું. એકદા રાજમહેલના ઝરૂખામાંથી શ્વેત વસ્ત્રથી સજ્જ મુનિરાજ જોયા. e Only '
Page #61
--------------------------------------------------------------------------
________________ પર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જાતિસ્મરણ જ્ઞાન થયું. લગ્ન કરવા નથી પણ બંધનો ત્યજી ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના છે. દઢનિશ્ચયી પુત્ર છે, તેમ જાણી લગ્નને બીજે દિવસે દીક્ષા લેવા અનુમતિ આપી. આઠે કન્યાના પિતાને વાકેફ કર્યા. પુત્રીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ. લગ્નની સર્વ પ્રક્રિયામાંથી વૈરાગ્યપૂરક અર્થ કાઢ્યો. સાવધાન સાવધાનના પોકારો સાથે સાવધાન થઈ સંવેગ રંગની ઊંચી ભાવનામાં ચઢે છે; સંયમ લઈ પાપોને દૂર કરી, ક્ષપકશ્રેણીએ આરૂઢ થઈ ઘાતી કર્મો તોડી નાંખે છે. કેવળજ્ઞાન થાય છે. કેવળીનો મહોત્સવ ઊજવવા દેવો ઊતરી આવે છે. - આ તરફ પત્નીઓ પણ આવા પતિ માટે મગરૂર બને છે. સમતા રસમાં લીન બનેલા આવા પતિ શું સંસારમાં લેપાય ખરા ! ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે મુક્તિગામી ભરથાર મળ્યો. સર્વ સ્ત્રીઓ ભાવનારસમાં ચઢે છે. અધ્યાત્મ-શિખર ઉપર આરૂઢ થાય છે. ભાવનાના બળે ચૉરીમાં જ સઘળાં કેવળજ્ઞાન પામે છે. આકાશમાં દુદુભિ વાગે છે. લગ્નના મંડપમાં કેવળજ્ઞાન ! મહામહના સામ્રાજ્યમાં કેવળજ્ઞાન ! લોકો મોંમાં આંગળાં નાંખવા લાગ્યા ! રાજગૃહી નગરીમાં સિંહરથ રાજાના સમયનો આ પ્રસંગ છે. મધ્યાહ્ન સમયે બુદ્ધિનિધાન અને લબ્લિનિધાન અષાઢાભૂતિ મુનિવર ગોચરી લેવા પધાર્યા છે. નટકારના આંગણે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો. મઘમધતા સુંદર મોદક વહોરાવ્યા. તેની આસક્તિથી ફરીફરી તે માટે પ્રવેશ કર્યો. કામના છે તેમ જાણી નટકારના ગૃહમાં તેની પુત્રીથી લટ્ટુ બની લપસી પડ્યા. એક વાર તેઓની વ્રતભંગની દશા જોઈ ઘરનો ત્યાગ કરે તે પૂર્વે તેના દ્વારા રાજસભામાં ભરતરાજાનો એક પ્રસંગ હૂબહૂ રજૂ થઈ રહ્યો છે. આનંદવિભોર પ્રેક્ષકો તાલીઓથી વધાવી રહ્યા છે. અરીસાભુવનમાં 500 રાજપુત્રો સાથે અષાઢાભૂતિની વીંટી આંગળીએથી સરી પડતાં ભારતની જેમ અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન થયું. પાંચસો રાજપુત્રોની સાથે અષાઢાભૂતિ પણ કેવળી થાય છે. દેવોએ અર્પણ કરેલો માધુવેશ ગ્રહણ કરે છે. તેથી કહેવાયું છે કે : “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” જ્યારે ગણધર ગૌતમની આંગળી ઝાલી અઈમુત્ત (અતિમુકા) પોતાના ઘેર ગોચરી માટે લઈ આવતો ત્યારે રાજરાણી, શ્રીદેવી તેની મા, હર્ષવિભોર થઈ મુનિનું ભાવભીનું સ્વાગત કરે છે. તેમની સાથે તેના ગુરુ ભગવાન મહાવીરને જોવા જતાં જતાં તેમની ઝોળી ઊંચકી લેવા કહે છે. ગૌતમ કહે છે તેને તે ન અપાય. અમારા જેવા જ તે ઉપાડી શકે. ગૌતમ સાથે મહાવીર જોઈ, તેમની વાણી સાંભળી દીક્ષિત થવા માતા સાથે અનેકાનેક તર્ક-દલીલો કરી છેવટે છે વર્ષની વયે સાધુ બને છે.
Page #62
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર / પ૩ એક વાર વરસાદના પાણીમાં બાળસુલભ ચેષ્ટા રૂપે પોતાનું પાત્ર પાણીમાં પ્રવાહિત કરે છે. અન્ય સ્થવિરો તેનો ઉપહાસ કરે છે. ભગવાન મહાવીર તેઓને કહે છે કે આ હળુકર્મી જીવ એકાવતારી મોક્ષે જશે. અપકાયના જીવોની વિરાધનાથી ઇરિયાવહીના પણગ-દગ, પણગ-દગ પર ધ્યાનસ્થ થઈ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે જ્યારે અન્ય સાધુઓ ત્યાંના ત્યાં જ રહી જાય છે ! આપણે પણ સામાયિકાદિમાં ઇરિયાવહી બોલીએ છીએ પણ હજુ સુધી ઉદ્ધાર થયો નથી! ક્યાં અઈમુત્ત (અતિમુક્ત) અને ક્યાં આપણે? રૌદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. જીવન ધર્મમય ગાળ્યું હોય, પરંતુ રૌદ્રધ્યાન આવે અને તે સમયે આયુષ્ય બંધાઈ જાય તો નરકનું બંધાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહાસંયમી મનોમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડ્યા, અને તે જ વખતે શ્રેણિકરાજાએ મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી. પ્રભુએ કહ્યું કે હમણાં મરે તો સાતમી નરકે જાય, બીજી ક્ષણે દેવદુંદુભિ અને મોક્ષ ! વાત એમ બની કે સમવસરણમાં આવી રહેલા શ્રેણિકના બે સૈનિકો બાળકુંવરને રાજ્ય સોંપી ભગત બનનાર પ્રસન્નચંદ્રની ટીકા કરી રહ્યા હતા. તેના કાકા રાજ્ય ખૂંચવી લેવા તૈયાર છે. આતાપના લઈ રહેલા પ્રસન્નચંદ્ર આ શબ્દો સાંભળી જાય છે. મનોમન એક પછી એક શસ્ત્રો લઈ યુદ્ધ કરે છે. એમ કરતાં મસ્તકનો મુગટ હાથમાં આવી જતાં ખરી સ્થિતિનો ખ્યાલ આવતાં પશ્ચાત્તાપના પાવક અગ્નિમાં દુવિચાર ભસ્મ કરતાં કરતાં ક્ષેપક શ્રેણિએ ચઢે છે. તેથી શ્વે જુદી જુદી નરકો ભગવાન બતાવે છે અને તેટલામાં દેવદુન્દુભિ સંભળાય છે અને તેઓ ઘનઘાતી કર્મો નષ્ટ કરી કેવળી બની જાય છે. ભગવાન મહાવીર સ્વામીના હસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીનાં અગ્રણી ચંદનબાળા સમવસરણમાંથી સૂર્યાસ્ત થતાં પાછાં આવી ગયાં. દેવોના આગમનથી મૃગાવતીને તે ધ્યાનમાં ન રહ્યું. મોડા આવતાં ચંદનબાળાએ ઠપકો આપ્યો. ઠપકો આકરો લાગતાં ભાવનાના ઉચ્ચતમ શિખરે આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ કર્મક્ષય કરતાં મૃગાવતીને કેવળજ્ઞાન થયું. રાત્રિના ગાઢ અંધકારમાં નિદ્રાધીન ચંદનબાળાના હાથ પાસેથી સાપ સરકી રહ્યો હતો. મૃગાવતીએ હાથ ખસેડ્યો. જાગી ગયેલા ચંદનબાળાએ તેમ કરવાનું કારણ પૂછ્યું. ખરી હકીકત જાણતાં કેવળીની આશાતના કરવાના કાર્યની નિંદા કરતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. શીતલાચાર્યના ચાર ભાણેજ શિષ્યોને વંદન માટે મોડું થતાં ઉશ્કેરાઈ તેઓને કહે છે કે હું તમને વંદન કરું? તેઓ કહે છે જેવી તમારી મરજી. ગુસ્સામાં વંદન
Page #63
--------------------------------------------------------------------------
________________ પ૪ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરે છે. તેઓ કહે છે કે આ તો દ્રવ્યવંદન કર્યું. ઘટસ્ફોટ થતાં તેઓ દુ"કની નિંદા કરતાં ક્ષપકશ્રેણિ અને પળમાં કેવળી ! ચાર ભાણેજો મામાને વંદન કરવામાં મોડું થતાં તે પર ચિંતન કરતાં કરતાં આચાર્યની પહેલાં કવળી બની ગયા હોય છે. ચંદ્રાચાર્ય મસ્તકમાં, વાંકું ચાલનાર નવપરિણીત સાધુના પર પ્રહારો કરે છે. ગુરને અસુવિધા થતી જાણી વિચારની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોચી કેવળી બને છે. સીધું હવે કેમ ચલાય છે ? તેના જવાબમાં કહે છે કે આપની કૃપાથી. સફાળા ચંડરુદ્રાચાર્ય અપ્રતિપાતિ જ્ઞાનીની આશાતનાથી દુઃખી થઈ પાતાપ કરી તેઓ પણ કેવળી બને છે. રાજવી માતાપિતાની પુત્રી ભાઈ સાથેનાં લગ્નથી દુ:ખી થઈ, પતિની ઇરછા પ્રમાણે સાધ્વી તરીકે જીવે છે. વૃદ્ધ ગુરુની સેવા-વૈયાવચ્ચ કરનારી પુLચૂલા પ્રતિદિન અર્ણિકાપુત્રને માટે માફક, જોઈએ તેટલી ગોચરી લાગતી હોય છે. એક વાર અર્ણિકાપુત્ર આ કેવી રીતે શક્ય બને છે તે જાણવા પ્રણે પૂછે છે. તમારી કૃપાથી આ શક્ય બને છે. વળી તરીકે તેમને જાણું, 'પોતાને ક્યારે કેવળજ્ઞાન થશે તેમ પૂછયું. પુષ્પચૂલાએ કહ્યું કે નદી તરી પેલે પાર જ સાં. તેઓએ લાવેલી ગોચરી બાજુ પર રાખી નદી પાર કરવા જાય છે. દુષ્ટ વના ભાલાથી વીંધાઈ જાય છે. પાણીમાં પડી રહેલા લોહીનાં ટીપાંથી અપકાયની વિરાધના થતાં ઉચ્ચ ભાવનાના બળ વડે તેઓ પણ કેવળી બને છે, પુષ્પચૂલા કવળી બની ચૂકી છે. - લલિતાંગ મુનિની અદ્વિતીય સિદ્ધિ જેવી કે નદીના પૂરથી બચી જવું, અગ્નિ વચ્ચે હોવા છતાં પણ કશી ઈજા ન થવી, તેવા પ્રસંગોથી ન સ્તિકશિરોમણિ અસંમતે મહાત્મા પ્રત્યે ઈર્ષા, ધર્મ અને ધર્મીનો દ્વેષ અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ કર્યો. આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મોક્ષાદિ પર શ્રદ્ધાન્વિત થઈ તેણે કાયા અને કાયિક સુખાદિની પરાધીનતા ત્યજી, આત્માનું ખરેખરું વીર્ય પ્રગટાવી, અશુભ ભાવના અલગ કરી, શુભ ભાવમાં ચડ્યો, શરીરઆત્માનો ભેદ સમજી, ચિંતનમાં ચિત્ત પરોવી શુભ ભાવે શુક્લ ધ્યાન, ક્ષપકશ્રેણિ મોહનીય આદિ કર્મો, જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો સર્વથા સંહાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનંત લબ્ધિભંડાર' ગણધર ગૌતમ સ્વામીને હજી કેવળજ્ઞાન થયું નથી. પ્રભુની પ્રેરણાથી એક જ દિવસમાં અષ્ટાપદ પર જઈ પૂજા કરે તો કેવળજ્ઞાન પ્રગટે એવું જાણ્યા પછી તે માટેનો પ્રયત્ન કરે છે. માર્ગમાં ૧પ00 તાપસીને અક્ષીણ મહાનસી લબ્ધિ વડે પાત્રમાં અંગૂઠો મૂકી ક્ષીરપાન કરાવે છે. તે પછી
Page #64
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર 55 તેઓમાંના પCCને ક્ષીરપાન કરવાથી, બીજા પાંચસોને સમવસરણના ત્રણ પ્રકાર જોવાથી અને બીજા પાંચસોને જિનવાણી સાંભળતાં કેવળજ્ઞાન થયું. લબ્લિનિધાન ગૌતમ જેના મસ્તક પર હાથ મૂકે તેને કેવળજ્ઞાન થાય. આમ તેના 50,000 શિષ્યોને કેવળજ્ઞાન થયું ! પોતે હજી કોરા જ રહ્યા હતા. જ્યારે આ ૧પ૦ શિષ્યો કેવળીની પર્ષદામાં બેસવા જાય છે ત્યારે ગૌતમ સ્વામી તેઓને ટોકે છે કે સમવસરણમાં કેવળીની સાથે ન બેસાય. ત્યારે ભગવાન કહે છે કે, “હે ગૌતમ, તેઓની લાયકાત ત્યાં બેસવાની છે કેમકે તેઓ કેવળી થયા છે.' આથી ગૌતમ ચોંકી ઊઠે છે તથા પોતાની છબી દશાથી ખિન્ન થાય છે. દેવશર્માને પ્રતિબોધ્યા પછી તેઓ પણ કેવળી થયા. આહાર સંજ્ઞાના ક્ષય માટે ઉગ્ર તપસ્વી દમસાર મુનિશ્રી તીર્થકરને પૂછે છે કે “ચરમશરીર કે હું અચર શરીરી ? મને કેવળજ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે ?' પરિણામની વિશુદ્ધ ધારા ચાલે તો પહોરમાં થાય. પરંતુ માસક્ષમણના પારણે ક્રોધ કષાયનું નિમિત્ત મળતાં તે ગુમાવી દેશો અને કેવળજ્ઞાન દૂર હડસેલાઈ જશે, અને ત્યાર બાદ મળશે. કાયાની મમતા રહી હોવાથી નિર્દોષ આહાર માટે જતાં માર્ગમાં એક ક્ષત્રિય મળ્યો. અપશુકન માની તેને અવળે માર્ગે ચઢાવી દીધા. ક્ષત્રિય પર ગુસ્સો કર્યો. દમસાર મુનિએ ફરીથી સમુત્થાન શ્રુતની લબ્ધિ વડે સમસ્ત પ્રજાને ભયમુક્ત કરી પ્રભુ પાસે માફી માંગી. ઘાતી કર્મોનો ક્ષય કરી પ્રભુના જણાવ્યા પ્રમાણે સાતમે દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું. - રાજર્ષિ કીર્તિધર અને તેમના પુત્ર સુકોશલ બંને ભયાનક વનમાંથી પસાર થતા હતા. એક વિકરાળ વાઘણ સુકોશલ મુનિના શરીર પર કૂદી. ભયંકર પંજા અને વિકરાળ દાંતથી તેમના શરીરને ફાડવા લાગી. સુકોશલ મુનિ શાંત દશામાં છે. હૃદયને પવિત્ર કરી રહ્યા છે. સમતા રસમાં ઝૂમવા લાગ્યા. છેલ્લી હદે પહોંચ્યા અને કેવળજ્ઞાન થયું. બંનેને સમતાના બળે કેવળજ્ઞાન થયું હતું. જ્યારે દકાચાર્યે પરમાત્મા મુનિસુવ્રત સ્વામી પાસે વિહાર માટે આજ્ઞા માગી ત્યારે પ્રભુએ કહ્યું કે ત્યાં તમને અને તમારા સાધુવૃન્દને મરણાંત ઉપસર્ગ થશે. જીંદકાચાર્યે પૂછ્યું, ભગવન્! ભલે ઉપસર્ગ થાય પણ અમે આરાધક કે વિરાધક ? ભગવાનને કહ્યું કે તમારા સિવાય બધા આરાધક થશે. સ્કંદકાચાર્ય પ00. શિષ્યો સાથે વિહાર કરી એવા ઠેકાણે ગયા કે જ્યાં જૈન ધર્મના કટ્ટર પ્રધાને રાજાને
Page #65
--------------------------------------------------------------------------
________________ પદ * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભરમાવી એવું કાવતરું કર્યું કે સ્કંદકાચાર્ય અને તેમના 500 શિષ્યોને ઘાણીમાં પીલવાનું નક્કી થયું. પાપી પાલકે તે પ્રમાણે ઘાણીમાં પીલવાનું શરૂ કર્યું. તેમણે પ્રત્યેક સાધુને અંત સમયની આરાધના કરાવી કે જેથી તેઓ પાપકર્મ લઈને આવેલા, (પરંતુ શુભાનુબંધી એટલે કે વૈરાગ્ય આદિ સદ્બુદ્ધિના સંસ્કારવાળા પાપકર્મ) તેથી શરીર પર રાગ ન રાખ્યો. યંત્રમાં પીલવાની ઘોર વેદના છતાં જ્વલંત વૈરાગ્ય ! સમતા ! ને તેથી ૭માં, ૮મા, ૯મા, ૧૦માં ગુણસ્થાનકે ચઢી તેથી આગળ વધુ ઊંચે ૧૩મે કેવળજ્ઞાન અને ૧૪માના અંતે મોક્ષ પામી ગયા ! તે બધાને આરાધના કરાવનાર સ્કંદકાચાર્યે બાળમુનિની પહેલાં તેમને પીલો એવી માગણી નકારતાં તેઓ રૌદ્ર ધ્યાનમાં સરી પડ્યા અને વિરાધક બન્યા ! પૂર્વજન્મમાં કરેલા તીવ્ર પાપને લીધે સુધાવેદનીય કર્મના તીવ્ર ઉદયથી ભૂખ્યા ન રહી શકનારા કરગડ મુનિ સાંવત્સરિક મહાપર્વના પનોતા દિવસે ઘડો ભરી ચોખા વહોરી લાવ્યા. ચાર મહિનાના ઉપવાસી મહાતપરવી મુનિઓની અમીદ્રષ્ટિથી ભોજનને પવિત્ર કરવા આ અણગારે ભાતનું ભોજન તેમને દેખાડ્યું. આ તપસ્વીઓને કરગડુનું આત્મલધુતાસૂચક વિનય અને નમ્રતાપૂર્ણ શુભ વર્તન નફફટાઈ અને ઉદ્ધતાઈના પ્રદર્શન રૂપે લાગ્યું. તેઓ અણગમો છાનો ન રાખી શક્યા. પાત્રમાં તેઓ ઘૂંક્યા. ભોજનના પાત્રમાં મુનિઓનું થૂક જોઈને કુરગડ નાચી ઊઠ્યા. મારા લૂખા ભાતમાં તેઓએ ઘી નાખ્યું ! મારું દળદર ફીટ્યું. તેઓનું ઘૂંક મહાઔષધિ છે. તેનાથી મારો તીવ્ર સુધાવેદનીયનો રોગ નાબૂદ થઈ જશે. ભાવનાની ધારાએ ચઢેલા કુરગડ, તપસ્વીના તપને હોંશે હોંશે અનુમોદતા ભાત ખાઈ ગયા. કુરગડુએ ઉપશમભાવના વડે કષાયના મેલને કેવો કાઢ્યો હશે જેથી તેમનું હૃદય આવું પારદર્શક બન્યું ! ન કોઈ ક્રોધ, ન કોઈ પ્રતિક્રિયા, ન કોઈ ઠપકો, ઊલટું શાંતિ ! ઘૂંકમાં ધીની કલ્પના કરવા માટે મન કષાયની પીડાથી કેવું મુક્ત જોઈએ અને ગુણાનુરાગ કેવો તીવ્રતમ કક્ષાનો હોવો જોઈએ ! ઘૂંકથી મિશ્રિત ભાત ખાતાં મુનિશ્રેષ્ઠના હૃદયમાં ભાવસૃષ્ટિ સર્જન પામી. ઉપશમભાવનાએ સીમાડાઓ ઉલ્લંઘી, તેઓ ક્ષણાર્ધમાં એક ભવ્ય ભાવના નિકુંજમાં પહોંચ્યા, જ્યાં અનંતલબ્ધિ તેમના ચરણકમળમાં આળોટવા લાગી, વીતરાગદશાએ પહોંચ્યા, અનંતજ્ઞાન-દર્શન-વર્યાદિ તેમની મૂડી બન્યું. શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી. ક્ષમાભાવનાનું શુભ ફળ-આત્મસ્વરૂપનું પ્રાગટ્ય પ્રાપ્ત કર્યું. આથી પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરી રહેલા ચાર મુનિઓને પણ કેવળજ્ઞાન થયું. કુરગડુએ જો ક્રોધ કર્યો હોત તો કેવળજ્ઞાન દૂર રહ્યું હોત ને ?
Page #66
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર છે પ૭ મહાનિશીથમાં આલોચનાની વિધિ બતાવી છે. આયંબિલ, અઠ્ઠમ, આયંબિલ ખમાવવું વગેરે. સાધ્વીઓને આલોચનાની ભયંકરતા લાગી. આલોચના માટે બે અધ્યયનો જોરદાર છે. અનાલોચિત કશું રખાય નહીં, તેવું ભાન થતાં ગુરુ પાસે જઈને પેટ છૂટી વાત કરવાની ભાવના થતાં ગુરુ પાસે જતાં પહેલાં જ કેવળજ્ઞાન ! કેટલીક ગુરુ પાસે જવા ઊભી થઈ; મારું બધું જ પાપ કહી દઉં - પોતાની જાત પર અત્યંત ધૃણા થઈ. દેહની કોટી આસક્તિ અને અનાસક્ત ભાવમાં આગળ કદમ રાખતાં વીતરાગી દશા અને કેવળજ્ઞાન ! મહાનિશીથ પ્રમાણે કેટલીક સાધ્વીઓ હાય ! કેવું મેં અધમ પાપ કર્યું ? ચાલ ગુરુ પાસે આલોચી શુદ્ધિ કરું' એમ વિચારી ગુરુ પાસે ચાલવા લાગી, પહોંચી નથી, ત્યાં રસ્તામાં શુભ ભાવ વિકસતાં કેવળજ્ઞાન ! કેટલીક ગુરુ પાસે આલોચનનિવેદન કરતાં કરતાં કેવળી બની ગયાં ! ત્યારે કેટલીક પ્રાયશ્ચિત્ત યાચતાં, કેટલીક ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સ્વીકારતાં, ભાવવૃદ્ધિમાં કેવળજ્ઞાન પામ્યાં ! કુષ્માપુતચરિયમમાં (કૂર્માપુત્ર ચરિત્ર) કુષ્માપુત્ર માતાપિતાની અનન્યભાવે તલ્લીન થઈ છ મહિના સેવા વૈયાવચ્ચ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સિદ્ધપદની આરાધના કરવાથી હસ્તિપાલ રાજા તીર્થકર થયા હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી ગૌતમ ભગવંત દીક્ષિત થયેલા મામા મહારાજ, સાલમુનિ અને મહાસાલમુનિ જે તેમના પુત્ર હતા તેમને સાથે લઈ ભાણેજ ગાગલી રાજાને પ્રતિબોધિત કરવા ચંપાનગરીમાં પધાર્યા. દેશના સાંભળી વિરક્ત ગાગલીએ પુત્રને રાજ્યભાર સોંપી માતા-પિતા સાથે દીક્ષા લીધી. પાંચેય મુનિવરો સાથે તેઓ ભગવાન પાસે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ પાંચેયને કેવળજ્ઞાન થયું ! બધા ચંપાપુરીમાં આવ્યા. પાંચેય પ્રભુને પ્રદક્ષિણા તથા ગણધર ગૌતમને વંદના કરી કેવલીની પર્ષદામાં બેસી ગયા. તરત :ૌતમે તેઓને કહ્યું : “પ્રભુને વંદન કરો.' પરમાત્માએ કહ્યું : ગૌતમ, કેવળીની આશાતના ન કરો. પાંચેયને માર્ગમાં કેવળજ્ઞાન પ્રગટ્યું છે.' પંદરસો કેવળી તાપસો પણ જ્યારે કેવળી પર્ષદામાં બેસવા જતા હતા ત્યારે ગૌતમ સ્વામીએ તેમને તેમ કરતાં રોક્યા હતા. પરંતુ ભગવાને કેવળીની આશાતના ન કરવા ફરમાવ્યું હતું. આ પ્રસંગે વિગતે સમજીએ. ગૌતમ સ્વામી પોતાના પચાસ હજાર શિષ્યો તથા પંદરસો તાપસ શિષ્યોને કેવળજ્ઞાન થતાં હતાશ થઈ ગયા. તેમને યાદ આવ્યું કે જે વ્યક્તિ સ્વલબ્ધિથી એક દિવસ અષ્ટાપદ પર્વત પર પહોંચી દેવાર્ચના-વંદના કરે તેને કેવળજ્ઞાન થાય. તે વિધિ પાર ઉતારી પુંડરિક અધ્યયનની રચના કરી;
Page #67
--------------------------------------------------------------------------
________________ - 58 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન માર્ગમાં મળેલા પંદરસો તાપસોને દીક્ષિત કરી તેને અશીણ મહાનસી લબ્ધિ વડે ક્ષીરાન્સથી જમાડ્યા પછી, તેમાંના પાંચસો ગુરુના ગુરુ મહાવીર સ્વામી વિષે ખીર વાપરતાં આ પ્રમાણે વિચારે છે : પ્રભુવીર જેવા જગદ્ગુરુ અ પણને મળ્યા. કેવું પરમોચ્ચ સદ્ભાગ્ય ! એવી ભાવના ભાવતાં કેવળજ્ઞાન, બીજા પાંચસોને અષ્ટપ્રાતિહાર્યનું દૂરથી દર્શન કરતાં ક્ષપકશ્રેણિ અને કેવલ્ય પ્રાપ્ત થયું. તથા બાકીના પ00ને દૂરથી પ્રભુનું દર્શન કરતાં જ કૈવલ્ય પ્રાપ્ત થયું. - પરમાત્મા આદિનાથ શત્રુંજય તીર્થની યાત્રા કરી વિહાર કરતા હતા ત્યારે ગણધર પુંડરિક તથા અન્યને રોકાઈ જવાનું કહ્યું, કેમકે તમે તીર્થના પ્રભાવથી કેવળી બનશો. પ્રથમ તીર્થંકર ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી વિમલાચલ પર્વત પર પાંચ કરોડ શિષ્યો સાથે મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. પુંડરિક સ્વામી ચૈત્રી પૂર્ણિમાએ એક મહિનાનું અનશન કરી તીર્થભૂમિમાં કેવળજ્ઞાન પામ્યા. - શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની માન્યતા પ્રમાણે તેમના 45 આગમાં પૈકી ૮મું આગમ અંતગડ દશામાં (અંતકૃત દશા) જેમણે સંસારનો અંત આપ્યો છે તેમને અંતકૃત કહેવાય છે. તેના પ્રથમ વગમાં અન્ધકવૃષ્ણિ રાજાની ધારિણીદેવીના દશ પુત્રોએ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા લઈ બાર ભિક્ષુપ્રતિમા સેવી. ‘ગાગ રતનસંવત્સર' તપ કરી શત્રુંજયગિરિ પર અનશન કરી મોક્ષે ગયાનો અધિકાર છે. બીજા વર્ગોમાં રાજારાણીના અન્ય આઠ પુત્રો વિષે પણ આવો ઉલ્લેખ છે. ત્રીજા વર્ગમાં ગજસુકુમારનો ઉલ્લેખ છે. ચોથા વર્ગમાં દસ યાદવકુમારો જેવા કે : જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસણ, વારિસેણ, પ ન્ન, સંબ, અનિરુદ્ધ, સચ્ચનેમિ અને દઢનેમિનો અધિકાર છે. દસે નેમિનાથ પ સે દીક્ષા લઈ. અંતકૃત કેવળી થઈ શત્રુંજય પર અનશન કરી મોક્ષે ગયા છે. પાંચમાં વગમાં કૃષ્ણની આઠ રાણી (ઉમાવતી, ગોરી, ગાંધારી, લકખણા, સુસીમા, જંબુવઈ, સભામાં, રૂપ્પિણી) અને એના પુત્ર શામ્બની બે પત્ની દીક્ષા લઈ મોક્ષે જાય છે એ અધિકાર છે. છઠ્ઠા વગના ૧૫મા અઝયણમાં બાલમુનિ અતિમુક્તનો અધિકાર છે. તેઓ પણ ગુણરત્નસંવત્સરાદિ તપશ્ચર્યા કરી કેવળી બને છે. ૧૬મા અન્ઝયણમાં રાજા અલખ (અલક્ષ) નેમિનાથ પાસે દીક્ષા લઈ મોક્ષે જાય છે એમ કહ્યું છે. - સાતમા વગમાં શ્રેણિક રાજાની 13 રાણીની વાત આવે છે. આઠમામાં તેની બીજી 10 રાણીનો અધિકાર છે. પહેલી ચાર રાણી અનુક્રમે રત્નાવલી, કનકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિનિષ્ક્રીડિત તપો કરે છે; પાંચમાથી આઠમી સપ્તપ્રમિકા, લધુસર્વતોભદ્રા, મહાસર્વતોભદ્રા અને ભદ્રોત્તર પ્રતિમાનું
Page #68
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર પ૯ અનુક્રમે આરાન કરે છે. નવમી રાણી મુક્તાવલી અને દસમી રાણી આયંબિલ વદ્ધમાણ (બનાસ્ત વર્ધમાન) તપ કરે છે. શિયળને અણિશુદ્ધ રીતે પાળીને નવ નારદો મુક્તિમાં ગયા તેને ઉદેશીને લખ્યું છે કે : 'એક જ શિયળ તણે બળે ગયા મુક્તિ મોઝાર રે.' જેણે પ્રભુનાં દેવદર્શન કર્યા સિવાય મોમાં કશું ન નાખવું તેવું વ્રત-અભિગ્રહ ધારણ કર્યું હતું તેની કસોટીમાં સાત-સાત દિવસ સુધી અણરોક્યો વરસાદ વરસી રહ્યો હતો, તેથી તેને સાત દિવસના ઉપવાસ થયા. ચક્રેશ્વરી દેવી વરદાન આપવા આવ્યા છે. દુનિયાની રિદ્ધિ-સિદ્ધિ આપે તેમ છે; પરંતુ આ ગરીબ નોકર હાથી વેચી ગધેડો ખરીદવા તૈયાર નથી. અરિહંત-ભક્તિ ઉપરાંત વૈરાગ્ય નિસ્પૃહતાદિ ગુણોથી આગળ વધતાં તીર્થકરેપણાનું પુણ્ય ઉપાર્જનારો બન્યા. આ હતો ગરીબ દેવપાલ. ઢોર ચરાવનાર એક સમયનો નોકર માત્ર એક “નમો અરિહંતાણં' પદ પામે છે. તેની રટણા એટલી જોરદાર કે પ્રવૃત્તિ સાથે વૈરાગ્ય-નિસ્પૃહતા તીવ્ર કરી નાખ્યાં. ‘નમો અરિહંતાણં'ની રટણાના બદલામાં કશી દુન્યવી વસ્તુની સ્પૃહા રાખી નહીં. પાણીના પૂરમાં તરી જતાં પેટમાં લાકડાનો ખૂટો પેસી ગયો. સમતાપૂર્વક નમો અરિહંતાણં'ની રટણા ચાલુ રાખી. તેથી ચરમશરીરી મોક્ષગામી થયો. પૂર્વભવના પુણ્યાનુબંધથી આ વ્યક્તિ તે સુદર્શન શેઠ. અભયા રાણીના તહોમતથી સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવાનો હુકમ થયો છે. તેની પત્નીએ અભિભવ કાયોત્સર્ગ ધારણ કર્યું છે. પૂર્વ જન્મમાં સમતાપૂર્વકના નમસ્કાર મહામંત્રના રટણથી શુળીનું સિંહાસન થયું અને તે ભવે ચરમશરીરી કેવળી થયા. ઉપરનાં વિવિધ દષ્ટાન્તોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિઓએ બાર ભાવના જેવી કે અન્યત્વ, એકત્વ અશરણત્વ, અશુચિત્વાદિ ભાવનાથી ભાવિત થયેલા આત્મામાં અસંપ્રજ્ઞાતપણે આત્મતત્ત્વનું આરોપણ કર્યું હતું અને તેના પરિપાકરૂપે આત્મામાં એટલી તીવ્ર ઝણઝણાટી-ગગદતા ક્રિયમાણ બની કે એથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પહોચી ગયા, પછી આત્મનિષ્ઠ, શાન્ત-પ્રશાન્ત બની અનાસક્તભાવ-અસંગયોગ સમતાયોગમાં આરૂઢ થઈ વીતરાગ થવામાં શુક્લધ્યાનના ચાર પાયા અને ત્યાંથી સીધો કૂદકો મારી શૈલેશી સ્થિતિમાં પહોંચી કેવળજ્ઞાન અથવા મોક્ષ, ઝણઝણાટી, ગગદતા અને શુભ ભાવોલ્લાસના ઉછાળા વિનાની માત્ર કોરી અનિત્ય ભાવના ચિંતવી હોત તો આમાંનું કશું પામત નહીં. માપતુષ મુનિએ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી તેથી તેમને ફક્ત બે શબ્દો જેવા કે મા તુષ, મા રુષ પણ કંઠસ્થ થઈ શકતા ન હતા. પરંતુ તેનાથી જેનું નામ માપતુ પડ્યું છે તેમણે કંઠસ્થ કરવાનું ચાલુ રાખ્યું અને એ ભાવનામાં
Page #69
--------------------------------------------------------------------------
________________ 60 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ચઢી જતાં કેવળજ્ઞાન આત્મસાત્ કરી લીધું; કારણ કે તેમણે પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળી આઠ પ્રવચન માતાનું પરિપાલન પરિપૂર્ણ પદ્ધતિએ કર્યું છે. વિજયસેનસૂરિ મહારાજના એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે “પાંચસો સુંદર હાથી ચાલ્યા આવે છે અને તેનો નાયક ભૂંડ છે.' વિનયપૂર્વક શિષ્ય અષ્ટાંગનિમિત્તના સારા જાણકાર ગુરુને તે વિષે પૂછ્યું કે આ સ્વપ્ન શું સૂચવે છે? ગુરુએ કહ્યું કે આજે પાંચસો શિષ્યોથી પરિવરેલા રુદ્રાચાર્ય આવે છે. ગુરુએ કહ્યું કે આ સાધુઓ સુવિદિત છે અને આચાર્ય અભવ્ય છે. આ કેવી રીતે જાણવું ? લઘુશંકાના સ્થાન પર ગુરુએ અંગારા પથરાવી દીધા. લઘુશંકા કરવા ગયેલા શિષ્યોના પગ નીચે કોયલા દબાવવાથી ચું ચું અવાજ થવા લાગ્યો. ‘નક્કી અમારા પગ નીચે ત્રસ જીવો ચંપાયા' એમ માની પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. થોડા સમય પછી રુદ્રાચાર્ય લઘુનીતિ કરવા ઊડ્યા. તેઓ સમજ્યા કે ત્રસ જીવો મારા પગની નીચે ચંપાઈ રહ્યા છે. તેઓ વધારે જોરથી પગ મૂકી બોલ્યા કે “આ કોઈ અરિહંતના જીવો પોકારતા લાગે છે.' સૂરિજીના શિષ્યોએ આ શબ્દો સાંભળ્યા. તેઓને ખાતરી થઈ કે આચાર્ય અભવ્ય છે કેમકે જેમને અરિહંત દેવમાં, તેમના પ્રવચનમાં, તેમનાં પ્રરૂપાયેલાં અહિંસા, સંયમ અને તપની મંગલમયતામાં શ્રદ્ધા નથી તેથી તેમનામાં સમ્યકત્વ કેવી રીતે સંભવી શકે? સવારે શ્રી વિજયસેનસૂરીશ્વરે કહ્યું કે “હે શ્રમણો ! તમારે આ ગુરુ સેવવા લાયક નથી, કેમ કે તેઓ કુગુરુ છે. આ હિતશિક્ષા સાંભળી જેવી રીતે સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેઓએ કુગુરુનો ત્યાગ કર્યો. શુદ્ધ ચારિત્રનું પાલન કરી ક્રમિક રીતે મોક્ષની પ્રાપ્તિ કરી. અંગારમઈક રુદ્રાચાર્યનો જીવ સમ્યક્ત્વના અભાવે સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા કરતો રહેશે ! મોક્ષ મળે પણ તે પળમાં નહીં, પણ ઘણા ભવે તેનું એક ઉદાહરણ જોઈએ. જૈન શાસ્ત્રમાં દેવદ્રવ્ય, ગુરદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય પણ ઉપલક્ષણાથી ભક્ષણ કરનારની હાલત ઘણી કફોડી થાય છે. જેમકે દેવદ્રવ્ય અંગે સાગરશેઠની કથા વિખ્યાત છે. તેમણે દેવદ્રવ્યનો વેપારાદિ માટે ઉપયોગ કર્યો તેથી આલોચના વગર મૃત્યુ પામતાં ઘણા ઘણા ભવો જેવા કે મત્સ્ય, ચોથી નરકે, સાતમી નરકે, શ્વાન, ભૂંડ, ગધેડો, એકેન્દ્રિયના હજારો ભવો, વગેરેમાં જન્મી જિનમંદિરો બંધાવ્યાં, બંધાવેલાંની સારસંભાળ, દેવદ્રવ્યની વૃદ્ધિના ઉપાયો, વગેરેથી લાંબા સમય સુધી સત્કાર્ય કરતાં જિનનામકર્મ બાંધ્યું, પછી ગીતાર્થ ગુરુ પાસે દીક્ષા લઈ, પ્રથમ
Page #70
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર 61 સ્થાનકની આરાધના કરી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષમાં જશે. તેટલીપુર નગરના કનકરથ નામે રાજાને પદ્માવતી નામની સુંદર અને ગુણિયલ પત્ની હતી. તેને તેટલીપુત્ર નામનો મહામાત્ય હતો. ગાદીના મોહને લીધે સંતાનને ખોડખાંપણવાળો કરતો જેથી ગાદી ન મળે. રાણીએ અમાત્યને વિશ્વાસમાં લઈ તેની પત્ની પોટ્ટિલાના પુત્ર સાથે પોતાના મૃત પુત્રની અદલાબદલી કરી; રાજા મરણ પામતાં પોટ્ટિલાના પુત્ર કનકધ્વજને ગાદી સોંપી અને તે પદ્માવતીનો પુત્ર છે તેવો પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. ધીમે ધીમે પોટ્ટિલ્લા પ્રત્યેનો અમાત્યનો પ્રેમ ઓછો થયો. તેથી વિરાગ પામેલી તેણીએ ચારિત્ર ધારણ કર્યું. પતિએ એ શરતે મંજૂરી આપી કે તે જો દેવ થાય તો પ્રતિબોધ કરવો. તેણીએ દેવ થયા બાદ કનકધ્વજ તરફથી અપમાનિત થાય તેવા પ્રસંગો યોજ્યા તેથી હતોત્સાહિત થયેલા તેણે આત્મઘાત કરવા પ્રયત્નો કર્યા જેવા કે ગળા પર તલવાર ફેરવવી, તાલપુટ વિષનું ભક્ષણ, ડાળીએ ગળામાં દોરડું ભેરવી લટકવું, શિલા સાથે પાણીમાં કૂદવું, ચિતામાં પ્રવેશ વગેરે. અંતરિક્ષમાંથી દેવ થયેલી પોટ્ટિલ્લાએ રહસ્ય સમજાવ્યું તેથી તેટલીપુત્ર સંસાર છોડ્યો, સંયમદશા સ્વીકારી, જાતિસ્મરણ જ્ઞાન, ચૌદ પૂર્વોનું સંસ્મરણ; મુનિએ જ્ઞાન, ધ્યાન, તપ, જપ વડે સંયમદશાને ખૂબ અજમાવી અને તેઓ કેવળજ્ઞાન પામી, સિદ્ધ, બુદ્ધ, નિરંજન થયા. શ્રી મહાવીર સ્વામી છબWકાળમાં વિચરતા વિચરતા વૈશાલી નગરીમાં ગયા; ચોમાસા માટે સ્થિર રહ્યા. ત્યાં જીર્ણશેઠે કાલદેવના મંદિરમાં કાઉસગ્નપ્રતિમામાં રહેલા ભગવાનને જોયા. હંમેશાં તેમના દર્શને આવતા, ચાર મહિનાના આકરા તપ કરતા તેમણે ભગવાનને જોયા. પારણા માટે પોતાને ત્યાં આવશે તેવી ધારણા-અભિગ્રહ રાખ્યો હતો. પરંતુ તેઓએ અભિનવ શેઠના ગૃહમાં પ્રવેશ કર્યો. દેવોએ (ભૂક) સોનૈયાની વૃષ્ટિ કરી. જીર્ણશેઠે અભિગ્રહ કર્યો અને ભેરી શબ્દ શ્રવણ થાય ત્યાં સુધી પરિણામ વૃદ્ધિ પામતાં ફળની પરંપરાએ તેનું ફળ છેવટે મોક્ષફળમાં પરિણમ્યું, જ્યારે નવીન શેઠે (અભિનવ શેઠે) ગૃહોચિત અતિથિને દાન આપ્યું, પરંતુ ગુણવાન પ્રત્યે બહુમાન-ભક્તિ-વિનયાદિકનો અભાવ હોવાથી મોક્ષફળની અપેક્ષાએ ઘણું નજીવું વસુધારા વગેરેનું અલ્પ દાનફળ મળ્યું; પરંતુ નિર્વાણફળ ન મળ્યું ! જે નગરીના મધ્યભાગમાં રત્નમય શિખરોથી યુક્ત દેવો વડે જિનેશ્વરોના સ્તૂપોનું નિર્માણ કર્યું છે અને જેનો પ્રભાવ સર્વ દિશાઓમાં પ્રસરેલો છે; એવા
Page #71
--------------------------------------------------------------------------
________________ દર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મથુરા નગરમાં યમુન નામનો રાજા હતા. તે નગરની યમુના નદીના મુખ આગળ દડ નામના અણગાર આતાપના લઈ રહ્યા હતા. યમુન રાત નો વધ કર્યો. કોઈ અજ્ઞાત કારણથી કે પાપોદયથી: તેણે વધ કર્યો તેથી લોકો એ પણ ઢેફાં. ઈટોળાં, ઢેખાણાંનો મોટો ઢગલો કર્યો. સાધુ સમભાવથી વિચારવા લાગ્યા કે મારા પૂર્વકૃત કર્મો જ અત્યારે ઉદયમાં છે; કોઈનો અપરાધ નથી. શુક્લધ્યાન સમુલ્લસિત થતાં કેવળજ્ઞાન પામ્યા. અંતકૃત કેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. દીક્ષા લીધા પછી નાગિલાના પ્રેમપાશમાં આસક્ત બનેલા અને તેના નામનો જપ જપનારા જંબૂસ્વામીના ભવમાં આઠ આઠ નવોઢા સાથે પાણિગ્રહણના પ્રથમ પહોરે વૈરાગ્યની વાણીનો વરસાદ વરસાવનારા જંબુસ્વામીની વાણીના પ્રભાવથી આઠે નવોઢા ને વાર્તાલાપ સાંભળનારા પાંચસો ચોરો તથા પ્રત્યેક પત્નીના માતાપિતા અને પોતે એમ પર 7 જણાનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો. સોળ વર્ષની વયે દીક્ષા અને વીસ વર્ષની વયે કેવળજ્ઞાન. કેમ કે પળમાં પેલે પાર ! 45 આગમોમાં 11 ગણધરોમાંથી વધુ વર્ષો જીવંત રહેલા સુધર્માસ્વામી પોતે જંબુસ્વામીને સંબોધીને સમગ્ર આગમોમાં વિવિધ વિષયોની ગૂંથણી કરે છે. તે બધા આગમોમાં તેઓ બંને વચ્ચેનો સંવાદ હોય છે. કનકશ્રીએ પૂર્વભવમાં ગરીબ બ્રાહ્મણી તરીકે ધર્મચકત.' અને બીજાં તપથી કાયા ઓગાળી નાખી હતી. આટલાં બધાં તપનું ફળ મળી કે નહીં તેવા મિથ્યા વિચારથી બાંધલ પાપથી પછીના કનકશ્રીના ભવે પાપથી દુર્ગતિના કારણ એવા સંસારનો ખપ નથી; એમ માની તે સાધ્વી બની ગઈ અને એવું તે કેવું જીવન જીવ્યા હશે કે એ જ ભવમાં કેવળજ્ઞાન પામી મોટો જાય છે શાસ્ત્રમાં તો એવી વાતો નોંધાયેલી છે કે એક જ દિવસના ચારિત્રથી પણ કેવળજ્ઞાન અને મોક્ષે લઈ જનારું વિમાન ઉપલબ્ધ થાય છે. વળી, શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે શ્રી સિદ્ધગિરિ પર પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી સાથે પાંચ કોડ મુનિ, દ્રાવિડવારિખિલ્લ સાથે દશ ક્રોડ મુનિ, પાંચ પાંડવો સાથે વીસ કોડ મુનિ, શબ-પ્રદ્યુમ્ન સાથે સાડા આઠ ક્રોડ મુનિ મોક્ષે પધાર્યા હતા. તેઓ અણસણ કરી મોક્ષે ગયા. આ બધાએ નેતા ગણધરાદિમાં સ્વાત્મવિલોપન કર્યું, સર્વસત્વ સમર્પિત થઈ ગયા, નેતા તરીકે માનવમાં અહોભાગ્ય, તેમાં સર્વાધિકપણે આશ્રિત-આધીન, અર્પિત બની ગયેલા. પોતાનું અહં તજી ગુરુના આત્માનું પ્રતિબિંબ બની ગયા. જેમ એક ગારુડી મંત્રથી વિવિધ પ્રકારે ચડેલાં વિષ નાબૂદ થઈ જાય, એમ જુદા જુદા આત્માઓનાં વિધવિધ કર્મો પણ ગુર્વાધીનતા, ગુરુસમર્પિતતા, ગુરુ
Page #72
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર છે 63 તન્મયતાના મનથી પમાં આવવા રૂપે એક સમાન ક્ષણનાશ્ય બની ગયા. તેથી શું સિદ્ધિગિરિ માટે કાંકરે કાંકરે સિદ્ધ થયા એમ કહેવાતું હશે ! સુગ્રીવ નામના રમણીય સ્થળની બલભદ્ર નામનો રાજા હતો જેને મૃગાવતી નામની રાણી હતી. રાણીથી બલશ્રી નામનો પુત્ર હતો; પરંતુ તે મૃગાપુત્ર તરીકે ઓળખાતો હતો. સાધુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લેવા ઉદાત થયો. માતા-પિતા સાથે સંસારની અસારતા, તેઓ તરફથી દીક્ષિત જીવનની મુશકેલીભરી કઠિનાઈઓનો સુંદર પ્રત્યુત્તર આપી તે દીક્ષિત થઈ પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, બાહ્યાભ્યતર તપશ્ચર્યામાં ઉદ્યમવંત થઈ મમતા. અહંકાર અને આસક્તિને સમભાવે સહવા લાગ્યા, પછી ધ્યાનના બળથી કષાયોનો નાશ કરી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વિશુદ્ધ ભાવનાથી આત્માને ભાવિત કરી. ચારિત્ર પાળી, પ્રાંત અનસણ કરી શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા. વકલચીરી ભાડાની પડિલેહણ કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તે સ્થિતિ શુદ્ધ તદાકાર, તન્મય, તગતચિત્ત, તગતલક્ષાદિ યુક્ત ધ્યાનની પરમોચ્ચ કક્ષાનું પરિણામ હતું. તેણે ઉપકરણોની ઉપર લાગેલી ધૂળ દૂર કરતાં, પ્રમાર્જતા કમરેજનું પણ છે. માજન કરી કેવલ્ય પ્રાપ્ત કર્યું. શ્રેણિક રાજા વ્યસની અને માંસાહારી હતા. કોણિક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની રાણી ચેલ્લણાને તેનાં આંતરડાં ખાવાનો દોહદ થયો. અભયકુમારે યુક્તિથી તે દોહદ પૂરો કરાવ્યો. માતાએ બાળકને ઉકરડે નંખાવ્યો. કૂકડા દ્વારા તેની આંગળીઓ કરડી ખવાઈ. તેમાંથી નીકળતું પરુ તથા લોહી શ્રેણિક ચૂસી જતા તથા અલગ રીતે તેને ઉછેર્યો. અનાથમુનિના સમાગમથી જીવનમાં પરિવર્તન આવ્યું. ક્ષાયિક સમકિતી થયા. શ્રેણિકને જેલમાં પૂરીને કોણિક પ્રતિદિન સો ફટકા મરાવતો. સમતાપૂર્વક અરિહંત અરિહંત' બોલી તેઓ સહી લેતા. જેને બચાવ્યો છે તે કોણિક ખુલ્લી તલવારે શ્રેણિકને મારવા આવે છે ત્યારે આંતરધ્યાનમાં ચઢી જતાં પ્રથમ નરકે જાય છે. પરંતુ સમકિત ગુમાવ્યું ન હોવાથી આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થશે. મગધાધિપતિ રાજા શ્રેણિક ચટક રાજાની સુશીલ અને ધર્મપ્રિય પુત્રી વેલણાને પરણ્યા હતા અને જેણે પ્રૌઢ અવસ્થામાં પતિ શ્રેણિકને મહાવીરના ચરણે લાવી મહાવીરના ભક્ત બનાવ્યા તથા તેમની આજ્ઞાને અક્ષરશ: માનવા લાગ્યા ચારિત્ર લઈ ન શકવાનો વસવસો એટલો તીવ્ર હતો કે જેના પરિણામ રૂપે પ્રથમ તીર્થકર આવતી ચોવીસીમાં થશે. ક્ષાયિક સમકિતી બનેલા શ્રેણિક લાખ રૂપિયા ખર્ચી નેપાળની કામળી ખરીદી શકતા નથી; અને તે પણ પ્રાણપ્રિય પ્રિયા ચલણા માટે ! પરંતુ, મહાવીર
Page #73
--------------------------------------------------------------------------
________________ 64 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સ્વામીના આગમનના સમાચાર આપનારને શરીર પરનાં આભૂષણો ન્યોચ્છાવર કરી દે છે ! તથા પ્રતિદિન પ્રભુભક્તિ માટે દરરોજ નવા નવા 108 સોનાના જવારાનો સાથિયો કરે છે. આ બધાથી પુણ્યાનુબંધી પુણ્ય તથા તીર્થકર નામકર્મ નિકાચિત કરી દે છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે બ્રાહ્મણકુંડ નગરમાં સમોવસર્યા ત્યારે ઋષભદત્ત અને દેવાનંદ બ્રાહ્મણકુળસંપન્ન ધર્મપત્ની સાથે પાંચ અભિગમપૂર્વક સમવસરણમાં આવે છે. દેવાનંદા પણ હાથ જોડી ભગવાનને વંદે છે. આનંદના અતિરેકથી રોમ વિકસિત થયા. શરીર ફૂલવા લાગ્યું, કંચુકીનું બંધન તૂટવા લાગ્યું, વયઃ પરિપાક થયે છતે સ્તનમાંથી દૂધધારા છૂટી પડી. આથી ઇન્દ્રભૂતિને તથા પરિષદને નવાઈ લાગી. વંદન કરી ગણધર ઇન્દ્રભૂતિએ પૂછ્યું, “હે ભગવાન ! આ લીલા શી છે ?' હે ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. મને જોઈ હર્ષ સમાતો નથી તેનું આ પરિણામ છે. દેવાનંદ બ્રાહ્મણી આર્યા ચંદનબાળા પાસે દીક્ષિત થયા, મુંડિત થયા, શિક્ષિત થયા, અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, નાનીમોટી ઘણી તપશ્ચર્યા કરી, સર્વકર્મોના ક્ષયપૂર્વક કેવળજ્ઞાન મેળવી મોક્ષપદના અધિકારી બને છે. (ભગવતી સૂત્ર શતક 9; ઉદ્દેશક-૩૩) બાહુ અને સુબાહુ મુનિઓ ભક્તિ તથા વૈયાવચ્ચ કરવામાં પ્રથમ પંક્તિના ભદ્રિક જીવો હતા. પીઠ અને મહાપીઠ મુનિઓ, અનુત્તર વિમાનમાં જનારા છતાં ઈર્ષા, માયા-અભિમાન ઊઠતાં તેમની વૈયાવચ્ચની પ્રશંસા સહન ન કરી શકતા ગુણસ્થાનકથી નીચે ઊતરી ગયા, પરંતુ બ્રાહ્મી અને સુંદરી થઈને ઉત્કૃષ્ટ આરાધના થકી મોક્ષે જનારા જીવ હતા. અભયકુમાર પાસેથી શ્રી આદિનાથની રત્નોની પ્રતિમાથી પ્રતિબોધિત થયેલા આન્દ્રકુમારને પૂર્વભવ યાદ આવ્યા. પૂર્વભવમાં તે સામયિક નામથી પ્રસિદ્ધ હતો. બંધુમતી તેની પત્ની હતી. સુસ્થિતાચાર્ય પાસે બંને દીક્ષા લે છે. એક નગરમાં પતિ-પત્ની પૂર્વના જે સાધુસાધ્વી થયાં છે તે સાથે મળે છે. તે સાધ્વીને ભોગ ભોગવવા જણાવે છે. બીજ જઈશ તો પણ મારો છેડો છોડશે નહિ તેથી અનશન કરી દેહનો અંત લાવે છે. આથી સાધુ પણ અનશન કરી દેહ ત્યજે છે. શુભ ધ્યાને મૃત્યુ પામી દેવ બને છે. ત્યાંથી ચ્યવી અનાર્યદેશમાં આદ્રકુમાર તરીકે જન્મે છે. મિત્ર અભયકુમારને મળવા ખાનગી રીતે વહાણમાં બેસી રાજગૃહી પહોંચે છે. પ્રતિમા પાછી મોકલી દીધી; સાધુનો વેશ લઈ સામાયિક ગ્રહણ કર્યું.
Page #74
--------------------------------------------------------------------------
________________ પળમાં પેલે પાર 65 ત્યાં આકાશવાણી થઈ કે ભોગાવલી કર્મો બાકી છે. નિકાચિત કર્મો ભોગવ્યા વિના ક્ષય પામે નહિ માટે દીક્ષા છોડી દો. આદ્રકુમાર છતાં પણ એક સ્થળે કાઉસગ ધ્યાનમાં હોય છે ત્યારે નાની વયની કુમારિકા બંધુમતી રમતાં રમતાં મુનિના પગ પકડી તે મારો વર છે એમ મનથી વરે છે. દેવવાણી થઈ. તે યોગ્ય વર વર્યો છે. સોળ વર્ષની થતાં સાધુને વરી છે તેમ જણાવી મુનિને ઓળખવા માટે વંદન કરતાં મુનિને ઓળખી કાઢે છે. સ્ત્રીહત્યાનું પાપ લાગશે એમ કહી તેની સાથે લગ્ન થાય છે. પુત્ર પિતાને સુતરના બાર તાંતણાથી બાંધે છે. બાર વર્ષ પછી ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે. ભગવાનના સમવસરણમાં ધર્મની નિર્મળ આરાધના કરી, ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. શુકપરિવ્રાજક મિથ્યાધર્મી પરિવ્રાજક હતો. તે એક હજાર ચેલાઓનો મુખિયો હતો. તેના ઉપદેશથી એનો જ ભક્ત સુદર્શન શેઠ થાવાપુત્ર આચાર્યના ઉપદેશથી ચુસ્ત સમ્યકત્વી, બાર વ્રતધારી બનેલો. શુક કહે છે કે તને કોણે ભોળવ્યો? મને તેની પાસે લઈ જા. જો મને સમજાવી શકે તો હું તેનો શિષ્ય થઈ જાઉં. શુક કહે છે તમે સ્નાન કરતા નથી. શૌચ પવિત્રતા તો ધર્મનો પાયો છે. પ્રત્યુત્તરમાં થાવસ્ત્રાપુત્ર આચાર્યને કહે છે કે લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીથી સાફ થાય? એમ હિંસાથી ખરડાયેલો આત્મા શું હિંસાથી પવિત્ર થાય? શુક પરિવ્રાજકને તેથી ધર્મસ્યાખ્યાત ભાવના જાગી. ત્યારબાદ હજાર શિષ્યો સાથે જૈન ધર્મમાં કહેલ સર્વવિરતિ ચારિત્ર સ્વીકારી ક્રમશઃ આચાર્યની પાસે ગચ્છાચાર્ય બની શ્રી સિદ્ધિગિરિ પર અનશન કરી ભાવનામાં આગળ વધતાં અહોભાવની પરાકાષ્ઠાએ પહોંચી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. હૃષ્ટપુષ્ટ સાંઢને ઘરડો, શિથિલ, ર્જરિત થયેલો જોઈને કરકંડુ રાજા પરિણતિ થતાં જીવન સાર્થક કરે છે. તેવા આત્માઓને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જૈન કથાસાહિત્યમાં સમરાદિત્ય કેવળીચરિત્ર ઘણી પ્રસિદ્ધ કથા છે. સમરાઈ કહા તરીકે પ્રાકૃતમાં તે આલેખાઈ છે. ગુણસેન અને અગ્નિશર્મા રાજપુત્ર અને પુરોહિત પુત્ર તરીકે અનુક્રમે છે. ગુણસેને કરેલી મશ્કરી, ઉપહાસ વગેરેથી અગ્નિશર્મા કંટાળી તાપસ બન્યો હોય છે તેની સાથે પિતા-પુત્ર, મા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની વગેરે સંબંધો નવ નવ ભવ સુધી રાખે છે. દેવ અને નરકના ભવો ગણીએ તો સત્તર ભવોનું વૈર હતું. સમરાદિત્યના ભવમાં જેનો નવમો ભવ છે તે ગિરિસેન સમરાદિત્યને જીવતો સળગાવી દે છે. ગુણસેનનો જીવ દરેક મૃત્યુ પછી દેવગતિ પામે છે. - સમરાદિત્ય આમ વિચારે છે કે આ શરીરે ક્યાં ઓછાં પાપો કર્યા છે? જૈન-૫
Page #75
--------------------------------------------------------------------------
________________ દર જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેના ફળ માટે શા માટે નાસીપાસ થવું જોઈએ? આમ સમભાવે સળગવાનું કષ્ટ સમભાવે સહન કરતાં એકત્વ અને પૃથકત્વની મીમાંસા કરતા મુનિ સમરાદિત્ય દેહાધ્યાસ ભૂલ્યા : સમરસમાં અગ્નિની જ્વાળાઓ ચિચિયારીઓ ન પડાવી શકી પણ કર્મને બાળી કૈવલ્ય અપાવ્યું. પ્રમાદના કારણે થયેલું વૈરબીજ જન્મોજન્મ કેવી રીતે દુઃખ આપે છે અને સમતાના અંકુર જીવનને કેવી રીતે પુનિત બનાવે છે તે સમરાદિત્ય કેવળીચરિત્રનું રહસ્ય છે. નમિ રાજર્ષિ પણ કંકણો દૂર થતાં એકત્વ ભાવના ભાવતાં કરકંડુની જેમ પ્રત્યેક બુદ્ધ થયા. - પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરના શિષ્યરાન પૂ. મુનિશ્રી રત્નપ્રભાવિજયજી દ્વારા સંપાદિત “પ્રજ્ઞાનો સોનેરી પ્રકાશ યાને મંત્રીશ્વર અભયકુમાર' વીર સંવત ૨પ૦૭ પુસ્તક પૃષ્ઠ 388-89 પર લખ્યા મુજબ અભયકુમાર દીક્ષા લેવા કટિબદ્ધ થાય છે ત્યારે તેનાં માતા નંદા પણ સંસારની અસારતા સમજી સમજુ શ્રેણિક પાસે તે માટે અનુમતિ માંગી દેવે દીધલાં દિવ્ય વસ્ત્રો હલ્લ-વિહલને આપી, સંયમપથ આદર્યો. પ્રભુએ પ્રવ્રજ્યા આપી, મહત્તરા સાધ્વીને સોંપી, પાપકર્મો ખપાવતી, ઉત્તમ ચારિત્ર પાળતી, એક, બે, ત્રણથી વધારે માસખમણ કરતી, 11 સૂત્રોનો અભ્યાસ કરી, ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ પુસ્તકના પૃષ્ઠ 389, ૩૯૪થી જાણવા મળે છે કે અભયકુમારને નિર્મળ ચારિત્ર પાળતાં પાંચ વર્ષનાં વહાણાં વહી ગયાં. અંતિમ કાળ જાણી ભગવાનની આજ્ઞા માગી અનશણ કરે છે. ચાર શરણા, દુકૃત્યોની નિંદા, સુકૃત્યોની અનુમોદના, સર્વ જીવોને ખમાવી, તીર્થકરને વંદના, પંચ પરમેષ્ઠિ મંત્ર હૈયામાં વસાવી, શુદ્ધ ધ્યાનમાં કાળધર્મ પામી 33 સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનવાસી દેવ બની, ત્યાંથી શ્રાવક કુળમાં જન્મી સર્વવિરતિ આદરી અનંત અવ્યાબાધ નિરૂપમ અનંત ગુણાત્મક સિદ્ધિપદ પામશે. અભયકુમારની બુદ્ધિની આશંસા દિવાળીના શુભ દિવસે વેપાર કરનારા સેવે છે. અનંતાનંત પગલપરાવર્તમાં ભટકતો જીવ ક્યારે મોક્ષ મેળવશે તે જાણી શકાતું નથી, પરંતુ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં તેમના સમવસરણમાં જનારો શ્રેણિકનો સુપુત્ર અભય મોક્ષગામી થશે તેથી ઉપરનો પ્રસંગ લિપિબદ્ધ કર્યો છે.
Page #76
--------------------------------------------------------------------------
________________ મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના પ્રવાહમાં વ્યતીત થઈ કાલકવલિત થઈ ચૂકી છે, થશે. તેમાં ત્રીજા-ચોથા આરામાં તીર્થકરો થતા હોય છે. તેઓને પણ નિગોદમાંથી બહાર નીકળી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ઉત્ક્રાંતિનાં શિખરો સર કરી સકામ નિર્જરા કરી સંસારમાં ભટકતાં ભટકતાં જે કાશ્મણ રજકણો આત્માના પ્રદેશમાં સંલગ્ન થઈ ગઈ છે; તેનો તીવ્રતમ પુરુષાર્થ કરી, ચરમશરીરી જીવો ક્ષાયિક સમકિતી મેળવી યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ વગેરે કારણો તથા અંતરાકરણ દ્વારા ઉપશમકે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરી 1314 ગુણસ્થાનકે આરૂઢ થઈ મોક્ષગામી બને છે. ત્યાર બાદ શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો સાધી તે આ ક્રમે ૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં કાયનિરોધના પ્રારંભથી શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર શરૂ થાય છે. મન-વચન-કાયાના ત્રણે યોગો ઉપર નિષ્ક્રિયતા લાવી શૈલેશી દશામાં કર્મક્ષયની પ્રક્રિયા કરી ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે સર્વ કર્મોનો ક્ષય કરી, આત્માને કોઈ કર્મ બાકી ન રહેતાં કેવળી બને છે. “સભ્ય જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ' એ સૂત્રને ચરિતાર્થ કરે છે. કેવળી બનવા માટે ચરમશરીરી હોવું જેટલું આવશ્યક છે તેટલું વજૂઋષભનારાચસંઘયણ, ઘાતી ચાર કર્મોનો સર્વાંશે ક્ષય કે તેની સાથે સંલગ્ન ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય થાય તે જરૂરી છે; તેને ભોગવ્યા પછી કેવળી બની મોક્ષે જવાય છે. સામાન્ય રીતે તીર્થંકર થનાર ભવ્ય જીવો તીર્થંકર બને તેના પૂર્વના ત્રીજા ભવે 20 સ્થાનકની કે તેમાંથી ગમે તે એક સ્થાનકની સુંદર, સચોટ રામારાધના કરે ત્યારે તે જીવ તીર્થકર બનવા માટેનું કર્મ નિકાચિત કરે છે; તેવા જીવો ચરમશરીરી તથા સમચતુરગ્ન સંસ્થાનવાળા હોય છે; અસંગ કે અનાસંગ યોગ સાધી મોક્ષગામી થાય છે. મનુષ્યગતિમાં જ મોક્ષ મળી શકે છે. તે સંગ્નિ પંચેન્દ્રિય ભવ્યજીવોના નસીબમાં હોય છે, કેમ કે અભવ્ય, દુર્ભવ્ય, જાતિ ભવ્યાદિ જીવો ક્યારેય પણ તે પદ પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા નથી. વિંધ્યા સ્ત્રી હોવા છતાં પણ, તેને પુત્રજનનની સામગ્રી મળવા છતાં પણ ગર્ભ ધારણ કરવાની એનામાં યોગ્યતા નથી હોતી; એમ અભવ્ય જીવને સામગ્રી મળે તો
Page #77
--------------------------------------------------------------------------
________________ 68 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પણ મોક્ષ પામવાની યોગ્યતા નથી હોતી; જ્યારે ભવ્યમાં તે હોય છે છતાં બધા જ ભવ્ય મોક્ષ પામવાના છે એવું પણ નથી, કેમ કે કેટલાય ભવ્યોને તેની સામગ્રી મળવાની જ નથી. દા. ત. પવિત્ર વિધવા સ્ત્રીમાં પુત્રજન્મની યોગ્યતા હોઈ શકે છતાં સામગ્રીના અભાવે પુત્રજન્મ કરવાની નથી. તેથી જે જીવ ભવ્ય છે, યોગ્યતા છે, છતાં કદી મોક્ષ પામવાના નથી તે જાતિભવ્ય કહેવાય. આ રીતે જીવોના ત્રણ વિભાગ થાય : ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય. સિદ્ધિગમન એટલે સિદ્ધિ નામના પર્યાયમાં પરિણમવાને યોગ્ય ભવ્ય કહેવાય. તેથી સિદ્ધિ પરિણમવાની યોગ્યતા તે ભવ્યત્વ. ઉપર્યુક્ત વિવેચન કર્યા પછી તીર્થકરોની ગુણાનુવાદ કે અનુમોદના કરી આગળ વધીએ. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના હર તીર્થકરોને ભાવભીની ભક્તિસભર વંદના સ્તવનાદિ કરીએ. તિજ્યપહત્તસ્મરણ”ના 15 કર્મભૂમિના 170 તીર્થકરો જે ભગવાન અજિતનાથના સમયમાં થયેલા તેમજ વર્તમાનકાળના મહાવિદેહ ક્ષેત્રના 20 વિહરમાન સીમંધરસ્વામી - યુગમંધરાદિ તીર્થકરોને પણ વંદના... વંદના કરવાથી વિનીતભાવનું બાહુલ્ય તથા નીચગોત્રાદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે. પૂજ્ય વીરવિજયજી મહારાજ કહે છે : સુલાસાદિક નવ જણને, જિનપદ દીધું રે !' ભવિષ્યમાં થનારા તીર્થકરો જેવા કે શ્રીકૃષ્ણ કે જેઓ સાતમી નરકમાંથી ભગવાન નેમિનાથના સાધુસમુદાયને ભક્તિપૂર્વક અપૂર્વ વંદના કરવાથી ત્રીજી નરકમાંથી આગામી ઉત્સર્પિણીમાં ૧૨મા અમલ તીર્થંકર થશે તેને કેમ ભુલાય? બધાનો ઉલ્લેખ ન કરતાં શ્રી ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન નવ ભદ્રિક જીવો જે તીર્થકરો થશે તે દષ્ટિપથ પર લાવીએ : (1) શ્રેણિક મહારાજા જેઓ અત્યારે મૃગલીની હત્યાના આનંદાતિરેકથી પ્રથમ નરકમાં છે; અને જેમને સુશ્રાવિક ચેલણાએ મિથ્યાત્વીમાંથી ક્ષાયિક સમકિતી બનાવ્યા તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. શ્રેણિક પુત્રના પ્રત્યેક ચાબખા વખતે જેમના મુખમાંથી “વીર, વીર' એવા શબ્દો નીકળતા, જેઓ વીરમય બની ગયેલા તેઓ મહાવીર સ્વામીની જેમ સાત ફૂટની કાયાવાળા, 72 વર્ષના આયુષ્યવાળા, ભારતમાં મહાવીરની ભૂમિમાં વિચરનારા થશે. તેમને મહાવીર કેટલા વહાલા હશે કે આ પ્રમાણેની સામ્યતા ! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી માર્ગસ્થ બનેલા પરમાહત કુમારપાળ તેમના પ્રથમ ગણધર થશે. (2) બીજા તીર્થંકર સુરદેવ તે ભગવાન મહાવીરના સંસારી કાકા
Page #78
--------------------------------------------------------------------------
________________ મહાવીરસ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો * 69 સુપાર્શ્વનાથનો જીવ થશે. શ્રી ભગવતીસૂત્ર'માં તેમનો પુષ્કલી એ નામથી ઉલ્લેખ કરાયો છે. (3) ત્રીજા તીર્થકર શ્રેણિકરાજાના પૌત્ર, કોણિકના પુત્ર, જેમનો પૌષધશાળામાં વિનયરત્ન નામના અભવ્ય સાધુથી ઘાત થયો હતો તે ઉદયનો (ઉદાયી) જીવ સુપાર્થ થશે. (4) ચોથા તીર્થંકર સ્વયંપ્રભ તે પોટ્ટિલ મુનિનો જીવ છે. (5) પાંચમા તીર્થંકર સર્વાનુભૂતિ જે દઢાયુ શ્રાવકનો જીવ છે. (6) સાતમા તીર્થંકર ઉદય તે શંખ (શતક) શ્રાવકનો જીવ છે. (7) દશમા તીર્થંકર શતકીર્તિ તે શતકનો જીવ છે. મહાશતકને 13 પત્નીઓ હતી. રેવતીએ ૧રને સળગાવી દીધી હતી. ત્યાર પછી પતિને ભોગ માટે આમંત્રે છે. તેઓ નકારી કાઢે છે ત્યારે એક વાર પૌષધમાં હતા ત્યારે ઝેર આપે છે તે જાણી તેને જણાવે છે કે સાતમે દિવસે તું નરકમાં જશે. ક્યાં આ રેવતી અને ક્યાં મહાવીર સ્વામીને ગોશાલાએ મૂકેલી તેજલેશ્યાથી ગરમીની પીડાને દૂર કરવા બીજોરા પાક વહોરાવનારી રેવતી ! તેના દ્વારા રોગને શાંત કર્યો હતો. (8) પંદરમા તીર્થંકર નિર્મમ તે સુલસા, રથકાર નાગરથની સુલક્ષણાપત્ની હતી. આ સુલસાને ભગવાન મહાવીર સ્વામીએ અંબડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યો હતો. અંબડ તેના સમકિતથી આશ્ચર્યાવિત થયો હતો. (9) સત્તરમા તીર્થકર સમાધિ નામે થશે તે રેવતી શ્રાવિકાનો જીવ જાણવો. ભગવાનના દેડમાં થયેલી વ્યાધિ શાંત કરવા બીજોરા પાક વહોરાવ્યો હતો. વળી, ઉપરના નોંધેલાં નામો દિપાવલિકા કલ્પમાં આપેલાં છે. અનંતાનંત પુગલ પરાવર્તકાળમાં અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ કાળના પ્રવાહમાં વ્યતીત થઈ ચૂકી છે, થશે તેમાં થનારા તીર્થકરાદિ ભદ્રિક જીવોને ભક્તિસભર ભાવભરી ભૂરિ ભૂરિ ભાવભીની અવનત શીર્ષ પાદવંદના કરી મોક્ષ ગયેલા સિદ્ધાત્માઓની ગુણાનુવાદપુરઃસર સ્તુતિ કરી તેમાંથી ઉત્પન્ન થનારા પુણ્યાનુબંધી પુણ્યના આપણે સૌ ભાગીદાર શું ન થઈ શકીએ? જગચિંતામણિ ચૈત્યવંદનમાં અઠ્ઠાવયસઠવિય... ચઉવિસંપિ જિણવર... કમ્મભૂમિહિ કમ્મભૂમિહિ... અવર વિદેહિ તિસ્થયરા ચિહુ દિસિ વિદિસિ જિકવિ તીઆણગયસંપઈમ્ વંદું જિણ સલૅવિ. 15 અબજ ઉપર જિનબિંબોને વંદનાની વાત અહીં કરી છે. તેવી રીતે જયવીયરાય (પ્રાર્થના સૂત્રોમાં લખ્યા પ્રમાણે વારિજ્જઈ જઈવિ
Page #79
--------------------------------------------------------------------------
________________ છે જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નિઆણ બંધણું વીયરાય ! તુહ સમયે; તહવિ મમ હુજ્જ સેવા ભવે ભવે તુચ્છ ચલણાણું. છેલ્લે : - જિને ભક્તિર્જિને ભક્તિર્જિને ભક્તિદિને દિને સદા મે અસ્તુ સદા મે અસ્તુ સદા મે અસ્તુ ભવભવે સિદ્ધો ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોનો નાશ કરી સિદ્ધશિલામાં બિરાજે છે; જ્યારે તીર્થકરો ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેળવજ્ઞાન પ્રાપ્ત કરી “સવિ જીવ કરું શાસન-રસી' ચરિતાર્થ કરી આયુષ્ય કર્મનો શેપ ભોગવટો કરી ઉપદેશ આપી મૃત્યુ બાદ સિદ્ધગતિ મેળવે છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં કહ્યું છે : સિદ્ધાંણે બુદ્ધાણં, પારગયાણં પરંપરગયાણ લોઅગમુવગયાણ, નમો સવ્યસિદ્ધાણં પરંપરાએ એટલે 14 ગુણસ્થાનની શ્રેણીને ક્રમબદ્ધ રીતે ચઢીને સિદ્ધપદ મેળવે છે. અહીં પણ આ ગાથામાં સર્વ સિદ્ધોને નમસ્કાર કરાય છે. નમસ્કારનો અચિંત્ય મહિમા છે તેથી ઉપરના સૂત્રની ત્રીજી ગાથામાં સ્પષ્ટ લખ્યું છે કે : ઇકોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વર્ધમાણમ્સ સંસારસાગરાઓ, તારેઈ નર વ નારિ વા એક જ નમસ્કારથી સંસારસાગર તરી જવા માટે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ પછીનો સામર્થ્યયોગ કારણભૂત છે. આ સામર્થ્ય યોગ વજુષભનારાચસંઘયણવાળાને જ સુલભ છે, જે ચરમશરીર ભવ્ય જીવોને સુલભ છે. ૩વસ દરમ્ સ્તોત્રમાં લખ્યું છે કે :- “ટ્ટિકો ટૂર વંતો સુન્ન પISનો'વિ વહુનો દો " આગમસાહિત્યમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમ ગણધરને વારંવાર સમજાવે છે કે પ્રણામ ભાવસભરતાનું અત્યધિક ફળ છે, કારણ કે તે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરે છે. તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપરાંત તેના સંસ્કાર અનુબંધી વૃદ્ધિ પામતા રહે છે. તેથી પંચદસકમ્મ ભૂમિસુ ઉપ્પનું સત્તરિ જિણાણ સય... સવ્વામરપૂઈએ વંદે, વળી કલ્યાણ મંદિર સ્તોત્રની ગાથામાં લખ્યું છે : ત્વદ્ધિમ્બનિર્મલમુખાબુજ બદ્ધલક્ષા, યે સંસ્તવં તવ રચયન્તિ પ્રભાસ્વરાઃ સ્વર્ગસંપદો ભુક્વા તે વિગતિમલ નિચયા, અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત (43-44) તેથી નમામિ નિચ્ચે તિજગપ્પહાણં ભત્તીઈ વંદે, ઉપસર્ગા યાન્તિ... મન પ્રસન્ન તામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. વંદનાદિથી ભાવવિભોર બનેલું આપણું હૃદય તેથી વારંવાર જંકિંચિ, જેઅ અઈસા સિદ્ધાં, જાવંતિ ચેઈઆઈ, પાતાલે યોનિ બિબાનિ, સકલતીર્થતંદું વગેરે યાદ કરી વિરમે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________ મહાવીર સ્વામીના સમકાલીન શ્રેણિક આદિ નવ ભાવિ તીર્થકરો - 71 ભગવાન મહાવીરસ્વામીના સમયના જે નવ ભવ્ય જીવો આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર થશે તેમાં આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર તથા ભાવિ પ્રથમ તીર્થંકર પદ્મનાભ (શ્રેણિક મહારાજ) તે બંનેમાં નિમ્નલિખિત આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓનું સામ્ય છે : (1) મહાવીર-પદ્મનાભની દેશનામાં સામ્યત્વ (2) વિહારભૂમિ ક્ષેત્રસ્પર્શનામાં સમાનતા (3) સંપત્તિમાં સામ્યત્વ :- 11 ગણધરો, 9 ગણો (બંનેને) (4) બંનેની વયમાં સમાનતા, બંને 72 વર્ષના (5) મહાવીરના સમકાલીન નવ તીર્થંકર થશે; પદ્મનાભના નવ અણગારો જેવાં કે પઉમ, પઉમગુમ્મ, લિણ, ણલિણગમ્મ, પીપદ્ધય, ધણુદ્ધય, કણરહ, અને ભરહ થશે. - ઠાણાંગ, અ. 9, સૂત્ર 625 ઠાણાંગ અ. 9, સૂત્ર 693 પ્રમાણે કૃષ્ણાદિ ભાવિ તીર્થકરો ચતુર્યામ ધર્મોપદેશ કરે છે. વળી ઠાણાંગ અ. 4, સૂત્ર 286 પ્રમાણે મધ્યના 22 તીર્થકરો તથા મહાવિદેહના તીર્થકરો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. સમ. સૂ. ૧૫૮માં આગામી ઉત્સર્પિણીના ર૪ તીર્થકરોનાં નામો, તેઓના પૂર્વ ભવનાં નામો, આ 24 તીર્થકરોનાં 24 માતાપિતા, 24 પ્રથમ શિષ્યો, 24 પ્રથમ શિષ્યાઓ, 24 ભિક્ષાદાતાઓ તથા 24 ચૈત્યવૃક્ષો હશે. ઠાણાંગ અ. 9, સૂ. દ૯૩માં જણાવ્યા પ્રમાણે અવસર્પિણીના અંતિમ તીર્થકર ભગવાન મહાવીર અને ઉત્સર્પિણીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના સિદ્ધાંતોમાં સામ્ય છે, જેમ કે એક જ આરંભસ્થાન, બે બંધનો, ત્રણ દંડ, ચાર કષાયો, પાંચ કામગુણો, છ જીવનિકાય, સાત ભયસ્થાનો, આઠ બ્રહ્મચર્યગુપ્તિ, ભોજન વિષે, પાંચ મહાવ્રતો, પાંચ અણુવ્રતો, સાત શિક્ષાવ્રતો, બાર શ્રાવકધર્મો, શાતર પિંડ, રાજપિંડનો પ્રતિષેધ. આ રીતે આશ્ચર્યકારી અને આહુલાદકારી બંનેનું આવું સામ્ય નોંધપાત્ર તથા વિચારણીય છે ને ! વંદન-નમસ્કારાદિથી કર્મોનો ક્ષયોપશમ થાય છે તેથી અંતમાં નોંધીએ કે - અનંતચોવિશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવળધર મુગતે ગયા, વંદું બે કર જોડ.
Page #81
--------------------------------------------------------------------------
________________ ચારની ચોકડી મનુષ્યાદિના જીવનમાં શુભાશુભ લેશ્યાઓ દ્વારા થતાં અધ્યવસાયો મરણોત્તર ભાવિ જીવનના નિર્દેશક બને છે. તીવ્રતર આર્તધ્યાન તથા તીવ્રતમ રૌદ્રધ્યાન નરકગતિનાં કારણો ગણાવી શકાય. ભાવનાનું અદ્વિતીય બળ છે તેથી તો દઢપ્રહારી, વંકચૂલ, ચિલાતીપુત્રે નકરમાં જાય તેવાં દૂર કર્યા, પણ એમનો આયુષ્યનો બંધ પડેલો નહિ એટલે નિમિત્ત મળતાં પાપનો બંધ તોડી આત્મકલ્યાણ કર્યું. આ સંદર્ભમાં કેટલાંક દષ્ટાંતો અને તેમાં રહેલું તત્ત્વ સમજીએ. રસ્તે ચાલનારની આંગળીઓ કાપી, તેનો હાર બનાવી પહેરતો હતો તેથી તેનું નામ અંગુલિમાળ પડ્યું. ભગવાન બુદ્ધનો સમાગમ થતાં તેના જીવનની તાસીર બદલાઈ ગઈ. હિંસાનું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી અહિંસકનું જીવન જીવી કલ્યાણ સાધ્યું. જીવનમાં પલટો ખાવાનો પ્રસંગ સંયતિરાજા માટે હતો. શિકાર કરેલો મૃગ મુનિનાં ચરણમાં પડ્યો. મુનિના મૃગનું મૃત્યુ થશે તો કોપાયમાન મુનિથી કરોડો લોકો ભસ્મીભૂત થઈ જશે. તેથી વંદન કરી મુનિની માફી માંગી. મુનિએ કહ્યું : “હે રાજન, અભયો પWિવા તુમ્ભ, અભયદાયા ભવાહિ.” પાપથી ખરડાયેલા જીવનને અહિંસામય બનાવ. તેમના એક વચને તે હિંસક મટી અહિંસક બન્યો, ભોગી મટી યોગી બન્યો. કેવો પ્રતાપ અહિંસાનો ! ખૂનીમાંથી મુનિ બન્યા. યજ્ઞની પૂજા કરવા નગર બહાર ગયેલા અર્જુનમાળી અને તેની પત્ની બંધુમતીને જોઈ છ જણાની ટોળી તોફાને ચઢી. બંધુમતીનું અનેરું સૌંદર્ય જોઈ કામાતુર થયેલા તેઓએ પતિને બાંધી પત્ની સાથે ભોગ ભોગવવા લાગ્યા. અર્જુનમાળી યક્ષને કહે છે અમારી પૂજા વ્યર્થ ગઈ, તું સાચો દેવ નથી, પથ્થર લાગે છે. તેથી કોપાયમાન થયેલા યક્ષે ભારે ગદા ઉપાડી છ જણા તથા પત્નીનો નાશ કર્યો. સાતનો ઘાટ ઘડ્યો. આ રીતે તે મહિનાઓ સુધી એક સ્ત્રી તથા છ પુરુષોની હત્યા કરવા લાગ્યો, તેથી જ્યાં સુધી સાતની હત્યા ન થાય ત્યાં સુધી નગરના દરવાજા બંધ રહેતા. ભગવાન મહાવીરની રાજગૃહીમાં પધરામણી થતાં ભગવાનનો ભક્ત સુદર્શનનગરના લોકોની મના છતાં કાર્ય સાધયામિ યા દેહં પાતયામિ' સૂત્રને ચરિતાર્થ કરવા વગર હથિયારે જવા લાગ્યો. ભગવાનનું નામસ્મરણ કરતો તેની પાસે પહોંચ્યો. શેઠે અરિહંતાદિ ચારનું શરણ સ્વીકાર્યું, ધ્યાનસ્થ થઈ ગયા.
Page #82
--------------------------------------------------------------------------
________________ ચારની ચોકડી 73 પંચપરમેષ્ઠિની શક્તિથી ગદા થંભી ગઈ, જમીન પર તે પટકાઈ ગયો. નિસ્તેજ, નિશ્ચન્ટ, નિષ્ઠાભ થઈ ભગવાનના ભક્ત આગળ નમી ગયો. તેણે ભગવાન પાસે દીક્ષાની માંગણી કરી. ભગવાને તે સ્વીકારી. હવે તે મુનિ અર્જુનમાળી થયો. ઘોર તપશ્ચર્યા આદરી. છઠ્ઠના પારણે તેઓ છઠ્ઠ કરવા લાગ્યા. ગોચરી માટે તેઓ નગરમાં જતા ત્યારે લોકો કડવાં વેણ સંભળાવે છે, ગાળો દે છે, ઘૂંકે છે, ઈટ, પથ્થર, લાકડીનો પ્રહાર કરે છે, હત્યારો કહે છે વગેરે વગેરે. ભગવાનની વાણીના અમીપાન પછી પાપને ખાળવા સમતાભાવ રાખી પરીષહો છ મહિના સુધી સહન કરે છે. અપૂર્વ સમતા કેળવી પાપનો તીવ્ર પશ્ચાત્તાપ કરી કેવળજ્ઞાન મેળવીને નિર્વાણ પામે છે. આવો પાપાત્મા પણ જન્મમાં કરેલી આરધનાના બળે ચાર શરણાનું અનન્યભાવે શરણું લેવાથી, ભગવાનની ભક્તિ રૂપી નામસ્મરણના રટણથી તથા તીવ્ર પશ્ચાત્તાપથી શું મેળવી શકાય તે આ પ્રસંગથી સમજી શકાય છે. ચિલાતીપુત્રનો જન્મ રાજગૃહીમાં એક ગરીબ દાસીના પેટે થયો હતો. એક શેઠને ત્યાં તે મોટો થયો. પરચૂરણ ઘરકામ તથા બાળકોને તે રમાડતો. શેઠને ચાર પુત્ર પર એક પુત્રી. દર્શન માત્રથી તે સુખ ઉપજાવતી હતી તેથી તેનું નામ સુષમા રાખ્યું. રમાડતાં રમાડતાં સુષમા જ ચિલાતીનું જીવન બની ગઈ. પૂર્વ જન્મના લેણાદેણીથી તે બંને અહીં ભેગા થયા હતા. નારાજ બનેલા શેઠે તેને કાઢી મૂક્યો. તેનો જીવ સુષમામાં ભરાઈ રહ્યો. ત્યાર પછી બે ઠેકાણે નોકરીમાં ચિત્ત ન ચોંટતાં તે જુગારી બન્યો અને તે દ્વારા આનુષંગિક દુર્ગુણો જેવા કે ચોરી, મદ્યપાન, વેશ્યાગમન અને મારફાડ કરતો થઈ ગયો. તે ચોરપલ્લીમાં પહોંચ્યો અને તેના સાહસ, નિર્દયતા અને ક્રૂરતાથી પલ્લીપતિનો કૃપાપાત્ર બન્યો. તેથી તે ચોરી, ધાડ પાડવી, લૂંટફાટ, ખૂન કરતો થઈ ગયો. તેણે એક વાર સારી તૈયારી કરી સાર્થવાહને ત્યાં ધાડ પાડી. સાથીદારોના હાથમાં પુષ્કળ માલ આવ્યો. તે હજી સુષમાને ભૂલ્યો ન હતો. સુષમાને શોધી તેનું હરણ કરી તે ભાગી નીકળ્યો. ધન્ય સાર્થવાહે જાણ્યું કે પુષ્કળ માલ સાથે સુષમાને ઉપાડી ગયો છે તેથી તેનો પીછો કર્યો. તેણે જાણ્યું કે શેઠ સુષમા માટે જ પીછો કરે છે તેથી તલવારના એક ઝાટકે સુષમાનું માથું ઉડાવી, ધડ ત્યાં રહેવા દઈ ભાગ્યો. સાર્થવાહ પોતાની પુત્રીની કરપીણ હત્યા થયેલી જોઈ કલ્પાંત કરી પાછો ફર્યો. તે આગળ વધ્યો. જંગલમાં જાનવરોના ચિત્કારથી તે ડર્યો નહિ. ભૂખ-તરસ લાગવાથી તેણે એક વૃક્ષ નીચે સાધુ જોયા. ત્યાં જઈ તેમને ધર્મ સંભળાવવા વિનંતિ કરી; નહીં તો સુષમા જેવા હાલ કરીશ. મહાપુરુષો ધમકીથી ડરતા નથી હોતા. ચારણલબ્ધિ પ્રાપ્ત કરેલા આ સાધુ ઉચ્ચકોટિના હતા. તેમણે ત્રણ શબ્દો જેવા કે ઉપશમ, વિવેક,
Page #83
--------------------------------------------------------------------------
________________ 74 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સંવર વડે સંબોધન કર્યું અને પોતાની લબ્ધિ વડે આકાશમાં ગમન કરી ગયા. ચિલાતીપુત્ર તે શબ્દો પર વિચાર કરે છે. વિમર્શ કરતાં કરતાં વિચાર્યું કે સાધુ શક્તિશાળી, ચમત્કારી હતા. તેમની વાત મગજમાં ઠસી ગઈ. રિાતન-મનનથી તેમના ઉપદેશનો મર્મ સમજ્યો. જ્ઞાન બહારથી નથી આવતું. તે અંદરથી પ્રગટે છે. તેમાં ચિંતન-મનન નિમિત્ત બને છે. તે હવે સમજ્યો કે ઉપશમ એટલે ઉપશમવું, શાંત પડવું, ક્રોધ છોડી દેવો. ક્રોધના પ્રતીકરૂપ તલવાર તેણે ફેંકી દીધી. વિવેક પર વિચાર કરતાં સ્વજનોનો, તન, ધનાદિનો મોહ છોડ્યો. મોહનું કારણ સુષમાનું મસ્તક ફેકી દીધું. ત્રીજા સંવર પદ પર વિચાર કરતાં સમજાયું કે ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિઓ રોકવી. તેથી મનને રોકવા શાંત થઈ, સ્થિર ચિત્તે ઊભો રહ્યો. સંવર દ્વારા સાધુતા આવી. તે ભાવસાધુ બન્યો. શુભ કર્મના ઉદયે જંગલમાં મંગલકારી સાધુનાં દર્શન થયાં, ઉપદેશના વચન પર શ્રદ્ધા થઈ, જે સમજાયું તે અમલમાં મૂક્યું, પરિણતિ થઈ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે : ચત્તારિ પરમંગાણિ, દુલ્લાહાણીહ જંતુણો માણુંસાં સુઈ સદ્ધા, સંજમંમ્મિય વીરિય ભાવસાધુની કોટીમાં પહોંચી ગયેલો ચિલાતી ધ્યાનમાં મગ્ન છે, તેનો દેહ તાજા લોહીથી ખરડાયેલો છે, તેની ગંધથી વનકીડીઓ તેના શરીર પર ચઢી ચટકા ભરવા લાગી. એક ચટકે ઊંચાનીચા થઈ જવાય. અહીં સંકડો કીડીનું વિશાળ સૈન્ય છે. ઉપશમનું રહસ્ય સમજેલો તેણે કીડી પર ક્રોધ ન કર્યો, વિવેકથી શરીરની મમતા ન રાખી, સંવરના રહસ્યથી દુઃખનો પ્રતિકાર ન કર્યો. કીડીનો ઉપદ્રવ ઘડી બે ઘડીનો નહીં, પણ પૂરા અઢી દિવસ ચાલ્યો. પરીષહ સમતાપૂર્વક સહ્યો. જ્યારે તેણે દેહ છોડ્યો ત્યારે ચિત્તમાં શાંતિ હતી, સમતા હતી, સમાધિ હતી. સ્વર્ગે સિધાવી તે દૈવી સુખ ભોગવવા લાગ્યો. મનુષ્યના જીવનમાં કેવું પરિવર્તન આવે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. જે નિશાન કદાપિ ચૂકી ન જાય, લક્ષ્યને બરાબર પેલી પાર મોકલી દે, તેવો બ્રાહ્મણ પુત્ર દઢપ્રહારી ખરાબ સોબતથી જુગારાદિ વ્યસનો આત્મસાત્ કરી લે છે; રાજા દ્વારા દેશનિકાલ કરાયો. તે સમયના રિવાજ પ્રમાણે મોઢે મેશ ચોપડી ખાસડાનો હાર પહેરાવી ગધેડે બેસાડી નગર બહાર લઈ જતા. તેને ચોરોએ અટવીમાં પકડ્યો. માણસ પારખુ તેમના ચોર રાજા સમક્ષ હાજર ર્યો, કામનો છે તેમ જાણી તેને ટોળીમાં દાખલ કર્યો. તે મોટી મોટી ચોરી કરતો, મોટી ધાડ પાડતો, સામનો કરનારનું તલવારથી ડોકું ધડથી છૂટું કરતો. તેણે એક વાર સાથીઓ સાથે એક નગરમાં બેફામ લૂંટ ચલાવી. એક
Page #84
--------------------------------------------------------------------------
________________ ચારની ચોકડી - 75 ચોરે કોઈ ગરીબ બ્રાહ્મણના ઘરમાં ભીખ માંગેલી. ક્ષીર પીરસી છોકરી આરોગતાં હતાં ત્યાં તે પહોંચ્યો અને ક્ષીર ભરેલું વાસણ લઈ લીધું. આ સહન ન થવાથી ભોગળ લઈ બ્રાહ્મણે સામનો કર્યો. દઢપ્રહારી ત્યાં આવી પહોંચી. તલવારના એક જ ઘાએ બ્રાહ્મણનું ડોકું ઉડાવી દીધું. તેથી આંગણામાં સામનો કરી રહેલી ગાયનો પણ શિરચ્છેદ કરી નાખ્યો. બંનેના વધથી બ્રાહ્મણી ખૂબ ઉશ્કેરાઈ, ગાળો દેતી તેને મારવા દોડી. ત્યાં દઢપ્રહારીએ તેના પેટમાં તલવાર ખોસી દીધી. તે પેટમાં રહેલા ગર્ભ સાથે ભૂમિ પર તૂટી પડી, ગર્ભનો લોચો પણ બહાર આવી ગયો. આ આકસ્મિક દશ્યથી દઢપ્રહારીનું હૈયું હચમચી ગયું. મેં આ શું કરી નાખ્યું ? એક સાથે ચારની હત્યા ! અને તે પણ નિર્દોષ ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને બાળક ! મારા જેવો પાપી, અધમ, નીચ, દુષ્ટ, નિર્દય હત્યારો કોણ હોઈ શકે ? નગર છોડી દીધું. પેલું કરુણાજનક દશ્ય વારંવાર નજર સમક્ષ તરવરવા લાગ્યું. પોતાના દુષ્ટ, પાપી કૃત્યની નિંદા કરવા સાથે પશ્ચાત્તાપનાં અશ્રુ ટપટપ ટપકવા લાગ્યાં તે હવે આગળ વધે છે. અરણ્યમાં એક ધ્યાનસ્થ મુનિને જોયા. તેમનાં ચરણ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મુનિએ કહ્યું, “હે મહાનુભાવ ! તું શાંત થા. આટલો શોક-સંતાપ શા માટે ?' તેણે કહ્યું : “હે પ્રભુ! હું અધમ, નીચ, ક્રૂર હત્યારો છું. નજીવા કારણસર મેં ચારની હત્યા કરી છે. મારું શું થશે ? મને બચાવો, મારું રક્ષણ કરો.' મુનિએ કહ્યું કે “થઈ ગયેલી ભૂલ માટે સાચા હૃદયની માફી, તીવ્ર પશ્ચાત્તાપ તથા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો ધારણ કરીશ તો તું પવિત્ર થઈ મુક્ત થઈ જશે.” મુનિના વચનથી મનનું સમાધાન થયું. તેણે પાંચ મહાવ્રતો ધારણ કર્યા. એવો અભિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી આ ચાર હત્યાનું મને સ્મરણ થાય ત્યાં સુધી અન્નપાણીનો ત્યાગ, લૂંટેલા નગરજનો તેને જોઈ બોલવા લાગ્યા : “આ ઢોંગી છે, ધુતારો છે. તેની પૂજા ખાસડાથી થવી જોઈએ. તેના પર ઈટ, ધૂળ, પથ્થરનો વરસાદ વરસાવ્યો. તે જરાપણ ચલાયમાન ન થયો. તેના નાક સુધી ઈટાદિનો ઢગલો થયો. આ પ્રમાણે તે નગરના ચારે દરવાજે આ પરીષહ સહન કરવા લાગ્યો. આ ઘોર તપશ્ચર્યાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ અને અપૂર્વ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભરોસરની સક્ઝાય જે રાઈપ્રતિક્રમણમાં આવે છે તેમાં ઉપર જણાવેલા ચારમાંથી બેનો ઉલ્લેખ આમ કરાયો છે : ધનો ઈલાઈપુરો ચિલાઈપુરો અ બાહુમુખી; પભવો વિહુકુમારો, અદ્રકુમારો દઢપ્પહારી અ.
Page #85
--------------------------------------------------------------------------
________________ 76 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉપરના ચાર પ્રસંગોના સમાપનમાં જૈનદર્શનનું તત્ત્વ આ રીતે છે. પાપી કરતાં પાપની ધૃણા, તિરસ્કાર, ભર્સના, નિંદા, ગહદિ કરવાનું સૂચવ્યું છે. પાપી તો દયાને પાત્ર છે, કેમ કે વ્યક્તિ પાપનુબંધી પુણ્યથી પાપ કરે છે. સાચા હૃદયથી પશ્ચાત્તાપપૂર્વક પાપની નિંદા ગહદિ કરે, પરિણતિ થાય તેવાં અનુષ્ઠાનો કરે, અકરણનિયમ અંગિકાર કરે તો મહાપાપી પણ જીવન જીતી મોક્ષ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેનાં જવલંત ઉદાહરણો અંગુલિમાળ, અર્જુન માળી, ચિલાતીપુત્ર, દઢપ્રહારાદિ ગણાવી શકાય. જૈનદર્શન કહે છે કે પાપ કરે તે પાપી કહેવાય તેવો એકાન્તિક નિયમ ઘડી ન શકાય. પાપ કર્યા પછી જેના હૃદયમાં આંતરિક તીવ્રતમ પશ્ચાત્તાપ થાય, તે ખરી રીતે પાપી નથી પરંતુ ધર્મી છે. માનવમાં પણ છેલ્લા મૃત્યુ સમયે પણ જે વ્યક્તિ જીવનનાં સઘળાં પાપોનું આલોચના, ગહદિ સહિત પ્રાયશ્ચિત્ત કરે છે તે વ્યક્તિ પાપાત્મા નથી, પરંતુ ધર્માત્મા છે. કેટલું સુંદર આશ્વાસન ! આ વિચારસરણી જીવનને ઊર્ધ્વગતિ બનાવવા શું પૂરતી નથી? આના દષ્ટાંત તરીકે પોતાની મેળે ભગવાન મહાવીરનો શિષ્ય થઈ બેઠેલો ગોશાલો છે. અસંખ્ય અઘટિત કાર્યો પછી જેની પાસેથી તેજોવેશ્યા શીખ્યો તેના પર જ તેનો પ્રયોગ ! પરંતુ, મૃત્યુ પહેલાં જે તીવ્ર આલોચના, ગહ, પશ્ચાત્તાપ કર્યા તેના પરિપાક રૂપે એક વખત તો તે બારમા દેવલોક સુધી જઈ શક્યો ને ? હવે જીવનમાં પરિવર્તન લાવનારા જીવન તરફ વળીએ. એક વખતનો ધાડપાડુ જયતાક ગૂર્જરેશ્વર કુમારપાલ બન્યો. શિષ્યો સાથે આવનાર જૈનાચાર્ય યશોભદ્રસૂરિના ધર્મબોધથી જ ને ! નોકર તરીકે શેઠ પાસેથી ભેટ મળેલી પાંચ કોડીનાં અઢાર પુષ્પોથી જિનપૂજા કરનારે ઊછળતા ભાવોલ્લાસ સાથે પ્રભુભક્તિ કરી તેથી અઢાર દેશોનો માલિક થયો અને પછી પ્રથમ તીર્થંકર પદ્મનાભના તે કુમારપાળ રાજા પ્રથમ ગણધર થશે. કુમારપાળ આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શક્યા ? પૂર્વભવમાં માત્ર પાંચ કોડીના ફૂલથી જે ભાવોલ્લાસ તથા તલ્લીનતાથી પ્રભુપૂજા કરી હતી તેના ગુણાકારના પરિપાક રૂપે કુમારપાળ જાહોજલાલી મેળવી શક્યા, પુણ્યાનુબંધી પુણ્યથી મેળવેલી રિદ્ધિ-સિદ્ધિનો ગુણાકાર થાય તેવી રીતે વાપરી. તેઓ મંગળપાઠથી જાગતા, નમસ્કાર મંત્રનો જાપ કરતા, દાંત બત્રીસ છે માટે વીતરાગસ્તોત્ર અને યોગશાસ્ત્રના બત્રીસ પ્રકાશોનું સ્વાધ્યાયરૂપ ભાવભંજન કરતા. જિનમંદિરે દર્શન, ચૈત્યવંદન, કુમારવિહારની પરિપાટી કરતા. ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને જમતા. સાંજે ઘરદેરાસરમાં અંગરરચના, આરતી, પ્રભુભક્તિ કરતા. રાત્રે મહાપુરુષોના જીવન વિષે ચિંતન કરતા સૂઈ જતા.
Page #86
--------------------------------------------------------------------------
________________ ચારની ચોકડી 77 આઠમ-ચૌદસે એકાસણું તથા સવાર-સાંજ સામાયિકમાં મૌન રાખતા. કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને સંપૂર્ણતઃ સમર્પિત ગૂર્જરેશ્વર કુમારપાળ રોજ ચતુરંગિણી સેના સાથે સંપૂર્ણ ઠાઠથી નીકળતા અને માર્ગમાં સંખ્યાબંધ કરોડપતિઓ જોડાતા. જે મંદિરે પૂજા કરતા તે છ– કરોડ સોનામહોરના વ્યયથી બંધાવ્યું હતું જે “ત્રિભુવનપાળ વિહાર' તરીકે જગજાહેર બન્યું. ઉપર ટાંકેલાં ઉદાહરણોના નિષ્કર્ષરૂપે કહી શકાય કે સાચા દિલનો પશ્ચાત્તાપ તથા ગુરુ સમક્ષ કરેલી આલોચના અને તેમણે આપેલું પ્રાયશ્ચિત્ત કરાય તો ભવ્ય જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે. પરંતુ રાજકન્યા લક્ષ્મણા ચોરીમાં વિધવા બની અને ત્યાર પછી જેણે સંસારસુખને તિલાંજલિ દઈ સાધ્વી બન્યા પછી ચલાચકલીનું મૈથુન જોઈ તીર્થકરના વચન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરી માયાશલ્ય હૃદયમાં રાખી ગુરુ સમક્ષ પોતાના પાપને પ્રદર્શિત ન કર્યું. પછી આવું પાપ કોઈ કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે તે જાણી ગુરુએ બતાવેલા પ્રાયશ્ચિત્તથી ઘણું વધારે પ્રાયશ્ચિત્ત પચાસ વર્ષો સુધી કર્યા કર્યું તેમાં આયંબિલ, એકાસણા, ઉપવાસ, છઠ્ઠના પારણે છઠ્ઠી કરી માયા રાખી તેથી તે 80 ચોવીસી સુધી સંસારમાં રખડી; આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં મુક્ત થશે. આથી ઊલટું સ્થૂલભદ્ર બાર બાર વર્ષો સુધી કોશાને ત્યાં રહી પરિણતિ થતાં જે રીતે કામ સાધી લીધું તેથી 84 ચોવીસી સુધી તેમનું નામ અમર કરી ગયા. સંક્ષેપમાં જૈન તત્ત્વજ્ઞાનની દષ્ટિમાં પાપ કરે તે પાપી નહીં; જો તે તેના માટે ખરેખરો પશ્ચાત્તાપ કરી પરિણતિ તથા અકરણનિયમ અખત્યાર કરે, 84 લાખ યોનિ કે 24 દંડકમાં ભટકનારા જીવો કર્મને લીધે સંસાર-અટવીમાં ભમ્યા કરે છે. 14 રાજલોકમાં બેની જ સત્તા ચાલે છે. એક કર્મની અને બીજી ધર્મની. કર્મની સત્તા કરતાં ધર્મસત્તા પ્રબળ છે. ઉપરનાં ઉદાહરણોમાં ભયંકર ક્રૂરતા, ઘાતકી કાર્ય કરનારા જીવોએ કર્મ તો કર્યા પણ પરિણતિ થતાં જે અકરણનિયમ પકડ્યો અને તેથી કરેલાં કર્મોને નેસ્તનાબૂદ કરવા માટે ધર્મશાસ્ત્રનો જે ઉપયોગ કર્યો તેથી કૂર કર્મો કાપી સંસારનો અંત લાવવા સુધીની કક્ષા સુધી પહોંચી આત્મકલ્યાણ સાધી લીધું. સંક્ષેપમાં લખાણમાંથી નવનીત કાઢવું હોય તો આટલું નિશ્ચિત કહી શકાય કે ખરા દિલથી કરેલો પશ્ચાત્તાપ કે કરેલું પ્રાયશ્ચિત્ત અપૂર્વકરણ સુધી જીવને લઈ જાય છે અને તે દ્વારા પ્રાપ્ત થનાર અપૂર્વ સામર્થ્ય અને ઉલ્લાસના બળે પાપી જીવ પણ કરેલાં ક્રૂર કર્મોને બાળી કર્મવિહીન કક્ષા સુધી પહોંચી શકે છે. કૂર, ઘાતકી, હિંસક કૃત્યકલાપો કરનારા પ્રાયશ્ચિત્તાદિથી પરિશુદ્ધ થઈ કલ્યાણ સાથે
Page #87
--------------------------------------------------------------------------
________________ 78 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. પરંતુ પાપનો પરિતાપ ન કરતાં રાજીપો રાખે તો તે વ્યક્તિ નરકગામી બને છે. મહાશતકને તેર પત્નીઓ હતી, તેમાંની એક રેવતી હતી. તેને બાર શોક્યો હતી. રેવતી તેમાંથી છનો શસ્ત્ર વડે વાત કરે છે અને બીજી છને ઝેર આપી મારી નાંખે છે. તદુપરાંત પૌષધવ્રતમાં રહેલા પતિનું કાસળ કાઢી નાંખે છે તેથી તે નરકે જાય છે. આવી બીજી સ્ત્રી તે સૂર્યકાન્તા રાણી છે. તે પોતાના એક સમયના પ્રાણપ્રિય પતિને પણ ઝેર આપી દે છે તથા પ્રેમ કરવાનો ડોળ કરતી હોય તેમ ઝેર આપ્યા છતાં પણ ત્વરિત મૃત્યુ લાવવા પોતાનો છૂટો કેશકલાપ તેના ગળે વીંટાળી દઈ ટૂંપો દઈ મારી નાખે છે. આ બંને સ્ત્રીઓનાં કેવાં હીચકારાં કૃત્યો !
Page #88
--------------------------------------------------------------------------
________________ 10 અસારે ખલુ સંસારે...' અસારે ખલુ સંસારે સારી સારંગલોચના' આચાર્યભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરનારને જોઈને એક વાર વ્યાખ્યાન દરમ્યાન ઉપરનું વાક્ય ઉચ્ચાર્યું. તેથી નારાજ થયેલા બે ભાઈઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં કહ્યું કે : “યસ્યા: કુક્ષિસમુત્પન્ના: વસ્તુપાલ ભવાદશા' આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યક્ત કર્યો. કહેવાનું તાત્પર્ય એ હતું કે અસાર એવા સંસારમાં તીર્થકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્ર, હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવા મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્ત્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની, જેઠાણી, દેરાણી વગેરે જેવા કેવા ભાવો ભજવે છે તે જોઈએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે; પરંતુ માનું સુખ ઉદ્વિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તેણી અસંતુષ્ટ છે. માની ખાતર મામી મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઈ સાડાનવ પૂર્વોનો અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભક્તિ ! તેવી જ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભક્તિ. જ્ઞાનામૃત ભોજન કહેવાયું હોવા છતાં પણ સાંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે; વિભંગ જ્ઞાન ગણાય છે, કેમ કે તે સમ્યગદર્શન કે સમકિત વગરનું છે. નવગ્રેવકે પહોંચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવગેયક સુધી પહોંચી શકાય તથા ચૌદ પૂર્વોનો અભ્યાસ પણ હોય, પરંતુ જો તેની સાથે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું છાણમાં લીંપણ સમાન છે. આર્યરક્ષિતની મા આ સમજતી હતી તેથી પુત્રના શાસ્ત્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્યપથ બતાવ્યો કે તું
Page #89
--------------------------------------------------------------------------
________________ - - 80 * જૈન ધર્મનાં સ્વાધ્યાય સુમન આત્માની વિદ્યા ભણ અને તે માટે તેને મામી મહારાજ પાસે જવાનું થયું. ત્યાં તેણે સાડાનવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભક્તિ સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે “ચરણકરણ વિધ્ધહીણો બુaઈ સુબહુપિ જાણંતો' અને “પઢમં નાણું તઓ દયા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર થયા તેમની બે પત્નીઓના ભરત-બાહુબલી જેવાં 108 સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયાં. કેવું ઉમદા કુળ ! તેથી સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રનું નાન્ય સુત તદુપમ જનની પ્રસુતા. માતા મરુદેવી કેવાં ધન્યાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થંકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્રમોહથી અભિભૂત થઈ હજાર વર્ષ સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી. માનસિક રીતે, તેમને પ્રથમ જોઈ, બાદમાં દષ્ટિ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતાં કેવળી પુત્રની પહેલાં મોક્ષના દ્વાર ખોલ્યાં તથા પુત્ર માટે મોક્ષવધૂ વરી લીધી. તેમની કેવી કૂખ હશે કે તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં તેમનો પુત્ર ભરત સ્નાનાગારમાં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આ જ રીતે કેવળી થઈ મોક્ષપુરીના માનવંતા મહેમાનો બન્યા. તેઓ છે : આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંઠવીર્ય. આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભરતની જેમ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર સચિત્રમ્ પૃ. 265) અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એક વાર તેને સ્નાન કરાવતાં તેના શરીર પર માનાં અશ્રુ પડે છે. ઉપર દષ્ટિ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યાસી બની જાય છે. છ વર્ષનો અઈમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઊંચકવા જણાવે છે ત્યારે ગૌતમ સ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસારત્યાગી જ ઊંચકી શકે તેમ જણાવે છે. મહાવીર સ્વામીની વૈરાગ્ય ઝરતી અમોઘ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની માં શ્રીદેવી પાસેથી સાધુજીવનની કઠણાઈ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિપુર:સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઈ કેવળી બને છે.
Page #90
--------------------------------------------------------------------------
________________ “અસારે ખલુ સંસારે.” 81 કૃષ્ણની મા દેવકી બબ્બના જૂથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઈ; એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી; પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમારના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે આ ભવની તે છેલ્લી મા કરે; એટલે હવે જન્મવાનું ન રહે ને મુક્તિ પામે. માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ! માતાની સાથે કુમળી વયમાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્ર-સાધુને ફરીને માર્ગસ્થિત કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની માસાધ્વી, અરણિકને શોધવા ગાંડા જેવી બની. “અરણિક અરણિકના હૃદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે ત્યારે તે શબ્દો કર્ણપથ પર અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છૂટો થઈ માનાં ચરણમાં માથું ટેકવી હૃદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુઃખી માં ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટકભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે. કેવી કર્તવ્યનિષ્ઠ મા ! પોતાની પત્યે કામાસક્તિથી પીડિત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવનું મૃત્યુ લાવી દીધું છે. તેઓ ક્રોધકષાયથી મોંઘેરું માનવજીવન લૂષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુઃખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિર્ધામણા કરાવનારી મદનરેખા ધન્ય થઈ; યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભ લેશ્યા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે માટે ને ! રાયપાસેણીય સુત્તમાં સૂરિકતા અને પ્રદેશ રાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકતા સર્વસ્વ હતી. તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરક્ત બને છે. વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતાં સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાઈ જાય તે પહેલાં પૌષધવ્રત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિકતા ત્યાં પહોંચી જાણે વહાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટૂંપો દેતા પહેલાં આલિંગન કરી પોતાનો છૂટો કેશકલાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટૂંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે કાસળ કાઢી નાંખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને ? જૈન-૬
Page #91
--------------------------------------------------------------------------
________________ 82 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શિકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડી રાજા કે ચુસ્ત જૈનધર્મી હતા. તેની પુત્રી જ્યેષ્ઠાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઈ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જ્યેષ્ઠા આવી પણ ઘરેણાનો ડબ્બો લેવા ફરી પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચલ્લણાને જ્યેષ્ઠા છે એમ માની શ્રેણિક ચેલણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેલ્લણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિત બનાવે છે એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પુરાયેલા સાધુ અલખનિરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્યચકિત કરી મૂકે છે ત્યારે ચલણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે. જેને સ્થાને તે આવી છે તે તેની બહેન જ્યેષ્ઠા આ ભવમાં બીજો પતિ પણ ભવાડો ન કરાવે તેમ માની સંસારથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મશગૂલ થઈ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ ! નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનનો સ્નેહiતુ હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજિમતી દીક્ષિત થયેલા નેમનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક વાર અચાનક વર્ષા થતાં ભીનાં કપડાં સૂકવતાં, નિર્વસ્ત્ર રાજિમતીને જોઈ કામાતુર રથનેમિ ભોગ ભોગવવા આમંત્રે છે; ત્યારે માર્ગશ્રુત રથનેમિને રાજિમતી સન્માર્ગે પ્રસ્થાપિત કરે છે; ને તપશ્ચર્યાદિ કરી, સિદ્ધપુરીના દ્વારે નેમિનાથને મળવા તેમની પૂર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી કેવળી બની ત્યાં તેમની સાથે સિદ્ધપણાનું સામ્રાજ્ય મેળવે છે. મનથી વરેલા પતિ ન મળતાં તે એક ભવમાં બીજા પતિની ઇચ્છા કરતી નથી. પરંતુ નવ નવ ભવની પ્રીતિને સિદ્ધશિલામાં સિદ્ધગતિ મેળવીને સાર્થક કરે છે. સ્ત્રીને એક ભવમાં પતિ એક જ હોય તેવો કેવો સુંદર આર્યનારીનો આદર્શ! આનાથી વિપરીત બ્રહ્મદત્તની માતા ચૂલણી પતિના મૃત્યુ પછી વિષયો ભોગવવામાં કંટક સમાન પોતાના પુત્ર બ્રહ્મદત્ત કે જેનો જન્મ ચૌદ સ્વપ્નો જોયા પછી થયો છે તેનું કાસળ કાઢી નાંખવા લાખના ગૃહમાં બાળી નાંખવા સુધીનો માર્ગ અખત્યાર કરે છે. શ્રીપાલરાજાની પત્ની મયણાસુંદરીને પિતાએ મમત્વ ખાતર કોઢિયા સાથે પરણાવી હતી. તે ચુસ્તધર્મી તથા આરાધનાપરાયણ હોવાથી ભગવાન આદિનાથની પૂજાદિ કરતાં તેને ધર્મનું સાક્ષાત્ ફળ મળ્યું. નવણથી પતિ તથા
Page #92
--------------------------------------------------------------------------
________________ ‘અસારે ખલુ સંસારે...' + 83 અન્ય 800નો કોઢનો રોગ દૂર થયો. પતિને પણ ધર્મપરાયણ બનાવી આયંબિલની ઓળી તથા અન્ય ધાર્મિક કાર્ય કરનારો બનાવ્યો. કર્મના સિદ્ધાંતમાં કેવી અતૂટ, અડોલ, અડગ શ્રદ્ધા ! શ્રીપાલની બીજી આઠ પત્નીઓ પણ ધર્મવૃત્તિવાળી હતી. તેમાંની એકે તો શ્રીપાલરાજા પાસે નગરના ચાર દરવાજા બંધ થતાં બધાને ત્રણ દરવાજા ઉઘાડીને ચકિત કર્યા તથા જૈન ધર્મમાં રુચિવાળા બનાવ્યા. કેવી શ્રીપાલની આદર્શ ધર્મપરાયણ પત્નીઓ ! જંબુસ્વામીની સાથે તેની આઠ પત્નીઓ પણ પતિચીંધેલા સંયમના માર્ગે ચાલી નીકળી. ગુણસાગરની સાથે મનોરમાએ પણ સંયમનો માર્ગ સ્વીકારી લીધો. પતિની સાથે ધર્મમાં પણ અર્ધાગિની ખરી ને ? શાલિભદ્રની માતા કે જે સંપત્તિના સાગરમાં આળોટતી હતી, તેણે ભદ્રા નામ સાર્થક કરી બતાવવા પુત્રને દીક્ષા અંગિકાર કરવામાં થોડી આનાકાની બાદ રજા આપી ને ? સુકોમળ પુત્ર પરીષહો કેવી રીતે સહન કરશે તે વસવસાને લીધે ને ? છતાં પણ દીક્ષાના માર્ગમાં અંતરાય ઊભા કર્યા નહિ. શ્રીકૃષ્ણ જૈન મત પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે પોતે દીક્ષા લઈ શકે તેમ ન હતા છતાં પણ જે સ્ત્રીવર્ગ તે લેવા ઉત્સુક થાય તેનો ભાર પોતે વહન કરવા તૈયાર થતા તથા પુત્રીઓને પણ તે માટે પ્રોત્સાહિત કરતા. જે કોઈ સ્ત્રી કે પુરુષ દીક્ષા માટે તૈયાર થતાં તેના કુટુંબના ભરણપોષણનો ભાર ઉપાડવા કટિબદ્ધ હતા. ક્ષાયિક સમકિતી હતા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના ઉદયે સંસાર છોડી શકતા ન હતા. બીજાને તે છોડવા ઉત્સાહિત કરતા. સ્ત્રીઓ તેણે બતાવેલા માર્ગે સંચરતી રથકાર નાગરસિકની પત્ની સુલસા જૈનધર્મી તથા સમકિત દષ્ટિવાળી હતી. તેની પરીક્ષા કરવા એક વાર સાધુ માટે લક્ષપાકુ તેલની જરૂર છે એમ કહી તેને એક શીશો તેલનો લાવવા જણાવે છે. માર્ગમાં દેવ તેને હાથમાંથી પાડી નાંખે છે. બીજો લાવે છે તેનું પણ એવું જ થાય છે. ત્રીજો શીશો પણ ફૂટી જાય છે. તેથી દિવસ બાદ ફરી આવવા કહે છે ત્યારે દેવ પ્રગટ થઈ ખુશ થઈ આનંદ વ્યક્ત કરે છે. બીજી વાર પતિની ઇચ્છા પ્રમાણે દેવની ગુટિકાઓથી 3 પુત્રો થાય છે. તેને પ્રસૂતિ વખતે ફરી દેવ મદદ કરે છે. પુત્રોના મૃત્યુથી તે જરા પણ શોકાન્તિત થતી નથી. સમતા રાખે છે. અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિદુર્વા આખા નગરને ઘેલું કરે છે છતાં પણ મિથ્યાત્વી દેવને ન માનનારી સમકિત ભ્રષ્ટ ન થાય તેથી તેઓનાં
Page #93
--------------------------------------------------------------------------
________________ 84 - જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન દર્શન માટે જતી નથી. ત્યારે ચોથી વાર ૨૫મા તીર્થંકરનું રૂપ વિકર્ષે છે. ૨૪થી વધુ તીર્થંકરો ન હોય તેવી દઢ શ્રદ્ધાથી વિચલિત ન થઈ. કેવી અડગ શ્રદ્ધા ! આગામી ઉત્સર્પિણીમાં સુલસા ૧૫મા નિર્મમ નામે તીર્થકર થશે. તેણીને અંબડ છેવટે ભગવાન મહાવીરના તરફથી ધર્મલાભ કહેવડાવે છે. તુલસા આનંદવિભોર થઈ જાય છે. કેવી સાલસ પત્ની ! ધારિણી રાણી રાજ્યમાં વિપ્લવ થવાથી પોતાની પુત્રી ચંદનબાળા(વસુમતિ)ને લઈને ભાગી છૂટે છે. માર્ગમાં કામાતુર કામી તેને પોતાની પત્ની બનાવવાનું કહે છે ત્યારે તે જીભ કરડી મૃત્યુ પામે છે. કેવી હતી શીલ રક્ષવા માટેની તમન્ના! પતિના મૃત્યુ બાદ મૃત્યુનું શરણ લઈ આત્માને અકલંકિત રાખે છે. આદર્શ નારી ખરી ને ! તેની પુત્રી જે પછીથી ચંદનબાળા તરીકે ખ્યાતિ પામે છે; માતાને પકડી લાવનાર તેને બજારમાં વેચી દે છે; વેશ્યા પાસેથી ફરી તેને વાંદરો છોડાવે છે. ત્યારે એક શેઠ માનવતા ખાતર તેને પોતાના ઘેર લઈ જાય છે. એક વાર શેઠના પગ ધોવાના પ્રસંગથી તેની પત્ની મૂળા શેઠાણી તેને ઓરડામાં પૂરે છે, માથું મુંડાવે છે, પગમાં બેડી પહેરાવે છે. ત્રણ દિવસના ઉપવાસ પછી શેઠ પાછા ફરે છે. ત્યારે છ મહિનાના ઉપવાસી ભગવાન મહાવીર સ્વામીને વહોરાવવા શેઠ દ્વારા બંધનમુક્ત થયેલી ચંદના પાછા ફરેલા ભગવાનને જોતાં; તેની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે છે. ભગવાનનો અભિગ્રહ પૂર્ણ થવાથી દેવદુંદુભિ સહિત છ દિવ્યો પ્રગટ થાય છે. કેવી શીલવતી માતાની સુશીલ પુત્રી ! બધા (36000) સાધ્વીજીઓની પ્રવર્તિની બને છે. સુપ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિઓમાં જેની દાનશીલની કીર્તિ કર્ણની યાદ અપાવે તેવી છે તેની એક કૃતિ તેની પત્ની મા©ણા દેવી ધારાનગરીના રાજા પાસે લઈ ગઈ. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું. માર્ગમાં પાછા વળતાં યાચકોનું ટોળું તેને વીંટળાઈ ગયું. પ્રાણપ્રિય પતિની યશપતાકાને ફરફરતી રાખવા મળેલું દાન તેઓને આપી દીધું. દાનેશ્વરીની પત્નીએ દાનવીરની દાનશીલતાને યશસ્વી બનાવી દીધી. ત્યારબાદ પતિ પાસે અશ્રુ સિવાય કંઈ પણ અવશિષ્ટ ન રહેતાં યાચકવર્ગને ન આપી શકવાથી તેના પ્રાણ પણ ચાલી ગયા. કેવી આદર્શ પત્ની હતી માઘની! અભયારાણીના કપટમાં ન ફસાવાથી જેના ઉપર લાજ લૂંટવાનું ખોટું આળ ચડાવવામાં આવ્યું છે તે સુદર્શન શેઠની પત્ની મનોરમા જે ધર્મનિષ્ઠ પતિની ધર્મપરાયણ પત્ની હતી તેણે તરત જ અભિગ્રહ કાયોત્સર્ગ ધારણ કરી લીધો અને જ્યારે શૂળીનું સિંહાસન થઈ ગયું ત્યારે કાયોત્સર્ગ પાળ્યું (પાર્થે). કેવી અડગ
Page #94
--------------------------------------------------------------------------
________________ અસારે ખલુ સંસારે...” * 85 નિશ્ચયવાળી ધન્યાતિધન્ય પત્ની કે જેને પતિના ચારિત્ર વિષે લેશ પણ શંકા ન હતી. પતિના ચારિત્રમાં પણ લેશ માત્ર શંકા ન રાખનાર પત્નીઓ તો જૈન ધર્મના ઇતિહાસમાં જોવા મળે તેમાં કંઈ નવાઈ જેવું નથી. પ્રાચીન સમયમાં સ્ત્રીપુરુષોમાં જૈન ધર્મ તથા જૈન દર્શનના સિદ્ધાંતો આત્મસાત્ થયેલા હતા. ભગવાન ઋષભદેવની પુત્રી બ્રાહ્મી અને સુંદરી બે બહેનો હતાં કે જેમણે બાહુબલી જેવા અભિમાનરૂપી ગજ પર બેઠેલાની માનની ગાંઠોને ખોલી, તેમના અંતરનો અંધકાર મટાડીને કેવળજ્ઞાનનો પ્રકાશ; કદમ ઉઠાવતા, સમસ્ત વિકલ્પો નષ્ટ થતા પ્રકાશી ઊઠ્યો. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે. સમ્રાટ અશોકનો પુત્ર સંપ્રતિ વિજય મેળવી પાછો ફરે છે ત્યારે નિર્દોષના વધથી નાખુશ થયેલી માતાને આનંદિત કરવા તેણે સમગ્ર રાષ્ટ્રમાં અહિંસાનો ધ્વજ ફરકાવ્યો અને માનું મુખ અહિંસાની ઘોષણાથી પુલકિત થયું. જૈન જગતની ઝગમગતી તારિકાઓ કે જેઓ પ્રતિદિન રાઈ પ્રતિક્રમણ કરતાં આપણા માનસપટ પર ઉદય પામી આપણા જીવનને નવો રાહ બતાવે છે. તેઓ કોઈક ભદ્રિક જીવોની માતા, પુત્રી કે પત્ની તરીકે પ્રગટ થાય છે. તેઓ છે : સુલસા, ચંદનબાળા, મહોરમાં, મયણરેહા, દમયંતી, નમયાસુંદરી, સીયા, નંદા, ભદ્રા, સુભદ્રા, રાઈમઈ, રિસિદત્તા, પઉમાવઈ, અંજણા, સિરીદેવી, જિઠા, સુજિઠા, મિગાવઈ, પભાવઈ, ચિલ્લણાદેવી, ગંભી, સુંદરી, રૂપ્પિણી, ધારણી, કલાવઈ, પુષ્કચૂલા, રેવઈ, કુંતી, સિવા, જયંતી, દેવઈ, દોવઈ, ગોરી, ગંધારી, લખમણી, સુસીમા, જંબૂવઈ, સચ્યભામા, કણહડઠ મહિણીઓ, જખા, જમ્મદિન્ના, ભૂઆ, ભૂઅદિન્ના, સેણા, વેણા, રેણા (સ્થૂલિભદ્રની સાત બહેનો) વગેરે અકલંકિત શીલવિભૂષિત હોવાથી અદ્યાવધિ તેઓનો યશપડહ ત્રણે જગતમાં વાગી રહ્યો છે. તેથી તેઓને ભરોસરની સક્ઝાયમાં આપણે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ઉપર્યુક્ત સન્નારીઓ વિષેની કથા સુપ્રસિદ્ધ હોવાથી વિસ્તાર ન કરતાં આટલો જ નિર્દેશ ઉપયુક્ત ગણીએ. વિરધવલ રાજાને ત્યાં વસ્તુપાલ-તેજપાલ નોકરીએ હતા. તેઓએ સંપત્તિ, જીવન માટે રાખી બાકીનાનું સખાવત કરી નાંખ્યું. ઈર્ષાળુ લોકોએ વિરધવલના કાન ભંભેર્યા કે તમારી સંપત્તિથી વસ્તુપાલ-તેજપાલની લોકો યશગાથા બોલે છે. તેથી કોપાયમાન થયેલા રાજાએ સંન્યાસીનો સ્વાંગ સજી તેમને મારવા ભોજનાર્થે સખાવતમાં જાય છે. તેમને જોઈ તેમની પત્ની અનુપમાદેવી કે જેણે કીમતી સાડી પહેરી હતી તેનાથી તેઓનું ઘીવાળું પાત્ર લૂછે છે. રાજાની આ સંપત્તિ છે, રાજાની કપાથી આ બધું થાય છે; તે વાત જાણી વીરધવલ તેના મુખે માફી માંગે છે અને કહે છે કે તેઓ આજે સાધુના સ્વાંગમાં તેઓને મારવા આવ્યા હતા.
Page #95
--------------------------------------------------------------------------
________________ 86 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બીજા પ્રસંગે જ્યારે પોતાની સંપત્તિમાં ચરુ મળ્યા ત્યારે તેનો ઉપયોગ જિનેશ્વરના મંદિરમાં તે ચરુ દ્વારા મળેલું ધન વાપર્યું તથા પ્રતિદિન કારીગરોને રજકણના જેટલી ચાંદી અપાતી તથા તેઓના સ્વાથ્યની ખડે પગે દરકાર કરતાં તેથી તેમને અનુપમાદેવીનું માનદ બિરુદ મળ્યું હતું. કારીગરો પર રાતદિન દેખરેખ રાખવાથી, આરોગ્યાદિની ચિંતા કરવાથી, છૂટા હાથે મજૂરી ઉપરાંત દાન આપતી, તમામ કોમના દીન-દુઃખીઓને તે જે ઉદારતાથી અનુકંપાદાન કરતા તેથી તેને બધાં પદર્શન-માતા કહેતા. પાહિણીએ જે બાળકને જન્મ આપ્યો તેને સાથે લઈ તે એક વાર ગુરુશ્રી દેવચંદ્રસૂરીશ્વરને વંદન કરવા આવી. તેનું પોતાના આસન પર બેસી જવું તથા મુખ પરની કાન્તિ જોઈને તેના બાળક શાસનસમ્રાટ બને તેમ લાગવાથી ગુરુએ પાહિણી પાસે પોતાની ઇચ્છા “શાસનને ચરણે તેની ભેટ ધરવાની' જણાવી. ત્યારે પતિની ગેરહાજરીમાં હસતા મુખે બાળકને શાસનની સેવા માટે આપી દીધો. તે સોમચંદ્રમાંથી અલૌકિક પ્રતિભા અને પ્રજ્ઞા વડે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર બની ગુજરાતના ઇતિહાસમાં અમર નામ કરાવનાર એ સુપુત્રની માતા પાહિણીને ધન્યવાદ. એક મહાન શ્રાવિકો પોતાના કલેજાના ટુકડાનું અને પુત્રમોહનું બલિદાન કેવી શાસનનિષ્ઠાથી આપી શકે છે એનું જીવંત અને જાગૃત પ્રતીક ! અંતે પાહિણીએ પુત્રના પવિત્ર પંથે પગરવ પાડી પ્રવર્તિની પદને વિભૂષિત કર્યું. રેવતી મહાશતકની 13 પત્નીઓમાંથી એક હતી. તેણીએ 12 શોક્યોમાંથી છને ઝેર આપી મારી નાંખી તથા છને શસ્ત્ર વડે હણી નાંખી. ત્યારબાદ મહાશતકને પૌષધવ્રતમાં હોવા છતાં પણ ઝેર આપી મારી નાખ્યા. આ રેવતી મદિરા તથા માંસ ખાનારી હતી. તેનાથી વિપરીત બીજી રેવતી કે જેણે ભગવાન મહાવીરને બીજોરાપાક વહોરાવ્યો હતો. ગોશાલકે કેવળી ભગવંત મહાવીરના ઉપર તેજોલેક્ષા છોડી ત્યારે તેમને લોહીના ઝાડા થયા. તેના પ્રતિકાર રૂપે બીજોરાપાકની જરૂર હતી. રેવતીએ હર્ષોલ્લાસપૂર્વક ભાવભીના હૃદયે તે વહોરાવ્યો. તે દ્વારા ઉપાર્જિત કરેલા પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તે આગામી ઉત્સર્પિણીમાં થનારા 24 તીર્થકરોમાં સત્તરમા તીર્થંકર સમાધિ નામે થશે. જૈન ધર્મમાં નાત-જાત, સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચાદિનો ભેદ નથી એટલે કે જો તે જીવો ગુણસ્થાનકે ચઢવા અપૂર્વકરણાદિ કરે તો તેઓ પણ મોક્ષ મેળવી શકે તેમ છે અને તેમાં મલ્લિનાથ, તુલસા, રેવતી જેવાં સ્ત્રીરત્નો પણ તીર્થકર પદ પ્રાપ્ત કરે છે. પુષ્પચૂલા તેના ભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે તે જાણ્યા પછી દીક્ષા
Page #96
--------------------------------------------------------------------------
________________ અસારે ખલુ સંસારે..” - 87 લેવા પતિને જણાવે છે. તેમાં રાજ્યમાં રહેવાનું તથા પ્રતિદિન તેનાં દર્શન કરે તેવી બે શરતો પછી દીક્ષા લીધી. તેના જીવનમાં બાહ્ય તથા આત્યંતર બંને પ્રકારનાં તપ હતાં. તેના રાગદ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા. ઉત્કૃષ્ટ ભાવે વૃદ્ધ ગુરુની વયાવચ્ચ કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતાં ઘાતી કર્મોનો ક્ષય થયો; પુષ્પચૂલા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અર્ણિકાપુત્ર-ગુરુને પણ નદી પાર કરતાં કેવળી થશો તેવું તેના કહેવાથી ગોચરી બાજુ પર મૂકી ગંગા નદી પાર કરવા પ્રમાદ ન કરતાં, ચાલવાની તાકાત ન હોવા છતાં પણ ભગવંતના વચને અપૂર્વ જમ આવ્યું. હિંમત ભેગી કરી ઊભા થયા. પહોંચ્યા કિનારે. નૌકામાં બેઠા. મુસાફરોએ તેમને નદીમાં ફેંક્યા. પૂર્વના વૈરી દેવે ભાલાની અણી પર ઝીલ્યા. લોહીના પડી રહેલા બિંદુથી પાણીના જીવોની હિંસા થશે તેથી પાપી શરીરનો ધિક્કાર કરતાં કરતાં કેવળી થઈ ગયા. ગુરુ-શિષ્યા બંને અપ્રતિપાતી જ્ઞાનનાં અધિકારી બની ગયાં. ભાવના ભવનાશિની ને ! પ્રભંજના રાજકુંવરીનાં લગ્નની ચૉરી તૈયાર થઈ ગઈ છે. મિત્રમંડળ તથા સગાંસંબંધીથી ઘર ભરાઈ ગયું છે. સોળે શણગાર સજી તથા વિભૂષિત થઈ તે છેલ્લે છેલ્લે સાધ્વીજી વાંદવા હજાર સખીવૃંદ સાથે નીકળી પડે છે. તેને જોઈ સુવ્રતા સાધ્વીજી વૈરાગ્ય નિગળતી વાણીમાં ધર્મોપદેશ સંભળાવે છે. તેના પર હૃદયપૂર્વક મનન કરતાં ધર્મધ્યાન અને ત્યારબાદ શુક્લધ્યાનનાં ચરણો ચઢતાં ચઢતાં કેવળી બની જાય છે. દેવો તેનો ઉત્સવ ઊજવવા આવે છે. પ્રભંજનાને લગ્નની ચોરીમાં મંગળફેરા ફરવાનું તો બાજુ પર રહી ગયું, પરંતુ તેણીએ ભવના ફેરા ફરવાનું હંમેશને માટે બંધ કરી દીધું. આવાં આવાં દૃષ્ટાન્તો જૈન ધર્મના ઇતિહાસનાં પૃષ્ઠોને અલંકૃત કરે છે. એક રાજાએ ચોરી કરનાર મોટા ચોરને પકડ્યો છે. તેને ફાંસી આપવાની છે. તે રાજાને 99 પત્નીઓ છે. તેમાંથી 98 માનીતી છે અને એક અણમાનીતી. તેઓ રાજાને કહે છે ચોરે દરેકના ઘેર એકેક દિવસ આવવું અને ત્યાર પછી ફાંસી આપવી. રાજા તે વાત માન્ય કરે છે. દરેકે દરેક 98 રાણીઓ સારી રીતે સરભરા કરે છે છતાં પણ તે મૃત્યુના ભયથી ખુશ નથી. છેલ્લે અણમાનીતી રાણી તેને અભયદાન આપવાનું જણાવે છે. રાજા તેની વાત કબૂલ કરે છે. તેની માંગણીથી રાજાની તે માનીતી બને છે. ચોર મુક્ત થાય છે. કેવો પ્રતાપ છે અભયદાનનો ! તેથી બધાં દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવાયું છે : “દાનાનાં અભયદાનં.” આથી ઉલટું સમ્રાટ અશોકના પુત્ર પ્રત્યે આકર્ષિત થયેલી સાવકી મા તિગરક્ષિતા પતિ પાસેથી બે વરદાન મેળવી, જ્યારે કુણાલ તેને વશ ન થયો
Page #97
--------------------------------------------------------------------------
________________ 88 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યારે અશોકની મુદ્રાથી અંકિત થયેલા અશોકના પત્ર દ્વારા “કુણાલઃ અધિયતામ્'ની જગ્યાએ ‘કુણાલ અંધિયતા' એવું એના ઉપર મીંડું મૂકી, અર્થનો અનર્થ કર્યો. બુદ્ધદાસ નામના બૌદ્ધધર્મી એક યુવાને જૈન ધર્મમાં ચુસ્ત શ્રદ્ધાળુ છું એમ કહી જૈનધર્મી કન્યા સુભદ્રા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બધાં સાસરિયાં તેને દુઃખી કરે છે. એક વાર કોઈ સાધુની આંખમાંથી જીભ વડે કસ્તર કાઢી રહેલી તેને જોઈ ગયેલી સાસુ તથા પતિ વગેરે ખૂબ ત્રાસ આપે છે. નગરના દરવાજા બંધ થઈ ગયા. બધાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયાં. દૈવી વાણી થઈ કે કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણે ચારણી દ્વારા કૂવામાંથી પાણી છાંટે તો દ્વારોદ્ધાટન થાય. તે પ્રસંગે ખુદ રાજરાણી વગેરે તે પ્રમાણે ન કરી શકતાં સુભદ્રાએ તે માટે સાસુને વિનંતી કરી. તું કુલટા છે વગેરેથી તેને ધુત્કારી કાઢી, છતાં પણ પ્રયત્ન કરવા જણાવ્યું. ત્યાં જઈ જો મેં મારા પતિ સિવાય કોઈને પણ મનથી ન ઇક્યો હોય તો દ્વાર ખૂલી જજો. તે પ્રમાણે થતાં તેનો તથા જૈન ધર્મનો જયજયકાર થયો. જૈન રામાયણ પ્રમાણે રાવણને ત્યાં રહેલી સતી સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે અગ્નિપરીક્ષામાં જ્યાં સીતા અગ્નિકુંડમાં પડ્યાં ત્યારે અગ્નિ તેના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયો અને કુંડ દેવનું વિમાન બની ગયું. મહેલમાં પાછા ન ફરતાં જણાવ્યું કે મને વારંવાર મારા કર્મે છેતરી છે. રામને કહે છે કે આપણો સંબંધ પૂરો થયો. સીતાજી દીક્ષા લે છે. સંયમ લઈ બંને પ્રકારના પ્રસંગોમાં તત્ત્વજ્ઞાન જાણનાર સીતા સમતોલ રહે છે. કર્મનાં બંધનો તોડી નાંખ્યાં. છેલ્લે રામને કહે છે કે મારા જેવી અનેક સીતાઓ તમને મળશે પણ આવો વીતરાગ ધર્મ વારંવાર નહિ મળે. આ મળેલા ઉત્તમ ધર્મને છેહ દેશો નહિ. કેવો ઉમદા ઉપદેશ ! જૈન મહાભારત પ્રમાણે નળરાજા ગાઢ જંગલમાં સતી દમયંતીને તરછોડી ચાલી ગયા ત્યારે ઘણાં વર્ષો સુધી સતીત્વના પ્રતાપથી નવકારમંત્રના રટણથી શીલને જરા પણ આંચ ન આવવા દીધી અને અગ્નિપરીક્ષારૂપી દુઃખના દાવાનલમાંથી હેમખેમ બહાર આવી, દુષ્ટ તત્ત્વો લક્ષ્મણરેખા ઓળંગી ન શક્યાં. જૈન દર્શનમાં ચાર યોગોમાં ધર્મકથાયોગનું આગવું મહત્ત્વ છે; કેમ કે સમકિતી જીવસાર એવા સંસારને કંસાર જેવો ન સમજી ગુણશ્રેણિ પર ક્રમિક ઉત્ક્રાંતિ કરવા, સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રાણિ રૂપી મોક્ષમાર્ગને ચરિતાર્થ કરવા અપૂર્વ પુરુષાર્થ કરી ક્યારેય પણ ન મેળવેલા અદ્વિતીય પુરુષાર્થ દ્વારા અહિંસા
Page #98
--------------------------------------------------------------------------
________________ અસારે ખલુ સંસારે...” * 89 સંયમ-તપની સાધના કરી દાન-શીલ-તપ અને ભાવ દ્વારા અસાર એવા સંસારનો અંત લાવી સિદ્ધપુરીના પથિક બને છે. આ ઉમદા પ્રયત્નમાં નારી મહત્ત્વનો ભાગ ભજવી શકે તે ઉપરના વિહંગાવલોકનથી જોઈ શકાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી તથા The hand that rocks the cradle rules the world આ બે મહાવાક્યો પ્રતિપાદિત કરે છે કે પ્રત્યેક મહાપુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ રહેલો છે. જૈનોનું સાહિત્ય ઘણું વિશાળ છે. તેમાં ધાર્મિક નીતિ, સમાજ, ખગોળ, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, મોક્ષપ્રાપ્તિના વિવિધ ઉપાયો, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેકાનેક ગંભીર વિષયો પર જે લખાયું છે; તે ગણધરે ગૂંથેલા આગમોમાંથી સનાતન સત્યરૂપે કોઈ પણ પ્રયોગશાળા વગર ત્રિકાળાબાધિત સત્યો પ્રતિપાદિત કરેલાં છે જે સમગ્ર વિશ્વમાં બેનમૂન તથા આશ્ચર્યકારી છે.
Page #99
--------------------------------------------------------------------------
________________ 11 પ્રતિબોધિત પ્રાણીઓ પ્રાણ ધારણ કરે તે પ્રાણી, દશ પ્રાણોમાંથી ગમે તે એક પ્રાણ ધરનારને પ્રાણી કહી શકાય. જૈન તેમજ બૌદ્ધ, વૈદિક સાહિત્યમાં પ્રાણીઓ પ્રતિબોધ પામતાં હોય તેનાં દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે. બૌદ્ધ સાહિત્યમાં જાતકો, વગેરેમાં એતદ્ -વિષયક ઉદાહરણો મળે છે. કયા સંજોગોમાં પ્રાણીઓ-પશુ તેમજ પક્ષી ઉબોધિત થાય છે તે જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક, થેરગાથા, જાતમાલા વગેરેમાં આવી કથાઓ દષ્ટિગોચર થાય છે. જ્યારે મહાવીર સ્વામી રાજગૃહીમાં હતા ત્યારે સમવસરણમાં રાજા શ્રેણિક, અભયકુમાર, નંદિપેણ વગેરે વાદીને દેશના સાંભળવા બેઠા. “મારા કીમતી હાથીને ઘણા માણસો વશ ન કરી શક્યા તેને નંદિષેણે કેવી રીતે વશ કર્યો ?' શ્રેણિક રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું કે, “વ્યક્તિને જોઈને રાગદ્વેષ થાય છે. તેમાં પૂર્વ જન્મના સંકેત હોય છે.” ભગવાને પૂર્વભવ કહેવા માંડ્યો. એક ધનાઢ્ય બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને જમાડવાનો નિયમ લીધો. તેની પડોશમાં એક ધર્મિષ્ઠ વિશ્વાસુ ખંતીલો નોકર હતો. તેને બ્રાહ્મણે ઉત્સવ સંભાળવા કહ્યું. તેણે આ શરતે કબૂલ્યું કે જે આ અંગે જમાડતાં વધે તેનું હું મારી મરજી મુજબ કરું. પ્રસંગ સાંગોપાંગ ઊતરે તે બ્રાહ્મણને જોઈતું હતું. કારજ પતી ગયા પછી ઘણું બધું પકવાનાદિ વધ્યું. તેણે સાધુ-સાધ્વીજીઓને વહોરાવ્યું. વહોરાવ્યાના પુણ્યથી દેવલોકમાં જઈ તારે ત્યાં પુત્ર રૂપે જન્મ્યો. તે તેનું નામ નંદિષેણ રાખ્યું. લાખ બ્રાહ્મણોને જમાડનાર બ્રાહ્મણે વિવેક ન રાખ્યો; તેથી પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી હાથિણીની કક્ષિમાં જંગલમાં જન્મ્યો. આનાથી જન્મેલું હાથીનું બચ્ચું તપોવનમાં મોટું થયું અને ઋષિકુમારોએ વૃક્ષોને પાણી પિવરાવી તેની સાથે મોટું થયું. તેનું નામ સેચનક પાડ્યું. મેચનક પાંચસો હાથીનો રવામી બને છે. જેમાં ઉછેર્યો હતો તે આશ્રમને ખેદાનમેદાન કરાવવા માંડ્યું. નદિષેણ પર દષ્ટિ પડતાં પૂર્વભવના પાડેશી મિત્રોના નાતે બંનેમાં પ્રેમ જાગ્યો અને તેથી ગાંડો હાથી બનેલો સેચનક હાથી નંદિષણને વશ થઈ ગયો.
Page #100
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ + 91 બીજું દષ્ટાંત લઈએ : મગ, બળદેવ મુનિ રથકારક ત્રણ્ય હુઆ એકઠા; કરણ કરાવણને અનુમોદન સરિખાં ફળ નિપજાવે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી બળભદ્ર દીક્ષા લઈ તંગિકા પર્વત પર તીવ્ર તપ કરવા માંડ્યું. ગોચરી માટે ગામમાં આવેલા ત્યારે કૂવા પર પાણી ભરવા આવેલી સ્ત્રીઓ સ્તબ્ધ થઈ ગઈ. ઘડો કૂવામાં નાંખ્યો અને દોરડું પણ પાણીમાં. બીજી સ્ત્રીએ ઘેડાને બદલે પાસે રહેલા છોકરાના ગળામાં દોરડું ભેરવ્યું; આથી તંગિકા પર્વત પર તેઓ ગોચરી લઈ પાછા ફર્યા અને વિચાર્યું કે મારા રૂપને ધિક્કાર થાઓ કેમ કે સ્ત્રીઓ ને જોઈ ભાન ભૂલી જાય છે, તેવી જ રીતે આસપાસના સાપ, સિંહ વગેરે અહિંસક બની જતા. હવે તેઓ વનમાં તપ તપે છે. બલદેવમુનિએ જંગલમાં સામ્રાજ્ય જમાવ્યું. વાઘ, વરુ, મૃગલાં મુનિના શ્રોતાવર્ગ બન્યા. હિંસક પશુ-પક્ષીઓએ જાતિવૈર ભૂલી અહિંસાનું વાતાવરણ જમાવ્યું. આમાં એક અતિભદ્રક મૃગ મુનિનું તપ અને રૂપ જોઈ જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. મૃગ મુનિને આહાર-પાણી લાવી આપવામાં મદદ કરતો થયો. મૃગ આહાર લેતા મુનિને વહોરાવનાર રથકાર સુથારની પ્રશંસા કરતો કે આ સુથાર કેવો ભાગ્યશાળી કે જેનું ભોજન તપસ્વીને કામ આવે છે ! હું મુનિની ગમે તેવી ભક્તિ કરું તો પણ તિર્યચપણામાં થોડું કંઈ કરી શકું તેમ છું ? આમ ત્રણે એક ધ્યાનમાં હતા ત્યારે કપાયેલી વૃક્ષની ડાળી ત્રણે પર પડી અને ત્રણે સાથે મૃત્યુ પામ્યા. મા ખમણના તપસ્વી બળભદ્ર દાન લેનાર, સુથાર ભિક્ષા આપનાર; અને મૃગ લેતોદેતો ન હતો છતાં બંનેની અનુમોદના કરનાર હતો તેથી ત્રણે સરખું ફળ મેળવી પાંચમા દેવલોકમાં ગયા. તેમનું માત્ર અસ્તિત્વ વન્ય પશુઓ માટે ઉપકારક બન્યું હતું. કમઠે ધરણેન્દ્ર ચ સ્વોચિત્ત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ શ્રીપાર્થ શ્રીયેસ્તુ વઃ | કમઠના યજ્ઞમાં બની રહેલા લાકડામાંથી અર્ધદગ્ધ સાપને બહાર કઢાવી મંત્રોચ્ચાર સંભળાવતાં તે સાપ મરીને ધરણેન્દ્ર દેવ થાય છે, અને તેની સાથેની સર્પિણી પણ મરીને પદ્માવતી દેવી થાય છે. તેઓને નવકાર સંભળાવ્યો હતો. દશ-દશ ભવોથી બે સગા ભાઈઓનું વેર. કમઠ પાર્શ્વનાથ પ્રભુને જોતાં વેરની ભાવના પ્રબળ થતાં મધની વૃષ્ટિ કરી. પ્રભુના નાક સુધી જળ આવી જતાં ધરણેન્દ્ર ઉપયોગ મૂકી હકીકત જાણી, ભગવાનના મસ્તક પર છત્રની જેમ ફેણ પ્રસરાવી જળવૃષ્ટિથી પ્રભુનું રક્ષણ કર્યું.
Page #101
--------------------------------------------------------------------------
________________ 92 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ભગવાન પાર્શ્વનાથે ઉપકાર કરનાર ધરણેન્દ્ર અને અપકાર કરનાર કમઠ ઉપર સ્થિતપ્રજ્ઞની જેમ સમતા દષ્ટિ ધારણ કરી હતી. ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લઈ વિચરતા વિચરતા લોકોની મના હોવા છતાં પણ જ્યાં દૃષ્ટિવિષ સર્પ હતો ત્યાં આવી કાયોત્સર્ગમાં ઊભા રહે છે. બાળ મુનિએ પાપની આલોચના કરવા જણાવતાં જેના મગજનો પારો ચઢી ગયો તે મુનિ મૃત્યુ પામી તાપસ બને છે. તેના આશ્રમમાં ચોરી થતાં ચોરને મારવા દોડતા કૂવામાં પડી જાય છે. મૃત્યુ પામી ચંડકૌશિક દષ્ટિવિષ સર્પ બને છે. પ્રભુને જોતાં કરડવા ધસે છે, કરડે છે, લોહીને સ્થાને સફેદ પ્રવાહી દૂધ જેવું જોતાં તથા પ્રભુના મંત્ર જેવાં ‘બુઝ બુઝ ચંડકોશિયા' સાંભળી પ્રતિબોધિત થઈ ઊંધી રીતે મસ્તક દરમાં રાખી પ્રવેશે છે. લોકો પૂજા કરે છે, દૂધ વગેરે પદાર્થોથી કીડીના ચટકા સ્થિર થઈ સહન કરે છે. મરીને આઠમા દેવલોકમાં દેવ બને છે; જ્યારે તેણે પાંચમી નરકમાં જવાની યોગ્યતા તથા તૈયારી હતી. સાગરદત્ત અજૈન હોવા છતાં પણ કલ્યાણમિત્રની શિખામણથી જિનેશ્વરની પ્રતિમા પ્રસ્થાપિત કરે છે. વેપારમાં રચ્યોપચ્યો રહેતો હોવાથી વિવિધ મુસાફરી માલની લેવડદેવડ, તેમાં થતાં આરંભસમારંભમાંથી તેની પ્રવૃત્તિ શુભ ન ગણાવી શકાય તેવી રહેતી. તેથી તે મરીને ઘોડો બને છે. તેને પ્રતિબોધવા ભગવન મુનિસુવ્રત સ્વામી ઠેઠ ભરૂચ સુધી આવી તેને પ્રતિબોધે છે. આ વિસ્તૃત કથા પ્રાકૃત ઉપદેશપદ મહાગ્રંથમાં વર્ણવાઈ છે. જેવી રીતે પશુ-પક્ષી પ્રતિબોધિત થાય છે તેમ તેઓના નિમિત્તે, તેઓ દ્વારા વ્યક્તિઓ પણ પ્રતિબોધિત થાય છે. - રામચંદ્રના પૂર્વજોમાં થયેલ રાજા કીર્તિધરે રાહ દ્વારા ગ્રહણ કરાયેલા સૂર્યને જોઈ સંસારના સર્વ રંગો અલ્પકાળમાં આવરાયેલા સમજી સંસાર ત્યજી ચારિત્ર્ય ગ્રહણ કરી લીધું. એવી રીતે કરકંડુ રાજા એક વખતના હૃષ્ટપુષ્ટ બળદની કાયા ઘડપણથી દુર્બળતાથી વ્યાકુળ જોઈ કાયા-માયાની અનિત્યતા રામજી પ્રતિબોધ પામી ચારિત્ર લેવા નીકળી પડ્યો. તેતલપુરનો રાજા કનકરથ રાજ્યના લોભથી પદ્માવતી રાણીને પુત્રો જન્મતાં તેને ખોડખાંપણવાળા બનાવતો, જેથી નિયમાનુસાર તેઓ રાજા ન થઈ શકે. પદ્માવતી તેથી તેટલીપુત્ર નામના અમાત્યની પત્નીની મૃત પુત્રી સાથે પોતાની પુત્રની અદલાબદલી કરે છે. રાજાના મૃત્યુ બાદ પ્રજામાં પદ્માવતીનો પુત્ર છે તેવો વિશ્વાસ ઉત્પન્ન કરાવી કનકધ્વજને રાજ્યગાદી મળે છે. અમાત્યનો પત્ની પ્રત્યે પ્રેમ ઓસરવા માંડ્યો ત્યારે પોઢિલ્લા સાધ્વી બને છે. કનકધ્વજ
Page #102
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ * 93 તરફથી અપમાનિત થતા તેતલીપુત્રને સાધ્વી બનવા માટેની શરત પ્રમાણે દેવ થયા બાદ તેટલીપુત્રને પ્રતિબોધ છે. મેતરાજ પૂર્વ ભવ પુરોહિત પુત્ર હોય છે. રાજપુત્ર સાથે સાધુની મશ્કરી કરે છે. સાધુ તેનાં હાડકાં સરખાં કરે છે અને રાજપુત્રને પ્રાયશ્ચિત્ત રૂપે ચારિત્ર પકડાવ્યું. દુર્ભાવથી દુર્લોભીપણાનું કર્મ બાંધ્યું. સાધુ સ્નાન ન કરે તેવું કેમ ભગવાને કહ્યું તે દુર્ભાવથી નીચગોત્ર કર્મ બાંધ્યું. મુનિને પૂછ્યું છે કે મને ધર્મ મળશે કે ? હું ક્યાં જન્મીશ ? તું ભંગણીના પેટે જન્મીશ; દુર્લભબોધિ હોઈ ધર્મ જલ્દી નહિ મળે. તેથી મિત્ર દેવ પાસે કોલ લે છે કે “દંડા મારીને મને સંસાર છોડાવજે.' નીચગોત્ર કર્મ ભોગવાઈ જતાં શેઠાણીના મૃત બાળક સાથે અદલાબદલી થાય છે. સોળ વર્ષની વયે મેતરાજ આઠ કન્યા સાથે લગ્ન કરવા ઘોડે ચઢે છે. દેવતા યાદ કરાવી ચારિત્ર લેવા કહે છે. દેવતાએ ભંગણીના શરીરમાં પેસી, ઊતર મારા રોયા કહી નીચે ઉતરાવ્યો. દેવ કહે છે કેમ પરણી લીધું? ફજેત થઈને સાધુ ન થાઉં, આબરૂ પાછી લાવી આપ. રત્નની લીંડી કાઢતી બકરીથી શ્રેણિક પોતાની કન્યા મેતરાજને પરણાવે છે. તેથી પૂર્વના આઠ કન્યાના પિતા પણ પરણાવવા આવ્યા. આમ નવ કન્યા પરણે છે. ઉઠ ચારિત્ર લોએમ દેવ કહે છે. દુર્લભ બોધિ હોઈ બાર વરસની મહેતલ માંગે છે. દેવતા આવ્યા. ચારિત્ર લો. પત્નીઓ પાસે બીજાં બાર વર્ષની મહેતલ માંગે છે. હવે દુષ્ટ કર્મ ખપી ગયું. હવે દેવ આવતાં દુષ્ટ કર્મ ખપી ગયું. ચારિત્ર લે છે. માસખમણના પારણે સોની લાડ વહોરાવે છે. સોનીના જવાલાં અલોપ. વહેમાયાથી સોની માથે વાઘર વટે છે. સુકોશળ જેવા મહાત્માઓને યાદ કરી ભાવનામાં ચઢી ગયા અને કેવળજ્ઞાન પામ્યા. અહીં દેવ દ્વારા મેતરાજ પ્રતિબોધિત થાય છે. આદ્રકમારના પિતા અને શ્રેણિક રાજાને મૈત્રી હતી. આદ્રકુમાર પિતાની શ્રેણિક રાજા સાથેની મૈત્રી જાણી પોતે પણ તેના પુત્ર સાથે મૈત્રી બાંધવા ઇચ્છે છે. આદ્રકુમાર જે અનાર્ય દેશમાં હતા તેને પ્રતિબોધવા કલ્યાણમિત્ર તરીકે જાતિવંત રત્નોની બનાવેલી સુરમ્ય શ્રી આદિનાથની ભવ્ય મૂર્તિ સુંદર પૂજાની સામગ્રી સાથે પેટીમાં મૂકી વ્યવસ્થિત પહોંચી જાય તેમ મોકલી. આ ભેટ એકાંતમાં જોવા જણાવ્યું. તે પ્રમાણે એકાંતમાં જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું, પૂર્વજન્મ મૃતિપથ પર આવ્યો.
Page #103
--------------------------------------------------------------------------
________________ 94 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ક્ષાયિક સમકિત મહારાજ શ્રેણિક જ્યારે ભગવાન મહાવીર પાસેથી જાણે છે કે તે નરકે જશે ત્યારે તેમાંથી બચાવવાનું કહે છે. તેના પ્રત્યુત્તરમાં ભગવાન જણાવે છે કે જો તું તારી દાસી કપિલા પાસે દાન દેવડાવે, જો તું પુણિયાશ્રાવકના સામાયિકનું ફળ મેળવી શકે, જો તું કાલસૌકરિકને પશુહિંસામાંથી મુક્ત કરે તો તેવું ફળ મેળવી શકે. ત્રણે પાસે કહેલું કાર્ય કરાવી શકતો નથી. પરંતુ કાલસૌકરિક કૂવામાં ઊંધો લટકીને ભીંત પર પાડાનાં ચિત્રો દોરી તે તેને મારતો હોય એમ કલ્પનાના ઘોડા દોડાવે છે, જેથી તે સાતમી નરકે જાય છે. જડ ચિત્રો અધઃપતનનું કારણ બને છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે ઝાડ પર માળો બાંધીને એક સમડી રહેતી હતી. એક પ્લેચ્છે તેને બાણ મારી ધરતી પર પાડી. કોઈ એક મુનિ તેને તરફડતી જોઈને એને નવકારમંત્ર સંભળાવે છે. તેણે બહુ ધ્યાનપૂર્વક નવકાર સાંભળી દેહત્યાગ કર્યો. મૃત્યુ પામી તે સમડી સિંહલદ્વીપની રાજકુંવરી થઈ. એક વખત ઋષભદત્તને રાજસભામાં છીંક આવતાં નવકારનું પ્રથમ પદ નમો અરિહંતાણં' બોલ્યા. રાજકુમારીને થયું કે આવું પોતે ક્યાંક સાંભળ્યું છે. તરત ચિંતનધારાએ ચઢતાં જાતિસ્મરણજ્ઞાન થયું; જેવી રીતે મહાવીર સ્વામીના સમજાવાથી મેઘકુમારને હાથીના ભવનું સુમેરૂપ્રભ તરીકેનું જ્ઞાન થયું હતું. આર્તધ્યાનમાં મગ્ન બનેલ કિર યુગલ અરિહંત પરમાત્માન, અક્ષત પૂજાથી શુદ્ધ ઉદીરણા વડે દેવલોકમાં ગયું છે. બાવળના કાંટાની અસહ્ય વેદનાને સહન કરતું કેળનું પાંદડું મરુદેવીમાતાના અવતારને પામી એક જ ભવમાં શી રીતે મોક્ષમાં ગયા હશે ? સુનંદા સાધ્વીજીને જોઈને પ્રતિબોધિત થયેલો હાથી હોય છે. ગોવિંદ પંડિત જૈન ધર્મનો કટ્ટો દ્વેષી. શ્રી ગુપ્તસૂરિને હરાવવા જિનાગમોના અધ્યયનની જરૂર જણાઈ. વેષ મૂકી ત્રણ વાર આચાર્ય સાથે વાદ કરવા આવ્યો. પ્રત્યેક વાર ઘોર પરાજયનું કલંક પામ્યો. છેલ્લા પ્રયત્નમાં આચારાંગસૂત્રનું પજીવનિકાય અધ્યયન તૈયાર કરવાના પ્રયત્નમાં વનસ્પતિ આદિ જીવોના જીવનતત્ત્વની સિદ્ધિના તર્કોથી ચમત્કૃત થઈ ગોવિંદ મુનિએ પોકાર કર્યો. “અહો આવું સુંદર જિનદર્શન ! તેની સાથે રમત રમી હું ભવ હારી ગયો !' ઘોર પશ્ચાત્તાપ કર્યો, પુનઃ દીક્ષા, કેવો અનોખો જીવનપલટો ! નળ જ્યારે રાત્રે ઊંઘી ગયેલી દમયંતીને છોડીને ચાલી જાય છે. ત્યારે સતીના જેવું વ્યતીત કરતી જિંદગી જીવી રહેલી દમયંતીના ઉપદેશથી નાગરાજ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવલોકનો માલિક બને છે. દમયંતીના લલાટમાં રત્નસ્વરૂપ તિલક જન્મથી હતું. અમાસની રાત્રે તેના તેજથી વિરાટ સૈન્ય અધોર
Page #104
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ + 95 જંગલ પાર કરી શકતું. પૂર્વ ભવમાં તેણે તીર્થકર તપ કર્યું હતું. સેંકડો જિનબિંબને ભારે ઉલ્લાસથી લલાટે હીરાનાં તિલક કરાવ્યાં હતાં. તે દમયંતીને નળ ત્યજી ચાલી નીકળે છે ત્યારે ધર્મના સહારે દુ:ખી દિવસો વ્યતીત કરે છે. સાત સાત વર્ષો કેવળ ધર્મના સહારે જીવન પસાર કરે છે તથા સતીત્વ પ્રજ્વલિત રાખે છે. સૌધર્મેન્દ્રના સવાલના જવાબમાં મહાવીર સ્વામીએ કહ્યું કે, મારા નિર્વાણ પછી હજાર વર્ષે ચૌદ પૂર્વોનો નાશ થશે. એ વખતે દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ થશે તે આ બેઠેલો હરિગેંગમૈપીનો આત્મા છે. તે દેવાયુપૂર્ણ કરી વેરાવળના રાજા અરિદમનની રાણી કલાવતીના પુત્ર તરીકે જન્મશે; પરંતુ દુર્લભબોધિ હોવાથી ઝટ ધર્મ પામશે નહિ. આ સાંભળીને ઇન્દ્રને તેણે કહ્યું કે વફાદારીપૂર્વકની સેવાના બદલામાં આટલું માગું છું કે મને રાજપુત્રના ભવમાં ધર્મ માર્ગે ચઢાવવા. દેવરાજે કહ્યું કે તારા વિમાનની દીવાલ પર લખ કે મારા પછી જ દેવાત્મા આવે તેણે મારા રાજપુત્રના ભવમાં મને પ્રતિબોધ કરે. આ ઇન્દ્રની આણ છે. - હરિગેંગમેકીએ તેમ કર્યું. હજાર વર્ષ પછી કલાવતીના પુત્ર તરીકે જન્મ્યો; પરંતુ કુમિત્રોની સોબતથી ધર્મવિમુખ બન્યો. તેને સ્થાને આવેલા દેવે ઘણી માયાજાળો વિકુર્તીને, ભયાદિ પમાડી; પ્રતિબોધિત કર્યો. દીક્ષા લીધી. જૈન શાસનના શાસન પ્રભાવક આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. નંદમણિયાર ધનાઢ્ય ધર્મપ્રિય વ્યક્તિ હતી. પૌષધ કર્યા પછી પાણી પીવાની ઈચ્છા થઈ તેથી તેણે એક સુંદર આરામદાયી વાવડી બંધાવી; જેની ચારે દિશામાં લોકભોગ્ય ચાર વસ્તુઓનું નિર્માણ કરાવ્યું. તે વાવડીમાં આસક્તિ રહી જવાથી મરીને તે તેમાં દેડકો થાય છે. એક વાર મહારાજ શ્રેણિક ભગવાન મહાવીરના સમવસરણમાં જવા નીકળે છે; ત્યારે તેમના રથના ઘોડાના પગ નીચે બહાર નીકળેલો આ દેડકો કચરાઈ જાય છે. મહાવીર પ્રભુની દેશનાના શબ્દો કાને પડતાં અભિગ્રહ ધારણ કરે છે. પૂર્વ જન્મનું જાતિસ્મરણજ્ઞાન થતાં અનશન જેવું કરી પોતે ધન્ય બને છે. સિંહગુફાવાસી મુનિ સિંહની બોડ આગળ રહી ચાર મહિનાના ઉપવાસ કર્યા ત્યારે સિંહોએ મુનિની પ્રતિભાથી હિંસા ન કરી; તેઓ ક્ષેમકુશળ રહ્યા. બીજા મુનિએ આ ચાર મહિનાના સાપના દર આગળ રહી તપ કર્યું છતાં પણ સર્પોએ કરડવાનું માંડી વાળ્યું હતું. તપથી પ્રભાવિત થયેલા ને ! એક વૈદ્ય હતા. વૈદક કરવામાં દોષોનું સેવન કર્યું. જેવા કે સ્ત્રીઓ સાથે તપાવાસના બહાના હેઠળ કામુક ચેષ્ટા, ઓછી દવા આપી દરદ લંબાવવું, દરદીના રોગને સાજો કરવામાં વિલંબ વગેરે. તેથી તે મૃત્યુ પામી વાંદરો થયા.
Page #105
--------------------------------------------------------------------------
________________ 9 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન એક વાર જંગલમાં તે કોઈ મુનિને અસ્વસ્થ જુએ છે. તેને સમજ પડે છે કે તેમના પગમાં કાંટો વાગ્યો લાગે છે. તે જંગલમાંથી ઔષધિરૂપે યોગ્ય પાંદડાં લાવી તેની લુદ્દી બનાવી મુનિનાં ચરણે લગાવે છે. કાંટો નીકળી જાય છે. ઉપચાર વિધિથી મુનિ સમજી ગયા કે આ કોઈ પૂર્વ ભવમાંથી ભૂલો પડેલો જીવ છે. ગમે તે હિસાબે પૂર્વ ભવનું જ્ઞાન થયું લાગે છે. આ કોઈ વનસ્પતિશાસ્ત્રનો જાણકાર વૈદ્ય હોવો જોઈએ. હવે તે રુદન કરે છે તેથી તેને મનુષ્યભવ એળે ગયાનો પસ્તાવો થતો લાગે છે. મુનિ ઉપદેશ આપે છે કે ધર્મ ભૂલી પાપો કરી તિર્યંચ યોનિમાં તું આવી ગયો લાગે છે. તું પસ્તાવા સાથે ધર્મનું શરણ લે. પાપોથી બચવા ઉત્તમ વ્રત દેશાવકાશિક લેવડાવે છે. તેની સાથે નવકારમંત્ર અને અરિહંતનું ધ્યાન લેવાનું. આથી બહારની દુનિયાના આ સ્થળની પરિમિતિ બહારનાં પાપોથી બચી જશે. એક વાર જંગલમાં શિલા પર બેઠો છે. ભૂખ્યો સિંહ શિકાર અર્થે બહાર નીકળેલો છે. તેના પર ત્રાડ પાડી કૂદે છે. શું વાંદરો ગભરાય છે ? હાયવોય થાય છે; ના, હવે તે સમજ્યા પછી કાયાની માયા શા માટે રાખે? તે વિચારે છે “રે કુટિલ કાયા ! સિંહના જડબામાં ભલે ચવાઈ જાઓ, મારે નવકાર ધ્યાન, અરિહંત ધ્યાન મૂકવું નથી.” વાંદરો મરીને દેવ થાય છે કારણ કે તે શુભ ધ્યાનમાં નિશ્ચળ છે. નરકની અસંખ્ય વર્ષોની પીડા આગળ આ કંઈ વિસાતમાં નથી. સમાધિથી તે મર્યો તેથી ભવનિપતિમાં દેવતા તરીકે જન્મ્યો. ત્યારબાદ ઉપકારી સાધુને શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં સહાય કરશે તેમ જણાવે છે. જૈનદર્શનમાં તીર્થંકરના 34 અતિશયો માનવામાં આવ્યા છે. આ અતિશયોથી સમવસરણમાં જન્મજાત વૈર કે શત્રતા ધરાવનારાં પશુ-પંખીઓ જેવાં કે ઉંદર-બિલાડી, કૂતરો-બિલાડી, સાપ-નોળિયો, મોર-સાપ, વાઘ-સિંહ વગેરે દિવ્ય વાણીના પ્રભાવથી એકબીજાની સાથે બેસી પ્રભુની માલકોશમાં અપાઈ રહેલી દેશના સાંભળે છે. શું આ કંઈ ઓછો પ્રતિબોધ છે? મહારાજા દશરથ કંચકીનો ઘરડો થયાનો દિદાર જઈ પ્રતિબોધ પામ્યા હતા. તેવી રીતે ગૌતમ બુદ્ધ રોગી, ઘરડો માણસ તથા મૃત્યુ પામેલાને જોઈ વૈરાગ્યવાસિત થઈ ગયા હતા. કાકા લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું. ભત્રીજા લવ અને કુશ યમરાજની એક ફૂંકે સમેટાઈ જતાં સંસારને જોઈ વૈરાગ્ય થઈ ગયો. દીક્ષા લઈ લીધી ! આવી રીતે પિતાના મૃતકનું કલાકો સુધી ધ્યાન ધરતા વેંકટરામન સંસારત્યાગનો માર્ગ પકડી ભવિષ્યના રમણ મહર્ષિ બન્યા. ભગવાન થનારા નેમિનાથ દ્વારા અપરિણીત રહેલી રાજિમતી પંથભૂલેલા
Page #106
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 97 અને દીક્ષા લીધેલા એવા દિયરને સદુપદેશ દ્વારા સાચા રાહ પર લાવી દે છે. પાણી પીવા માટે કમંડલને યોગ્ય માનીને માત્ર કમંડલનો પરિગ્રહ રાખનાર નગ્ન સાધુએ જ્યારે મોં વડે તળાવનું પાણી પીતા કૂતરાને જોયો ત્યારે કમંડલનો પણ પરિત્યાગ કરી દીધો ! હાથ વાળીને તેનું ઓશીકું બનાવી માથું ટેકવી સૂતા. રાજર્ષિ ભર્તુહરિની કોઈએ ટીકા કરી કે “હજી ઓશીકાની ટેવ પણ છૂટતી નથી ?' બસ તે સાંભળી હાથ વાળી, માથું ટેકવવાનું પણ છોડી દીધું ! કોઈ રાજાનું સૈન્ય ખૂંખાર જંગ લડી રહ્યું હતું. થોડે દૂર ઉદ્યાનમાં કેટલાક મુનિઓ પધાર્યા હતા. યુદ્ધમાં થાકેલા હાથીને ઉદ્યાનમાં બાંધવામાં આવ્યો હતો. તેની દૃષ્ટિ સતત મુનિઓની જીવનચર્યા તરફ રહેવા લાગી. તેના જીવનનું પ્રધાનકાર્ય જીવદયા હતું તે જોઈને હાથીના પરિણામે જીવદયામય થઈ ગયા. યુદ્ધભૂમિ પર લઈ જવાયો ત્યારે લડવા માટે સજ્જ ન થતાં બધાં આશ્ચર્યાન્વિત થયાં ! કરોડની સંપત્તિ લાવનાર બત્રીસ પત્નીઓ સાથે તેનું પાણિગ્રહણ થયું છે; તેઓના આલિશાન ભવ્ય રાજમહેલની વચ્ચે રહેનાર થાવસ્ત્રાપુત્ર ભગવાન નેમિનાથની વાણી સાંભળી દીક્ષિત થઈ ગયા. આ થાવસ્ત્રાપુત્ર આચાર્યે સુદર્શન શેઠને જૈન ધર્માનુરાગી બનાવ્યો તથા તેણે પોતાના ગુરુ શુક્ર પરિવ્રાજકને થાવસ્ત્રાપુત્ર પાસે લાવી શંકાનું સમાધાન કરાવી આત્મકલ્યાણના પંથે વાળી દીધા. પ્રતિબોધિત ભવ્ય જીવો હતા ને ! લગ્નના બીજે દિવસે દીક્ષા લેવાનું સ્વીકારાય તો લગ્ન માટે તૈયાર થયેલા જંબુ(સ્વામી)કુમાર પાંચસે ચોરોને, આઠ નવોઢા પત્નીઓને, પોતે પોતાનાં માતાપિતાને તથા કન્યાઓનાં માતા-પિતાને એમ પાંચસો સત્તાવીશ વ્યક્તિઓને એકીસાથે પ્રતિબોધિત કરનાર જંબુસ્વામી સુધર્માસ્વામીની પાટે છેલ્લા પૂર્વધર હતા. આગમોમાં 11 ગણધરોમાંથી જીવિત રહેલા સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચે ઘણા પ્રસંગો યોજાયા છે. ધારાનગરીનો શ્રેષ્ઠીપુત્ર અભય, ભરયૌવનમાં વિરક્ત થઈ જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા લે છે. પુણ્યના સ્વામી અભયકુમાર મુનિ બન્યા પછી એમની વિદ્વત્તા, રૂપ, વ્યાખ્યાનશક્તિ, અને એમના મધુર કંઠથી એક વાર રાજકુમારી મોહી પડી. વળી બીજા પ્રસંગે વીરરસોચિત યુદ્ધના વર્ણન દરમિયાન રાજપુત્રોએ મ્યાનમાંથી તલવારો ખેંચી કાઢી. આ પ્રસંગોમાંથી અભયમુનિના પતનને ખતમ કરવા આજીવન છ વિગયના જૈન-૭
Page #107
--------------------------------------------------------------------------
________________ 98 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યાગની તથા જુવારનું દ્રવ્ય વાપરવાની પ્રતિજ્ઞા આપી. મુનિમાંથી અભયસૂરિ બનાવી ગુરુદેવ મૃત્યુ પામ્યા. તેમને કોઢ થયો. ચેપી અને મહાપીડાકાર. સહન કરવાનું મુશ્કેલ થતાં ખંભાત પાસે આવેલી સેઢી નદીના કિનારે અનશન કરવાની પૂરી તૈયારી કરી લીધી. તે સમયે પદ્માવતીએ પ્રગટ થઈ અનશન કરતા વાર્યા, રોગની પીડાને શાંત કરી, સહ્ય બનાવી શેષ જીવન આગમગ્રંથોની ટીકા લખવા નમ્ર વિનંતી કરી. તદનુરૂપ નવ અંગોની ટીકા લખનાર નવાંગી ટીકાકાર અભયદેવસૂરીશ્વરે જૈનશાસનની બેનમૂન સેવા કરી જીવનને કૃતકૃત્ય કરી દીધું. યતમાંથી ઉન્નતિ જૈનશાસનમાં સુલભ છે. વાંકી ડોકવાળા મુનિને ગુરુએ સાપના દાંત ગણી લાવવા કહ્યું. સાપને દાંત ન હોય તેમ જાણતો હોવા છતાં પણ ગુરુની આજ્ઞાને શિરસાવંદ્ય ગણી તહત્તિ કરી સાપના રાફડા પાસે પહોંચી કાંકરા મારી સાપને છંછેડી બહાર કાઢયો. બહાર આવેલા સાપે ફૂંફાડો માર્યો. તેના ડરથી પાછળ હઠી ગયેલા શિષ્યને ઝાટકો લાગ્યો; અને તેની વાંકી ડોક સીધી થઈ ગઈ ! પ્રજ્ઞાપનીય શિષ્ય હતો ને ! તેથી અવળું કાર્ય તેના માટે સવળું થયું ! આજ્ઞા ગુરણાં અવિચારનિયા. સુખસમૃદ્ધિની છોળો ઊડતી હતી, માતા-પિતાની છત્રછાયા હતી, મિત્રમંડળ તથા સુશીલ પત્ની વગેરેનું વૈભવસુખ જેની પાસે હતું તે રાજવીની અચાનક આંખમાં અસહ્ય કારમી પીડા થઈ આવી. નોકરચાકરોની દોડધામ, સગાં-સ્નેહીની હૂંફ, વૈદ્ય વગેરેની સુશ્રુષા હોવા છતાં પણ જેની પીડા ઓછી ન થઈ. નાથ હોવા છતાં પણ અનાથ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તે રાત્રે એનો સંકલ્પ કરે છે કે જો સવાર પડતાં રોગ શમી જાય તો દીક્ષા લઈ લેવી. તેવું થતાં તે અનાથમુનિ બને છે. માત્ર પ્રતિજ્ઞાનો વિચાર જ ને ! - એક વાર મહારાજા શ્રેણિકનો ભેટો થાય છે. તે તેને કહે છે કે હું તારો નાથ થવા તૈયાર છું. તેના પ્રત્યુત્તરમાં તે પોતે જ અનાથ હોઈ કેવી રીતે મારો નાથ બનીશ? - તેવા પ્રત્યુત્તરથી ડઘાઈ ગયેલા શ્રેણિક જ્યારે નાથ-અનાથની સાચી પરિભાષા સમજે છે ત્યારે નાસ્તિક-શિરોમણિ જેવા શ્રેણિક અનાથમુનિના સમાગમથી ક્ષાયિક સમકિત બની ભાવિ પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થશે. ક્યાંથી ક્યાં ! કેવો પ્રતિબોધ ! અજૈન સાહિત્યિક કથાઓમાં ગોપીચંદનો પ્રસંગ વર્ણવાયો છે. તે યુવાન થયો હોવા છતાં પણ ઉશૃંખલ, વિલાસી, ધર્મવિમુખ તથા દૂષણોથી ભરપૂર હતો. તેની મા ધાર્મિક વૃત્તિવાળી સન્નારી હતી. એક વાર સ્નાન કરાવતી વખતે તેના પુત્રની ચારિત્રવિહીન દશા જોઈ દુઃખી થઈ અશ્રુ સારે છે. તેની આંખોમાંથી સરકેલું ઉષ્ણ અશ્રુબિંદુ ગોપીચંદના વાંસા પર પડ્યું. તેણે ઉપર જોયું. માના
Page #108
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 99 રુદનનું કારણ પૂછ્યું. કારણ જાણી તે દિવસથી મનસૂબો કર્યો કે માની લાગણી અનુસાર જીવન વ્યતીત કરવું અને તે મુજબ કૃતનિશ્ચયી થઈ જીવનનો રાહ બદલી નાંખ્યો. કેવી સુંદર પરિણતિ એક અશ્રુબિંદુથી થઈ શકી ! એ આઠ પત્નીઓમાં આસક્ત રહેતો હતો ! વાલિયા જે “રામ રામ' કહેવાની ના પાડતો હતો તેને સંત પુરુષ “મરા મરા' કરતો કરીને કેવો સંત વાલ્મીકિ બનાવી મૂક્યો ! ઇન્દ્રભૂમિ ગૌતમાદિની સરળતાને લીધે ઉત્પન્ન થયેલી પ્રજ્ઞાપનીયતાને કારણે દેવાધિદેવ મહાવીર સ્વામીએ તેઓને કેવા ધર્માભિમુખ બનાવી દીધા ! પેલો લૂંટારુ વંકચૂલ સરળતાને લીધે જ ધર્માત્મા બન્યો ને ! પેલા ધનાઢય પંડિત (રાજાના) પુરોહિત હરિભદ્ર કદાગ્રહી દેખાવા છતાં ભીતરમાં સરળ હોવાથી કેવું જીવન-પરિવર્તન એક શ્લોકનો અર્થ ન સમજવાથી કરી શક્યા ! હરિભદ્રસૂરિ બની શક્યા. પરમાત્મા મહાવીરદેવની સંસારીપણાની પુત્રીને ટંક નામના કુંભારે સાધ્વી પ્રિયદર્શનાને એક ટુચકા દ્વારા કેવી સીધી દોર કરી નાંખી ! ચંપાનગરીનો કુમારનંદી સોની અતિ કામાતુર હતો. જ્યાં રૂપવતી કન્યા દેખાય ત્યાં તેનાં મા-બાપને પાંચસો સોનામહોર આપી લગ્ન કરી લેતો. તેઓનો પતિ બનતો. - હાસા-મહાસા નામની બે વ્યંતરીઓ પતિનું આયુષ્ય પૂર્ણ થતાં કુમારનંદી પર આસક્ત થઈ. તેઓને જોઈ અત્યંત કામાર્ત કુમારનંદી કામાસક્ત થઈ ગયો. પંચશૈલ દ્વીપ પર આવી જા, ત્યાં મજા કરશું. મહામુશ્કેલીએ ત્યાં પહોંચ્યો. મરીને અહીં આવવા અનશન કર; અહીં જન્મ લેવાનો સંકલ્પ કર, બળી મર. પુનઃ ચંપાનગરીમાં આવી નાગિલ નામના મિત્રને બધી વાત કરી. આમ ન કરવા સમજાવ્યો, પણ તે નિષ્ફળ ગયું. બળી મર્યો પણ પુણ્ય ઓછું તેથી તે માત્ર ઢોલિયો દેવ બન્યો. તેના બબી મરવાથી નાગિલે દીક્ષા લીધી. કાળધર્મ પામી બારમા દેવલોકમાં વિઘુમાલી દેવ થયો. ઉપયોગ મૂકતાં મિત્રની દુર્દશા જાણી. કુમારનંદી ખૂબ પશ્ચાત્તાપ કરે છે. વિઘુમાલી કહે છે, “હવે સમાધિ મેળવવા પરમાત્માની અનન્ય અને અકામભાવે ભક્તિ કર.' તારા પૂર્વ ભવની ચિત્રશાળામાં ધ્યાનસ્થ પરમાત્મા મહાવીર દેવની મૂર્તિ
Page #109
--------------------------------------------------------------------------
________________ 100 , જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. તેવી ધ્યાનસ્થ મુદ્રાની આબેહૂબ પ્રતિમા તૈયાર કરી વંદન, પૂજા, અર્ચનાદિ કર જેથી તેને સમાધિ પ્રાપ્ત થશે. તેમ કરતાં તેની વાસના, દીનતા ઘણા પ્રમાણમાં ક્ષીણ થઈ ગઈ ! ક્યાં વાસનાપીડિત કુમારનંદીનો દેવતાત્મા ! ક્યાં જ્ઞાન-ગર્ભવિરાગી નાગિલનો બારમા દેવલોકનો દેવાત્મા ! જેનું રૂપ જોવા માટે દેવે રૂપ સંહરી લેવું પડતું. કેવો આદર્શ રીતનો મિત્રનો મિત્ર પ્રત્યેનો બોધ ! અકબર બાદશાહના પ્રતિબોધક જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી જ્યારે સિરોહી(રાજસ્થાન)માં હતા ત્યારે શ્રાવક ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા હતા. ઠંડીની ઋતુ હોવાથી એક યુવાને મુનિના જેવી કામળી ઓઢી હતી. આ યુવાનનાં જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે મુનિને વંદન કરવા આવી. પોતાના ભાવિ પતિને મુનિ સમજી વંદન કર્યું. સાચી સ્થિતિ સમજી માતા-પિતાને કહ્યું કે આ હવે મારા માટે પૂજનીય બની ગયા, તેથી આ ભવમાં બીજો પતિ ન કરી શકું. તેણે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. કેવી વિલક્ષણ પ્રતિબોધ માટેની ઘટના ! પુષ્પસેના રાણીના પતિને તેના પુત્ર-પુત્રી પર પુષ્કળ પ્રેમ હતો તેથી ભાઈબહેનના અતિશય સ્નેહને વશ થઈ માતાની મરજી વિરુદ્ધ તેઓનાં લગ્ન કર્યા. મોહાંધ પિતાના આ કૃત્યથી દુઃખી થયેલી રાણીના વિરોધનું કશું નહિ ત્યારે દીક્ષા લઈ ઉગ્ર તપસ્યા કરી દેવી થઈ. તેણીએ પુત્રી પુષ્પચૂલાને નરક અને સ્વર્ગનાં દુઃખ-સુખો આબેહુબ દર્શાવ્યાં. તેણીએ ગીતાર્થ ગુરુ પાસે આ પ્રકારનું વર્ણન સાંભળી દીક્ષા લીધી, પરંતુ તેના ભાઈ પતિની બે શરતો : (1) તે હંમેશાં આ જ શહેરમાં રહે, (2) તથા તે તેનું મુખ પ્રતિદિન જોઈ શકે. બંને કપરી શરતો કબૂલ કરી યથાશસ્ત્ર સંયમાદિ પાળી કેવળી બની, એટલું જ નહિ પણ તેના ગીતાર્થ ગુરુ અર્ણિકાપુત્ર પણ કેવળી બને છે. કેવાં કેવાં કારણોથી પુષ્પસેના, પુષ્પચૂલા અને અર્ણિકાપુત્ર પ્રતિબોધિત થાય છે તે આ કથા પરથી જાણી શકાય છે. એક રાજાને પહાડની વચ્ચે રાજમહેલ બંધાવવાનો વિચાર આવ્યો. તેણે મજૂરો રોક્યા. એક મજૂર ઘણો મજબૂત અને કદાવર હોવાથી મોટા પથ્થરો ઊંચકી શકતો તેથી રાજાએ કામ ઝડપથી થાય તે માટે તેના માર્ગમાં કોઈ આવે તો તેને ધક્કો મારી દૂર હડસેલી લેવો તેવી આજ્ઞા કરી. એક વાર મુનિ તરીકેનું જીવન જીરવી ન શકવાથી આ મજૂર થયો હતો. તેના માર્ગમાં એક મુનિ આવ્યા. તેણે પથ્થરો બાજુ પર મૂકી રસ્તો કરી આપ્યો. આથી ઈર્ષાળુઓએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી. ત્યારે તેણે રાજાને કહ્યું કે હું પાંચ
Page #110
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ 1 101 પથ્થરો જ ઊંચકું છું અને શ્રમિત થતાં બાજુ પર મૂકી શકું છું. ત્યારે આ મુનિ પાંચ મહાવ્રતોનો ભાર આખી જિંદગી સુધી વગર શ્રમે ઉપાડતા હોય છે. આ પ્રત્યુત્તરથી રાજા આનંદિત થયો. કેવી ધર્મવિષયક શ્રદ્ધા અને પરિણતિ ! ધારાનગરીનો મંત્રીશ્વર ધનપાલ અને શોભનમુનિ જે તેમનો અનુજ હતો તથા જેણે ધારામાંથી જૈન સાધુઓની હકાલપટ્ટી કરાવી હતી તે ધનપાલને શોભનમુનિનો ભેટો થતાં કહે છે : ગર્દભદન્ત જાદત્ત નમસ્તે ! કેમ કે મુનિનો દાંત આગળ પડતો હતો. તેના પ્રત્યુત્તરમાં પ્રત્યુત્પન્નમતિવાળા શોભનમુનિ સણસણતો જવાબ આપે છે : કપિવૃષણાસ્ય... તેથી શરમથી બેવડો વળી ગયેલા ધનપાલને. વાસી દહીંમાં જીવતત્ત્વનો તથા લાડુમાં ઝેરનો પરચો બતાવી જૈનધર્મના આરાધક બનાવ્યા. તેવી જ રીતે પ્રતિમાના આકારની માછલીએ લાખો જીવોને જાતિસ્મરણ કરાવી ઠેકાણે પાડ્યા હતા. ધર્મનિષ્ઠ પિતાના નાસ્તિક પુત્રને માર્ગાનુસારી બનાવવા માટેનો ખૂબ પ્રયત્ન નાકામિયાબ રહ્યો તેથી પિતા મૃત્યુશગ્યા પર ચિંતાગ્રસ્ત હતા ત્યારે પગ પાસે પુત્ર બેઠો હતો. | પિતા કહે છે કે : બેટા, પરંતુ કશું બોલી શકતા નથી. બીજી વાર પિતા કહે છે બેટા, કશું કહી શકતા નથી. ત્રીજી વાર પુત્ર કહે છે કે શું છે પિતાજી? ત્યારે પિતા કહે છે કે મારા મૃત્યુ પછી આ ઘરમાંથી ધર્મ પણ વિદાય થઈ જશે. તેના પ્રત્યુત્તરમાં પુત્ર કહે છે કે પિતાજી, તમારા મૃત્યુ પછી આ ઘરમાં ધર્મ સવાયો થશે ! તે સાંભળી સાંત્વન પામેલા પિતાએ હર્ષાશ્રુ સાથે દેહ છોડ્યો. તીર્થકરોના સમવસરણમાં ક્રોડો આત્માઓ ખેંચાઈને જિનવાણીથી વાસિત બની જાય છે. એકસો પચીસ યોજનમાં ભયાનક દર્દીઓ તેનાથી ઊભા થઈ ગયા. દોડવા લાગ્યા, વીસ હજાર પગથિયાં ચઢી ગયા, ભોગમાં ડૂબેલા દેવો 19 અતિશયો તૈયાર કરવા લાગ્યા, રાજાઓ કાર્યો મૂકી સમવસરણ તરફ ચાલ્યા. પક્ષીઓ પ્રદક્ષિણા દેવા લાગ્યા. કાંટા ઊંધા થઈ ગયા, ઋતુઓ જીવંત બની ગઈ, વૃક્ષો નમવા લાગ્યાં, પશુ-પંખી પોતાની વાણીમાં દેશના સાંભળવા લાગ્યાં. કેવો તીર્થકર ભગવંતના અસ્તિત્વનો પુણ્ય પ્રભાવ !
Page #111
--------------------------------------------------------------------------
________________ ૧૦ર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધર્મદત્તમુનિએ અહિંસા ગુણને સ્વમાં પ્રતિષ્ઠાપિત કરી દીધો અને તેના પ્રભાવથી હજારો હિંસક પશુઓ અને માનવોનાં જીવન અહિંસક બની ગયાં. ચંદનબાળાના સાધ્વી તરીકેના મોં પર સંયમજીવનની સિદ્ધિનાં દર્શન કરી અજૈન ખેડૂત શેવડૂક સંયમજીવન પામી ગયો ! જટાયુ રોગિષ્ઠ અને ગંધાતું ગરુડ હતું. એક વાર જંગલમાંથી પસાર થતાં આમાઁષધિના ધારક બે મુનિઓએ વૃક્ષ નીચે વિસામો કર્યો. ઝાડ પરથી નીચે પડેલા જટાયુનો તેમની સાથે સંપર્ક થયો. અડતાંની સાથે કાયા સંપૂર્ણ દિવ્ય બની ગઈ ! રામાયણમાં રામના સંસર્ગથી જટાયુ પામી ગયો. પરમાત્મા આદિનાથના છેલ્લેથી ત્રીજા ભવમાં - વજનાભ મુનિના ભવમાં અઢળક લબ્ધિના બળે તેમને અડીને આગળ વધેલો પવન જેને સ્પર્શે તે રોગી નીરોગી થઈ જતો. સનતકુમાર ચક્રવર્તી પોતાના ઘૂંકથી રોગનાશની શક્તિ ધરાવતા હતા. આનંદઘનજીના પેશાબમાં સુવર્ણસિદ્ધિ હતી. જિનદાસ શેઠના બે બળદો, તેમના સત્સંગે ધર્મી જીવ બની ગયા. નાસ્તિક રાજા પ્રશી કેશી ગણધરના સત્સંગે પામી ગયા. ગૌતમબુદ્ધના સંગે અંગુલિમાલ પામી ગયો. મરા મરાના જાપથી રામ રામ કરતો વાલિયો વાલ્મીકિ બન્યો. પિંગલાના અકાળ અવસાનના નિમિત્તે બનેલ સંત બની ગયેલા ભર્તુહરિ. ગણધર ગૌતમના સંગે કૌડિન્ય વગેરે 15O0 તાપસો કેવળજ્ઞાન પામી ગયેલા. પ્રભુ વીરની ભૂલમાં સંભળાઈ ગયેલી વાણીથી રોહિણીયો ચોર પામી ગયો. દુરાચારી ચિલાતી તથા દઢ પ્રહારી સસંગે પામી ગયા. ધ્યાનસ્થ મુનિના મુખ પરની આત્મમસ્તી જોઈને વજબાહુ, નવોઢા મનોરમા તથા સાળો ઉદયસુંદર પામી ગયા. પરમાત્મા આદિનાથ તથા મહાવીરદેવનો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રથમ ભવ, ધન્ના અને નયસાર તરીકેનો, બંને મુનિના સંસર્ગે સમ્યગ્દર્શન પામ્યા. ગાંઠ ખોલ્યા વિના દારૂ નહિ પીવાનો, પહેલી માછલી નહિ પકડવાની એવી ક્ષુલ્લક પ્રતિજ્ઞા પાળનારા હરિબલ મચ્છી, ભિક્ષા દેતી સુંદર સુંદરી પાસેથી નીચું માં રાખી મુનિના ચમકતા તેજને જોઈને કેવલ્ય પામતો નર ઇલાચી. જીવનમાં નખશિખ પરિવર્તન કરનારાં દષ્ટાંતો જોઈએ.
Page #112
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ * 103 ઉપવાસની પ્રસન્ન તપશ્ચર્યાએ અકબર પાસે અમારિ પ્રવર્તન કરાવ્યું. ચાંલ્લાએ કુમારપાળ દ્વારા સાડા ત્રણ લાખ અગ્રવાલોને જૈનધર્મી બનાવ્યા. દહીંની અભક્ષ્યતા તથા લાડુમાં ઝેર જોઈ મહાકવિ ધનપાલ સમજ્યા. પ્રતિમાના આકારની માછલીએ લાખો જીવોને જાતિસ્મરણ કરાવી ઉોધિત કર્યા. કાયોત્સર્ગમાં રહેલા મુનિને દૂરથી નિહાળી, મીંઢળ જેના કરમાંથી છોડાયો તે ચોરીમાં વજુબાહુ અને તેની સાથે મનોરમા, તેના ભાઈ ઉદયશંકર, માતાપિતા, સાસુ-રાસરા સર્વવિરતિના પંથે પ્રયાણ કરનારા થયા. ગુણસાગરની રોમાંચક કથા સાંભળી પૃથ્વીચંદ્ર રાજા કેવળી થયા. અરીસા ભુવનમાં વીંટી ઉતારતાં અશુચિ, અનિત્ય ભાવના ભાવતાં ભરત ચક્રવર્તી કૈવલ્યા પામ્યા. - લક્ષ્મણના અપમૃત્યુથી સંસારનું નગ્ન સ્વરૂપ જોઈ લવકુશ સર્વવિરતિના માર્ગે ચાલી નીકળ્યા. સ્વામી શબ્દના અપમાનથી સુખભોક્તા શાલિભદ્રને સર્વવિરતિનું રત્ન જડી ગયું. જયાનંદકુમાર મહામંગલમય માર્ગે જવા તૈયાર થયા ત્યારે તેમના ઉત્કૃષ્ટ ત્યાગથી 50,000 સ્વજનો તથા નગરના 50,000 આત્માઓ પણ જોડાઈ કુલ એક લાખે સર્વવિરતિ સ્વીકારી. પિતાના અપમૃત્યુની જાણથી સ્થૂલભદ્ર દીક્ષા લીધી. માતાના અશ્રુબિંદુથી ગોપીચંદે સંન્યાસી જીવનના વાઘા પહેરી લીધા. ધોળા વાળ રૂપે ફૂલ જોઈ રાજા સોમચંદ્ર સંન્યાસ સ્વીકાર્યો. પ્રભુ વીરના પરમ ભક્ત ટૂંક કુભારે ભગવાનના સંસારી જમાઈ અને સંસારી દીકરી પ્રિયદર્શનાજીને પણ ટુચકો કરી પાછા સતપથ પર લાવી મૂક્યાં. તથા કમર કસીને અનેક સાધુ-સાધ્વીજીને સન્માર્ગે વળાવ્યાં. કેટલાંક અવળાં નિમિત્તોથી સન્માર્ગેથી ફેંકાઈ ગયેલાને પણ જોઈ લઈએ : પેલા સુમંગલાચાર્ય નાનકડા ચીંથરામાં આસક્તિથી માંસાહારી અનાર્ય દેશમાં જન્મ્યા. - ખેડૂત સામયિક નામના મુનિ કામવિકારમાં અનાર્ય દેશમાં આદ્રકુમાર બન્યા. તપસ્વી સાધુ છેલ્લી ક્ષણોમાં કોપાન્વિત થતાં ત્રીજા ભવે ચંડકૌશિક દૃષ્ટિવિષ ભયંકર સાપ થયા.
Page #113
--------------------------------------------------------------------------
________________ 104 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નાનકડા કુસંગમાં ઇલાચીકુમાર બરબાદ થયા પણ કુનેહથી માતા સાધ્વીએ પથ ફેરવી નંખાવ્યો. જે તપસ્વી તાપસે 60,000 વર્ષ સુધી 21-21 વાર પાણીથી ધોયેલી વસ્તુ વાપરી તપ કર્યું હતું. પરંતુ શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિથી કરાયેલી નવકારશીને તેના કરતાં વિશેષ ગણી છે. તે તામલી તાપસે નીચું મોઢું રાખી ચાલતા મુનિઓનાં દર્શન માત્રથી સમ્યકત્વ પામી જીવનની બાજી પલટી નાંખી. પ્રેરણાનાં પીયૂષ પાનારાંનાં જીવન જોઈ આ પ્રમાણે મનસૂબો કરાયઃ પત્ની બનવું પડે તો મદનરેખા કે નાગિલા બનવું. પતિ બનવું પડે તો જંબુકમાર કે ગુણસાગર બનવું. પિતા બનવું પડે તો ધનગિરિ બનવું. બહેન બનવું પડે તો શ્રીયકની બહેન યક્ષા બનવું. ભાઈ બનવું પડે તો કંડરિકના ભાઈ પુંડરિક બનવું. પુત્ર બનવું પડે તો રામ કે ભરત બનવું. પુત્રી બનવું પડે તો મયણાસુંદરી બનવું. સાસુ બનવું પડે તો કૌશલ્યા બનવું. વહુ બનવું પડે તો સીતા બનવું. સાળા-બનેવી બનવું પડે તો ધના-શાલિભદ્ર બનવું. સસરા બનવું પડે તો દશરથ રાજા બનવું. ભગવતીસૂત્રમાં તિર્યંચો પણ દેશવિરતિ ધર્મ સ્વીકારી દેવલોક કે મનુષ્યલોક મેળવવા માટે ભાગ્યશાળી બને છે. તેનાં દૃષ્ટાંતોમાં ચંડકૌશિક નાગરાજ, હાથીના શરીરધારી રૂપસેનનો જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતો મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષતપૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ લોકજીભ પર રમી રહ્યાં છે. ઉપર ગણાવેલાં સંસારનાં સગાંઓને તેમની સાથે સંકળાયેલા અન્ય જીવોને પ્રતિબોધિત કરી પરિણતિથી પાવન પંથે પ્રયાણ કરાવવા માટે અનન્ય કાર્ય કરી પોતાનું તથા પરનું જીવન માંગલ્યમય બનાવી - ભાવી જીવોને જીવન જીવવાનો મધુરો માર્ગ બતાવ્યો છે. પર્યુષણ મહાપર્વમાં જેનું વાંચન ઉત્સાહપૂર્વક સંભળાવવામાં આવે છે તે કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે આભીર દંપતીના વિવાહ પ્રસંગે મળેલી મદદના બદલામાં તે શ્રાવકને દબાણપૂર્વક ઇચ્છા ન હોવા છતાં પણ તેઓ બે બળદની જોડી તેમને ત્યાં મૂકી જાય છે. તેઓ જ્યારે તિથિને દિવસે પૌષધ કરતા ત્યારે
Page #114
--------------------------------------------------------------------------
________________ --- - -- - -- - - - - - પ્રતિબોધિત પ્રાણીઓ - 105 તે બળદો તૃણાદિ ન ખાતાં, આથી શ્રાવકને ઘણાં પ્રિય થઈ પડ્યા. એક વાર જિનદાસનો મિત્ર સુંદર બળદો જાણી વગર પૂછે તેને લઈ ગયો, તથા તેઓ દ્વારા ગજા ઉપરાંત કામ કરાવ્યાથી તૂટી પડ્યા. તેઓને તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન, નમસ્કારાદિથી પરિકર્મિત કર્યા. મૃત્યુ બાદ તે બંને નાગકુમાર દેવો થયા. ભગવાન મહાવીર સ્વામી હોડીમાં જઈ રહ્યા હતા ત્યારે એકે હોડીનું રક્ષણ કર્યું, જ્યારે બીજાએ પ્રભુને ઉપસર્ગ કરનારા સુદંષ્ટ્ર અસુરનો વધ કર્યો. બળદો પણ પ્રતિબોધિત થઈ કેવું કાર્ય કરે છે ! - પંદરમા તીર્થકર ધર્મનાથને સમવસરણમાં પ્રશ્ન પૂછ્યો કે આ જન્મજાત વૈર ભૂલી ગયેલાં પશુ-પક્ષીમાંથી કોઈ ભાવી જીવ મોક્ષ મેળવનારો છે? તેના જવાબમાં ભગવાને કહ્યું કે, સામેથી આવી રહેલો આ ઉંદર મારા પહેલાં મોક્ષે જશે. વિંધ્યવાસ નામે નાનકડા સંનિવેશમાં તેનાં રાજારાણીને તારાચંદ્ર નામે પુત્ર હતો. યુદ્ધમાં મહેન્દ્ર રાજાનું મૃત્યુ થતાં શિયળ બચાવવા રાણી પુત્ર લઈ ભાગી છૂટી. ભરૂચ સુધી પહોંચી ધર્મસ્થાનકમાં જઈ રાણીપુત્રને શ્રાવકના ઘેર લઈ ગયા. વૈરાગ્યવાણી સાંભળતાં રાણી તથા પુત્રે સંયમ સ્વીકાર્યું. ચૌદમા અનંતનાથ ભગવાનના શાસનમાં સારી રીતે આરાધના કરી. એક વાર તારાચંદ્ર મુનિ વાસનાથી વ્યાકુળ બન્યા. પ્રકૃતિને જોતા ઉંદરના ટોળાને ગેલ કરતાં જોઈ તેમનું મન ચકડોળે ચઢ્યું. સાધુ જીવન કરતાં આ ઉંદરોનું જીવન સુંદર છે. અશુભ ભાવના આલોચ્યા વિના મૃત્યુ પામી અલ્પ આયુષ્યવાળા દેવ થયા. ઉપરના વિચારોને લીધે દેવનું આયુષ્ય પૂર્ણ થતાં ઉંદર બનવું પડ્યું. ભગવાનની વાણી સાંભળી સભા છક થઈ ગઈ; અશ્રુભીની આંખે ઉંદરે ભગવાનને ઉદ્ધાર માટે માર્ગ પૂળ્યો. અનશન કરીશ તો બાજી સુધરી જશે, તેથી તેણે અનશન કર્યું. પાપનો તીવ્ર પશ્ચાત્તાપ કરી ઉંદરડીઓથી વશ ન થઈ, વૈરાગ્યથી વાણી દ્વારા જાતિસ્મરણ જ્ઞાન થતાં ક્ષપકશ્રેણિએ ચઢી ભાવચારિત્ર મેળવી તે મોક્ષે ગયો. આવી રીતે તીર્થકરની દેશના સાંભળનાર એક દેવે પૂછ્યું કે હું મારીને ક્યાં જઈશ? તું વનમાં વાંદરો થશે. તેથી ધ્રૂજી ઊઠેલો દેવ પુણ્યથી દેવપદ પરંતુ હવે વાંદરાનો અવતાર ! દેવે ભાવી સુધારવા તે જંગલના પ્રત્યેક પથ્થર પર નવકારમંત્ર કોતરાવ્યો, જેમાં ઝીણાં ઝીણાં રત્નો કેમ જાણે ન ભર્યા હોય ! દેવ જ્યારે મૃત્યુ પામી વાંદરો થયો ત્યારે દરેક સ્થળે એક જ પ્રકારના અક્ષરો
Page #115
--------------------------------------------------------------------------
________________ 106 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જોઈ જાતિસ્મરણ જ્ઞાન થતાં પોતે ધર્મ પામવા માટે જ આ કર્યું છે તેમ જાણી દેવભવ વિષયવિલાસોમાં બરબાદ કરી હું અહીં વાનર બન્યો. પશુ યોનિમાં પટકાઈ ગયો ! આ વાતનો આનંદ થયો કે દેવભવમાં નવકારમંત્ર કોતર્યા તેથી જે મને જ્ઞાન થયું તેથી કૂદાકૂદ અને હૂપાહૂપ કરવાનું બંધ કરી પાપ પ્રવૃત્તિઓ રોકી બને તેટલું કરી લઉં. આમ વિચારી વાનરે અનશન કર્યું, નવકારના ધ્યાનમાં લીન થયો. આયુષ્ય પૂર્ણ થતાં ફરી દેવલોકમાં ગયો. લોકાલોકમાં રહેતી જીવંત સૃષ્ટિ આ પ્રમાણે કંઈક નિમિત્ત, ટકોર, વસ્તુ, વિચાર, ભાવ, અધ્યવસાયાદિથી કેવી રીતે જીવનને વળાંક આપી પ્રોત્સાહિત થઈ પ્રતિબોધિત થઈ જાય છે. આ લેખ વધુ લાંબો ન કરતાં વિહંગાવલોકન રૂપે નિમ્નલિખિત દષ્ટાંતો નવકારના શ્રવણથી પ્રાણીવર્ગ અજ્ઞાની છતાં, મીંઢ અને ક્લિષ્ટકર્મી છતાં નવકારથી સુખી થયો. આવશ્યકમાં ત્રિદંડી નવકારથી આ લોકમાં સુખી થયો એવું કહ્યું છે. પ્રહાર વિધુર યુગબાહુને મદનરેખાએ નવકાર સંભળાવ્યાથી પાંચમા દેવલોકમાં ગયા. જંબુસ્વામીના પિતા ઋષભદેવ લધુ ભાઈ જિનદાસને નવકાર વગેરે ક્રિયા કરાવ્યાથી તે જંબુદ્વીપનો અધિપતિ અણાઢિયો દેવ થયો. તિર્યંચોમાં કેટલાંકને મહર્ષિઓએ અને કેટલાંકને શ્રાવકોએ પર્વત ક્રિયા કરતાં નવકારના પ્રભાવે દેવપણું તથા બોધિબીજ મળ્યાં છે. દાખલા તરીકે પાર્શ્વનાથનો જીવ હાથી, મુનિસુવ્રતસ્વામી પ્રતિબોધિત અશ્વ, સોદાનો જીવ ગેંડો, સહદેવીનો જીવ વાઘણ, વૈતરણીનો જીવ વાનર, ભદ્રક મહિષ, કંબળ સબળ નામે બે બળદ, શ્રેષ્ઠિપુત્રનો જીવ મસ્ય, નંદમણિયારનો જીવ દેડકો, મુલકનો જીવ શુક, બીજા ભુલકનો જીવ પાડો, ચંડકૌશિક સર્પ, ભરૂચની શકુનિકા, સડકનો જીવ દેડકો, ત્રિવિક્રમ ભટ્ટનો બોકડો, કમઠની પંચાગ્નિમાં બળતો સાપ, ફુરગુકના પૂર્વભવનો જીવ દૃષ્ટિવિષસર્પ, પ્રદ્યુમનની માનો જીવ કૂતરી, ચારુદત્તે આરાધના કરાવેલો બોકડો, સિંહસેન રત્નનો જીવ હાથી વગેરે અનેક જીવોનું કલ્યાણ નવકારમંત્રથી થયું છે. એકલા મંત્રથી નૃપતિ રાજમહેલની અગાશી પર ચઢી નગરની શોભા નિહાળી રહ્યા છે; સમય સંધ્યાનો હતો. આકાશ ક્ષણ વારમાં વાદળોથી ઘેરાઈ ગયું, બીજી ક્ષણે તે વીખરાઈ ગયું. ઉત્તમ પુરુષોને આટલું નિમિત્ત બસ હતું. તેઓ આ સામાન્ય નિમિત્તથી વૈરાગી બની ત્યાગી બને છે, અને સંસારની સમસ્ત Aળ વ
Page #116
--------------------------------------------------------------------------
________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 107 સુખ-સાહ્યબીને તણખલા તુલ્ય તુચ્છ સમજી ત્યજીને સાચા અણગાર બને છે. પ્રત્યેક બુદ્ધ બને છે. જ્ઞાન, ધ્યાન અને તપની સાધના દ્વારા જીવનને અજવાળતા દમદંત રાજર્ષિના પુનિત પગલે હસ્તિનાપુરી પાવન થઈ. ધ્યાનની ધૂનમાં આત્માનો અનેરો આનંદ લૂંટવા લાગ્યા; નિજમાં ખોવાઈ ગયા. ફરવા નીકળેલા પાંડવોએ દમદંત રાજર્ષિ છે એમ જાણી ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવભર્યા હૈયે મુનિને નમસ્કાર કર્યા. જ્યારે દુષ્ટ દુર્યોધને આપણો કટ્ટો વૈરી છે, દુશ્મન છે તેમ માની તેનું મુખ જોવામાં પાપ માન્યું; તેમના ઉપર બીજોરાનું ફળ ફેંકી ચાલતી પકડી. મુનિશ્રીને પાંડવો તરફથી સત્કાર તથા દુર્યોધન તરફથી દુઃખદ પરિચય છતાં રાગદ્વેષમાં ક્ષમતા રાખી, ન કર્યો તોષ કે ન કર્યો રોષ. ક્ષમાનો આદર્શ રજૂ કર્યો.
Page #117
--------------------------------------------------------------------------
________________ 12 વિવેકભષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ઉત્થાન, ઉન્નતિ કે અવનતિ કે પતનની ક્ષણોનું પરિવર્તન થતું રહે છે. પતનના ઊંડા ગર્તમાંથી અભ્યદયના પરમોચ્ચ શિખરે પહોંચવું તેને જીવનની ધન્યાતિધન્ય ક્ષણો ગણી શકાય. આવી વ્યક્તિનાં જીવનની ઝલકનું વિહંગાવલોકન તથા તેથી નિષ્પન્ન થતું તત્ત્વ જોઈએ. વિવેકભ્રષ્ટો અગણ્ય રીતે અધઃપતન પામતાં હોય છે. પિતાના મૃત્યુ પછી નાની વયનો અરણિક ધર્મલાભ કહી શેઠાણીને ત્યાં ગોચરી માટે ગયા. તેણીએ મુનિનું પતન કરાવ્યું. મોહમાં પડી, રાગના રંગે રંગાયા. સોગઠાબાજી રમતાં, કલ્પાંત કરી બાળમુનિને શોધી રહેલી ગાંડી થયેલી માતાના “અરણિક-અરણિક' શબ્દો કાને પડ્યા. માનો સાદ સાંભળી સ્થિતિ સંભાળી લઈ ફરી દીક્ષા લઈ ધગધગતી શિલા પર અનશન કર્યું. પશ્ચાત્તાપ શું નથી કરાવી શકતો ? પતન અને ઉત્થાન. નટને ત્યાં સ્વાદિષ્ટ સિંહકેસરિયો લાડુ વહોરતાં સ્વાદના લોભે આષાઢાભૂતિ લબ્ધિ વડે ફરી ફરી ત્યાં પહોંચે છે, નટને ત્યાં નટકન્યાઓમાં આસક્ત થાય છે. ગુરુવચન પર દઢ રહી નગ્ન દારૂ-માંસ ખાધલી કન્યાઓને તરછોડી પOO રાજકુમારો સાથે ભરત ચક્રવર્તીનું નાટક આબેહૂબ ભજવતાં રઅરીસા ભુવનમાં વીંટી સરકી જતાં અનિત્ય ભાવનામાં ચઢતાં 500 રાજકુમારો સાથે કેવળજ્ઞાન ! બાર ભાવનાઓમાંથી ગમે તે એકનું ચિંતન મોક્ષ આપી શકે છે ને ? રસનાની લોલુપતા પતનનું કારણ બની શકે છે. શિષ્ય-સમુદાયના આચાર્ય આષાઢાચાર્ય જ્યારે માંદા પડ્યા હતા ત્યારે દેવલોક, પુણ્ય-પાપ, નરકની માહિતી ન મળતાં ફરી સંસારી બને છે. તેમના ચોથા શિષ્ય નાટક કરી તેમનો ઉદ્ધાર કર્યો; ફરી દીક્ષા લે છે; શ્રદ્ધામાં દઢીભૂત થયા અને એ જ ભવમાં મોક્ષ મેળવ્યો. નાટક દ્વારા પણ શ્રદ્ધાનો દીપ પ્રગટી શકે અને પરિવર્તન ! - નટડી પાછળ પાગલ બનેલો ઈલાચીકુમાર રાજદરબારમાં પાંચમી વાર વાંસ પર ચઢે છે. સામેના મકાનમાં રૂપવતી લલનાની નીચી દષ્ટિએ મોદક વહોરવાનું દશ્ય જોઈ તેઓ ભાવનામાં ચઢે છે. અને ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાનને ચરિતાર્થ કરે છે. ત્યારપછી બીજા ચાર રાજા વગેરે પણ ભાવનામાં
Page #118
--------------------------------------------------------------------------
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 109 ચઢી ભવના ફેરા ટાળનારું જ્ઞાન મેળવે છે. અહીં સ્ત્રી પતનનું તથા ઉત્થાનનું કારણ બને છે. મંખલિપુત્ર ગોશાલક પોતાની મેળે મહાવીરનો શિષ્ય માની બેઠો છે. તેમની પાસેથી શીખેલી તેજોવેશ્યા તેમના પર છોડે છે તથા ઘણી કનડગત કરે છે. મૃત્યુ પહેલાં પશ્ચાત્તાપ કરે છે તેથી બારમા દેવલોકમાં જાય છે, પરંતુ દુષ્ટ કર્મોનું ફળ ભોગવવા અનંત જન્મોમાં રખડવું પડે છે. જૈન શાસનમાં કર્મોના સરવાળાબાદબાકી નથી, પરંતુ તેના ગુણાકાર-ભાગાકારને અવકાશ હોય છે. ગુરુદ્રોહ કરવાનો અવિનય. પૂર્વ ભવમાં પરાશર નામના ખેડૂતે મજૂરો પર ત્રાસ ગુજારી કામ લીધું હતું. મૃત્યુ બાદ કૃષ્ણના ઢંઢણ નામના પુત્ર થયા. દીક્ષા લે છે પણ લાભાંતરાય કર્મો ઉદયામાં આવે છે. દીક્ષામાં મેળવેલી ભિક્ષા સ્વલબ્ધિથી નથી તેમ જાણતાં તેનો ચૂરો કરતાં ભારે કર્મોનો ચૂરો, પાપનો પશ્ચાત્તાપ અને કેવળજ્ઞાન. જૂર કર્મોનાં ફળ લાભાંતરાય કર્મરૂપે દેખા દે છે. મરુભૂતિ બ્રાહ્મણ હોવા છતાં પણ સુંદર જૈન ધર્મ પાળતો હતો. ભાઈ કમઠ તેની પત્ની સાથે દુરાચાર કરતો હોવાથી રાજાને ફરિયાદ કરી. તેને દેશનિકાલ કરાયો. પછી તે તાપસ થયો. મભૂતિને લાગ્યું કે તેને લીધે ભાઈની આ દશા થઈ છે. તેને ખમાવવા તેના પગમાં માથું ટેકવે છે. દુષ્ટ કમઠ મોટા પથ્થર વડે માથામાં ઘા કરે છે ત્યારે મરુભૂતિનું સુંદર શ્રાવકધર્મનું પાલન બાજુએ રહી ગયું. શિલાના આઘાતથી વેદનાના આર્તધ્યાનમાં ચાલી જવાયું; પરિણતિ દુર્યાનમાં ચાલી ગઈ, અવનતિ થતાં મરીને વિંધ્યાચલની અટવિમાં હાથણીના પેટમાં હાથી તરીકે તિર્યંચગતિમાં જવું પડ્યું. પાપબંધ અને દુર્ગતિને સારા શ્રાવકની ક્યાં શરમ રહી? જંગલી તોફાની હાથીનો અવતાર મળ્યોને ! આચાર્ય મહારાજે 500 મુનિઓની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરનારા બાહુસુબાહુની પ્રશંસા કરી જે પીઠ અને મહાપીઠને કઠી; ઈર્ષાગ્નિથી બળી રહ્યા, ચાર ભાવોમાંથી પ્રમોદભાવ ગુમાવ્યો. આ સહન ન થયું તે મનમાં છુપાવ્યું; બહારથી પ્રશંસામાં હાજી હા કરી માયા સંજ્ઞામાં તણાયા તેથી ધર્મ ગુમાવી સ્ત્રીવેદ કર્મ ઉપાર્યું અને બ્રાહ્મી અને સુંદરી થયા. રાજકુમાર લલિતાંગ મંત્રી પત્નીથી આકર્ષાયો. તે સુંદરી પણ તેની ચા કળામાં મુગ્ધ થઈ ખાનગી રીતે સુરંગ દ્વારા બહાર નીકળવાનો પેંતરો રચી બંને એક થયા. નિર્દોષ એવા મંત્રીને સ્થાનભ્રષ્ટ કરાયો. આની જાણ થતાં લલિતાંગને તીવ્ર પશ્ચાત્તાપ થયો. પોતે ગુનેગાર છે તે સહન ન થતાં આપઘાત કરવાનો વિચાર કરે છે. સાધુ-મહાત્માના ઉપદેશથી તીવ્ર-ઉત્કૃષ્ટ તપ કરે છે. અવનતિમાંથી બહાર
Page #119
--------------------------------------------------------------------------
________________ 110 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નીકળી તપના પ્રભાવથી પૂરના પાણી અસ્પષ્ટ રહે છે તથા અસંમત નાસ્તિક દ્વારા બાળી નાંખવાના પ્રયત્નમાં પણ અગ્નિ આંચ આવવા દેતું નથી. કેવાં ચઢઉતરાણ ! ઉત્કૃષ્ટ તપસિદ્ધિને અહંકારનો દોષ લાગ્યો. ધર્મ, ગુરુદેવ, વગેરેમાં ન માનનારો અસંમત નાસ્તિ; જેણે સાધુમહાત્માઓને પડ્યા છે, ધર્મની હાંસી ઉડાવી છે. જંગલી કૃત્યો કર્યા છે; તે લલિતાંગના જીવનના પ્રસંગોથી પ્રતિબોધિત થઈ “કમ્મ શૂરા તે ધર્મે શૂરા' એ ઉક્તિને ચરિતાર્થ કરી એટલો તીવ્રતમ પશ્ચાત્તાપ કર્યો કે આ પાપ નહીં પણ પૂર્વ જન્મોનાં પણ અસંખ્ય પાપોને નષ્ટ કરી લલિતાંગ મુનિથી બે ડગલાં આગળ નીકળી જઈ આત્માનું કૈવલ્ય સાધે છે. વિવેકભ્રષ્ટ થયેલો જીવ પણ સદ્બુદ્ધિના સંસ્પર્શે ઉન્નત બની શકે. તેમાં જૈનદર્શનનો કર્મસિદ્ધાંત ભાગ ભજવી શકે તે નિર્વિવાદ તત્ત્વજ્ઞાન છે. શ્રેણિકના પુત્ર નંદિષેણે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ભોગાવલિ કર્મો બાકી હોવાથી અજાણતાં વેશ્યાને ત્યાં જઈ ચઢ્યા. ધર્મલાભ નહીં, અહીં તો અર્થલાભનો ખપ છે તેથી શક્તિસંપન્ન હોવાથી સોનામહોરોનો વરસાદ વરસાવ્યો. ત્યાં રહી પ્રતિદિન ૧૦ને પ્રતિબોધે છે. એક દિવસ ૧.૦મો પ્રતિબોધ પામતો ન હોવાથી તેણી ટોણો મારે છે; તો આજે ૧૦મા તમે. તે વાક્યથી ચાનક ચઢતાં ફરી સંયમનો માર્ગ સ્વીકારી પશ્ચાત્તાપપૂર્વક ઉગ્ર તપ તપી કરી ઉન્નતિ સાધે છે. મનુષ્યના જીવનમાં સાંકેતિક ટોણો ઉત્તમ કાર્ય કરી શકે છે. લબ્ધિનું મિથ્યા અભિમાન પતન કરાવે છે કેમકે અહીં ચારિત્ર માટે લીધેલી દીક્ષા વેશ્યાના શબ્દબાણથી વિંધાયેલા નંદિષેણ ત્યજી દે છે. લબ્ધિનું મિથ્યા ગુમાન અવિવેકી બનાવે છે. પુંડરિક અને કંડરિક બે ભાઈઓમાંથી; પુંડરિકે લાંબા સમય સુધી ભોગો ભોગવી એક જ દિવસની દીક્ષા પછી આત્મકલ્યાણ સાધ્યું, જ્યારે કંડરિકે લાંબા સમયના દીક્ષા પછી એક જ દિવસમાં રસનાની લોલુપતાએ એટલું ખાધું કે પુષ્કળ ઝાડા થઈ ગયા અને કર્યું-કારવ્યું ધૂળધાણી થઈ ગયું. માટે જેણે રસના જીતી તેણે બધું જીત્યું એમ કહેવાય છે. “સનાનવે ગીત સર્વમ્ !' પ્રદેશ રાજા પૂર્વવયમાં બધી રીતે વ્યસની તથા નાસ્તિક હતો. કેશી ગણધરથી પ્રતિબોધિત થઈ ધર્મ-આરાધનામાં ગરકાવ થયો. રોષે ભરાયેલી સૂરિકાન્તા રાણી તેમને પૌષધમાં હોવા છતાં દ્વેષથી ઝેર આપ્યું એટલું જ નહીં; પરંતુ પ્રેમ પ્રગટ કરતી હોય તેવો ડોળ કરી પોતાનો કેશકલાપ તેના ગળાની આસપાસ એવી રીતે વીંટાળી દીધો કે ગળે ટૂંપો દઈ મૃત્યુ લાવી દીધું. તેણે આ બધું પ્રતિકાર વગર સમતા ભાવે સહી લીધું જેથી મૃત્યુ બાદ સૂર્યાભદેવ થયા.
Page #120
--------------------------------------------------------------------------
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 111 વિવેકહીન રાજા સમતા સાગરમાં! અને પ્રાણપ્રિય પતિને મારનારી વિવેકશૂન્ય પત્ની ! પ્રવરદેવ નામના ભિખારીને કોઢ થયો. મુનિ પાસે અવિરતિનું પાપ દૂર કરવા કટિબદ્ધ થયો. જબ્બર તપ કર્યું. એક વિગઈ, એક શાક, એક વસ્તુ ભોજનમાં લેવાનું વ્રત કર્યું. તેના પ્રતાપે કરોડપતિ થયો; છતાં પણ આ નિયમ તથા ઉષ્ણ અચિત જળપાન ચાલુ રાખ્યું. તેના પ્રતાપે બાર વર્ષના દુકાળની નૈમિત્તિકની ભવિષ્યવાણી ખોટી પાડી, ધોધમાર વરસાદ વરસ્યો. તપ શું નથી કરી શકતું? શ્રદ્ધાપૂર્વકનો તપ ચમત્કાર સર્જી શકે છે. રસના લોલુપતા દૂર થતાં કોઢ ગાયબ. મેતાર્યનો જન્મ ચાંડણકુળમાં થયો હતો. એક પ્રસંગે શેઠાણી ચાંડાલણીનાં સંતાનોની અદલાબદલી કરાય છે. મેતાર્ય શેઠાણીને ત્યાં ઊછરે છે. તેનો મિત્ર જે દેવ થયો છે તે લગ્નમાં ભંગ પડાવે છે. મિત્ર દેવને ગયેલી આબરૂ પાછી મેળવ્યા પછી તેના કહેવા મુજબ કરવાનું વચન આપે છે. દેવની મદદથી ત્રણ વસ્તુ સિદ્ધ કરી આપવાથી મગધપતિ શ્રેણિકની પુત્રીને પણ પરણે છે. બાર વર્ષ પછી મિત્ર દેવ ફરી યાદ દેવડાવે છે. મુનિ થાય છે. સોનીને ત્યાં ભિક્ષા માટે જાય છે. પંખી જવારા ચણી ગયું. જીવ-હિંસા ન થાય તેથી તેના પરનો આરોપ સહન કરે છે. સોનીએ માથે મૂકેલા દેવતા સમતાથી સહન કરે છે. આત્મકલ્યાણ સાવે છે. જૈનદર્શનમાં મેતાર્ય જેવી નીચ ચંડાળની કૂખે જન્મેલો પણ સમતાપૂર્વક દુઃખ સહન કરે તો કલ્યાણ સાધી શકે છે તથા સંયમનાં દ્વાર સર્વને માટે ખુલ્લાં છે એવો ઉદાર દૃષ્ટિવાળો જૈન ધર્મ છે. મગધ દેશના નાસ્તિક અધિપતિ રાજા શ્રેણિક ભગવાન મહાવીરની સુશ્રાવિકા ચલણાના કુશળ પ્રયત્નવશાત્ ક્ષાયિક સમકિતી બન્યા. તે પૂર્વે મહામિથ્યાત્વી હતા; ત્યારે હરણના શિકારમાં અત્યંત આનંદ વ્યક્ત કર્યો જેથી પ્રથમ નરકે ગયા. સમકિત પ્રાપ્ત કર્યા પછી પતનમાંથી ઉન્નતિ સાધી પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે પ્રથમ તીર્થંકર નામે પદ્મનાભ આવતી ચોવીસીમાં થશે. સુકુમાલિકા રાજકુમારી બે મુનિબંધુના ઉપદેશથી સાધ્વી થઈ. પોતાના સુંદર રૂપને કારણે પોતાનું શીલવત ભયમાં ન મુકાઈ જાય તે ભયથી આજીવન અનશન ધારણ કરે છે. ભૂલથી મહાપારવિઠાવણી ક્રિયા કરાઈ. તેમાં મૃત્યુ પામેલાને વનમાં મૂકી દેવામાં આવે છે. ઠંડા પવનથી તે મૃત્યુ પામી છે તેમ માની વનમાં મૂકી દેવાઈ હતી. તેના શરીરમાં ઠંડા પવનથી ચૈતન્ય ઝબક્યું. કોઈ સાર્થવાહ ઘેર લઈ ગયો. નિર્દોષ સ્નેહથી સેવા કરે છે. નિર્દોષમાંથી સદોષ થઈ ગયું. તેની પત્ની બની. શુભ નસીબે બંધમુનિઓ ભિક્ષાર્થે ત્યાં આવી પહોંચ્યાં. ઘટસ્ફોટ થતાં પાપનો ઘોર પશ્ચાત્તાપ કરી તેણે ફરી દીક્ષા લઈ ઉત્થાન આત્મસાતુ કર્યું. તેથી
Page #121
--------------------------------------------------------------------------
________________ 112 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરેલા પાપ પ્રત્યે ધૃણા, ગહણા, ભર્સના, આલોચનાદિથી પાપી પણ ધર્મી બને છે. સાધ્વીમાંથી ગૃહિણી બનવાનો અવિવેક હતો ને ! સુમેરપ્રભ નામનો હાથી જંગલમાં દાવાનલ વખતે ઊંચા કરેલા પગ નીચેના સસલાને બચાવવા અઢી દિવસ પગ ઊંચો રાખે છે. મૃત્યુ બાદ શ્રેણિકના પુત્ર મેઘકુમાર થાય છે. દીક્ષા પછી પ્રથમ રાતે અગવડ ન સહન થવાથી દીક્ષા ત્યજવા તૈયાર થાય છે. મહાવીર સ્વામી પાસે પૂર્વ ભવ જાણી દીક્ષા ન ત્યજતાં મેઘકુમાર ચારિત્ર ચમકાવી કલ્યાણના પંથે વિચરે છે. અહીં પરીષહ ન સહન કરવાનો અવિવેક હતો ! - સ્થૂલિભદ્ર રૂપાકોશાથી આકર્ષિત થઈ માતા-પિતાની અવજ્ઞા કરી બાર વર્ષ સુધી ત્યાં અમનચમનાદિ કાર્યોમાં રસમગ્ન રહ્યો. પિતાના મૃત્યુના સમાચારથી, ભાઈ દ્વારા થયેલા વધનાં કારણ જાણી મળતા મંત્રીપદને તિલાંજલિ આપી આલોચન કરતાં કરતાં લોચ કરી એવી “દુષ્કર દુષ્કર' ચારિત્રવિષયક કરણી કરી કે જેથી ચોર્યાશી ચોવીસી સુધી પોતાનું નામ અમર કરી ગયો. કેવું ચારિત્ર્યભ્રષ્ટ જીવન અને કેવું ઉન્નતિને શિખરે પહોંચાડે તેવું આચરણ ! અવિવેકમાંથી વિવેક. ગુર્જરેશ્વર કુમારપાળ પછી ત્રણ વર્ષ સુધી શાસન કરનાર અજયપાળે કાળો કેર વર્તાવ્યો. અનેક જિનાલયો તોડી નંખાવ્યા, સાધુઓને ખૂબ સતાવ્યા. ચોકીદારની માતા સુહાગદેવી સાથે સંભોગ, પકડાઈ જતાં ધાંધાએ પોતાની માતાને વિકટાવસ્થામાં જોઈ ગુસ્સે થઈ અજયપાળને માથામાં મોટો પથ્થર મારી માથું ફાડી નંખાવ્યું. જ્યાં એક શાસન કરતો વિષયલંપટ, નાસ્તિક રાજા અને ક્યાં નીચ કાર્ય કરનારી તેની તે જ વ્યક્તિ ! વિવેકભ્રષ્ટ થયો માટે ને ? જે નગરીના મધ્યભાગમાં દેવો વડે રત્નમય શિખરોથી યુક્ત જિનેશ્વર ભગવંતોના સ્તૂપોનું નિર્માણ થયેલ છે, અને જેનો પ્રભાવ સર્વ દિશામાં પ્રસરેલો છે, એવા મથુરામાં યમુન નામે રાજા હતો. નગરની યમુના નદી નજીક દંડ નામે અણગાર આતાપના લઈ રહ્યા હતા. રાજાએ તેમને જોયા, ક્લિષ્ટ કર્મોના ઉદયથી તેના પર કોપ થયો. તેના મસ્તકનો છેદ કર્યો. તેને અનુસરીને સેવકોએ ઈટોઢેખાળાનો વરસાદ વરસાવ્યો. સાધુ સમતાપૂર્વક સહન કરતાં મારાં પૂર્વકૃત કર્મ ઉદયમાં આવ્યાં છે, કોઈનો અપરાધ નથી. આવું શુક્લધ્યાન ઉલ્લસિત થતાં કેવળજ્ઞાન પામ્યાં. અંતકૃતકેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. ત્યારપછી ઇન્દ્ર પુષ્પાદિથી તેમની પૂજા કરી. યમુન રાજાને તેના કાર્ય બદલ લજ્જા થઈ. ધિક્કાર થાઓ એમ વિચારી વધ કરવા તૈયાર થયા. ઇન્દ્ર કહ્યું અપરાધની શુદ્ધિ થાય તેવું પ્રાયશ્ચિત્ત કરો. આલોચનાથી માંડી પારાંચિત સુધીનાં પ્રાયશ્ચિત્તો પૂક્યાં. શુદ્ધ ચારિત્ર્ય એ પ્રાયશ્ચિત્ત છે. તેમણે અભિગ્રહ ધારણ કર્યો
Page #122
--------------------------------------------------------------------------
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 113 કે ભોજન પહેલાં, કે તે દરમ્યાન જો આ પાપ યાદ આવે તો મારે ભોજન કરવું નહીં. તે પ્રમાણે તેઓ એક પણ દિવસ ભોજન લઈ ન શક્યા. ફરી વ્રતો ઉચ્ચારી, પંડિત મરણની સાધના કરી. કાળે કરી તેઓ દેવલોકમાં ઉત્પન્ન થયા. અહીં અવનતિ અને ઉન્નતિ બંને જોવા મળે છે. મુનિને કદર્થના કરવાની વિવેકશૂન્યતા હતી તેથી ને? પત્નીની આંખો સજળ થયેલી જોઈ, જેને લીધે આ ઉમળકો ઊભરાઈ આવ્યો છે તે વ્યક્તિ તેનો જાર હોવો જોઈએ તેવા મિથ્યા દુરાગ્રહને લીધે; ઝાંઝરિયા મુનિનો ઘાતક રાજા પશ્ચાત્તાપના પાવન અગ્નિમાં પોતાનાં ઘનઘાતી કર્મોને સળગાવી નાંખવામાં સફળ બન્યો છે. દષ્ટાંતમાં પતનમાંથી ઉત્થાન થયું છે. મુનિને મારી નાંખવાનો અવિનય હતો. 500 શિષ્યોના અગ્રણી આચાર્ય અંગારમર્દક કોલસી પર પગ ચાંપતા “કેવાં જીવો મસળાઈ રહ્યાં છે' તેવો પાપી વિચાર કરનારી વ્યક્તિ અભવ્ય છે તેની ખાતરી થઈ, સમ્યક્ત વમી નાંખે છે; તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. વિશાળ સાધ્વી સમુદાયના ગુણી રજ્જા સાધ્વી અચેતજળના સેવનથી કોઢ થયો તેવી ઉજૂત્ર પ્રરૂપણાથી જીવન હારી ગયા. રજ્જા સાધ્વીએ ચકલા-ચકલીનું મૈથુન જોયું; તીર્થકર આ બાબતમાં શું જાણે તેમ માની માનસિક પતન થતાં કપટપૂર્વક પચાસ વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા જેવી કે ઉપવાસ, આયંબિલ કર્યા, પરંતુ કપટશલ્ય દૂર ન થતાં 80 ચોવીસી સુધી રખડતાં થઈ ગયાં. પોતાની શોક્યોને જિનપૂજામાં પારંગત બનાવનારી રાજરાણી કુંતલા ઈર્ષ્યાથી બળી મર્યા પછી કૂતરી થઈ. ઈર્ષ્યા પતન કરાવનારું કારણ થયું. સ્ત્રી દ્વારા તારું પતન થશે તે ગુરુની શંકાને નિર્મળ કરવા કોઈ પણ પ્રકારની સ્ત્રીથી બચવા જેણે દૂરવાસ સ્વીકાર્યો, નદીના વહેણને વાળી દીધું. તેથી તે તપસ્વીનું નામ કુલવાલક પડ્યું. જેણે તીવ્ર તપશ્ચર્યા કરી છે તે માગધિકા વેશ્યાના સંપર્કમાં આવ્યા પછી મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ તોડાવી નંખાવ્યો તે મુનિ કેવા વિવેકભ્રષ્ટ થયા. રસના લોલુપી, દૃષ્ટિરાગ તથા કામરાગ પતનનું કારણ બન્યા. ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત કોણિક ખોટી ભ્રાંતિથી પિતા શ્રેણિકને જેલમાં પૂરી રોજ 100 ચાબકાનો માર મરાવતો. રથમુસલ તથા મહાશીલાર્કટક યુદ્ધમાં એક કરોડ 80 લાખ જીવોનો સંહાર કરાવ્યો તે મરીને છઠ્ઠી નરકે ગયો. પત્નીના વચન ખાતર વૈશાલી જીતવા મુનિસુવ્રતસ્વામીનો સૂપ પણ તોડાવી નંખાવ્યો. ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિ 500 શિષ્યોના ગુરુ હોવા છતાં પણ “કરમાણે કડે' જેવી ઉત્સુત્ર, પ્રરૂપણાથી જીવન હારી ગયા. ધનાઢ્યા જૈન-૮
Page #123
--------------------------------------------------------------------------
________________ 114 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન નંદમણિયાર પરિગ્રહની મમતાથી મરીને દેડકો થયો. સુકૃત પાણીમાં ગયું. નયશીલ મુનિ ઈર્ષાથી મરી સાપ થયા. મંગુ આચાર્ય રસનાના ગુલામ બની ગટરના ભૂત થયા. મરીચિ ભગવાન આદિનાથની વાણી સાંભળી ફુલાઈન ફાળકો થયો. ‘હું પ્રથમ ચક્રવર્તી, વાસુદેવ, તીર્થકર થઈશ” તેવા મિથ્યાભિમાનથી 1000 ક્રોડાકોડ સાગરોપમ કાળ પછી ૨૪મા તીર્થંકર થયા. તેમના 27 ભવમાંથી એકમાં સિંહને ચીરી નાંખ્યો, ત્રિપૃષ્ઠના ભવમાં નોકરના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું, અભિમાનથી નીચ ગોત્રમાં જન્મ થયો તથા બધા તીર્થકરો કરતાં વધુ દુ:ખો સહન કર્યા. રહનેમિ સુંદર ચારિત્ર પાળનારા હોવા છતાં પણ ગિરિગુફામાં વરસાદથી ભીનાં થયેલાં ભાભી રાજિમતીને નિર્વસ્ત્ર જેઈ કામભોગની લાલસામાં સરી પડ્યા; પરંતુ ભાભીએ પરિસ્થિતિ સંભાળી લઈ યોગ્ય ઉપદેશથી તેઓને ફરી સન્માર્ગે ચઢાવી દીધા. બાર બાર વર્ષો સુધી સુંદર ચારિત્ર પાળી આચાર્ય કાલિકાચાર્યની કૃપા મેળવી વિનયરત્ન પૌષધમાં ગુરુ સાથે રહેલા રાજા ઉદાયીનું કંકશસ્ત્રથી ખૂન કરી ભાગી ગયા. સાથે ગુરુ પણ મૃત્યુ પામ્યા. વૈરનો અવિવેક ! વૈયાવચ્ચી નંદિપેણ કદરૂપા હોવા છતાં પણ દીક્ષા લીધી. આપઘાત કરવા પર્વત પર ગયા. અગિયાર અંગો ભણ્યા, મહાગીતાર્થ થયા. સાધુઓના પ્રખર વૈયાવચ્ચી થયા, દેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા; પર00 વર્ષો સુધી છઠ્ઠના પારણે છઠ્ઠનો અભિગ્રહ, અનશન, નમસ્કારનો જાપ. આ બધું એળે ગયું કારણ કે છેલ્લે મતિભ્રંશ થતાં સેંકડો લલના મારી પાછળ ઘેલી બને તેવું નિયાણું કરી, હાથી વેચી ગધેડ ખરીદ્યો ! બ્રહ્મદત્ત ચક્રીના 700 વર્ષના આયુષ્યનાં 16 વર્ષ બાકી હતાં ત્યારે વૈરભાવથી કોઈ બ્રાહ્મણે ગોફણ દ્વારા તેની આંખ ફોડી નાંખી. પ્રતિકારરૂપે પ્રતિદિન થાળ ભરી બ્રાહ્મણોની આંખો લાવવા હુકમ કર્યો. કુશળ મંત્રીઓએ ગુંદાના ઠળિયા ભરેલો થાળ આંખોથી ભરેલો છે, તેમ માની સતત 12 વર્ષ સુધી એવાં ચીકણાં નિકાચિત કર્મો બાંધ્યાં કે રૌદ્ર ધ્યાનમાં સાતમી નરક. કેવું પતન અને કેવી રીતે શિક્ષા ! મુનિસુવ્રતસ્વામી પાસે સ્કંદકાચાર્યે વિહાર માટે આજ્ઞા માંગી ત્યારે પ્રભુએ કહ્યું: ‘ત્યાં તમને અને તમારા સાધુવંદને મરણાન્ત ઉપસર્ગ નડશે.” પ્રત્યુત્તરમાં પૂછ્યું : “અમે આરાધક કે વિરાધક ?' તમારા સિવાય બધાં આરાધક !
Page #124
--------------------------------------------------------------------------
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 115 500 શિષ્યો સાથે બધાંને ઘાણીમાં પીલવાનું જૈન ધર્મના કટ્ટર હેલી પ્રધાને રાજા પાલકને ભરમાવી કાવતરું કર્યું. જ્યારે ૫OOમા બાળમુનિનો વારો આવ્યો ત્યારે પોતાને તેની પહેલાં પીલવાની દરખાસ્ત મૂકી. રાજાએ તે વાત અમાન્ય કરી. ક્રોધાન્વિત મુનિએ રાજા સહિત નગરને બાળી નાંખવાનું નિયાણું કર્યું. વિરાધક તરીકે પુણ્યના બળે મૃત્યુ પામી દેવ થયા. નગર બાળી નાંખ્યું. તે ભૂમિ દંડકારણ્ય તરીકે જાણીતી થઈ. કેવા તપસ્વી ચારિત્રનિષ્ઠ સાધુ પણ છક્કા ખાઈ જાય છે ! તેમના સિવાય બધાનો ઉદ્ધાર થયો. ચોમાસામાં ચાર મહિના ઉગ્ર તપસ્યા કરનારા ચાર મુનિમાંથી સિંહગુફાવાસી. મુનિએ તેજોદ્વેષથી સ્થૂલિભદ્રની જેમ કોશાને ત્યાં ચોમાસું કરવાની આજ્ઞા માંગી. ઉપરવટ થઈ ગયા પણ પ્રથમ દૃષ્ટિએ દષ્ટિરાગ થતાં લપસી પડ્યા. કોશાને પામવા નેપાળ જઈ રત્નકંબળ લઈ આવ્યા. ત્યારે કોશાએ તેના ટુકડા કરી ખાળમાં પધરાવી દીધા. આમ કેમ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે જેમ તમે સંયમરૂપી સુંદર ચારિત્રચાદર નારી માટે ભ્રષ્ટ કરી છે, તેમ મેં રત્નકંબળ ખાળમાં પધરાવી દીધી. આંખ ખૂલી ગઈ. બીજાના વાદે ચણા ચાવવા જાય તો દાંત પણ તૂટી જાય. ઉપરનાં દૃષ્ટાંતોની સૂચિ લાંબી ન કરતાં ઉન્નતિ અને અવનતિના પ્રસંગોનું મૂલ્યાંકન કરીએ. જીવનમાં ધર્મપ્રવૃત્તિ માટે જીવદયા, ઉદારતા, પરોપકાર, હિતબુદ્ધિ, સહિષ્ણુતા, મૈત્રીભાવ, માધ્યસ્થભાવ, કરુણા, ગુણાનુરાગાદિ વણાઈ જવા જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય હાંસલ થયું હોય તો :- (1) પાપ અને પાપી જીવનનો તીવ્ર સંતાપ અને ધિક્કાર. (2) ધર્મારાધનમાં ભારે અહોભાવ, ગદ્ગદ્ધા, ઉલ્લાસ, અપૂર્વ વીલ્લાસ અને કર્તવ્યબુદ્ધિ. (3) ધર્માનુષ્ઠાનોમાં નિરાશસભાવ, અનાસક્તિ, :અસંગભાવ. (4) ઔચિત્યપાલન તરફ જીવનનો ઝોક. પ્રથમનાં દૃષ્ટાંતો રૂપે જયતાક પ્રદેશી રાજા, દઢપ્રવાહી, અંગુલિમાલ, ચિલાતીપુત્ર, સ્થૂલિભદ્ર, સુકુમાલિકા, સિદ્ધર્ષિ. બીજાના દષ્ટાંતરૂપે કુમારપાળ, નાગકેતુ, સુલસા ચંદનબાળા, નંદિષેણ, મહારાજા, શ્રેણિક, સનતકુમાર ચક્રી, પુંડરિક, વંકચૂલ, દેવપાલ વગેરે. ત્રીજાના દષ્ટાંતમાં દેવપાલ, શિવકુમાર, વજૂજંઘ રાજા, ભરવાડ પુત્ર સંગમ, અર્ણિકાપુત્ર, પુષ્પચૂલા, ચંદનબાળા, રાવણની ભક્તિ, ધર્મારાધના માટે ધર્મપુરુષાર્થના ત્રણ ઉપાયો ઉપર સૂચવ્યા છે. જેનાથી પરિણિત અને અકરણ નિયમ હાંસલ કરી શકાય. પરિણિત એટલે આગળ ને આગળ સતત
Page #125
--------------------------------------------------------------------------
________________ 116 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઊર્ધ્વગમન અને અકરણ નિયમ ચૌદ ગુણસ્થાનકોનાં પગથિયાં ચઢવા માટે અત્યંત આવશ્યક છે; જેનાથી ચઢતાં ચઢતાં કોઈ દિવસ મુક્તિરૂપી મહેલમાં પ્રવેશ પામી શકાય. જંબુસ્વામીના પૂર્વભવે ચારિત્ર લીધું હતું, બળજબરીથી પાળતા હતા, અહોભાવ વિના; કારણ કે મનમાં પત્ની નાગિલા રમી રહી હતી. મોટાભાઈના મૃત્યુ પછી સંસાર ફરી માંડવા વિચારે છે. અવનતિ, પરંતુ નાગિલાના કુનેહ પછી ચારિત્ર્યના મહામૂલ્યનો ખ્યાલ આવી ગયો. ચારિત્ર્યમાં સ્થિર થઈ ગયા. આલોચના, પ્રાયશ્ચિત્ત કર્યું; અહોભાવથી ઉત્સાહ જાગ્યો. આચાર અનુષ્ઠાનાદિમાં ગગદતા અનુભવે છે. જંબુસ્વામીના ભવમાં આ પુણ્યાનુબંધી પુણ્યથી આઠ પત્ની તથા અઢળક સંપત્તિ સાપની કાંચળીની જેમ ત્યજી શકે છે. ફૂલમાં રહેલો નાનો સાપ પૂજા કરી રહેલા નાગકેતુને કરડે છે. તેની પીડા ન ગણકારતાં પૂજા અહોભાવે, એકાગ્રતાપૂર્વક ગગદ દિલે કરે છે, પરિણામે કેળવજ્ઞાન. રબારીનો પુત્ર સંગમ ગમાર છતાં કલ્યાણમિત્રના સંપર્ક મુનિને ખીર અહોભાવે ગદ્ગદ દિલે વહોરાવે છે. રાત્રે મર્યો ત્યારે ગુરુ પ્રરૂપિત દયા, ત્યાગ તથા દાનની અનુમોદના કરતો રહ્યો તેથી પુણ્યાનુબંધી પુણ્યના ગુણાકાર રૂપે 32-32 પેટિયો; 32 પત્ની, અઢળક સંપત્તિને ત્યજી શાલિભદ્ર ચારિત્ર ગ્રહણ કરે છે. ખંધકમુનિની ચામડી ઉજરતાં કષાયો ન સેવ્યાં, સંયમભાવ સેવ્યો. સંતુષ્ટ થયેલા ધરણન્દ્ર રાવણની ભક્તિથી તુષ્ટ થઈ તેના સાટે માંગવાનું કહે છે. ત્યારે રાવણ મુક્તિ માંગે છે. પ્રત્યુત્તરમાં તેઓ જણાવે છે કે મને તે મળી નથી તો કેવી રીતે આપી શકું. કેવી નિરાશસ ભાવની ભક્તિ ! આનંદશ્રાવક તથા અહંન્નકાદિ દશ ઉપાસકોની નિરાશસભાવે ધર્મારાધના હતી. સુદર્શન શેઠે પૂર્વભવમાં “નમો અરિહંતાણં'ની રટણા નિરાશસભાવે કરી તેથી પુણ્યનો ગુણાકાર થયો. આ લેખની સમાપ્તિ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીના આ શ્લોકથી કરીએ : संसारसागराओ उब्बुडो मा पुणो निबुडिज्जा / चरणकरणविप्पहिणो बुड्डई सुबहुपि जाणंतो // સંસારસાગરમાં ઊંચે આવેલો, તું ફરીથી ડૂબી ન જઈશ. ખૂબ જાણકાર હોવા છતાં પણ ચરણ-કરણ વગર તું ડૂબી જઈશ. લખાણના નિષ્કર્ષરૂપે જણાવવું હોય તો :- (1) પશ્ચાત્ તપારો, હાર્દિક તપારો તે પ્રાયશ્ચિત્ત. (2) કરેલાં પાપોને અનુલક્ષીને ખંતપૂર્વકનું પ્રાયશ્ચિત્ત. (3) કરેલાં પાપોનું નિષ્ઠાપૂર્વક પ્રત્યાખ્યાન. (4) નિત્ય ઉપરના ગુણસ્થાનકે ચઢવા
Page #126
--------------------------------------------------------------------------
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 117 માટે પરિણતિ. (5) ભવિષ્યમાં કરેલાં પાપો ફરી ન થાય તે માટે અકરણનિયમ. જેમણે આ પાંચ તત્ત્વો જીવનમાં વણી લીધાં છે તે પાપીઓનું ઉપરનાં દૃષ્ટાંતોમાં જીવનપરિવર્તન તથા કેવળજ્ઞાન કે મોક્ષપદની પ્રાપ્તિ જોવા મળે છે. ઉન્નતિ પછી અવનતિના ગર્તમાં પડવા માટે આટલું નોંધી શકાય કે ચૌદ પૂર્વધરો કે નવરૈવેયકમાં જનારો જીવ જો મિથ્યાત્વથી લુષિત હોય તો પ્રથમ ગુણસ્થાનકે ગબડી પડે છે; તથા ચૌદ પૂર્વોનો જાણકાર હોય, પરંતુ તેમાંના એક અક્ષર વિષે મિથ્યાત્વ હોય તો પણ ઉન્નતિ પછી અવનતિ થઈ શકે છે. જે પડે છે તે ઊભો થઈ શકે છે. જે બાળક ચાલે છે તે પડી ફરી ઊભો થઈ આવે છે. સમવસરણમાં ભગવાને કહ્યું છે કે, “ડિવારૂ અનંતા’ પડનારાઓની સંખ્યા અનંત છે, પરંતુ જે પડ્યા છે, સમજ્યા છે તેઓ જ ફરી ઊભા થઈ આગળ વધી શકે છે. તેથી કહેવાયું છે કે, “એ શુરા તે ઘને શુરા'. દઢપ્રહારી, અંગુલિમાલ, ચિલાતીપુત્ર, વંકચૂલ વગેરે કર્મ કરવામાં શૂરવીર હતા. તેઓ ધર્મ કરવામાં એટલું જ શૌર્ય કે તેથી અધિક બતાવી કલ્યાણકામી થઈ ગયા. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ એ ચારમાંનો એક પણ પાયો જો ગુમાવ્યો, અને આહાર, વિષય, પરિગ્રહ, ભય, નિદ્રા તથા ક્રોધ, માન, માયા લોભ એ આઠમાંની એક પણ સંજ્ઞાના રોકાણની શુદ્ધિ જો ગુમાવી તો તે વ્યક્તિ કવચિત વિવેકભ્રષ્ટ થઈ જાય છે. તેણે કરેલી ઊંચી ધર્મસાધનાને પાયા વિનાની અને શુદ્ધિ વિનાની બનાવી દેવા સમર્થ છે. વિવેકભ્રષ્ટ થયેલાંઓમાં આઠ સંજ્ઞામાંથી ગમે તે એક કે અધિક સંજ્ઞાનું પ્રાબલ્ય ભ્રષ્ટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકાણમાં વેશ્યાને ઘેર ન જવાની મર્યાદાના લોપે નંદિષેણ, નીચું જોઈને ચાલવાની મર્યાદાના લોપે લક્ષ્મણા સાધ્વી, અવગ્રહણમાં પ્રવેશ અંગે સ્ત્રીની મર્યાદાના લોપે સંભૂતિમુનિ, સંઘાટક સાથે ગોચરી જવાની મર્યાદાના અતિક્રમણે આષાઢાભૂતિ મુનિ, યોગ્ય કારણ હોવાથી પણ વિગઈઓના મર્યાદિત સેવનના લોપ કંડરિક મુનિ, નારી સામે નહિ જોવાની મર્યાદાના લોપે સિંહગુફાવાસી મુનિ વગેરેના ઉપર દોષોના હુમલા થઈ ગયા છે, અને પતન પામી ચારિત્ર લુપ્ત થઈ ગયું હોય છે. ઈર્ષ્યાથી રાજરાણી કુંતલા મરીને કૂતરી થઈ. નિયાણાથી વૈયાવચ્ચી નંદિષેણ ગબડ્યા, ગુલાંટ ખાઈ ગયા. ઉસૂત્ર પ્રરૂપણાથી જમાલિ, સાધ્વી રજ્જા, દર્પ અને અહંકારથી સિંહગુફાવાસી મુનિ, ક્રોધ થકી ચંડકૌશિક, મત્સરથી તથા દંભથી બાહુ-સુબાહુ, દષ્ટિરાગ તથા કામરાગથી કુલવાલક મુનિ વગેરે પોતાને સર્વજ્ઞ માનનારા તથા ગર્વ અને અભિમાનથી ચાર જ્ઞાન ધરાવનાર જાતને પંડિત શિરોમણિ માનનારા ગૌતમ મહાવીર સ્વામી દ્વારા સંબોધન પામતાં નમી પડી વિવેકહીનતાને તિલાંજલિ આપી તીર્થકરના પ્રથમ ગણધરપદને પામ્યા. 0
Page #127
--------------------------------------------------------------------------
________________ 13 નિરાશસભાવ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળચરિત્રમાં પ્રથમ શ્રી સિદ્ધચક્રનું સ્વરૂપ દર્શાવી “શતો ટાંતો નિક્રિયા' એ શ્લોક દ્વારા આરાધક આત્મા કેવા પ્રકારની વિશિષ્ટ યોગ્યતાવાળો હોય છે તેનું વર્ણન કરે છે. ખારાધક આવા વિશિષ્ટ ગુણવાળો હોવો જોઈએ. આવા ગુણથી રહિત-ગુણહીન આત્મા વિરાધક કોટિમાં ગણાય છે. ઉપર જણાવેલા ગુણોવાળો આત્મા નિરાશસભાવે ભક્તિ કરી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યનાં ત્રણ કારણો બતાવ્યાં છે : (1) પાપનો પ્રબળ પશ્ચાત્તાપ; (2) ગગદભાવે ધર્મારાધના અને (3) ધર્માનુષ્ઠાનમાં નિરાશસભાવ. જો ધર્મારાધના અહોભાવવાળી હોય તો પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય. મહારાજા કુમારપાળે પૂર્વભવમાંથી પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવેલાં પ પિઠ, વ્યસની બહારવટિયાના જીવન પછી ગુરુયોગથી ધર્મી જીવન બનાવ્યું. પાંચ કોડીના ફૂલથી જિનેન્દ્રની જે અહોભાવગર્ભિત ગદ્ગદભાવ અપૂર્વ હર્ષોલ્લાસથી પૂજા કરી તો અઢાર દેશનું રાજ્ય મળ્યું. વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા શિવકુમારને પિતાની શિખામણ યાદ આવી. મુશ્કેલી જેવા મૃત્યુના મુખમાંથી ઉગારવાના એક ઉપાય તરીકે ગદ્ગદભાવે નિરાશંસ બુદ્ધિથી નવકારમંત્રનું રટણ કરે છે અને આપત્તિ આવે તો નવકાર યાદ કરજે” એ પિતાના વાક્યથી ભીના દિલથી ગદ્ગદભાવ અદ્ધામય દિલથી નવકાર ગણતાં જ.ગીનો સુવર્ણ પુરુષ બની ગયો, સંકટમાંથી મુક્ત થયો, ધર્મ ભૂલ્યાનો પારાવાર પસ્તાવો તથા ધર્મ પર ભારોભાર અહોભાવ ઉત્પન્ન થઈ ગયો. રાજા વજૂજંઘને દેવ-ગુરુ પર અહોભાવ પોતાની પાપિષ્ઠ સ્થિતિ જોઈને એટલો બધો વધી ગયો કે દેવાધિદેવ અને નિગ્રંથ ગુરુ મળી જવાથી ખાંડિયો રાજા હોવા છતાં પણ સિંહસ્થ રાજાને નમન ન કરતાં નિરાશસભાવમાં શ્રદ્ધાથી ઉન્નત મસ્તક રાખે છે. દેવ-ગુરુ સિવાય બીજાને નમવું નહીં એ નિયમનું નિર્ભીક અને નિઃશંકપણે ચરિતાર્થ કર્યું. જંબુસ્વામીના પૂર્વ ભવમાં ભવદેવે ચારિત્ર લીધેલું પણ તે અહોભાવ વિના પાળતા; કારણ કે મનમાં પત્ની નાગિલા હતી. મોટાભાઈના મૃત્યુ પછી સંસારમાં
Page #128
--------------------------------------------------------------------------
________________ નિરાશસભાવ - 119 જોડાવા પોતાના ગામમાં આવ્યા. પરંતુ પત્ની નાગિલાની કુનેહથી ચારિત્ર્યના મહામૂલ્યનો ખ્યાલ આવી ગયો; હવે ચારિત્ર્યપાલનમાં ભારે જોમ તથા ઉત્સાહ આવ્યો. આ પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે જંબુસ્વામીના ભવમાં 8-8 પત્નીઓને પણ વિરક્ત બનાવી પ૨૭ જણા સાથે દીક્ષિત થયા. પુણ્યનો કેવો ગુણાકાર, નિરાશસભાવ હતો ને ! ગરીબના ગમાર દીકરા સંગમ માટે સામગ્રી માંગીને માતા ખીર બનાવે છે; તે ખીર મુનિને કલ્યાણમિત્રની સોબતના લીધે ગદ્ગદભાવે નિરાશંસ બુદ્ધિથી વહોરાવી તે રાતે મર્યો ત્યાં સુધી ગુરદયા તથા ત્યાગની અનુમોદના કરતાં કરતાં બીજા ભવમાં ત્યાગના સંસ્કાર એવા બળવત્તર થયા કે ધનાઢ્ય શાલિભદ્ર થયો એટલું જ નહીં પણ મારા માથે સ્વામી છે તે જાણ થતાં ધન્નાની સાથે દીક્ષિત થઈ નિરાશસભાવે ધર્માનુષ્ઠાનાદિ કર્યા. ગગદ દિલ સાથેની ધર્મસાધના જીવનમાં કેવું ચમત્કારિક ફળ આપે છે તે મહાન શ્રાવક નાગકેતુના જીવનમાં જોવા મળે છે. પુષ્પ-પૂજામાં એક પછી એક પુષ્પો રૂપી એવા ભગવાનની મૂર્તિમાં ગોઠવ્યે જાય છે. તે કરતાં નિરાશસભાવે અરૂપી ભગવાન સાથે અસંગભાવ ઉત્પન્ન થાય છે. ફૂલમાં રહેલો એ સાપ ડેસે છે. ચરમશરીર હોવાથી મોક્ષગામી છે. પ્રભુની પૂજાના રાગી હતા તેથી ભાવોલ્લાસ ધ્યાન પ્રભુભક્તિમાં રહે છે. આ ધ્યાન કેવું જોરદાર હશે કે વીતરાગતા સુધી પહોંચી ગયું કેમ કે શુક્લધ્યાનનાં છેલ્લાં બે ચરણોથી જ કેવળજ્ઞાન સુલભ બને છે. ગગદભાવ, નિરાશસવૃત્તિ, અહોભાવ, નિ:સર્ગના અને કેવળજ્ઞાન. તાત્પર્ય આમ છે કે પ્રભુભક્તિમાં કે બીજી ધર્મસાધનામાં ગગદભાવ જેટલો જોરદાર એટલી શુભ અધ્યવસાયોની આત્મપરિણતિ જોરદાર બનતી જાય, સુદત્ત રાજર્ષિ પાસે ચોરને શિક્ષા માટે લાવવામાં આવ્યો છે. થનારી શિક્ષા અને તે પાપ તથા રાજા તરીકે અઢળક પાપો કરવાના પ્રસંગોથી ઉદ્વિગ્ન થઈ ગગદભાવે રાજર્ષિ પદ છોડી દેતાં અવધિજ્ઞાન થાય છે. કેવો ગદ્ગદભાવનો પ્રભાવ ! છેવટની ક્ષણોએ ગદ્ગદભાવ, નિરાશંસવૃત્તિથી ખંધકમુનિ, સાધ્વી મૃગાવતી, ચંદનબાળા, આચાર્ય મહારાજ અર્ણિકાપુત્ર, પુષ્પચૂલા, ચિલાતીપુત્ર, દૃઢપ્રહારી વગેરે કલ્યાણ કામી બની જતાં હોય છે. નિરાશસભાવે કરાતી ધર્મસાધનામાં અરિહંતપદના આરાધક દેવપાલનો પ્રસંગ મનોભાવમાં ઊપસી આવે છે ને? શેઠનાં ઢોરો ચારનાર ક્ષત્રિય જાતિના રજપૂત નોકરને જંગલમાં ભેખડમાંથી ઋષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા મળી.
Page #129
--------------------------------------------------------------------------
________________ 120 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નાહી ધોઈ નાના બનાવેલા મંદિરમાં પ્રતિષ્ઠિત કરી. મહાનિધાન મેળવ્યું એમ માની પ્રતિદિન મૂર્તિપૂજા ન થાય ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોઢામાં ન નાંખવાનો નિયમ લે છે. એક વાર સાત સાત દિવસો સુધી વરસાદની હેલી થઈ. સાત દિનના ઉપવાસ થયા. ચક્રેશ્વરી અધિષ્ઠાયિકા દેવી પ્રગટ થઈ કારણ કે આઠમા દિને પ્રભુ પાસે જઈ રડ્યો. દેવી કહે છે કે ભક્તિની બદલામાં માંગ માંગ. પ્રભુ, ભક્તિ મને આપો. તે કહે છે કે એ તો તારી પાસે છે જ. જો તે મારી પાસે હોત તો 7-7 દિવસો વાંઝિયા કેમ ગયા? ફરી દેવી કહે છે મારું પ્રગટ થવું નિષ્ફળ જાય નહીં. રાજપાટ કે ખજાનો માંગ. તે કહે છે હાથી વેચી ગધેડો નથી લેવો. મારે તો ઊંચી ભક્તિ જ જોઈએ. દેવી હાથ જોડે છે. તેની પ્રભુભક્તિ પર ઓવારી ગઈ. ઉત્કૃષ્ટ ભક્તિના પરિપાક રૂપે સાતમા દિને રાજા થશે એમ તત્કાળ ફળે તેવા પુણ્યથી નગરીનો રાજા થઈશ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ. દેવપાલને ચિંતા થઈ કેમ કે હોલામાંથી ચૂલામાં પડ્યો. દેવપાલે ભક્તિના ધર્મને સર્વેસર્વો રાખ્યો. રાજા બન્યો, રાજકુંવરી પરણ્યો પછી પણ ભક્તિને સર્વેસર્વા રાખવા રાજ્ય ચલાવવાનું કામ શ્રાવક મહામાત્યને સોંપી દીધું અને તે પુણ્યના પરિપાક રૂપે તીર્થકર નામકર્મ નામનું પુણ્ય કમાઈ ગયો. કમઠના લાકડામાંથી બહાર કાઢવામાં આવેલા અર્ધદગ્ધ સાપને પાર્શ્વકુમાર તરફથી નવકાર સંભળાવવામાં આવ્યો. તે એમાં ગદ્ગદ થઈ ઓતપ્રોત થઈ ગયો કે મૃત્યુ બાદ ધરણેન્દ્ર થયો. આ પ્રમાણે સમડી, બળદ જેવાંને પણ દુઃખદ અંતકાળે નવકાર સાંભળવા મળ્યો. તેમાં ગગદ થઈ એકાકાર થવાથી સુંદર માનવઅવતાર પામ્યા. રાવણ સમકિતી જીવ હતો. અષ્ટાપદ પર્વત ઉપર ખૂબ ભાવપૂર્વકની ભક્તિથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર ઇચ્છિત માંગી લેવાની લાલચ બતાવી. રાવણ ન લલચાયો, કેમ કે તેની ભક્તિ નિરાશસભાવની હતી. એણે પ્રત્યુત્તરમાં કહ્યું કે ભક્તિના પરિપાકરૂપે મારે મોક્ષ જોઈએ છે જે તું આપી નહીં શકે. ધરણેન્દ્ર બે હાથ જોડી જણાવે છે કે મારો મોક્ષ હું કરી શકતો નથી તો તને તે કેવી રીતે આપી શકું? અરણ્યમાં મહાત્મા પાસેથી માત્ર “નમો અરિહંતાણં' પદ મેળવનાર નોકરે આકાશગામિની વિદ્યાબળે ઊડી જનાર મુનિ પ્રત્યે આકર્ષાઈ દિન-રાત તેના આચરણમાં ચકચૂર છે. તેનું માહાસ્ય તથા ઊંચું મૂલ્ય સમજી શેઠ પાસેથી સમગ્ર નવકાર મેળવી તેમાં નિરાશસભાવે એકાકાર થઈ રટણ કરે છે. એક વાર નદીમાં પાણી ભરાયા પછી તરતાં તરતાં પેટમાં ખૂંટો ખૂંપી જાય છે. નાગકેતુ જેમ સર્પના ડંસને અવગણી પૂજામાં એકાકાર બને છે તેમ તે પણ
Page #130
--------------------------------------------------------------------------
________________ નિરાશસભાવ 121 અસહ્ય પીડા અવગણીને નવકાર રટતો મૃત્યુ પામે છે. નવકાર મંત્રનું રટણ એવું જોમવાળું, સવવાળું હતું કે આ વેદનાને વિસાતમાં ન લેતાં રટણમાં ખૂબ લીન બની ગયો. મરીને સુદર્શન શેઠનો ભવ મેળવે છે. રૂપાળી અને સામેથી ભોગસુખની માંગણી કરનાર અભયારાણીથી ન લલચાતાં બ્રહ્મચર્યમાં અડગ રહે છે. રાણીનો ખોટો આરોપ, રાણીની અહિંસા ખાતર રાણીના પ્રપંચ અંગે મૌન ધારણ કરી સર્વ પ્રગટાવે છે. તે જ ભવમાં મોક્ષ, કેમ કે શૂળીનું સિંહાસન થઈ ગયું. નિરાશસભાવનો પ્રતાપ ને ! નિરાશસભાવે ભક્તિમાં ગદ્ગદતા તથા એકાગ્રતા માટે કલ્યાણ મંદિર સ્તોત્રમાં જણાવ્યું છે કે :इत्थं समाहितधियो विधिवत्... सान्द्रोल्लसत्पुल कवज्युकिताङभागाः / त्वबिम्बनिर्मलमुखाम्बुजबद्ध लक्षाः... संस्तवं रचयन्ति भव्याः // પોતાના ભાઈ સાથે પત્ની તરીકેનું જીવન વ્યતીત કરતાં ઘટસ્ફોટ થયા પછી પશ્ચાત્તાપપૂર્વક સાધ્વી બનેલાં પુષ્પચૂલા વીતરાગ બનવા માટે પતિની નગરીમાં રહી, પતિ તેનું દર્શન કરી શકે તેવી રીતે સાધ્વી બનેલી પુષ્પચૂલા ચારિત્ર ધર્મને ઊની આંચ ન આવે તેવી રીતે આચાર્ય ભગવંત અર્ણિકાપુત્રની ઉચ્ચ કક્ષાની વૈયાવચ્ચ કરતાં કરતાં વીતરાગી, વીતદ્વેષી બની કેવળી બને છે. તેમાં રાગના ઘરમાં રહી રાગને માર્યો, તે જ નગરીમાં રહેવાનું હોવાથી ક્યાંય મમત્વ ન બંધાય તે માટે, શિથિલતા ન પેસે એ માટે સંયમની સાધના વધુ ને વધુ હોંશ, જોસ, પરિણતિવાળી બનાવી; તથા ઉપકારી મહાગુણિયલ આચાર્યની સેવામાં અહોભાગ્ય સમજી સેવામાં કમી ન રાખી. આ ભાવો પર આગળ ને આગળ વધતાં રહ્યાં. સંયમથી બહારના પૌગલિક પદાર્થો પર નિરાશ ભાવ વધારતાં જ ગયાં જેથી કેવળીપદ પામ્યાં. પ્રશસ્ત રાગમાં પણ કોઈ ફળની આશા જ નહીં તેથી એ રાગને છૂટતાં વાર નહીં અને કેવળજ્ઞાન તેનું મહામૂલ્યવાળું ફળ. નિરાશસભાવ કેળવવો એ એક પ્રકારનું ઉત્કૃષ્ટ તપ છે. નિરાશસભાવના પ્રખર તપથી જૂનાં અકબંધ પાપકર્મોનો ક્ષય થાય છે, અને તે દ્વારા લબ્ધિઓ ઊભી થાય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં આરાધનામાં, અનુષ્ઠાનમાં કે ઇતર ધાર્મિક વિધિવિધાનોમાં મન નિરાશસભાવે વિશુદ્ધ ભાવનાથી તન્મય, તલ્લીન, તદાકાર થાય તો તે શુભ ધ્યાન ઘણાં ઊંચાં ફળ આપનારું થાય છે. દુઃખને અને વિપત્તિને સલામ તથા સંપત્તિ તથા સુખાદિનું સ્વાગત કરવું તે નિરાશસભાવ પ્રાપ્ત કરવાનું એકમેવ અદ્વિતીય કારણ છે. મહાભારતમાં કુન્તી પણ કહે છે કે, વિપઃ નઃ સતુ શવત્ મહારાજા. શ્રેણિક અનાથમુનિના નાથ બનવાનો પ્રસ્તાવ રજૂ કરે છે ત્યારે મુનિ કહે છે કે તું પોતે જ અનાથ હોઈ કેવી રીતે મારો નાથ બની શકીશ?
Page #131
--------------------------------------------------------------------------
________________ 122 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સ્પષ્ટીકરણ કરતાં મુનિ પોતાની પૂર્વાવસ્થાની પરિસ્થિતિ વર્ણવે છે. સુખસાહ્યબી તથા પ્રેમી કુટુંબીજનો, મિત્રવર્ગ તથા ઔષધોપચાર છતાં પણ તેના નયનની પીડા કોઈ લઈ શક્યું કે મટાડી ન શક્યું, ત્યારે તેણે નિરાશસભાને સંકલ્પ કર્યો કે જો મારી નાનપીડા ટળી જાય તો બીજે દિવસે સંસાર ત્યજી રમાત્મકલ્યાણની આરાધનામાં ખૂપી જવું. ચમત્કારની જેમ તે શુદ્ધ સંકલ્પના બળે તેની પીડા દૂર થઈ. કેવો નિરાશ ભાવનો પ્રભાવ ! એક ગર્ભિણી સમડી તરતના બચ્ચા માટે ખોરાક લેવા ગઈ હતી ત્યારે પારધીના બાણથી વીંધાઈ ગઈ. વેદનાનું ભાન થતાં રડવા લાગી. કરુણાના ભંડાર સમા બે મુનિરાજો ઉપદેશ આપે છે કે ભગવાન મુનિવ્રતસ્વામીના શરણનો સ્વીકાર કર. પછી પંચ પરમેષ્ઠિ મહામંત્ર સંભળાવ્યો. એકાગ્રતા આવવાથી, વેદના ભુલાઈ, ધ્યાન બદલાયું, તેના પ્રાણ નીકળી ગયા; તે સિંહલદ્વીપમાં શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત રાજાના ચંદ્રલેખા પટ્ટરાણીની કૂખે સુદર્શના નામની પુત્રી મહાશ્રાવિકા થઈ. પારુચિ નામના શેઠે મરવાની અણીએ પડેલા બળદને કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો, તેનું રહસ્ય સમજાવ્યું; મરીને તે જ નગરમાં રાજાનો ઋષભધ્વજ નામે પુત્ર થયો. મથુરામાં ભરવાડનો વિવાહ-પ્રસંગ જિનદાસ શેઠે તેને બાપેલાં ઉત્તમ પ્રકારનાં સાધનોથી શોભી ઊઠ્યો. ભરવાડ દંપતીએ બે વાછરડાં ભેટ આપ્યાં. ચાર પગાની બાધા હોવાથી અતિથિ તરીકે સાચવે છે. એક વાર મોટા થયેલા બળદોને તેનો મિત્ર ખૂબ દોડાવે છે. તેઓ મૂછ પામ્યા. શેઠે અનશન કરાવ્યું, ધર્મ સંભળાવ્યો, નમસ્કાર મહામંત્ર સાંભળતાં પ્રાણ ત્યજ્યા. મરીને કંબલ સંબળ નામના દેવ થયા. તે બે દેવોએ ભગવાન મહાવીર સ્વામી ઉપર ઉપસર્ગ કરનારને ભગાડી પ્રભુની ભક્તિ કરી. ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામે નગર હતું. આચાર્ય સુવ્રતસૂરિ સમુદાય સાથે ત્યાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. તેમાં દમસાર નામના તપસ્વી મૌની શિષ્ય હતા. તેમને જોતાં જ કષાયો, કુવૃત્તિઓ શમી જાય. એક ભીલ દંપતીને તેમને જોતાં હિંસક વિચારો ચાલ્યા ગયા, ભાવમાં પરિવર્તન આવ્યું. મુનિ પાસેથી નવકાર શીખી લીધો. મૃત્યુ બાદ ભીલ રાજસિંહ નામે રાજકુમાર થયો; ભીલડી મરી રત્નાવતી રાજપુત્રી થઈ. બંનેનાં ગાંધર્વ લગ્ન થયાં. દેવગૃહમાં સૂતેલાં તેમને રાક્ષસ મારવા તૈયાર થયો. બહાદુરીથી રાક્ષસને મહાત કર્યો. તેઓને ચિંતામણિ રત્ન આપ્યું. પતિ-પત્ની ધર્મમય જીવન જીવતાં નવકારના સ્મરણપૂર્વક અનશન કરી દેવલોકમાં ગયાં, જ્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મોક્ષ પામશે.
Page #132
--------------------------------------------------------------------------
________________ નિરાશ ભાવ ( 123 ઉપર કેટલાંક નિરાશસભાવનાં ઉદાહરણો ટાંક્યાં છે. ઉપરના લખાણના સંદર્ભમાં આમ કહી શકાય કે સ્વર્ગાદિ સુખોની, દેવતાઈ ઋદ્ધિ-સમૃદ્ધિ તથા સાંસારિક સુખ, સાહ્યબી, ઋદ્ધિ-સિદ્ધિ-આરોગ્યાદિની મનોકામના ન સેવવી એટલે નિરાશસભાવ. ભગવદ્ગીતામાં સમત્વ અથવા કર્મયોગ સુખ-દુઃખાદિ, લાભ-અલાભાદિમાં સમત્વ ધારણ કરવું તેને કર્મયોગ તરીકે ઘટાવે છે. સમત્વ યોગ ઉચ્યતે. વળી, ત્યાં કહ્યું છે કે : कर्माणि अधिकारस्ते मा फलेषु कदाचन / ___ मा ते कर्मफलहेतुर्भुः मा ते संगः अस्तु अकर्मणि // તે પ્રમાણે નિરાશસભાવ માટે વિકર્મો તથા અકર્મો પણ ત્યાજ્ય છે. અન્ય પરિભાષામાં આ વસ્તુ સમજાવી છે. કુમારપાળ પૂર્વ વયમાં વ્યસની અને લૂંટારા હતા. ગુરુના સંપર્ક તે દશા પર તીવ્ર પશ્ચાત્તાપ, લોહીનાં આંસુ ! ત્યારબાદ દેવ-ગુરુ-ધર્મ પર અનહદ આનંદ, શ્રદ્ધા, જ્વલંત આરાધના, ગગદભાવ, અહોભાવ, રોમાંચ બધી આરાધનામાં લૌકિક આશંસા, અભિલાષા નહીં. ફક્ત નિરાશસભાવ. આ તત્ત્વોના યોગે એટલી બધી ઉચ્ચ કોટિનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્યું કે અઢાર દેશના રાજા તો ઠીક પણ તે પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય મળ્યું જેથી આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના ગણધર થશે ! ઉપાશકદશામાં દશ ઉપાસકોની અગ્નિપરીક્ષાનું સચોટ વર્ણન ઉપલબ્ધ થાય છે. અન્નકાદિની દેવાદિ વડે જે સાનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો થયા છે તેમાં તે સમકિત, દધર્મી શ્રદ્ધા તથા રુચિવાળા તે ભદ્રિક જીવોની સમ્યકત્વ ધર્મની સાધના નિરાશસભાવથી નિરીહભાવથી છે તેથી ધર્મશ્રદ્ધા તેમને માટે પરમ નિધાન હોઈ તેથી નીચી કક્ષાની દેવો દ્વારા આપવામાં આવતી તુચ્છ ચીજોની ચાહના કે લાલચ શા માટે રાખે ? નિરાશ ભાવ એટલે નિરીહભાવ. પૌગલિક, સાંસારિક, ભવાભિનંદી, સ્વર્ગાદિ સુખોની વાંછનાનો ત્યાગ, ઓઘદષ્ટિ નહીં પરંતુ મોક્ષલક્ષી દષ્ટિ રાખી આરાધના, ધર્મ, તપ, શીલ, દાન વગેરેનું અનુષ્ઠાન તે નિરાશસભાવ. અંતે શ્રીપાલરાજા તથા મયણા સુંદરીના જીવનના પ્રસંગો પર સંક્ષેપમાં દષ્ટિપાત કરીએ. પિતા દ્વારા લેવાયેલી અગ્નિપરીક્ષામાં કર્મના સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા રાખનારી મયણા ભર સભામાં કર્મની સર્વોપરીતા રજૂ કરે છે. ક્રોધાન્વિત પિતા તરત જ કોઢિયા સાથે લગ્ન કરાવે છે. તે કર્મના વિપાકને સ્વીકારી, પતિ તરીકે તેમને સ્વીકારી બીજા દિવસે પ્રભાત થતાં બંને ત્રિભુવનનાથ આદિનાથની
Page #133
--------------------------------------------------------------------------
________________ 124 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉચ્ચ ભાવથી નિરાશસભાવે વંદનાદિ ચૈત્યવંદન કરે છે. તેનું પ્રત્યક્ષ ફળ મળે છે. પ્રભુના નવણથી શ્રીપાલનો કોઢ નષ્ટ થઈ સુંદર સ્વરૂપવાળા બને છે. પ00 કોઢિયાનું પણ તેવું જ થાય છે. ધવલ શેઠને મદદ કરે છે. તેને કલ્યાણમિત્ર તરીકે સ્વીકારે છે; પરંતુ લોભી ધવલ તેને મારવા દોરડા કાપી નાંખે છે. સમુદ્રમાં પડતાં કશી હાયવોય નહીં. પરંતુ માની શિખામણ પ્રમાણે નવકારમંત્રનું સંસ્મરણ તથા રટણ જેવી મગરમચ્છની સવારી તથા સમુદ્રકાંઠે આવવું. ત્યાર પછી જે નવી નવી આઠ પત્નીઓ પરણે છે તે અંગેના પ્રત્યેક પ્રસંગમાં પુનિત મંત્ર નવકારાદિની આરાધના બળવત્તર તથા ફળદાયી નીવડે છે. મયણા તથા શ્રીપાલ રાજસુખ પ્રાપ્ત કર્યા પછી પણ ધામધૂમથી સ્વદ્રવ્યના વ્યય વડે સિદ્ધચક્રની આરાધના તલ્લીનતાથી ગદ્ગદ રીતે કરે છે. નવપદની સ્તુતિ કરતાં તેના ધ્યાન બળે નવમો દેવલોક પામે છે. ચાર દેવ તથા ચાર મનુષ્યભવ પામી નવમા ભવે મોક્ષ મેળવશે. - નિરાશસભા-નિરીહભાવે ધર્મારાધના કરવાથી - અસંગભાવે ભક્તિ કરતાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો તીવ્ર ક્ષયોપશમ કે ક્ષય થતાં કેવલ્યપદ સુધી સાધક પહોચી શકે છે. ભગવાન મુનિવ્રતસ્વામીના સમયમાં થયેલા આ દંપતી યુગલનું જીવનચરિત્ર જે વિનયવિજયજીએ રચ્યું છે તે શ્રીપાલરાજાનો રાસ પ્રતિવર્ષ ઉત્સાહપૂર્વક ધર્મી જીવો સાંભળે છે, વાંચે છે તથા નિરાશસભાવને ચરિતાર્થ કરવા મનસૂબો સેવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________ 14 કલ્યાણમંદિર સ્તોત્ર જૈન સાહિત્યના ઇતિહાસ પ્રમાણે વિક્રમાદિત્ય રાજાના સમયમાં સિદ્ધસેન દિવાકર, જેમને કલ્યાણ મંદિરની છેલ્લી ગાથામાં કુમુદચંદ્ર તરીકે ઓળખાવ્યા છે તે એક મહાન, વિદ્વાન અને પ્રભાવક આચાર્ય હતા. એક વખત તેમણે સંઘ ભેગો કરી પોતાનો વિચાર જણાવ્યો કે હું સર્વ આગમો સંસ્કૃતમાં કરવા વિચારું છું. શ્રી સંઘે તરત કહ્યું કે શું તીર્થકરોને તથા ગણધરોને સંસ્કૃત નહોતું આવડતું કે જેથી તેઓએ તે બધાં માગધીમાં રચ્યાં? તમને આમ કહેવાથી પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત લાગે છે. અહીં જોવા મળે છે કે આચાર્ય કરતાં પણ શ્રી સંઘ મહાન છે. સિદ્ધસેને સંઘની આજ્ઞા શિરોવંદ્ય ગણી જણાવ્યું કે હું મૌન ધરી બાર વર્ષનું પારાંચિત પ્રાયશ્ચિત્ત લઈ ગુપ્ત રીતે મુખવસ્ત્રિકા, રજોહરણાદિ લિંગ રાખી અવધૂતની જેમ ફરીશ. બાર વર્ષ પછી તેઓ ઉજ્જૈન નગરીના મહાકાલના મંદિરમાં રંગીન વસ્ત્રો પરિધાન કરી બેઠા. પૂજારીએ મહાદેવને નમસ્કાર કરવા કહ્યું. તેઓ મૌનવ્રતમાં હોવાથી બોલતા નથી. આ લોકવાયકા સાંભળી રાજા ત્યાં આવ્યા. પૂજારીએ નીકળી જવા જણાવ્યું. તેઓ ન નીકળ્યા. રાજાના નોકરોએ પગ પકડી ઘસડવા માંડ્યા; પરંતુ તેમના પગ લાંબા થતા ગયા. રાજાએ કહ્યું, ક્ષીર નિનિ મિશે વિિિત તથા ટેવો રવિંદ્યતે. તેમણે જણાવ્યું કે “મારા વંદનથી લિંગ ફાટી જશે.' ફાટે તો ફાટવા દો પણ નમસ્કાર તો કરો જ.' સિદ્ધસેને તરત જ પદ્માસને બેસી, દ્વાત્રિશિકાની બત્રીશ ગાથાથી સ્તવના કરવા માંડી. તેની પ્રથમ ગાથા બોલતા લિંગમાંથી ધુમાડો નીકળ્યો. એટલે લોકોને લાગ્યું કે શિવજીનું ત્રીજું નેત્ર ઊઘડ્યું છે. ભિક્ષુકને તે ભસ્મીભૂત કરી દેશે. એવામાં વિજળીના તેજ જેવો તડતડાટ કરતો પ્રથમ અગ્નિ નીકળ્યો અને પછી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તેમણે કલ્યાણમંદિરની રચના કરી ક્ષમા માંગી. રાજાએ ખુલાસો પૂળ્યો. તેમણે જણાવ્યું કે બ્રાહ્મણોએ કાલાનુસાર બળ પામી પ્રભુપ્રતિમા નીચે દબાવી તેના ઉપર શિવલિંગની સ્થાપના કરી. રાજાએ ગુરુ સમક્ષ બાર વ્રત ગ્રહણ કર્યા, ત્યાં દેરાસર બંધાવી તેના નિભાવાદિ માટે સો ગામ આપ્યાં. સંધે ત્યારબાદ સંતુષ્ટ ગુરુને સંઘમાં લીધા.
Page #135
--------------------------------------------------------------------------
________________ 12 * જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પ્રસિદ્ધ નવ સ્મરણમાં આઠમું કલ્યાણ મંદિર સ્તોત્ર છે. તેના જેવું સાતમું ભક્તામર સ્તોત્ર છે. બંને લોકપ્રચલિત હોવા છતાં પણ ભક્તામરનું પઠન, અધ્યયન, આરાધના, પૂજાદિ કેમ વધારે થાય છે ? બંને સ્તોત્રો ‘ઉક્તાવસંતતિલકાત:જાજગૌગ:' સૂચિત વસંતતિલકા છંદમાં રચાયા છે. બંનેમાં સમાન 44 શ્લોકો છે. બંનેનો છેલ્લો શ્લોક અન્ય છંદમાં છે. બંનેના કર્તા વિદ્વાન, પ્રતિષ્ઠિત, ગુરુવર્યો માનતુંગસૂરીશ્વરજી તથા પ્રભાવક સિદ્ધસેન દિવાકર છે; જેમણે છેલ્લી અન્ય છંદમાં રચેલી ગાથામાં જનનનયનકુમુદચંદ્ર' તરીકે ઓળખાવ્યા છે. ભક્તામરમાં પાણીમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રના પકડવા જેવી સુલભ ચેષ્ટા તથા કલ્યાણ મંદિરમાં સુરગુરુ બૃહસ્પતિ જે કાર્ય ન કરી શકે તેવું કપરું કાર્ય અલ્પબુદ્ધિવાળો હું કરવા કટિબદ્ધ થયો છું, એમ વર્ણવી બંને હાસ્યાસ્પદ છે એમ સૂચવ્યું છે. બંને સ્તોત્રોમાં ભરપૂર અનુપ્રાસ અલંકાર જોવા મળે છે. ભક્તામરમાં નાયભુત ભુવન ભૂષણ ભૂતનાથ, ભૂતૈગુણભુવિ ભવન્તમભણ્વન્તઃ; કલ્યાણ મંદિરમાં ગર્જદૂર્જિતનોઘમદભ્રભીમ ભશ્યન્તડિન્સલમાંસલધોરધારમ્ ભક્તામરમાં શબ્દોની પુનરાવૃત્તિ જેવી કે મનાગપિ મનો, કલ્પાન્તકાલ, ચલિતાચલન, મોહ-મહાંધકાર, શાલિવનશાલિની, જલધરેર્જલભાર, હરિહરાદય, શતાનિ શતશઃ, શિવ-શિવપદસ્ય, મદાવિલવિલોલ, ભ્રમભ્રમર, બદ્ધક્રમ ક્રમાગત, ગજગર્જિત કલ્યાણ મંદિરમાં સરસ સરસો, ભવોભવતો , હતા હતાશો, મુસલમાંસલ, વિધિવત્ વિધૂત, શરણં શરણં શરણ્ય, ભુવને ભવાન્તરેપિમાં, પુનરાવૃત્તિમાં સુંદર સંગીત સર્જેલું છે. ભક્તામરમાં આઠ પ્રભુના આઠ અતિશયોમાંથી ફક્ત ચારને સ્થાન મળ્યું છે, જેમ કે : અશોકતરુ (28) સિંહાસન (29) ચામર (30) તથા છત્રત્રય (31) ગાથાઓમાં છે; જ્યારે કલ્યાણ મંદિરમાં આઠે આઠને સ્થાન મળ્યું છે, જેમ કે અશોક (19) સુરપુષ્પવૃષ્ટિ (20) દિવ્યગિર (21) ચામર (22) સિંહાસન (23) ઘુતિમંડલ (24) સુરદુભિ (25) આતપત્રય (2 ), કલ્યાણ મંદિરમાં વિશેષમાં અપ્રચલિત શબ્દો જેવા કે : કમઠસ્મધૂમકેતુ, કૌશિકશિશુ, વનશિખષ્ઠિનું ચામીકર, શિતિઘુતિમંડલ, પાર્થિવનિપ, વગેરે. વિશેષમાં કલ્યાણ મંદિરમાં એક શબ્દના વધુ અર્થ નીકળે તેવા શબ્દો પ્રયોજ્યા છે, જેમ કે : ગોસ્વામિનીના ત્રણ અર્થ જેવા કે રાજા, ભરવાડ તથા સૂર્ય, વિગ્રહયુદ્ધ, શરીર અશોક તે નામનું વૃક્ષ, તથા શોક રહિત પાર્થિવનિપ માટીનો ઘડો, રાજાથી સુરક્ષિત; દુર્ગત-દુષ્ટ ગતિ, કઠિનાઈથી સમજાય તેવું; અક્ષર અમર, શબ્દદેહ, અલિપિ-લિપિ રહિત, મૌન; અજ્ઞાનવતિ-અભણ, અજ્ઞોનું રક્ષણ
Page #136
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 127 કરનાર આને અલંકારશાસ્ત્રમાં વિરોધાલંકાર તરીકે ગણાવાયા છે. આવા શબ્દો 16, 29, 30, ૩૫મી ગાથામાં જોવા મળે છે. ભક્તામરમાં આદિનાથને આ રીતે સંબોધવામાં આવ્યા છે :- ગુણસમુદ્ર, મુનીશ, નાથ, ત્રિભુવને કલલામભૂત, ત્રિજગદીશ્વર, મુનીન્દ્ર, ધીર, ભગવત્ જિનેન્દ્ર. જ્યારે કલ્યાણ મંદિરમાં શ્રી પાર્શ્વનાથના સંબોધનમાં આવા શબ્દો મળે છે :- અધીશ, નાથ, ઈરા, જિન, વિભો, જિનેન્દ્ર, સ્વામિન, જિનેશ, મુનીશ, વીતરાગ, દેવ, વિશ્વેશ્વર, જનપાલક, જનબાંધવ, દુઃખીજનવત્સલ, શરણ્ય, કારણ્યપુણ્યવસત, વશિનાં વય, મહેશ, ભુવનપાવન, દેવેન્દ્રવંધ, વિદિતાખિલ વસ્તુસાર, સંસાર-તારક, ભવનાધિનાથ, કરુણાહૃદ, જનનયનચંદ્ર. આમ કલ્યાણ મંદિરમાં સંબોધનો વધારે ભાવવાહી અને ભક્તિસભર છે. ભક્તામરમાં અપ્રચલિત સંસ્કૃત શબ્દો દગોચર થતાં નથી. આ રીતે પણ કલ્યાણમંદિર ભક્તામર કરતાં વિશેષતા ધરાવે છે. સિદ્ધસેન સિદ્ધહસ્ત, કવિસમ્રાટ, વિદ્વાન, પ્રભાવક આચાર્ય હતા તેથી આ સુલભ બન્યું છે. કલ્યાણ મંદિર એક ઉત્કૃષ્ટ ભક્તિસભર ભાવવાહી ભક્તિસભર ગંભીર કાવ્ય છે. એક દરિદ્ર ભિખારી કોઈ ધનાઢ્ય પાસે દવાદ્ધ કંઠે, લચબચતા ભીના હૃદયથી વિનમ્ર થઈ ભિક્ષા યાચે તેવી રીતે કલ્યાણ મંદિરમાં ભાવગર્ભિત ભક્તિરસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. તેમાં કવિએ કહ્યું છે કે તે ભક્તો કૃતકૃત્ય છે જેઓ ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક અન્ય કાર્યો બાજુ પર મૂકી ભક્તિથી ઉલ્લસિત અને પુલકિત હૃદયે નેત્રોને તમારા પર ઠેરવી તમારા ચરણકમળની આરાધના કરે છે. મેં આવું કશું કર્યું નથી તેથી પણાભવાદિનો શિકાર થયો છું. મોહાંધ દષ્ટિ હોવાથી એક પણ વાર મેં તેમને સમ્યક રીતે નીરખ્યા નથી, પૂજ્યા નથી, મનમાં ધારણ કર્યા નથી. ભાવશૂન્ય ભક્તિ હોવાથી દુ:ખોનું ભાજન બન્યો છું. પરંતુ મારા પર દયા કરી શરણાગત એવાં મારાં દુ:ખો દૂર કરો કેમ કે મેં હવે સાચી ભક્તિથી શરણ લીધું છે; તમો કારુણ્ય અને પુણ્યનું રહેઠાણ હોવાથી શરણ આપશો જ. મારી આવી સ્થિતિમાં જો તમે ચરણોપાસકને તરછોડી દેશો તો હે દેવેન્દ્ર વંદ્ય ! હે સંસારતારક ! હે કરુણાહૃદ ! ભયંકર વિડંબનાના સમુદ્રમાં ડૂબેલા તેવા ચરણોપાસકની ભક્તિ ફળ વગરની થઈ જશે ! તમારામાં વિધિપૂર્વક પુલકિત હૃદયે, સમાધિસભર બુદ્ધિથી નિર્મળ એવા તમારા મુખકમળ પર દષ્ટિ કેન્દ્રિત કરી આજીજીપૂર્વક હું કહું છું કે ભક્ત પર દયા વરસાવો. અહીં ભક્તની સરિતા વહેવડાવી છે, જેવી રત્નાકરસૂરિએ “મંદિર છો મુક્તિ તણા..'માં વહેવડાવી છે. કલ્યાણ મંદિરમાં ભક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વૈષ્ણવ ધર્મમાં ભક્તિનું માહાભ્ય અનેરું છે. શ્રી વલ્લભાચાર્યે ભક્તિને
Page #137
--------------------------------------------------------------------------
________________ 128 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સર્વોત્કૃષ્ટ બતાવી ભાગવતાદિ ભક્તિસભર ગ્રંથોમાં ભક્તિરસ સુંદર રીતે અંકિત કર્યો છે. ઈષ્ટદેવની ઉપાસના અથવા મોક્ષપ્રાપ્તિનાં સાધનોમાં જ્ઞાન, તપ, ચારિત્ર, ભક્તિ છે. આ બધાંમાં સૌથી સુલભ આમજનો માટે સફળ અને સુલભ માર્ગ તે ભક્તિ છે. કૃષ્ણભક્તોમાં મીરાં અગ્રસ્થાને છે. કલ્યાણમંદિર કરતાં બીજાં સ્મરણો (નવમાંથી) કેવી રીતે જુદાં છે તે તપાસીએ. પ્રથમ સ્મરણમાં માત્ર પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યો છે. બીજા સ્મરણમાં લોકોત્તર વાંછના કરી છે. ત્રીજા શાંતિકરમાં રોહિણી વગેરે દેવી તથા ગોમુહાદિ યક્ષાદિની પાસે સ્વરક્ષાની માંગણી કરી છે. જે લૌકિલ, પૌગલિત સુખાદિ આપે તેવી સ્પૃહા કરી છે. પાંચમા નિમિઉણમાં પણ કોઢ, તોફાનમાંથી નાવનું રક્ષણ, અગ્નિ, સર્પ, લૂંટારા, ગજેન્દ્ર, સિંહ, યુદ્ધ, રોગ, ચોર વગેરેમાંથી રક્ષણ થાય તેવી વિનંતિ કરી છે. છઠ્ઠા અજિતશાંતિમાં પણ સુખાદિ માંગ્યાં છે. આ સ્મરણમાં બે તીર્થકરો અજિતનાથ અને શાંતિનાથની સ્તવના કરી છે. અંતે અવિષાદ, વિષાદનો નાશ તથા પ્રસાદ કરો તેવી આશા વ્યક્ત કરી છે. આઠમા ભક્તામરમાં પ્રથમ સામાન્ય સ્તવના કરી ૩૪મા શ્લોકથી ઐરાવત, સિંહ, વડવાનલ, ભયંકર સર્પ, યુદ્ધમાં જય, સમુદ્રના તોફાનમાંથી રક્ષણ, જલોદરની વ્યાધિમાંથી મુક્તિ વાંછી છે. જીવવાની આશા ત્યજી દીધલાને સુંદર કાયાની વાંછના વગેરે સાંસારિક, પૌગલિક, ઓઘદૃષ્ટિ સંપન્ન અભિલાષા, આશંસા વ્યક્ત કરી છે. ઉપર્યુક્ત વિવેચનને લક્ષમાં રાખી આઠમા સ્મરણમાં આનાથી વિપરીત પરિસ્થિતિ દૃષ્ટિગોચર થાય છે. સૌ પ્રથમ આઠમા શ્લોકમાં પાર્શ્વનાથ પ્રભુ કે જેમને હૃદયગત કર્યા છે તેથી સ્વકાય સ્થિતિ પ્રભુમય બની છે. તેમના પ્રભાવથી નિબિડ એવાં નિકાચિત કર્મો શિથિલ થઈ જાય છે. ત્યારબાદ તમારા માત્ર દર્શનથી અસંખ્ય રૌદ્ર ઉપસર્ગો નષ્ટ થઈ જાય છે. હે તારક ! જે સંનિષ્ઠ હૃદયે તમને ધારણ કરે છે તે ભાવિક ભદ્ર જીવો સંસાર સમુદ્ર તરી જાય છે. તે સ્વામિન્ ! તમને હૃદયસ્ત કરેલાં એવાં ભદ્રિક જીવો બહુ સહેલાઈથી સમુદ્ર તરી જાય છે તેથી શું તીર્થકરનો પ્રભાવ વિચારણીય નથી લાગતો? ક્રોધને તિલાંજલી દીધા પછી તમે કર્મરૂપ ચોરોને વિધ્વસ્ત કર્યા છે. યોગી પુરુષો પણ હૃદયકમળમાં પરમાત્મા સ્વરૂપ એવા તમને શોધે છે. તે જિનેશ ! તમારા માત્ર ધ્યાનથી સાધક જીવ શરીર ત્યજી ક્ષણ માત્રમાં પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. જેઓના અંતઃકરણમાં આપ બિરાજમાન છો તેઓના શરીરનો નાશ કરો છો; એટલે કે મુક્તિ આપો છો. અભેદ બુદ્ધિથી ભદ્રિક જીવો તમારું ચિંતન કરતાં કરતાં તમારામય બની જાય છે; જેવી રીતે વિષ દૂર થતાં પાણી અમૃત બને છે. નષ્ટ થયો છે અંધકારરૂપી અજ્ઞાન જેમનો
Page #138
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 129 તેવા હે વિભુ ! પરમતાવલંબી તમારા સાચા સ્વરૂપને સમજી શકે છે. ધર્મોપદેશના સમયે અશોકવૃક્ષ પણ શોક રહિત થઈ જાય છે. સુમન (પુષ્પો) અને દેવો પણ તમારા સાન્નિધ્યમાં બંધન વગરનાં થઈ જાય છે. તમારી પીયૂષમય વાણીનું પાન કરી ભવ્યો ઝડપથી અમરપદ પ્રાપ્ત કરે છે. જેઓ મુનિપુંગવો જેવાં તીર્થકરને વંદન કરે છે. તેઓ વિઝાતી નીચેથી ઉપર જતી ચામરની જેમ ઊર્ધ્વગતિ મેળવે છે. જન્મજલધિથી મુક્ત થયેલા એવા તમારે જેમણે શરણ સ્વીકાર્યું છે તેઓને તારો છો. પછીના ૨૯થી 32 શ્લોકોમાં પાર્શ્વનાથ પ્રભુનાં પરાક્રમોનું વર્ણન છે. ૩૩મા શ્લોકમાં વર્ણન કરે છે કે હે ભુવનાધિપતિ ! ત્રિસંધ્યા, વિધિપૂર્વક, અન્ય કૃત્યોને દૂર હડસેલી ભક્તિસભર હૃદયથી તલ્લીન, તદાકાર, તન્મય થઈ જેઓ તમારા પાદદ્રવ્યની આરાધના કરે છે તેઓ ધન્ય છે. મેં તમને નીરખ્યા નહીં. મેં પૂજાવિંદનાદિ કર્યા નથી તેથી હું પરાભવાદિનું લક્ષ્ય બની ગયો છું. મારી આરાધના મોહગર્ભિત હતી તેથી હે જનબાંધવ! હું દુઃખી બન્યો છું; ભાવશૂન્ય ક્રિયાઓ વ્યર્થ નીવડી છે. છતાં પણ તે કાર્ય અને પુણ્યના રહેઠાણ સ્વરૂપ ! તમે ભક્તિથી વિનમ્ર બનેલા મારા દુઃખાંકરનું ઉમૂલન કરો. અનેકોના તારણહાર ! મેં કે જેણે તમારા ચરણકમળની ઉપાસના કરી નથી તેનો જો તમે ત્યાગ કરશો તો હું દુર્ભાગી રહીશ. તેથી ભયંકર ભયદ એવા સંસારસમુદ્રમાં ડૂબેલા એવા મારો તમે ઉદ્ધાર કરો. જો તમારા ચરણકમળની ઉપાસના કરનારની સતત તીવ્ર ભક્તિથી ફળ આપવા માંગતા હો તો માત્ર તમારા એકનું શરણ લેનારનું હે શરમ્ય ! આ ભવમાં તેમજ અન્ય ભવોમાં તેનું રક્ષણ કરનાર થજો. આ રીતે સમાધિનિષ્ઠ બુદ્ધિથી, વિધિપૂર્વક, સોલ્લાસથી પુલકિત હૃદયથી જેઓ તમારા મુખારવિંદ પર દૃષ્ટિ કેન્દ્રિત કરી સંસ્તવન કરે છે તેઓ પ્રભાસ્વર સ્વર્ગાદિ સુખો મેળવી કર્મમળને નષ્ટ કરી સમય યાપન કર્યા વગર મોક્ષ પ્રાપ્ત કરે છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં આ રીતે નિરાશસભાવે પૌદ્ગલિક સાંસારિક, ભૌતિક, ભવાભિનંદી, ઔઘદૃષ્ટિથી અભિલાષા રાખ્યા વગર જે ભક્તિસભર, ભાવવાહી, મોક્ષલક્ષી સ્તવના કરી છે તે ઉપરનાં સ્મરણો તથા ભક્તામર કરતાં સો કદમ આગળ છે, બધાં કરતાં શિરમૌર્ય છે. આ લેખ લખવાનો આશય કલ્યાણ મંદિરની ઉપેક્ષા શા માટે કરાઈ છે તે જાણવાનો છે. સામાન્ય રીતે જૈન દેરાસરોમાં ભક્તામરની પૂજાદિ કરાય છે, પણ ક્યાંય કલ્યાણ મંદિર માટે કરાતું હોય તે જાણ બહાર છે. શા માટે તેની ઉપેક્ષા કરાઈ રહી છે? જૈન-૯
Page #139
--------------------------------------------------------------------------
________________ 130 : જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઉપર જણાવ્યા પ્રમાણે લગભગ બધાં જ સ્મરણોમાં લૌકિક માંગણી કરાઈ છે. ગ્રહો, દિક્યાલો, સુરેન્દ્રો, રોહિણી વગેરે 12 દેવીઓ ગોમુરાદિ 24 યક્ષો, ચક્રેશ્વરી વગેરે 24 દેવીઓ, વ્યંતર યોનિના દેવો સર્વે ઉપદ્રવો નષ્ટ કરે તેવી માંગ કરાઈ છે. તિજયપહુત્તમાં 170 તીર્થંકરો ભાવિકોનાં સર્વ પાપો, ઉપસર્ગો, શરીર, વ્યાધિ, જળ, અગ્નિ, કરિ, ચોરારિ મહાભવો દૂર કરે તેવી વાંછના કરી છે. નમિઉણમાં પણ લૌકિક, સાંસારિક વાતો છે. અજિતશાંતિનું જેઓ ઉભય કાળે સંસ્મરણ કરે છે તેઓના પૂર્વ ઉત્પન્ન રોગો નષ્ટ થાય તેવી સ્પૃહા છે. ભક્તામરમાં લગભગ ઘણા બધા શ્લોકોમાં ઉપર જોયું તેમ ઓઘદષ્ટિથી સાંસારિક, ભૌતિક, પૌગલિક વિટંબણા, દુઃખો વગેરેને અનુલક્ષીને આશંસાપૂર્વક માંગણી કરાઈ છે. આ બધાંની તુલનામાં કલ્યાણ મંદિરમાં નિરાશસભાવે ભક્તિનો ઉદ્રક છે. ભક્તિમાં ભક્ત પોતાનું સર્વસ્વ, સર્વેચ્છાદિ ત્યજી ભગવાનના શરણે જાય છે. ત્વમેવ શરણં મમ | બધું ન્યોચ્છાવર કરે છે તેથી ન છે મને પ્રગતિ aa એવું આશ્વાસન તથા ભગવદ્ગીતાના છ અધ્યાયોમાં ભક્તિની મીમાંસા કરાઈ છે. ભક્તિના આવા મનસૂબા સહિત રાવણે મંદોદરી સાથે ભક્તિ કરી; જેના પ્રતાપે તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. પ્રત્યેક તીર્થકરોનાં તીર્થોમાં મુળનાયકની મૂર્તિ સાથે ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ લગભગ મંદિરમાં અન્યત્ર જોવા મળે છે. તદુપરાંત અન્ય દેવીઓ કરતાં પદ્માવતી પણ હોય છે. જેનું બાહુલ્ય પાર્શ્વનાથ તથા પદ્માવતી લોકોમાં વધુ આદરણીય છે તે નિર્દેશ કરે છે. ભગવાન મહાવીર પૂર્વે લગભગ 250 વર્ષ પૂર્વે પાર્શ્વનાથ થયા હોવાથી તેઓ લોકમાનસ પર સામ્રાજ્ય ભોગવતા હોય તે શક્ય છે. કલ્યાણ મંદિરમાં પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખીને નિરાશસભાવે ભક્તિની સરિતા વહી રહી છે; આમ હોવા છતાં પણ શા માટે ભક્તામર પૂજાની જેમ કલ્યાણ મંદિરની પૂજા નથી કરાતી? લોકમાનસ પર કેવી રીતે શ્રી પાર્શ્વનાથ તથા પદ્માવતી દેવી સ્થાન ધરાવે છે તેનું એક જ ઉદાહરણ બસ છે. અમદાવાદમાં આવેલા કોબામાં મહાવીર આરાધના કેન્દ્રમાં મૂળનાયક ભગવાન મહાવીર સ્વામીની સુંદર શ્વેત મૂર્તિ છે. દેરાસરમાં પ્રવેશ કરતાંની સાથે ડાબી તથા જમણી બાજુ પર બે કાળા પથ્થરની કાઉસગ્ન મુદ્રામાં પાર્શ્વનાથની મૂર્તિઓ છે. નીચે ગભારામાં પણ પદ્માવતીની મૂર્તિ સ્વતંત્ર છે. કલ્યાણમંદિર નવ સ્મરણોમાં આઠમું સ્મરણ છે. અષ્ટ કર્મોનો ક્ષય થતાં કૈવલ્ય પ્રાપ્ત થાય. કલ્યાણ મંદિર આઠમું સ્તોત્ર આઠ કર્મોનો ઉપશમ, ક્ષયોપશમાં
Page #140
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર - 131 કે ક્ષય કરી શકે તેવી અભિલાષાપૂર્વક શું તેની પૂજાદિ ભક્તો કરાવે તેવી અભ્યર્થના સેવવી તે શું અસ્થાને ગણી શકાય? જેવી રીતે ડૉ. રમણલાલ ચી. શાહે લગ્નવિધિ માટે સંશોધન કરી જૈન લગ્નવિધિ નામની પુસ્તિકા લખી અને તે પ્રમાણે તેમના સંતાનની લગ્નવિધિ કરાવી છે તેવી રીતે કોઈ આચાર્ય ભક્તામરની જેમ કલ્યાણમંદિરની પૂજાદિ કરાવવાનો શું નવો શિરસ્તો ન પાડી શકે ? આચાર્યોની પ્રેરણાથી નવાં નવાં દેરાસરો, મૂર્તિની અંજનશલાકા, ઉપધાન તપ, વિવિધ પ્રકારનાં તપો જેવાં કે શત્રુંજય, મોક્ષદંડ, વિવિધ અનુષ્ઠાનો કરાવે છે તેવી રીતે કોઈ પહેલ કરી કલ્યાણ મંદિરની પૂજા કરાવે. વળી સ્મરણોમાં બીજું સ્મરણ ઉપસર્ગહરણ શ્રી પાર્શ્વનાથ વિષયક છે. પાંચમું સ્મરણ નમિઉણ ભગવાન પાર્શ્વનાથને અનુલક્ષીને છે. આઠમું કલ્યાણ મંદિર તો તેમને ઉદેશીને છે. આમ નવ મરણોમાં ત્રણ ત્રણ સ્મરણ પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખી રચાયેલાં છે. બીજા સ્મરણમાં સમ્યક્ત કે જે કલ્પવૃક્ષથી અધિક છે અને જેનાથી ભવ્ય જીવો અજરામર સ્થાન મોક્ષ ત્વરાથી મેળવે છે. આ પ્રમાણે ભક્તિસભર હૃદયે સ્તવનાથી ભવોભવમાં બોધિની પ્રાપ્તિ શક્ય બને છે. સાંસારિક આકાંક્ષા ન હોવાથી આ નિયાણું નથી. આની તુલનામાં નમિઉણમાં જુદો દષ્ટિકોણ જોવા મળે છે. અહીં રોગ, પાણી, અગ્નિ, સાપ, ચોર, શત્રુ, હાથી, લડાઈ વગેરેના ભયમાંથી બચવાની સ્પૃહા કરી છે. આ સ્મરણમાં વિષહરસ્ફલિંગ મંત્ર 18 અક્ષરનો છે. તેનું સંતુષ્ટ હૃદયે ધ્યાન ધરે તો 108 વ્યાધિમાંથી તથા પાર્શ્વનાથના માત્ર સ્મરણથી તેના ભયમાંથી મુક્ત થાય છે. નવમા સ્મરણ વિષે ઊહાપોહ કર્યો જ છે; તેથી આ સંદર્ભમાં ભક્તામરની જેમ કલ્યાણ મંદિરની પૂજાદિ ભણાવાય તેવો નવો ચીલો પાડવાનું સાહસ શું ન કરી શકાય ? આમાં કંઈ શાસ્ત્ર વિરુદ્ધની વાત નથી છતાં પણ “તત્ત્વ તું કેવલીગમ્ય' રૂપી શસ્ત્ર આપણા બખ્તરમાં છે જ ને ? એક વાતની નોંધ ખાસ લેવા જેવી છે કે સામાન્ય માણસ માટે ભક્તિ એ ઉત્કૃષ્ટ મોક્ષપ્રાપ્તિનું સાધન છે. મોક્ષ કરતાં પણ અધિક આનંદ ભક્તિમાં છે. પોતાની રચેલી ઋષભપંચાશિકામાં પ્રભુને કર્તા કહે છે કે ભક્તિ કરતાં કરતાં આનંદ મળશે તેનો આનંદ છે; પરંતુ તેથી તારાં ચરણોમાં આળોટવાનું પૂર્ણવિરામ થઈ જશે તે વિચારથી ત્રાસ થઈ જાય છે. કલ્યાણ મંદિરમાં શું આવી જાતનું ભક્તિરસાયણ પ્રભાવક કવિએ નથી પીરસ્યું?
Page #141
--------------------------------------------------------------------------
________________ 15 શ્રેણિકરાજાનો ટુંબકબીલો થોડોક વળાંક લઈ બહુ-પત્ની, પુત્રો ધરાવતા માનવીની વાત બાજુ પર રાખી એક કુટુંબની કથની જણાવું. શ્રેણિક રાજા લગભગ પચાસ વર્ષની વય સુધી બૌદ્ધધર્મી હતા. ત્યારબાદ જૈન ધર્મની આરાધના કરી સમકિત બન્યા. એક વાર હરણીનો શિકાર કરી તેને તથા તેનાં બચ્ચાંને તડફડતાં જોઈ ખૂબ આનંદ વ્યક્ત કર્યો, જેથી બંધાયેલાં નિકાચિત કર્મથી નરકે જવું પડ્યું. તેમાંથી છૂટવાનો માર્ગ પૂછતાં ભગવાને કહ્યું કે જો કાલસૌરિક પાડા મારવાનું બંધ કરે, તારી દાસી કપિલા દાન દે અથવા પુણિયા શ્રાવક સામાયિકનું ફળ આપે તો નરક સુધરે. પરંતુ કૂવામાં રહી કાલસૌરિક પાડા મારતો રહ્યો. કપિલા કહે છે કે ચાટ દાન દે છે, મારો હાથ નથી દેતો, તથા પુણિયો કહે છે આખા રાજ્યના સાટે સામાજિકનું ફળ ન આપી શકાય. ત્યારબાદ સમકિત પ્રાપ્ત કર્યું હતું તેથી નરકની કેદ ભોગવી આગામી ઉત્સર્પિણીમાં તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. આ એક જીવ નરક તથા મોક્ષગામી થયો. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો એક જ ભવમાં સાતમી નરક અને મોક્ષગામી થતાં દેવદુંદુભિ વાગી. શ્રેણિક તથા તેના કુટુંબીજનો વિષે જરા વિગતે જોઈએ. નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રુતસ્કંધમાં પાંચ ઉપાંગોને સમાવિષ્ટ કર્યા છે. જેવાં કે :(1) નિરયાવલિકા કે કપ્રિયા (કલ્પિક), (2) કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા), (3) પુષ્યિયા (પુષ્મિતા), (4) પુષ્કચૂલિકા (પુષ્પચૂલિકા) (5) વહ્મિદશા (વૃષ્ણિદશા). આનું પરિમાણ 1100 શ્લોક જેટલું છે. નિરય એટલે નરકનો જીવ, અને આવલિ એટલે શ્રેણિ. નરકે જનાર જીવોની શ્રેણિનું વર્ણન જે ગ્રંથમાં હોય તે નિરયાવલિયા શ્રુતસ્કંધ છે. શ્રેણિક અને ચેલણાના પુત્ર કૂણિય(કોણિક)ને પદ્માવતી નામની પત્ની હતી અને કાલી નામની ઓરમાન મા હતી. કાલીને કાલ નામનો પુત્ર હતો. તેણે ગરુડબૂહ રચી કોણિક સાથે રહી રથમુશલ યુદ્ધમાં ભાગ લીધો. જેમાં 1 કરોડ 80 લાખ માણસો મૃત્યુ પામ્યા. ચેટકે તેને એક બાણથી હણી નાંખ્યો. બીજા અધ્યાયમાં શ્રેણિકની પત્ની સુકાલીના પુત્ર સુકાલનું પણ તે યુદ્ધમાં મૃત્યુ થયું. બાકીના બીજી 8 પત્નીના 8 પુત્રો પણ આ રીતે મૃત્યુ પામ્યા. આ 10 પુત્રો શ્રેણિકની કાલી, સુકાલીના WWW.jainelibrary.org
Page #142
--------------------------------------------------------------------------
________________ શ્રેણિકરાજાનો કુટુંબકબીલો * 133 વગેરેના પુત્રો હતા. ચેલણાનો પુત્ર તે કોણિક, આ ભાઈઓની મદદથી શ્રેણિક જેલમાં પુરાય છે. કોણિકને હલ્લ-વિહલ્લ પાસેથી, પિતાએ આપેલા દિવ્ય હાર તથા સેચનક હાથી તેની પત્ની પદ્માવતીને જોઈએ છે. તેઓ દાદા ચેડા રાજાનું શરણું લે છે અને વૈશાલીમાં રહે છે. 10 ભાઈઓ હલ્લ-વિહલ સામે ઊતરે છે. ભગવાન મહાવીરના પરમોપાસક ચેડા રાજાએ 12 અણુવ્રત લઈ એવો નિયમ લીધો કે એકથી વધુ બાણ ન મારવાં. કોણિકે ૧૦ને સેનાપતિ બનાવ્યા. ચેડા રાજાના અમોધ બાણથી દશે માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ચેલ્લણા રાણીને કોણિક ગર્ભમાં હતો ત્યારે તેને પતિના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો. પુત્ર જન્મતાં ચેલ્લણાએ તેને કોણિકને ઉકરડે ફેંકી દીધો. શ્રેણિક તેની પરુ નીકળતી આંગળી ચૂસતો છતાં પણ પિતાને જેલમાં પૂરે છે અને દરરોજ 100 ચાબખા મારે છે. તેઓ વીર વીર કહે છે. એક દિવસ માતાએ તેને જન્મ પછી ઉકરડે ફેંક્યો પણ દયાર્દ્ર પિતાએ બચાવ્યો તે જાણી કોણિક કુહાડો લઈ બંધન તોડવા આવે છે ત્યારે શ્રેણિક ઝેર ખાઈ મૃત્યુ પામે છે; કેમ કે શ્રેણિક એમ માને છે કે તે મને મારી નાંખવા આવ્યો છે. કપૂવડિસિયા જે અંતગડદશાનું ઉપાંગ છે તેમાં 10 અધ્યયનો છે. એનાં નામ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન છે. આ દશે અનુક્રમે શ્રેણિક રાજાના આ કાલ, સુકાલ વગેરેના પુત્રો તથા શ્રેણિકના પૌત્રો છે જેનો ઉલ્લેખ નિરયાવલિમાં છે. આ બધાએ ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળી વૈરાગ્યવાસિત થઈ, દીક્ષા લઈ, 11 અંગોનો અભ્યાસ કરી, ઉત્કૃષ્ટ તપ-સંયમાદિ પાળી અનશન કરી સંથારો કર્યો. સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સંયમ પાળી મોક્ષે સિધાવે છે. આશ્ચર્યકારી વાત એ છે કે કાલાદિ પિતાઓ કષાયને વશ થઈ નરકે જાય છે; ત્યારે પ્રત્યેકના પુત્રો કષાયને જીતી સગતિ પામી સિદ્ધ થાય છે. વળી, કુટુંબના અગ્રવડીલ શ્રેણિક નરક જઈ તીર્થકર થશે, તેના પુત્રો નરકવાસી તથા તેમના પુત્રો મોક્ષગામી થાય છે ! સાતમા ઉપાશકદશાંગમાં ભગવાન શ્રમણોપાસકના ચરિત્રનું વર્ણન કરી આચાર-ધર્મનો પ્રતિબોધ કર્યો છે; જ્યારે ૮મા અંતગડદસાઓમાં અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી જે મહાનુભાવો તે જ ભવમાં મોક્ષે જવાના છે, તથા જેમણે અંતકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના મુક્તિ મેળવી તેઓ અંતગડકેવળી કહેવાયા. જીવનના અંતકાળે કેવળજ્ઞાન પ્રગટ્યું તેથી અંતગડકેવળી
Page #143
--------------------------------------------------------------------------
________________ 134 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કહેવાયા. આ અંતગડ મુખ્યતયા ગદ્યમાં રચાયેલું છે. જેનું પરિમાણ 850 શ્લોકનું છે અને આગમ પુરુષના વક્ષસ્થળ તરીકે ઓળખાય છે. અહીં આમ નોંધીએ કે અંતગડસૂત્રનું ઊંચું સ્થાન છે. ઉત્તર ભારતમાં પર્યુષણના માંગલિક દિવસોમાં આ સૂત્ર વાંચવામાં આવે છે. તેના 8 વર્ગ છે જે પર્યુષણના 8 દિવસોમાં જ પૂરા કરાય છે. આ સંદર્ભમાં અણુત્તરોવવાઈદસાઓ (અનુરોત્તરોપપાતિકદશા) વિષે વિચારીએ. અણુત્તર એટલે જેનાથી ચઢિયાતી બીજી કોઈ ગતિ નથી તેવા ઉવવાઈય-ઉપાતિક દેવોના જન્મને ઉપપાત કહેવાય છે. તેનો અધિકારી આ આગમમાં કહ્યો છે. પ્રત્યેક તીર્થકરોના સમયમાં 10, 10 અનુત્તરોપપાતિક શ્રમણોનું ચરિત્ર જે 3 દિવસમાં કહેવાય છે. પ્રથમ વર્ગના 10 અધ્યયન જાતિ, માલી, ઉપજાલી, પુરુષસેન, વારિસેન, દીર્ઘદંત, લષ્ઠદંત, વિહલ્લ, વિહંસ અને અભયકુમાર છે. આ બધા શ્રેણિકના પુત્રો જેમાં પહેલા સાતની માતા ધારિણી; વિહલ્લ, વિહાસની માતા ચેલાણા અને અભયકુમારની માતા ગંદા છે. બીજા વર્ગનાં 13 અધ્યયન જેવાં કે દીર્ધસેન, મહાસેન, લષ્ઠદંત, શુદ્ધદંત, હલ્લ, કુમ, દ્રુમસેન, મહાસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુણ્યસેન, આ ૧૩ના પિતા મગધેશ્વર શ્રેણિક, માતા ધારિણી તથા દીક્ષા પર્યાય 13 વર્ષનો. ઉપર જણાવેલા બંને વર્ગના 23 રાજકુમારો ભગવાન મહાવીર પાસે મેઘકુમારની જેમ દીક્ષા લે છે. ઘણાં વર્ષો ઉત્તમ નિરતિચાર ચરિત્ર પાળી, કડી તપસ્યા કરી એકેક મહિનાની સંલેખના-સંથારો કરે છે. શરીરાદિનો નિર્મમત્વભાવે ત્યાગ કરી અનુત્તર વિમાનમાં ઊપજી, ચ્યવી, મહાવિદેહમાં જન્મી સર્વ દુઃખો સહન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. ત્રીજા વર્ગમાં 10 અધ્યયન છે. દરેકના પિતા સાર્થવાહ છે. પ્રત્યેકની મા જુદી જુદી પણ સમાન નામ ધારણ કરનારી ભદ્રા છે. પ્રથમ ૯ને માતા દીક્ષા અપાવે છે. વિહલ્લને પિતા દીક્ષિત કરે છે. તેમાંનો ધન્નાકુમાર અણગાર બની એવા અભિગ્રહ સેવે છે કે જીવે ત્યાં સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો, લૂખાસૂખા આહારવાળું આયંબિલ કરવું. શરીર એવું સૂકવી નાંખ્યું કે ચાલે ત્યારે હાડકાં ખડખડ અવાજ કરે. ભગવાને સર્વ સાધુમાં તેના તપને શ્રેષ્ઠ કહ્યો છે. ધન્ના-શાલિભદ્ર કરતાં આ વ્યક્તિ જુદી છે. ભગવાનની આજ્ઞા લઈ વિપુલાચલ પર મહિનાનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં જન્મી ઍવી, નિર્વાણપદ પામશે. તેઓ મનુષ્યની જેમ માતાની કૂખે જન્મતા નથી. દેવશય્યામાં જન્મે છે. જેઓનો જન્મ અનુત્તરવિમાનમાં થાય છે. તે વિમાનો પાંચ છે : વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. તે બધાં દેવલોકના અગ્ર ભાગે છે. સર્વાર્થસિદ્ધ તો સિદ્ધશિલાથી 12 જોજન જ દૂર છે. તેમાં ઊપજેલા નિયમો
Page #144
--------------------------------------------------------------------------
________________ શ્રેણિકરાજાનો કુટુંબકબીલો - 135 એકાવનારી હોય છે, જેઓ એક અવતાર કરી મોક્ષે જાય છે; પરંતુ 7 લવનું આયુષ્ય ખૂટતાં 33 સાગરોપમ પછી મોક્ષે જાય. કર્મની કેવી અકળ ગતિ ! સમવાયમાં આ પ્રમાણે નોંધ્યું છે : અહીં ઊપજેલા જીવોનાં નગર, ઉદ્યાન, માતાપિતાનું વર્ણન ઉપાશકદશાંગની જેમ જાણવું. વળી અહીં તપસ્વી, જ્ઞાની, ઉપદેશ દઈ શકે તેવા શાસનહિતકારી, વિષયોથી વિરક્ત, સર્વવિરતિરૂપ દયા ધારણ કરનારા, ગુવતિની સેવા કરનારા, રત્નત્રયીની આરાધના કરનારા, જિનાજ્ઞા અનુસરનારા, સમાધિવંત ઉત્તમ ધ્યાનવાળા જે પ્રભુના શિષ્યો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ત્યાંના કામોપભોગ ભોગવી, ચ્યવી, અંતક્રિયા કરી ભવનો અંત કરશે તેઓના બીજા નવનો અધિકાર ધન્નાની જેમ જ છે. આ બધાંના અધિકાર મોટી સાધુ વંદનામાં આવે છે. આ 10 પુત્રોનાં નામ (કાંકદીના ધન્ના કરતાં જુદા છે.) સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લકપુત્ર, રામપુત્ર, ચંદ્રકુમાર, પૌષ્ટિકપુત્ર, પટાલપુત્ર, પોટિલ અને વિહલ્લ છે. નાગની પત્ની સુલસા, દેવકીના ર પુત્રો વિષે (ઉલ્લેખ છે. 10 યાદવકુમારો, કૃષ્ણની 8 પટ્ટરાણીઓ, સાંબની બે પત્ની પણ મોક્ષગમન કરે છે તે માહિતી અત્રે ઉપલબ્ધ છે. નવમા આગમનું પરિમાણ લગભગ 192 શ્લોક જેટલું છે. આના પર નવાંગીકાર અભયદેવસૂરિએ 100 શ્લોકની ટીકા લખી છે. ઉપરની વિગત પરથી જાણવા મળે છે કે શ્રેણિકને 23 પત્નીઓ અને 23 પુત્રો હતા. અંતગડના ૭મા વગ્યમાં તેની 13 રાણીની વાત છે; ૮મા વન્ગમાં બીજી 10 રાણીની વાત છે. તેમાંની પહેલી 4 રાણીઓ અનુક્રમે રત્નાવલી, કનકાવલી, લધુસિંહ નિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત તપ કરે છે. પાંચમીથી આઠમી સાત-સમિકા, લઘુસર્વતોભદ્ર, મહાસર્વતોભદ્ર અને ભદ્રોત્તર પ્રતિમાનું આરાધન કરે છે. નવમી રાણી મુક્તાવલીનું તથા દસમી રાણી આયંબિલ-વર્ધમાન તપ કરે છે. સાગરના વંશજને 60 હજાર પુત્રો હતા. જૈન માન્યતા પ્રમાણે અષ્ટાપદને બચાવવા સાંઠ હજારે પાણીમાં પડતું મૂકી તીર્થરક્ષા કરી. વસુદેવનો જીવ નંદિણના ભાવમાં વૈયાવચ્ચ કરી દેવ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. પરંતુ અંતસમયે તપના ફળ રૂપે સ્ત્રીવલ્લભ થાઊં તે નિયાણાના પ્રતાપે 70 હજાર સ્ત્રીના ભર્તાર થાય છે; પરંતુ મુક્તિરૂપી સ્ત્રી દૂર કરી. વદિસા (વૃષ્ણિદશા) દિષ્ટિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાય છે. આમાં વૃષ્ણિવંશના અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે 12 પુત્રો નેમિનાથ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયાની વાત છે. શ્રેણિકનાં કેટલાંક કુટુંબીજનો વિષે થોડી વિગતો જોઈએ. નંદાનો પુત્ર તે અભયકુમાર. તેની બુદ્ધિ અને ચાતુર્યની પ્રશંસા તથા તેના જેવા થવાય તે મળે
Page #145
--------------------------------------------------------------------------
________________ 136 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેવી આકાંક્ષા સેવાય છે. મંદિષણ પૂર્વ ભવમાં જૈન વણિક હતા. ચોર્યાસી જમણવાર કરાવનાર બ્રાહ્મણે (આ) જૈન વણિકની મદદ માંગી. તે પૈસા લેશે નહીં તેથી વધેલો સામાન તેને આપી દીધો; તે લાડ, ઘી, સાકર વગેરે લઈ ગયો. આટલાં બધાંને શું કરું? એમ વિચારી તે નિર્દોષ સામગ્રી સાધુ-સાધ્વીને આપી દીધી. આ પુણ્યાનુબંધી પુણ્યથી, શુભ અનુબંધથી જોરદાર પુણ્ય ઉત્પન્ન થયું; જ્યારે તે બ્રાહ્મણ હાથી થયો. 8 કન્યા સાથે લગ્ન થયા પછી નંદિષેણ દીક્ષા લે છે. ભોગાવલી કર્મ બાકી હોવા છતાં તથા દવે ના કહી હોવા છતાં તેણે દીક્ષા લીધી. બબ્બે, ચાર-ચાર ઉપવાસ 12/12 વર્ષ સુધી કર્યા. આપઘાત કરતાં પણ બચી જાય છે. એક વાર ધર્મલાભ કહી વેશ્યાના ઘરે પહોચે છે. તેણી કહે છે કે અહીં અર્થલાભ ખપે. તેણે આંખની પાંપણે તણખલું અડાડી સાડા બાર કોડ વરસાવ્યા. જતા રહેતા તેને તેણીએ રોક્યા. રોકાઈ ગયા. વેશ્યાના ચાળાથી પડ્યા. નિકાચિત કર્મ ભોગવવા જ પડશે, “દેવી વચન' યાદ આવ્યું. છતાં પ્રતિદિન ૧૦ને પ્રતિબોધ કર્યા પછી (12-12 વર્ષ સુધી 10-10 પ્રતિબોધ્યા) ભોજન. એક વાર એક પ્રતિબોધ ન પામતાં વેશ્યાના વચનથી ૧૦મા તમે તેથી ચાનક લાગતા ઊભા થઈ ગયા. ભગવાન પાસે જઈ જોરદાર તપસ્યામાં લાગી ગયા.' ચેલણાનો પુત્ર તે કોણિક. વિચિત્ર દોહદથી ચલ્લણાએ તેને ફેંકી દીધો. સાચું જાણ્યા પછી કરડાયેલી આંગળીમાંથી પરુ ચૂસી શ્રેણિકે તેને મોટો કર્યો. શ્રેણિકે તેના બીજા બે ભાઈ હલ્લ-વિહલ્લને સેચનક હાથી તથા દિવ્ય હાર આપ્યા. કોણિકની પત્ની પદ્માવતીએ તે માટે જીદ કરી તેથી યુદ્ધ થયું. ચેટકમામા પાસે તેઓએ રક્ષણ મેળવ્યું. કાલી વગેરેના 10 પુત્રોને હણ્યા. રથમુશલ યુદ્ધમાં 1 કરોડ 80 લાખ હોમાયા. પાલક પિતાને કેદ કરી દરરોજ 100 ચાબખા મરાવતો. સાચી પરિસ્થિતિ જાણ્યા પછી કુહાડો લઈ છોડાવવા જાય છે પરંતુ શ્રેણિક તે ન જાણતાં આપધાત કરે છે. જ્યારે શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે ભદ્રા માતાના વરઘોડામાં શ્રેણિક પોતે છડી ધારણ કરી ઉઘાડા પગે પાલખી આગળ ચાલ્યા. સમકિતી હતા તેથી વૈરાગીને અનુમોદન કર્યા કરી. જૈનધર્મી ચેટકરાજાને ચેલણા, જ્યેષ્ઠા, સુજષ્ઠા વગેરે પુત્રીઓ હતી. જ્યેષ્ઠા ને શ્રેણિક બંને અરસપરસ પ્રેમી હતાં, પરંતુ પોતાની પુત્રી જૈનધર્મીને જ આપવી તેવા પિતાના આગ્રહથી તે બંનેએ ભોયરું તૈયાર કરાવી નાસી જવા તૈયારી કરી. નિશ્ચિત દિને શ્રેણિક આવે છે, પરંતુ ઘરેણાંના દાબડામાં લોભ રહી જવાથી તે પાછી ફરે છે. શ્રેણિકની સંપત્તિ આગળ આની કંઈ વિશાત ન હતી પણ ભાન ભૂલી પાછી ફરી. તે દરમ્યાન તેની નાની
Page #146
--------------------------------------------------------------------------
________________ શ્રેણિકરાજાનો કટુંબકબીલો * 137 બહેન ચેલણા તેને વિદાય કરવા આવી પહોંચી. સમય ઘણો બારીક હતો તેથી સરખી બહેનો હોવાથી શ્રેણિક ચેલ્લણા સાથે ભાગી છૂટે છે. કર્મનો દોષ જોઈ બીજા જોડે પણ આવું બને તેમ માની તે જ્યેષ્ઠા દીક્ષા લે છે. ચેલણાની પરીક્ષા કરવા એક વાર અજૈન મંદિરમાં રાતવાસો કરેલ સાધુ પાસે વેશ્યા મોકલે છે. સમયપારખુ સાધુ દીવામાં પોતાનાં વસ્ત્રાદિ બાળી લંગોટી પહેરી રાખ શરીરે ચોપડી અલખનિરંજન કરતા બહાર નીકળ્યા ત્યારે શ્રેણિક કામયાબ ન થતાં જૈન ધર્મમાં વધુ શ્રદ્ધાન્વિત થયા. સમકિત પામ્યા પછી જિનવચનમાં શંકાદિ દૂષણ રહિત શ્રેણિક રાજા પ્રતિદિન સુવર્ણના એકસો આઠ જવ કરાવરાવી નિત્ય નવા નવા તે જવથી સોનાના 108 સ્વસ્તિક રચતા હતા. ભગવાન મહાવીર સ્વામી જ્યારે રાજગૃહીમાં ન હોય ત્યારે તેઓ જે સ્થળે વિચરતા હોય તે નગરની દિશામાં સાત-આઠ ડગલાં ભરી ત્રણ ખમાસમણાં દઈ ભક્તિસભર ઉલ્લાસિત હૃદયે પ્રભુને વંદી સુવર્ણના જવથી સ્વસ્તિક કરતા, સ્તવનાદિ કરી અનુષ્ઠાનો કરતા. આ પ્રમાણે શ્રેણિક રાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જિત કર્યું અને તેથી આગામી ચોવીસીમાં તેઓ પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે. તેમને આપણા ભાવભક્તિપૂર્વક કોટિ કોટિ વંદન. - શ્રેણિક રાજા આ અત્યુત્તમ સ્થાને પહોંચી શક્યા, કારણ કે તેઓ વિરાગી હતા. અભયકુમારને રાજ્ય સોંપી નિવૃત્ત થવાની તેમણે ઈચ્છા કરી પરંતુ તેણે સંસારત્યાગની સંમતિ માંગી. તેને ખુશીથી તે આપી દીધી; કેમ કે સંસારને ભયંકર જેલ કે કતલખાનું સમજનાર તેમાંથી નીકળી જનારને અંતરાય કેમ કરે? વૈરાગી શ્રેણિક આ વાત સમજી શક્યા. કૃષ્ણ પણ તેવા વૈરાગી હતા. પોતાની પુત્રીઓને સમજાવી સંસારત્યાગના માર્ગે ચઢાવતાં. થાવ...ાપુત્રની દીક્ષા વખતે ઢંઢેરો પિટાવેલો કે જે કોઈને સંસારત્યાગ કરવો હોય તો પાછળવાળાની પોતે સંભાળ કરશે. બંને સંસારત્યાગ કરનારાની અનુમોદના કરતાં, જોકે પોતે તેમ કરી શકવા સમર્થ ન હતા ! અભયકુમારની બુદ્ધિ અજોડ એ કીર્તિ ધરાવનાર અભયકુમાર શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા. આર્દ્રકુમારને પ્રતિબોધિત કરનાર અભયકુમાર હતા. રાજગૃહી નગરી, જેમાં મહાવીર સ્વામીના 14 ચોમાસા રાજગૃહી તથા તેના ઉપનગર નાલંદામાં થયા હતા. રાજગૃહીને શોભાવનારા પ્રતિદિન 7 હત્યા કરનાર અર્જુનમાલી, શાલિભદ્ર, જેને ધર્મલાભ કહેવડાવ્યો હતો તે સુલસા, પુણિયા
Page #147
--------------------------------------------------------------------------
________________ 138 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન શ્રાવક, પર૭ને પ્રતિબોધિત કરી સંયમ માર્ગે દોરનાર ચરમકવલી જંબુસ્વામી, અનેક તપસ્વીઓ, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતીઓ, રાજપુત્રો તથા રાજપરિવારની પ્રેરક સ્મૃતિઓ રાજગૃહી સાથે સંકળાયેલી છે. શ્રેણિક રાજાની ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેનો સંથારો બારણા પાસે છેલ્લે આવ્યો, તેથી સાધુઓની અવરજવરથી ધૂળ પડવાથી, પગ અડવાથી ઊંધી ન શક્યા. સવારે પ્રભુને તેમણે ઘેર પાછા જવાની વાત કરી ત્યારે પૂર્વજન્મમાં કષ્ટ સહન કરવાનો વત્તાંત જણાવ્યો અને સંયમમાં સ્થિર કર્યો. પૂર્વ ભવમાં અનેક હાથીઓના અગ્રણી તરીકે સુમેરપ્રભ નામના હાથી હતા. વનમાં લાગેલા દાવાનળથી બચવા આવેલા પ્રાણીઓમાં એક સસલું ઊંચા કરેલા પગ નીચે આવી બેઠું. ઊંચો કરેલો પગ નીચે મૂકે તો તે મરી જાય તેથી કરુણાદ્રિ હૃદયવાળા તેણે લગભગ રાતદિવસ પગ ઊંચો રાખ્યો તેથી ગબડી પડી મૃત્યુ પામ્યો હતો. તે જીવ તે મેઘકુમાર.
Page #148
--------------------------------------------------------------------------
________________ 16 આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ આ સંસાર એક અજાયબ ઘર છે. ચૌદ રાજલોક સુધી તે ફેલાયો છે. જૈનદર્શન પ્રમાણે 45 લાખ જોજન લાંબી સિદ્ધશિલા સાત દેવલોક અને સાત નરકની ઉપર આવેલી છે. સર્વાર્થસિદ્ધ દેવલોકના જીવનું આયુષ્ય સાત લવ ઓછું પડ્યું તેથી તેનો સંસાર 33 સાગરનો વધી પડ્યો. અનંત પુગલપરાવર્તા વ્યતીત થઈ ગયાં. 4 ગાઉ લાંબો, 4 ગાઉ પહોળો, 4 ગાઉ ઊંડો ખાડો અત્યંત સૂક્ષ્મ વાળથી ભરી એવો ખીચોખીચ ભર્યો હોય કે ચક્રવર્તીનું સૈન્ય પસાર થાય તો પણ દબાય નહીં. તેમાંથી 100 વર્ષે એક એક વાળ કાઢતાં તે ખાલી થાય તેને પલ્યોપમ કહેવાય. 10 ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ અને 10 ક્રોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી-ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલા સમયની હોય તે એક કાલચક્ર બનાવે. અસંખ્ય કાલચક્ર પુગલપરાવર્તમાં પસાર થાય. પ્રત્યેક કાલચક્રના બે આરા હોય. તેમાં ત્રીજા અને ચોથા આરાના અંત પહેલાં 24 તીર્થકરો થાય. અજિતનાથના સમયમાં ઉત્કૃષ્ટ 170 તીર્થકરો થયા. વિહરમાન 20 તીર્થંકરો મહાવિદેહ ક્ષેત્રમાં હોય. એક સમયમાં ઉત્કૃષ્ટ 108 જીવો મોક્ષ પામે. આ અવસર્પિણીમાં ભગવાન ઋષભદેવ થયા, જેમને 100 પુત્રો હતા. તેમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. 84 લાખને 84 લાખ ગુણતાં 7056OOOOOOOOO આ સંખ્યા આવે; તેને 84 લાખ ગુણીએ તેટલું આયુષ્ય પ્રથમ તીર્થકરનું હતું. તેમણે 83 લાખ પૂર્વે સંસારમાં ગાળ્યા. દીક્ષા લીધા પછી 365 દિવસના ચૌવિહાર ઉપવાસ તથા 1OO0 વર્ષ પછી કેવળજ્ઞાન ! આટલી ભૂમિકા કરી દેવવંદન ભાવપૂર્વક કરી આગળ વધીએ. સકળતીર્થમાં પહેલે સ્વર્ગે ૩ર લાખ, બીજે 28 લાખ, ત્રીજે 12 લાખ, ચોથે 8 લાખ, પાંચમે 4 લાખ, છ 50 હજાર, ૭મે 40 હજાર, ૮મે છ હજાર, નવ-દશમે 400, ૧૧-૧૨મે 30C), નવગ્રેવેયકે 318, પાંચ અનુત્તરમાં સર્વે મળી 84 લાખથી વધુ જિનબિંબો હોય. આખા તીર્થનંદનની ગણતરી ધ્યાનમાં લેતાં 15 અબજથી વધુ જિનબિંબોને પ્રણામ કરાય છે. તેવી જ રીતે “જગ ચિંતામણિ” ચૈત્યવંદનમાં ભરતેશ્વરે અષ્ટાપદ પર પ્રસ્થાપિત કરેલાં જિનબિંબો, 24 તીર્થકરો, 15 કર્મભૂમિમાં 170 તીર્થકરો, વિચરી રહેલાં નવક્રોડ કેવલી, 9 હજાર ક્રોડ સાધુ, rsonal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________ 1400 જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સીમંધરસ્વામી વગેરે વર્તમાનકાળના 20 જિનવરો, 2 ક્રોડ કેવળજ્ઞાનધારી મુનિઓ તથા 2000 વિચરતા સાધુને નિત્ય પ્રભાતે વંદન કરવાનો મનસૂબો સેવીએ. પાતાલ, ભૂમિતળ તથા સ્વર્ગમાં રહેલા ત્રણે કાળના જિનેશ્વરો વંદના છે. જગચિંતામણિમાં 1542 ક્રોડ, 58 લાખ 36080 શાશ્વત જિનબિંબોને વંદન. જંબુદ્વીપની ગણતરી એક લાખ યોજનની કરાઈ છે. તે લાખ યોજન લાંબો, પહોળો થાળી જેમ ગોળાકાર છે. પાંચ મહાવિદેહ, પાંચ ભરત તથા પાંચ ઐરાવત કર્મભૂમિ, 30 અકર્મ ભૂમિ તથા પ૬ અંતર્લીપની ભૂમિ ગણાય છે. કર્મભૂમિના સંયમી અને અન્ય જીવો પાંચ મહાવ્રત, 12 અણુવ્રતધારી હોય છે; 14 ગુણસ્થાનો છે, 18 પાપસ્થાનકો છે. 7 લાખ વનસ્પતિકાય વગેરે 84 લાખ જીવયોનિ બતાવી છે. તીર્થકરો 34 અતિશયો તથા વાણીના 35 ગુણો ધરાવે છે. ઘણાખરા તીર્થંકરો તે જ ભવે મોક્ષે જાય છે. પરંતુ ષભદેવને 13, નેમિનાથને 9, પાર્શ્વનાથને 10, શાંતિનાથને 12, ભગવાન મહાવીરસ્વામીને 27 ભવો જેમાં બે વાર ૭મી નરકે જવું પડ્યું હતું. બાકીના તીર્થકરોને 3 ભવ સમ્યકત્વ પામ્યા પછી કરવા પડ્યા હતા. નંદન રાજર્ષિના ૨૫મા ભવમાં તેમણે 11,80,645 માસખમણ સાથે 20 સ્થાનક તપ કર્યા. 24 તીર્થકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 બળદેવ અને 9 પ્રતિવાસુદેવ એમ 63 શલાકાપુરુષો ગણાવાય છે; જેને ઉદ્દેશીને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર” નામની એક સુંદર, સંસ્કૃતમાં અભ્યાસ કરી શકાય તેવી, કૃતિ રચી છે. પ્રાચીન સમયમાં રાજાઓ, ચક્રવર્તીઓ, વાસુદેવો, ધનાઢા વ્યક્તિઓ વધુ પત્ની કરતા. બહુપત્નીત્વ કે જેને અંગ્રેજીમાં Polygamy કહે છે તે રિવાજ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પ્રચલિત હતો. ભરત ચક્રવર્તીને 1 લાખ 92 હજાર પત્નીઓ હતી. ચક્રવર્તીને 64 હજાર હોય, 32 હજાર હોય, 16 હજાર હોય. અજિતશાંતિ સ્મરણમાં કુરુજનપદના નરેશ્વરને 64 હજાર સ્ત્રીના સ્વામી કહ્યા છે. ધન્ના-શાલિભદ્રને અનુક્રમે 8 અને 32 પત્નીઓ હતી. પેઢાલપુત્રને સુંદર ધનાઢ્ય 32 પત્નીઓ હતી; અનાથમુનિને 32 પત્નીઓ હતી. જંબુસ્વામીને 8, શ્રેણિકરાજાને 23, કૃષ્ણને 16 હજાર, શ્રીપાલરાજાને 9, ગુણસાગરને 8 પત્નીઓ તથા પૃથ્વીચંદ્રને 16 પત્નીઓ હતી. વાસુદેવને 16 હજાર, બળદેવને અનેક પત્ની હોય છે. માંડલિક રાજાના અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ હોય છે. બળદેવ નિયમથી દેવગતિમાં જાય છે; જ્યારે ચક્રવર્તી દીક્ષા ન લે તો નરકે જાય છે. જેમ કે બ્રહ્મદત્ત અને સુભૂમ. ચક્રવર્તી શ્રીપાલરાજાને 9 પત્નીઓ, 9 પુત્રો અને
Page #150
--------------------------------------------------------------------------
________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 141 ૯મા ભવે મોક્ષે જવાનું રાસમાં જણાવ્યું છે. અવંતિસુકમાળ 32 સ્ત્રીના સ્વામી હતા. તેની 31 પત્નીઓએ દીક્ષા લીધી. સમતા ગુણ જેનાથી પ્રાપ્ત થાય તે સામાયિક. દેવસિક પ્રતિક્રમણમાં સક્ઝાય કરાય છે. તેમાંની એકને સામાયિક ફલ તથા પ્રતિક્રમણ સ્વરૂપ દર્શક સઝાય કહે છે કે લાખ ખાંડી સોનું લાખ વર્ષ સુધી દાનમાં અપાય તો પણ તે એક સામાયિકની લગારે તોલે ન આવે. વળી સામાયિકનું ફળ પ્રત્યેક મિનિટનું 2 પલ્યોપમનું ગણતાં 48 મિનિટમાં તે 92 કરોડથી વધુ થાય. તેનું ફળ 925, 925, 925 પલ્યોપમ એટલે 92 કરોડ, 59 લાખ, 25 હજાર 925 થાય. દરિયાપથિકી સૂત્રમાં મિચ્છામિ દુક્કડના 1824120 ભાગાં રહેલાં છે. શ્વેતાંબર જૈનો પ્રમાણે 45 આગમો, અન્ય પ્રમાણે 84 તથા સ્થાનકવાસીના મતે 32 આગમો ગણાવે છે. તેમાં ઠાણમાં એક, બે, ત્રણથી 10, વગેરે સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. સમવાયમાં પણ 1 થી 100 સુધીના પદાર્થોનું નિરૂપણ, ત્યારબાદ 150, 200, 300, 500, 2 હજાર, 3 હજાર એમ 10 હજાર, લાખ, 2 લાખ, 10 લાખ, કરોડ, ક્રોડાકોડી સાગરોપમ એમ ૧૩પ સુત્તો પૂરાં થાય છે. જૈનદર્શન પ્રમાણે દુનિયાની માનવવસ્તી કદાપિ એકડા પછી 29 આંકથી વધુ નહી થાય ! સામાન્ય ગણિતમાં પરાર્ધ સુધીની સંખ્યા બતાવાય છે, જ્યારે શાસ્ત્રકારોએ 194 અંકની સંખ્યા જેને શીર્ષપ્રહેલિકા કહી છે. જ્યોતિષ કરંડકાદિ ગ્રંથોમાં 240 અંકની સંખ્યા બતાવી છે. આ બંને સંખ્યા “આત્મતત્ત્વ વિચાર પ્રથમ ભાગ પૃ. 114' પર બતાવી છે. આની સામે પુદ્ગલપરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઘણો મોટો સમય થાય. મુહપત્તિ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ અનુષ્ઠાનોમાં અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં 50 બોલ હોય છે. નવકારવાળીમાં 108 મણકાઓ હોય છે તે અરિહંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 અને સાધુના 27 ગુણોના સરવાળા મુજબ 108 ગુણોના પ્રતીક સમાન છે. વળી 24 દંડક, 4 ગતિ, તીર્થંકરનાં 1008 લાક્ષણિક ચિહ્નો છે. - બ્રહ્માંડ 14 રાજલોક જેટલું છે : એક દેવ નિમિષમાત્રમાં લાખ યોજન જાય તો તે છ મહિનામાં જેટલું અંતર કાપે તે એક રજુ થાય. અથવા 38127970 મણનો એક ભાર એવા 1000 ભારવાળા લોખંડના ગોળાને નાંખતાં તે નીચે પડતાં 6 માસ, 6 દિવસ, 6 પહોર, 6 ઘડી અને 6 સમયમાં જેટલું અંતર કાપે તેને એક રક્યુ કહેવાય. પ્રકાશની ગતિ એક સેકંડમાં 1 લાખ 86 હજાર માઈલની છે. સેકંડમાં જે એક લાખને ક્યાંસી હજાર થાય. મદનબ્રહ્મ ઝાંઝરિયા મુનિ તરીકે દિક્ષા પછી જાણીતા થયા તેને 32 પત્ની
Page #151
--------------------------------------------------------------------------
________________ 142 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન હતી. નમિરાજર્ષિને 500 પત્નીઓ હતી. કુમારનંદી સોની 500-500 સોનામહોરો આપીને 500 સુંદરીને પરણ્યો હતો. થાવસ્ત્રાપુત્રને અપ્સરા જેવી 32 પત્નીઓ હતી કે જેમાંની દરેકને એક કરોડ સોનામહોર તથા એકેક મહેલ આપવામાં આવ્યો હતો. માંડવગઢના મહામંત્રી બન્યા પછી પેથડને પગારમાં વાર્ષિક 147 મણ સોનું મળતું. તામલી તાપસે સંન્યાસધર્મ સ્વીકાર્યા પછી 60 હજાર વર્ષનો ઉગ્ર તપ કર્યો. પારણાના દિવસે જે વાપરતો તેને 21 વખત ધોઈ સત્ત્વહીન બનાવી ખાતો. રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી સિદ્ધસેન દિવાકરસૂરિનું ગુરુપૂજન કર્યું હતું. ચાંડાલને પેટે જન્મેલો મેતરાજ દેવની સહાયથી રાજા શ્રેણિકની પુત્રી તથા 8 શેઠકન્યાઓ એમ 9 પત્ની પરણ્યો. પૃથ્વીચંદ્રને 16 પત્નીઓ તથા ગુણસાગરને 8 પરણનાર સ્ત્રીઓ હતી; પરંતુ તેને મોહના ઘર માહરિયામાં કેવળજ્ઞાન તથા પૃથ્વીચંદ્રને રાજસિંહાસન પર બેઠા બેઠા કેવળજ્ઞાન થયું. નેમનાથ ભગવાનના શિષ્ય 14 પૂર્વધર આચાર્ય થાવાપુત્ર હતા. ભદ્રબાહુસ્વામી 14 પૂર્વધર, સ્થૂલભદ્ર 10 4 પૂર્વધર, વજસ્વામી 10 પૂર્વધર, જંબુસ્વામી છેલ્લા પૂર્વધર જિનભદ્ર ક્ષમાશ્રમણ 1 પૂર્વધર. 12 ભાવના, 4 મૈત્રાદિ ભાવના, 4 ઘાતી અને 4 અઘાતી કર્મો, મોહનીય કર્મની 28 પ્રકૃતિઓ, 14 નિયમો, 8 મદ, 7 ભય, 4 સંજ્ઞા, 5 દાન, 22 અભક્ષ્ય, 32 અનંતકાય, જીવોના મુખ્ય પ૬૩ ભેદ, 6 દ્રવ્યો, 7 નરક, 7 દેવલોક, 7 દર્શનસમક, 64 ઇન્દ્રો, 10 તિર્યગજુંભક દેવો તીર્થકરની માતા 14 સ્વપ્નો જુએ છે, ચક્રવતીની માતા 14 સ્વપ્નો ઝાંખાં જુએ છે. પ૬ દિકકુમારિકા પ્રસૂતિ કરાવે છે. ત્યારે તીર્થકર જન્મે. તપસ્વી સૌભરિમુનિ 50 રાજકન્યા પરણ્યો હતો. વૈયાવચ્ચી નંદિષણ નિયાણું કરી વાસુદેવના ભવમાં ઘણી રૂપસુંદરી પરણ્યો. ગંગા નદીને 8 પુત્રો હતા, અલસાને 32, મદાલસાને 8 પુત્રો હતા. ખંધક મુનિને પOO શિષ્યો હતા. ગાર્ગયાચાર્યને પણ 500 શિષ્યો હતા. પ્રત્યેક વનસ્પતિ જીવો એક અંતર્મુહૂર્તમાં 32000 ભવો કરે છે. જ્યારે અસ્તિકાય, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો એક અંતર્મુહૂર્તમાં 12824 ભવો કરે છે, નિગોદનો જીવ 65536 ભવો કરે છે. નવકાર મંત્ર કે પંચમંગલમહાસુય સ્કંધ (જને મુનિશ્રી શુભંકરવિજયજીએ બ્રાહ્મી અને જૈન નાગરી લિપિમાં રજૂ કર્યો છે તે.) 14 પૂર્વોનો સાર છે. મૃત્યુ સમયે સાધક તેનું સ્મરણ કે જાપની સ્પૃહા રાખે છે. તેના 68 અક્ષરો છે જે 68 તીર્થયાત્રાનું ફળ આપે છે. 8 સંપદા, 8 સિદ્ધિ, 9 નિધિ આપે છે. એક અક્ષરનો જાપ 7 સાગરોપમ, એક પદનો જાપ પ૦ સાગરોપમ, આખો નવકાર 500
Page #152
--------------------------------------------------------------------------
________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 143 તથા બાંધી નવકારવાણી પ૪૦૦૦ સાગરોપમનાં પાપોનો નાશ કરે છે. નવકારના 9 પદ, 8 સંપદા, 68 અક્ષર તેમાં 61 લઘુ અને 7 ગુરુ છે. પ્રથમ પાંચ પદના 35 અક્ષરો થાય તે 3 + 5 = 8 કર્મોનો ક્ષય કરે છે તેમ મનાય છે. - છ અત્યંતર અને છ બાહ્યતપ મળી ૧ર પ્રકારનાં તપ હોય છે. સંયમી ઉત્કૃષ્ટ તપ કરનાર સાધુ 18 હજાર શીલાંગરથના ધારક હોય છે. અનંતાનુબંધ, અપ્રત્યાખ્યાની વગેરે ચાર કષાયોના 16 વિભાગ પડે છે. 18 પાપસ્થાનકો બધાં પ્રતિક્રમણોમાં બોલાય છે. પાંચ કોડીના ફૂલ વડે કુમારપાલે ગદ્દગદ હૃદયે પ્રભુપૂજા કરી તેના ફળરૂપે 18 દેશના સમ્રાટ થયા તથા પુણ્યના ગુણાકારરૂપે ભાવી તીર્થકર પદ્મનાભના પ્રથમ ગણધર થશે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રતિવર્ષ ક્રોડ સોનૈયા સાધર્મિક માટે ખર્ચા. સુલતાએ દિવ્ય સહાયથી પતિની વિમાસણ દૂર કરવા દેવપ્રાપ્ત ગુટિકાઓ એકી સાથે ખાતાં ૩ર પુત્રો થયાં. જેઓ યુદ્ધમાં માર્યા ગયા, છતાં સમક્તિ સુલતાએ સમતા રાખી. મહાવીર સ્વામીના 11 ગણધરો ગૌતમાદિ. તે ગણધરોમાં પ્રથમ બે પ૦૦ શિષ્યોને, 3-4 બીજા ૫૦૦ને, પાંચમા ૫૦૦ને, 6-7 350-350, 8-9-1011 પ્રત્યેક 3C)0-300 શિષ્યોને એટલે કુલ 4400 શિષ્યોને 11 ગણધરો વાચના આપતા. તેઓ 11 હોવા છતાં ભગવાન મહાવીરને 9 ગચ્છ અને 11 ગણધરો હતા. કલ્પસૂત્રમાં 24 તીર્થકરોના વર્ણન સમયે તેઓનાં સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનો વિશાળ પરિવાર નોંધ્યો છે એટલો ઉલ્લેખ અત્રે ઉચિત ગણાશે. શાસ્ત્રકારો જણાવે છે કે, મનુષ્યના એક વખતના સંભોગમાં 9 લાખ પંચેન્દ્રિય અને અસંખ્ય સંમૂર્ણિત જીવો હણાય. જંબુદ્વીપ જે એક લાખ જોજનના વિસ્તારવાળો છે તેની વિદ્યાચારણ એક નિમેષમાત્રમાં ર૧ વાર પ્રદક્ષિણા કરી આવે છે; તેની સરખામણીમાં “પ્રકાશની ગતિમાં જે સેકન્ડમાં મૈલ ઘણાં કપાએ જે લાખ છપ્યાસી હજાર થાય” અત્યંત તુચ્છ છે. નિરંતર છઠ્ઠની તપશ્ચર્યા વડે પૂર્વગત શ્રુતરૂપ વિદ્યા વડે તપોલબ્ધિ પ્રાપ્ત થયેલા વિદ્યાચારણ મુનિ 3 લાખ 10 હજાર બસો સત્તાવીસ યોજનની પરિધિવાળાં જંબુદ્વીપને આ મહર્વિક દેવ ત્રણ ચપટી વગાડે તેટલા કાળમાં આ મુનિ ત્રણ વાર જંબુદ્વીપની પરિધિને ગતિ વડે ફરી વળે છે. તેવી રીતે નિરંતર અઠ્ઠમ તપ વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જંઘાચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘાચારણની લબ્ધિ અધિક હોઈ દેવની 3 ચપટીમાં આ મુનિ 21 વાર તેની પ્રદક્ષિણા કરે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________ 144 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન (ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ 3, પૃ. 634-635, લેખક પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ.) નિગોદના જીવો પ્રતિ સમયે 17 વાર જન્મ મરણ કરે છે. કંદમૂળના જીવો 48 મિનિટમાં 65536 વાર જન્મમરણ કરે છે. મનુષ્યનાં 101 ક્ષેત્રો છે. 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, પદ અંતર્ધ્વપ. આપણે ભરત ક્ષેત્રમાં છીએ તેમાં 32000 દેશો જેમાંના 31974 અનાર્ય અને ફક્ત 25 આર્ય દેશો છે. મુનિઓમાં ઠાણાંગ અને સમવાયના અભ્યાસી જ્ઞાનસ્થવિર, 20 વરસથી દીક્ષા પાળનારા દીક્ષાસ્થવિર, 60 વર્ષની ઉંમરના અનુભવી વયસ્થવિર ગણાય છે. સાધુસમુદાયે બે વાર જ આવશ્યક કરવા જ જોઈએ. દીક્ષા લીધા પછી અષ્ટાપદ પર વાલી તપ કરતા હતા ત્યારે પુષ્પક વિમાનમાં રાવણ જઈ રહ્યા હતા. તેનું વિમાન અલના કરવા લાગ્યું. ત્યારે વાલી પ્રત્યેના દ્વેષથી પર્વત તથા ત્યાંનાં તીર્થોનો નાશ કરવા અંગૂઠો દબાવી પર્વત નીચે વાલીએ રાવણને દબાવી દીધો; લોહી નીગળતો રાવણ બરાડા પાડવા લાગ્યો ત્યારે તેનું નામ રાવણ પડ્યું. એક વાર ચંદ્રહાસ ખડગ લઈ રાવણ વાલી પાસે આવ્યો. ત્યારે તેને ચપળતાપૂર્વક દડાની જેમ બગલમાં દબાવી આધ્યાત્મિક શક્તિ ધરાવનાર વાલીએ પૃથ્વી પર મોટું ચક્કર માર્યું તેથી આધિદૈવિક શક્તિઓથી કંઈક આધ્યાત્મિક શક્તિઓ છે. રાવણ પાસે 1000 વિદ્યાઓ હતી. અંગારમર્દિક મુનિને 500 શિષ્યો હતા, છતાં પણ તેઓ મિથ્યાત્વી હતા. હરિભદ્રસૂરિના બે શિષ્યોનાં અકાળે બૌદ્ધ ભિક્ષુઓની કદર્થનાથી મૃત્યુ થતાં તેનો બદલો લેવા 1444 ભિક્ષુઓને તળી નાંખવાનો વિચાર જ્યારે ગુરુએ જાણ્યો ત્યારે વિવિટંબણા અને વિડંબના ગુરુએ સમજાવી; સમજ્યા પછી તેના પ્રાયશ્ચિત્ત રૂપે 1444 ગ્રંથો લખવાનો વિચાર કર્યો. જેમાં કેટલીક કૃતિઓના અંતે “ભવ વિરહ' શબ્દ અંકિત થયેલો છે. “સંસારદાવાનલ' આવી તેમની છેલ્લી કૃતિ છે. વળી, ગુરુ સમ વહીવટથી સમરાદિત્ય કથા જેવી અદ્વિતીય કૃતિ સમાજને ચરણે ધરી. શુકપરિવ્રાજક મિથ્યાધર્મની અંધપરંપરામાં સત્યમાર્ગ ભૂલ્યો હતો. તેણે આચાર્ય થાવસ્ત્રાપુત્રની પાસે પોતાના 1000 શિષ્યો સાથે ચારિત્ર અંગિકાર કર્યું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની કૃતિઓને 700 લહિયા બેસાડી કુમારપાળે નકલો કરાવી જુદે જુદે સ્થળે મોકલાવી. 1500 તાપસોમાંથી 500 મુનિને ખાતાં ખાતાં, ૫૦૦ને રસ્તામાં ચાલતાં, દૂરથી સમવસરણ જોતાં, અને ૫૦૦ને ભગવાનની વાણીનો રણકાર સાંભળતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ભરત ચક્રવર્તી તેની બહેન સુંદરીને પટ્ટરાણી બનાવવા માંગતા હતા પણ તેણીએ 60 હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરી તેમાંથી મુક્તિ મેળવી. લબ્ધિભંડાર ગૌતમસ્વામી જેમના મસ્તક પર હાથ મૂકે તેઓ કેવલજ્ઞાન
Page #154
--------------------------------------------------------------------------
________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 145 પ્રાપ્ત કરતા, પરંતુ તેઓ તો છબસ્થ જ રહ્યા હતા. તીર્થકર ભગવાન સંસારીના સરાગત્વનું શું જાણે ? તેમ ચકલા ચકલીનું મૈથુન જોનાર લક્ષ્મણા સાધ્વીએ ગુરુ પાસે આવું કૃત્ય જોનારાને શું પ્રાયશ્ચિત્ત આવે તેવું કપટપૂર્વક પૂછી પોતાની મેળે 16 વર્ષ મા ખમણના ઉપવાસ તથા 20 વર્ષ આયંબિલ અને ર વર્ષ ઉપવાસ કર્યા. કુલ 50 વર્ષની કપટપૂર્વકની તપશ્ચર્યા નાકામિયાબ નીવડી, કેમ કે તપ છતાં પણ તેનો સંસાર 800 સાગરોપમ જેટલો વધી ગયો. તેવી રીતે કમી તરફ સરાગ દષ્ટિ ધરાવનારી રુમીએ ગુરુ પ્રત્યે આકર્ષિત થઈ. તેને જ ગુરુપદે સ્થાપી ગુરુની પરીક્ષા કરું છું તેવું ગુરુ દ્વારા પુછાતાં અસત્ય વચન ઉચ્ચારી તેનો સંસાર અનંત મવોનો વધાર્યો. વિચરતાં વિચરતાં વિમલકેવલી ચંપાપુરીમાં પધારે છે; તેનો 84 હજાર સાધુ સમુદાયનાં પારણાં કરાવવાનો વિચાર જિનદાસને આવે છે. તે અમારા કલ્પ પ્રમાણે અશક્ય છે; પરંતુ જો વિજય શેઠ અને વિજયા શેઠાણી તેમને તેના ઘરે જમાડે તો ૮૪૦૦૦ને વહોરાવ્યાનું ફળ તમને મળે. તેમણે તેમ કર્યું. અને નૈષ્ઠિક બ્રહ્મચારી કેવા પુણ્યશાળી હોય તે આ પરથી જણાય છે. ભગવાન મહાવીર સ્વામીના પરિવારમાં ઇન્દ્રભૂતિ વગેરે 11 ગણધરો, 14,OOO સાધુ, ચંદનબાળા પ્રમુખ 36,000 સાધ્વીઓ, 1 લાખ 29 હજાર શ્રાવકો તથા 3 લાખ 50 હજાર શ્રાવિકાઓ હતાં. દીક્ષા પહેલાં તેમણે 3 અબજ, 88 કરોડ, 80 લાખ સોનામહોરનું વાર્ષિક દાન દીધું. - ભરત ચક્રવર્તી અને બાહુબલીએ 500-500 સાધુઓની ઉત્કૃષ્ટ નિરાશસભાવે વૈયાવચ્ચ કરેલી તેથી તેના શુભ પરિપાક રૂપે અઢળક સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા તથા બાહુબળ મળેલાં. આ ભક્તિ તેઓએ ચિત્તિની તન્મયતાપૂર્વક કરેલી, ભારે વિશુદ્ધ ભાવોલ્લાસવાળું તન્મય મન રાખેલું એ જ ધ્યાન; અને એથી ઉચ્ચ આત્મદશા મળેલી. પોતાની મેળે હું મહાવીરનો શિષ્ય છું એમ માનનારા ગોશાલાને ભગવાને તેજોવેશ્યા શીખવી. તેણે તેનો ઉપયોગ ખુદ મહાવીર પર કર્યો. છેલ્લે સાચું ભાન થતાં પશ્ચાત્તાપના પાવન અગ્નિમાં ભૂલને શેકી નાંખી ૧૨મા દેવલોકમાં પહોંચી ગયો. - પુંડરિકસ્વામી જે ઋષભદેવના ગણધર હતા તે પાંચ કરોડ મુનિઓ સાથે કેવળી થયા. ગિરિરાજ શેત્રુંજય પર કાંકરે કાંકરે સિદ્ધ થયા છે તેવું મનાય છે. તે ગિરિ પર સિદ્ધગતિને પામેલા મહાત્માઓની નામાવલી નીચે પ્રમાણે છે : દ્રાવિડ અને વારિખિલ્લ 10 કરોડ મુનિ, શાંબ અને પ્રદ્યુમ્ન 3 ક્રોડ, પાંચ પાંડવો 20 જૈન-૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________ 146 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ક્રોડ, નમિ અને વિનમિ 2 ક્રોડ, નારદ 91 લાખ, ભરત 1 હજાર, વસુદેવની પત્ની 35 હજાર, ભરતમુનિ 5 ક્રોડ, અજિતનાથ પ્રભુના સાધુઓ 10 હજાર, પ્રદ્યુમ્નની સ્ત્રી વૈદર્ભી 4400, બાહુબલીના 1008, થાવસ્ત્રાપુત્ર 1 હજાર, કદંપ ગણધર 1 ક્રોડ, થાવસ્યા ગણધર 1000, શેલકસૂરિ પ૦૦, રામ અને ભરત 3 ક્રોડ, સોમયશા 13 ક્રોડ, સગરમુનિ 1 ક્રોડ, અજિતસેનમુનિ 17 ક્રોડ, શ્રીસારમુનિ 1 ક્રોડ, આદિત્યયશા 1 લાખ, શુકપરિવ્રાજક 1 હજાર, કાલિક 1000, સુભદ્રમુનિ 700, શાંતિનાથ પ્રભુના શિષ્યો દમિતારી 14 હજાર, શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં 1,52,55,777 સાધુઓ, શાંતિનાથ પ્રભુના પરિવારના 10 હજાર સાધુઓ, ભરતચક્રીની પાટે અસંખ્ય રાજાઓ અનશન કરી કર્મો ખપાવી મોક્ષે ગયા છે. નરકે જનારા સુભૂમ ચક્રવર્તીનું યાન 16OO0 યક્ષદેવતા ઊંચકતા હતા પણ તે દરિયામાં પડી ગયું. નવકારમંત્રના ગૂઢ રહસ્યને રામજાવવા માટે વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને કવિએ પંચ શબ્દનો સુંદર ભાવવાહી ઉપયોગ કર્યો. જે નીચે પ્રમાણે છે : પંચ સઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર. અનંત ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના ૨૪મા તીર્થંકર હતા. તેમના શાસનમાં કમલપ્રભ નામના આચારાદિમાં અજોડ આચાર્ય હતા. તેમને 500 શિષ્યો હતા. એવા ભાવમાં હતા કે તે ભવમાં મોક્ષ પામે. ચૈત્યવાસી સાધુના કપટથી જ્યારે સાધ્વીજીએ તેમનાં ચરણને સ્પર્શ કર્યો ત્યારે બચાવમાં ગલ્લાતલ્લા કર્યા અને તેમનું નામ સાવઘાચાર્ય પાડ્યું. અનન્ત ભવોમાં ભટકી છેલ્લે મોક્ષગામી થયા. રત્નત્રયી 3, સત્ત્વ, રજસ અને તમસ 3, 4 કષાયો, દર્શનસપ્તક 7, સમ્યક્તનાં 5 લક્ષણો, ર૪ કલાકમાં 7 ચૈત્યવંદન આવે છે. સમ્યત્વના 67 બોલ, ભક્તામર તથા કલ્યાણ મંદિરના 44-44 શ્લોકો, પાર્શ્વનાથ ભગવાનનો 18 અક્ષરનો મંત્ર, રોહિણી, પન્નતિ વગેરે 16 વિદ્યાદેવીઓ, વળી રોહિણી, પતિ... મહમાણસિયા 16 દેવીઓ, જખા, ગોમુતાદિ 24, ચક્રેશ્વરી, અજિઆ... કાલિ, મહાકાલી... પદ્માવતી 24 તીર્થકરોની દેવીઓ અજિતશાંતિ પ્રમાણે મહાચક્રવર્તી 72 હજાર પુરના સ્વામી, 32 હજાર રાજાઓથી અનુસરાતા, જેમને 14 રત્નો, 9 મહાનિધિ, 64 હજાર સુંદરીના ધણી, 84 હજાર હાથી, રથ, ઘોડાના સ્વામી, 90 ક્રોડ ગામના ધણી હોય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________ આંકડાની કરામત યાને સંખ્યાની સજાવટ - 147 દેવસી અને રાઈ પ્રતિક્રમણમાં 4 લોગસ્સનો કાઉસગ્ગ, પાક્ષિકમાં 12 લોગસ્સ, ચઉમાસીમાં 20 લોગસ્સ, સંવત્સરિ પ્રતિક્રમણમાં 40 લોગસ્સના કાઉસગ્ગ (ઉપરાંત એક નવકાર કરાય છે. સામાયિક તથા દિન-રાતના પ્રતિક્રમણમાં 48 મિનિટ પછી પાડી શકાય. રત્નાકર પચ્ચીસીના 25 શ્લોક, 11 સતીઓ, વંદીત્તા સૂત્રની 50 ગાથા, માર્ગનુસારીના ૩પ બોલ, શ્રાવકના 21 ગુણો, ભાવ શ્રાવકના 7 લિંગ તથા 17 લક્ષણ. ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી છે. 18 દેશના રાજાઓ તથા અન્ય પર્ષદાને 16 પહોર સુધી રાગમાં ઉપદેશ આપી કર્મોના ફળ બતાવવા માટે વિપાક સૂત્ર જેમાં પુણ્ય તથા પાપના અધ્યાયો છે તે પણ ફરમાવ્યું. ઉત્તરાધ્યયનમાં 36 અધ્યયનો છે. શાસ્ત્રમાં 10 પ્રાણ ગણાવ્યા છે. એકેન્દ્રિયને 4, બેઈન્દ્રિયને , તે ઇન્દ્રિયને 7, ચૌરેન્દ્રિયને 8, અસંજ્ઞ પંચેન્દ્રિયને 9 તથા સંજ્ઞી મનવાળાને 10 પ્રાણો હોય છે. તે આ પ્રમાણે છે : પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાળ, બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. તેમાંના કોઈનો પણ વધ કે હિંસા ન કરવી તે જૈનોની અહિંસા છે. અહિંસાના પરમોપાસક ભગવાન મહાવીરે તપશ્ચર્યામાં ઉષ્ણજળનો પણ ઉપયોગ કર્યો નથી. સાડા બાર વર્ષના સાધના કાળ દરમ્યાન ફક્ત 349 દિવસ પારણાં કર્યાં. તથા 12aa વર્ષમાં ફક્ત 48 મિનિટની નિદ્રા લીધી. પ્રભુએ માલકૌશ રાગમાં બોલી ઉપદેશ ફરમાવ્યો : ત્રિગડે બેસી ધર્મ કહેતા સુણે પર્ષદા બાર, જોજનગામી વાણી મીઠી વર્ષતી જળધાર. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજીને 350 ઉપરાંત શિષ્યો હતા. પંચિંદિય જે સામાયિક લેતાં તથા પારતાં ઉચ્ચારવાનું હોય છે, તેમાં આંકડાઓ છે. જેમ કે, 5, 9, 4, 18, 5, 5, 5, 3, 36. કેટલાક મુનિપુંગલો જોઈએ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ઘણી કૃતિ રચી જેમાં ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર અનુપમ કોટિનો સંસ્કૃતમાં લિપિબદ્ધ કરાયેલો મહાગ્રંથ છે. વિશાળ સાધુસમુદાય ધરાવનારા ગચ્છાધિપતિ આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરને લગભગ 345 શિષ્યો તથા 500 સાધ્વીઓ હતાં. ગચ્છાધિપતિ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીને 210 શિષ્યો હતા. [સુમંગળ આચાર્યને પC)0 શિષ્યો હતા.] ઉપરના ત્રણેમાં સાધુના 14 લિંગો હતા.
Page #157
--------------------------------------------------------------------------
________________ 148 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લક્ષ્મણા સાધ્વીએ કપટપૂર્વક કરેલાં 20 વર્ષના માસખમણ તથા 16 વર્ષનાં આયંબિલ તપ એળે ગયાં અને 800 ક્રોડાકોડ સાગરોપમ કાળ સુધી સંસારમાં ભટકતી રહી. તેવી રીતે રુક્ષ્મીનો સંસાર વધી ગયો તેથી અનંતભવો સંસારમાં વ્યતીત કરવા પડ્યા. - પ્રસ્તુત (લેખમાં) સંખ્યાની સરિતા આગળ ન ચલાવતાં રાઈ પ્રતિક્રમણમાં શ્રી સીમંધર સ્વામીનો દુહો ત્રણ ખમાસણાં દઈ બોલીએ છીએ. તેનાથી સમાપ્તિ કરીએ : બે કોડી કેવળધરા, વિહરમાન જિન વિશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશ દિશ. અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ કેવળધર મુગતે ગયા, વંદું બે કર જોડ.
Page #158
--------------------------------------------------------------------------
________________ 10 નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય નવકારમંત્ર એ જૈન ધર્મનો અત્યુત્કૃષ્ટ મંત્ર ગણાય છે. તેના જેવો પ્રભાવક કલ્યાણકારી બીજ મંત્ર શોધ્યો જડે તેમ નથી. જૈનદર્શનમાં તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે. 14 પૂર્વધરો પણ મૃત્યુ સમયે તેને યાદ કરી રટણ કરતાં કરતાં મરણોન્મુખ સમયને કૃતકૃત્ય કરે છે. આ મંત્રના નવ પદો છે. તેમાંનાં પ્રથમ પાંચ પદો વિષેનું રહસ્ય સમજવા અહીં સંક્ષેપમાં પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ દેશને જીતવો હોય તો તેની રાજધાની જીતો એટલે તે જીતી ગયેલો ગણાય છે. જીતવા માટે તેના દરેકે દરેક વિભાગ જીતવાની જરૂર નથી. લશ્કરનો સેનાપતિ જીતો એટલે આખું લશ્કર શરણે આવે. તેવી રીતે દિલ્હી જીતો તો ભારત જીતેલું ગણાય. મોસ્કો જીત્યું એટલે રશિયા જીતેલું ગણાય. દેશને જીતવા તેના કેન્દ્ર પર હલ્લો જરૂરી ગણાય છે. તેવી રીતે નવકારમંત્રનું રહસ્ય તેમાં રહેલાં પાંચ પદોમાં છે. એ પદો સિદ્ધચકયંત્રમાં કેન્દ્રસ્થાને દર્શાવાય છે તેમાં અકથ્ય રહસ્ય રહેલું છે. તે પાંચ પદો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અરિહંત અહીં કેન્દ્રમાં ગોઠવાયા છે. હજી તેને ચાર અઘાતી કર્મો બાકી રહ્યાં છે, છતાં પણ આસન ઉપકારી હોવાથી તેને કેન્દ્રમાં સ્થાન આપ્યું છે. યંત્રમાં આ રીતે કેન્દ્રીય સ્થાને બિરાજેલા અરિહંત કેન્દ્રીય મહત્તા ધારણ કરે છે. બીજું પદ નમો સિદ્ધાણં છે. તીર્થકર ભગવંતો નમો સિદ્ધસ્સ ઉચ્ચારી સમવસરણાદિ પ્રસંગોનો પ્રારંભ કરે છે. સિદ્ધો લોક અને અલોકની મધ્યમાં બિરાજેલા છે. સિદ્ધશિલાએ પહોંચેલો જીવ લોકાકાશના અગ્ર ભાગે આવેલો છે. તેઓ લોક અને અલોકના કેન્દ્રમાં રહેલા છે. આ રીતે બંનેની મધ્યમાં કેન્દ્રબિંદુએ સિદ્ધાત્માઓ રહેલા છે. ત્રીજું પદ આચાર્ય ભગવંતોનું છે. નવપદના યંત્રમાં તેમની ઉપર દર્શન પદ તથા નીચે જ્ઞાન પદ . તેઓ દર્શન અને જ્ઞાનની ઉપાસના તથા પ્રરૂપણા કરે છે. આચાર્યનું સ્થાન આ બે પદોની મધ્યમાં - કેન્દ્રમાં છે. ચોથું પદ ઉપાધ્યાયનું છે. તેઓ આચાર્ય અને સાધુની વચ્ચે રહેલાં છે. બેની વચ્ચે મધ્યમાં કેન્દ્રમાં રહેલાં છે.
Page #159
--------------------------------------------------------------------------
________________ 150 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પાંચમું પદ સાધુનું, ચારિત્ર અને તપની વચમાં ગોઠવાયું છે. તેઓ ચારિત્ર અને તપના ઉપાસક છે. તે બે પદની વચ્ચે મધ્યમાં કેન્દ્રીય સ્થાને આવે છે. આ રીતે નવકારમંત્રનાં નવ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેવાથી જે મહત્તા, જે ગૌરવ, જે સામર્થ્ય, જે ઉત્કૃષ્ટતા, જે અદ્વિતીયતા, જે ઉપયોગિતા, જે બળ, જે શક્તિ વગેરે છે તેથી આ પાંચ પદોની પર્યાપાસનાદિ સર્વ પાપ અને તેના અધ્યવસાયો ક્ષીણ કરવાનું ગજબનું ગૌરવ, શક્તિ ધરાવે છે. સર્વ પાપોનો નાશ તે આ રીતે કરે છે. પાપનું ફળ તો ભોગવવું જ પડે, પણ પાપની જે શંખલા, જે પરિપાટી, જે અનુસંધાન, જે પરંપરાદિ ઉત્પન્ન થાય તેનો નાશ કરે છે. પાપનો નાશ એવી રીતે કરે છે કે જેથી તેનો અનુબંધ નષ્ટ થઈ જાય છે. આ રીતે કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોની ગણના, રટણા, ઉપાસનાદિ સામર્થ્ય, શક્તિ, સમતાદિ આપવા દ્વારા સર્વ પાપોને નાશ કરવાનું બીજ ધરાવે છે અને તેથી તે બધાં જ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ તરીકે સ્થાપનાપન્ન થાય છે. કેન્દ્રીય સ્થાને આ રીતે રહસ્યધારી આ પાંચ પદો નવ પદમાં નગરાદિમાં જે મહત્તા રાજધાનીની છે તેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય પ્રથમ પાંચ પદોમાં છુપાયેલું છે. પાંચેય પદો આ રીતે કેન્દ્રમાં ગોઠવાયેલાં હોવાથી પરિઘ નહીં, પણ કેન્દ્રીય શક્તિ બક્ષે છે જે આ કેન્દ્રીય તત્ત્વોને કલ્યાણકારી મહામાંગલિક બનાવે છે. આમ કેન્દ્રમાં રહેલી રાજધાનીઓ તે તે દેશની સર્વશક્તિનું કેન્દ્ર, માધ્યમ ગણાય છે. તેવી રીતે ઉપર જણાવેલાં પાંચ પદો જે કેન્દ્રીય સ્થાને રહેલાં છે તેના દ્વારા જે શક્તિ, સામર્થ્ય ઉપાસના ગણનાદિમાં પ્રાપ્ત થાય તે અદ્વિતીય, અકલ્પનીય શક્તિનું કેન્દ્ર બની ધર્મબીજનું વાવેતર કરી તેમાંથી પ્રાપ્ત થનારા ફળોની પરંપરા, અનુબંધ કરે છે જેમાં તે પાંચેની શક્તિ પાંચગણી થઈ મહામાંગલિક પુણ્યનો સ્રોત બને છે. એમ મોક્ષલક્ષ્મી આપી શકે છે અને તેથી જ ચૌદ પૂર્વધારીઓ પણ મૃત્યુ સમયે નવકારમંત્ર યાદ કરતાં કરતાં સમાધિ-મૃત્યુની પ્રતીક્ષા કરે છે. વિશેષમાં સિદ્ધચક્રમંત્રમાં જે રીતે અરિહંતાદિ નવને ગોઠવ્યાં છે. તે દરેકને, તેઓની આસપાસ, આગળ-પાછળ રહેલાંની મધ્યમાં કેન્દ્રમાં હોવાથી ઘણી વિપુલ કેન્દ્રીય તાકાત, શક્તિસામર્થ્ય મળે છે તેથી કેન્દ્રીય શક્તિધારક આ પાંચે પદને શક્તિસ્રોત ગણાવી શકાય.
Page #160
--------------------------------------------------------------------------
________________ 18 14 ગુણસ્થાનો અને 14 સ્વપ્નો ભવાટવિમાં ભટકતા જીવે જૈનદર્શન પ્રમાણે જન્મથી માંડી મોક્ષ પામે ત્યાં સુધી આત્મવિકાસનાં ચૌદ સોપાનો ચઢવાનાં હોય છે. ૧૩મા પગથિયે તે કેવળજ્ઞાનદર્શન પામી અનંતસુખાદિનો માલિક બને છે. ૧૪મા પગથિયે ચડ્યા પછી તે સિદ્ધશિલાએ પહોંચે છે. ચૌદના અંકની વિશિષ્ટતા જોઈ આગળ વધીએ. ૧૪ની સંખ્યા વિચારણીય છે. જ્ઞાનના અતિચારો 14, પ્રતિદિન ધારવાના નિયમો 14, 14 ગુણસ્થાનો, તીર્થકરની માતાને 14 પ્રકાશમાન સ્વપ્નો આવે, જ્યારે ચક્રવર્તીની માતાને તે 14 સ્વપ્નો ઝાંખાં આવે. જૈન ધર્મમાં અશાતાવેદનીયના પ્રકારો 14, શિષ્ય માટેની ઉપમાઓ 14, સાધુના લિંગો 14, સૃષ્ટિ 14 રાજલોકની બનેલી છે. 14 પૂર્વો છે. અગ્રણીય પૂર્વની વસ્તુ 14, ભગવાન મહાવીરની શ્રમણ-સંપદા 14 હજારની, જીવસ્થાનો 14, 14 પૂર્વધારીઓ હોય છે. સમુદ્રમંથન કરતાં 14 રત્નો નીકળ્યાં. ચક્રવર્તીને 14 રત્નો હોય છે. જંબુદ્વીપમાં 14 મહાનદીઓ હોય છે. 14 પલ્યોપમ સ્થિતિવાળા જીવો. 14 રત્નપ્રભા પૃથ્વી, અસુરકુમાર દેવો, સૌધર્મ ઈશાન દેવો, 14 સાગરોપમસ્થિતિવાળા, ધમપ્રભા પૃથ્વી, લાર્તક દેવો, મહાશુક દેવો, શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, કાવિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોત્તરાવર્તસડુ દેવો, 14 પખવાડિયે શ્વાસોશ્વાસ લે-મૂકે, 14 હજાર વર્ષે આહારની ઇચ્છા થાય, કેટલાક જીવો 14 ભવો કરી સિદ્ધ બને. જ્ઞાનના અતિચારો 14, ભૂતગ્રામ 14, સ્ત્રીનાં આભૂષણો 14. જૈનદર્શનમાં નિગોદમાંથી નીકળેલા જીવને અત્યંત સ્વલ્પ જ્ઞાન હોય છે; જેમ જેમ તેનું અજ્ઞાન દૂર થતું રહે, નષ્ટ થતું જાય, વિલય પામતું જાય તેમ તેમ તે જીવ વિકાસોન્મુખ થાય. એની ચરમસીમા અજ્ઞાન શૂન્ય થઈ સંપૂર્ણ જ્ઞાન એટલે કે સંપૂર્ણ જ્ઞાનદર્શન પ્રાપ્ત કરે છે. જૈનદર્શનમાં આત્માની વિકાસોન્મુખ અવસ્થા ૧૪મા પગથિયે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. 14 સ્વપ્નોનાં નામો આ પ્રમાણે છે : હાથી, બળદ, સિહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધજા, કળશ, પદસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નસમૂહ અને ૧૪મું ધુમાડા વગરનો અગ્નિ.
Page #161
--------------------------------------------------------------------------
________________ ૧૫ર >> જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન 14 ગુણસ્થાનોનાં નામ આ પ્રમાણે છે : મિથ્યાત્વ, સારવાદન, મિશ્ર, અવિરતિ સમ્યગ્દર્શન, દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી, અયોગીકવલી. આત્માની અવસ્થા દર્શાવવા માટે 14 પગથિયાંની સીડી છે જેનું છેલ્લું પગથિયું સંપૂર્ણજ્ઞાન, કેવળજ્ઞાન છે. આત્મા ઊંચે ને ઊંચે ચઢે છે. આ બનવું સહેલું નથી. ઊંચે ચઢેલા આત્માનું પતન થઈ ફરી તે ઊંચે ચઢે તેવી શક્યતા નકારી ન શકાય. મોક્ષપદ પ્રાપ્ત કરવાના માર્ગમાં વિકાસની દૃષ્ટિએ આત્મા ક્યાં સુધી પહોંચ્યો છે તે દર્શાવવા જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ જે શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યો છે તેને ગુણસ્થાન કે ગુણશ્રેણી કહેવાય છે. આ લેખમાં 14 ગુણસ્થાનોનો સંબંધ 14 મોટાં સ્વપ્નો સાથે બતાવવા વિચારણા કરીશું. 14 ગુણસ્થાનોમાં પ્રથમ ગુણસ્થાને જે જીવો હોય છે જેમને આત્મા, ધર્મ કે પ્રભુની વાણીમાં રસ, રુચિ કે શ્રદ્ધા હોતા નથી, તથા તે જીવોના મિથ્યાત્વીને આદિ-અંત નથી, ક્યારેય મોક્ષ પામવો સુલભ નથી તે જીવો અભવ્ય ગણાય તેવાં તેનાં કાળાં કર્મો છે. દેરાસરની બહાર જ કાળો હાથી હોઈ શકે છે, અંદર નહીં જ. પ્રથમ સ્વપ્ન હાથીનું કાળાં કર્મોનું સૂચક દેરાસરની બહાર જ આથી સ્થાન પામે છે. પ્રથમ ગુણસ્થાનક મહામિથ્યાત્વ પ્રચુર કાળાં કર્મોનું સૂચક છે. અને તેથી મિથ્યાત્વરૂપી કાળો હાથી દેરાસરની બહાર રખાય છે અને તે પ્રમાણે 14 ગુણસ્થાનોમાં સીડીનું પ્રથમ પગથિયું મિથ્યાત્વનું છે. બીજું ગુણસ્થાન સાસ્વાદન છે. સમ્યગ્દર્શન પામી ગુણશ્રેણીએ ઉપર ચઢેલો આત્મા ક્રોધાદિ તીવ્ર કષાયોને ઉદય થતાં પાછો પહેલા ગુણસ્થાને આવી પડે છે; ત્યારે બીજા ગુણસ્થાને ક્ષણવાર અટકે છે. તત્ત્વના કંઈક આસ્વાદનથી આને સાસ્વાદન કહે છે. તેવી રીતે બળદનું સ્વપ્ન બીજા ક્રમે છે. બળદ પણ ખાધેલો ખોરાક ફરી પાછો વાગોળતાં આસ્વાદ લે છે. - ત્રીજું ગુણસ્થાન મિશ્ર છે. મિથ્યાત્વમાંથી નીકળી ઊંચે ચઢતો જીવ સમ્યગ્દર્શન પામતાં પહેલાં મનોમંથનવાળી મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનની મિશ્ર ભૂમિકા પ્રાપ્ત કરે છે. તેવી રીતે સિંહની બે ભૂમિકા છે. ભૂખ લાગે ત્યારે જ જીવ માટે અને પેટ ભરેલું હોય ત્યારે તેના શરીર પર નાનું સસલું કૂદાકૂદ કરે તો પણ તેને ન મારે. સિંહ મારે પણ ખરો અને ન પણ મારે. મિશ્ર પ્રકૃતિ બંનેમાં રહી છે : ગુણસ્થાન તથા સિંહ.
Page #162
--------------------------------------------------------------------------
________________ નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય - 153 આ પ્રથમ ત્રણ સ્વપ્નો પશુનાં છે. તેવી રીતે પ્રથમ ત્રણ ગુણસ્થાનો ક્રમિક વિકાસમાં પશુતુલ્ય કક્ષાનાં છે. ચોથું ગુણસ્થાન અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી આત્માનું આ ગુણસ્થાન છે. ચોથું સ્વપ્ન લક્ષ્મીદેવીનું છે. અહીંથી આત્મવિકાસ થાય છે. ચોથા સ્વપ્નમાં જે લક્ષ્મીદેવી છે તે લક્ષ્મી બે પ્રકારની છે. અશુભ માર્ગે પણ તેનો વ્યય થાય, શુભ માર્ગે પણ થાય. શુભ માર્ગની લક્ષ્મીરૂપી આ ચોથું સમજવું. સમ્યગ્દર્શન શુભ કર્મોના ઉદયને સૂચવે છે. કલ્યાણકારી લક્ષ્મી વિકાસના માર્ગે હરણફાળ ભરાવે છે. લક્ષ્મીદેવી તથા ચોથું ગુણસ્થાન શુભ સૂચક છે. પાંચમું ગુણસ્થાનક દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે. અહીં આત્મા સમ્યગ્દષ્ટિપૂર્વક વ્રતાદિનું અંશતઃ પાલન કરે છે. પાંચમું સ્વપ્ન પુષ્પમાળાનું છે. પુષ્પની માળા સુવાસ આપે છે. થોડા સમય પછી કરમાઈ પણ જાય છે. તેવી રીતે દેશવિરતિ જીવ કરમાતા પુષ્પની સુવાસની જેમ ગંતવ્ય સ્થાન મોશે પહોંચી શકતો નથી. અહીંથી આગળ જવાનું રોકાઈ જાય છે, કારણ કે સર્વવિરતિ વિના મોક્ષ નથી. - છઠ્ઠ ગુણસ્થાન પ્રમત્તસંયત, જીવ ત્યાગ-વૈરાગ્યમાં દઢ બનેલો મહાવ્રતરૂપી સર્વવિરતિ પ્રાપ્ત કરે છે; પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદ થઈ જાય. આની તુલનામાં છઠું સ્વપ્ન ચંદ્રનું. ચંદ્રમાં કલંક છે. તેવી રીતે આ ગુણસ્થાને પહોંચેલા જીવના જીવનમાં ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક પ્રમાદરૂપી કલંક દષ્ટિપથમાં આવે છે. પ્રમાદરૂપી લંક આ ગુણસ્થાનમાં, તેવી રીતે ચંદ્રમામાં પણ છે. તેજસ્વી બંને, ગુણસ્થાન તથા ચંદ્ર; છતાં પણ પ્રમાદ અને કલંકનો દોષ બંનેમાં અસ્તિત્વ ધરાવે છે. ૭મું અપ્રમત્તસંયત ગુણસ્થાન. સંયત સાધુ પ્રમાદ ન થઈ જાય તે માટે યથાશક્તિ પ્રયત્નશીલ હોવા છતાં ક્યારેક પ્રમાદ થઈ જાય તો તેને છઠ્ઠા ગુણસ્થાને તથા સાતમાં ગુણસ્થાને ઝોલાં ખાવા પડે છે. જ્યારે તે અપ્રમત્ત દશામાં હોય છે ત્યારે તેની સરખામણી ઝળહળતા સૂર્ય સાથે કરી શકાય. તેથી સાતમાં સૂર્યના સ્વપ્ન સાથે આ ગુણસ્થાનનું સામંજસ્ય રહે છે. ૮મું ગુણસ્થાન અપૂર્વકરણ છે. કરણ એટલે ઉત્કૃષ્ટ ક્રિયા અથવા અધ્યવસાય. અહીં ચારિત્રમોહનીયનો ઉપશમ કે ક્ષય કરવાનો અપૂર્વ એટલે કે જે પહેલાં ક્યારેય પણ થયો નથી તેવો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ એક અદ્વિતીય સફળતા છે, જેનું સૂચક ૮મું સ્વપ્ન ધજાનું છે. જ્યારે દુશ્મન ઉપર વિજય મળે છે ત્યારે ધજા ફરકાવવામાં આવે છે. અપૂર્વકરણ જીવનયાત્રામાં
Page #163
--------------------------------------------------------------------------
________________ 154 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઝળહળતી ફત્તેહનું સૂચક છે. અહીંથી સાધક ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ એ બેમાંથી ગમે તે એક પર આરૂઢ થાય છે. ફત્તેહની ધજા ફરકાવે છે. - નવમું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર છે. અહીં મોહનીય કર્મના બાકી રહેલા અંશોનો ક્ષય કે ઉપશમ થાય છે. આત્મા વધારે નિર્મળ, વિશુદ્ધ બને છે. નવમું સ્થાન કળશનું છે. કળશની સ્થાપના વિશુદ્ધિ-નિર્મળતાદર્શક છે. શુભ ફળસૂચક કળશની સ્થાપના કરાય છે. દસમું ગુણસ્થાન સૂક્ષ્મ સંપરાય એટલે કષાયો કે મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ થતાં હોવાથી આત્મા વધુ વિશુદ્ધ બને છે. દશમું સ્વપ્ન પધસરોવરનું છે. આ સરોવરમાં અત્યંત વિશુદ્ધ શ્વેત કમળો હોય છે. તે રીતે બંનેમાં સરખાપણું દર્શાવી શકાય. પદ્મસરોવરમાં શ્વેત કમળ વિશુદ્ધિદર્શક તેમજ ગુણસ્થાનક પણ આત્મવિકાસની શુદ્ધિ-પ્રદર્શક છે. ૧૧મું ગુણસ્થાન ઉપશાંત મોહનું છે. મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ અત્રે શાંત થાય છે. જેમણે ઉપશમ શ્રેણિ માંડી છે. એવા આત્માઓ માટેનું જ આ ગુણસ્થાન છે. અહીંથી જો તેવા આત્મા પડે તો પહેલા ગુણસ્થાને પણ પહોંચી જાય છે. પતનનું આ ગુણસ્થાન છે. અગિયારમું સ્વપ્ન ક્ષીરસમુદ્રનું છે. સમુદ્રના તોફાનમાં જો અટવાઈ જવાય તો ડૂબી જવાય; સ્થિરતા તથા શૈર્ય હોય તો તેમાં રહેલાં રત્નોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. ૧૨મું ગુણસ્થાન ક્ષીણ મોહનું છે. અહીં રહેતો જીવ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અહીંથી જીવને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિની શક્યતા રહેલી છે. જીવ ઊર્ધ્વગમન કરવા તત્પર હોઈ શકે છે. તેથી આ ગુણસ્થાનની સમકક્ષ ૧૨મું સ્વપ્ન જેને આપણે દેવવિમાન કહીએ છીએ. વિમાન ઊંચે જ આકાશમાં હોય છે તેથી બંનેમાં આ સામ્ય રહેલું છે. ગુણસ્થાન તેમજ આ સ્વપ્ન ઉપરની ગતિ સૂચક છે. કેવું અજબનું સામ્ય ! ૧૩મું ગુણસ્થાન સયોગી કેવળી છે. અહીં રહેલો જીવ ચારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાનપ્રાપ્ત કરે છે. પરંતુ તે જીવને ચાર અઘાતી કર્મો ભોગવવાનાં બાકી છે. એટલે મન, વચન, કાયાના યોગો બાકી હોવાથી તે સયોગી કહેવાય છે. તેરમું સ્વપ્ન રત્નના સમૂહનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણે રત્નત્રયી મેળવી હોવાથી રત્નના સમૂહનું આ સ્વપ્ન યથાર્થતા પ્રાપ્ત કરે છે. અયોગી કેવળી ગુણસ્થાન ૧૪મું છેલ્લું ગુણસ્થાન છે. જીવ ચારે અઘાતી
Page #164
--------------------------------------------------------------------------
________________ નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય - 155 કર્મોનો પણ ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. અહીં જીવ યોગરહિત અને કેવળજ્ઞાન સહિત હોવાથી અયોગી કેવળી કહેવાય છે. તેની સાથે રહેલું સમકક્ષ સ્વપ્ન ધુમાડા વગરના ઊર્ધ્વગામી અગ્નિનું છે. અગ્નિ પણ ઊર્ધ્વગતિ કરનાર છે; તેમજ આ ગુણસ્થાને રહેલો જીવ લોકાકાશની ટોચે રહેલી સિદ્ધ શિલા ઉપર રહી સતત અગ્નિશિખાની જેમ ઉપર ને ઉપર જ રહે છે. અગ્નિશિખા જેમ ઊર્ધ્વગતિ કરે છે તેમ સિદ્ધશિલા લોકાકાશની ટોચે, અલોકાકાશની અને લોકાકાશની મધ્યમાં, કેન્દ્રમાં આવેલી છે. આ રીતે ચૌદ ગુણસ્થાન અને તીર્થકરની માતાને આવેલાં 14 ઝળહળતાં સ્વપ્નોમાં સામંજસ્ય, સમ્યકક્ષતા કે સરખાપણું રહેલું છે તે ઘટાવવા એક નમ્ર પ્રયત્ન કર્યો છે.
Page #165
--------------------------------------------------------------------------
________________ 19 ધર્મસંન્યાસ ભારતીય દર્શનોમાં ચાર પુરુષાર્થ અને ચાર આશ્રમો ગણાવાય છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આપણે સંન્યાસી, સંન્યાસિની, સંન્યાસ જેવા શબ્દો સાંભળીએ છીએ તથા સાહિત્યાદિમાં વાંચીએ છીએ. સંન્યાસી તે કહેવાય કે જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંન્યાસ એટલે જગતની પાર્થિવ કે પૌદ્ગલિક વસ્તુ પરનો મોહ, મમતા, આસક્તિ વગેરે છોડી દઈ, વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરી; ક્રમે ક્રમે પિતા, માતા, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, અન્ય સગાંસંબંધી તથા ભૌતિક વસ્તુનો સદંતર ત્યાગ કરી, એકાંત સ્થળે ગુફામાં કે જંગલમાં રહી આત્મોન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું હોય. અહીં સંન્યાસ શબ્દ કે તેના અન્ય પર્યાયોમાં છોડવાનું, વિસર્જન કરવાનું, ત્યાગ કરવાનું ગર્ભિત છે. આટલી વિચારણા પછી ધર્મસંન્યાસ વિષે જરા વિગતે વિચારણા કરીએ. જૈનદર્શનમાં ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એમ બે પારિભાષિક શબ્દો દષ્ટિગોચર થાય છે. આત્માની ક્રમિક ઉત્થાન કે વિકાસશીલ અવસ્થાના આ બે ગૂઢ સંકેત ધરાવતા શબ્દો છે. આ સંસારમાં જીવ અનંતાનંત પુગલપરાવર્ત કાળમાં ભટકતો, અથડાતો, કુટાતો ભટક્યા કરે છે. આ રીતે નદીપાષાણધોળ ન્યાયે તે જ્યારે ગ્રંથિ સમીપ આવી, ગ્રંથિભેદ કરે ત્યારે સંભવતઃ તેની ભવસ્થિતિ અર્ધપુગલપરાવર્ત કાળ કરતાં કંઈક ઓછી થવાની શક્યતા રહેલી છે. આ પ્રથમ અપૂર્વકરણ અને તે પછી આઠમા ગુણસ્થાનથી દ્વિતીય અપૂર્વકરણ કરે ત્યારે સામર્થ્યયોગ વડે તે જીવ ધર્મસંન્યાસ કરવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે. સંન્યાસ વિષે જે લખ્યું તે સંદર્ભમાં ધર્મસંન્યાસનો અર્થ ધર્મનો ત્યાગ, ધર્મને ત્યજવું, ધર્મને છોડવું એવો ન કરતાં ધર્મસંન્યાસ એટલે ધર્માભિમુખ થવું, ધર્મને પકડી રાખવો, ધર્મનું પાલન કરી ધર્મને જકડી રાખવો એવો તેનો અર્થ ઘટાવવાનો છે. આ કેવી રીતે થઈ શકે તે જરા જોઈએ. પાતંજલ યોગશાસ્ત્રમાં મહર્ષિ પાતંજલિએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવાં 8 પગથિયાં પ્રતિપાદિત કર્યા છે. આવી રીતે ઉન્નતિસ્થાનના જેટલા ભેદો થાય; તેવી રીતે દૃષ્ટિના પણ ભેદો થઈ શકે; જેવા કે મિત્રા, તારા, બલા,
Page #166
--------------------------------------------------------------------------
________________ ધર્મસંન્યાસ : 157 દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. ભવાટવિયાં રખડતાં રખડતાં છેલ્લું પગલપરાવર્ત પ્રાપ્ત થાય ત્યારે યોગદષ્ટિની પ્રાપ્તિ સંભવે છે. યોગસિદ્ધિ માટે શક્તિના વિકાસથી, ઉદ્રકથી સામર્થ્યયોગ જરૂરી મનાયો છે. સાધ્ય સાધનામાં વ્યક્તિ પરત્વે ફેરફાર હોવાથી હેતુઓ શોધી તેને અમલમાં મૂકવા માટે પ્રબલ પુરુષાર્થ કરી, સ્વવીર્યસ્તુરણા કરવી એનું નામ સામર્થ્યયોગ કહી શકાય. આ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્રદશા પ્રાતિજજ્ઞાનનો વિષય છે. એ સૂર્યોદય પહેલાંના અરુણોદય જેવો છે. આ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેની મહાન સ્થિતિનું સૂચક છે. તીવ્ર તત્ત્વબોધને પ્રગટપણે બતાવનાર તથા બોધનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન છે. આ મહા ઉત્કૃષ્ટ દશા બે પ્રકારની છે : ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. અહીં પ્રથમ દશા વિષે વિચારીએ. ધર્મસંન્યાસ દશા અપ્રમત્ત સંયમી જ્યારે આઠમા ગુણસ્થાન કે ક્ષપકશ્રેણિ આદરે ત્યારે પ્રાપ્ત થાય છે, જે દ્વિતીય અપૂર્વકરણ વખતે છે. આ મહાન આત્મસમત્વની ભૂમિકાને શાસ્ત્રકાર ધર્મસંન્યાસ સામર્થ્યયોગના પ્રથમ ભાગ તરીકે ગણાવે છે. આ વખતે આત્મફુરણા તીવ્ર થાય છે, પરપરિણતિ થતી નથી, થવાનો ભય પણ વિલીન થઈ જાય છે. જ્ઞાનીઓ પણ આ સુંદર દશાનું વર્ણન કરી શકે તેમ નથી. તે સ્વસંવેદ્ય અનુભૂતિનો વિષય છે. આ આનંદપ્રદ ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય યોગગ્રંથ રચયિતા ઋતંભરા કહે છે; જૈન યોગકારો પ્રાતિજ્ઞાન કહે છે, જે કેવળજ્ઞાન પહેલાં પ્રાપ્ત થાય છે. તે સમયે ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રાપ્ત થાય છે જેને યથાખ્યાત ચારિત્ર એવું અભિયાન આપવામાં આવે છે. અપ્રમત્ત સંયત જૈન સાધુમાં યતિના 10 ધર્મો હોય છે. તે ધર્મો આ પ્રમાણે છે - ક્ષમા, માર્દવ, આર્જવ, લોભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્ય. જૈન મુનિ ક્ષમાશ્રમણ તરીકે નવાજાય છે, નહીં કે તપશ્રમણ, જ્ઞાનશ્રમણ, સત્યશ્રમણ વગેરે. ધર્મસંન્યાસમાં આ ઉપર જણાવેલા દશ યતિધર્મો તથા બીજાં ત્યાગ, ભાવના, સંયમો એવી રીતે પ્રાપ્ત થયાં હોય છે કે પ્રાપ્ત થયાં પછી તે જતાં નથી. કહેવાનું તાત્પર્ય છે એ છે કે તે ધર્મો કોઈ વાર આવે ને પાછા ચાલ્યા પણ જાય. એને ક્ષાયોપક્ષમિક ભાવ કહે છે. હવે તે જ્યારે ધર્મો સ્થિર રહે છે, ત્યારે તેને ક્ષાયિક ભાવ કહે છે. ફરી સ્પષ્ટ કરીએ કે ધર્મસંન્યાસ આઠમાં નિવૃત્તિ ગુણસ્થાનકે, બીજી વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે, એટલે અપ્રમત્ત યતિ જ્યારે ક્ષપકશ્રેણિ આદરે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. પહેલાં ધર્મસંન્યાસ WWW.jainelibrary.org
Page #167
--------------------------------------------------------------------------
________________ 158 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન થાય છે, પણ તે અતાત્ત્વિક હોય છે; જ્યારે જીવ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય છે ત્યારે જે તેને ક્ષાયિક ભાવે તે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે પ્રવજ્યા લે ત્યારે ધર્મપ્રાપ્તિ થાય; એ સાધારણ કક્ષાની ધર્મસંન્યાસી યોગ્યતા ભવવિરક્તને જ શક્ય છે. જે વ્યક્તિમાં શાસ્ત્રમાં નિર્દેશેલા દીક્ષાને યોગ્ય ગુણસમુદાય હોય, ઉન્નતિ ક્રમમાં આગળ વધેલો હોય તે પ્રવજ્યાને યોગ્ય ગણાય; અને તેથી તે ધર્મસંન્યાસવાન થઈ શકે. ધર્મસંન્યાસ વિષે જરા વિગતે જોઈએ. સમ્યગ્દર્શન પામે તે પૂર્વે જીવ જે અપૂર્વકરણ કરે છે તે પ્રથમ અપૂર્વકરણ છે. બીજું અપૂર્વકરણ નવમા ગુણસ્થાનકેથી શરૂ થતી ક્ષપકશ્રેણિ માટે આઠમા ગુણસ્થાનકે કરાય છે. અહીં પણ પહેલાંની જેમ અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વરસધાત, અપૂર્વસ્થિતિબંધ, ગુણશ્રેણિ અને ગુણસંક્રમ પાંચ કાર્યો કરાય છે. વિશેષ કરીને તે ચારિત્રમોહનીય કર્મમાં થાય છે. તેનું બળ એટલું બધું હોય છે કે પછી તો પરિણામે આગળ શ્રેણિમાં મોહનીય કર્મનો સર્વથા નાશ થઈ જાય છે; અને આત્મા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને યથાખ્યાત ચારિત્રવાળો અને વીતરાગ બને છે. આવું અપૂર્વકરણ સામર્થ્યયોગ નામના ધર્મવ્યાપારથી થાય છે. આ પહેલા પ્રકારનો ધર્મસંન્યાસ છે, કારણ અત્રે અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ છે. સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરતાં જ સાવદ્ય પ્રવૃત્તિરૂપ સાંસારિક ધર્મોનો, લૌકિક ધર્મોનો ત્યાગ કરવો પડે છે. કારણ કે સંસારમાં રહ્યા એટલે ચૂલો, ઓલો, રસોઈ, પાણી, કમાવવું વગેરે બધા જ ધર્મો બજાવવા પડે છે ને ? આ બધા અતાત્ત્વિક ધર્મો છે. અત્રે ષકાય જીવોના આરંભ-સમારંભ, કુટુંબરાગ, પરિગ્રહ, વિષયસેવન વગેરે પાપપ્રવૃત્તિરૂપ છે. એવા અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ પ્રવજ્યા-દીક્ષા સમયે પણ થાય છે. સંસારમાં મોદ્યોગ હતો. મોહરૂપ મમતામાયાની પ્રવૃત્તિ ચાલતી. સંસારી જીવ જેવું પોતાના કુટુંબને સંભાળશે એવાં પાડોશીનાં નહિ. પોતાનાં ધન, માલ, દુકાન વગેરેનાં જતન કરશે તેવાં બીજાનાં નહિ. પોતાની માયાને અનુલક્ષીને સંસાર-વ્યવહાર ચલાવે છે. દીક્ષિત વ્યક્તિ મૂળ માયાનો ત્યાગ કરે છે. પોતાની કાયા સિવાય ધન, માલ,પરિવાર વગેરેનો સંબંધ ત્યજી દે છે. ત્યાર પછી સંપૂર્ણ અહિંસાદિ મહાવ્રતો, એની રક્ષા માટે આઠ પ્રવચનમાતા (સમિતિ-ગુપ્તિઓ), પચીસ ભાવનાઓ, આવશ્યકાદિ ક્રિયાઓ, તપ, ત્યાગ, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ ઇત્યાદિની સાધના કરે છે. આ બધું જ્ઞાનયોગ સ્વરૂપ છે, કારણ કે એ સમ્ય જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિઓ છે. “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ' જ્ઞાનનું ફળ-કાર્ય વિરતિ છે. પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ છે. પાપથી વિરમવાનું છે. જ્ઞાન પોતે જ વિરતિની
Page #168
--------------------------------------------------------------------------
________________ ધર્મસંન્યાસ - 159 પ્રવૃત્તિમાં પરિણમતું હોવાથી, કહી શકાય કે જ્ઞાન જ પ્રવૃત્તિરૂપ બન્યું. એનું નામ જ્ઞાનયોગ. જેને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય, જે તત્ત્વજ્ઞાન પ્રવૃત્તિ દ્વારા સંવેદન અને અનુભવમાં આવે છે. અહીં પ્રવ્રજ્યા જ્ઞાનયોગના સ્વીકારરૂપ હોઈ એમાં સર્વ પાપપ્રવૃત્તિરૂપ ધર્મોનો ત્યાગ હોવાથી, ત્યાં અતાત્ત્વિક ધર્મોનો સંન્યાસ (ત્યાગ) થયો કહેવાય. તાત્ત્વિક યતિના દશ ધર્મો ક્ષમા, તપ, સંયમાદિ જકડવાના છે, પકડી રાખવાના છે, આત્મસાત્ કરવાના છે. આ ગુણધર્મો પ્રારંભે ક્ષયોપશમ પ્રકારના હોય છે, એનો ત્યાગ કરી તેને ક્ષાયિક કોટિના કરવામાં આવે છે. આ તાત્ત્વિક ધર્મસંન્યાસ. તે કાર્ય દ્વિતીય અપૂર્વકરણ સમયના પ્રથમ સામર્થ્યયોગથી થાય છે. માટે તે ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ છે. ક્ષાયોપથમિક ધર્મસંન્યાસ થતાં આત્મા વીતરાગ બને છે અને અનંતજ્ઞાનયુક્ત, અનંત-દર્શનયુક્ત, અનંતવીર્યાદિ લબ્ધિવાળો બને છે. આના જેવો બીજો જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે “યોગસંન્યાસ.”
Page #169
--------------------------------------------------------------------------
________________ 20 મુહપત્તિનું પડિલેહણ મુહપત્તિને મુખવસ્ત્રિકા પણ કહેવામાં આવે છે. મુખ આગળ રાખીને બોલવાનું હોવાથી તેને મુહપત્તિ કહેવામાં આવે છે. મુહપત્તિ વાણીનો વિવેક રાખવાની શુદ્ધબુદ્ધિ પ્રેરે છે. ચોક્કસ વિધિમાં પ્રવેશ પામવા માટે મુહપત્તિનું પડિલેહણ અતિ આવશ્યક મનાયેલું છે. સામાયિક લેતાં પહેલાં, સામાયિક પાળતાં, પાંચ પ્રકારનાં પ્રતિક્રમણોમાં, ત્રીજા અને છઠ્ઠા આવશ્યક વખતે મુહપત્તિનું પડિલેહણ કરાય છે. પી અને સંવત્સરી પ્રતિક્રમણની પૂર્ણાહુતિ પ્રસંગે પણ મુહપત્તિનું પડિલેહણ કરાય છે; કારણ કે પ્રતિક્રમણ પૂર્ણ થવા આવ્યું છે, તેના સૂચન રૂપે તથા મુહપત્તિના બોલના ભાવ સિવાય બીજો ભાવ આવી ગયો હોય તેની શુદ્ધિ માટે મુહપત્તિનું પડિલેહણ થતું જણાય છે. મુહપત્તિના 50 બોલ હોય છે, તેમાં 25 બોલ શરીરનાં અંગોની પ્રતિલેખના કરવા માટે છે; તથા બાકીના 25 બોલ મુહપત્તિના અનુસંધાનમાં ઉપયોગ માટેના છે. પ્રતિક્રમણ ગુરુસાક્ષીએ કરવાનું છે તેથી ત્રીજા આવશ્યકની મુહપત્તિ છે; નવા પાપના પચ્ચખાણ સ્વરૂપ છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ છે, તે પ્રતિક્રમણની સમાણિરૂપ છે. પડિલેહણ શબ્દ પણ પ્રતિક્રમણના અંગભૂત છે. મુહપત્તિ આદિ ઉપકરણો ધર્મારાધનામાં પ્રવેશેલા પ્રત્યેક વિવેકી આત્માને મોક્ષપુરીમાં લઈ જનારી નિસરણીના ઉત્તમ પગથિયા રૂપ છે, ચાહે તે મુહપત્તિ હોય કે ચરવળો, ઓઘા હોય કે કટાસણું કે પછી નવકારવાળી હોય. મુહપત્તિના 50 બોલમાં મનોવિજ્ઞાન સાથે ભારોભાર અધ્યાત્મ વિજ્ઞાન પણ રહેલું છે. જે સમયે જીવ જે જે કાર્ય કરે છે તેમાં કયા સ્થાને વધુ આત્મપ્રદેશોનું સંચલન થાય છે તેની જાણકારી માટે મુહપત્તિનું પડિલેહણ છે. અહીં શાસ્ત્રોક્ત વિધિ સાચવવાની હોય છે, જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા સંવિધાનના અંગભૂત વિધિનું બહુમાન સ્વયં જિનેશ્વરનું બહુમાન છે અને તેની અવગણના શ્રી જિનેશ્વરની આજ્ઞાની અવગણના સમાન છે. આજે તથા વર્ષો પૂર્વે પણ મુહપત્તિના 50 બોલ વિધિપૂર્વક કરનારાની સંખ્યા અત્યંત સ્વલ્પ રહી છે. પ્રથમ તો 50 બોલ જ આવડતા નથી અને વિધિપૂર્વક કેમ પડિલેહણ કરવું તે સમજની બહાર છે. એટલું જલદી અને તે
Page #170
--------------------------------------------------------------------------
________________ - - - મુહપત્તિનું પડિલેહણ - 161 પણ ગમે તેમ પૂરું કરી દેવાની મનોવૃત્તિ સ્પષ્ટ તરી આવે છે. તે સમજપૂર્વક કરવાની દાનત તથા મનોવૃત્તિનો અભાવ જણાઈ આવે છે. વેઠ ઉતારતાં હોય તેવું લાગે ! | મુહપત્તિના 50 બોલમાં પ્રારંભના 25 બોલ શરીરના અંગોની પડિલેહણા કરવા માટે છે. અંગાંગની પ્રતિલેખના દેહભાવ દૂર કરી ત્યાં ત્યાં આત્મભાવ પ્રતિષ્ઠિત કરવાના નિર્મળ આશયના અંગરૂપ છે. પાપકરણ વૃત્તિના વળગાડથી જીવને નિષ્પાપ બનાવવાનો સહેતુ શાસ્ત્રવિધિમાં રહેલો છે. આવી વિધિમાં એકાકાર થઈ જવાથી શું મળી શકે તે ઇરિયાવહી કરતાં કરતાં અતિમુત્ત બાળમુનિ કેવળી થઈ શક્યા. મુહપત્તિનું પડિલેહણ ઉભડક પગે કરવાનું વિધાન જીવદયાના હેતુપૂર્વકનું છે. બે હાથને બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તિનું પડિલેહણ સંલીનતા તપના ભાગ રૂપ છે. ઉભડક પગે કરવાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે. યોગના આસનોમાં આને ગોદોહનને મળતું બતાવી શકાય. મુહપત્તિનું પડિલેહણ કરતી વખતે મુહપત્તિના બંને છેડા બંને હાથ વડે પકડી મુહપત્તિ સામે દષ્ટિ સ્થિર કરી સૂત્ર-અર્થ-તત્ત્વ સદહું કહેવું જોઈએ. વિચારતાં એમ લાગે કે સૂત્ર અને તેના અર્થને જાણ્યા પછી સંતોષ ન પામતાં વાણીને આચરણમાં લાવી તત્ત્વ પામવાનું છે, જે આધ્યાત્મિક પ્રક્રિયા સમગ્ર પ્રતિક્રમણમાં દૂધમાં રહેલા ઘીની જેમ રહેલી છે. કેમ કે ઇરિયાવહી ભણીને તત્ત્વ પામનાર અઈમુત્તા સાચો જ્ઞાની છે, જ્યારે સાડા નવ પૂર્વ ભણેલો તત્ત્વ ન પામે તો અજ્ઞાની છે. પછી મુહપત્તિના જમણા ભાગને ખંખેરતી વખતે સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું આ ત્રણ બોલ બોલાય છે. પ્રત્યેક બોલમાં તત્ત્વમીમાંસા, અનુપ્રેક્ષા રહેલી છે. જેમ કે એક આ ઉદાહરણ લઈએ. આઠ કર્મોમાં મોહનીય કર્મ કેન્દ્રીય સ્થાને છે. તે દૂર થતાં સાધક હરણફાળે આગળ વધી શકે છે. મોહનીય કર્મના મુખ્ય બે વિભાગો છે : (1) દર્શન મોહનીય અને (2) ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીય માન્યતા મૂંઝવે છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા નકારે છે, જ્યારે ચારિત્ર મોહનીય વર્તનને વિકૃત બનાવે છે. દર્શન મોહનીયના ત્રણ પ્રકારો ઉપર બતાવ્યા છે. આત્મા પોતાના અધ્યવસાયથી મિથ્યાત્વના પુદ્ગલ શુદ્ધ કરે, તે શુદ્ધ થયેલા યુગલોને સમ્યકત્વ મોહનીય કહેવાય. મિથ્યાના પુગલો અડધા શુદ્ધ થાય અને અડધા અશુદ્ધ રહે તેને મિશ્રમોહનીય કહેવાય. તેના ઉદયમાં અનિશ્ચિત દશા પ્રવર્તે, દૂધ અને દહીમાં પગ રાખે. અશુદ્ધ પુદ્ગલો કે જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વ જૈન-૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________ ૧દર જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મોહનીય કહેવાય. આવી સમજ સાથે આ ત્રણ બોલ બોલવા. મોહનીય કર્મ તત્ત્વ પામવામાં જીવને મૂંઝવે છે, અસતમાં સતની ભ્રાંતિ કરાવી તેને ગુમરાહ બનાવે છે. મુહપત્તિના ડાબા ભાગને ખંખેરતી વખતે “કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહર' બોલાય છે. હૈયામાં રહેલા આ ત્રણ રાગ ધર્મને સમજવામાં બાધારૂપ નીવડે છે. મુહપત્તિને ત્રણ વાર ફેરવી તેનાં બે પડ વાળવા પૂર્વક મધ્યભાગથી વળાય છે અને હથેળીથી ખભા સુધી પડિલેહણ કરતાં ‘સુદેવ, સુગર સુધર્મ આદરું બોલાય છે. ડાબા હાથને અડે તેવી રીતે ત્રણ વાર ઘસીને નીચે ઉતારતાં ‘કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું' બોલાય છે. ત્યારબાદ ડાબી હથેળીથી કોણી સુધી મુહપત્તિ અધ્ધર રાખી અંદર લઈ બોલીએ છીએ : “જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું.' આ ત્રણે મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન જેના વડે થાય તે દષ્ટિ. જિનવચનમાં જરા પણ સંદેહથી દૃષ્ટિ ડોહળાય છે. ભરત ચક્રવર્તીને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન ઉપાર્જિત કરવામાં ખરી સહાય સમ્યગ્દષ્ટિએ કરી. વીંટી પડી જવાથી લાગેલા ઝાટકાએ ઘાતી કર્મોનો નાશ કર્યો. સુલતાના લક્ષપાત તેલના 3 શીશા પડી ગયા, તેલ ઢોળાઈ ગયું. પણ તેલ ઢોળાઈ ગયું તેની એક રૂંવાડામાં વ્યથા નથી. વ્યથિત થયા ખરા પણ તે મુનિ વહોર્યા વિના પાછા ગયા તેથી હતું. સુલસાના સમ્યકત્વને મધ્યાહ્નના સૂર્ય જેવું ઝળહળતું વર્ણવાયું છે. આરાધનામાં જેટલું મૂલ્ય કીકીનું છે તેટલું મહત્ત્વ સમ્યગ્દષ્ટિનું છે. તે આત્માની આંખ છે, સમ્યજ્ઞાન આત્માની પાંખ છે, સમ્યગ્દર્શનમૂલક જ્ઞાનની, પરિણતિ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી જીવ સમ્યગુ ચારિત્રને પાત્ર બને છે. સમ્યગચારિત્રથી સર્વવિરતિપણું મળે. તેથી સમ્યગૂજ્ઞાન, દર્શન, ચારિત્રને અણમોલ રત્નત્રયીની ઉપમા આપી છે. ત્યાર પછી ત્રણ ટમૅ મુહપત્તિ બહાર કાઢતાં “જ્ઞાન દર્શન ચારિત્રની વિરાધના પરિહરું.” વળી એ રીતે ત્રણ ટર્પે મુહપત્તિ અંદર લેતાં “મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ' બોલાય છે. ત્યારબાદ ત્રણ ટપે બહાર કાઢતાં “મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહર' બોલાય છે. આમ આ 25 બોલ પાતરા, કપડા, આદિના બાહ્ય ઉપયોગમાં લેવાતાં ઉપકરણોના પડિલેહણ વખતે પણ બોલાય છે, કારણ કે બાહ્ય સામગ્રીની મૂછ આત્માને મૂચ્છિત યાને ઉપભોગભ્રષ્ટ કરે છે. આવી મૂછને હટાવવામાં આ 25 બોલ મહામૂલા મંત્રતુલ્ય છે. આ 25 બોલથી મંત્રેલાં કપડાં આદિ ઉપકરણો
Page #172
--------------------------------------------------------------------------
________________ મુહપત્તિનું પડિલેહણ - 163 શુદ્ધ ભાવને જગાડવામાં સહાયક બને છે, જેથી તેને બાધક પરિબળો પરાસ્ત કરી શકતાં નથી, સાધકની સામગ્રી સુલભ બને છે, સાધકની સાધનાને તે સફળ બનાવે છે. હવે પછી માત્ર મુહપત્તિમાં જ ઉપયોગી બોલ શરૂ થાય છે. આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબી હથેળી ઊંધી કરી જમણી બાજુએ વાળતાં બોલીએ “હાસ્ય, રતિ, અરતિ પરિ.' વિશેષમાં કહેવું હોય તો આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે અને બંને બાજુ ત્રણ વાર પ્રમાર્જતાં આમ બોલાય છે. આવી રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણા હાથે વચ્ચે અને બંને બાજુ પ્રમાર્જન કરો અને બોલો “ભય, શોક, દુગચ્છા પરિહરું.' - આ છ બોલ હાથ અને હથેળીને ઉદેશીને બોલાય છે. આ છ બોલ નોકષાયને આશ્રી રહેલા છે. જો આપણે સાવધ રહી નોકષાય ન કરીએ તો ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય ન કરવા તે આપણા હાથની વાત છે. એવો ગર્ભિત (આશય) ઉપદેશ આ બોલમાં રહેલો છે. પછી આંગળાના આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ બેવડી કરી મુહપત્તિના બંને છેડા હાથથી પકડી જમણા કપાળે, ડાબા કપાળે અને કપાળની વચ્ચે પ્રમાર્જના કરતાં અનુક્રમે “કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કપોત વેશ્યા પરિહર' બોલાય છે. આ ત્રણ લેશ્યા નઠારી છે. મુહપત્તિ ભાલ પ્રદેશોને અડકાડવાનો આશય કષાયને નિર્મૂળ કરવાનો છે. મુહપત્તિનું પડિલેહણ લક્ષપૂર્વક કરાય તો કષાયરોગનું નિવારણ થાય. ત્યારબાદ આ રીતે મુહપત્તિ રાખી મુખ ઉપર પ્રમાર્જન કરતાં અનુક્રમે “રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું' બોલવાનું છે. રસ, ઋદ્ધિ અને શાતા આ ત્રણને મુખ સાથે સંબંધ છે. ગારવ શબ્દ લીનતાવાચી છે. તે આત્મગારવનો પ્રતિપક્ષી છે. રસગારવને લીધે લૂખું-સૂકું ભોજન મળતાં મોં કટાણું થઈ જાય છે. સંપત્તિ પણ મોં પર જોવાય છે - અભિમાન દ્વારા. અશાતાની ફરિયાદ મોં દ્વારા કરાય છે. પછી છાતીની જમણી બાજુ, ડાબી બાજુ તેમજ વચ્ચે પ્રમાર્જન કરતાં બોલીએ છીએ : “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું.' સમ્યક્તના ભયંકર આ ત્રણ શલ્યો શૂલ કરતાં ખતરનાક છે. હૈયામાંથી દૂર કરવાના આશયથી આમ બોલીએ છીએ. માયાશલ્યથી લક્ષ્મણા સાધ્વીએ, નિયાણશલ્યથી બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અને
Page #173
--------------------------------------------------------------------------
________________ 164 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મિથ્યાત્વશલ્યથી કમલપ્રભ આચાર્યો - સંસાર વધારી દીધાનાં દૃષ્ટાનો છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરી સંસાર વધાર્યો હતો. પછી જમણા અને ડાબા ખભા પર પ્રાર્થના કરતાં બોલાય છે કે “ક્રોધ, માન પરિહરું.' ક્રોધ અને માન કષાયો જમણા ખભા સાથે સંલગ્ન છે. જમણો ખભો ઊંચો કરી બોલનાર ક્રોધી તથા અભિમાની ગણાય છે. ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં “માયા, લોભ પરિહરું' બોલાય છે. માયા અને લોભ કૂખમાં હોય છે, જે દેખાય નહીં; તેથી માયા, લોભ ડાબા ખભા પર રાખી છે. ત્યારબાદ જમણા પગની વચ્ચે બંને બાજુએ ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જતાં “પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું' બોલાય છે. તે પ્રમાણે ડાબા પગની બંને બાજુ પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું (સાધુ-સાધ્વીજીઓ રક્ષા કરું બોલે)' બોલીએ છીએ. પગને ચરણ કહેવાય છે. ચરણ એટલે ચારિત્ર અને ચારિત્રનો પાયો જીવદયા છે, તેથી આ છ બોલ પગને આશ્રીને બોલાય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા રક્ષા કરું ન બોલતાં જયણા કરું બોલે કારણ કે તેવો ભાવ સંસારી હોવાથી રાખવાનો છે. સાધુ-સાધ્વી રક્ષા કરે છે તેથી રક્ષા કરું બોલે. જિનાજ્ઞાબદ્ધ પ્રત્યેક સંન્યસ્ત જૈન સાધુ-સાધ્વીજીઓ છકાય જીવના રક્ષણકાર તરીકે પંકાય છે. આમ ઉપર્યુક્ત આ 50 બોલનો યથાર્થ તોલ કરી પ્રતિક્રમણાદિ કરતાં રહીશું તો પાપને પરાસ્ત કરી નિષ્પાપ જીવનનું કલ્પનાતીત સુખ માણી શકીશું. મુહપત્તિના પડિલેહણમાં સાધુ તથા શ્રાવકે 50 બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ 10 સિવાય 40 બોલ બોલવા. આ 10 બોલ બોલતી વખતે હાથ ખભાથી ઉપર લઈ જવાથી દષ્ટિપથ પર અભદ્ર અવયવો ન ચડે તે કારણ ગણાવાય છે. અનાદિકાળથી અનંતા તીર્થંકરો કેવળજ્ઞાની થયા પછી પોતાના ગણધરોને પોતાના શ્રીમુખે ત્રિપદી સૌ પ્રથમ સંભળાવે અને તેના પ્રભાવે તેમને સકળ અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન થાય છે. એટલે કહ્યું કે “અદ્રશ્નપ્રસૃત ગણધરરચિત દ્વાદશાશં વિશાલમ્'. તેઓ મુમુક્ષુ જીવોના હિતાર્થે દ્વાદશાંગીરૂપ બાર અંગ - સૂત્રોની રચના કરે છે. તેમાં પ્રતિપાદિત તત્ત્વનું ચિંતન, અનુપ્રેક્ષાદિ કરવાથી હૈયામાં રહેલા કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, ધર્મને યથાર્થ સ્વરૂપે સમજવામાં બાધારૂપ છે. કામરાગ બ્રહ્મદત્ત ચક્રવર્તીને તથા દષ્ટિરાગ, સ્નેહરાગ રાવણાદિને પછાડે છે. ધર્મ એ ભાવદીપક છે; ભાવમાતા છે, ભાવપિતા છે, ભાવબંધુ, ભાવસખા છે. જિનોક્ત ધર્મ જ અખંડ, અવ્યાબાધ, શાશ્વત સુખ આપી શકે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________ મુહપત્તિનું પડિલેહણ - 165 અને તે સુદેવ, સુગુરુ, સુધર્મ દ્વારા મળી શકે છે. જ્યારે કુદેવ, કુગુરુ, કુધર્મ દ્વારા ગોશાલક, જમાલી, 500 શિષ્યોના આચાર્ય અંગારમર્દિકસૂરિ પડે છે અને પાડે છે. ત્યાર પછી જોઈએ તો નવ નોકષાયમાંથી ત્રણ વેદ સિવાયના છનો અત્રે ઉલ્લેખ કરાયો છે. કષાયોને ઉદ્દીપન કરે તે નોકષાય. મોહનીય કર્મ આઠે કર્મોમાં બળવત્તર છે. તેનો ક્ષય થતાં આત્મા સમ્યચારિત્રને પાત્ર બને છે. પડિલેહણ કરતાં દૃષ્ટિગત આ છ નોકષાયોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તે અધઃપતનનાં કારણો છે. “આંધળાના પુત્ર આંધળા” એવું હાસ્યમાં દ્રૌપદીએ કહ્યું અને પરિણામે મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું. છ લેયામાંથી ત્રણ નિકૃષ્ટ વેશ્યાનો ઉલ્લેખ કર્યો છે કેમ કે ભાલ પ્રદેશમાંથી લેશ્યાઓ ઉદ્દભવે છે. ત્રણે ગારવ (આસક્તિઓ) આત્માના પતનમાં મુખ્ય કાર્ય કરે છે. રસગારવથી તંદુલિયો મત્ય, ઋદ્ધિગારવથી રત્નના બે બળદ બનાવવાની ખ્વાહિશ રાખનાર પતનના પંથે વિચર્યા. ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો, કર્યું એટલે સંસારમાં પાડનારા છે. આ ચારે તથા તેના પેટા વિભાગો જેવાં કે અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ગણતાં 10 કષાયો ગર્ભિત રીતે ધીરે ધીરે ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ ચઢતાં નામશેષ કરવાના છે. ત્યાગ કરવાનો છે, પરિહરવાના છે કેમ કે “કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ.” મુહપત્તિના પડિલેહણમાં આદર, પરિહરું જે વારંવાર કહેવાય છે તે સૂચક છે. તેના તરફ ધ્યાન રાખી ક્રિયા કરતાં એક દિવસ તેમાંથી છૂટવાનું શક્ય થતાં સંસારસાગર તરી જવાનું જલદી શક્ય બને. છેલ્લે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને તેઉકાયની સાથે ત્રસકાયની જયણા કરવાનું કહ્યું છે. આ કેન્દ્રિય જીવની રક્ષા, જયણામાં અહિંસાનો મર્મ છુપાયો છે. અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. અહિંસા પરમો ધર્મ કહેવાય છે. જૈન ધર્મનું હાર્દ અહિંસા છે. મુહપત્તિ ચતુર્વિધ સંઘ સામાયિકાદિ અનુષ્ઠાનો કરતાં રાખે છે. મુહપત્તિનું વિશિષ્ટ માપ છે. તેને જમણા હાથમાં મુખ સમીપ રાખવાની હોય છે જેથી જયણા સચવાય.
Page #175
--------------------------------------------------------------------------
________________ 21 સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાના આ જગત અનાદિકાલીન છે. તેમાં બે મુખ્ય પદાર્થો જેવા કે જડ અને ચેતન છે. જગતના પદાર્થો કાં તો ચેતન યા જડ છે. જડ કર્મોના સંયોગથી સંસાર છે, જડના સંસર્ગોથી જીવ સર્વથા મુક્ત બને ત્યારે મુક્ત બન્યો કહેવાય. કર્મ જડ છે છતાં પણ તેનો જીવ સાથેનો સંબંધ અનાદિકાળથી છે. જડ કર્મોનો સંબંધ બંધાય છે, છૂટે છે, તેની પરંપરા અનાદિકાલીન છે. તેથી જીવને અનાદિકર્મવેખિત કહેવાને બદલે અનાદિકર્મ(સંતાન)સંવેષ્ટિત એટલે અનાદિકર્મની પરંપરાથી વિંટળાયેલો કહેવો વધુ યોગ્ય છે. જીવ અનાદિકાળથી કર્મપરંપરાથી વેષ્ટિત છે, તેથી તેને સમ્યક્ત દુર્લભ છે. છતાં પણ જીવને સમ્યત્વ સુલભ બનાવ્યા વગર ચાલે તેમ નથી. તેના વગર સાચો ગૃહસ્થધર્મ કે સાધુધર્મ પામી શકાતો નથી. સમ્યક્ત રત્નચિંતામણિથી વધારે મહત્ત્વનું છે. જેને જીવે સંસારસાગરમાં ક્યારે પણ પ્રાપ્ત કર્યું નથી. જૈન દાર્શનિક ગ્રંથોમાં સમ્યક્તનું વર્ણન અનેકાનેક રીતે કરાયું છે. જેમ કે તે ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તે પરિત્ત થયો હોય. કહ્યું છે કે : જીનવયણે અનુસ્તા જીવનયણે કરેંતિ ભાવેન | અમલા અસંક્ષિણા ભવત્તિ પરિત્તસંસારી ! એટલે કે રાગ અને દ્વેષરૂપી ગ્રંથિ અલ્પ, નહિવતું મળવાળી બની હોય, સંકલેશનો ક્ષય થયો તે જીવ પરિત્ત સંસારી કહી શકાય. - જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મ અને ચારિત્રધર્મની આંશિક આચરણા કરી રહેલા જીવો માટે કહી શકાય કે આયુષ્યકર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ઘણી ક્ષીણ થઈ હોય. તે પલ્યોપમના અસંખ્યાત ભાગે ઊણી એક કોટાકોટિ સાગરોપમથી અધિક ન હોવી જોઈએ. આવો જીવ શ્રુત અને ચારિત્રધર્મનું આચરણ કરતો હોઈ તે જીવ હવે ક્યારે પણ કોટાકોટિ સાગરોપમથી વધારે કર્મો સંચિત નહીં કરી શકે. તે જીવ સંસારમાં આયુષ્યકર્મ સિવાય એક પલ્યોપમના અસંખ્યાત ભાગે ઊણી એવી એક કોટાકોટિ સાગરોપમથી અધિક સ્થિતિનાં કર્મો ઉપાર્જિત કરી શકતો નથી. મહાજ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે જ્યાં સુધી જીવ ગ્રંથિદેશે આવવા જોગ
Page #176
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન 5 167 કર્મસ્થિતિની ન્યૂનતા પામતો નથી, ત્યાં સુધી તેવો જીવ નમસ્કાર મહામંત્ર કે તેનું નમો અરિહંતાણં પ્રથમ પદ પણ પામી શકતો નથી. તેથી આ મંત્રના માત્ર નમો શબ્દ પામનારનો સંસાર મર્યાદિત થઈ જાય છે. તેવો જીવ હવે પછી એક કોટાકોટિ સાગરોપમથી વધુ સંસારમાં રહેનાર હોતો નથી. તેનાં કર્મો નષ્ટ થાય તેમ વધે પણ ખરાં, પરંતુ તેની મર્યાદા ક્યારે પણ એક કોટાકોટિ સાગરોપમથી વધુ નહીં હોય. કેવું સુંદર આશ્વાસન ! જૈનકુળોમાં નવકારમંત્રની પ્રાપ્તિ સુલભ ગણાય તેથી તે અંગે ઉપરા વિચારણા કરી, કારણ કે ગ્રંથિદેશે આવેલા બધા જ જીવો કે જેઓ કર્મસ્થિતિની લધુતા પામેલા હોય તેઓ નવકારમંત્રાદિ પામેલા હોય તેવો નિયમ નથી. નિયમ તો એ છે કે જીવન જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જેવી કર્મની ન્યૂનતા ન પામે ત્યાં સુધી તે નવકારમંત્રાદિ પામી શકે જ નહીં ! ગ્રંથિદેશે આવેલો જીવ અસંખ્યાત કાળ સુધી ટકી શકે પણ તે દરમ્યાન તે આગળ ન વધે તો ફરી તે ગબડે છે. જેને જૈન કુળ પુણ્યોદયના યોગે મળ્યું છે તે જીવો ભાગ્યશાળી કહેવાય. અહીં સુધી આવેલા જીવો કેટલાક ચોથા અગર પાંચમા ગુણસ્થાનકે પણ હોઈ શકે. જેઓ ત્યાં સુધી ન પહોંચી શક્યા હોય તેઓ ગ્રંથિદેશે અવશ્ય આવેલા હોઈ શકે. સંસારસાગરમાં ઘૂમતાં ધૂમતાં નદીગોળપાષાણ ન્યાયે ગ્રંથિદેશે આવેલા જીવો માટે હવે પુરુષાર્થ કરવાનો સુયોગ્ય અવસર છે. અહીં આવેલા જીવો જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામતા જીવો ધારે તો પુરુષાર્થને ફોરવીને સમ્યગ્દર્શનાદિ આત્મગુણો પ્રગટાવવા સમર્થ બની શકે છે. અસંખ્યાત કાળ સુધી ટક્યા પછી તે પાછો પડે, અધિક સ્થિતિ ઉપાર્જે તે પણ શક્ય છે. પીછેહઠ પણ શક્ય છે. ગ્રંથિદેશો પહોંચ્યા પછી સફળ થવા પહેલો પુરુષાર્થ ગ્રંથિ ભેદવાનો છે. ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ શક્ય નથી. તે ભેદવામાં કાળની પરિપક્વતા અપેક્ષિત છે. ચરમાવર્તન પામેલો જીવ, જેની મુક્તિ એક પુદ્ગલાવર્ત કાળની અંદર થવાની છે તે જીવને મોક્ષ મેળવવાની ઇચ્છા થઈ શકે છે. તેનાથી વધુ કાળ સુધી જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે તેને મોક્ષની ઇચ્છા જ થતી નથી! પરંતુ મોક્ષની ઈચ્છા થતાં સાથે જ સમ્યકત્વાદિ પ્રાપ્ત થઈ જાય તે પણ શક્ય નથી. સંસારપરિભ્રમણ કરવાનો કાળ અર્ધ પગલાવર્તથી કંઈક ન્યૂનપણાને પામી ગ્રંથિભેદ કરી તે સમ્યગ્દર્શનાદિ પામી શકે છે.
Page #177
--------------------------------------------------------------------------
________________ 168 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જેવી રીતે અભવ્ય કે દુર્ભવ્ય જીવોને મોક્ષની ઇચ્છા થતી નથી તેવી રીતે જાતિભવ્ય જીવોની વાત જ નકામી છે. કારણ કે તે જીવોમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી સ્વાભાવિક યોગ્યતા જરૂર છે; છતાં પણ તેઓ મોક્ષની ઇચ્છા પ્રગટે તેવી સામગ્રી પામતા જ નથી ! કેવો પુરુષાર્થ કરવો તે હવે સમજાયું હશે. ગ્રંથિદેશે આવેલા જીવોમાંથી જેઓ સમ્યગ્દર્શન પામનારા છે તેઓ ગ્રંથિને ભેટે છે; તેઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચાડનારી કરમલઘુતાને પામે છે; તેવો જીવ જ્યારે અપૂર્વ કરણવાળો બને છે ત્યારે તે તેના દ્વારા ગ્રંથિ ભેદનારો બને છે. ગ્રંથિ એટલે ગાંઠ. રાગ અને દ્વેષ રૂપી ગાંઠને ભેદનાર પ્રગતિ કરે છે. લાકડાની ગાંઠ ભેદનારા જો ગાંઠ રૂઢ અને ગૂઢ હોય તો મહામુસીબતે તેને ચીરી શકે છે. રાગ અને દ્વેષના પરિણામરૂપી કર્મભનિત જે ગાંઠ છે તે કર્કશ, ગૂઢ અને રૂઢ હોય છે. તે ગ્રંથિ ન ભેદી શકનારા પાછા પડે છે, જ્યારે ભેદનારા પુરુષાર્થ દ્વારા તેને ભેદી અનુકૂળતા પ્રાપ્ત થતાં પુરુષાર્થશીલ બની કર્મગ્રંથિને ભેદી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ કર્યા વિના જંપતા નથી. તેથી કર્મગ્રંથિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે. કર્મસ્થિતિ ખપનારા પરિણામને યથાપ્રવૃત્તિકરણ કહી શકાય. કર્મસ્થિતિની આટલી લધુતા પ્રાપ્ત થયા બાદ પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પુરુષાર્થ વિના જ સામગ્રી અનુસાર યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી ગઈ. પણ તે યથાપ્રવૃત્તિકરણ પ્રગતિમાં કારણ બની શકતું નથી. પુગલપરાવર્ત વિષે જરા સમજી લઈએ. 10 ક્રોડાકોડ પલ્યોપમનું એક સાગરોપમ; 10 ક્રોડાક્રોડ સાગરોપમની એક અવસર્પિણી, તેટલી જ ઉત્સર્પિણી. બે મળી એક કાળચક્ર થાય. એવાં અનેક કાળચક્રનું એક પુગલપરાવર્ત. એવાં અનેકાનેક પુદ્ગલપરાવર્ત પસાર કરી જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા આર્યાવર્તમાં, જૈન કુળમાં, સુદઢ શરીરાદિ સંપત્તિ, સુગુરુ સમાગમ, ધર્મશ્રવણાદિક અનુષ્ઠાનો, મોક્ષાભિલાષ, તે સંબંધી સુયોગ્ય પ્રવૃત્તિ કરે તે ભાગ્યશાળીનું લક્ષણ ગણાવી શકાય. સંસારની નિર્ગુણતાનું ભાન, ધર્મશ્રવણેચ્છા, આદિથી પરિણામની શુદ્ધિ થકી જીવને માટે પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય છે. અહીં જે આવે તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરે છે. હવે તે જો ગ્રંથિને ભેદે તો જ સુંદર પ્રગતિ શક્ય બને. હવે અપૂર્વકરણ આવે. ક્યારેય પણ ન થયો એવો આત્માનો અધ્યવસાય કે પરિણામને અપૂર્વકરણ કહેવાય. આવો શુભ અને તીવ્ર પરિણામ જીવને પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. ગ્રંથિ નજીક આવી પહોંચેલા જીવે કર્માંથિને ભેદવા
Page #178
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન 169 અપૂર્વકરણ પેદા કરવો જ પડે છે. જીવે પોતાના પ્રયત્નથી પેદા કર્યો છે તેથી તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. વિષય-કષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ અપૂર્વકરણમાં હોય જ. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. અપૂર્વકરણ કરનારો જીવ નિયમો સમ્યગ્દર્શનના ગુણને પામે છે. જીવ જ્યારે સમ્યક્તના અધ્યવસાયમાં હોય ત્યારે એને મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય હોય જ નહીં. જો કારણવશાત્ તેનો વિપાકોદય થાય તો સમ્યક્તનો અધ્યવસાય ચાલી જ જાય. ગ્રંથિ ભેદવા સજ્જ થયેલો જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી અવસ્થા પેદા કરે છે કે જેમાં કાં તો જીવને મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય; કાં તો વિપાકોદય ન હોય. આવી અવસ્થા જીવ અપૂર્વકરણથી પેદા કરી શકતો નથી. અપૂર્વકરણ બાદ જે શુભ પરિણામ પ્રગટે તેને અનિવૃત્તિકરણ કહેવામાં આવે છે. અનિવત્તિકરણ એ જ સમ્મસ્વરૂપ આત્મપરિણામ પૂર્વેનો અનંતર એવો કરણ છે. અનિવૃત્તિકરણ નામના પરિણામ દ્વારા આત્મા કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સમજીએ. અહીં કાર્મગ્રંથિક અભિપ્રાય અને સૈદ્ધાત્ત્વિક અભિપ્રાયોમાં મતભેદ છે. બે પ્રકારના અભિપ્રાયો છે. કાર્મગ્રંથિક અભિપ્રાય અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન તે એવું કામ કરે છે કે તેને ત્રણ કાર્યરત ગણાવી શકાય. એક એ અંતર્મુહૂર્તમાં સ્વતઃ ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયના દલિકો ખપાવે છે. બીજું પછીના અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકોની સ્થિતિ ઘટાડી શકાય તેની સ્થિતિ ઘટાડી તેની સ્થિતિ ખપાવે છે; અને ત્રીજું પછી ઉદયમાં આવનારા દલિકોની સ્થિતિ ઘટાડી ન શકાય તો તેની સ્થિતિ વધારી દે છે. કાર્મગ્રંથિક અભિપ્રાય પ્રમાણે સમ્યક્તના પરિણામને પામનારા અનાદિ મિથ્યાષ્ટિ જીવો પહેલાં પથમિક સમજ્યના પરિણામને જ પામે છે ત્યારે સૈદ્ધાત્તિક અભિપ્રાય પ્રમાણે બધા જ જીવો પહેલાં પથમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. તેવા જીવો તે પામ્યા વિના ક્ષાયોપથમિક સમ્પર્વને પામે. જે જીવો ઔપથમિક સભ્યત્વને પામનારા હોય તેઓ ઔપશમિક સમ્યક્ત પામે, પરંતુ તેઓમાં એવા જીવો પણ હોઈ શકે કે તેઓ આવું સમ્યક્ત ન પામતાં અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાયોપથમિક સમ્યક્ત જ પામે. બીજું, સૈદ્ધાત્તિક અભિપ્રાય પ્રમાણે જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવો ક્ષાયોપથમિક સભ્યત્વ પામનારા હોય તેઓ અપૂર્વકરણના કાળમાં જ જેમ ગ્રંથિભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વકરણના કાળમાં જ કરે છે.
Page #179
--------------------------------------------------------------------------
________________ 170 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અનિવૃત્તિકરણ પછીના અંતર્મુહૂર્તને અંતકરણ કહેવાય છે. એના દ્વારા મિથ્યાત્વ મોહનીયનાં દળિયાની સફાઈ કરે છે. તેમાં બધાં દળિયાં શુદ્ધ થતાં નથી. કેટલાક શુદ્ધ બને છે, કેટલાંક અર્ધશુદ્ધ બને છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ બને તેને સમ્યક્ત મોહનીયનો પુંજ કહેવાય, અર્ધશુદ્ધ કે શુદ્ધાશુદ્ધને મિશ્રમોહનીય તથા અશુદ્ધને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. અનિવૃત્તિકરણ દ્વારા જે જીવ સમ્યક્તને પામે તે ઔપશમિક સમ્યક્ત કહેવાય. ઔપશમિક સભ્યત્વના અંતર્મુહૂર્તના અંતે જો મિથ્યાત્વ પુજનાં દળિયાં ઉદયમાં આવે તો જીવ સમ્યક્તને વમી નાંખે છે. જો મિશ્ર મોહનીયનાં દળિયાં ઉદયમાં આવે તો ચતુર્થ ગુણસ્થાનકથી હઠી જઈ તૃતીય સ્થાનવર્તી બની જાય. અને તે ત્યાંથી પહેલે ગુણસ્થાને પણ ચાલી જાય ! ફરી ચોથે આવે ખરો. જે જીવને સમ્યક્ત મોહનીયનાં દળિયાં ઉદયમાં આવે તે જીવ ઔપથમિક સમ્યત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યક્તને પામ્યો એમ કહેવાય. ગમે તેમ પણ મોક્ષ મેળવવા ક્ષપક શ્રેણિ અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત પામવું અત્યંત આવશ્યક છે. અહીં શાસ્ત્રીય બીજો મત એવો છે કે મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોમિક સમ્યક્ત પામી શકે છે. તે જીવ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરી તે કાળમાં જ ત્રણ પંજ કરે છે, પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદયને પામે છે, તે પામી લાયોપથમિક સમ્યક્તના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વમોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી કરે છે. એક શાસ્ત્રીય મત પ્રમાણે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપથમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોપથમિક સભ્યત્વ પામી શકે છે. આ જીવ અપૂર્વકરણ દ્વારા જ ગ્રંથિભેદ કરી અપૂર્વકરણના કાળમાં જ ત્રણ પુંજ કરે છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદય પામી લાયોપથમિક સમ્યક્તના પરિણામનો સ્વામી બને છે. આ મત પ્રમાણે દળિયાના ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી કરે છે. જે જીવ ઔપથમિક સમ્યક્તને પામીને કે તે વિના ક્ષાયોપથમિક સમ્યક્ત પામી તેના પરિણામમાં સુદઢ રહે; પ્રથમ સંઘયણાદિ સામગ્રી મેળવે તો તે જીવ ક્ષપકશ્રેણિ માંડવા યોગ્ય સામગ્રીથી પરિણામ પામે. પરંતુ દર્શનમોહનીયની સાત પ્રકૃતિનો ક્ષય કરી અટકી જનારની શ્રેણિને ખંડક્ષપકશ્રેણિ કહેવાય છે. ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કર્મોની મૂળમાંથી ક્ષપણા. તેમાં દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓ, ત્યાર પછી ચારિત્રમોહનીયની ક્ષપણા. મોહનીય કર્મ ક્ષીણ થયા પછી ઘાતી કર્મો ક્ષય કરી ક્ષાયિક સમ્યક્ત પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી. તે
Page #180
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન - 171 માટે ક્ષપકશ્રેણિ માંડવી જ જોઈએ. ક્ષપકશ્રેણિ ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ, પાંચમ, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે પણ માંડી શકે છે ! તે માટે પ્રથમ સંઘયણાદિ જોઈએ તેમ ચોથું ગુણસ્થાનક પણ આવશ્યક છે. પહેલે ગુણસ્થાનકે રહેલો અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત અગર મતાંતરે સાયોપથમિક સભ્યત્ત્વ પામી શકે પણ સીધો ક્ષાયિક સમ્યક્ત પામી ન શકે. કોઈ જીવ વિશેષ અંતિમ ભવમાં, અંતિમ કાળમાં મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ-સમ્યક્ત પામે, ક્ષાયોપથમિક સમ્યક્ત પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત પામે, ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓ ક્ષીણ કરી, ત્રણ બાકીનાં ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી આયુષ્યના અંતે શેષ જ અઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી મોક્ષ પામી જાય. ટૂંકાણમાં ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત છે - જેમ કે પશમિક, માયોપથમિક અને ક્ષાયિક - તેમાં ક્ષાયિક માટે ક્ષપક શ્રેણિ માંડવી જ પડે. કાર્યગ્રંથિક અભિપ્રાય પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવ સમ્પર્વ પામે ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મગ્રંથિને ભેદ્યા પછી તે જીવ અનિવૃત્તિકરણ દ્વારા અંતરકરણ પેદા કરી સત્તાગત દળિયાના ત્રણ પુંજ કરી, ત્યારબાદ ત્રણ પુંજમાંથી સમ્યક્વમોહનીય પુંજનો ઉદય થતાં ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે. તેમાંથી મિથ્યાત્વ મોહનીય પુંજનો ઉદય થતાં પહેલા ગુણસ્થાનકને પામે તથા મિશ્રમોહનીયરૂપી અર્ધશુદ્ધ પુંજનો ઉદય થતાં ત્રીજા મિશ્રગુણ સ્થાનકને પામે છે. આમ આવો જીવ પહેલાં પથમિક સમ્યક્ત જ પામે તેના કાળમાં જ ત્રણ પંજ કરી ક્ષાયોપથમિક સમ્યક્ત પામે, કાં તો ત્રીજા મિશ્રગુણ સ્થાનકને પામે, કાં તો ફરી મિથ્યાદષ્ટિ બને. સૈદ્ધાત્ત્વિક મત પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ પહેલાં ઔપશમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. એવો જીવ ઔપથમિક સમ્યક્ત પામ્યા વિના સીધો જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે. જ્યારે જે જીવ ઔપથમિક સમ્યક્ત પામે તે કાળ રૂપી અંતરકરણ કાળ સુધી સમ્યક્તના આસ્વાદ પામી પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે, એટલે કે ઔપથમિક સખ્યત્વના કાળમાં ત્રણ પંજ કરે જ નહીં. સમ્યક્ત પામ્યા પછી તેનો સંસાર પરિત્ત એટલે કે પરિમિત અથવા મર્યાદિત થઈ જાય છે. સમ્યક્ત વમે નહીં તો પગલપરાવર્તની અંદર મોક્ષ પામે. અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સમયમાં કે ફક્ત અંતર્મુહૂર્તમાં પણ મોક્ષ પામી શકાય. તે માટે પુણ્યાત્માઓએ સમ્યક્તના રક્ષણની કાળજી રાખવી. દિનપ્રતિદિન તે વધુ ને વધુ શુદ્ધ બને એવો પુરુષાર્થ કરવાનો છે. રાગ અને દ્વેષથી સંસાર
Page #181
--------------------------------------------------------------------------
________________ 172 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. સંસારની ગાંઠરૂપી આ તીવ્ર ગ્રંથિનો અપૂર્વકરણ દ્વારા નાશ કરી, કર્મોની જડ હચમચાવી નાંખી, આવા ભાવથી અપૂર્વ એવો અધ્યવસાય પ્રગટે છે અને તે દ્વારા જ કર્મગ્રંથિ ભેદાય છે. સમ્યક્ત એ એકડો છે. તેના વિના સમગ્ર ધાર્મિક અનુષ્ઠાનાદિ શૂન્ય બરોબર છે. સમ્યક્તરૂપી એકડો આગળ આવતાં તેની કિંમત 10, 100, હજાર, લાખ ગણી થવા પામે છે. તે વગર જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ ચારિત્ર ગણાતું નથી, તપ પણ કાયકષ્ટ ગણાય છે. સમ્યકદર્શનને દર્શન, મુક્તિબીજ, સમ્યક્ત, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુ:ખાંતકૃત, સુખારંભ પણ કહેવાય છે. “તમેવ સચ્ચે નિસંકે જં જિPહિ પવઈયે” એટલે જ સમ્યક્ત - દઢશ્રદ્ધા તે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન સંસારને મર્યાદિત બનાવે છે. અર્ધપગલપરાવર્તથી વધુ સંસારી જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી. રાગ-દ્વેષના ગાઢ પરિણામ જતાં તે પ્રગટે છે. સમ્યગ્દર્શન એટલે તત્ત્વચિ. સમ્યગ્દર્શન પામતાં અર્ધપગલપરાવર્તથી ન્યૂન સમયમાં મુક્તિ. સમ્યગ્દર્શનને ધર્મવૃક્ષના મૂળ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમરસના ભાજન તરીકે, ગુણરત્નના નિધાન તરીકે વર્ણવાયું છે. સમ્યગ્દર્શનના 67 બોલ છે. તેમાંથી ગમે તેટલાં આત્મસાત કરનાર તેનો અધિકારી બને છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય તેનાં સોપાનો છે. જીવ અનંત, અપાર, અગાધ સંસારસાગરમાં ચાર ગતિમાં અનંતાનંત પુગલપરાવર્તકાળથી ભટકતો જ રહ્યો છે છતાં પણ તેનો પાર કેમ ન આવ્યો? જીવ સંસારરસિક રહ્યો. તે ભવાભિનંદી કે પુગલાનંદી હોઈ સાંસારિક સુખાદિની વાંછના કરી કે સ્વર્ગીય સુખોની પૃહા કરી. ધર્મ કર્યો પણ ધર્મનો મર્મ ન સમજાયો. તામલી તાપસે 60,000 વર્ષો સુધી ખૂબ તપશ્ચર્યા કરી. મિથ્યાષ્ટિ હતો તેથી તેના તપનું ફળ સમ્યગ્દષ્ટિના એક નવકાર કરતાં પણ ન્યૂન હતું ને ! તો હવે કયો પુરુષાર્થ કરવો ? જે કંઈ ધાર્મિક અનુષ્ઠાન, આચરણ ક્રિયાદિ કરાયા તે સમ્યક્ત માટે કરીએ છીએ તેવો આત્માનો પરિણામ થવો જોઈએ. એટલે કે તપ કરો છો શા માટે ? સમ્યક્ત માટે. દેરાસર દર્શન, પૂજાદિ અનુષ્ઠાનો શા માટે ? સમકિત મેળવવા માટે, સમકિત પામવા માટે. તપ, જપાદિ શા માટે ? સમકિત માટે. સામાયિક, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો શા માટે? તો સમ્યગ્દર્શન મેળવવા માટે. બાંધી નવકારવાળી કે પ્રભુદર્શન-પૂજાદિ શા માટે? તો સમકિત થવા માટે. ચરણસિત્તરી અને કરણસિત્તરી શા માટે ? તો સમકિત પ્રાપ્ત કરવા માટે. ચૌવિહારાદિ પ્રત્યાખ્યા, અંતરાયાદિ પૂજા શા માટે ? તો સમકિત સંપાદન
Page #182
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દર્શન(સમકિત)નાં સોપાન - 173 કરવા માટે. આ રીતનું માનસિક વલણ તૈયાર કરવાથી કીટભ્રમરીન્યાયે સમકિતમય વાતાવરણથી સમકિત વણમાંગ્યું દોડતું આવીને તમારી પ્રતીક્ષા કરશે. આવો પુરુષાર્થ કરવાથી અપૂર્વકરણ, પછી અનિવૃત્તિકરણ અને તે દ્વારા સમકિત થવાશે જ અનિવૃત્તિકરણ સમકિત-સમ્યગ્દર્શન તેડી લાવે છે. આ જાતની મનોદશાવાળા જીવનો સંસારકાળ પરિત્ત થયો હોય એટલે કે તે અર્ધપુદ્ગલાવર્તથી ન્યૂન રહ્યો હોય ત્યારે જ શક્ય બનશે. સમક્તિ જતું ન રહે તે માટે તેને વધુ સુદઢ, નિર્મળ બનાવતા રહેવું જોઈએ. અર્ધપુદ્ગલાવર્તથી ન્યૂન જેનો સંસાર રહ્યો હોય તે અંતર્મુહૂર્તમાં પણ સંસારસમુદ્ર ઓળંગી શાશ્વત પરમપદનો સ્વામી બની જાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________ 22 ભવ્ય, અભવ્ય, દર્ભવ્ય અને જાતિભવ્ય આ જગતમાં માત્ર બે પદાર્થો જ છે, જેવા કે જીવ અને અજીવ અથવા જડ અને ચેતન. જડ કદાપિ ચેતન ન થાય તેમ ચેતન જડ ન થાય. કર્મ જડ છે. જડ એવા કર્મના સંસર્ગમાં, સમાગમમાં, એટલે કે પકડમાં જ્યારે જીવ સપડાય ત્યારે તે જીવનો સંસાર શરૂ થાય છે. એવો જીવ જ્યારે તે જડ કર્મોના સકંજામાંથી, એટલે કે બંધનમાંથી મુક્ત થઈ જાય ત્યારે તે જીવ સંસારમાં સરકતી ચાર ગતિમાંથી સદાને માટે મુક્ત થઈ મુક્તિસુખ ભોગવે છે. તેવો જીવ આત્માના મૂળભૂત ગુણો જેવા કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ અનંત સુખ, સમ્યક્ ચારિત્ર, અક્ષયસ્થિતિ, અરૂપી, અગુરુલઘુ અને અનંતવીર્ય પ્રાપ્ત કરે છે. જીવની ચાર ગતિ છે : દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. આ ચારેય ગતિના જીવો ક્યાં તો ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય હોય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે જીવને શંકા થાય કે “હું ભવ્ય કે અભવ્ય ? તે જીવ ભવ્ય ગણાય છે. આ એક સામાન્ય વાત થઈ, પરંતુ જે જીવને મોક્ષની તડપ હોય, મોક્ષનો દ્વેષ ન હોય, મોક્ષનો રાગ હોય, મોક્ષાભિલાષી હોય, સંસારનો વિરાગી હોય, સંસારનો હેપી હોય તે જીવને ભવ્ય કોટિમાં મૂકી શકાય, ગણી શકાય. મોક્ષાભિલાષી ભવ્ય જીવ સમ્યક્ત પામી એટલે કે આયુષકર્મ સિવાયનાં સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન કરી, મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ મંદ, મંદતર, મંદતમ બનાવી છેલ્લા પુદ્ગલપરાવર્ત સુધી પહોંચી, તેથી પણ સંસારનો કાળ અર્ધપુગલપરાવર્તથી સહેજ ન્યૂન કરી નાંખે ત્યારે તે જીવ સમ્યક્ત પામી મોક્ષપુરીના દ્વારે આવી ક્ષપકશ્રેણિ માંડી ભવિતવ્યતાના પરિપાકે કાયમ માટે સંસારની ગતિમાંથી મુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ થઈ અવ્યાબાધ, અચળ, નિરૂપાધિક સુખનો સ્વામી બને છે. શું છે તે સમજી લઈએ. સમ્યક્ત એ સમ્યગ્દર્શન તરીકે ઓળખાય છે. સમ્યત્વ એટલે આત્માનો સમ્યભાવ. આત્માનો લાગેલો મિથ્યાત્વરૂપી જે મળ ચોક્કસ રીતે દૂર થવાથી આત્માનો પરમ નિર્મળતારૂપી જે ભાવ તે સમ્યભાવ. ક્ષાયિક સમ્યક્તમાં મિથ્યાત્વનો સત્તામાંથી પણ વિનાશ અથવા ક્ષય થવો જોઈએ. જૈન શાસનમાં સમ્યક્ત પાયાની વસ્તુ છે. મિથ્યાત્વના બે પ્રકારો છે :
Page #184
--------------------------------------------------------------------------
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 175 વિપર્યાત્મક અને અનધિગમાત્મક. બીજી રીતે મિથ્યાત્વના પાંચ પ્રકારો છે જેવા કે : આભિગ્રાહિ.ક, અનભિગ્રાહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગિક. જીવ ભવ્ય હોય, અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, જાતિભવ્ય હોય, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ હોય, તે સર્વ જીવોનો મિથ્યાત્વના પાંચ પ્રકારોમાં કોઈપણ પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. આ પાંચેય પ્રકારો સઘળા મિથ્યાત્વીમાં સંભવિત છે એમ માનવાનું નથી. બધા જ ભવ્ય જીવો સમ્યક્ત પામે જ એવો નિયમ બનાવી ન શકાય કારણ કે તે ભવ્ય જીવો જ તે પામી શકે કે જેઓનું મિથ્યાત્વ મંદતમ થઈ ગયું છે, જેઓએ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરી કર્મગ્રંથિની ગાઢ ગાંઠને ભેદી નાંખી છે. રાગ-દ્વેષની આ તીવ્રકર્મગાંઠ ભેદ્યા પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે તે જ જીવ સમ્યક્તનો અધિકારી બને છે. તેથી બધા ભવ્યો સમ્યક્ત પામે એમ ન કહી શકાય. જે કોઈ જીવને મિથ્યાત્વનો ઉદય હોય તો પણ તે જીવને પાંચ પ્રકારોમાંથી એક જ પ્રકારનો મિથ્યાત્વ હોઈ શકે. જેથી પાંચેય પ્રકારો એકી સાથે હોઈ ન શકે. બલ્ક સંભવિત છે કે એક મિથ્યાત્વ જાય અને બીજું આવે, બીજું જાય અને ત્રીજું આવે વગેરે. સમ્યત્વનું વમન કરનારા જીવોને આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય હોઈ શકે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને જ સંભવિત છે. અને તે ભવ્ય જીવો કે જેઓનો સંસારકાળ અર્ધપગલપરાવર્ત કાળ શેષ રહ્યો હોય. ચરમાવર્ત નહીં પામેલા ભવ્યો કે જેઓ દુર્ભવ્ય તરીકે ઓળખાય છે તેઓને, જાતિભવ્યોને, અને અભવ્યોને આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય સંભવિત જ નથી. માત્ર ભવ્ય જીવોને કોઈ ને કોઈ મિથ્યાત્વ પાંચ પ્રકારોમાંથી ગમે તે એકનો ઉદય સંભવી શકે. ભવ્ય જીવોમાં જાતિભવ્ય જીવો માટે અનાભોગ એક જ સંભવિત છે. દુર્ભવ્ય તથા અભવ્ય માટે અનાભોગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારના મિથ્યાત્વ સંભવિત છે. અભવ્યો મોક્ષદ્વેષી, સંસારરાગી હોવા છતાં પણ મોઢામાં આંગળા નાંખી દઈ એવું ચારિત્ર પાળે, તપાદિ કરે જેથી નવરૈવેયક સુધી પહોંચી શકે; એવો ઉપદેશ આપે કે ગ્રહણ કરનારા અસંખ્ય જીવો મોક્ષ મેળવી શકે પણ પોતે માત્ર ગાઢ મિથ્યાત્વી હોવાને લીધે મોક્ષ પામી ન શકે ! ભવ્યોની જેમ અભવ્યોને
Page #185
--------------------------------------------------------------------------
________________ 176 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે છે. અભવ્યો આત્માને કર્મનો કર્તા, ભોક્તા માને પણ મોક્ષને અને તેના ઉપાયોને ન માને. ઉપર જણાવેલા બે પ્રકારો સિવાયના પાંચમાંના ત્રણ પ્રકારો સંભવે નહીં. અભવ્યોને “હું ભવ્ય કે અભવ્ય ?' તેની શંકા જ ન થાય ! જાતિભવ્યો તેવા જ જીવો છે કે જેઓને મોક્ષલક્ષી સામગ્રી જ કદી મળનાર નથી ! જેવી રીતે એક યુવતી વિધવા હોય કે જે ધર્મનિષ્ઠ હોય, પરપુરુષનું સેવન તથા તેની સાથેનો સંભોગ વર્જ્ય છે તેવી સ્ત્રીને ઉપર્યુક્ત સામગ્રીના અભાવમાં પુત્રોત્પત્તિ જેમ શક્ય નથી તેમ જાતિભવ્યોને મોક્ષદાયક સામગ્રી ન મળનાર હોવાથી મોક્ષ કદી મેળવે નહીં. - ભવ્ય જીવોમાં પણ જાતિભવ્ય જીવો માટે અનાભોગ નામનું એક જ મિથ્યાત્વ સંભવિત છે; જ્યારે દુર્ભવ્ય તથા અભવ્ય જીવો માટે અનાભોગિક અને આભિગ્રહિક એમ બે પ્રકારનાં મિથ્યાત્વ સંભવિત છે. ચરમ પુદ્ગલપરાવર્તના પહેલા અર્ધભાગથી અધિક વિશેષ કાળ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારના અને તે પછીના કાળમાં ભવ્ય જીવોને પાંચેય પ્રકારનાં મિથ્યાત્વ સંભવે છે. ભવ્ય જીવોને આ રીતે પાંચેય પ્રકારનાં મિથ્યાત્વ હોવા છતાં પણ, મિથ્યાત્વનો ત્યાગ અને ક્ષય પણ ભવ્યાત્માઓના જ નસીબમાં છે ! તામલી તાપસ સુખી, ધનિક અને ધર્મી જીવ હતો. સંન્યાસ સ્વીકાર્યો અને ઉગ્ર તપ કરવા માંડ્યો. સાઠ હજાર વર્ષ ઉગ્ર તપ કર્યો. પારણાના દિવસે જે વાપરતો તેને 21 વખત ધોઈને સત્ત્વહીન કરી દેતો. મિથ્યાત્વી હોવાથી એના મહાતપના મૂલ્ય કરતાં સમ્યગ્દષ્ટિની એક નવકારશીનું મૂલ્ય વધી જાય ! માષતુષ મુનિને સમ્યક્તી ગણ્યા કારણ કે ગીતાર્થનિશ્રિત હતા તથા જ્ઞાનસંપાદનનો પ્રયત્ન જબરજસ્ત હતો, તેથી તસ્વાતત્ત્વનું વિશેષ જ્ઞાન ન હોવા છતાં પણ નિશ્રા સારી હોવાથી પરંપરાએ તત્ત્વની પ્રતિપત્તિ હતી જ એમ માનવું પડે. આભિગ્રહિક મિથ્યાત્વ ભવ્ય તથા અભવ્યોને સંભવે છે. આભિનિવેશિક મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ વિદ્વાનો માટેનું છે. જેવી રીતે ધનાઢ્ય માણસ કુલટા સ્ત્રીમાં આસક્ત થઈ બધું છોડે પણ એને છોડે નહીં. રાગાંધ થયેલો તેને છોડે નહીં તેના જેવું આભિનિવેશિક મિથ્યાત્વનું છે. જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થનો આગ્રહી થઈ તે છોડે નહીં. પોતે વિદ્વાન છે, સમકિત છે, સમજાવી શકે તેમ છે, સમજુ છે છતાં પણ પોતાનો ખોટો આગ્રહ છોડે નહીં. આ મિથ્યા થાય તો તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય. આમ થવાનું કારણ ઉપયોગશૂન્યતા કે સમજફેર છે.
Page #186
--------------------------------------------------------------------------
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય * 177 જિનાગમોમાં વર્ણવેલાં તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય જેના યોગે ભગવાનના વચનની પ્રામાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય. - તત્ત્વની અપ્રતિપત્તિ સાક્ષાત્ પણ નહીં ને પરંપરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિયાદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે તે અનાભોગ મિથ્યાત્વ છે. પંચેન્દ્રિયોમાં પણ જેઓ મુગ્ધ હોય એટલે કે શું તત્ત્વ અને શું અતત્વ એવા પ્રકારના અધ્યવસાયોથી રહિત હોય તે જીવોનું મિથ્યાત્વ અનાભોગ મિથ્યાત્વ કહેવાય. આટલા વિવેચન પછી આટલા નિષ્કર્ષ પર આવી શકાય કે મિથ્યાત્વ એ બધાં પાપોનો બાપ છે. તેને દૂર કર્યા વગર સમકિતી ગુણ પ્રાપ્ત ન થઈ શકે: ચરમાવર્તકાળને પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક પ્રકારમાં સમ્યગ્દર્શનને નહીં પામેલા જીવો અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન પામેલાનો. ચરમાવર્તકાળ પામેલા ભવ્ય જીવોને સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી તેઓ પણ તે પામે નહીં. તે કાળને પામેલા બે પ્રકારના ભવ્યાત્માઓ જ યથાવિધિ ધર્મોપદેશને યોગ્ય છે એવું પ્રતિપાદન કરીએ ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે તે જીવો મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ આટલું ધ્યાનમાં રહે કે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે, તેમાં પણ જેઓ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. બંને પ્રકારના જીવો, મિથ્યાષ્ટિ તેમજ સમ્યગ્દષ્ટિ, બંને ચરમાવર્તકાળ સુધી પહોંચી શકે તો પછી ભેદભાવ કેમ ? મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે પામ્યા વગર ભવ્ય જીવો પણ સિદ્ધિપદ પામી શકતા નથી. તે સઘળી સામગ્રી પામીને જ મોક્ષ પામે. તે માટે આગળ પર ચરિત્રકાર પરમર્ષિએ ફરમાવ્યું છે તે છે :- મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રદ્ધાદિ અને તેમાં પણ ધર્મશ્રદ્ધા વિશેષ કરીને સુષ્માપ્યા છે. મનુષ્યપણાથી લઈને ધર્મશ્રવણ સુધીની સામગ્રી અભવ્ય તેમજ દુર્ભવ્ય જીવોને પ્રાપ્ત થઈ શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો ફક્ત ભવ્યાત્માઓને જ છે અને તે પણ તેવા ભવ્યાત્મા કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તન જેટલા કાળથી અધિક ન જ હોવો જોઈએ ! મોક્ષની ઇરછા માત્ર ભવ્ય જીવોમાં જ પ્રગટે છે અને તે પણ જેઓ એક પુદ્ગલપરાવર્ત કાળમાં મુક્તિ પામવાના હોય. જેઓનો સંસારવાસ તેથી વધુ હોય તેઓમાં મોક્ષ ઉત્તમોત્તમ સાધ્ય છે, ધર્મ તેનું સાધન છે અને તેના દ્વારા સાધ્ય સિદ્ધ કરવું છે. આવી દશા અભવ્ય તેમજ દુર્ભવ્યોમાં પણ સંભવી શકે જ નહીં. આ કાળસ્થિતિ પામેલામાં પણ મંદમિથ્યાત્વવાળા હોવા જોઈએ. તેનું જૈન-૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________ 178 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કારણ એ છે કે તેઓમાં મોક્ષરુચિ હોય છતાં પણ મોક્ષનો જે માર્ગ છે તેની રુચિ હોતી જ નથી. ચરમાવર્તન પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની અભિલાષાવાળા બનેલા આત્માઓ કુદેવાદિને તજનારા અને સુદેવાદિને સેવનારા, કુગુરુને તજનારા અને સુગુરુને સેવનારા, તથા કુધર્મને ત્યજનારા અને સુધર્મને સેવનારા હોતા જ નથી. આવી અનુપમ મનોદશા મિથ્યાત્વનો એટલે કે દર્શનમોહનાદિનો ક્ષયોપશમ થયા વિના પ્રગટી શકતી નથી. તેથી જેઓનો સંસારકાળ અર્ધપુગલ પરાવર્તકાળથી વધુ હોતો નથી તેવા સમયમાં દર્શનમોહનીયનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે. આ ઉપરાંત મનુષ્યજન્મ, આર્યદેશ, ધર્મશ્રદ્ધા વગેરે હોવાની સાથે મોક્ષ મેળવવા માટે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની આરાધના પણ અતિ આવશ્યક છે. મનુષ્યપણાદિ કારણોમાં ધર્મશ્રદ્ધા અત્યંત અગત્યની છે. તેનો પ્રયોગ સમ્યક્તના કારણરૂપે તથા સમ્યત્વના અર્થમાં થઈ શકે. સાવધાની આચાર્ય મુનિસુંદરસૂરીશ્વરે જયાનંદ કેવળી ચરિત્રમાં કહ્યું છે કે ધર્મશ્રદ્ધા એ સમ્યક્તનું બીજ છે. જે ભવ્યાત્માઓ થોડાક જ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરવાના હોય તેઓમાં જ પ્રાયશઃ ધર્મશ્રદ્ધા પ્રગટી શકે છે. પરંતુ સ્વભાવે ભવ્ય એવા જીવનો ભવ્યત્વનો પરિપાક થતાં તથાભવ્યત્વ આવે, ત્યારબાદ કાળ પણ પાકવો જોઈએ, તેની સાથે પુણ્યનો યોગ થવો જોઈએ. તેવી કેટલીક સામગ્રી મળે ત્યારે જ મિથ્યાત્વને છેલ્લી સલામ ભરી સમકિતી થઈ શકાય છે. સંસાર કષાય અને ઇન્દ્રિયસુખ પર આધારિત છે. તે પરથી આંખ ઊઠવી જોઈએ. અભવી અને દુર્ભવીને પણ સરનો ઉપદેશ મળે છે, તેમનો યોગ થાય છે; પરંતુ તે યોગ ફળતો નથી. કેમ કે તેમની આંખ રાંસાર કે સ્વર્ગના સુખ પર ચોંટેલી ને ચોંટેલી જ રહે છે. ગ્રંથિદેશે આવેલા જીવોની આંખ સંસાર પર ચોંટેલી રહે છે. અભવ્યો અને દુર્ભવ્યો પણ ત્યાં આવી શકે છે. સંસારસુખ પર ચોંટેલા રહે તો વિસ્તાર ન થાય ! સંસારસુખ નરક કે નિગોદ સુધી ઘસડી જાય ! તામલી તાપસ કે કુમારનંદી સોની તથા રત્નોજડિત બળદ બનાવનાર મમ્મણ શેઠ મિથ્યાત્વી જીવો હતા. | એક આશ્ચર્યકારી ઘટના જરા જોઈ લઈએ. કોઈ જીવવિશેષ માટે એવું બને કે અંતિમ ભાવમાં અને અંતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ સમ્યક્ત પામે, લાયોપથમિક સમ્યક્ત પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત પામે. ચારિત્ર્યમોહનીયની એકવીસ પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાંખે. બાકીનાં ત્રણ ઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરી નાંખે અને છેવટે
Page #188
--------------------------------------------------------------------------
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 179 આયુષ્યના અંતે શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બની મોક્ષ પામી જાય. આ સમગ્ર પ્રક્રિયા માત્ર અંતર્મુહૂર્તના કાળમાં બની શકે તેવું પણ બનવા જોગ છે. આ બીના એક અપવાદ સમાન છે. ચરમાવર્તકાળ માત્ર ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઈ શકે છે. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ભવ્ય જીવોને જ થાય એવો નિયમ નથી. આ સ્થિતિ અભવ્યો તેમજ દુર્ભવ્યો પણ પામી શકે છે. સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન થતાં જીવ ગ્રંથિદેશે પહોંચી શકે છે. આ સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા થઈ શકે છે. આ ગ્રંથિદેશ સુધી અભવ્ય અને દુર્ભવ્ય જીવો પણ પહોંચી શકે છે. ગ્રંથિદેશે પહોંચેલા જીવો કર્મસ્થિતિની ગુરુતાને પણ પામી શકે છે. અહીંથી આગળ વધવા શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવશ્યક છે. સંસાર માટે રાગ, આસક્તિ; મોક્ષ માટે દ્વેષ, આત્મિક શુભ પરિણામો તથા અધ્યવસાયોની ઊણપ; સંસાર અસાર છે, સાગરની જેમ તેમાં બધાં જ કષ્ટો છે. સંસાર દુઃખમય, દુઃખફલક અને દુ:ખપરંપરક છે એમ જાણે પણ ત્યજવા વૃત્તિ ન થાય ! - આમ અભવ્ય જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય, ઉત્કૃષ્ટ કોટિનો તપ તથા ચારિત્ર પાળી નવપૂર્વના જ્ઞાન પામે; નવ રૈવેયક સુધી પહોંચે, પરંતુ અપૂર્વકરણ માટેની યોગ્ય લાયકાત પ્રગટી શકતી જ નથી. જ્યારે દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓને મુક્તિગમનની યોગ્યતા હોવા છતાં પણ આ સ્થિતિ નડે છે તેથી અભવ્ય અને દુર્ભવ્યો અપૂર્વકરણના અભાવમાં અનિવૃત્તિકરણ અને તે દ્વારા સમ્યત્વ પામી ન શકનારા ભવાટવિમાં ભટક્યા કરે છે. અભવ્યો અને દુર્ભવ્યો શાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મનું આચરણ કરે છતાં પણ તેઓ પ્રગતિ સાધે જ એમ ન પણ બને. મોક્ષની ઈચ્છા ન પ્રગટે તે બધા અભવ્ય છે એમ કહી શકાય નહીં કેમ કે કેટલાક ભલો અર્ધપગલપરાવર્ત કાળને પામેલા હોય અને મોક્ષની ઇચ્છા ન હોય. જેમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા નથી તે જીવ અભવ્ય છે. જ્યાં સુધી જે જીવ કાળની પરિપક્વતાને પામતો નથી ત્યાં સુધી દુર્ભવ્ય કહેવાય. ઉપર આપણે જોયું કે જેને શંકા થાય કે હું ભવ્ય કે અભવ્ય તે ભવ્ય અને આવી શંકા ન થાય તે અભવ્ય, બીજું મોક્ષની ઇચ્છા જન્મે તે જીવ ચરમાવર્તને પામેલો છે; જે જીવ ગ્રંથિભેદ કરી શકે એ જીવ ચરમાઈપુદ્ગલપરાવર્તથી ઓછા કાળમાં મોક્ષે સિધાવી શકે; પરંતુ એવા પણ ભવ્ય જીવો હોઈ શકે કે જેઓ ચરમાવર્તકાળ કે ચરમ અર્ધપુદ્ગલાવર્તન પામેલા છે છતાં પણ મોક્ષની ઇચ્છા જન્મી ન હોય. આવા જીવો છેવટે એ કાળમાં મોક્ષેચ્છા પામવાના, ગ્રંથિભેદ
Page #189
--------------------------------------------------------------------------
________________ 180 : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરવાના, સમ્યગ્દર્શનાદિ આત્મગુણો પામવાના, ગુણોના બળે સર્વ કર્મો ક્ષીણ કરી મોક્ષ પામવાના. તેથી જે જીવમાં મોક્ષે ઇચ્છા પ્રગટી ન હોય તે અભવ્ય કે દુર્ભવ્ય એમ કહી ન શકાય. જેઓમાં ક્યારેય પણ મોક્ષની ઇચ્છા ન પ્રગટે તે જીવો અભવ્ય, જે જીવોની કાળપરિપક્વતા પાકે નહીં તે દુર્ભવ્ય અને જે જીવોમાં કાળપરિપક્વતા પામવાની યોગ્યતા છે પણ હજી પરિપક્વતા પામ્યા નથી તે દુર્ભવ્યો છે. જાતિભવ્યોની વાત જ નકામી છે કારણ કે તેઓમાં મોક્ષની ઈરછા પ્રગટી શકે એવી યોગ્યતા છે, પરંતુ કાળપરિપક્વતાને પરિણામે એવી સામગ્રી પામી શકે તેમ નથી તે જીવો જાતિભવ્યો છે. જે ભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણ પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહીં ત્યાં સુધી તેઓ યથાપ્રવૃત્તિકરણમાં જ હોય છે. સમ્યસ્વરૂપ શુદ્ધ ધર્મના બીજની પ્રાપ્તિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ થાય છે. જીવો યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ ગ્રંથિદેશને પામે, તે પછી દ્રવ્યશ્રત અને દ્રવ્યચારિત્ર પામે જે પણ યથાપ્રવૃત્તિકરણથી પામે. ચરમાવર્ત પામેલો આત્મા સમ્યક્વરૂપ શુદ્ધ ધર્મના બીજા દિને યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે. આથી યથાપ્રવૃત્તિકરણ ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. અભવ્યો, દુર્ભવ્યો અને અપૂર્વકરણ નહીં પામેલા ભવ્યોને યથાપ્રવૃત્તિકરણ હોય છે. માત્ર ભલો જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવી ભવ્યતાદિતા સુયોગે પુરુષાર્થી બનીને અપૂર્વકરણ પામી શકે છે; તેથી અભવ્યો અને દુર્ભવ્યોને એક યથાપ્રવૃત્તિકરણ સિવાય કોઈપણ જાતનું પરિણામ હોઈ શકતું નથી. ભવ્યાત્માને ત્રણે પરિણામ સુપ્રાપ્ય છે; ત્રણેય પરિણામો ઉપલબ્ધ થઈ શકે છે; જે ભવ્યાત્માઓનો સંસારકાળ એક પુદ્ગલાવર્તથી વધારે બાકી નથી એવા આત્માઓને જ ભવ્યાત્માઓ તરીકે ઓળખીએ છીએ. એવા આત્માઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચી ભવિતવ્યતાદિની અનુકૂળતાનો સુયોગ થતાં, બીજાદિના ક્રમે પ્રગતિશીલ બની અપૂર્વકરણ દ્વારા પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામરૂપ ગ્રંથિને ભેટે છે. રાગ અને દ્વેષનાં ગાઢ પરિણામરૂપ ગ્રંથિ ભેદ્યા પછી જ ભવ્યાત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તને પામે છે. તે સમયે ભવ્યાત્માઓનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપગલપરાવર્તકાળથી કંઈક ન્યૂન જ હોય છે. ચરમાવર્તન પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની ઇચ્છાવાળા જીવો કુદેવોને તજનારા અને સુદેવાદિને સેવનાર નથી હોતા. આવા જીવો ધર્મને મોક્ષનું સાધન માનનારા હોવા છતાં કુધર્માદિને મોક્ષનું સાધન, કુગુરુને ગુરુ તરીકે, કુદેવોને દેવ તરીકે માનનારા સંભવી શકે છે. આવી દશા પણ સામાન્ય કોટિની નથી કેમ કે ભવ્યો અને દુર્ભવ્યો
Page #190
--------------------------------------------------------------------------
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 181 તો આવી દશા પામી શકતા જ નથી. વળી, ચરમાવર્તન પામેલા ભવ્યાત્માઓ એવી દશાને ત્યારે જ પામી શકે કે, જ્યારે તેમનું મિથ્યાત્વ મંદતાને પામ્યું હોય. ટૂંકમાં જે ભવ્ય જીવોનો સંસારવાસ અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન હોય, તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય, સંબોધી, સમ્યક્ત પામ્યા હોય, પ્રથમ સંઘયણ મેળવ્યું હોય, ક્ષપકક્ષેણિ મેળવી હોય, આર્યાવર્ત, મનુષ્યપણું, ધર્મશ્રુતિ, ધર્મશ્રદ્ધાથી વિભૂષિત થયેલ હોય; વળી સમ્યગ્દર્શનને શુદ્ધ તથા નિર્મળ બનાવ્યું હોય, તે બધાંને સુદઢ કરવા સમ્યચ્ચારિત્ર અને સમ્યગ્દપની રુચિ હોય તે જીવો અભવ્યો, દુર્ભવ્યો કે જાતિભવ્યોથી જુદા તરી આવે. મિથ્યાત્વ એ ભયંકર કોટિનું પાપ છે. તેની હાજરીમાં પાપ સાથે પરિચય કેળવવો તે ઝેરવાળા સાપ સાથે રમવા જેવું છે. તેની ગેરહાજરીમાં પાપ સાથે રમવું તે નિચોવાઈ ગયેલા ઝેરી સાપ જેવું છે. અભવ્યો અને દુર્ભવ્યો હિંસાદિક પાપોથી હઠી શકે છે. અભવ્ય અને દુર્ભવ્યો માટે દ્રવ્યચારિત્રનો નિષેધ નથી. તે પણ શક્ય નથી કે તેઓ સર્વવિરતિથી દીક્ષિત થઈ તેનું પાલન કરે અને ગજબનું પાલન કરે છે તેમ બીજાને લાગે. ઉપર જોયું તેમ અભવ્યો અને દુર્ભવ્યો માટે સંયમ અને ધોર તપ અશક્ય નથી. આ મિથ્યાત્વ નામના મહાઘોર પાપનો ત્યાગ તો ભવ્યાત્મા જ કરી શકે છે. અભવ્યો અને દુર્ભવ્યો મિથ્યાત્વ ત્યજી શકતા નથી અને તેથી સમ્યગ્દર્શનરૂપ ધર્મને પામી શકતા નથી. મિથ્યાત્વ મૂઢતાને પેદા કરે છે. મિથ્યાત્વની હાજરીમાં દોષો ભયંકર પરિણામ નિપજાવી શકે છે તેમ તેની હાજરીમાં ગુણો સુંદર ફળ આપી શકતા નથી. ઘોર તપ ને સંયમ જે મોક્ષ મેળવી આપે તે તેમને માટે અશક્ય છે કેમ કે મિથ્યાત્વની જંજીરથી તેઓ જકડાયેલા છે. મિથ્યાત્વને વશ બની પાંચ ઇન્દ્રિયોના વિષયોપભોગોને શ્રેષ્ઠ સુખ માની તેમાં જ રચ્યા રહી અનંત ભવોમાં અનંત દુઃખોના ભોક્તા બની પોતાની જાતથી આત્માને ઓળખવાનો ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી તેથી સર્વ દુઃખોથી મુક્ત કરનાર દુર્લભ એવું બોધિરત્ન તે પામ્યો જ નથી.
Page #191
--------------------------------------------------------------------------
________________ 23 કરણ જૈનદર્શન તેના આગવા પારિભાષિક શબ્દોથી મશહૂર છે. તેમાંનો એક શબ્દ છે “કરણ”. કરણ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે : યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આ જગત અનાદિ અને અનંત છે એટલે કે તેનો આદિ નથી તેમજ તેનો અંત પણ નથી. તેને કોઈએ સક્યું નથી. તેનો કોઈ અંત કરનાર નથી. પ્રવાહની જેમ તે ગતિશીલ છે. તેમાં બે મુખ્ય તત્ત્વો તે જીવ કે ચેતન અને જડ. ચેતન અને જડના સંયોગથી સંસાર છે. જડ એવા કર્મ કે કર્મવર્ગણાથી સંસાર છે. તે બંને છૂટા થઈ જાય અથવા તો જડ એવા કર્મના સંપર્કમાંથી, સમાગમમાંથી, સંયોજનમાંથી ચેતન એવો આત્મા મુક્ત થતાં તે ચેતનતત્ત્વ કર્મબંધનમાંથી છૂટો થઈ મોક્ષપદે પહોંચે છે. જૈનદર્શનમાં કર્મોના મુખ્ય આઠ ભેદો બતાવ્યા છે. તેમાંનાં ચાર ઘાતી કર્મો છે અને ચાર અઘાતી કર્મો છે. આત્માના મૂળ ગુણધર્મોનો નાશ કરનાર, હાસ કરનાર, ઘાત કરનાર હોવાથી તે ઘાતી તરીકે ગણાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય ઘાતી કર્મો છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર અઘાતી કર્મો છે. કર્મસંતાનવેષ્ટિત થવામાં તેના માટે પાંચ નિમિત્તો છે, જેવાં કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એકસરખી નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણની છે, મોહનીયની સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે, નામ અને ગોત્ર વીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિનું હોઈ શકે છે, જ્યારે આયુષ્યની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણે હોઈ શકે છે. તેઓની જધન્યમાં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે : વેદનીયની બાર મુહૂર્ત માત્રની છે. નામ અને ગોત્ર આઠ મુહૂર્તની સ્થિતિવાળું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય આ પાંચની સ્થિતિ અંતરમુહૂર્ત માત્રની હોય છે. સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 230 કોટાકોટિ સાગરોપમ વત્તા આયુષ્યની 33 સાગરોપમની સ્થિતિ હોઈ શકે. શુભાશુભ ભાવ કે અધ્યવસાયાદિથી તેમાં સતત વધઘટ થતી જ રહે છે.
Page #192
--------------------------------------------------------------------------
________________ કરણ - 183 પાણીમાં કેટલાક બહુ લીસા, ગોળ, ચળકતા નાનામોટા પથ્થરો જોવા મળે છે. કોણે તેને આવા બનાવ્યા? કોઈએ નહીં. આપોઆપ ઘણાં વર્ષોથી અથડાતાં કૂટાતાં, ઘસાતાં તે આવા બન્યા છે. આત્માની સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે 230 કોટાકોટિ સાગરોપમ વત્તા 33 સાગરોપમની આપણે ઉપર જોઈ ગયા તે આત્માને અનાદિકાલીન જડ કર્મોના સંયોગથી સર્વથા મુક્ત કરવા સૌથી પ્રથમ જરૂરિયાત છે ભવિતવ્યતાની, પછી કાળની, ત્યારબાદ કર્મ અને પુરુષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ ન હોય તો તે ભવિતવ્યતાવશથી જીવ વ્યવહારરાશિમાં આવે, કાળની અનુકૂળતા ન પામે અને ભવ્યત્વ સ્વભાવ હોય છતાં પણ ભવિતવ્યતાની અનુકૂળતા વગર તો વ્યવહારરાશિમાં પણ આવી ન શકે. તો કાળ સાનુકૂળ થાય જ કેવી રીતે ? જો ભવ્યત્વ સ્વભાવ અને ભવિતવ્યતા અનુકૂળ હોય તો વ્યવહારરાશિમાં તેને ગમે ત્યારે કાળની સાનુકૂળતા થવાની. જ્યાં સુધી કાળની અનુકૂળતા ન મળે ત્યાં સુધી કર્મોની કંઈક અનુકૂળતા મળવા છતાં પણ તે નિરર્થક નીવડવાની. કેમ કે કર્મની સાનુકૂળતા કોઈપણ રીતે અનાદિકાલીન જડ કર્મોને સર્વથા દૂર કરવાની ઇચ્છા પણ સમર્થ ન નીવડે. જીવ જ્યારે ચરમાવર્તન પામે તે પછી જ કર્મની અનુકૂળતા ભવિતવ્યાદિ અનુકૂળ હોય તો તે કાર્યસાધક નીવડે. ચરમાવર્તમાં પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષય થયે શુદ્ધ ધર્મસ્વરૂપ સમ્યક્ત જે કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની જ પ્રાપ્તિ થાય. ચરમાવર્તકાળ માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય. પરંતુ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો હ્રાસ ભવ્યાત્માઓને જ થાય તેવું નથી; અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જીવ અચરમાવર્તીમાં જતો નથી! કર્મોની વધઘટ થયા જ કરે તે ઉપર જોયું. જીવ જ્યારે આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે તે દુષ્ટ આશયવાળો હોય છે, તેથી તે ધર્મ પામી શકતો નથી. પરંતુ આયુષ્યકર્મ સિવાયનાં કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય ત્યારે જ તે સમ્યક્તનું બીજ પામે. તે માટે અશુભ પરિણામ પ્રગટે નહીં, પ્રગટે તો તીવ્ર ન બને. શુભ પરિણામ થતું રહે, તીવ્ર બનતું રહે ત્યારે આત્મા ગુણસંપન્ન બની વધુ ને વધુ કર્મ નિર્જરા કરે છે. અનાદિકાલીન કર્મમસંતાનસંવેષ્ટિત જીવે દુર્લભ સમ્યક્તને પામવા માટે સૌ પ્રથમ કર્મસ્થિતિ ઘટાડવી પડે. જ્યારે કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ જેટલી ઘટી જાય અને તેમાં પણ એક પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલી ખપે
Page #193
--------------------------------------------------------------------------
________________ 184 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યારે કર્મલાઘવ પામેલો જીવ ગ્રંથિદેશે પહોચેલો કહેવાય. તેથી વધારે સ્થિતિવાળો જીવ ગ્રંથિદેશે પણ પહોંચી શકતો નથી. ગ્રંથિદેશે આવવા માટે યોગ્ય કર્મસ્થિતિની લઘુતા પોતાના ઇરાદાપૂર્વકના પ્રયત્નથી પ્રાપ્ત થતી નથી. નદીધોળપાષાણ ન્યાયે તે પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા એ કર્મ ખપતાં થઈ શકે છે. કેમ કે અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી શકે છે. ભવ્ય જીવો ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ કર્મલઘુતા વગર કરી શકતા નથી. જિનેશ્વરોએ પ્રતિપાદિત શ્રુત-ચારિત્રાત્મક ધર્મ દ્રવ્યથી તે જીવો જ પામી શકે છે કે જે જીવો ગ્રંથિદેશે પહોંચવા જેટલી કર્મલઘુતા પામેલા હોય. જે જીવોની ભવિતવ્યતા સાનુકૂળ હોય, યથાપ્રવૃત્તિકરણ સુધી પહોચેલા હોય તેઓ મોક્ષના અદ્વૈષના યોગે દ્રવ્યથી ઉત્કટ ગણાતાં સાધુપણું કેળવી નવરૈવેયક સુધી આવી શકે છે, તથા નવ પૂર્વના શ્રુતજ્ઞાનને પણ મેળવી શકે છે. અહીં શુદ્ધ ભાવની ખામીના લીધે વાસ્તવિક ફળ મળતું નથી. આવા જીવો રાગદ્વેષના પરિણામે ત્યાં પણ અશુભ કર્મો ઉપાર્જ છે જે તેમને સંસારમાં ભટકાવનારા બને છે. તેથી ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામવા જેટલી લાયકાત પ્રગટે તો ગ્રંથિદેશની અને તે પછીની પ્રાપ્તિ સફળ થાય. અભવ્યો સ્વભાવે જ એવા હોય છે કે ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામવાની તેમની લાયકાત હોતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતા હોવા છતાં પણ ગ્રંથિદેશાદિની પ્રાપ્તિ અપૂર્વકરણ પ્રગટાવવા જેટલી લાયકાત પ્રગટાવવા સફળ બનતી નથી. ભવ્યો પણ ત્યારે જ સફળ બની શકે કે જ્યારે ભવિતવ્યતાદિની અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય. ગ્રંથિદેશે પહોંચી જીવ આગળ વધી શકે તેમ પાછો પણ પડી શકે. અસંખ્યકાળે અહીં આવેલો જીવ આગળ વધી સમ્યક્તાદિ ગુણો ઉપાર્જ અથવા પાછો હઠી જાય. અહીં આવેલો જીવ પુરુષાર્થ ન કરે, પ્રગતિ ન સાધે તો અસંખ્યાત કાળે તે પાછો જ પડે. આગળ ઊહાપોહ કરીએ તે પહેલાં ગ્રંથિ શું છે તે સમજી લઈએ. ગ્રંથિ એટલે કર્મગ્રંથિ. કર્મગ્રંથિ શેની બનેલી હોય છે ? જીવને સંસારમાં ભટકવાનું, રખડવાનું, એક યોનિમાંથી બીજી યોનિમાં જવાનું કારણ રાગદ્વેષની બનેલી ગ્રંથિ છે. આ ગ્રંથિ અત્યંત કઠોર, ગૂઢ, દુર્ભેદ્ય હોય છે. દ્વેષ કરતાં રાગ વધુ તીવ્ર હોય છે તેથી તીર્થકરોને વીતરાગ કહ્યા છે; નહીં કે વીદ્વેષ. આ રાગ તે પાપોના બાપ મિથ્યાત્વ-મોહનીયનું પરિણામ છે, ફરજંદ છે. રાગદ્વેષની બનેલી આ કર્મગ્રંથિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે, જે જીવ માત્રને અનાદિકાળથી હોય
Page #194
--------------------------------------------------------------------------
________________ કરણ - 185 છે. આ ગ્રંથિ અપૂર્વકરણ દ્વારા ભેદાય છે. તેથી ગ્રંથિદેશે આવ્યા પછી તે ભેદવાનો પુરુષાર્થ કરવાનો છે. જે ભવ્યાત્માઓ યથાપ્રવૃત્તિકરણ પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહીં ત્યાં સુધી તેમાં જ વર્તતા હોય છે. સમ્યક્વરૂપ શુદ્ધ ધર્મના બીજાદિની પ્રાપ્તિ પણ તેના દ્વારા જ થાય છે. જીવ ગ્રંથિદેશને યથાપ્રવૃત્તિકરણ દ્વારા પામે છે. ત્યારબાદ દ્રવ્યશ્રુત કે દ્રવ્યચરિત્ર પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા પ્રાપ્ત કરે છે. ચરમાવર્તકાળને પામેલો જીવ સમ્યક્તના બીજાદિને યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે છે. આથી સમજી શકાય છે કે યથાપ્રવૃત્તિકરણ ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. અભવ્યોને, દુર્ભોને અને અપૂર્વકરણને નહીં પામેલા ભવ્યોને પણ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ભવ્યાત્માઓ જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યતાદિના સુયોગે પુરુષાર્થ કરી અપૂર્વકરણ પામી શકે છે. અભવ્યો તથા દુર્ભબોને એકમાત્ર યથાપ્રવૃત્તિકરણ સિવાય કોઈ પરિણામ હોતો નથી. ભવ્યાત્માઓને ત્રણે પરિણામો ઉપલબ્ધ થઈ શકે છે. ભવ્યાત્માઓ તે છે કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક નથી. આવા આત્માઓને ભવ્યાત્મા કહી શકાય. તેઓ ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યાદિની સાનુકૂળતાએ પ્રગતિશીલ થઈ અપૂર્વકરણ દ્વારા રાગદ્વેષનાં ગાઢ પરિણામો રૂપી ગ્રંથિ ભેદી નાંખે છે. તેઓ ત્યારપછી જ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યત્વને પામે છે. ત્યારે તેઓનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તથી કંઈક ન્યૂન હોય છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી જીવ અપૂર્વકરણ પામે તેવો નિયમ નથી. જીવ તે દ્વારા અનેક વાર ગ્રંથિદેશે આવે અને અપૂર્વકરણ ન પામ્યો હોય. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ માટે તેમ નથી. ગ્રંથિદેશે આવ્યા વિના અપૂર્વકરણ ન પામી શકાય. જે જીવ ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તેવો જીવ તે કરણ દ્વારા નિયમાગ્રંથિને ભેદે અને તે ભેદી અનિવૃત્તિકરણ પણ પામે. તેવો જીવ સમ્યક્તને પણ પામે જ. આ બે કરણો વગર કોઈ જીવ સમકિત થઈ ન શકે. આથી શુદ્ધ ધર્મરૂપ સમ્યત્વ પામવા અપૂર્વકરણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અપૂર્વકરણ એટલે શું? કરણ એટલે અધ્યવસાય કે પરિણામ. અપૂર્વ એટલે પૂર્વે પ્રાપ્ત નહીં થયેલો. અનાદિ મિથ્યાષ્ટિ જીવને પૂર્વના અનંતકાળમાં આવું સુંદર પરિણામ પ્રાપ્ત થયું નથી. આવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્વકરણ કહેવાય છે. રાગ-દ્વેષની ગૂઢ ગાંઠને ભેદવા આ પરિણામ સમર્થ નીવડે છે. અપૂર્વકરણ પ્રગટાવવા સહેલો ઉપાય શ્રી જિનેશ્વર દેવોએ પ્રતિપાદિત
Page #195
--------------------------------------------------------------------------
________________ 186 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વક ગગદ દિલે એકાકાર, તન્મય, તદ્રુપ થઈ યથાશક્ય સેવન કરવું જોઈએ. સમ્યક્ત તેથી અપૂર્વકરણથી જ સાધ્ય છે. રાગ-દ્વેષ હેય છે. તેથી જીવે ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને યોજવાનો પ્રયત્ન કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. કર્મોદય વિષયકષાયની અનુકૂળતા પર રાગ અને પ્રતિકૂળતા પર દ્વેષ થઈ જાય. તેને પાતળા પાડવા તથા ઉખેડી નાંખવા પ્રયત્નશીલ થવું હિતાવહ છે. અપૂર્વકરણ પામેલો જીવ અનિવૃત્તિકરણ તરત જ પામે છે. અનિવૃત્તિકરણ પરિણામ આત્માના સમ્યક્ત રૂપ પરિણામને ઉત્પન્ન કર્યા વગર રહી શકતો નથી. સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરનારો જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મલાઘવ પ્રાપ્ત કરી ગ્રંથિદેશે આવે છે. પુરુષાર્થ કરી અપૂર્વકરણ પામી ઘન-રાગદ્વેષના પરિણામસ્વરૂપ કર્મગ્રંથિ ભેદી જીવમાં જે પરિણામ પેદા થાય તે પરિણામ અનિવૃત્તિકરણ નામે ઓળખાય છે. આવો જીવ સમ્યક્તના પરિણામને પામ્યા વિના પીછેહઠ કરતો નથી તેને અનિવૃત્તિકરણ કહે છે. અપૂર્વકરણ પછી સમ્યક્ત મેળવ્યા વિના પાછો હઠતો નથી; પરંતુ તે તરત જ સમ્યકત્વના પરિણામને પામે તેવું ન પણ બને. અપૂર્વકરણ દ્વારા જીવે રાગદ્વેષની ગાંઠ ભેદી પરંતુ મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય ચાલુ છે તેથી તે ચાલુ હોય ત્યાં સુધી સમ્યક્તનો પરિણામ પ્રગટી શકતો નથી. અપર્વકરણ દ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદનારો જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી અવસ્થા પેદા કરે જેમાં મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય કે તેનો વિપાકોદય ન હોય. આ અવસ્થા અપૂર્વકરણ ન કરી શકે જ્યારે શુભ પરિણામ માત્ર અનિવૃત્તિકરણ જ કરી શકે છે. અત્રે બે વિભિન્ન મતો પ્રવર્તે છે. એક મતમાં આ કાર્ય અપૂર્વકરણ કરે છે, બીજા મત પ્રમાણે તે અનિવૃત્તિકરણ કરે છે. મિથ્યાત્વ મોહનીયના જેટલાં દળિયાં ઉદયમાં આવે તેને ખપાવી નાંખે છે, જે ઉદયમાં આવનારાં હોય તેની સ્થિતિ ઘટાડી નાંખે છે. તે કાળમાં જ ઉદયમાં લાવી દે છે અથવા તો તેની સ્થિતિ વધારી દે છે કે જેથી તે કાળમાં ઉદયમાં જ ન આવે. વધારે સ્થિતિ કરેલાં દળિયાં ઉપશમ સમ્યત્વના અંતર્મુહૂર્ત કાળમાં ઉદયમાં ન આવે. તેનો વિપાકોદય ન હોય કે પ્રદેશોદય ન હોય. બીજા મત પ્રમાણે આ કાર્ય અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી સંપન્ન થાય છે. ફરી જોઈએ તો ત્રણ રીતનું કાર્ય થાય છે. મિથ્યાત્વમોહનીયનાં દળિયાં ઉદયમાં જ ન આવે, અથવા તેની સ્થિતિ ઘટાડી નંખાય અને તેમ ન થાય તો તે સ્થિતિ વધારી દેવાય.
Page #196
--------------------------------------------------------------------------
________________ કરણ 187 ત્રણ પ્રકારનાં દળિયાં વિષે જોઈએ. મિથ્યાત્વ મોહનીયના દળિયાના ત્રણ પંજ કરાય છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાંને શુદ્ધ કરાય એટલે કે મિથ્યાવરૂપી મળથી મુક્ત બનાવી શકાય તેને શુદ્ધ બનાવી દે. બાકીનાં દળિયાંને અર્ધશુદ્ધ બનાવી શકાય તો અર્ધશુદ્ધ બનાવી દે. તે કર્યા પછીનાં અવશિષ્ટ દળિયાં અશુદ્ધ જ રહે. આ રીતે ત્રણ પુજના દળિયાને એક જે શુદ્ધ થયા તે સમ્યક્ત મોહનીય તરીકે ઓળખાય, બીજો મિશ્ર કે અશુદ્ધને મિશ્રમોહનીય તરીકે અને ત્રીજો અશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ મોહનીયનો પુંજ તરીકે ઓળખાય છે. મુહપત્તિના પડિલેહણમાં આમ બોલીએ છીએ કે સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું. બે પ્રકારના મતાંતરો આ પ્રમાણે છે : એક મત પ્રમાણે અપૂર્વકરણ વેળા જ મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ કરાય છે. જ્યારે બીજા મત પ્રમાણે તે અનિવૃત્તિકરણમાં થાય છે. અન્ય મતાંતરો આ પ્રમાણે છે : સમ્યક્તના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદૃષ્ટિ દરેકે દરેક જીવ સૌ પ્રથમ ઔપશમિક સમ્યક્ત જ પામે. જ્યારે બીજા મત પ્રમાણે બધા જ જીવો અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઔપથમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. આવા જીવો ઔપથમિક સમ્યક્ત પામ્યા વગર ક્ષાયોપથમિક સભ્યત્વને પામે. આવા જીવો અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાયોપથમિક સભ્યત્વને જ પામે છે. બંને મતો એ વિશે સંમત છે કે ક્ષાયિક સમ્યક્ત પામવા લાયોપથમિક સમ્યક્ત જ કાર્યરત થઈ શકે છે. સંસારમાં અથડાતાં, કુટાતાં ચાર ગતિના જીવો ઘણી વાર યથાપ્રવૃત્તિકરણ કરી પાછા પડી પણ જાય. જે જીવો આ પ્રયત્ન પોતાના પુરુષાર્થથી કરે છે, પેલો પ્રયત્ન નદીધોળપાષાણ ન્યાય પ્રમાણે હતો. સ્વપુરુષાર્થના આ પ્રયત્નને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. તેમાં સંસાર પ્રત્યે અણગમો, મોક્ષની રુચિ, મોક્ષની તાલાવેલી, પગલાનંદી કે ભવાભિનંદીપણાને રામરામ, ધર્મ જાણવાની ઇચ્છા, ધર્મદાતા ગુરુ પાસે જઈ ધર્મશ્રવણેચ્છા, સાંભળેલા ધર્મનું ચિંતન અને મનન, જેમાં પુરુષાર્થ તો છે જ અને તેથી તેને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ, ત્યાર બાદ અનિવૃત્તિકરણ પછી સમ્યક્ત. સમ્યક્ત પ્રગટ થયા પછી એક પુદ્ગલ પરાવર્તમાં મુક્તિ. જો તે જીવ સમ્યક્તને વમી ન નાંખે તો અર્ધપુગલ-પરાવર્ત કરતાં અસંખ્યાત પલ્યોપમથી ન્યૂન એવા સમયમાં તેની મુક્તિ નિશ્ચિત. જૈનદર્શન બે પ્રકારના ધર્મની વ્યવસ્થા કરી છે. ગૃહિધર્મ અને સાધુધર્મ.
Page #197
--------------------------------------------------------------------------
________________ 188 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બંનેનું મૂળ સમ્યક્ત છે. તે સહિત બંને પ્રકારના ધર્મનું વ્યક્તિ આરાધન કરે તેને સાચા સ્વરૂપમાં ધર્મારાધના કહી શકાય. આવું આરાધન જ આરાધક જીવને વાસ્તવિક ફળ આપનારું થઈ શકે છે. તેથી ધર્મારાધન કરવાની ઇચ્છાવાળા ભાગ્યશાળીઓએ સમ્યક્તના પ્રગટીકરણનો પુરુષાર્થ કર્યા કરતા રહેવું જોઈએ. અને આ પુરુષાર્થ કર્મગ્રંથિને ભેદવાની દિશા તરફનો જ હોવો જોઈએ. જેઓ આ પ્રમાણે સમ્યક્ત ગુણને પામ્યા હોય તેમણે સમ્યકત્વને દિનપ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કર્યા કરવો જોઈએ. અહીં એક ચમત્કારિક ઘટના જોઈ લઈએ. અનાદિ મહામિથ્યાત્વી કોઈ જીવ જીવનના છેલ્લા અંતર્મુહૂર્તમાં યથાપ્રવૃત્તિકરણ કરે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરે, અપૂર્વકરણ કરે, કર્મગ્રંથને ભેદે, અનિવૃત્તિકરણ પણ કરે, સમ્યકત્વ પામી વમી ન નાંખતા તેને શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ કરી મોક્ષલક્ષ્મીને વરી પણ શકે. આ એક ચમત્કારિક ઘટનાની સંભાવના માત્ર છે.
Page #198
--------------------------------------------------------------------------
________________ 24 કર્મોની લઘુતાનું મહત્વ જૈનદર્શનમાં કર્મોના મુખ્ય આઠ પ્રકારો છે. તે કર્મોનાં નામ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મોમાંથી પહેલાં બે, ચોથું અને છેલ્લે આ ચાર કર્મો ઘાતી તરીકે ઓળખાય છે અને તે સિવાયનાં અઘાતી તરીકે ઓળખાય છે. તેમની કાળમર્યાદા એકસરખી નથી. ઉદયમાં આવ્યા પછી તે વધુમાં વધુ કેટલા સમય સુધી રહી શકે, એ તે કેવાં બંધાયેલા છે તેના પર આધારિત છે. બધાં જ કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિનાં જ બંધાયેલાં છે અથવા બંધાય છે તેવો નિયમ નથી. છતાં પણ પહેલાં ત્રણ અને છેલ્લું અંતરાય - એ ચાર કર્મોની વધુ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે. મોહનીયની સ્થિતિ સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે; જ્યારે નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટિ સાગરોપમની છે. આયુષ્યકર્મની સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. જીવ સંસાર-સાગરમાં ચતુર્વિદ ગતિમાં ભટકતાં ભટકતાં જ્યારે તેની આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે તે ધર્મ પામી શકતો જ નથી. તે જ્યારે ક્લિષ્ટ આશયમાંથી મુક્ત બને છે, ત્યારે સદ્ધર્મને પામવા યોગ્ય સ્થિતિ તો કર્મોની ચરમ ઉત્કૃષ્ટિ સ્થિતિનો હાસ થયા પછી જ પામે છે. આ સ્થિતિ કઈ? આયુષ્યકર્મ સિવાય સાતેય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય તેને સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ગણાવી શકાય. મોહનીય કર્મ ૭૦માંથી 69 કોટાકોટિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય ૩૦માંથી 29 કોટાકોટિનો ક્ષય કરી, નામ તથા ગોત્ર ૨૦માંથી ૧૯ની બને નહીં ત્યાં સુધી સમક્તિનાં બીજને જીવ પામી શકે નહીં. આ સ્થિતિ સાતેય કર્મો એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન થાય ત્યારે બને. ઉત્કૃષ્ટ સ્થિતિની જેમ જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે : મોહનીય અંતર્મુહૂર્તનું બંધાઈ શકે, વેદનીય સ્થિતિ બાર મુહૂર્તની, નામ અને ગોત્ર આઠ મુહૂર્ત, જ્યારે બાકીનાં પાંચ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. કર્મોની (ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ક્યારે થાય? જીવને અનાદિકાલીન જડ કર્મોના યોગથી મુક્ત થવા પહેલી આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની, પછી કાળની, પછી કર્મ અને પુરુષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ
Page #199
--------------------------------------------------------------------------
________________ 190 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ન હોય તો ભવિતવ્યતાથી જીવ વ્યવહારરાશિમાં આવે તો પણ તે ક્યારે પણ કાળની અનુકૂળતા પામી શકે નહીં. જીવનો ભવ્યત્વ સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા ન મળે તો જીવ વ્યવહારરાશિમાં પણ આવી શકે નહીં. તો પછી કાળની અનુકૂળતા મળે જ નહીં. પરંતુ જો જીવની ભવ્યત્વ સ્વભાવ હોય, ભવિતવ્યતા એને અનુકૂળ થઈ તેને વ્યવહારરાશિમાં મૂક્યો હોય તો તેને ગમે ત્યારે કાળની અનુકૂળતા થવાની જ. પરંતુ જ્યાં સુધી કાળની અનુકૂળતા મળે નહીં ત્યાં સુધી કર્મોની અનુકૂળતા મળે તો પણ તે નિરર્થક નીવડે. જીવ જ્યારે ચરમાવર્તન પામે તે પછી જ કર્મ સંબંધી અનુકુળતા કાર્યરત નીવડવાની. અને તે પણ ભવિતવ્યતા અનુકૂળ હોવી જોઈએ. હવે જોઈએ તો સૌ પ્રથમ ચરમાવર્તકાળ, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય, ત્યારબાદ જ શુદ્ધ ધર્મસ્વરૂપ સમ્યક્ત જે સર્વ ઈષ્ટની પૂર્તિ માટે કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની પ્રાપ્તિ થાય છે. આ ચરમાવર્તકાળ ભવ્યાત્માને જ થાય તેવો નિયમ નથી. આ સ્થિતિ અભવ્યો તથા દુર્ભવ્યોને પણ થઈ શકે. બીજું ચરમાવર્તને પામ્યા પછી જીવ અચરમાવર્તમાં સરી શકતો નથી. કેમ કે જીવને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતી વાર થઈ શકે છે. તેથી મિથ્યાત્વાદિન નિમિત્તે આત્માના પરિણામ દ્વારા અશુભ કર્મોનો સંચય ન થાય તે માટે જાગરૂકતા રાખવી અતિ આવશ્યક છે. કર્મલઘુતા માટે અશુભ પરિણામ પ્રગટે નહીં, પ્રગટે તો તે વધુ તીવ્ર ન બને; શુભ પરિણામ બન્યાં રહે તે ખૂબ ખૂબ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ બન્યા રહે તે માટે સતત કાળજી તથા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવી રીતે જીવ જ્યારે ગુણસંપન્ન બનતો જાય તેમ તેમ કર્મોનો શુભબંધ વધતો જાય, અશુભ બંધ ઘટતો જાય અને તેથી નિર્જરાનું પ્રમાણ વધ્યા કરે. અનાદિ કર્મસંતાન સંવેષ્ટિત આ રીતે શુભ કર્મોની વૃત્તિ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ પહોંચે છે. નદીગોલપાષાણ ન્યાયે ભવ્યાદિ જીવો અનંતી વાર યથાપ્રવૃત્તિકરણ સુધી તો પહોંચી શકે, પરંતુ તધાભવ્યત્વાદિના અભાવે આગળ ન વધી શકે ! કર્મસ્થિતિની લધુતા યથાપ્રવૃત્તિકરણ દ્વારા તો થઈ ગઈ. બધા જ જીવો શ્રત અને ચારિત્રધર્મની આંશિક આચરણ કરી શકે. તે દ્વારા દ્રવ્યશ્રત અને દ્રવ્યચારિત્ર પણ પામે તે કોઈ અભવ્યાદિ જીવો દ્રવ્યથી ઉત્કટ લઘુપણું પાળી નવરૈવેયક સુધી અને નવ પૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. અહીં શુદ્ધ ભાવના અભાવે તથા મિથ્યાત્વના પ્રાબલ્યથી યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી શકતા નથી. રાગદ્વેષનાં ગાઢ પરિણામોના પ્રતાપે અશુભ કર્મોપાર્જન કરી આગળ વધતા નથી. આથી અભવ્યાદિ ત્રણ પ્રકારના જીવો ગ્રંથિદેશની પ્રાપ્તિ, દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તેઓ સંસાર-ભ્રમણનો નાશ કરવા માટે
Page #200
--------------------------------------------------------------------------
________________ કર્મોની લઘુતાનું મહત્ત્વ 191 સમર્થ બની શકતા નથી. ગ્રંથિદેશે આવ્યા પછી જો અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટે તો જ ગ્રંથિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિની સફળતા છે. અભવ્ય જીવો સ્વભાવે એવા છે કે તેઓ ગ્રંથિદેશાદિ પામે છે પણ અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતા ધરનારા હોવા છતાં પણ તેઓ અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટાવવા સમર્થ નીવડતા નથી. ભવ્યાત્માઓની ગ્રંથિદેશ સુધીની પ્રાપ્તિ ત્યારે જ સફળ નીવડે જ્યારે ભવિતવ્યતાદિ અનુકૂળ હોય. જાતિભવ્યોમાં મોક્ષની ઇચ્છા પ્રગટે એવી યોગ્યતા જરૂર છે; છતાં પણ તે યોગ્યતા પ્રગટે તેવી સામગ્રી જ પામતા નથી ! અભવ્યાદિ જીવો મોક્ષદ્વેષી તથા સંસારરાગી હોવાથી ઉત્કૃષ્ટ તપ, શ્રત તથા ચારિત્રના ધારક એવાં હોય કે આપણે મોંમાં આંગળાં નાંખી દઈએ. તેઓ નવપૂર્વનું જ્ઞાન ધરાવનારા હોઈ શકે છે, નવગ્રેવેયક સુધી જઈ શકે, પરંતુ ઉપર ગણાવેલાં લક્ષણો તથા પગલાનંદી, સંસારરાગી, ભવાભિનંદી હોઈ શુભભાવના અભાવમાં અપૂર્વકરણાદિ કરી સમ્યકતા ન પામતા હોવાથી સંસાર-સાગરમાં રખડપટ્ટી કરતા રહે છે. ભવ્ય શરમાવર્તકાળને પામે પછી અચરમાવર્તને પામે નહીં, પરંતુ કર્મોની પરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયે થકી જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતીવાર થઈ શકે. તેથી કર્મસ્થિતિ ઘટ્યા વિના ગ્રંથિદેશે પહોંચી શકાય જ નહીં. દ્રવ્યશ્રત અને ચારિત્ર ઊંચી કક્ષાનું હોવા છતાં પણ મિથ્યાત્વી જીવો જેવાં તે તામલી તાપસ કે જેણે 60,000 વર્ષ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી 21 વાર ધોઈ નિ:સત્ત્વ ખોરાક ખાતો પણ તે બધું એક સમકિતીની નવકારશી કરતાં પણ નગણ્ય બન્યું! નરકગામાં મમ્મણ શેઠનું તપ પણ નિરર્થક નીવડ્યું એટલું જ નહીં પણ તે નરકગામી બન્યો. નિહનવો પણ એક દોષને લીધે મિથ્યાત્વી ગણાય. ગ્રંથિદેશે આવ્યા પછીની અવસ્થા એવી નથી કે તેની સમયમર્યાદા સુધી જીવ ત્યાં ટકી રહે. જો ટકી રહે તો પ્રગતિ કરે, પણ જીવ પ્રગતિ જ કરે તેવો નિયમ નથી. ગ્રંથિદેશે પહોંચી જીવ અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે. ગ્રંથિદેશે ટક્યા પછી તે જીવ પાછો પડે અને ગ્રંથિદેશ યોગ્ય કર્મસ્થિતિ કરતાં વધુ કર્મસ્થિતિ ઉપાર્જે એ પણ શક્ય છે. બીજી રીતે વિચારીએ તો તેવો જીવ ગ્રંથિદેશે આવી પુરુષાર્થ કરે નહીં, યોગ્ય પ્રગતિ કરે નહીં, તો તેવો જીવ છેવટમાં છેવટે અસંખ્યાત કાળે પાછો પડી જ જાય. સંસારમાં લટાર મારે ! આથી એવું માલુમ પડે છે કે ચરમાવર્તને પહોચેલો, અપુનબંધક જીવ યોગ્ય પ્રમાણનો પુરુષાર્થ કરે તો એક કોટાકોટિ સાગરોપમથી પલ્યોપમ ન્યૂન સમયમાં, અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન સમયમાં મુક્તિધામ સિધાવે જ અને તેથી એવા
Page #201
--------------------------------------------------------------------------
________________ 192 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જીવોએ જીવનમાં યોગ્ય સુપુરુષાર્થનું ધ્યેય રાખવું આવશ્યક છે. ગ્રંથિદેશ સુધી પહોંચવું તે અનન્ય ભાગ્યશાલિતો છે. તે નિરર્થક ન નીવડે, તેને સફળ કરવા પ્રયત્નશીલ રહ્યા કરો, એવો સદુપયોગ કરતા રહેવું જોઈએ કે જેથી ભાગ્યશાલિતા ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે. તે દ્વારા પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન આત્મગુણને પ્રગટાવવા સમર્થ બની શકે. તેઓ માટે આ યોગ્ય અવસર છે. ત્યાર પછી તે જીવ કદાપિ પ્રાપ્ત ન કરી હોય તેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ગ્રંથિદેશે આવી જીવ ટકી ન શકે, પાછો પડી પણ જાય. યોગ્ય સ્થિતિ કરતાં વધુ સ્થિતિ ઉપાર્જ. ગ્રંથિદેશે આવેલો જીવ જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ એવો નિયમ કરી ન શકાય. ગ્રંથિદેશે આવેલો જીવ જ દ્રવ્યથી પણ થોડું આચરણ કરી શકે છે. અભવ્યો તથા દુર્ભવ્યો જિનશાસને ઉપદેશેલા શ્રતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે છતાં તે પ્રગતિ સાધનારો બને જ નહીં અને પાછો પડે. શ્રુતચારિત્રાત્મક ધર્મને દ્રવ્યાચરણથી વિભૂષિત કરનારાઓએ તેથી સાવધ બનવું જોઈએ. પ્રગતિ સાધવાની આ તક જતી રહી તો તે ક્યારે પ્રાપ્ત થાય તે કહી ન શકાય. આવી તક ઘણા લાંબા વખતે પણ મળે ! ગ્રંથિદેશ સુધી આવ્યા પછી સૌપ્રથમ પ્રયત્ન પુરુષાર્થગ્રંથિ ભેદવાનો કરવાનો છે - કેમ કે ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ સધાતી નથી. ચરમાવર્ત કાળ પામેલાને એટલે કે એક પુગલપરાવર્તની અંદર તેને મોક્ષેચ્છા થઈ શકે છે. તેથી વધુ કાળવાળાને તેવી ઈચ્છા થતી નથી. ઇચ્છા પછી પણ તરત જ ગ્રંથિભેદ ન થઈ શકે, સમ્યક્ત ન મળી શકે. સંસારપરિભ્રમણનો સમય અર્ધપગલપરાવર્તથી થોડો ઓછો રહે ત્યારે જ ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ બાદ ચરમાર્થપગલપરાવર્તથી ઓછા સમયમાં મુક્તિગામી થશે એમ નિશ્ચિતપણે કહી શકાય એવા કેટલાક ભવ્ય જીવો હોય કે જેઓએ આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ મોક્ષેચ્છા પ્રગટાવી ન હોય. ઇચ્છા આવા પ્રકારની પ્રગટી ન હોય તેથી જીવને અભવ્ય કે દુર્ભવ્ય ન કહી દેવાય. જેને ક્યારેય પણ મોક્ષેચ્છા ન પ્રગટે તેને અભવ્ય કહી શકાય. જ્યાં સુધી જીવ કાળની પરિપક્વતા પામતો નથી ત્યાં સુધી એ દુર્ભવ્ય કહેવાય કેમ કે કાળની પરિપક્વતાની યોગ્યતા છે પરંતુ હજી તે પામેલ નથી તે દુર્ભવ્ય. જાતિભવ્યમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે તેવી યોગ્યતા જરૂરી છે પણ તે પ્રગટાવનારી સામગ્રી પામવાના જ નથી. ભવ્યાદિ ચારેય પ્રકારના જીવો વિશેની ચર્ચા પછી ભવ્ય જીવોને સપુરુષાર્થની પ્રેરણામાં ગજબની તાકાત છે એ તેમની ભવિતવ્યતાની સાનુકૂળતા સૂચવે છે તેથી હવે પુરુષાર્થની જ વાર છે.
Page #202
--------------------------------------------------------------------------
________________ કર્મોની લઘુતાનું મહત્ત્વ 193 આવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરી નવરૈવેયક તથા નવ પૂર્વના જ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકાય છે. અભવ્યોમાં મોક્ષની ઇચ્છા ન જ પ્રગટે તે નાનીસૂની વાત નથી. આવું બનવાનું મુખ્ય કારણ મિથ્યાત્વમોહનીયના ગાઢપણાનો પ્રતાપ છે. આટલી ચર્ચાવિચારણા પછી સમજાયું હશે કે કર્મની લઘુતા માટે કોણે કેવો પ્રબળ પુરુષાર્થ કરવાનો છે. ગ્રંથિદેશે આવેલા જીવોમાંથી જે આગળ પ્રગતિના પંથે પ્રયાણ કરનારા હોય છે તેમણે સમ્યગ્દર્શન પામવા માટે ગ્રંથિ ભેદવી પડે છે. જે જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચાડનારી કર્મલઘુતા પામે છે, અહીં સુધી આવી પહોચેલો જીવ જ્યારે અપૂર્વકરણ કરનારો બને છે, ત્યારે આ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિ ભેદીને આગળ ને આગળ સત્ પુરુષાર્થ દ્વારા જીવનને સફળ બનાવે છે. ટૂંકમાં સારભૂત વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. ભવ્ય જીવો માટે આગળ પુરુષાર્થ માટે શુભ ભાવના કેળવવાની જરૂર છે. તે દ્વારા અણુ જેટલું સુકત મેર જેટલું થઈ જાય છે ! ભાવના માટે સુપ્રસિદ્ધ પંક્તિઓ આ પ્રમાણે છે : ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન. ભાવના તારા આત્મામાં સારાં પરિણામો પ્રગટે, પ્રગટેલાં સારાં પરિણામો ક્રમે ક્રમે વધે અને આ પરિણામો ટકી રહે તે માટે ખૂબ ખૂબ કાળજી રાખવી જોઈએ. સત્પરિણામોનો નાશ કરે અને અસત્પરિણામો પ્રગટે તેવાં નિમિત્તોથી સુદૂર રહેવું જોઈએ. સત્પરિણામોને પ્રગટ કરવામાં નિમિત્તભૂત સહાયક નિમિત્તોથી વિટળાયેલા રહેવું. ધર્મક્રિયાકલાપો, અનુષ્ઠાનો બહુમાનપૂર્વક સેવવાં જોઈએ તથા ભાવપ્રચુર રીતે શ્રદ્ધાદિ ગુણો દ્વારા દ્વિગુણિત કરવાં જોઈએ. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મની લઘુતા પામી શકાય છે. આ સચરાચર વિશ્વમાં ચાર પ્રકારના જીવો છે : જેવા કે ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય. ભવ્ય સિવાયના ત્રણ પ્રકારના જીવો મિથ્યાત્વાદિ દોષોથી દૂષિત હોવાથી ક્યારેય પણ મોક્ષ મેળવનાર નથી. અભવ્યો અને દુર્ભવ્યો યથાપ્રવૃત્તિકરણ સુધી જઈ શકે છે. કર્મગ્રંથિ ભેદી શકતા ન હોવાથી આગળની પ્રગતિ જેવું અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગ્દર્શન પામી ન શકતા હોવાથી મિથ્યાત્વ તથા ભવાભિનંદીષણાથી સંસારમાં રઝળવાનું મુનાસિબ છે. ભવ્યો પણ એક કોટાકોટિ સાગરોપમની કર્મલઘુતા મેળવી આગળ ન વધે તો અનંતીવાર આ સમયમર્યાદામાં વધઘટ થતી રહે. યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરી કર્મબદ્ધતા પ્રાપ્ત કરી ગ્રંથિભેદી આગળ આગળનાં પગથિયાં ચડ્યા કરે તો જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે અને ત્યારપછી અર્ધપગલપરાવર્ત જૈન-૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________ 194 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સમયમાં મોક્ષપુરી પહોંચી મુક્તિ મેળવી શકે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પછી પ્રમાદી ન બનતાં સુયોગ્ય પુરુષાર્થ કરવો કે જેથી કર્મલધુતા થતી જ રહે અને અંતિમ ધ્યેય હાંસલ કરી શકે. જ્ઞાન પણ મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવામાં સહાયક બની જાય તો અલ્પજ્ઞ હોવા છતાં સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. થોડા જ્ઞાનવાળા આત્માના મિથ્યાત્વ મોહનીય કર્મનો નાશ થવામાં કર્મની મંદતા થવામાં હરકત નથી આવતી. જીવનો સંસાર તરફનો ઢાળ છે તે મોક્ષ તરફ ઢળવા માંડે, સંસાર તરફનો ઢાળ ઘટે તે પછી કર્મમંદતાના યોગે સમ્યકતા પમાય, કર્મના પ્રાબલ્ય હેઠે મિથ્યાત્વવાદી ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહીં. સમ્યગ્દષ્ટિ આત્મા જ ક્ષપકશ્રેણિ માંડી શકે. તે અવિરતિધર હોય, દેશવિરતિધર હોય, પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતો હોય કે અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતો હોય તેથી મિથ્યાદષ્ટિ ક્ષપકશ્રેણિ માંડી શકે જ નહીં. કેવું છે કર્મનું પ્રાબલ્ય ! મિથ્યાદષ્ટિ આત્મા સમ્યક્ત પામ્યા વિના ક્ષપકશ્રેણિ માંડી શકતો જ નથી. પરિત્તસંસારી તે જ થઈ શકે છે કે જેઓ અમલા-અસંક્લિષ્ટ હોય. નવસ્મરણના કલ્યાણ મંદિર-સ્મરણના છેલ્લા પદમાં પણ લખ્યું છે કે તે ‘વિગલિમલ નિચયા અચિરાક્નોક્ષ પ્રપદ્યન્ત' કર્મની લઘુતા માટે વંદિત્તા સૂત્રમાં ૩૬મી ગાથામાં આવે છે કે : સમ્મદિઠી જીવો જઇવિહુ પાવં સમાચરે કિંચિત્ અપ્પોસિ હોઈ બંધો જેણે ન નિäધર્સ કુણઈ. સમ્યગ્દષ્ટિ જીવ જ નાનું સરખું પણ પાપ કરે તો તે નિર્દયતાપૂર્વક, કઠોરતાથી, સખતાઈથી કરતો ન હોવાથી તેનું બંધન અલ્પ હોય છે. કર્મલાઘવ કેવી રીતે નિષ્પન્ન થઈ શકે તે અહીં સૂચવ્યું છે. દાંત કચકચાવીને કર્મોપાર્જન ન કર્યું હોય તો તેનું ફળ સ્વલ્પ મળે છે. અજિતશાન્તિસ્મરણની ૩પમી ગાથામાં વવગેયકમ્મરયમલ ગઈ ગયું સાસય વિલિ' લઘુકર્મી થવા માટે ર્મના મલ અને રજ એટલે કે નિકાચિત કર્મો તે મલ અને અનિકાચિત કર્મો તે રજ. અથવા બદ્ધ અને નિધત્ત કર્મો રહિત થવું જોઈએ. કર્મની લધુતા માટે ભાવ આવશ્યક છે. કલ્યાણમંદિર મરણની ૩૮મી ગાથા કહે છે કે - ક્રિયા પ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ ભાવવિહીન ક્રિયાઓ ફલદાયી નથી બનતી. તેથી શુભ, શુભતર, શુભતમ ભાવથી અણુ જેટલું સુકૃત મેરુ જેટલું બને છે અને અશુભ ભાવ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ હોવાથી અણુ જેટલું દુષ્કૃત મેરુ જેટલું ફળદાયી નિષ્પન થઈ શકે છે. તેથી યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ,
Page #204
--------------------------------------------------------------------------
________________ --- કર્મોની લઘુતાનું મહત્ત્વ છે 195 સમ્યક્તાદિ મેળવવા માટે સુયોગ્ય, દીર્ઘ, સતત, એકસરખો પુરુષાર્થ કરવો જેથી તીવ્ર, તીવ્રતમ તીવ્રતમ શુભભાવાધિક્ય જળવાઈ રહે અને તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અશુભધ્યાન, દુર્બાન દૂર ને દૂર હડસેલી મોક્ષલક્ષ્મી વરવા તૈયાર થવાય. અતિદુર્લભ સમસ્ત માનવકાળ ધર્મારાધનાનો મહા કીમતી કાળ છે. તે લેશ પણ વેડફી નાંખવો ન જોઈએ. બાહ્ય કાયિક, વાચિક કે માનસિક પુરુષાર્થ હોય તે સર્વે માટે, ધર્મારાધના માટે જ કરવો છે. એટલે કે દરેકે દરેક વિચાર, વચન કે કાય-ગાત્રોનો વર્તાવ ધર્મારાધના માટે જ રાખવો છે. આ ભાર મન પર રખાતો નથી તેથી ધર્મક્રિયા કે ધર્મારાધના ચાલતી હોય એ વખતે સાંસારિક જંજાળોમાં તો પાપ-પુરુષાર્થની લોથ ચાલુ જ છે. જ્યારે અથાગ પુણ્યોદયે ધર્મક્રિયા, ધર્મારાધના મળી તો ત્યાં એ ચાલતી હોય ત્યારે પણ ફજુલ વિચારો પાપપુરુષાર્થના જ ચાલતા હોય તો પછી કર્મલાઘવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણથી આગળ વધતાં સમ્યક્ત પામનારે ધર્મયૌવનકાળમાં પ્રવેશ કર્યો છે. તેથી કર્મલાઘવ માટે ધર્મસંન્યાસ સં-ન્યાસ, યોગસંન્યાસ કરવો હિતાવહ છે. (આ બંને જૈન પારિભાષિક શબ્દો છે.) કર્મલાઘવતા માટે ફરી શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીને યાદ કરીએ. તેઓએ ફરમાવ્યું છે : સંસારસાગરાઓ ઉબુડો મા પુણો નિબુડિજ્જા | ચરણકરણવિખૂહીણો બુડુઈ સુબહુપિ જાણતો | કર્મલાઘવ માટે ધર્મલેશ્યા વધારી પુણ્યાનુપુષ્ય શુભાશયથી મેળવવું જોઈએ. તે માટે (1) પાપનો પ્રબળ-તીવ્ર સંતાપ, (2) બહુ ગદ્ગદ દિલે ધર્મસાધના, (3) ધર્મસાધનામાં તદ્દન નિરાશસભાવ, (4) અપૂર્વ હર્ષોલ્લાસ અને (5) રોમાંચ. એના પુષ્ટિકરણ માટે કલ્યાણમંદિર સ્તોત્રનો ૩૪મો અને ૪૩મો શ્લોક જોઈએ. ધન્યાસ્ત એવ ભવનાધિપ! યે ત્રિસન્ધામારાધયક્તિ વિધિવત્ વિધુતાન્યકૃત્યા ! ભજ્યોલ્લસત્પલકપક્સલ દેહદેશાઃ પાદદ્વયં તવ વિભો મુવિજન્મભાજ: . સાન્દોલ્લસત્પલકકચિતાગ્ર ભાગા: ત્વહિંમ્બનિર્મલમુખાબુજબલક્ષાઃ || આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તગતચિત્ત, તલ્લેશ્યા, તન્મયતા, તદ્રુપતા સહિત ક્રિયા કે ધાર્મિક અનુષ્ઠાનો કરતા હોવા જોઈએ. આ ક્યારે બની શકે ?
Page #205
--------------------------------------------------------------------------
________________ 196 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જેમ એક ભૂખ્યા ભિખારીને અચાનક રત્નનો ચરુ મળી જાય અને તે ત્યારે આનંદની પરાકાષ્ઠા અનુભવે તેવી રીતે અનુષ્ઠાનાદિમાં પરાકાષ્ઠા આવવી જોઈએ. ભયંકર તીવ્ર પાપ કરનારાઓએ જેમ પાપ કરવામાં પાછું વાળી જોયું નથી, તેમ આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરી ધર્મ કરવામાં પણ પાછું વળી જોયું નથી ત્યારે તેઓ તે જ જન્મમાં મોક્ષપુરી પહોંચી શક્યા છે. આ રહી તેવી વ્યક્તિઓ : વંકચૂલ, દઢ-પ્રહારી, અંગુલિમાલ, શિવકુમાર, સુવ્રતમુનિ, ચિલાતીપુત્ર, વગેરે તથા પાછા ફરી પશ્ચાત્તાપના અગ્નિથી શેકાઈને શુદ્ધ થઈ નીકળેલા મહાનુભાવો જેવાં કે ચંદનબાળા, મૃગાવતી, નાગકેતુ, અરણિકમુનિ, આષાઢાચાર્ય, ઇલાચીપુત્ર, શ્રેણિકના પુત્ર નંદિષેણ, નાસ્તિક અસંતમ, પુંડરિકે એક જ દિવસની દીક્ષા લીધા પછી આત્મકલ્યાણ સાધ્યું. પ્રદેશી રાજા, રાજા કુમારપાળ, મેઘકુમાર, સ્થૂલિભદ્ર, વૈયાવચ્ચી નંદિષણ પરિવર્તન કરી ઉપર આવી ગયા. કષાયોથી અભિભૂત ન થનારા નંદકમુનિ, સુદર્શન શેઠ, સુલસા જેવા ઘણાંને ગણાવી શકાય. ઉપર જણાવેલા મહાપુરુષો તથા સન્નારીના જીવનમાં જે જાતનું પરિવર્તન આવ્યું તથા દઢતાપૂર્વક તન્મયતા તથા તદ્રુપતાથી જેમ સાધના કરી તે દ્વારા તેઓએ પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરી કર્મલાઘવમય જીવન જીવી જાણ્યું. ટૂંકમાં પાપ કરવામાં જેમ અહોભાવ તથા પાછું વળી જોયું નથી તેમ ધર્મ કરવામાં અહોભાવ તથા પાછું વળી ન જોવાય તો પુણ્યાનુબંધી પુણ્ય મેળવી કર્મ-લાઘવ બની જીવનસાફલ્ય થઈ શકે. હવે ઉપરના લખાણના સાર સંક્ષેપમાં આમ કહી શકાય. કર્મલાઘવ માટે પુણ્યાનુબંધી પુણ્ય મેળવવા આટલું આવશ્યક છે : (1) ધર્મહીન પૂર્વજીવનની ધર્મહીન પાપી દશા તથા પાપ પ્રત્યે તીવ્ર સંતાપ અને પશ્ચાત્તાપ, (2) અનુષ્ઠાનાદિ અર્થે અત્યંત અહોભાવ, ગદ્ગદભાવ, રોમાંચ, હર્ષાશ્રુ, (3) સાધનામાં તન્મયતા, તદ્રુપતા, તલ્લેશ્યા, (4) સાધનામાં શુદ્ધ નીતરતો નિરાશસભાવ, નીરિકપણું, (5) જેટલા જોસથી પાપાચરણો કય તેટલા કે તેથી વધુ જોસ અને ખંતથી સાધના, (6) ધર્મલેશ્યાની નિરંતર સતત વૃદ્ધિ, (7) આહારાદિ દશ પાપસંજ્ઞા જેવી કે ચાર કષાયો, ભય, નિદ્રા, વિષયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આલસ્યાદિનો ત્યાગ કરવાથી કર્મલાઘવ અને તેના ફળ સ્વરૂપ : સંસારસાગરાઓ ઉમ્મુડો મા પુણો નિબુડિજ્જા | ચરણકરણ વિખૂહીણો બુફઈ સુબહુપિ જાણતો |
Page #206
--------------------------------------------------------------------------
________________ 25 નરકના નિવાસીઓ ચૌર્યાસીની ચકડોળમાં રાગદ્વેષથી ક્લેષિત આત્મા અનંતાનંત પુદ્ગલપરાવર્તન સમય સુધી ભટક્યા કરે છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉચ્ચ આરાધનાના ફળસ્વરૂપે આત્મા શિવપદ પ્રાપ્ત કરે છે. સમ્યત્વ પ્રાપ્તિ પછીના ભવોની કિંમત અંકાય છે. ભવોની ગણના તીર્થકરોની ત્યાર પછી કરાય છે. આ રીતે સૌથી વધારે ભવો મહાવીરસ્વામીના 27, ઋષભદેવના 13, શાંતિનાથના 12, નેમિનાથના 9, પાશ્રવનાથના 10 તથા બાકીના તીર્થકરોના 3 ભવ ગણ્યા છે. તીર્થકરો તથા ચક્રવર્તીઓ પણ પૂર્વ ભવમાં નરકના મહેમાન બને છે. મહાવીરના 27 ભવોમાંથી ૧૮મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થતાં તમસ્તમા નામની સાતમી નરકમાં ગયા કેમ કે ત્યારે શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું. ૨૧મા ભવમાં ફરી ચોથી નરકમાં ગયા હતા. ત્રિપૃષ્ઠના ભાવમાં વગર શસ્ત્ર સિંહને ચીરી નાંખ્યો હતો તેવી રીતે ૧૬મા ભાવમાં ગાયને બે શીંગડાંથી પકડી ગોળગોળ આકાશમાં ભમાવી ઉછાળી હતી. તે સમયે વિશ્વભૂતિએ વિશાખાનંદીને મારવાનું નિયાણું કર્યું હતું (ભગવતી સૂત્ર શતક 13, ઉદેશક 3). જૈનદર્શન કહે છે કે સમકિતના અભાવમાં ગમે તેટલાં ઉચ્ચ ચારિત્રના બળે વ્યક્તિ નવરૈવેયક સુધી જાય તો પણ મોક્ષમાં ન માને કે મિથ્યાત્વ દૂર ન થયું હોય તો તે નરકે પણ જાય. આટલા ઉપઘાત પછી નરકે કેમ ગયા તેની મીમાંસા કરીએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આતાપના લઈ રહ્યા છે. દીક્ષા લીધેલી છે, ભગવાનને વાંદવા તથા વાણી સાંભળવા શ્રેણિક રાજા જઈ રહ્યા છે. તેના બે સૈનિકો વાત કરે છે : આ સાધુના બાળકુંવરની ગાદી સલામત નથી. પોતે શત્રુ તરફના પુત્રના ભયને લીધે એક પછી એક શસ્ત્રો લઈ યુદ્ધ કરે છે. એક પછી એક આયુધો ઉપાડે છે તથા એક પછી એક નરકે જાય છે; સાતમી સુધી પહોંચી જાય છે. મસ્તકનું આયુધ ઉગામતાં સાચી સ્થિતિનું ભાન થતાં પલટો થાય છે. વિચારમાં અને તેથી દુંદુભિનાદ અને મોક્ષના અતિથિ. કેમ કે “મનઃ એવ મનુષ્યાણાં કારણે બંધમોક્ષયોઃ” અધ્યવસાયોમાં શુભ પરિણતિ અને શ્રેષ્ઠ શુભ ફળ.
Page #207
--------------------------------------------------------------------------
________________ 198 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તંદુલિયો મત્સ્ય નાના ચોખાના દાણા જેટલો હોય છે. મહામસ્યની પાંપણમાં રહી તેના મુખમાંથી પસાર થતા જીવોને જઈ ખિન્ન થાય છે. આની જગાએ હું હોઉં તો એકેને જીવતા ન જવા દઉં. અહીં પણ અશુભ માનસિક અધ્યવસાયો નરકનું અનન્ય કારણ બને છે અને તે સાતમી નરકે જાય છે. કૂવામાં પાડા ચીતરી મારવાનો મનસૂબો માત્ર કરનાર કાલસૌકસરિક પણ અધ્યવસાયોના બળે જ નરકે ગયો ને ! એક વખતના નાસ્તિક અને શિકારાદિ વ્યસનોમાં મસ્ત એવા શ્રેણિકનો ભેટો અનાથમુનિ સાથે થયો ત્યારપછી તેઓ સમકિત બનવા પ્રયત્નશીલ રહ્યા, પરંતુ મૃગલીની હત્યા અને તે અંગે ઉત્કટ આનંદ થવાથી પહેલી નરકે ગયા. પછીથી આરાધનાના પરિપાક રૂપે ક્ષાયિક સમક્તિ થઈ. આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થકર પદ્મનાભ થશે. અવાંતર બીના પણ જોઈ લઈએ. માંસાહારી અને મોટી વય સુધી જૈનદર્શનનો તિરસ્કાર કરનાર કુમારપાળ, કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવ્યા પછી જે દઢતાથી આરાધના કરી તેથી તેમને પરમાહતનું બિરુદ આપવામાં આવ્યું. તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભના પ્રથમ ગણધર થશે ! જૈનોની માન્યતા પ્રમાણે કૃષ્ણ અત્યારે ત્રીજી નરકમાં છે. ભગવાન નેમિનાથના સાધુવન્દની ભાવવિભોર ભક્તિથી સાતમી નરકમાંથી ત્રીજીમાં અત્યારે હોઈ ભાવી ચોવીસીમાં બારમા અમમ નામે તીર્થંકર થશે. કુરક અને ઉત્કક બે ભાઈઓએ દીક્ષા લીધા પછી ઉત્કટ તપશ્ચર્યા કરી અનેક પ્રકારની લબ્ધિઓ હાંસલ કરી હતી. એક વખત વિહાર કરતાં કરતાં તેઓ કુણાલા નગરીમાં આવ્યા. ત્યાં વરસાદ ન થયો. લોકો એમ માનવા લાગ્યા કે આ બંનેએ વરસાદને બાંધી રાખ્યો છે. આ સ્થિતિથી તંગ આવીને કેટલાક લોકો તેમના ઉપર પથ્થર ફેંકવા લાગ્યા. કેટલાક ઘૂંકવા લાગ્યા, કેટલાંક ગાળો દેવા લાગ્યા, વળી કેટલાક તેઓને લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા. તેમની સહિષ્ણુતાની રૂપેરી ચાદરમાં તેઓનું મુનિપણું દીપતું હતું. તપથી કૃશ બનેલી કાયા પર લાઠીઓ ઝીંકવા લાગ્યા. લોહી ટપકવા લાગ્યું. સહિષ્ણુતાની મર્યાદા આવી ગઈ. ભવા તંગ બન્યા. સૌમ્યતાને સ્થાને રૌતા મુખ પર કંડરાઈ. ચિત્તમાં ખળભળાટ થયો. આંતરિક કષાયોનો વિંટોળિયો ઊઠ્યો. નગરજનોને પરચો બતાવવા કુરુક મુનિ ગુસ્સામાં આકાશ સામે જોઈ બોલ્યા : “વર્ષ દેવ ! કુણાલાયામ્.' ઉકુરુકે આગળ ચલાવ્યું: ‘દિનાનિ દશ પંચ”
Page #208
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ - 199 પણ તે વરસાદ ઝરમર ઝરમર નહીં. કુરુકે પાદપૂર્તિ કરી : નિત્ય મુશળધારાભિ (નિત્ય મુશળધારાથી) તેમને આટલાથી સંતોષ ન થયો. જો દિવસે અને તે પણ બે કલાક જ વરસે તો? આગળ બોલ્યા : યથા રાત્રૌ તથા દિવા (રાત અને દિવસે પણ). કુણાલા નગરીમાં વહોરવાર્થે આવેલા લબ્ધિ સંપન્ન મુનિનું વચન નિષ્ફળ તો ન જાય ને ! આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું. મુશળધાર વરસાદ વરસ્યો. લોકો આનંદવિભોર થઈ નાચવા લાગ્યા, ખુશખુશ થઈ ગયા ! વરસાદ વણથંભ્યો એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર-પાંચ, છ, દશ-બાર દિવસ. પંદર દિવસમાં તો નાચી ઊઠેલા લોકો તૂટી રહેલાં વૃક્ષો જુએ છે; ઝૂંપડાં તણાવા લાગ્યાં, ઢોરો તણાયાં, મકાનો પડવા લાગ્યાં, માણસો પણ છેવટે તણાયાં, સર્વત્ર જળબંબાકાર થઈ ગયું. કુણાલા નગરી તારાજ થઈ ગઈ. નગરજનોને સજા કરી મુનિઓએ સહિષ્ણુતાને નેવે મૂકી દીધી હતી. ક્રોધાવેશમાં આ લબ્ધિસંપન્ન મુનિવરો ત્યાંથી મૃત્યુ પામી સીધા અસહ્ય, અકાઢ્ય વેદનાની ગર્તા સમી સાતમી નરકના મહેમાન થયા ! ઘોર સાધના, ઉગ્ર તપશ્ચર્યા, સંયમની પવિત્ર ચર્યાઓ નિરર્થક બની. નરકે જવાથી તેના પર પણ પાણી ફરી વળ્યું ! શલાકાપુરુષોમાં અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ સાતમી નરકે, ત્રિપૃષ્ઠ વાસુદેવ સાતમી નરકે, તારક પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, દ્વિપૃષ્ઠ વાસુદેવ છઠ્ઠી નરકે, સ્વયંભૂ વાસુદેવ છઠ્ઠી નરકે, મેરક પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષોત્તમ વાસુદેવ છઠ્ઠી નરકે, મધુ પ્રતિવાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષસિંહ વાસુદેવ છઠ્ઠી નરકે, પુરુષ પુંડરિક વાસુદેવ છઠ્ઠી નરકે, સુભૂમ ચક્રવર્તી સાતમી નરકે, દત્ત વાસુદેવ પાંચમી નરકે, લક્ષ્મણ (નારાયણ) વાસુદેવ ચોથી નરકે, રાવણ (દશમુખ) ચોથી નરકે, કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકે, જરાસંધ પ્રતિવાસુદેવ ચોથી નરકે, બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતમી નરકે ગયા છે. સામાન્યતઃ વાસુદેવો અને પ્રતિવાસુદેવો જૈન માન્યતા મુજબ નરકે જતા હોય છે. તેવી રીતે ચક્રવર્તીને જો મોક્ષ પામવા જેવાં શુભ કર્મોદય ન હોય તો બ્રહ્મદત્ત અને સુભૂમ ચક્રવર્તીની જેમ નરકે જાય, કારણ “રાજેશ્વરી તે નરકેશ્વરી !" સુભૂમ ચક્રવર્તીના પાપનો ઉદય થયો ત્યારે છ ખંડના ભોક્તા, ચૌદ રત્નોના સ્વામી, નવ નિધાનોના અધિપતિ, બે હજાર યક્ષો જેની સેવા કરવામાં તત્પર હતા, છતાં પણ સમુદ્રમાં ડૂબી ગયા ! વળી જે સુભૂમ ચક્રવર્તીના હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું, સ્થળ કે જળમાં વિહાર કરી શકે તેવો હતો; જલના બે ભાગ કરી શકતો, પક્ષીની જેમ આકાશમાં ઊડી શકતો, ભૂમિમાં
Page #209
--------------------------------------------------------------------------
________________ 200 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પેસી ઇચ્છિત સ્થળે નીકળી શકતો, મત્સ્યની જેમ જળમાં ગતિ કરી શકતો, અનેક પ્રકારનાં વિવિધ મહિમાવાળાં રત્નો ઔષધિ વગેરે તથા મંત્ર, તંત્ર, યંત્ર, તંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા, જેને દક્ષિણ અને ઉત્તર શ્રેણિની સ્વામિની ગૌરી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના આદેશ માત્રથી દેવો સદા સેવકની જેમ વાહન ચલાવનારા હતા, જેની પાસે જળ સ્થળમાં ગતિ કરવામાં કુશળ ઘોડા હતા, સમુદ્ર તરવામાં વહાણથી પણ અધિક સમર્થ ચર્મરત્ન હતું, જે હંમેશાં ચૌદ રત્નો, નવ નિધાનાદિના સ્વામી તથા પચીસ હજાર દેવતાથી સેવતો હતો. જ્યારે પુણ્ય પ્રબળ હતું ત્યારે અતહિત રીતે નહિ બોલાવેલ ચક્ર-રત્ન પણ ઉત્પન્ન થઈ તેના હાથમાં આવ્યું અને જેના વડે ભરત જીત્યું હતું; તેનો જ પાપોદય થતાં ચક્ર વિદ્યમાન હોવા છતાં પણ કાર્ય સાધવામાં તત્પર થયું નહિ; અને યાન સમુદ્રમાં પડતાં તે ડૂબી ગયો અને નરકમાં જનારો થયો. કારણ કે યાન ઊંચકનારા બધા દેવોને એકી સાથે આવો વિચાર થયો કે હું એકલો જ નહિ ઊંચકું તો શું થઈ જવાનું હતું? બધાંના આ એકી સમયના આ વિચાર ક્રિયાશીલ બનતાં તે યાન સહિત સમુદ્રમાં ડૂબી ગયો. નરક-ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાંના ભાવોમાં સ્વાર્થોધ, લોભાંધ, વિષયાંધ કે મોહાંધ બનીને જે જીવો સાથે આચરેલાં વૈર, વિરોધ, મારફાડ, ઈર્ષા, અદેખાઈ, ચોરી, બદમાસી, વ્યભિચાર, ચાડી, વિશ્વાસઘાત, કૂર મશ્કરી, દ્રોહ, પ્રપંચ, આરંભ-સમારંભના ઘાતકી કાર્યકલાપો નરકભૂમિમાં ઉત્પન્ન થવાનાં કારણો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એક વાર પોતાના બ્રાહ્મણ મિત્રને સહકુટુંબ ભોજનાર્થે નિમંત્ર્યા હતા. અદ્વિતીય ચક્રીની રસવંતીએ તેઓને ભાન ભુલાવી સૃષ્ટિ વિરુદ્ધ સંભોગાદિ અકૃત્યો કરવા પ્રેર્યા. જ્યારે 700 વર્ષના આયુષ્યવાળા બ્રહ્મદત્તનાં 16 વર્ષ બાકી હતાં, ત્યારે તેણે વૈરભાવથી કોઈની પાસે ગોફણ દ્વારા તેની આંખો ફોડાવી નંખાવી. ક્રોધાંધ બનેલા બ્રહ્મદત્તે કુટુંબ સહિત તે બ્રાહ્મણને મારી નંખાવ્યો. બીજા પણ અનેક બ્રાહ્મણોની હત્યા કરાવી. પ્રતિદિન થાળ ભરીને મરાયેલા બ્રાહ્મણોની આ પ્રકારની શિક્ષા અનુચિત જણાતાં મંત્રીઓ ગુંદાના ચીકણા ઠળિયાથી ભરેલો થાળ તેની આગળ રજૂ કરતા. ઠળિયાને આંખ સમજી રાજીપા સહિત બ્રહ્મદત્તે 10 વર્ષ સતત અતિશય ચીકણાં કર્મો બાંધ્યાં. એ આંખો ચોળતાં જે આનંદ આવતો તે સ્ત્રીરત્નના સંગમાં પણ ન આવતો ! રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી તે સાતમી નરકે ગયો. વર્તમાન ચોવીસીના 10 ચક્રવર્તીમાંથી 8 મોક્ષે ગયા જ્યારે બે નરકે ગયા.
Page #210
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ - 201 નરકે જનારા બીજા ચક્રવર્તી તે સુભૂમ ચક્રવર્તી છે. તેમની શિબિકા દેવો વડે ઊંચકવામાં આવતી. છ ખંડો જીત્યા પછી સાતમો ખંડ જીતવાની મહેચ્છા રાખી. પાલખી ઊંચકનારા દેવો વિચારવા લાગ્યા કે અમારામાંથી એક જણ તે નહીં ઊંચકે તો કશો વાંધો નહીં આવે. આ રીતે એકી સાથે બધા દેવોએ તે વિચાર ક્રિયામાં મૂક્યો અને સુભૂમ ચક્રવર્તી ત્યાર બાદ સાતમી નરકના સાગરીત બન્યા. કેમ કે, જો ચક્રવર્તી દીક્ષા ન લે તો તેનો અંત નરકમાં જવા રૂપે નિશ્ચિત થાય છે જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી. બ્રહ્મ પિતા અને ચલણી માતાનો પુત્ર બ્રહ્મદત્ત, તેની માતાના વ્યભિચારમાં તે આડો આવતો હોવાથી લાક્ષાગૃહમાં બાળી નાખવા માએ પ્રયત્ન કરેલો પરંતુ પુણ્યોદયે તેમાંથી બચી ગયો પણ આંખો ચોળતાં જે નિકાચિત કર્મો બાંધ્યાં હતાં તેના પરિણામ રૂપે સાતમી નરકમાં જવું પડ્યું. કંડરિક અને પુંડરિક બે ભાઈઓમાંથી પુંડરિકે સંસાર ત્યજી ચારિત્ર ન લીધું જ્યારે કંડરિકે હજાર વર્ષનું સંયમ પાળી મુનિજીવન જીવી જાણ્યું. પોતાના કૃશપ્રાય થયેલા શરીરને દૂધ, ઘી વગેરે પદાર્થોથી સુધારવા ગયા; અને તે પદાર્થોની રસનાની તીવ્ર લાલસા જાગી પડી. તેનાથી ભયાનક કોટિની તીવ્ર કામવાસના ઉત્પન્ન થઈ ગઈ. તેના પરિણામરૂપે હજાર વર્ષનું ઉગ્ર સંયમ પાળનાર કંડરિકે મુનિવેશ ત્યજી લાલસાના અતિરાગથી પુષ્કળ ખાવા લાગ્યા. તેના પરિણામે બે દિવસમાં એટલાં બધાં પાપો બાંધ્યાં કે ઉત્પન્ન થયેલા પાપના પરિપાક રૂપે પેટમાં થયેલી વેદનાથી મરણ પામી તેઓ નરકે ચાલ્યા ગયા. આના જેવું સંભૂતિ મુનિના જીવનમાં બન્યું. એકાદ ચક્રવર્તીની પટ્ટરાણી તે ઉગ્ર તપસ્વીને વાંદવા આવી. તેની સરતચૂકથી તેના વાળની લટ મુનિના ચરણને સ્પર્શી. એક ક્ષણના ચરણસ્પર્શથી તેમાં રહેલાં માદક સુગંધ દ્રવ્યોની સુવાસથી મુનિના અસંખ્ય આત્મપ્રદેશો પર નારી માટેની વાસનાની આગ પ્રજ્વળી ઊઠી. તેમણે નિયાણું કર્યું, એટલું જ નહીં પણ રુક્ષ સંયમ જીવન પ્રતિ પશ્ચાત્તાપ અને અસંતોષ થયો. કરેલા નિયાણા પ્રમાણે તે બીજા ભવમાં ચક્રવર્તી તો બન્યા અને અનેક સુંદરી મેળવી. સંસારના ભોગવટાના પરિણામે જીવનનાં છેલ્લાં વર્ષોમાં અનુભવેલી રિબામણ વગેરેથી તીવ્ર ભોગરસિકતાના પરિણામે તેઓ સાતમી નરકે ચાલ્યા ગયા એટલું જ નહીં, પરંતુ તેની પટ્ટરાણી પણ છઠ્ઠી નરક જઈ ત્યાં રહ્યાં. એકબીજાને યાદ કરી કરીને નૃરી રહ્યાં છે. વિવાગસુવ (વિપાકશ્રત) દુહવિવાગના પહેલા અઝયણમાં મિયાપુત્ત(મુગાપુત્ર)નો અધિકાર છે. પૂર્વભવમાં નિવૃણતાપૂર્વક તીવ્ર પાપો કરેલાં તેથી
Page #211
--------------------------------------------------------------------------
________________ 202 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નરકમાં ગયો હતો અને ત્યાંથી જન્મથી જ આંધળો, મૂંગો, બહેરો, કૂબડો જન્મ્યો હતો. બહુસ્સઈદત્ત (બૃહસ્પતિદત્ત) આવાં કત્યોથી મરીને નરકે ગયો. ઓલવાઈય ઉપાંગમાં દેવ અને નારક તરીકેનાં જન્મ (ઉપાડત) અને મોક્ષગમન આ ઉવંગના વિષયો છે. આજથી અનંત ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના આચાર્ય જિનશાસનના ચોવીસમા તીર્થંકર હતા. તેમના શાસનમાં કમલપ્રભ નામે મહાન આચાર્ય હતા. જિનશાસનના આચાર-વિચારાદિ ઉપદેશમાં અજોડ હતા. 5-00 શિષ્યોના અધિપતિ હતા. એવા ભાવમાં રમતા હતા કે એક ભવમાં મોક્ષે જાય. પરંતુ, તે સમયે ચૈત્યવાસી સાધુ ચૈત્યમાં રહી સાવધ કર્મ સેવતા આચાર્ય તેમની સાથે શુદ્ધ ઉપદેશ આપતા. તેમને હલકા પાડવા તેઓ કૃતનિશ્ચયી હતા. એક વાર ભક્તિના આવેશમાં આવી જઈ આચાર્યના ચરણને સ્ત્રીએ સ્પર્શ કર્યો. તેઓએ તે જોયું. તેનો જવાબ આપ્યો. ચોથા વ્રતમાં અપવાદ છે એમ ગભરાટ અને અપયશની બીકથી બોલ્યા ઉસૂત્ર પ્રરૂપણાથી સંસાર વધારી દીધો. કાળક્રમે તેઓ વ્યંતર, ત્યાંથી માંસાહારી, ત્યાંથી કુમારિકાના ઉદરમાં તેણીએ જન્મ આપી તે જીવને જંગલમાં છોડી દીધો. મોટો થતાં માંસ-મદિરાલંપટ થયો. ત્યાંથી સાતમી નરકે ગયો. ત્યાંથી વાસુદેવ પુન: ૭મી નરકે, ત્યાંથી ચૌદ રાજલોકમાં પ્રત્યેક આકાશપ્રદેશમાં ભટકી, પાર્શ્વનાથ ભગવાન કાળમાં મહાવિદેહમાં જન્મી, તીર્થકરનો યોગ પામી સર્વકર્મ ખપાવી આચાર્યનો જીવ છેવટે મોક્ષે સિધાવ્યો. તેથી કહેવાય છે કે જેનો અંત સારો, જેનું છેવટે સારું તેનું બધું સારું. ભગવાન મહાવીર સ્વામીના પટ્ટગણધર ગૌતમસ્વામી એક વાર મૃગાપુત્રને જોવા ગયા હતા. માતાએ છેવટે સાચા મૃગાપુત્રને બતાવ્યા. તે રાજારાણીના કુક્ષિએ જમ્યો હતો. માત્ર માંસનો પિંડ; નહિ હાથ, નહિ પગ, આંખને ઠેકાણે કાણાં, કાનનાં માત્ર ચિહ્નો. તેની માતા માની મમતાથી પ્રવાહી દરરોજ ખવડાવતી; જે અંદર જઈ પરુ-રસીરૂપે બહાર આવતું તેના શરીરમાંથી દુર્ગધ છૂટે તેથી નાકે કપડું ઢાંક્યા વિના તેની નજીક જવાય નહીં. પૂર્વભવમાં તે અક્ષાદિ રાઠોડ નામનો રાજા હતો. મદાંધ બની તીવ્ર પાપો કરેલાં. અનેક પ્રકારની હિંસા, દંડ દીધેલા, કરવેરા વધારેલા, અનાચાર પણ સેવેલા, વળી દેવ-ગુરુની નિંદા તથા તેમનો પ્રત્યેનીક બનેલો પરિણામે મરીને નરકે ગયેલો. ત્યાંથી નીકળી મનુષ્ય ભવમાં આવ્યો તથા રાજપુત્ર તરીકે જન્મ્યો પણ શરીરની આવી દશા !
Page #212
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ 203. જૈનદર્શન પ્રમાણે 63 શલાકાપુરુષોમાં 12 ચક્રવર્તીઓ હોય છે. નિયમાનુસાર ચક્રવર્તીની અનેકાનેક પત્નીઓમાં એક સ્ત્રીરત્ન હોય છે. તે મોટાં પાપ જેવાં કે ખૂનખાર લડાઈઓ લડવી, શોક્ય રાણીઓ સાથે લડાઈ-ઝઘડા નહીં, પણ વિષયરાગમાં એવાં ચકચૂર હોય છે કે તેઓ અવશ્ય છઠ્ઠી નરકે જાય છે. ભરત ચક્રવર્તાની સ્ત્રીરત્ન સમાન તેની બહેન સુંદરી આથી સ્ત્રીરત્ન થવા તૈયાર ન થઈ એટલું જ નહીં, પરંતુ 60,000 વર્ષ આયંબિલ કરી તે વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થઈ ગઈ ! જૈનોના આગમોમાં સાતમું અંગ ઉવાસગદસા (ઉપાસકદશા) છે, જેમાં દશ અધ્યાયો છે. મહાસમય(મહાશતક)નો અધિકાર છે. એને તેર પત્નીઓ છે. તેમાં એક રેવઈ (રેવતી) છે, જે બાર પત્નીઓને મારી નાંખે છે. પતિને પોતાની સાથે ત્યારબાદ ખૂબ ભોગ ભોગવવા વિનવે છે. તે ના પાડે છે. તેણે શ્રાવકની 11 પ્રતિમા વહન કરી હોય છે. એક રાત્રે રેવતી પૌષધશાળમાં આવી મહાશતકને કહે છે : તને પ્રત્યક્ષ સ્વર્ગ-નરકનો અનુભવ કરાવી શકે તેમ છે. તેઓ ઉપેક્ષા કરી ઉપયોગમાં સ્થિર રહે છે. રેવતી કામયાચના માટે નિષ્ફળ રહી. જ્ઞાનથી રેવતીની દુર્દશા જોઈ ક્રોધમાં કહ્યું કે, “રેવતી ! આજથી સાત રાત્રિમાં રોગથી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈશ. આ નખરાં ભારે પડશે' તે નરકે ગઈ ! ક્યાં આ રેવતી અને ક્યાં મહાવીર સ્વામીને ગોશાળાની તેજલેશ્યા માટે બીજોરા પાક વહોરાવનારી રેવતી કે જે આવતી ચોવીસીમાં સત્તરમા તીર્થંકર સમાધિ નામના થશે. ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના ઉદેશક એકમાં : એક શેઠના ચાર દીકરાની ચાર પુત્રવધૂમાંની સૌથી નાની પુત્રવધૂએ કડવી દૂધીનું શાક મહિનાના ઉપવાસીને વહોરાવી દીધું. તેઓ ખાઈ ગયા, પરંતુ તે વધૂ પ્રત્યેક નરકમાં બબ્બે વાર એમ સાતે નરકોમાં ચૌદ વાર ફર્યા છતાં પણ નિકાચિત કર્મોની નિર્જરા ન થઈ, એટલું જ નહીં પરંતુ કેટલાયે તિર્યંચ અવતારમાં જન્મી અસહ્ય દુઃખો ભોગવી રહી છે. આ જ શતકના આ ઉદેશકમાં ઉપરનો રેવતીનો પ્રસંગ પણ નિરૂપિત થયો છે. તેમજ સત્ય બોલનારા વસુરાજાને કેવળ એક જ વાર ખોટી સાક્ષી દેવી પડી અને તેથી દેવી સમક્ષ જાનવરોની કતલ કરવામાં આવે છે. વસુરાજા અસત્ય બોલવા માત્રથી કતલની પ્રથા કરોડો વર્ષોથી ચાલુ છે તેથી નરકોમાં ભયંકર વેદના ભોગવનારા થયા. શ્રેણિકના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી તેથી મગધનું રાજ્ય કોણિકને મળ્યું.
Page #213
--------------------------------------------------------------------------
________________ 204 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તેના બે ભાઈ હલ્લ અને વિહલ્લને દિવ્ય હાર અને સેચનક હાથી મળ્યા. કોણિકની પત્નીએ તે જોયા અને મેળવવાની હઠ લીધી. હલ્લ-વિહલે તે લઈ માતામહ ચેડા રાજાનું શરણું લીધું. ઘમસાણ યુદ્ધ થયું, જેમાં કરોડો નિર્દોષ મર્યા. ફૂલવાલક મુનિ કે જેમનું માગધિકા વેશ્યા દ્વારા પતન થયું તેમણે ભગવાન મુનિસુવ્રતસ્વામીનો સૂપ જે શુભ મુહૂર્ત પ્રતિષ્ઠિત થયો હતો અને જેના પ્રભાવે નગરી જીતી શકાતી ન હતી તે તેણે ખોદાવી કઢાવ્યો, સમ્યક્ત ગુમાવ્યું. નગરીનું કાસળ કઢાવી ખેદાન-મેદાન કરાવી, એટલે વૈશાલી સાફ કરાવી નાખી, કરોડોને મોતને ઘાટ ઉતાર્યા. કાળ, મહાકાળ વગેરે એકેકને આગેવાની આપેલી તે બધાંને ચેડા રાજાના અમોઘ બાણથી ખત્મ થવું પડ્યું. આ અને બીજાં પાપોથી અંતે કોણિક છઠ્ઠી નરકમાં ગયો. આ કોણિકે બે મહાભયંકર યુદ્ધો જેવાં કે મહાશીલા-કંટક અને રથમૂશલ ખેલ્યાં, જેમાં પ્રથમમાં ચોર્યાસી લાખ અને બીજામાં છ— લાખ મનુષ્યો માર્યા ગયાં. હાથી, ઊંટ વગેરેનો તો પાર નથી. આ પ્રમાણે માર્યા ગયેલા એક કરોડ એશી લાખમાંથી કેવળ બે સિવાય બાકીનાં બધાં નરકગામી થયાં. (ભગવતીસૂત્ર, શતક 7, ઉદેશક 6). ચક્રવર્તીની રાણી શ્રીદેવી પતિવિયોગમાં છ મહિના રુદન કરે છે, વિલાપઆક્રંદ કરે છે. આના પ્રભાવે આર્તધ્યાનથી મૃત્યુ પામી છઠ્ઠી નરકે જાય છે. મમ્મણ શેઠે મહારાજને સિહકેસરીયા લાડુ વહોરાવ્યા. બહુ ઊંચા ભાવથી વહોરાવ્યા પરંતુ કુમિત્રના કહેવાથી લાડુની કણી પણ ચાખી નહીં તેથી તારું જીવન વ્યર્થ ગયું છે. ભાવથી વહોરાવ્યા છતાં પાછળથી ખૂબ ખેદ થવાથી, દાનસુકૃતની નિંદાથી મમ્મણને અપાર અઢળક સમૃદ્ધિ મળી, પણ તે ભોગવી ન શક્યો. દાન કર્યા પછી સાધુ પાસે ફરી માંગવા જાય છે. સાધુ નન્નો સુણાવે છે. તેઓ કહે છે : “વહોરાવ્યા પછી મંગાય? આના ઉપર તો ગુરુ મહારાજનો હક.” અમે તો ચિઠ્ઠીના ચાકર.' માંગે છતાં પણ ન અપાય તેથી ન આપ્યો. સાધુએ સીતથી લાડવાનો ભૂકો કરી ધૂળ ભેગો કરી દીધો. મમણે પહેલેથી અફસોસી શરૂ કરેલી કે હાય મેં લાડવો ક્યાં વહોરાવી. દીધો ? તે આના આર્તધ્યાન અને સંસ્કારનું વાવેતર થયું; તેના ગુણાકાર થયા. આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં ગયો, તેમાં રમ્યો. પરિગ્રહના સંરક્ષણનું ધ્યાન જીવને રૌદ્રધ્યાન સુધી પહોંચાડી દે છે. મમ્મણ મરીને સાતમી નરકે ગયો. તેથી યથાર્થ કહેવાયું છે કે : 'मनः एवं मनुष्याणां कारणं बंधमोक्षयोः'
Page #214
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ - 205 જૈન કથાસાહિત્યમાં સમરાદિત્ય કેવલીચરિત્ર ઘણી પ્રસિદ્ધ કથા છે. પ્રાકૃત ભાષામાં સમરાઈકહા તરીકે હરિભદ્રસૂરિએ તેને લિપિબદ્ધ કરી છે. અગ્નિશર્મા આ કથામાં પુરોહિતપુત્ર છે. તે શરીરે કદરૂપો અને બેડોળ છે. તેથી સમાન વયસ્ક રાજપુત્ર ગુણસેન તેની પુષ્કળ સતામણી કરે છે. તેથી કંટાળી તે છેવટે તાપરા બને છે. મા ખમણના પારણે ગુણસેન તેને આમંત્રે, પરંતુ તે વાત ભૂલી જાય છે. આથી બીજી વારનું આમંત્રણ આપે છે. ત્યારે પણ તેવું જ બને છે. ત્રીજી વારના ઉપવાસે પણ પારણું તેના તરફથી થઈ શકતું નથી. ત્રણ ત્રણ માસના ઉપવાસ થયા, તેથી ભયંકર વૈરભાવના ભાવે છે. નવ-નવ મનુષ્યભવોમાં તે પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, માતા-પુત્ર વગેરે સંબંધોથી જોડાય છે. પ્રત્યેક ભવમાં ગુણસેનનો જીવ સુકૃત્યોના પરિણામસ્વરૂપ દેવ બને છે અને અગ્નિશર્મા નરકે જાય છે. બધા ભવો ગણીએ તો વૈરનું કારણ સત્તર-સત્તર ભવો સુધી ચાલુ રહે છે. ગિરિસેનના નવમા મનુષ્ય તરીકેના ભવમાં સમરાદિત્યને સળગાવી દે છે. આ રીતે અગ્નિશર્માના નવ ભવો નરકના જાય છે. પરંતુ સોળ ભવના વૈરની પરંપરા આગળ વધતાં અગ્નિશર્માનો જીવ ગિરિમેન તરીકે આવું સળગાવી દેવાનું નિકૃષ્ટતમ અધમ કૃત્ય કરે છે ત્યારે તેના મુખમાં હૃદયપૂર્વકના પશ્ચાત્તાપના બોલ પુણ્યસ્વરૂપે બીજરૂપે પલ્લવિત થાય છે. છેવટે સત્તર સત્તર ભવની વૈર પરંપરા વધારનાર ગિરિસેન સમરાદિત્યના આ કેવળીના મહોત્સવમાં પુણ્ય બીજવાળો થયો. જગતમાં રાગ અને દ્વેષ જન્મમરણની ઘટમાળ પાછળ મુખ્ય ભાગ ભજવે છે. સાતમી નરકે ગયેલો ગિરિસેન વિચારે છે કે મેં ઉપસર્ગ કર્યો તે સારું કર્યું નથી. આ કોઈ મહાનુભાવ છે. આ ભાવના ગિરિરોનને અનેક ભવપરંપરામાં તારનારી થશે. અસંખ્ય ભવ બાદ તે સંખ્યા નામનો વિપ્ર બની નિર્વાણ પામશે. નરક નહીં પણ તેના જેવા અનેકાનેક ભવોમાં દુઃખની પરંપરાથી આકુળવ્યાકુળ થનારા જીવો પણ હોય છે. બાર સો સાધ્વીના ઉપરી રજ્જા આર્યો હતા. પૂર્વકર્મના ઉદયથી તેમને પાછલી જિંદગીમાં કોઢ થયો, અસહ્ય વેદના થઈ. વ્યાધિ શાથી થયો ? તેમ પૂછતાં કહ્યું કે, ઉકાળેલું પાણી પીવાથી થયું. કેવળીએ કોઢનું કારણ સમજાવ્યું. ઉકાળેલું પાણી કોઢ કરનાર નથી પણ દ્રવ્ય અને ભાવ રોગ હરનાર છે. હે રજ્જા ! તું શરીરનો રોગ મટાડવા તલસે છે પણ ભાવરોગ ભયંકર ઊભો કર્યો તેનું શું?
Page #215
--------------------------------------------------------------------------
________________ 206 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કેવળીનો ઉપદેશ સાંભળી બીજી સાધ્વીઓ માર્ગે આવી. પશ્ચાત્તાપ રજ્જાએ કર્યો પરંતુ દુર્વચન બોલવાથી એવું પાપ કર્યું કે અનેક ભવભ્રમણ કરે તો પણ તે જલદી છૂટે તેમ નથી. (ઉપદેશપ્રાસાદ). આવો બીજો કિસ્સો લક્ષ્મણા સાધ્વીશ્રીનો છે. લક્ષ્મણા જે રાજકુંવર સાથે ચોરીમાં ચાર ફેરા ફરી ત્યાં રાજકુમારને કોઈ ઓચિંતી વ્યાધિ થઈ. લક્ષ્મણા જે મંડપમાં સ્વયંવરે વરી તે જ મંડપમાં તે જ વખતે રંડાઈ. લક્ષ્મણાએ આશ્વાસન પામી ચિત્તને વૈરાગ્યમાર્ગે વાળી પ્રતિષ્ઠિત નગરમાં જિનેશ્વર ભગવંત પધાર્યા, દેશના સાંભળી સાધ્વી થયા. એક વખત પ્રવર્તિની સાધ્વીએ વસતિ ગવેષણા કરવા મોકલી. ચકલાચકલીનું મૈથુન, રતિક્રીડા જોઈ, વૈરાગ્યવિરોધી વિચારોથી વાસિત થઈ બ્રહ્મચર્ય માટે ભગવાન સવેદીની સ્થિતિ શું સમજે એમ દુષ્ટ વિચાર કર્યા. પાછળથી પસ્તાવો થયો. પોતાને આવા વિચારો થયો છે એમ ન જણાવતા, આવા પ્રકારના વિચારો માટે શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે તેમ પૂછ્યું. પણ સાચી પોતાની સ્થિતિ છુપાવી. તેણે પચાસ વર્ષ સુધી ગુરુએ જણાવેલ ઉગ્ર તપશ્ચર્યા કરી. વાસનામુક્ત હૃદય થયું, પણ આલોચના લીધા વિનાની તપશ્ચર્યા શુદ્ધ ન કરી શકી. કાયા ફોગટ દમી, તપ એળે ગયું. આર્તધ્યાનથી મરીને વેશ્યા થઈ, અનંત સંસાર રખડી અંતે કલ્યાણ સાધશે. ઉપયોગ મૂકી ગુરુએ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું છઠ્ઠ પછી અઠ્ઠમ, અઠ્ઠમ પછી દસમ, તે પછી દુવાલસ દસ વર્ષ કરવા જોઈએ. તેના પારણે વિગય રહિત એકાસણું કરવું. સોળ વર્ષ મા ખમણ, 20 વર્ષ આયંબિલ અને બે વર્ષ ઉપવાસ કરવા જોઈએ. આમ 50 વર્ષની તપશ્ચર્યામાં માત્ર બે વર્ષ જ ખાવાનું આવે. આ 50 વર્ષની તપશ્ચર્યા કર્યા છતાં પણ જો તે ગુરુ સમક્ષ પોતાના નામ થકી આલોચે નહિ તો તેને શુદ્ધ થવું ઘણું કઠણ છે. (શ્રાદ્ધવિધિ, ઉપદેશપ્રાસાદ). આથી દુષ્કર તપ 50 વર્ષ કર્યા છતાં પણ લક્ષ્મણા સાધ્વીએ ગુરુ સમક્ષ સાચી પરિસ્થિતિ ન જણાવી તથા તે વગર તેનું ઉત્કટ તપ એળે ગયું. 80 ચૌર્યાસી સુધી સંસારમાં ભટક્યા કરશે જે પરિસ્થિતિ નરક કરતાં પણ નિકૃષ્ટ ગણાવી શકાય, કારણ કે નરકનું વધુ વધુમાં આયુષ્યસ્થિતિ 33 સાગરોપમની જ હોઈ શકે. જ્યારે ક્યાં 80 ચૌર્યાશી ! 80 ચોવીસી સુધી સંસારમાં ભટકનારી લક્ષ્મણા ક્યાં અને 84 ચોવીસી સુધી અમર રહેનાર કામવિજેતા મુનિસમ્રાટ યૂલિભદ્ર ક્યાં ! ગાયની ગૌશાળામાં જન્મ થવાથી ગોશાલક તરીકે ઓળખાતો પંખલિપુત્ર ગોશ લો ભગવાન મહાવીરનો સમકાલીન મિથ્યાત્વી જીવ હતો. ભગવાન મહાવીર સ્વામીની
Page #216
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ + 207 રિદ્ધિસિદ્ધિ, માનપાનથી આકર્ષાઈ માન કે ન માન મેં તેરા મહેમાન એ ન્યાયે ભગવાનનો તે પોતાની મેળે બની બેઠેલો શિષ્ય હતો. મહાવીર સ્વામીની સાથે લગભગ ફર્યા કરતો અને તે માર, ધિક્કાર, ધૃણા વગેરેનો પાત્ર થતો. શીતલેશ્યા વડે જેનું રક્ષણ કરાયું છે તે દયાના સાગર ભગવાન પાસેથી તેજોવેશ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે જાણી, છ મહિનામાં તેજોલેશ્યા પ્રાપ્ત કરી લે છે. જેની પાસેથી તે શીખ્યો છે તેના ઉપર તેનો પ્રયોગ કરે છે; કેવી ભવિતવ્યતા ! તે માને છે કે મહાવીરનું મૃત્યુ થશે પણ તીર્થકરોને આવી શક્તિ અભિભૂત કરી શકતી નથી; ઊલટું સોળ વર્ષ સ્વસ્થ રહી પોતાનું ઉચિત કાર્યકલાપ કરતા રહ્યા. ગોશાલકે જે અગમ્ય ધૃણાસ્પદ કાર્યો કર્યાં છે તે અંગે મૃત્યુ પૂર્વે તીવ્ર પશ્ચાત્તાપ કર્યો તેથી અસંખ્ય ભવોમાં ભવાટવિમાં ભટકી કલ્યાણ કરશે. કોઈએ પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંધન તે ગુરુનું અકલ્યાણ થાય તેવી વર્તણૂક કે અપમાન ન કરવું તેવું પોતે ઉપદેશમાં જણાવે છે. તીવ્ર પશ્ચાત્તાપ મોક્ષનું કારણ બને છે ! ક્ષીરકદમ્બક પાઠક ત્રણ વિદ્યાર્થીઓના શિક્ષક છે. તેમાં પોતાનો જ પુત્ર અને વિદ્યાર્થી નરકગામી તેમ જાણતાં સંન્યાસ લઈ લીધો ! પોતાના પુત્ર સાથે બીજો પણ નરકે જનાર છે તે જાણી ઉદ્વિગ્ન થઈ સંન્યાસના પવિત્ર માર્ગે ડગ ભરી દીધાં. ત્રણમાંથી બે શિષ્યો નરકગામી થયા. ઉપર જણાવેલાં દૃષ્ટાંતોની સમીક્ષા પર અનુપ્રેક્ષા કરતાં તારવી શકાય કે તીવ્ર ભાવનાપૂર્વક આરંભસમારંભો કે પાપાચાર આચરી પશ્ચાત્તાપ કે દિલમાં વેદના ન થાય તો તે જીવ અવશ્ય નરકગામી બને છે. જીવહિંસા, માયાકપટથી દુરાચાર, મોહાસક્તિથી માનવતા વિરુદ્ધ આચરણ, શ્રેણિક રાજાની જેમ મૃગલીની હત્યા પછી ઉત્કટ આનંદ, કુરુક-ઉત્કરકની જેમ અસહિષ્ણુતાથી લબ્ધિનો દુરપયોગ, ચક્રવર્તી પદ મેળવી સંસારનો ત્યાગ ન કરી નરકના અતિથિ થવું પડતું હોય છે. સામાન્યતઃ જૈન માન્યતા પ્રમાણે વાસુદેવ-પ્રતિવાસુદેવ નરકગામી હોય છે કારણ કે તે પદ દ્વારા અનેકાનેક પ્રકારનાં પાપો આચરવાના પ્રસંગો પ્રાપ્ત થતા હોય છે. કંડરિકને રસનાની લાલસાથી નરકે જવું પડ્યું, સંભૂતિમુનિને વાસનાની આગ ઓલવવા નિયાણા સુધી જવું પડ્યું, પૂર્વભવમાં નિવૃણતાપૂર્વક તીવ્ર પાપ કરવાથી નરકે જવાનું થાય છે. કલમ પ્રભાચાર્યની જેમ ઉસૂત્ર ભાષણ નરકનું કારણ બને છે. અનેક પ્રકારની હિંસા, ખોટા દંડ, ખોટા કરવેરા, અનાચાર, દેવગુરુની નિદા તથા તેમનો પ્રત્યેનીક થવું, નરકનાં કારણો છે. કોણિકની જેમ ભયંકર યુદ્ધો કરનાર નરકે જાય છે. મમ્મણની જેમ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ધરનારા નરકે જાય છે. તંદુલિયા મત્સ્યની જેમ માનસિક મનસૂબા નરકે લઈ જાય છે. ભયંકર
Page #217
--------------------------------------------------------------------------
________________ 208 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન વૈરભાવ અગ્નિશર્માની જેમ નરકનું કારણ બને છે. લક્ષ્મણા સાધ્વીની જેમ તીવ્ર તપ પાપની આલોચના કર્યા વગર કરાયું તે એકડા વગરના મીંડા જેવું છે. 80 ચોવીસી સુધી ભવાટવિમાં ભટકવું તે નરક કરતાં પણ દુષ્કર છે. તેથી, પાપો કરી તીવ્ર પશ્ચાત્તાપ કે આલોચના ન કરાય તો તે નરકનાં દ્વાર બને છે. ઉપરનાં ઉદાહરણોના વિશ્લેષણરૂપે નરકનાં કારણો જોઈએ : સાતમી નરકગામી મહાવીરે ૧૮માં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ગરમ ધગધગતું શીશુ કાનમાં રેડાવ્યું હતું તે કાર્ય નિવૃતમ હોવાથી નરકે ગયા. વળી વગર શસ્ત્ર સિંહને ચીરી નાંખવો તથા ૧૬મા ભવમાં બળદને શીંગડાંથી પકડી ગોળગોળ ઘુમાવી આકાશમાં ઉછાળી તે કાર્ય પણ તેવું જ ગણાવી શકાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક પછી એક નરકને પાત્ર બનતા ગયા તેનું કારણ તીવ્ર આક્રોશ સહિત મુનિપણામાં યુદ્ધ કરવું તે હતું. ભલે તે માનસિક હોય. તંદુલિયો મત્સ્ય પણ માનસિક ચિંતનવશ નરકે જાય છે ને ? - શ્રેણિક રાજા જે પહેલી નરકે ગયા તેનું કારણ મૃગલીને હણ્યા પછી તીવ્રતમ ભાવે આનંદ કર્યો તે હતું. કૃષ્ણને સાતમીથી ત્રીજી નરકે જવાનું થયું તેનું કારણ વાસુદેવ હોઈ સંસારનો ત્યાગ ન કરાયો તે છે; કારણ કે “રાજશ્રી તે નરકથી'. કુરુક અને ઉકુરુક અનેક પ્રકારની લબ્ધિઓ તથા ઉત્કટ તપશ્ચર્યા. છતાં સમતા ગુમાવી જે વણથંભ્યો વરસાદ વરસાવી અનેક પ્રકારના જીવોની અશાતા કરી તે ગણાવી શકાય. આખી કુણાલા નગરી તારાજ કરી ! સુભૂમ ચક્રવર્તી નરકે ગયા કારણ કે છ ખંડ જીતી લોભવશ સાતમો ખંડ જીતવો હતો. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અસંખ્ય બ્રાહ્મણો મારી નંખાવ્યા તથા ક્રોધવશ ગુંદાના ઠળિયા તેઓની આંખો છે તેમ માની ચીકણાં નિકાચિત કર્મો બાંધ્યાં અને રૌદ્રધ્યાનથી સાતમી નરકે ગયો. કંડરિકે હજાર વર્ષનું ઉગ્ર સંયમી જીવન જીવ્યા પછી રસનાની લાલસાએ, ખાઉધરાની જેમ ખાવાથી, શૂળાદિ વ્યાધિગ્રસ્ત થઈ તીવ્ર આર્તધ્યાનથી નરકે ગયો. ધમ્મસિરિ આચાર્ય ઉત્સુત્ર પ્રરૂપણા થકી નરકે ગયા. મૃગાપુત્ર પૂર્વભવમાં જે અત્યાચારો કર્યા હતા તેથી નરકે જઈ રાજારાણીની કૂખે જન્મ્યો હતો. મહાશતકને પૌષધમાં બાળી નાંખનારી રેવતી મૃત્યુ પામી સાત રાત્રિમાં નરકે ગઈ.
Page #218
--------------------------------------------------------------------------
________________ નરકના નિવાસીઓ 209 શ્રેણિકના પુત્ર કોણિકે બે યુદ્ધોમાં એક કરોડ એસી લાખનો વધ કર્યો. તેની સાથે બે સિવાયના બધા સૈનિકો નરકે ગયા. પતિવિયોગમાં રડનારી રાણી શ્રીદેવી આર્તધ્યાનથી નરકે ગઈ. મમ્મણ શેઠે દાન કરી જે અફસોસ કર્યો અને આર્તધ્યાનના ગુણાકાર થયા તેથી તેમાંથી રૌદ્રધ્યાનમાં ગયો અને સાતમી નરકે ગયો. અગ્નિશર્માએ ત્રણ મહિનાનો ઉપવાસ પછી વૈરભાવનાથી નવમા ભાવમાં ગુણસેનને સળગાવી નાંખવાનો મનસૂબો નરકનું કારણ બને છે તથા પ્રત્યેક ભવમાં વૈરની ભાવનાથી પાપાચરણ કર્યા કરે છે. રજ્જા સાધ્વી તથા લક્ષ્મણા સાધ્વી સંસારમાં સર્યા કર્યા કારણ કે પાપની આલોચના કરી નહીં. તેઓની જેમ ગોશાલો પણ પુદ્ગલપરાવર્ત સુધી ભટક્યો જેની પીડા નરકવાસ કરતાં પણ અધિક ગણાવી શકાય. જૈન રામાયણ પ્રમાણે રાજા રાવણના હાડકાં ભાંગી નાંખનાર વાસુદેવ લક્ષ્મણ પણ નરકે ગયો હોય છે. આઠ કર્મોમાંથી સાત કર્મો પ્રતિસમયે બંધાય છે; પરંતુ આયુષ્ય કર્મ તો જિંદગીમાં એક જ વાર બંધાય છે, જે ભોગવ્યા વિના છૂટકો નથી. ભવસિદ્ધિકો મોક્ષમાં જવાવાળા હોય છે જે ગતિ મોક્ષમાં જવાનાં અનુષ્ઠાનો વિના શક્ય નથી. અતિનિકાચિત નિયાણામાં ફસાયેલા જીવોને સમ્યત્વનો લાભ પ્રાય: ફરી મળતો નથી. કોરડુ મગની જેમ અભવસિદ્ધિક ગમે તેટલા પ્રયત્ન પછી પણ મોક્ષ મેળવવા યોગ્યતા મેળવી શકતા નથી. સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્ત પ્રાપ્ત થતાં પહેલાં નરકાયુષ્ય બંધાઈ ગયું હોય, અથવા સમ્યક્યારિત્રની આરાધના શક્ય ન બની હોય, અથવા ચારિત્રધારી બન્યા પછી પણ પાલનમાં શિથિલતા રહી હોય ત્યારે નરકાયુષ્ય જ અવશિષ્ટ રહે છે. જેમના જીવનમાં સમ્યક્ત, સદ્ગદ્ધિ અને સદ્વિવેકનો પ્રકાશ ન થયો હોય તેથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, વ્યભિચાર, પરિગ્રહાદિમાં જીવન વ્યતીત કરનારા, કષાય કલેશમાં 24 કલાક પૂરા કરી તેમના અધ્યવસાયો કૃષ્ણ વેશ્યા, નીલ ગ્લેશ્યા અને કપોત વેશ્યાવાળા હોઈ રૌદ્ર ધ્યાનમાં પ્રવેશ થતાં વાર ન લાગતાં તેમાં મૃત્યુ પામી નરકનો અતિથિ બની જાય છે. ભગવાન મહાવીર પણ તેમના ૧૮મા વાસુદેવના ભવમાં ૭મી નરકે તથા ૨૧મા ભવમાં ચોથી નરકે જાય છે. ભગવાન મહાવીરથી શરૂ કરી ભગવાન મહાવીરથી સમાપન કરીએ. જૈન-૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________ 26 સમકિત, સભ્યત્વ કે સગદર્શન આ સચરાચર સંસારમાં બે મુખ્ય તત્ત્વો છે : ચેતન અને અચેતન, જીવ અને જડ. જડ કદાપિ ચેતન ન થાય તેમ ચેતન ક્યારેય પણ જડ ન થાય. જડ એવાં કર્મોના સંસર્ગમાં આવવાથી આત્માના પ્રદેશો આંદોલિત થાય છે. કર્મવર્ગણાના આઠ પ્રકારો છે. આત્માના આઠ રૂચક પ્રદેશો છે તે ક્યારેય પણ આંદોલિત થતા નથી. કર્મવર્ગણાના સંસર્ગથી તે સિવાયના પ્રદેશો કર્મોના સપાટામાં આવે છે, આત્માને કર્મબંધ થાય છે. તેના દ્વારા જીવને સંસારમાં મુક્તિ ન મળે ત્યાં સુધી ચાર ગતિમાં ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય તરીકે ભટકવું પડે છે. તેમાંથી મુક્ત થનારા આત્માને મુક્ત કે મોક્ષગતિ પામેલો કહી શકાય. કર્મોના આ બંધનમાંથી મુક્ત થવા માટે અપનબંધક અવસ્થા, રામપુદ્ગલાવર્ત, અર્ધપગલપરાવર્તથી ન્યૂન સમય, જે યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ પછીથી સમ્યક્તના બીજની પ્રાપ્તિ તેનો ઉત્તરોત્તર વિકાસ થતાં તે આત્મા મુક્ત થઈ સચ્ચિદાનંદસ્વરૂપ પામે છે. આ માટે સમ્યક્ત અતિ આવશ્યક છે. શ્રી શ્રીપાલરાજાના રાસમાં ચતુર્થખંડની 27, 28, 29, 30 ગાથામાં તે વિષે કહ્યું છે કે દર્શનસપ્તકરૂપી કર્મમળને ઉપશમવાથી ઉપશમ સમ્યક્ત, ક્ષયોપશમથી ક્ષાયોપથમિક સમ્યક્ત અને ક્ષય કરવાથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે (27), સંપૂર્ણ સંસાર ચક્રમાં ઉપશમ સમ્યક્ત પાંચ વાર ક્ષાયોપથમિક સમ્યક્ત અસંખ્યાતી વાર અને ક્ષાયિક એક વાર પ્રાપ્ત થાય છે (28). સમકિત વિના જ્ઞાન યથાર્થ હોતું નથી, ચારિત્ર રૂપી વૃક્ષ ફળદ્રુપ થતું નથી (29). અને તે વગર તપ પણ કાયક્લેશ છે. આ સમ્યક્ત 67 બોલે અલંકૃત થયેલું છે. સમ્યક્ત શું છે? તે કેવી રીતે પ્રાપ્ત થાય? તેનાં લક્ષણો ક્યાં? તે ક્યારે અને કેમ નષ્ટ થાય? તેને કેવી રીતે દઢિભૂત કરવું? તેનાં ભૂષણો કયાં? તે કેવી રીતે દૂષિત થાય? તે સંબંધી વિચાર કરીએ. અઢાર પાપસ્થાનકોમાં મિથ્યાત્વને મહાભયંકર અને અનિષ્ટતમ પાપ ગણાવ્યું છે. તેનો પરિચય આમ આપી શકાય કે તે સર્વ પાપોનો બાપ છે. કષાયો (મોહનીયકર્મ), અન્તાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ આવેલાં જલદી જતાં નથી, લાંબો સમય રહે છે તેના ઉદયમાં સમ્યક્ત હોય નહીં, હોય તો જાય, આવેલું ટકે નહિ, કારણ કે તે ટકવા દે નહીં.
Page #220
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 211 સમ્યગ્દર્શનના વિવિધ દષ્ટિબિંદુઓથી વિચારતાં તેના અનેક પર્યાયો દષ્ટિગોચર થાય છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ગ્રંથરત્ન શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવ્યા પ્રમાણે તે આ પ્રમાણે છે : તે જેમ દર્શન કહેવાય છે તેમ તે મુકિતબીજ, સમ્યક્ત, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ, તત્ત્વચિ, ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરના પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ, ધર્મરૂપ નગરના આધાર, ઉપશમરસના ભાજન, ગુણરત્નના નિધાન, રત્નદીપક છે. મોક્ષરૂપી ફળને પેદા કરનાર વ્રતરૂપી વૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું પ્રવેશદ્વાર છે, મૂળ-ઉત્તર ગુણરત્નોનું નિધાન છે. અમદમાદિ ગુણોનો આધાર છે. શ્રુત અને શીલના રસનું ભાન છે. શાસ્ત્રમાં સમ્યક્તના વ્યવહાર અને નિશ્ચય, દ્રવ્ય તથા ભાવ એમ બે પ્રકારો છે. તેની પ્રાપ્તિ નિસર્ગથી તથા અધિગમ એટલે કે ઉપદેશ દ્વારા થાય છે. તેથી તેના બે પ્રકારો છે : નૈસર્ગિક અને આધિગમિક. પહેલું સ્વાભાવિક રીતે થાય છે. બીજું ગુરુના ઉપદેશથી, અન્ય નિમિત્તાથી થાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે, વિહં વિહં તિવિદં વિટ્ટ પંવિદં વિદં સÍ ! તેઓએ નિશ્ચય સમ્યક્ત અને વ્યવહાર સમ્યક્ત એવા બે પ્રકારો પણ પાડ્યા છે. કારક, રોચક, દીપકના ભેદથી તેના ત્રણ પ્રકારો પડે છે. ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિકમાં સાસ્વાદના ઉમેરીએ તો ચાર પ્રકારો પડે. તેમાં વેદક ઉમેરતાં પાંચ પ્રકારો પડે. આ પાંચમાં નૈસર્ગિક અને આધિગમિક ઉમેરતા તેના દશ પ્રકારો પડે. દશ પ્રકારો બીજી રીતે પણ શાસ્ત્રમાં વર્ણવેલાં છે. જેમ કે : નિસર્ગરચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરૂચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, કિયારુચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. સમ્યક પદને ત્વ પ્રત્યય લાગી સમ્યક્ત શબ્દ બનેલો છે. તેનો અર્થ સમ્યકપણું, સારાપણું, સુંદરતા. સુંદરતા આત્માની, નહીં કે પુદ્ગલની ! સમ્યવની હાજરી અને ગેરહાજરી વિષે વિચારીએ. સુદેવ, સુગુરુ અને સુધર્મને માનવા છતાં પણ જો મોક્ષની રુચિ ન હોય તો સમ્યક્ત નથી એ નક્કી છે. જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષ પામવાની અભિલાષા જ ન હોય તેનામાં સમ્યા નથી જ એ નક્કી થઈ જાય છે. અનંતજ્ઞાનીઓ જણાવે છે કે મિથ્યાત્વ એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે, સઘળાં પાપોનો બાપ છે. તેની હાજરીમાં સમ્યકત્વની ગેરહાજરી છે. દ્વિદશબંધક કે તેથી વધુ સમય જેઓનો સંસારભ્રમણ કાળ રહ્યો છે તેવાં જીવો મિથ્યાત્વી હોવાથી સમ્યક્તની ગેરહાજરી નિર્દેશ છે. મિથ્યાત્વી દેવમાં દેવ બુદ્ધિ, ગુરુમાં ગુરુ બુદ્ધિ, ધર્મમાં ધર્મ બુદ્ધિ થવા ન દે તેથી ઊલટું અદેવાદિ દેવ તરીકે, અસતને સત્ તરીકે સ્વીકારી, વિપરીત
Page #221
--------------------------------------------------------------------------
________________ 212 જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જ્ઞાનની સાથે અને વાસ્તવિક કોટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે. કષાયો જેના અનંતાનુબંધી છે, મિથ્યાત્વ ગાઢતમ છે, રાગ-દ્વેષની ગૂઢ, ગુહ્ય ગાંઠને ભેદી ન શકનાર, યથાપ્રવૃત્તિકરણથી આગળ ન વધનાર મિથ્યાત્વની હાજરી દર્શાવે છે. ઘોર મિથ્યાદષ્ટિઓના યમ અને પ્રશમ એક પ્રકારના મોહના પ્રતિનિધિઓ છે. સુદેવાદિને માનવા છતાં પણ મોક્ષની રુચિ ન હોય તો સમ્યક્ત નથી જ. આચાર્ય ભગવાન શ્રી અકલંકસૂરીશ્વરજીએ જણાવ્યું છે કે, “સત્ય અને અસત્ય તથા સુ ને કુનો વિવેક કરવાની શક્તિ વિનાનો આત્મા પણ શ્રી જૈન ધર્મને પામતો નથી.” (જૈન પ્રવચન, વર્ષ 28, અંક 43, પૃષ્ઠ, 340-343) જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષાભિલાષા પ્રગટી છે. તેઓમાં સમ્યક્ત ન હોય એ શક્ય છે જ્યારે મોક્ષરુચિવાળા જીવો સમ્યકત્વ પામવાના એ નિશ્ચિત છે. સમ્યક્ત એ મોક્ષની રુચિ માત્રથી પેદા થનારી વસ્તુ નથી, કેમ કે મિથ્યાત્વની હાજરીમાં પણ મોક્ષરુચિ પ્રગટી શકે છે. જીવાદિ પદાર્થો જેવાં સ્વરૂપના છે તેવાં સ્વરૂપે જાણવા અને માનવા એ સમ્યક્ત છે. ચરમાવર્તકાળમાં આવેલાં જીવો કે જેનાં કર્મો એક કોટાકોટિ સાગરોપમથી વધુ નથી તેવાં જીવો અચરમાવર્તકાળમાં જાય જ નહીં અને તે કર્મો અધપુદ્ગલપરાવર્તકાળથી જૂન થાય ત્યારે સમ્યક્તની હાજરી છે જ અને તેઓ તે સમયમાં મોક્ષ પામે છે. ધર્મ માત્ર તીર્થાદિ-દેરાસરોમાં જ થઈ શકે છે તેમ ન સ્વીકારતાં ધર્મ દરેક ઠેકાણે થઈ શકે છે તેમ માનવું જોઈએ. અધર્મ કરતાં કરતાં પણ જો હૈયે ગ્લાનિ હોય, દુઃખ હોય, પશ્ચાત્તાપ હોય તો ધર્માભિમુખ થવાની શક્યતા છે. પરિગ્રહાદિમાં અસંતોષ અને થોડો ધર્મ કર્યો તેમાં સંતોષ એ વિચારસરણી ભૂલ ભરેલી છે. ધર્મ તો જેટલો કર્યો તેમાં અસંતોષ રહેવો જોઈએ અને પરિગ્રહાદિમાં સંતોષ હોવો જોઈએ. આ બે વિચારો જેના જીવનમાં વણાઈ ગયાં છે તેમનામાં સમ્યક્ત છે અથવા તો તે દૂર નથી એમ માનવામાં હરકત નથી. તે આવ્યાથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપાસ્ય લાગે તેથી વિપરીત ત્યાજ્ય લાગે. સંસારની બાબતમાં અસંતોષ એ પાપ છે અને ધર્મની બાબતમાં સંતોષ પાપ છે. આ માન્યતા સમ્યક્ત છે. તેની નિશાની છે. થોડો ધર્મ કરીને સંતોષ પામવો એ પાપ છે, કેમ કે ઘણું કરી લીધું એમ મનાય છે; જ્યારે સંસારમાં સારું આરોગ્ય, સ્વસ્થ શરીર, સુંદર, સુશીલ સ્ત્રી, ધનધાન્યાદિની છોળ, પુત્ર-પુત્રાદિ પરિવાર, વાડી, વજીફો તથા અન્ય સાંસારિક સામગ્રી હોવા છતાં પણ વધુ માટે તલસાટ એ પાપ છે એવું સામાન્ય જનની માન્યતા ત્યારે થાય છે, જ્યારે મિથ્યાત્વ હોય. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન સમ્યક્ત પામવાનું સાધન છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે.
Page #222
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 213 કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ, સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો સમર્પિત ભાવોથી, તન્મય, તદાકાર, તતૂપ, તલ્લેશ્યા સહિત સુયોગ્ય પુરુષાર્થ કરી વૃદ્ધમાણીએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ અને અપેહાએ કરાય તેમાં અનુપ્રેક્ષા અત્યંત જરૂરી છે. જેનાથી સમક્તિ પામવાનું અચલ, સુદ્ઢ સાધન મળી રહે છે. મોક્ષ એ સાધ્ય છે અને સમ્યક્ત તે માટેનું સાધન છે. સમ્યક્ત ત્યારે પમાય કે જ્યારે જિનેશ્વરના વચનમાં અનુરક્તતા, તે પ્રમાણે ભાવપૂર્વકનું આચરણ, મલનું ઓછાપણું ત્યારબાદ પતિ સંસારી થનારે મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધિપદને પમાડનારી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવણાભિલાષ, શ્રદ્ધા એટલે કે પાકી ધર્મશ્રદ્ધા જે વિશેષ કરીને દુષ્માપ્યા છે તે જ્યારે ભવ્ય જીવો આત્મસાત્ કરે ત્યારે જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે. આ બધામાં વિશેષ કરીને સુદઢ ધર્મશ્રદ્ધા અત્યંત મહત્ત્વની અને આવશ્યક છે. સમ્યગ્દર્શન કહો, યથાર્થદર્શન કહો, આત્મદર્શન કહો, મોક્ષમાર્ગનું દર્શન, તત્ત્વપ્રતીતિ કહો, બધાં એકાર્થી શબ્દો છે. આ સમ્યક્તને સ્થિર કરવું, નિર્મળ કરવું, મલિન કરનારા દોષોનું જ્ઞાન હોવું, ક્યારે, કોણ, કેવી રીતે તે પામે તથા તેને વમી નાંખવું ન જોઈએ તેનું પણ જ્ઞાન જોઈએ. ભવિતવ્યતાના પરિપાકરૂપે નિગોદમાંથી નીકળેલો જીવ વ્યવહારરાશિમાં આવ્યા પછી સંસારની ચાર ગતિઓમાં ભટક્તા, રખડતા, રઝળતા મહાપુણ્યના યોગથી સારી સામગ્રી સાથે મનુષ્ય ભવ પામી તેને સફળ કરવા સુપુરુષાર્થ કરી સમ્યવં મેળવી, પ્રગટાવી મોક્ષપુરીએ પહોંચવું રહ્યું. તત્ત્વજ્ઞાનને પામેલો આત્મા સંસારમાં રહે તેવા પ્રકારના કર્મોના ઉદયથી વિરતિ ન પામે, વિરાગ જરૂર હોય, ભોગ ભોગવે પણ વિરાગ જીવતો હોય. મનુષ્યપણું, આર્યક્ષેત્રાદિ પામ્યાથી કે માત્ર ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘ આયુષ્ય, નિરોગી શરીરથી જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ ઉપરાંત સાચાખોટાનો સુકનો વિવેક થવો જોઈએ; જે દર્શનમોહનીયના ક્ષયોપશમપૂર્વકના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના ક્ષયોપશમ વિના શક્ય નથી. સંસારની સરખામણી સમુદ્ર સાથે કરાઈ છે. જેવી રીતે સમુદ્રમાં મોટાં મોજાં, મગરમચ્છો, આવર્તા, વડવાનલાદિ હોય છે તેવી રીતે સંસારમાં સુખદુઃખાદિ મુશ્કેલીઓ, રોગ-શોકાદિ ઝંઝાવાતો, કલાદિ અંતરાયો હોય છે. તેવી રીતે સમુદ્રના તળિયે રત્નસમુદાય રહ્યો હોય છે જેને પ્રાપ્ત કરવા ઉંડાણે પહોંચવું પડે છે, મહા મુશ્કેલીએ રત્નો હાથવગાં થાય છે. તેવી રીતે સંસારસાગરમાં સમ્યક્તરૂપી રત્ન શોધી પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય, દીર્ઘ, સતત સુપુરુષાર્થ અપેક્ષિત છે.
Page #223
--------------------------------------------------------------------------
________________ 214 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન સહસ્રાવધાની આચાર્ય મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે કે જે જીવો સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ ધર્મોપદેશને યોગ્ય જ નથી; સ્વભાવે ભવ્ય જીવો જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક છે તેઓ પણ તેને યોગ્ય નથી. ભવ્યો કે જેમનો કાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક નથી, જેઓ ચરમાવર્તકાળમાં આવ્યા છે, તેમાં પણ અપુનબંધક અવસ્થાવાળા છે તેઓ જ તેને યોગ્ય છે. આવા જીવો પણ બે પ્રકારના છે. એક સમ્યગ્દર્શન ગુણને નહીં પામેલા અને સમ્યગ્દર્શન ગુણને પામેલા. ચરમાવર્તન પામેલા ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુગલ-પરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી તેઓ પણ તે ગુણ પામી શકતા જ નથી. મનુષ્યપણાથી માંડી ધર્મશ્રવણ સુધીની સામગ્રી અભવ્યો અને દુર્ભવ્યો પણ પામી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો માત્ર ભવ્યાત્માઓ જ કરી શકે છે. મોક્ષનો અભિલાષ માત્ર ભવ્યાત્માઓને જ થઈ શકે છે જેમનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તનો હોય. મંદ મિથ્યાત્વીને મોક્ષની રુચિ હોય પણ મોક્ષના સાચા માર્ગની રૂચિ ન હોય ! સમ્યગ્દર્શી ભવ્યાત્માઓ સુદેવ, સુગુરુ અને સુધર્મની માન્યતાવાળા હોય; કુદેવ, કુગુરુ, કુધર્મને ત્યજનારા હોય. એવી ઉત્તમ મનોદશા મિથ્યાત્વનો એટલે દર્શનમોહનીયાદિનો ક્ષયોપશમ થયા વિના પ્રગટી શકતી નથી. જેમનો સંસાર કાળ અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ હોતો નથી તે દરમ્યાન દર્શન-મોહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે જેનાથી જિનેશ્વર દેવોએ જણાવેલા મોક્ષમાર્ગની રુચિ પ્રગટી શકે છે. ઉપર જણાવેલી સામગ્રી ઉપરાંત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના દ્વારા જ ભવ્યાત્માઓ સર્વવિરતિને, અપ્રમત્તભાવને, ક્ષપક શ્રેણિને અને તેમાં રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે. તેથી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિ સુંદરસૂરીશ્વરે જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે ધર્મશ્રદ્ધા સ ત્ત્વનું અમોલ બીજ છે. અનંત ઉપકારી ભગવાન જિનેશ્વરના શાસનમાં આ અસાર સંસારમાં બોધિ એટલે સમ્યગ્દર્શનને દુર્લભ અને મહત્ત્વનું માનવામાં આવ્યું છે. વિષય-કપાય રૂપ સંસાર જીવતો હતો તેથી ભટકવું પડ્યું છે. બોધિ પામેલો સંસારમાં રંજિત ન થાય કેમ કે તેનામાં નિર્મમભાવ આવે છે. તેની પ્રાપ્તિ પણ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ન્યૂન જેનો સંસાર છે તેને પ્રાપ્ત થાય છે. જયવીયરાય સૂત્રમાં કહ્યું છે કે, “સમાધિમરણં ચ બોહિલાભો અ સંપન્જલ મહ એ તુહ નાહ ! પણામ કરણેણં' તેથી સંસારનું કોઈપણ સુખ બોધિની ગેરહાજરીમાં મળે તેમ ઇચ્છવાયોગ્ય નથી ! સમ્યગ્દષ્ટિ જે સારું મળે તેનાથી મોક્ષ સાથે. બીજાને સાથે લઈ જવાની પ્રવૃત્તિ કરે. અઢાર દેશના રાજા કુમારપાળે જેઓ પ્રથમ તીર્થકર પદ્મનાભના ગણધર થનારા છે તેમણે શાસનના ભિક્ષુકપણાની યાચના કરી હતી ને !
Page #224
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 215 કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે સમ્યગ્દર્શન ગુણનો આસ્વાદ લેનારાને દુન્યવી સુખસંપત્તિની ઇચ્છા નાશ પામી માત્ર મુક્તિ માર્ગની આરાધનાની તમન્ના રહે છે અને આ ભાવનામાં રમે છે. "जिनधर्मविनिर्मुक्तो माऽभूवं चक्रवर्त्यपि. वणी स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः। શ્રી જયવીયરાય સૂત્રમાં ભવે ભવે તુમ્હ ચલણાણે માંગીએ છીએ. જ્ઞાનીમોએ સમ્યક્તને ઘણું મહત્ત્વનું માન્યું છે. બધા જીવોને તે મહત્તા સમજાય તેમ નથી. દરેક કાળમાં તેની મહત્તા સમજનારા જીવો અલ્પ સંખ્યામાં રહેવાના. સમ્યક્ત એ તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધાસ્વરૂપ છે. મેળવવા જેવી વસ્તુ સમ્યગ્દર્શન છે એવું ભવ્ય જીવ કે જે સ્વભાવે ભવ્ય છે, જેનો ભવ્યત્વનો પરિપાક થયો હોય, કાલ પણ પાકેલો હોય, સાથે પુણ્યના યોગે કેટલીક સામગ્રીનો પણ સુયોગ થવો જોઈએ. સંસારનાં સુખ ઉપરથી આંખ ઊઠવી જોઈએ. અચરમાવર્તકાળમાં આવું બનતું જ નથી. જીવ સુખાભિલાષી, પુગલાનંદી, ભવાભિનંદી રહે છે. ચરમાવર્તકાળમાં જરૂરી સામગ્રી મળ્યા પછી સ્વયંસ્ફરણાથી કે ગુરુના ઉપદેશાદિથી વિચારતાં સમ્યગ્દર્શન ગુણનો ખ્યાલ સંભવિત છે. સમ્યગ્દર્શન આત્માના પરિણામસ્વરૂપ છે. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત પદાર્થોનું સ્વરૂપ જેવું જિનેશ્વરોએ કહ્યું છે તેવું સ્વરૂપ જીવને રુચવું તે છે. સમ્યગ્દર્શનના મુખ્ય ત્રણ પ્રકારો ઉપર આપણે જોયાં તેમાં ક્ષાયોપશમિક સમ્યક્ત પામ્યા વગર જીવ ક્ષાયિક સત્ત્વ પામતો નથી. સંસારનું સુખ કેવું લાગે છે? ગમે છે કે તે નથી ગમતું? સંસારનું સુખ પુણ્યાધીન છે. તે સુખની જરૂરત નબળાઈ છે. આવું લાગે તો શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ લાવનારો પરિણામ છે અને અપૂર્વકરણ આવતાં રાગદ્વેષાદિની તીવ્ર, ગૂઢ, ગુહ્ય, ગ્રંથિ ભેદાય છે; ત્યાર પછી અનિવૃત્તિકરણ પરિણામ આત્મામાં પ્રગટ થાય છે : જે પરિણામ સમ્યક્તને પ્રગટ કર્યા વગર રહી શકતો જ નથી. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ સિવાયની કોઈપણ ઉપાસના કરવા જેવી લાગતી નથી. ગ્રંથિભેદાદિ થયા બાદ જ સમ્યગ્દર્શન પ્રગટે અને ત્યાર પછી જ સર્વવિરતિ આવે. ગૃહસ્થને સર્વવિરતિનો પરિણામ આવે પરંતુ સર્વવિરતિના આ પરિણામને ટકાવવા માટે સાધુપણાના વેષાદિની જરૂર રહે છે. સંસાર દુઃખમય છે, દુ:ખફલક છે, દુ:ખપરંપરક છે તે માન્યતા શુદ્ધ યથાપ્રવૃત્તિકરણની નિશાની છે. દરેક ધાર્મિક પ્રવૃત્તિ કે અનુષ્ઠાનાદિમાં સમ્યક્ત મેળવવું છે તે વિચારસરણી સમ્યગ્દર્શન લાવવામાં મદદ કરે છે. સંસારના સુખના રાગ ઉપરનો અને એ રાગે જન્માવેલા દુઃખના દ્વેષ ઉપરનો
Page #225
--------------------------------------------------------------------------
________________ 216 : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન દ્વેષ છે. એ રાગ અને દ્વેષ ઉપરના આવા પ્રકારના દ્વેષના ચિંતનાદિમાંથી એ રાગ-દ્વેષને તોડી નાંખવાનો જે અપૂર્વ પરિણામ પ્રગટે તેને અપૂર્વકરણ કહેવાય. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી જીવ વિરતિ કે સર્વવિરતિ સ્વીકારી ન શકે તેથી પાપ કરે છતાં પણ હૃદય દુભાતું હોય, ન કરવું જોઈએ એમ માને, કરે પણ તીવ્ર પશ્ચાત્તાપ રહ્યા કરતો હોય, બળાપો, તે માટે મનમાં વસવસો ઉત્પન્ન કર્યા કરે તેવો જીવ પાપ કરતો હોવા છતાં પણ આ દુ:ખદાયી વિચાર-પ્રવૃત્તિ તેને એક દિવસ જરૂર સાચા માર્ગે ચઢાવી દેશે અને તે કર્મોનો ક્ષય થતાં ઉપરના પગથિયે પગલાં પાડશે જ. પંચેન્દ્રિય પ્રાણીવધ કરનાર, મહારંભ, મહાપરિગ્રાદિ નરકનાં કારણોને સેવનારા નરકે નથી ગયા. સદ્ગતિને પામ્યા છે તેનું શું કારણ ? જેવી ક્રિયા તેવી પરિણતિ હોત તો નક્કી નરકે ચાલ્યા ગયા હોત, પરંતુ પરિણામ બગાડેલાં નહીં ભવિતવ્યતા સારી તેથી નરકને બદલે મોક્ષ પામી ગયાં છે. વંદિત સૂત્રની ૩૦મી ગાથા સંશયને ટાળે તેમ છે. અહીં આવે છે કે : सम्मदिट्टी जीवो जयवि पावं समायरे किंची / ___ अप्पोसि होइ बंधो जेण न निद्धंसणं कुणइ // આવો જીવ કઠોરતાથી, નિર્દયતાથી, ક્રૂર રીતે પાપાચરણ કરતો ન હોવાથી અલ્પ બંધ થવાથી ઉચ્ચ ગતિ મેળવી શકે છે. જેવી રીતે હરણીનો શિકાર કરી તેને તથા તેનાં બચ્ચાં તડફડતાં જોઈ ખુશી પ્રગટાવી તેથી ભાવી પ્રથમ તીર્થંકર થનાર શ્રેણિક રાજા પ્રથમ નરકે ગયા પરંતુ સમક્તિ હોવાથી તે ગતિમાંથી સીધા તીર્થંકર પદ પામી જશે. એક માત્ર મિથ્યાત્વ જાય તો આત્માને મોટો ફાયદો થઈ આત્માનાં પરિણામો બદલાઈ જતાં ઊંચે ચઢાવી દે છે. સમ્યક્ત એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાયો છે તે સર્વનું મૂળ છે. સમ્યક્તની સન્મુખ અવસ્થા થતાં સંસારનો રાગ મોળો પડે છે. ગ્રંથિ ભેદાય અને સમ્યક્ત પ્રગટે ત્યારે વિરાગ વધે, સંસારનો રાગ તથા સંગ ત્યજવા જેવો લાગે પછી અવિરતિ મોળી પડે, વૈરાગ્ય જોરદાર બને, ચારિત્ર મોહનીય તૂટવા માંડે, વિરતિ આવવા માંડે, વીરાગપણું, કેવળજ્ઞાન અને મુક્તિ મળે. અત્યાર સુધી જીવ ભટક્યો તેનું કારણ શું? દુઃખ નહિ જોઈએ, સુખ જોઈએ, તે ગ્રહ વળગ્યો હતો તેથી ને? સુખ કેવું? સાંસારિક ! ભોગોપભોગનું ! વિષમકષાય જનિત ! હવે તેના બદલે સમ્યક્ત ગ્રહ ગળે વળગ્યો છે. આ જગત અનાદિકાલીન છે, તેવું અનંતકાલીન છે. અનાદિકર્મ સંતાનસંવેષ્ટિત જીવને સમ્યક્ત દુર્લભ છે, છતાં પણ તેને સુલભ બનાવ્યા વગર
Page #226
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 217 ચાલે તેમ પણ નથી. સમ્યક્તરત્ન એ ચિંતામણિ રત્નના લધુભાવનું જનક છે જે પૂર્વે કદાપિ જીવ પામ્યો નથી. ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહ્યું છે કે, “તુહ સમ્મત્તે લદ્ધ ચિંતામણિ કમ્રપાયવષ્ણહિયે પાવંતિ અવિપૅણ જીવા અચરામર ઠાણું. સમ્યકત્વ જે ચિંતામણિ રત્ન તથા કલ્પવૃક્ષથી અધિકતર છે તે પ્રાપ્ત થતાં જીવો વિના વિટંબણાએ અજરામર એવું મોક્ષસુખ પામી જાય છે.” કર્મસંતાનસંવિષ્ટિત આત્માને કર્મના યોગથી રહિત બનાવવા માટે સૌ પ્રથમ આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની, પછી ભવિતવ્યતાની, પછી કાળની, તે પછી કર્મ તથા પુરુષાર્થની છે. ભવ્યત્વ સ્વભાવ વગર જીવ વ્યવહારરાશિમાં આવે છતાં પણ તે ક્યારે પણ કાળની અનુકૂળતા પામી શકે નહીં. જીવનો ભવ્યત્વ સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા ન મળે તો તે વ્યવહારરાશિમાં આવી ન શકે. ત્યાં કાળની અનુકૂળતા ક્યાંથી મળે ? ભવ્યત્વ સ્વભાવ અને ભવિતવ્યતા સાનુકૂળ રહે તો જીવ વ્યવહારાશિમાં મુકાઈ જાય તો ગમે ત્યારે તેને કાળની અનુકૂળતા મળી જ રહેવાની. પરંતુ જ્યાં સુધી કાળની અનુકૂળતા ન મળે ત્યાં સુધી કર્મોની અનુકૂળતા મળે તો પણ તે નકામી નીવડવાની. કર્મોની અનુકૂળતા અનાદિકાલીન જીવને જે જડ કર્મોનો યોગ છે તેને સર્વથા દૂર કરવાની ઇચ્છા સરખી કરાવવા માટે સમર્થ નીવડવાની નહીં. જીવ જ્યારે ચરમાવર્તકાળમાં આવે તે પછી જ કર્મ સંબંધી અનુકૂળતા ભવિતવ્યતાદિ અનુકૂળ હોય તો કાર્યસાધક નીવડે. શાસ્ત્રકારોએ તેથી જ ચરમાવર્તકાળની વાત કરી છે. અહીં પણ કર્મોની ચરમોત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થાય ત્યાર પછી જ શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત જે સર્વ ઇષ્ટને પૂર્ણ કરવા કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની જ પ્રાપ્તિ થાય. ચરમાવર્તકાળ માત્ર ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઈ શકે છે, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થાય થઈ શકે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જીવ ક્યારે પણ અચરમાવર્તકાળમાં સરી પડતો નથી; જ્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછી પણ જીવને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતીવાર થઈ શકે છે. જીવ જ્યારે આઠેય કર્મોની ઉત્કૃષ્ઠ સ્થિતિમાં વર્તતો હોય ત્યારે ક્લિષ્ટ આશયવાળો હોઈ તે ધર્મ પામી શકતો નથી. જ્યારે આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એમ કહેવાય. સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ એટલે સુધી ઘટી જાય કે કોઈપણ કર્મ એક કોટાકોટિ સાગરોપમ જેટલી સ્થિતિથી અધિક રહેવા ન પામ્યું હોય તેમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતાં કર્મલધુતાને પામેલા જીવને ગ્રંથિદેશે. આવેલો કહી શકાય. આટલી કર્મલઘુતા ભવ્યો, અભવ્યો, દુર્ભવ્યો પણ પામી
Page #227
--------------------------------------------------------------------------
________________ 218 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન શકે છે. ત્યાર પછી ભવ્ય જ ગ્રંથિદેશે પહોંચી ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ કરી શકે છે, અન્યો નહીં. ત્યારબાદ તેઓ દ્રવ્યશ્રત અને ચારિત્રશ્રુત પામી શકે છે. ભવ્ય સિવાયના બે જીવો અભવ્યો અને દુર્ભવ્યો ઉપર જણાવેલી કક્ષાએ પહોંચી ઉત્કૃષ્ટ સાધુપણું પાળી નવરૈવેયક સુધી કે નવ પૂર્વના જ્ઞાનને પામી શકે છે. પરંતુ શુદ્ધ ભાવની ખામીના લીધે મિથ્યાત્વમોહનીયનો હ્રાસ ન થવાથી વાસ્તવિક ફળ મળતું નથી. દેવલોકમાં જઈ એવાં અશુભ કર્મો તેઓ ઉપાર્જ છે કે સંસાર પરિભ્રમણનો નાશ કરી કરી શકતા નથી. ગ્રંથિદેશે આવેલો જીવ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહી શકે. અહીંથી તે ક્યાં તો આગળ વધે, સમ્યગ્દર્શનાદિ ગુણો પામે અથવા પીછેહઠ પણ કરે. અહીં આવેલો જીવ પુરુષાર્થ કરવા તત્પર બને, તેને ફોરવે અને જો સમ્યગ્દર્શન ગુણને વમે નહીં, ટક્યો રહે તો પ્રગતિ સાધનારો બને. અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે પરંતુ તે પ્રગતિ સાધે એવો નિયમ નથી. ગ્રંથિભેદ થવામાં કાળની પરિપક્વતાની અપેક્ષા રહે છે. જે જીવની મુક્તિ એક પુદ્ગલપરાવર્તકાળની અંદર થઈ જવાની છે તેઓમાં મોક્ષ પામવાની ઇચ્છા થઈ શકે છે. જેઓનો કાળ તેથી અધિક હોય છે તેમાં આવી ઇચ્છા થતી નથી. તે માત્ર ચરમાવર્તકાળને પામેલા જીવમાં પેદા થઈ શકે છે. આગળ જઈએ તે પહેલાં ગ્રંથિભેદ એટલે શું ? કર્મગ્રંથિ એ એક પ્રકારનો આત્માનો ગાઢ પરિણામ છે અને તેને અન્ય પરિણામથી ભેટવાનો છે. કર્મગ્રંથે પરિણામ તે આત્માનો ગાઢ રાગ-દ્વેષમય પરિણામ છે. તેને ભેદવાનો છે. ગ્રંથિપરિણામ તે મોહનીય કર્મથી પેદા થયેલો છે. તેને એવા પરિણામથી ભેદવો જોઈએ કે જે સીધો મોહનીયકર્મ પર ઘા કરે. આ પરિણામે રાગ અને દ્વેષ બંનેને ભેદવા જોઈએ. ભેદવો એટલે રાગ અને દ્વેષની ગાઢ અસરને ટાળવાની છે, નાકામિયાબ બનાવવાની છે. આ માટે રાગ અને દ્વેષ પાતળા પાડતા પાડતા તદ્દન શૂન્યવતું બનાવવાથી આ પરિણામ નિષ્પન્ન થઈ શકે. જેવી રીતે ક્ષમાના પરિણામથી ક્રોધને, લક્ષ્મીના લોભને દાનવૃત્તિથી નાકામિયાબ બનાવાય તેવી રીતે તેને નબળા, પાતળા, નહીંવત્ બનાવવા જોઈએ. ભવ્યાત્માઓ જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યતાદિના સુયોગે સુપુરુષાર્થ કરી અપૂર્વકરણને પામી, ભવિતવ્યતાદિની અનુકૂળતાનો સુયોગ થતાં પ્રગતિશીલ બની અપૂર્વકરણ દ્વારા રાગદ્વેષના ગાઢ પરિણામને ભેદી તે પછી ભવ્યાત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તને પામે છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તેવો નિયમ નથી. અનંતિવાર અહીં આવે પણ અપૂર્વકરણ ન પામે. ગ્રંથિદેશે આવ્યા વગર કોઈપણ જીવ અપૂર્વકરણ
Page #228
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 219 પામે નહીં પરંતુ જે જીવ અપૂર્વકરણ પામે તે જીવ નિશ્ચિતપણે ગ્રંથિ ભેદે અને અનિવૃત્તિકરણ પામે છે. ત્યાર પછી સમ્યક્ત પામે. આ બંને વગર કોઈપણ જીવ શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત પામે નહીં. તેથી શુદ્ધ ધર્મરૂપ સમ્યક્ત મેળવવા માટે સંપૂર્વકરણ માટે જ મહેનત થવી જોઈએ. જેની પ્રાપ્તિ આત્માના શુભ પરિણામોથી થાય છે. શ્રી સીમંધરસ્વામી ચૈત્ય વંદનની છેલ્લી લીટી કહે છે કે ‘ભાવ જિનેશ્વર ભાણને દેજો સમક્તિ દાન (પ)'. ધર્મના રાગ અને પાપના દ્વેષ થકી જ પાપથી મુક્ત અને ધર્મમય બની જીવ રાગદ્વેષથી મુક્ત થાય છે. અપૂર્વકરણ પામેલો જીવ તરત જ અનિવૃત્તિકરણ પામે છે અને તે થકી આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. કર્મગ્રંથિ ભેદાયા પછી જીવમાં જે પરિણામ પેદા થાય તેને અનિવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે એ પરિણામ પામેલો જીવ સમ્યક્તના પરિણામને પામ્યા વિના પીછેહઠ કરતો નથી. સમ્યક્તને પામેલા પુણ્યાત્માઓએ સમ્યક્તના સંરક્ષણની કાળજી રાખવાની સાથોસાથ, દિનપ્રતિદિન તે વધુ ને વધુ શુદ્ધ બનતું રહે, નિર્મળતા ગુમાવે નહીં, તેનો ક્ષય ન થાય તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. વિષયકષાયની અનુકૂળતાના રાગે તેમ જ વિષયકષાયની પ્રતિકૂળતાના ઢષે આત્માની ખરેખરી પાયમાલી કરી નાંખી છે ! સાર-સંક્ષેપરૂપે જરા વિહંગાવલોકન કરીએ. નદીગોલપાષાણ ન્યાયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારપછી શુદ્ધ અધ્યવસાયાદિથી શુદ્ધયથાપ્રવૃત્તિકરણ કરે છે. ત્યારબાદ અપૂર્વકરણ કરે છે અને તે પછી અનિવૃત્તિકરણ કરી શુદ્ધ આત્મ ધર્મસ્વરૂપ સંખ્યત્વ ગુણ પામે છે જેને વધુ ને વધુ સુનિર્મળ, ટકાઉ બનાવવા માટે યોગ્ય સુપુરુષાર્થ કરવો હિતાવહ છે. સભ્યત્ત્વનાં પાંચ લક્ષણો છે તે તરફ વળીએ. સમ્યત્વ ઘણું મહત્ત્વનું તેમ જ દુર્લભ પણ છે. સમ્યક્ત પામ્યા પછી બધા જીવો તેને ટકાવી શકે કે ભવના અંત સુધી જીરવી શકે તે શક્ય નથી તેથી તેને ટકાવવા તથા નિર્મળ બનાવવા ખૂબ જ કાળજી રાખવી જોઈએ. કેટલાંક જીવો નિમિત્તવશાતુ કે નિકાચિત કર્મોના ઉદયથી તેને ગુમાવી દે છે. છતાંય તેઓ અર્ધપગલપરાવર્તકાળથી ઓછા સમયમાં મોક્ષ પામશે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે; તે વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્રમોહનીયાદિના ઉદયે અસત્ ક્રિયાઓ સમ્યક્ ગુણને લીધે નિર્જરાનું કારણ બનાવી શકે છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ પાંચ લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં
Page #229
--------------------------------------------------------------------------
________________ 220 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લક્ષણો બતાવ્યાં છે. આત્માને સૌપ્રથમ આસ્તિક્ય પ્રથમ થાય, પછી અનુકંપા, ત્યારપછી નિર્વેદ, સંવેગ અને ઉપશમ. એ પાંચને શાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં લક્ષણો બતાવ્યાં છે. લાભનો ક્રમ આ પ્રમાણે હોવા છતાં પણ કેટલીક જગ્યાએ પશ્ચાનુક્રમથી વર્ણન કર્યું છે. પહેલા કરતા બીજાની, બીજા કરતાં ત્રીજાની અને ચોથા કરતાં છેલ્લાની મહત્તા વધુ છે. સમ્યગ્દર્શન પામેલા પુણ્યાત્માનો સંવેગ અનુપમ કોટિનો હોય છે. એનું અંતર માત્ર મોક્ષ માટે પ્રાર્થના કરતું હોય છે. મોક્ષનાં સાધનો છોડી બીજી કોઈ વસ્તુ પ્રાર્થનાઈ લાગતી નથી. મોક્ષ સુખ સાચું છે અને તે સિવાયનું સુખ સુખાભાસ છે. દુ:ખરૂપ છે. તેનો નિર્વેદ એવો છે કે ચાર ગતિ પૈકી કોઈ પણ ગતિમાં રહેવા ઈચ્છા હોતી નથી. સંસાર પ્રત્યે મમત્વ રહેતું નથી. પંચમ ગતિ સિવાય કશાની અપેક્ષા નથી. આ પુણ્યાત્માઓની અનુકંપા અસાધારણ કક્ષાની હોય છે. સમ્યગ્દર્શન પામેલો પુણ્યાત્મા ભયંકર એવા ભવસાગરમાં દુ:ખથી પીડાતા પ્રાણીઓ પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી અનુકપા કરે છે. તેનું હૃદય તેઓ પ્રત્યે મૃદુ, કોમળ, દયાદ્રિ કંઈક કરી છૂટવા તત્પર હોય છે. આ પુણ્યાત્માઓનું આસ્તિક્ય એવું છે કે “તમેવ સર્ચ જે જિર્ણહિં પવેઇ' તેમાં જરાપણ છૂટછાટ મૂકવા તૈયાર હોતા નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્મા કર્મોના તેવા પ્રકારના ક્ષયોપશમ ભાવના સુયોગે એવો ઉપશાંત, સંવેગયુક્ત, નિર્વેદવાળો, અનુકંપાશીલ અને આસ્તિક્યધારી બને છે જેથી મોહનીય કર્મના ઉદયે થતી વેદનાથી રહિત બને છે. તેઓ ભવદુઃખની વેદનાથી રહિત બને છે. વળી આવા પ્રકારના ઉપશાંતાદિ ભાવોના પ્રગટીકરણ માટે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કષાયોના ઉદયાભાવની-અનુદયની અપેક્ષા રહેતી નથી; માત્ર અનંતાનુબંધી કષાયોના ઉદયાભાવની અપેક્ષા રહે છે. આ પાંચ લક્ષણોમાં પ્રથમ આસ્તિક્યનો લાભ, ત્યાર પછી અનુકંપા નિર્વેદ, સંવેગ અને છેલ્લે શમ કે પ્રશમનો લાભ થાય છે. સર્વ સાવધ યોગો ત્યજી વ્યક્તિ સામાયિક કરવા બેસે છે. મુહપત્તિ, કટાસણું, ચરવળો જે પ્રતીકાત્મક છે તેનો ઉપયોગ કરી સામાયિક0 વ્યક્તિનું ધ્યેય સમતા પ્રાપ્ત કરવાનું છે. સમતાથી શમ કે પ્રશમ મળે છે. સામાયિકનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે સમણો ઇવ સાવ હવઈ જલ્પા. સમતાધારી ક્ષમાશીલ હોય છે. તેથી જૈન સાધુને તપશ્રમણ, જ્ઞાનશ્રમણાદિ ન કહેતાં ક્ષમાશ્રમણ કહે છે. શરમ એટલે શમવું, શાંત થઈ જવું.
Page #230
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 221 અનંતાનુબંધી કષાયોનો વિપાકોદય જોરદાર ન રહેતાં મંદતમ બની જાય તેમ તેમ પ્રશમ ભાવ વૃદ્ધિને પામે છે. આ પાંચ લક્ષણોના સ્વરૂપને બરોબર સમજી વિચારાય, તેને આચરણમાં મુકાય તો તે રીતે જીવ અપૂર્વકરણને અને તે દ્વારા રાગદ્વેષના પરિણામરૂપ ગ્રંથિને ભેદી અનિવૃત્તિકરણ અને પછી સમ્યગ્દર્શન પામી શકે છે. જીવનું મોહનીય કર્મ બે વિભાગમાં વહેંચાયેલું છે. દર્શનમોહનીય અને ચરિત્રમોહનીય. સમ્યક્તીને મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમાદિ થયેલા હોય, પરંતુ ચારિત્રમોહનીયનો થયેલો ન પણ હોય. મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ વગર વિરતિ નહીં અને તેથી ગ્રંથિભેદ નહીં અને સંવેગ સ્વસ્વરૂપમાં પ્રગટતો નથી. ચારિત્ર-મોહનીયાદિના ઉદય સામે સાવધ ન રહે તો સમ્યક્વીનું પતન પણ થઈ જાય. મિથ્યાત્વ ગયા પછી સમ્યક્ત પ્રગટે, ફરી પાછો મિથ્યાત્વનો ઉદય થઈ જાય તો પણ અર્ધપગલપરાવર્તકાળથી ઓછા કાળમાં મુક્તિ પામે જ. ભૂષણો પછી સમ્યત્ત્વનાં પાંચ દૂષણો જેવાં કે શંકા-કાંક્ષા-વિચિકિત્સામિથ્યાદષ્ટિની પ્રશંસા અને તેમનો પરિચય છે. આ પાંચ સમ્યક્તના અતિચારો છે. વંદિત્તા સુત્રની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે “સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસ સમ્મત્તરૂઇયારે પડિક્રમે રાઈએ સવ્વ.' પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રી પામેલો આત્મા દર્શન-જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી વિવેક પામી, તેના પ્રતાપે જિનધર્મ પામ્યો. જિનધર્મ પામીને દર્શનમોહનીયના કર્મના ઉદયથી શંકાદિથી કલુષિત મનવાળો આત્મા ગુરુવચનને ન સદહે. “તમેવ સર્ચ નિઃસંક્ક જે જિPહિ પવેઇએ.' આ કથનમાં જરા પણ શંકા ન રાખવી. જે રાખે તેને શંકા દૂષણવાળો ગણાય. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે હૃદયંગમ શબ્દોમાં જણાવ્યું છે તે “દરેક બાબતમાં મુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો” “સમક્તિ દૂષણ પરિહરો, તેમાં પહેલી શંકા રે, તે જિન-વચનમાં મત કરો, જેને સમ ગૃપ રંકા રે 1 આમ પરમાત્મા જેઓ કેવળી છે તેમના વચનમાં શંકા માટે કારણ નથી કેમ કે “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” - કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં (2-17) લખ્યું છે કે, “શંકા' આદિ એટલે 1. શંકા, 2. કાંક્ષા, 3. વિચિકિત્સા, 4. મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને 5. મિથ્યાદષ્ટિઓનો પરિચય. આ નિર્દોષ એવા સમ્યક્તવને અતિશયપણે દૂષિત કરે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________ 222 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બીજા કાંક્ષા દોષ માટે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કાંક્ષા દોષનું સ્વરૂપ અને પરિણામ સમજાવતાં લખે છે કે, “કાંક્ષા એટલે અન્ય અન્ય દર્શનોનો ગ્રહ. તે કાંક્ષા પણ બે પ્રકારની છે. એક સર્વવિષયા અને બીજી દેશવિષયા. સર્વવિષયા એટલે સઘળાય પાખંડીઓના ધર્મને ઇચ્છવારૂપ અને દેશવિષયા એટલે એક કે અનેક દર્શનને વિષય કરનારી જેમ કે સુગતે સ્નાન, અન્ન, પાન, આચ્છાદન ને શયન આદિના સુખનો અનુભવ કરવા દ્વારા અફ્લેશકારી ધર્મ ભિક્ષુઓ માટે ઉપદેશ્યો છે...' યોગશાસ્ત્ર પ્રકાશ 2, શ્લોક 17 વૃત્તિ. - ત્રીજો દોષ વિચિકિત્સા - વિચિકિત્સા એટલે ચિત્તનો વિપ્લવ, વિચિકિત્સા એટલે નિદાન. તે સુંદર આચારોને ધરનારા મુનિવરોને વિષય કરનારી છે. શ્રી સમ્યક્તસપ્તતિકાના કર્તા પરમર્ષિ તેનું વર્ણન કરતાં જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવના વચનથી આરાધનાના ફળ પ્રત્યે સંદેહ એનું નામ વિચિકિત્સા એટલે મુનિજનો વિષે જુગુપ્સા કરવી તે.' યોગશાસ્ત્ર, પ્રકાશ 2, શ્લોક 17 વૃત્તિ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ વિચિકિત્સાનું સ્વરૂપ આલેખતાં જણાવ્યું છે કે : સંશય ધર્મના ફળ તણો, ‘વિતિગિચ્છા' નામે, ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.” કાંક્ષા માટે એ મહાપુરુષે કહ્યું છે કે, “સુરતરુને છોડીને બાવળિયાને વળગવાનું કામ ડાહ્યાનું નથી અને જિનમત એ સુરતુર જેવો છે ત્યારે અન્ય મતો બાવળિયા જેવા છે.' ચોથો દોષ મિથ્યામતિની પ્રશંસા છે. ગુણાનુરાગના નામે મિથ્યાદષ્ટિની પ્રશંસા એ એક દોષ છે. અનુમોદના જેવી બધી વસ્તુ વખાણવા લાયક હોતી નથી. દાન સારું પણ ચોરના દાનની પ્રશંસા ન થાય. શું વેશ્યાની સુંદરતાના વખાણ થાય ? વિષ્ટામાં પડેલા ચંપકના પુષ્પને સુંઘાય ? ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે : ' મિથ્થામતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ ઉન્માર્ગી, ઘુણતાં હુવે, ઉન્માર્ગનો થાય પોષ.' કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ચોથો દોષ વર્ણવતાં યોગશાસ્ત્રમાં લખે છે કે “જે આત્માઓની દષ્ટિ મિથ્યા એટલે જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય છે, તેઓની પ્રશંસા કરવી એ સમ્યક્તનું દૂષણ છે. તેના ઉદાહરણ સહિત બે પ્રકારો જેવાં કે સર્વવિષયક અને દેશવિષયક (યોગશાસ્ત્ર પ્રકાર 2, શ્લોક 17 વૃત્તિ). પ્રમોદ ભાવનાના મર્મને સમજી શક્યા નથી. તેઓ શું એમ કહેશે કે જ્યાં
Page #232
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 223 હીરા જડેલ હોય તેવી બધી જ વસ્તુ માથે મુકાય, મોજડીમાં હીરા જડેલાં હોય તો તે પગે જ પહેરાય, માથે ન મુકાય.' શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ : મને વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેણે જ ગ્રહણ કરવું જોઈએ (લોકતત્ત્વ નિર્ણય 1). પરંતુ તેઓ નમામિ વીર કહે છે પણ નમામિ કપિલે કહેતા નથી. બીજું શાસ્ત્રોમાં અભવ્યનું વર્ણન છે પણ પ્રશંસા નથી. આનંદઘનજીએ સત્યનું સમર્થન કરતી સ્પષ્ટભાષિતાને જતી નથી કરી. શ્રી ઋષભદેવસ્વામીના જીવનમાં : કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશા સામાની આ વાત લખી તરત જ પોતે લખ્યું કે -- ‘દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ' ઈશ્વરની લીલાને માનનારા ઈશ્વરનું ઈશ્વરપણું ભૂલી જાય છે. કેમ કે ઈશ્વરને વીતરાગ કહેવા અને લીલા કરનારા કહેવા તે ઈશ્વરનું ઉધાડે છોગ લીલામ છે. - પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય. દુનિયાદારીના સંબંધ મળવું પડે તે કરતાં બેસવા-ઉઠવાનો ગાઢ સંબંધ તે સાચો પરિચય ગણાય, કેમ કે તેની અસર લાંબી અને ગાઢ હોઈ શકે. મિથ્યામતિના પરિચયે પૂર્વના ચારે દોષો આત્મામાં પરિણામ લાવી પ્રવેશી શકે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીએ કહ્યું છે કે મિથ્યામતિના પરિચયથી દઢ સમ્યક્તમાં પણ ભેદ થાય તો સામાન્ય સમ્યક્તનું તો પૂછવું જ શું? મિથ્યામતિ પાસે રહેવાથી એની ક્રિયા જોવાથી, વાતચીતના અતિ પ્રસંગે શંકા ઉત્પન્ન થઈ શકે. દઢ સમ્યસ્વી જો પલટી ખાઈ જાય તો સામાન્ય અગર નવા ધર્મીનું પૂછવું જ શું? સમક્તિએ આ પાંચે દોષોથી દૂર રહેવું જોઈએ. સમર્થ આત્મા માટે કાયદો જુદો છે. તે તેઓને પહોંચી વળે તેમ છે. તમાકુના ખેતરને વાડની જરૂર નહીં, પાકના ખેતરને જરૂર રહે. ડાહ્યા પણ મૂર્ખના પ્રસંગે મૂર્ખ બને. નીતિકારો કહે છે કે, “ન મૂર્ખને સંસર્ગ: સુરેન્દ્રભવનેધ્વપિ.” મૂર્તો સ્વર્ગને પણ નરક બનાવે ! કિંમતી સમ્યક્તની રક્ષા કરવી જોઈએ. પૈસો, માન, પાન, સાહ્યબી વગેરે જો આત્માને મૂંઝવે તો બોલકો મિથ્યાત્વી શું ન કરે ? ટૂંકમાં જ આ પાંચે દોષો જાય તો સમ્યત્વ દઢ બને. શંકા તથા કાંધા કરનાર પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું હારે, મિથ્યામતિની પ્રશંસા કરનાર પોતે ડૂબે, બીજા અનેક ડુબાડે. સમ્યક્તના 67 બોલો આ પ્રમાણે છે : ચાર સદ્ધરણા, ત્રણ લિંગ, દસ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણો, આઠ પ્રભાવકો, પાંચ ભૂષણો, પાંચ લક્ષણો, છ યાતનાઓ, છ આગારો, છ ભાવનાઓ, છ સ્થાનકો. સમ્યક્તના
Page #233
--------------------------------------------------------------------------
________________ 224 ધર્મનાં સ્વાધ્યાય-સુમન સડસઠ પ્રકારો સમજી જે જીવનમાં ઉતારે છે તેનાં રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા અને લોભ પાતળા પડે છે. તેનો ઘણો સંસાર કપાઈ જાય છે. તે આત્મા થોડા સમયમાં, થોડા ભવોમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સમ્યક્તના ઉપર નિર્દેશેલા બાર વિભાગોમાં સડસઠ ભેદો બતાવ્યા છે. તેમાંથી કોઈપણ એક વિભાગમાં કહેલા પ્રકારો બરાબર સમજી જીવનમાં ઉતારનારને સમ્યક્ત હોય છે, ન હોય તો તે પ્રાપ્ત થાય છે અને હોય તો તે ટકી રહે છે. શાસ્ત્રમાં જે નવ તત્ત્વોને જાણે અથવા શ્રદ્ધાપૂર્વક માને તેને સમ્યક્ત હોય છે એમ કહેવું છે. શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યક્તને અતુલ ગુણોનું નિધાન, સર્વ કલ્યાણનું બીજ, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ, પાપરૂપી વૃક્ષને માટેનો કુહાડો અને ભવ્ય જીવોનું લક્ષણ કહ્યું છે. સમ્યગ્દર્શનના આઠ અતિચારો આ પ્રમાણે છે : નિઃશંકપણું, નિષ્કાંક્ષિતપણું, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિપણું, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. પ્રશંસા કોની થાય તે માટે મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે : “મિથ્થામતિ ગુણવર્ણનો ટાળો ચોથો દોષ; ઉન્માર્ગી થુણતાં હુવે, ઉન્માર્ગનો પોષ.” સ્થિરીકરણ - ધર્મ પામેલા આત્માને વધુ સ્થિર કરવો તે માટે શાસ્ત્રવિહિત ઉપાયો યોજવા. શ્રેણિક રાજા જ્યારે શાલિભદ્રની દીક્ષા જાણે છે, આગળ પાછળનો ઊહાપોહ કર્યા પછી એને કહે છે: “ધન્યોડસિ કૃતપુણ્યોડસિ' તેવી રીતે ધન્ના કાકંદી મા પાસે સંયમ લેવા ગયા, અનુમતિ યાચવા ગયા ત્યારે મા કહે છે : અનુમતિ વત્સ ! કો ન દેશે, પાડોશી સંયમ લેશે.' મા કહે છે તે માટે પાડોશી પણ અનુમતિ ન આપે કારણે અમે મોહમાં પડેલાં છીએ. શ્રેણિક રાજાને વિરતિના પરિણામ સ્પર્શી શકતા ન હતા પરંતુ જ્યાં જ્યાં વિરતિ જોતાં તે વખતના ઉદ્ગાર આવા હતા કે તે વસ્તુ માટે મારું પુણ્ય નથી. પુણ્યશાળીઓ આ માટે ડગ ભરી શકે ! વાત્સલ્ય - શક્તિ મુજબ સાધર્મિકનું વાત્સલ્ય કરવું. આ વાત્સલ્યમાં કરુણા નથી પણ ભક્તિ છે. તેઓ પ્રત્યે ભક્તિભર્યો ભાવ હોય. પ્રભાવના - શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય તેવી ક્રિયા, પ્રવૃત્તિઓ કરવી. શાસનમાં આઠ પ્રભાકરના પ્રભાવકો કહ્યા છે જેમ કે પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ.
Page #234
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન - 225 ધર્મકથી માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે : ધર્મકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ, નિજ ઉપદેશે જે જે લોકને, ભંજે હૃદય સંદેહ.” વાદી માટે તેઓ જણાવે છે : વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ, રાજદ્વારે રે જયકમલા વરે ગાજંતો જિમ મેહ, ધન ધન શાસન મંડન મુનિવરા તપરવી માટે તેઓ જણાવે છે : તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા પંચમ તપસી તે જાણ. વિદ્યાવાન માટે લખે છે : છઠ્ઠો વિદ્યા રે, મંત્રતણો બલી જિમ શ્રી વયર મુણદ સિદ્ધ માટે લખ્યું છે : સિદ્ધ સાતમો રે, અંજન યોગથી જિન કાલિક મુનિચંદ' કવિ વિષે લખ્યું છે : કાવ્યસુધારસ મધુર અર્થભર્યા ધર્મહતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે અટ્ટમ વર કવિ તેહ. કેટલાંક પ્રભાવકો માટે આ પ્રમાણે લખી પ્રભાવકો કોઈ ન હોય ત્યારે - જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણી કરે તેહ પ્રભાવક છે. ધન ધન શાસન મંડન મુનિવરા. એટલે કે યાત્રી, પૂજાદિ ધર્મકરણી વિધિપૂર્વક કરનારા શાસન પ્રભાવકો છે. કેવી રીતે દેરાસરમાં દર્શન, વંદન, ચૈત્યવંદનાદિ કરવા જોઈએ? મોક્ષ માટેની માંગણી કેવી રીતે થાય છે? “આપો આપોને મહારાજ ! અમને મોક્ષસુખ આપો” આ લીટી આરોહઅવરોહ સાથે અનેક વાર બોલાય પણ તે ગતાનગતિક રીતે, રાગડા તાણી, ગ્રામોફોનની રેકોર્ડની જેમ, પરંતુ તેમાં ગગદભાવ, સમર્પણ, નિરાશંસવૃત્તિનો અભાવ હોય છે. જૈન-૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________ 226 4 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન આ અંગે નવસ્મરણ તરફ જરા દૃષ્ટિ ફેરવીએ. તેના આઠમા કલ્યાણ મંદિર સ્મરણની ૩૪મી ગાથા આ પ્રમાણે છે : ભજ્યોલ્લસત્પલકપસ્યલદેહદેશાઃ પાદદ્વયં તવ વિભો.. ભજ્યો નતે મયિ (39); સાન્દ્રોલ્લસત્પલકકંચુકિતાંગભાગા ત્વઢિમ્બનિર્મલમુખાબુજબદ્ધલક્ષા યે સંસ્તવ તવ વિભો ! રચયન્તિ ભવ્યાઃ (43). ઘણું ઘણું અહીં સૂચવાયું છે. જૈનશાસનમાં સમ્પર્વની ઘણી મોટી કિંમત આંકવામાં આવી છે. તે મહત્ત્વનું તેમ જ દુર્લભ છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમાદિ વિરતિ પ્રગટાવે, દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયો હોય અને ચારિત્રમોહનીયનો ભારે ઉદય હોય એવું બને. સમ્યગ્દષ્ટિઓમાં સર્વવિરતિધર હોય, દેશવિરતિધર અને અવિરતિધર પણ હોય. વિષયોનું સેવન, પરિગ્રહી, ષટકાયની હિંસા કરનારો, અસત્ય, અદત્તાદાન, મૈથુનાદિ દોષો સેવનાર માટે શાસ્ત્ર કહે છે કે તેઓ માટે નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ છે એટલું જ નહીં પરંતુ દેવતાઈ સુખો, માનવીય સુખ, મુક્તિ સુખ સ્વાધીન છે ! એનો કેવી રીતે મેળ બેસે? અહીં મનોભાવ કે ભાવનાનો વિચાર કરવો પડશે. દુઃખી હૃદયે, કચવાતા હૈયે, રડતી આંખે જો સમ્યક્ત પામેલો પણ પાપોદયના ઉદયે લાચાર હોય તો પશ્ચાત્તાપના બળે સુગતિ તરફ ડગ માંડી શકે છે. રાવણ અને શ્રેણિક રાજા બને નરકગામી હોઈ આયુષ્યબંધ પૂરો થતાં છેક તીર્થકર બનવા સુધીનો મોટો કૂદકો મારી શક્યા છે ને ! ચોથે પાંચમે ગુણઠાણે સમ્યગ્દષ્ટિ હોય ને? તે ઉપર વર્ણવેલાં વિષયાદિનું સેવન કરતો હોય ને? સંસારમાં રહેલો છે માટે આ પ્રવૃત્તિઓ કરે છે, કરવી પડે છે. તેની માન્યતા એવી છે કે આ બધું કરવું એકાંતે નિતાંત ખરાબ જ છે અને આવો જીવ નરક કે તિર્યંચ ગતિનું આયુષ્ય ન બાંધે, દેવલોકનું અને વૈમાનિકનું જ બાંધે ! ઉપર જણાવેલાં પાપો ભરપૂર કરતો હોવા છતાં પણ ચોથે, પાંચમે ગુણઠાણે અને સમક્તિ હોવાને લીધે આ ઇનામ મળે છે. મહાપાપોદય હોવાથી આ પાપો દુભાતા હૃદયે, દુઃખી દિલે કર્યો જાય છે. પાપોના અણગમાથી પેદા થતું ઉત્પન્ન (મંદમિથ્યાત્વને) કર્યા વિના સમ્પર્વ આવતું જ નથી. દર્શનમોહનીયનો ક્ષયોપશમ તાત્ત્વિક રીતે આત્માને દેખતો કરી દે છે. હેય હેય જ લાગે, ઉપાદેય ઉપાદેય જ લાગે, જે કાર્ય દર્શનમોહનીયના ક્ષયોપશમથી નિષ્પન્ન થાય. તેના પ્રતાપે શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે, માર્ગને આચરવારૂપ જે સમ્યકુચારિત્ર છે તેના ક્ષયોપશમ વિના પમાય નહીં. ચારિત્ર પામવાની ભાવના દર્શનમોહનીયના યોગે આવે જેનો અમલ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થઈ
Page #236
--------------------------------------------------------------------------
________________ સમકિત, સમ્યક્ત કે સમ્યગ્દર્શન * 227 શકે. વિરતિની ભાવના નથી તો મોક્ષમાર્ગની રુચિ નથી અને સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દષ્ટિ દેવતાઓ કેવા અવિરતિના ઉદયવાળા હોય છે ? કાદવમાં રહેલું કમળ પાણીમાં રહે, પાણીમાં વધે; કાદવ અને પાણીના સંગમાં છતાં નિર્લેપ તેમ સમ્યગ્દષ્ટિ આત્મા ભોગ ભોગવતાં છતાં ભોગમાં નિર્લેપ રહે. માત્ર મોક્ષની આકાંક્ષા સેવ્યા કરે. સમ્યગ્દષ્ટિને સંસારમાં રહી સંસાર સેવવો પડતો હોય છતાં ક્યારે તેમાંથી છૂટાય અને મોક્ષની તલપ રહેતી હોય. આવાં ઉત્તમ જીવોને કુશલાનુબંધી કહ્યા છે. તેઓ જે કર્મ બાંધે તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ. મિથ્યાત્વમોહનીય અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ વિરતિ માટે આવશ્યક હોવા છતાં પણ તેઓને મોક્ષ સાધ્ય સિદ્ધ કરવા માટે સમ્યકજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યગ્દર્શનની અપેક્ષા રહે જ છે. તેઓની માન્યતા જિનેશ્વરદેવોએ કહેલો સંસાર દુઃખમય, દુ:ખફલક અને દુ:ખપરંપરાક છે તે અત્યંત દઢીભૂત થયેલી હોય છે. સાચું સુખ મોક્ષ સિવાય ક્યાંય નથી. સંસાર કાપવા ધર્મક્રિયા કરું છું એવું લાગ્યું નથી તેથી સંસારની વાસના ઘટી નથી. જિનેશ્વરોએ ઉપદેશી ક્રિયા પુદ્ગલાનુનંદી કે ભવાભિનંદી થયા વગર ઉપયોગપૂર્વક યથાવિધિ બહુમાનપૂર્વક કરાતી હોત તો સુંદર પરિણામ જેવું કે સમ્યક્ત દૂર રહ્યું ન હોત. કેમ કે સંબોધિ આવતાંની સાથે વિષયને કષાયની તાકાત નબળી પડી જાય છે. સમ્યગ્દષ્ટિ તે છે કે જે ધર્મ, અર્થ, કામમાં અર્થ-કામને હેય માને અને એક ધર્મને જ ઉપાદેય માને. અર્થ અને કામમાં ઉપાદેય બુદ્ધિ આવી ને સમ્યક્ત ઊડ્યું જ જાણવું. છોડાવા જેવું લાગ્યું ? ધર્મ ઉપાદેય લાગ્યો? હૃદય કઈ તરફ ઢળે છે? ધસે છે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે : ‘તુલ્ય ચતુર્ણા પોમર્પે પાપયોરર્થકામયોઃ આત્મા પ્રવર્તતે હત્ત ન પુનર્ધર્મમોક્ષયોઃ 1. પણ ખેદની વાત છે કે જીવ પાપરૂપ અર્થકામમાં પ્રવર્તે છે, ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. અર્થ અને કામ હેય લાગે અને ધર્મ અને મોક્ષ ઉપાદેય લાગે ત્યારે સાચી ભાવના આવે. આ વિષયમાં આપણે જેમ જેમ વિચારીએ તેમ તેમ આપણને દર્શનમોહનીયના ક્ષયોપશમની, ઉપશમની કે ક્ષયની મહત્તા સમજાય. એ ક્ષયોપશમ, ઉપરામ કે ક્ષાયિક ભાવ સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને, ઝેરને નીચોવી નાખે છે. એ ક્ષયોપશમાદિ ભાવ સમ્યગ્દષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે અને તે ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરા સાધનારો બને છે; તે પાપ કરે તે ન છૂટકે, નહીં કે કરવા માટે. આવો મનોભાવ
Page #237
--------------------------------------------------------------------------
________________ 228 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને કે નહિ? સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થતાં જ નરક અને તિર્યંચના દ્વારા આપોઆપ બંધ થઈ જાય ! ધર્મ, અર્થ અને કામમાં ધર્મ પુરુષાર્થપ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ધર્મ માટે શક્તિ તેટલી ભાવના નહિ, ભાવના તેટલો પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલો રસ નહિ. ધર્મ નથી થતો તે શક્તિ નથી માટે કે રૂચિ નથી માટે. સંસાર કહેવામાં બૂરો, માનવામાં સારો એ દશા ન હોવી જોઈએ. આ સમ્યગ્દર્શક માટેના ઉપાયો છે. સમ્યગ્દર્શન ગુણ એ આત્માનો મોક્ષ સાધવા માટે મૂળભૂત ગુણ છે. મુક્તિના માર્ગને દર્શાવતાં પૂજ્યપાદ પૂર્વધર આચાર્ય ભગવાન શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજાએ તત્ત્વાર્થસૂત્રની રચનામાં પ્રથમ સૂત્ર મૂક્યું કે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ ત્રણે મોક્ષમાર્ગ છે. તેમાં સમ્યગ્દર્શન પ્રથમ મૂકવાનું પ્રયોજન એ છે કે તેના અભાવમાં જો જ્ઞાન હોય તે સમ્યક્ હોતું નથી, તેના અભાવમાં જો ચારિત્ર હોય તો તે સમ્યક્ હોતું નથી, વળી તેના અભાવમાં તપ પણ સમ્યક્ કોટિનું હોતું નથી. તેના અભાવમાં જ્ઞાન એ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન છે, જે ચારિત્ર છે તે કાયકષ્ટ અથવા સંસારમાં રઝળાવનારું છે. બીજી રીતે પણ આ ચીજ કહેવાઈ છે જેમ કે જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલા બે ભાવોના કારણે તેને પાપબંધ અલ્પ થાય છે. મેરુ જેવડા સુકૃતને રસના અભાવથી અને તેની નિંદાદિથી જેમ અણુ જેટલું બનાવી શકાય છે; તેમ મેરુ જેટલા દુષ્કૃત્યને તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કોટિના સભાવથી, તેના પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ અણગમાથી અને નિંદાદિથી અણુ જેવડું બનાવી શકાય છે. આગળ ઉપર વંદિત્તા સૂત્રની આ વાત તેની ૩૦મી ગાથા દ્વારા કહેવાઈ છે તે આપણા ધ્યાન બહાર નહીં જ હોય ને ! ટૂંકમાં સમ્યગ્દર્શન મહત્ત્વનું તેમજ દુર્લભ છે. રત્નો કે કલ્પવૃક્ષ કરતાં અધિક કિંમતી છે. તે પ્રાપ્ત કરવા શુભ અધ્યવસાયો, અનુષ્ઠાનોમાં ઉલ્લાસ, ઉપયોગ તલ્લીનતા હોવી જોઈએ. સંસારના રાગ-દ્વેષ કે ભવાભિનંદિતા કે પુદગલાનંદિતા દૂર કરેલી હોવી જોઈએ. બીજી તરફ મોક્ષાભિલાષ તથા તે માટે રુચિ તથા સુયોગ્ય પુરુષાર્થ કરી સમ્યક્ત પામવાના ધ્યેયથી તે જ્યારે પણ મળે ત્યારે નષ્ટ ન થાય, ચાલી ન જાય, વધુ ને વધુ નિર્મળ તથા દઢીભૂત થતું રહે તો સંસાર સાગરને ખાબોચિયા જેટલો નાનો કરી મોક્ષગામી શું ન થઈ શકાય ? જરૂર થવાય જ એવી શુભેચ્છાથી તે જલદી મળે તથા દોડતું આવે એવી મનોકામના.
Page #238
--------------------------------------------------------------------------
________________ 20 ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય લોકો કહે છે કે “વર વિના જાન હોય નહિ.' તેમ તત્ત્વજ્ઞો કહે છે કે આત્મા વિના કર્મ કે ધર્મની વિચારણા હોય નહિ. આત્માને કર્મનું બંધન છે અને તેમાંથી મુક્તિ ત્યારે જ મળે કે તે કર્મના બંધનમાંથી હંમેશના માટે મુક્ત થઈ જાય. તે માટેનું સાધન તે છે ધર્મ. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે : લÇણ માણસત્ત કલંચિ અઈદુલહં ભવસમુદ્ર | સમ્મ નિઉજિયધ્વઃ દુસલેહિ સયા ધર્મામિ || પ્રત્યેક દર્શને ધર્મનો ઉપદેશ કર્યો છે. ધર્મની વ્યાખ્યા જુદી જુદી રીતે આપવામાં આવી છે. ધારણા, ધર્મ, પતિત કે પતનશીલ પ્રાણીનું જે રક્ષણ કરે, ધારણ કરે તે ધર્મ. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે : તુલ્ય ચતુર્ણા પૌમધ્યે પાપયોરર્થકામયોઃ | આત્મા પ્રવર્તતે હા, ન પુનર્ધર્મમોક્ષયોઃ | આચાર્ય ભગવંતે ધર્મની વ્યાખ્યા આમ આપી છે : દુર્ગતિ પ્રપતનું પ્રાણિન ધારયતે ઇતિ ધર્મ શાસ્ત્રમાં આમ છે : ...દિભાવનાપૂર્વક યથોદિતઅનુષ્ઠાન ધર્મઃ " ધમ્મો આણાએ પડિબદ્ધો | કોઈ કહે છે કે ધર્મ એટલે સેવા, કર્તવ્ય, ફરજ, નીતિ, સદાચાર, પ્રભુભક્તિ, દાન, સુવિચાર, જ્ઞાનોપાસના, કુલાચાર. કોઈ કહે છે કે ધર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધો. આ વ્યાખ્યાઓ એકાંગી છે, સંપૂર્ણ નથી કેમ કે તે દ્વારા ધર્મ શબ્દનો મર્મ, યથાર્થ ભાવ દર્શાવી શકાતો નથી. તેની સાચી સાદી વ્યાખ્યા આ પ્રમાણે છે : દુર્ગતિપ્રસૃતાનું જનૂન, યસ્માદ્ ત્રાયતે પુનઃ | દત્તે ચેતાનું શુભ સ્થાને યસ્માદ્ ધર્મ ઇતિ મૃતઃ || દુર્ગતિમાંથી બચાવી સગતિમાં લઈ જાય તે ધર્મ છે. ધર્મ શબ્દ છે એટલે ધારણ કરવું એ ધાતુમાંથી નિષ્પન્ન થયો છે. દરેકની ઓળખ માટે લક્ષણો હોય છે. શ્રી શય્યભવસૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રારંભિક ગાળામાં તેનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે :
Page #239
--------------------------------------------------------------------------
________________ 230 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધમ્મો મંગલમુક્કિકઠં, અહિંસા સંજમો તવો / દેવા વિ તં નમસંતિ, જલ્સ ધમ્મ સયા મણો || ઉત્તરાધ્યયન સૂત્રમાં “વિણયમૂલો ધમ્મો” કહ્યું છે. કર્મ શબ્દ અઢી અક્ષરનો અને ધર્મ પણ અઢી અક્ષરનો, બનેમાં ઘણો ફેર છે. બન્નેના પાછલા દોઢ અક્ષરો સમાન છે, માત્ર આગલા અક્ષરનો ફેર છે. આ, ફેર વસ્તુના સ્વરૂપનો ફેરફાર કરે છે. કર્મ જકડે છે, બાંધે છે, પકડે છે, જ્યારે ધર્મ તેમાંથી સદાને માટે મુક્ત કરી પંચમગતિ તરફ દોરી જાય છે. વેપારી વર્ગ દિવાળી ટાંકણે સરવૈયું કરે છે તેવી રીતે સફળ જીવન જીવ્યાના સરવૈયા માટે શાસ્ત્રકાર ભગવંતોએ સ્પષ્ટ કહ્યું છે કે : સામાઈય-પોસહ સંઢિયસ્ત જીવસ્ય જાઈ જો કાલો ! સો. સફલો બોદ્ધવ્યો, સેસો સંસારફલહેઉ || અહીં પૂજાદિ અનુષ્ઠાનો, ધાર્મિક ક્રિયાઓ જેવી કે તપ, જપ, પ્રષ્ઠિમણાદિ અભેપ્રેત છે. આ ક્રિયાઓ કર્મ ઘટાડનારી છે, પણ તે ક્રિયા, અનુષ્ઠાનો કેવી રીતે કરવા જોઈએ તે માટે તેના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે જેવા કે વિષાનુષ્ઠાન, ગરલાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્ધત્વનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન, અનુષ્ઠાન કે ધાર્મિક ક્રિયા એક જ ભાવથી કરાતી નથી. તેમાં છેલ્લાં બે આવકારવા લાયક છે અને છેલ્લું મોહલક્ષી છે. આ જગતમાં અનેકાનેક ધર્મો છે : પ્રાચીન તેમજ અર્વાચીન. તે ધર્મો આમ ગણાવી શકાય : જૈન, બૌદ્ધ, હિંદુ, વૈદિક, ખ્રિસ્તી, ઇલામ, શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ વગેરે. જે ધર્મ સર્વજ્ઞ, કેવળી, મોક્ષ પામેલા, કર્મોનો ક્ષય કરેલા, પંચમગતિ પામેલા તીર્થની સ્થાપના કરનાર દ્વારા પ્રસ્થાપિત થયેલો હોય તે આદરણીય આવકાર્ય છે. ધર્મના અનેક રીતે પ્રકારો પાડી શકાય. જેવા કે : આત્મશુદ્ધિ એટલે વિભાવદશાનું ટાળવાપણું. વિભાવદશા ટળતી જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય. વત્થસહાવો ધમ્યો. જેવી રીતે ગૉળનો સ્વભાવ ગળપણ, મરચાનો તીખાશ, લીમડાનો કડવાશ તેવી રીતે આત્માનો સ્વભાવ ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ * જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. અસદનિવૃત્તિ અને સમ્પ્રવૃત્તિ એમ ધર્મના બે પ્રકારો છે. નિશ્ચય અને વ્યવહાર એવા ભેદથી પણ બે પ્રકારો પાડી શકાય. મનોદંડ, વચનદંડ અને કાયદંડથી વિરમવું તે ત્રણ પ્રકારો ગણાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તેના ચાર પ્રકારો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે :
Page #240
--------------------------------------------------------------------------
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 231 નાણં ચ દંસણં ચેવ, ચરિત્ત ચ તવો તહા | એય મગ્નપણુપત્તા જીવા ગચ્છત્તિ સોગઈ ! તેમજ દાન, શીલ, તપ અને ભાવ ચાર પ્રકારો ગણાવી શકાય. શાસ્ત્રમાં તે અંગે કહ્યું છે કે : દાનશીલતપોભાવભેદધર્મશ્ચતુર્વિધિઃ ભવાબ્ધિયાનપાત્રાભ પ્રોક્તોડÚદ્ધિ: કપા પરે: . વળી કહ્યું છે કે: દાન ચ શીલ તપશ્ચ ભાવો, ધર્મૠતુધ જિનબાંધવેન !. નિરૂપિતો યો જગતાં હિતાય, સ માનસે તે રમલામજસમ્ | અપેક્ષા વિશેષથી આચારને ધર્મ કહેવાય છે. તે પાંચ પ્રકારનો છે : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. પહેલા ત્રણના આઠ પ્રભેદો છે જ્યારે તપાચારના બાહ્ય અને આત્યંતર. દરેકના છ પ્રભેદો છે. પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ છનો વિજય એમ તેના છ પ્રકારો પડે છે. ઇન્દ્રિય અને મનને જીતવાનું કામ ઘણું કપરું છે. શ્રી આનંદઘનજીએ સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “કુંથુજિન ! મનડું કિમતિ ન બાજે.' સાચો શુદ્ધ ધર્મ પામવા માટે સમ્યગ્દર્શન યાને બોધિ જે દુર્લભ છે તે મહત્ત્વનું છે એમ સ્વીકારી તે માટેની સામગ્રી તથા સુપુરુષાર્થ જરૂરી છે. અત્યાર સુધી જીવ સંસારમાં ચાર ગતિમાં તથા ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય કે જાતિભવ્ય તરીકે ભટકે છે તેનું કારણ બોધિ નથી મળી અને આંતરદષ્ટિએ વિષય-કષાયરૂપ સંસાર જીવતો રાખ્યો છે. શાસ્ત્ર કહ્યું છે કે, “બોધિ બધાને મળતું નથી. જેનો સંસારકાળ કેવળ અર્ધપુલપરાવર્તકાળથી ન્યૂન હોય તેને જ તે પ્રાપ્ત થઈ શકે છે. સમયગ્દષ્ટિને જે કંઈ સારું મળે તેનાથી મોક્ષને સાધે તથા બીજાને પણ સાથે લઈ જાય. બોધિ પામેલો દુઃખમાં પણ સુખથી અધિક રહી શકે છે. બોધિ પામેલો જીવ ધર્મથી રહિત એવું ચક્રવર્તીપણું યાચતો નથી: પણ ધર્મથી સહિત દાસ કે દરિદ્ર બનવું મંજૂર કરે છે. જિનધર્મવિનિર્મુક્તો....... સ્યાં ચેટોડપિ દરિદ્રોડપિ જિનધર્માધિવાસિતઃ ! તેથી બોધ મેળવવા શ્રી જયવીરાય સૂત્રમાં ભવભવે તુચ્છ ચલણાણે હુજ્જ મે I સેવાની માંગણી કરી છીએ. દરેક કાળમાં બોધિ પામનારા અલ્પ જ રહેવાનાં. તે માટે ભવ્યને ભવ્યત્વનો પરિપાક, કાળની અનુકૂળતા, પુણ્યનો યોગ તથા સુપુરુષાર્થના બળે કેટલીક સામગ્રીનો યોગ થાય. તે માટે સંસાર અસાર લાગવો જોઈએ, તેના પરથી આંખ ઊઠવી જોઈએ, જે ચરમાવર્તકાળમાં જ શક્ય છે, કેમ કે ધરમાવર્તકાળમાં આવું બનતું જ નથી. સંસારસાગરમાં રખડતાં
Page #241
--------------------------------------------------------------------------
________________ 232 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન રહેતાં અનંતપુગલપરાવર્તકાળ વ્યતીત થઈ ગયો. તે દરમ્યાન અનેકાનેક વાર નદીધોલપાષાણ ન્યાયે જીવો યથાપ્રવૃત્તિકરણથી આગળ ફરી ન શક્યા. આ સંસાર ઉપરથી આંખ ઊઠે, વિષય-કષાય મોહનીય ધર્મનું જોર નરમ પડે, સંસાર દુઃખમય, દુઃખપરક અને દુઃખપરંપરક એવું છે જ્યારે સમજાય, મોક્ષાભિલાષા તીવ્ર બને, સંસારનો દ્વેષ અને મોક્ષરાગ તીવ્ર બને ત્યારે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ થાય, ત્યાર પછી જ રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિ ભેદાય, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જેવાં આત્માના અપૂર્વ એવાં પરિણામો પ્રગટે જે માટે અર્ધપુદ્ગલપરાવર્તકાળ સુધી રાહ જોવી પડે ત્યારે સમ્યગ્દર્શન કહો કે બોધિ કહો કે સમક્તિ કહો તે પ્રગટે અને તે બાદ સુંદર સુપુરુષાર્થ કરી શુદ્ધ ધર્મરાગ અને અભિલાષા શક્ય બનતાં અસંખ્ય ગુણ અસંખ્ય ગુણનિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય અને તેમાં વધતાં વધતાં જીવ સમ્યગ્દર્શન ગુણ પામી સમ્યકજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યગ્દર્શન થકી જ મોક્ષગામી બની છેવટે પંચમગતિ પ્રાપ્ત કરે છે.' ધર્મોપદેશને યોગ્ય કોણ? ઉપકારી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બે પ્રકારના જીવોને ધર્મોપદેશયોગ્ય ગણાવ્યા છે. જે સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ તેને યોગ્ય નથી. જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક નથી એટલે કે ચરમાવર્તકાળને પામેલા છે, જેઓ સ્વભાવે ભવ્ય છે, અપુનબંધક અવસ્થા પામેલા છે તેઓ જ ધર્મોપદેશને લાયક છે. વળી, સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ ચરિત્રમાં જણાવ્યું છે કે સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવણાભિલાષ અને સુપ્રાપ્યા ધર્મશ્રદ્ધા મેળવેલી હોવી જોઈએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ સેવવા લાયક ઉપાદેય છે; કુદેવ, કુગુરુ અને કુધર્મ હેય છે તેવી માન્યતા મિથ્યાત્વનો એટલે કે દર્શન મોહનીયનો ક્ષયોપશમ વિના પ્રગટી શકતી નથી. મોક્ષરાગ અને મોક્ષરુચિ તે ભવ્ય જીવોનો દગગોચર થાય કે જેઓનો સંસારવાસ અર્ધપુદગલપરાવર્તથી અધિક નથી હોતો; તે સમય દરમ્યાન જ દર્શનમોહનીયનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે. તે થવાથી જ જિનેશ્વરદેવોએ પ્રતિપાદિત ધર્મરુચિ જન્મી શકે છે. આ ચર્ચાથી મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે કે શું અત્યાર સુધીના ભાવ દરમ્યાન એવું સિદ્ધ કર્યું નથી ? કરેલો ધર્મ વ્યર્થ ગયો ? તેનું કંઈ ફળ જ નહીં? હા, તેમ જ છે કારણ કે અત્યાર સુધી સેવેલો ધર્મ એકડા વિનાના શુન્યો જેવો છે. હજારો મીંડાની આગળ એકડો ન હોય તો તેની કશી કિંમત નથી. માત્ર એક જ એકડાથી તે 10, 100, 1000, દશ હજાર, કરોડ, પરાર્ધાદિ બને
Page #242
--------------------------------------------------------------------------
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 233 છે. આપણે સેવેલો ધર્મ ગતાનુગતિક, અનુષ્ઠાન કોટિનો હતો. તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજી શું કરવું જોઈએ તે જરા વિચારીએ. ચાર જ્ઞાનના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીને ભગવાન શ્રી મહાવીરસ્વામીએ શો ઉપદેશ આપ્યો હતો? ગોયમ સમયમાં પમાયએ - હે ગૌતમ ! તું ક્ષણવાર માટે પણ પ્રમાદ કરીશ નહીં. તેમની સરખામણીમાં આપણે ઘણા રંક અને પામર ગણાઈએ. સંસાર પરથી આંખ ઊડ્યા પછી આપણું પ્રથમ કર્તવ્ય મોક્ષરાગ અને મોક્ષરૂચિને પ્રથમ સ્થાન આપવું જોઈએ. સંસાર પ્રત્યે અરુચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રુચિ પેદા થવાથી જીવને ધર્મ જાણવાની ઇચ્છા પ્રગટે, ગુરુ પાસે જઈ ધર્મશ્રવણ કરે; સાંભળેલા ધર્મ પર ચિંતન મનનાદિ કરે. તેની પાસે પુરુષાર્થ હોવાથી પરિણામ શુદ્ધિ થતાં કર્તવ્યનું સચોટ ભાન થાય. ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વક યથાશક્ય સેવન કરે. ટૂંકમાં સમ્યક્ત સહિત જે ગૃહસ્વધર્મ કે સાધુધર્મનું આરાધન કરાય તેને જ સાચા સ્વરૂપમાં ધર્મારાધન કહી શકાય. આરાધનાનું ફળ મોક્ષપ્રાપ્તિ છે, જેમાં એવું સુખ રહેલું છે કે તેમાં દુઃખનો અંશ માત્ર હોતો નથી. વિષયકષાયજનિત સુખો ક્યારે પણ દુઃખથી રહિત હોતાં નથી. આનું કારણ બહુ સ્પષ્ટ છે કે ચાર ગતિઓમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં દુ:ખનો સર્વથા અભાવ હોય. ચિત્ત જો મોક્ષસુખમાં ચોટે તો સંસારસુખને ભોગવવા છતાં પણ એમાં પૂરું ચેન ન અનુભવે. સમ્યક્ત ઘણું મહત્ત્વનું તેમજ દુર્લભ છે. તેના વડે એકડા વગરની ક્રિયાઓ શૂન્યની બની રહે છે, તેના સભાવથી તેની નિકાચિત અવિરતિના ઉદયે વિષય-કષાયજનિત સુખને ઇચ્છ, મેળવવા પ્રયત્નશીલ રહે, સાચવવાનો પ્રયત્ન પણ કરે છતાં પણ તેને સાચું સુખ માને નહીં. મોક્ષસુખને જ સાચું માની તે મેળવવા પ્રયત્નશીલ બને. પૌગલિક સુખના ભોગવટામાં આનંદ ઊપજે તો પણ એ જીવને એમ જ થયા કરે કે મારો આ આનંદ એને મારા પાપોદયના પ્રતીકરૂપ છે, દુઃખના કારણરૂપ છે. અહીં આપણે આ વાત સમજવી જોઈએ કે સમ્યત્વની હાજરીમાં પણ મિથ્યાત્વનો વિપાકોદય સંભવિત છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું તે ઝેરવાળા સાપ સાથે રમવા જેવું છે અને તેની ગેરહાજરીમાં પાપ સાથે રમવું તે ઝેર નિચોવાઈ ગયેલા સાપ સાથે રમવા જેવું છે. અઢાર પાપસ્થાનકોમાં ૧૮મું મિથ્યાત્વશલ્ય પાપ તે બધાં પાપોના બાપ જેવું છે. પુણ્યાનુયોગે એક વ્યક્તિને ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ધાયુષ્ય, સુંદર, સુદઢ આરોગ્યવાળું શરીર મળ્યું છે. સુંદર, સુશીલ પત્ની મળી છે. પુત્ર-પૌત્રાદિ સરળ છે. આખું કુટુંબ ધનધાન્યાદિ સાંસારિક સુખસામગ્રીથી સરભર છે; છતાં
Page #243
--------------------------------------------------------------------------
________________ 234 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પણ મિથ્યાત્વના ઉદયે પૌગલિક સુખસાહ્યબીમાંથી બહાર નીકળવાનું મન જ થતું ન હોય તો ધર્મારાધનામાં તેનું ચિત્ત કેવી રીતે ચોટે ? પૌગલિક સુખમાં રંજિત આવી વ્યક્તિ ધર્મને અભરાઈએ ચઢાવી દે તેમાં નવાઈ હોઈ શકે? સામાન્ય રીતે દુ:ખમાં જ ધર્મ સૂઝે. બીજી સામાન્ય માન્યતા છે કે ધર્મીને ત્યાં ધાડ. આવી વ્યક્તિઓ તત્ત્વજ્ઞાનના અભાવે નિકાચિત તીવ્ર પાપોદયે ધર્મ કરવા છતાં પણ બધાં જ પાસાં ઊંધાં પડે તે સમજી શકતા નથી. તેથી ધર્મ માત્ર દેરાસર, અપાસરામાં જ થાય અને તેની બહાર ન થાય તે માન્યતાને તિલાંજલિ આપવી જોઈએ. ધર્મ તો ચોવીસે કલાક થવો જોઈએ. તેમાં પ્રમાદ ન ચાલે. ધર્મનો વેપાર ઉધાર પર ન રખાય. શક્તિ અને શ્રદ્ધા-રુચિ પ્રમાણે તે સતત થવો જોઈએ એટલું નહીં પણ અધર્મ કરતા કરતા આ ખોટું થઈ રહ્યું છે, દિલમાં દર્દની વેદના હોવી જોઈએ. પશ્ચાત્તાપ થવો જોઈએ અને મનમાં ધર્મ કરવો જોઈએ તેવી ભાવના ભાવવી જોઈએ. ધર્મ કરતાં તો મન ધર્મમાં એકાકાર રંજિત હોવું જોઈએ પણ પરિસ્થિતિવશાત્ કર્મોદયે અધર્મ થઈ જાય ત્યારે આ છોડવા જેવું છે અને ધર્મ કરવા જેવો છે તે વિચારમંથન ચાલુ રહેવું જોઈએ. પરિગ્રહાદિ સાધનસંપત્તિ પુષ્કળ હોય છતાં પણ વધુ ને વધુ મેળવવા પ્રવૃત્તિશીલ રહેવું અને તેમાં અસંતોષ રહે એ પાપ છે; તેવી રીતે શક્તિ, સમજ, ઉત્સાહાદિ હોવાથી જે કંઈ થોડી વધુ માત્રામાં ધર્મ થાય કે કરાય તેમાં સંતોષ પામવો તે પણ અજ્ઞાન છે ! કેમ કે ધર્મ થઈ ગયો, ઘણો કર્યો એવું કદાપિ કલ્પી જ ન શકાય. ધર્મ તો જેટલો કરીએ તેટલો ઓછો છે તેવું મનમાં લાગેલું હોવું જોઈએ. હિંસાદિ દોષો અધર્મ કરાવે, પણ અધર્મ કરવા લાયક છે એવું તો મિથ્યાત્વ મનાવે. જેમનું મિથ્યાત્વરૂપ પાપ જાય છે અને તેથી જેમનામાં સમ્યક્ત ગુણ પ્રગટે છે એવા આત્માઓ હિંસાદિ પાપોના ત્યાગી ન હોય તો પણ તે આત્માઓ અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ઓછા કાળમાં મુક્તિ અવશ્ય પામે છે. એક વાર મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત પ્રગટ્યું પછી કદાચ ફરી વાર તેનો ઉદય થઈ જાય તો પણ ઉપર જણાવેલા કાળથી ઓછા સમયમાં મુક્તિ પામ્યા વિના રહે નહીં. સંસારમાં રખડાવનારા જે જે કારણો છે તે બધામાં મુખ્ય કારણ મિથ્યાત્વ છે. અનંત ઉપકારી આચાર્ય શ્રીમદ્ અકલંકસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે “પુણ્યના ઉદયથી ઉત્તમ સામગ્રીને પામેલો આત્મા દર્શન-જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી વિવેકને પામ્યો અને એ વિવેકના પ્રતાપે એ શ્રી જિનધર્મને પણ પામ્યો. પણ શ્રી જિનધર્મને પામ્યા પછી પણ એ આત્માએ એ પ્રાપ્તિને સુસ્થિર બનાવવા માટે એવી સ્થિતિ અને એવી દશા તથા એવા સુંદર વાતાવરણમાં રહેવું જોઈએ કે જેથી દર્શન મોહનીય કર્મ આત્મા ઉપર સત્તા ન મેળવી જાય.'
Page #244
--------------------------------------------------------------------------
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 235 ધાર્મિક જન વ્રત, તપ, જપ, સામાયિકાદિ પૂજાપાઠ વગેરે કરે છે. તે પ્રત્યેક કાર્ય શા માટે કરે છે? તેના પ્રત્યુત્તરમાં એમ થવું જોઈએ કે સમ્યક્ત મેળવવા માટે. વળી સમ્યક્ત મેળવી તેને ટકાવવું જોઈએ, તેનું વમન ન થવું જોઈએ, વધુ ને વધુ સુદઢ અને નિર્મળ બનાવતા રહેવું જોઈએ અને તે માટે સમ્યક્ત પ્રાપ્તિનો વળગાડરૂપ ગ્રહ વળગેલો હોવો જોઈએ. તેથી ધર્માધર્મનો ખ્યાલ ધર્મસ્થાનોમાં પણ જોઈએ અને અધર્મસ્થાનોમાં પણ જોઈએ. પરિણામ તરફ જૈનોનું વલણ રહેલું છે. સાધુઓએ ચોવીસે કલાક પરિણામને સારાં રાખવાનાં અને શ્રાવકોએ ધર્મ કરતી વખતે સારાં રાખવાનાં એવું નથી. સાધુને ધર્મ ચોવીસે કલાક અને ગૃહસ્થને ધર્મ યથાશક્તિ; પણ પરિણામ તરફ તો બધાએ બધો વખત લક્ષ રાખવાનું જૈનદર્શન અને જૈનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તેના પ્રતિપાદક અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત અક્ષય સ્થિતિ, અગુરુલઘુ, અનંતવીર્ય, અનંત ચારિત્ર, અરૂપીપણું જેવા આઠ અક્ષયગુણો જેના પ્રગટ થયાથી સિદ્ધદશાને પામેલા છે; જેઓ કેવળજ્ઞાન ધરાવે છે, અસત્યાદિ દોષોથી મુક્ત છે, વીતરાગ છે. તેઓ દ્વારા પ્રતિપાદિત થયેલો શુદ્ધ ધર્મ જેનું આચરણ આચાર્યાદિ સાધુઓ કરે છે તથા લોકોને તે કરવાનો માર્ગ બતાવે છે તે ધર્મમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ સંભવિત નથી. શ્રી જિનેશ્વર દેવોએ મોક્ષને પામવાનો માર્ગ પ્રરૂપિત કર્યો છે જે એક જ માર્ગ જીવને માટે કલ્યાણકારી છે તેનું નિરૂપણ શુદ્ધ ધર્મથી કર્યું છે. વિવરણ આગળ વધે તે પહેલાં એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરી લઈએ. ધર્મ એટલે સતક્રિયા કે સદનુષ્ઠાન. તે નિરાશસભાવે, તન્મયતાથી, તર્ગતચિત્તે, તદુલ્લાસ, તલ્લેશ્ય, તદાકાર થઈને કરવા જોઈએ. ભાવનીતરતી મનોદશા હોવી જોઈએ. ભવાભિનંદી જીવ પૌદ્ગલિક સુખ કે દિવ્ય સુખની કામનાથી આ કરે જાય છે. પરંતુ વિશાલલોચનદલ'ની બીજી પંક્તિ આ પ્રમાણે છે : વેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રા તૃણમપિ ગણયત્તિ નૈવ નાક... શિવાય સન્તુ તે જિનેન્દ્રાઃ ઇન્દ્ર પણ સ્વર્ગીય સુખને તણખલા કરતાં પણ તુચ્છ ગણે છે. ઉપર ગણાવેલી રીતિથી ધર્માનુષ્ઠાન કરીએ તો તેનું તદ્દન તુરત જ મળતું આનુષંગિક ફળ “મન: પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે’ વણમાગ્યું મળી રહે છે. જે આત્મસંતોષ થાય તે ક્રિયાદિનું તાત્કાલિક ફળ છે. આપણે ફળના ભૂખ્યા છીએ ને ? વર્ણન ન કરી શકાય તેવું, આત્મસંતોષ કરે તેવું, આ ફળ છે. હાશ આ હું આનંદિત થઈ કરી શક્યો તે શું ઓછું છે ? તે ક્યારે બને ? જ્યારે કર્મોનો પરિહાર કરવા ધર્મનો
Page #245
--------------------------------------------------------------------------
________________ 236 , જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન મર્મ સમજી ક્રિયાના 8 દોષો જેવા કે ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ, આસંગને કાયમનો દેશવટો આપ્યો હોય. ધર્મ કરે તે ધાર્મિક, ધાર્મિક કહેવાતા ધાર્મિકો કંઈ ચોવીસે કલાક કે આખું વર્ષ ધર્મ કરતાં નથી. તે સિવાયના સમયમાં તેઓ પ્રમાદનાં દૂષણોના ભોગ બનતા હોય તે શક્ય છે. જેવી રીતે એક દેવાળિયો પ્રામાણિક વેપારી કરજ ચૂકવવાની તમન્ના રાખે છે, જેવી રીતે એક દારૂડિયો આ વ્યસનમાંથી મુક્ત થવાની ખેવના રાખે છે તેવી રીતે ધાર્મિક વ્યક્તિને અધર્મ જે આચરવો પડે છે તેમાં સંતાપ થતો પણ હોય ને! પરંતુ દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કોના ઘરનો છે? સંસારથી છૂટવાના ઉપાય આચરી શકાતા નથી એ કમનસીબી લાગી ખરી? મોક્ષસુખ આપો ને આપો મહારાજ' એમ ઊલટાવી ઊલટાવીને લલકારીએ, મોક્ષસુખ માંગીએ પણ સંસાર હૈયામાંથી નીકળે નહીં તો શું થાય? સમ્યગ્દષ્ટિને પૌગલિક સુખ દુઃખરૂપ લાગે. ધર્મ સંસારમાં લહેર ભોગવવા માટે થાય છે કે સંસારથી છૂટવા માટે ? શ્રી જિનેશ્વરોએ જેમાં સુખ કહ્યું તેમાં દુઃખ લાગે અને જેમાં દુઃખ લાગે તેમાં સુખ લાગે. સુખનાં કારણો ગમે નહિ અને દુઃખનાં કારણો સુખનાં લાગે તો એ ધાર્મિક જન સમ્યગ્દષ્ટિ નહિ એ મિથ્યાત્વના ઘરનો રોગ છે. આપણે એ રોગમાં છીએ કે નહિ તે વિચારવું જોઈએ. વેપારાદિમાં થોડી ખોટ જેટલી ખટકે છે, તેટલી કોઈ ધર્મક્રિયા રહી જાય તો ખટકે છે ? ઉપાદેય બુદ્ધિ ધર્મમાં કે સંસારમાં. શરીરની જેટલી ચિંતા થાય છે એટલી આત્માની થાય છે ? ધર્મ કરતાં આંખ સામે સંસાર હોય કે મોક્ષ? આ બધું જરૂર વિચારવા જેવું છે. સંસાર ન છૂટે અને ન લાગે તેનો ભેદ વિચારણીય છે. ધર્મ, અર્થ અને કામમાં અર્થ-કામને જે હેય માને અને ધર્મને જ ઉપાદેય માને તે સમ્યગ્દષ્ટિ, સર્વવિરતિધર્મ કે દેશવિરતિધર્મ, સાધુધર્મ કે ગૃહસ્થ ધર્મ એનું મૂળ સમ્યગ્દર્શન. ધર્મ, અર્થ અને કામમાં, અર્થ અને કામ જેને હેય જ લાગે અને ધર્મ જ જેને ઉપાદેય લાગે તે સમ્યગ્દષ્ટિ. ભવ્ય જીવ હોય, ભવિતવ્યતા સાનુકૂળ હોય, શરમાવર્તકાળમાં આવેલ હોય, સુયોગ્ય સામગ્રી મેળવેલી હોય અને ત્યાં પણ જેનો સંસારકાળ માત્ર અર્ધપુદગલપરાવર્તથી ન્યૂન અવશિષ્ટ રહ્યો હોય તે જીવ જ શુદ્ધ ધર્મની આરાધનાદિ કરવાને સુપાત્ર છે. સંસારમાં ખૂબ ધર્મ કરી નાંખ્યો એવો શેખચલ્લીનો વિચાર સેવ્યો પણ પરિણામ અનંતાનંત ભવો રખડ્યા જ કર્યું કેમ કે સમ્યક્ત પામ્યા વગર કરેલો ધર્મ એક એકડા વગરના અસંખ્ય મીંડા જેવો હતો. કેવી લાચારી ! આત્મા અર્થકામ તરફ ઢળે છે કે ધસે છે ? ધર્મી કહેવડાવવું સહેલું છે પણ ધર્મી બનવું એ ઘણું મુશ્કેલ છે. ધર્મી બનવા માટે કાળજી જોઈએ. અવસરે ધર્મ માટે અર્થકામ મૂકવાની વૃત્તિ છે કે અર્થકામ માટે ધર્મ મૂકવાની
Page #246
--------------------------------------------------------------------------
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 237 વૃત્તિ છે ? કોઈ વાર અર્થકામ માટે ધર્મનો ભોગ દેવાઈ ગયો તો આત્મા કેટલો કકળે છે? બળતરા કેવી કારમી છે? બળતરાને બદલે વ્યવહારકુશળતા મનાય તો? સંસારમાં રહીને થોડા પણ ધર્મની આરાધના ન થાય એમ નહીં પણ ધ્યેય તે છોડવાનું હોવું જોઈએ. ધર્મ, અર્થ અને કામમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ન હોય તો મૂંઝાયા વગર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શક્તિ તેટલી ભાવના નહીં, ભાવના તેટલો પ્રયત્ન નહીં અને પ્રયત્ન તેટલો રસ નહીં. ધર્મ થતો નથી તે શક્તિ નથી માટે કે જોઈતી રૂચિ નથી માટે ? સંસાર કહેવામાં બૂરો અને માનવામાં સારો, એ દશા ન હોવી જોઈએ. જૈન તો સંસારને તરવાની ભાવનાવાળો હોય ! અનંત ઉપકારી મહાપુરુષો જણાવે છે કે સમ્યગ્દર્શન ગુણ વિના શ્રીઅરિહંતદેવનાં વચનો ઉપર અવિહડ પ્રેમ જાગતો નથી અને તે વિના જિનવચનનું શ્રવણ જોઈએ તેવા સ્વરૂપે થતું નથી. સમ્યગ્દર્શનથી શ્રવણમાં જે આનંદ થાય તે અજોડ હોય છે. જિનવાણીના શ્રવણમાં એકતાન બને છે અને એકતાનતાના પ્રતાપે પ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ ને આગળ કૂચ કર્યો જાય છે. સમ્યગ્દર્શન પામેલો આત્મા સગુરુમુખે શ્રીજિનવચનનું શ્રવણ કરવું, ધર્મનો અવિહડ રાગ અને દેવગુરુની વૈયાવચ્ચાદિ દ્વારા ચારિત્રમોહનીય સાથે સંગ્રામ ખેલે છે. આપણે જોઈ ગયા છીએ કે સંસારને સમ્યગ્દર્શન મર્યાદિત બનાવે છે. અર્ધપુલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામતા જ નથી. ધર્મ રક્ષતિ રક્ષિત : એ સૂત્રને ભયંકર ઝંઝાવાત થયેલા ઓરિસ્સામાં જ્યાં અકથ્ય વિનાશ ફરી વળ્યો ત્યાં સૈકા પૂર્વે બંધાવેલાં 320 મંદિરો અડીખમ ઊભાં રહ્યાં તેમાં પૂર્વજોના પુણ્યપ્રતાપ સિવાય કયું કારણ આપણા મનોપટ પર ઉત્પન્ન થઈ શકે ? એક પણ તેની કાંકરી ન ખરી તે ધર્મના પ્રતાપને લીધે ને ? નવસ્મરણના ૮મા સ્મરણનો ૪૧મા શ્લોક દ્વારા શુભકામના વ્યક્ત કરું તો તે યથાર્થ ગણાશે. દેવે વન્દ! વિદિતાખિલવસ્તુસાર ! સંસારતારક! વિભો! ભુવનાભિનાથ! ત્રાવસ્વ દેવ! કરુણાહૃદ! માં પુનીહિ, સીદત્તમદ્ય ભયદવ્યસનાબુ રાશેઃ N41II શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદનની છેલ્લી કડી આ પ્રમાણે છે : “કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન, ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિ દાન.” (પ) મોક્ષનો અભિલાષ ત્યારે જ પ્રગટે કે જ્યારે જીવ ધર્માભિમુખ થયો હોય.
Page #247
--------------------------------------------------------------------------
________________ 238 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તે પ્રગટ થવાનો સમય ભવ્ય જીવોમાં જ અને તેવાં જ ભવ્યો કે જેઓ છેવટે એક પુદ્ગલપરાવર્ત કાળમાં અવશ્યમેવ મુક્તિ પામવાના હોય. મનુષ્યપણાથી ધર્મશ્રવણ સુધીની સામગ્રી તો અભવ્યો તેમજ દુર્ભવ્યો પણ પ્રાપ્ત કરી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો તે ભવ્યાત્માઓ કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક ન જ હોય, સ્વભાવથી ભવ્ય જીવો કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક હોય; તેઓમાં એની વિચારશક્તિ ઉદ્ભવી શકતી જ નથી કે મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ એ એ માટેનું સાધન છે, અને ધર્મના સાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવાનું છે. આ દશાને સમ્યગ્દર્શનના બીજરૂપ ગણાવી શકાય, અને સમ્યગ્દર્શન ગુણને પ્રગટવાની તૈયારી ચાલી રહી છે. આને સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી ઉદ્ભવેલી મનોદશા તરીકે ઓળખી શકાય નહિ. મોક્ષ એ ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તેનું કારણ છે, ધર્મ સેવવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો છે એવી મનોદશા પણ અભવ્યો તથા દુર્ભવ્યોમાં પ્રગટી શકતી જ નથી. તેથી ચરમાવર્તન પામેલા જે આત્માઓ મંદ મિથ્યાત્વવાળા બને છે તેવા આત્માઓ મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ દ્વારા જ મોક્ષને પ્રાપ્ત કરી શકાય અને ધર્મ સેવવા દ્વારા જ મોક્ષ સાધવો છે એવી મનોદશાના સ્વામી અવશ્ય બની શકે છે. તેથી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી સિદ્ધપદને પમાડનારી જે સામગ્રી છે તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય સિદ્ધિપદને પામી શકતા નથી. તે સઘળી સામગ્રી મનુષ્યપણું, ધર્મશ્રવણ અને તદુપરાંત સુદુષ્માપ્યા ધર્મશ્રદ્ધા સવિશેષ અત્યંત આવશ્યક કે જરૂરી છે. આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ગણધર શ્રી ગૌતમસ્વામીને ક્ષણ વાર માટે પણ પ્રમાદ ન કરવાનો સદુપદેશ આપ્યો છે. પ્રમાદ સેવનારા દેવની શી સ્થિતિ થાય તે સતલવ તરીકે જાણીતા સર્વાર્થસિદ્ધ દેવની હાલતથી જાણી શકાય છે. આ દેવનું આયુષ્ય ૭મી નરકના નારકીની જેમ 33 સાગરોપમનું હોય છે. સાત લવ જેટલો ક્ષુલ્લક પ્રમાદ સેવવાથી મોક્ષ તેમને માટે 33 સાગરોપમ જેટલો દૂર હડસેલાઈ ગયો ! “ગ્રેવેયકેવુ અનન્તદા ઉપપાભ્રવણાતું'. કારણ ધર્મ સેવવામાં કરેલો પ્રમાદ ! 14 પૂર્વોનું પરાવર્તન કે કંઈક તપ કરવામાં સરતચૂક થવાથી શિક્ષા કેટલી ? એકબે વર્ષ નહીં પરંતુ 33 સાગરોપમ કાળ પસાર કર્યા પછી જ હાથવેંતમાં આવેલો મોક્ષ હસ્તગત કરી કૃતકૃત્ય થઈ શકાય ! ધર્મમાં પ્રમાદ ન જોઈએ તે માટે બીજું કોઈ ઉદાહરણ જરૂરી છે? નહીં ને ! તો પછી આપણે પણ
Page #248
--------------------------------------------------------------------------
________________ ધર્મનું સાચું સ્વરૂપ અને તેનો યથાર્થ પરિચય - 239 જાગરૂક થઈ ઉપયોગપૂર્વકની આરાધના ધર્મ માટે કરવી જોઈએ ને? અણુ જેટલી ક્ષતિ માટે મેરુ જેવડી શિક્ષા ! વિશાળ, સમૃદ્ધ પુણ્યનો પ્રાભાર હોવા છતાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાયુ તરીકે જન્મી નગણ્ય એવી નાની ક્ષતિ કે તપશ્ચર્યાના અભાવમાં એકાવતારીને 33 સાગરોપમની શિક્ષા ! તેથી પ્રાર્થના કરીએ કે જે એ લોગરસ ઉત્તમ સિદ્ધા આરૂગબૉહિલાભ સમાવિરમુત્તમં દિg (લાગલ્સદ). અહીં ભવ આરોગ્ય, સમ્યક્ત તથા ઉત્તમ સમાધિ ઇચ્છવામાં આવી છે. સુખમાં અને દુઃખમાં સારભૂત એક માત્ર ધર્મ છે. માટે ધર્મ સર્વસ્વ છે, ધર્મ ભાઈ છે, ધર્મ પિતા છે, ધર્મ માતા છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ભાઈની, પિતાની, માતાની ગરજ સારનાર ધર્મ છે. સંસારનાં માતા, પિતા, ભાઈ વગેરે આપણી જે સંભાળ લે છે તે ધર્મનો પ્રતાપ છે. ધર્મ ન હોય તો પિતા, માતા, બહેન, ભાઈ, પતિ, પત્ની, પુત્રો કોઈ દરકાર નહીં કરે. ધર્મ પુણ્યરૂપે ઉદયમાં હશે તો સગાં સગાં થશે, મિત્ર મિત્ર રહેશે. પુત્ર મરતાં બાપા કહે, ખબરઅંતર પૂછે, સેવા કરે એ ધર્મના પ્રતાપથી. સંસારની કોઈ સામગ્રી કે સંબંધી જે કામ ન લાગે ત્યારે ધર્મ કામ લાગે, શાતા ઉપજાવી શકે. અશાતાના ઉદયમાં સમાધિમાં રાખી શકે તેથી હુંફ ધર્મની હોવી જોઈએ ને ? તો પછી ધર્મ માટે ક્યાં જવું ? સોના માટે ઝવેરી, કાપડ માટે કાપડિયો, શાક માટે કાછિયો, પૈસા માટે શાહુકાર, રોગ માટે ડૉક્ટરની પાસે જવું પડે તેમ ધર્મ પામવા સાધુ પાસે જવું પડે ને ? સાધુ સૌ પ્રથમ શું બતાવે ? તેના પદ પ્રમાણે સર્વવિરતિ ધર્મ જ બતાવે ને ? તે માટે સર્વવિરતિ જોઈએ ને? પરંતુ બધાં કંઈ સર્વવિરતિ સ્વીકારી શકે તેવાં ન હોય ને ? તેવા સામર્થ્યના અભાવે તે ધર્મ ગમી જાય તો પણ સામર્થ્યના અભાવે સંસાર તરવા માટે આ જ સાચું પગલું છે પણ તે અશક્ય હોવાથી, આચરી શકાય તેમ ન હોવાથી, તેવો ધર્મ બતાવો કે જેના દ્વારા સર્વવિરતિ ધર્મ પછી પામી શકાય. ત્યારે ગુરુ ભગવાન દેશવિરતિ ધર્મ બતાવે, પણ તે જીવ દેશવિરતિ ધર્મ સ્વીકારવાના સામર્થ્યવાળો ન હોય તો તેને સમ્યક્તના આચારાદિ બતાવે. એવા જીવો પણ હોય કે જેમની પાસે એટલી પણ યોગ્યતા વિકસી ન હોય, તેવા જીવોને માર્ગાનુસારિતાના આચાર બતાવે, કારણ કે માર્ગાનુસારિતાના આચારો એવા છે કે જે આચારોને પાળતાં પાળતાં ક્રમે ક્રમે જીવ ઉપરના પગથિયે ડગ માંડી ધર્મની પ્રાપ્તિ માટે તૈયાર થઈ યોગ્ય બને. જીવ ધર્મની પ્રાપ્તિ માટે યોગ્ય બને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઇચ્છા થઈ ત્યાં સુધીમાં ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવા માટે સૌ પ્રથમ ગ્રંથિભેદ કરવો પડે, ગાઢ રાગદ્વેષની ગાંઠ ભેદવી પડે. અપૂર્વકરણ વગર તે ભેદાય નહીં. તે પેદા કરવા માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર
Page #249
--------------------------------------------------------------------------
________________ 240 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. આ બન્ને અસામાન્ય કોટિના હોય તો જ કાર્યસિદ્ધિ થાય ને? આ સંદર્ભમાં આપણો કરાતો ધર્મ કેટલો પાંગળો છે તે સમજાય છે ને? સામાન્ય જન સાંસારિક પૌલિક સુખ માટે કે સ્વર્ગીય સુખ માટે ધર્મ કરતો જોવા મળે છે. આ બન્ને પ્રકારનાં સુખ ઝાંઝવાના જળ સમાન, અનિત્ય, અશાશ્વત અને નાશવંત છે, કેમ કે મુક્તિ સિવાયનું કોઈ પણ સુખ કે દુઃખ તેનાં મિશ્રણ વગરનું હોતું જ નથી. આ સુખ દુઃખમય, દુઃખ ફલક અને દુઃખ પરંપરક છે (પંચસૂત્ર). તુવે યુવકને ફુવીyવંઘ (પંચમૂત્ર) અત્રે ઉલ્લેખ કરાયેલા ધર્મના સ્વરૂપને તેની આરાધનામાં નિરાશસભાવે ઉપયોગ પ્રમુખતા આરાધકોમાં સમ્યગ્દર્શન કે સમકિત સામે ચાલીને આવશે; કેમ કે તે સધળા ગુણોનું મૂળ છે. તેના વિના ગુણો સાચા સ્વરૂપમાં ગુણની કક્ષામાં આવતા નથી. તેથી યમ અને પ્રશમને જિવાડનાર સમક્તિ છે. જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે. તપ તથા શ્રેતાદિનો હેતુ સમકિત છે. અનંતજ્ઞાનીઓનું આ ફરમાન છે. ચારિત્ર અને જ્ઞાન વિનાનું દર્શન શ્લાઘનીય છે; પરંતુ મિથ્યાત્વથી દુષિત જ્ઞાન અને ચારિત્ર ગ્લાધ્ય નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાના શ્રેણિક મહારાજા સમ્યગ્દર્શનના માહાભ્યથી શ્રી તીર્થંકરપદને પામશે. જ્ઞાન અને ચારિત્ર નહીં એવાં જીવો સમ્યગ્દર્શનના પ્રભાવથી અનુપમ સુખના નિદાનરૂપ મોક્ષ પામે છે, જે સંસારસાગરને પાર પામવા માટે વહાણ સમું છે, દુઃખરૂપી કાંતારને સળગાવી મૂકવા માટે દાવાનળ સમું છે. તે એક સમ્યગ્દર્શન નામના રત્નનો આશ્રય કરો, કારણ કે જીવનમાં ધર્મારાધના દ્વારા પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યકતા છે. ઉપરની ચર્ચાવિચારણાના વિહંગાવલોકનરૂપે કહી શકાય કે જીવ માર્ગાનુસારી બની છેલ્લા ચરમાવર્તકાળમાં પ્રવેશે ત્યારે તેને મોક્ષાભિલાષ, મોક્ષરૂચિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા નિર્વેદ પામી તહેતુ અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્ઠાન કરવા તૈયાર થયો હોવાથી જે સમયને ધર્મયૌવનકાળ કહી શકીએ એ પૂર્વ ધર્મબાળકાળ હતો; જ્યારે કાન્તાદષ્ટિ જેવી દષ્ટિ વિકસેલી. ન હોવાથી ઓઘદૃષ્ટિને હવે ત્યજી ખંતપૂર્વક, યોગ્ય સુપુરુષાર્થ કરી મોક્ષ તરફ હરણફાળ ભરી શકાય તેવી ધર્મારાધના કરી મોક્ષપદ પામે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________ 28 જેન દૃષ્ટિએ વિવિધ યોગો નિગોદમાંથી એટલે કે અવ્યવહાર રાશિમાંથી નીકળી જીવ પુણ્યયોગે વ્યવહારરાશિમાં આવે છે. તે જીવો એકેન્દ્રિયમાંથી બે, ત્રણ, ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત કરી અસંગ્નિ પંચેન્દ્રિય સુધીની સ્થિતિ આગળ વધતાં વધતાં પ્રાપ્ત કરે છે. આ સૌ જીવોને મન હોતું નથી તેથી તેઓને મન દ્વારા પ્રાપ્ત થનારા યોગોનો સ્વાભાવિક રીતે લાભ મળતો નથી. સંજ્ઞિ પંચેન્દ્રિયોને જ મનોયોગ થઈ શકે છે. જેનદર્શન સિવાય યોગની ચર્ચા પાંતજલયોગના કર્તા મહર્ષિ પતંજલિએ કરી છે. તેમણે યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘ચિત્તવૃત્તિ નિરોધઃ યોગઃ” એમ કહી તેનાં આઠ પગથિયાં પ્રસ્થાપિત કર્યા છે. આ વ્યાખ્યા કંઈક અંશે અધૂરી ગણાવી શકાય. મન, વચન અને કાયાની - ત્રણેની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર સંયમિત ઢબે નિયંત્રણ કરાય તે સાચો યોગ છે. જૈનદર્શન પ્રમાણે મોક્ષની સાથે જે જોડી આપે, સંલગ્ન કરે છે, તાત્ત્વિક ધર્મપ્રવૃત્તિ કરી આપે છે તેથી તેને યોગ કહેવાય. તેમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગની ઉત્તરોત્તર એકથી એક ચઢિયાતી કક્ષાઓ છે. આ ત્રણે ધર્મપ્રવૃત્તિ છે, પાપપ્રવૃત્તિ નહીં જ; સંસારપ્રવૃત્તિ નહીં; ધર્મપ્રવૃત્તિ અને તે પણ તાત્ત્વિક ધર્મપ્રવૃત્તિ ગણાય. જેમાં ધર્મનું લક્ષણ ઘટે, જે જીવને દુર્ગતિમાંથી ધારણ કરી સદ્ગતિમાં ધરે તે ધર્મ. આ ધર્મ સર્વજ્ઞકથિત હોવો જોઈએ જેમણે ઘાતી તેમજ અઘાતી કર્મોનો ચૂરો કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થકરપદ પ્રાપ્ત કરી લોકકલ્યાણાર્થે ઉપદેશ આપ્યો હોય. ધર્મનો સાધક પ્રથમ તબક્કે ઉચ્ચ કોટિની ધર્મારાધના કરી શકતો નથી. પ્રવેશતાં કેટલીયે વિકલતા, ત્રુટિઓ, વિરાધના, આશાતનાદિ હોવા છતાં પણ તેને ધર્મ કરવાની ઇચ્છા પ્રબળ છે, તાલાવેલી છે. તેથી ત્રુટિવાળી ક્રિયા તરફ ધ્યાન ન રાખતાં પ્રબળ ઇચ્છાવશ તે ક્રિયાને મુખ્ય ગણી આ ધર્મસાધનાને ઇચ્છાયોગ નામ અપાય છે. આ ઇચ્છાયોગ પાયાની ધર્મસાધના હોઈ ધર્મ કરવાની ઇચ્છા, હાર્દિક ઊર્મિ, ગરજ, તાલાવેલી, તમન્ના હોવાથી આગળ વધી શકાય. તે માટે નિરાશસભાવે કર્મયોપશમના બળે ધર્મ કરવાની ઇચ્છા, તે ધર્મ પ્રરૂપિત કરનારા આગમોનું શ્રવણ, તે દ્વારા ધર્મના તત્ત્વજ્ઞાન અને વિકથાદિથી પ્રમાદવશ ખામીવાળી ધર્મસાધના થાય. તો પણ રસમય તથા હૃદયના ઉમળકાભેર થતી જૈન૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________ 242 છે. જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન હોવાથી દેખાદેખી, શરમાશરમથી, કે બળાત્કારે ન હોવાથી વેશ્યાગીરી તેમાં નહીં હોય. ધર્મપ્રવૃત્તિ બે પ્રકારની (1) ઔદયિક (2) ક્ષયોપથમિક ભાવની, પહેલી ક્રિયા મોહોદયથી પ્રેરિત છે જ્યારે બીજીમાં મિથ્યાત્વાદિ મંદ પડ્યાં છે. રાગાદિ મંદ થવાથી તે ક્રિયા આત્મહિતાર્થે થાય છે. નિરાશસભાવે, સંસ્કારની વૃદ્ધિ ક્ષયોપશમ વધતાં ઊંચો ધર્મ સધાય જે શાસ્ત્રયોગ તરફ લઈ જાય. એકલી ધર્મઇચ્છા એ ઇચ્છાયોગ નથી. પરંતુ ધર્મ ઇચ્છાવાળી ધર્મક્રિયા ઇરછાયોગ છે. શુદ્ધધર્મ કરવાની ઇચ્છાના જોર પર ધર્મક્રિયામાં આગળ કદમ ભરતાં જ્યારે ક્રિયામાં વિકલતા, ખામીઓ દૂર થતી જાય, શાસ્ત્રોક્ત અવિકલ અને સંપૂર્ણ શુદ્ધ ક્રિયા કરાય તે શાસ્ત્રયોગરૂપ બને. તેમાં પણ આગળ ને આગળ કદમ ભરતાં વિશેષતાવાળી ધર્મસાધના કરવાનું સામર્થ્ય ફોરવાય ત્યારે તેમાં શાસ્ત્ર ઉપરાંત આત્મસામર્થ્યની વિશેષતા હોવાથી તેને સામર્થ્યયોગ કહી શકીએ. ઇચ્છાયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે : કÚમિચ્છોઃ શ્રુતાર્થસ્ય જ્ઞાનિનોડપિ પ્રમાદતઃ. વિકલો ધર્મયોગો યઃ સ ઇચ્છાયોગ ઈષ્યતે II ધર્મક્રિયા આપકલ્પનાથી જ કોઈનું જોઈને ન થાય. ધર્મનું તત્ત્વ અતીન્દ્રિય છે, કેવાં કેવાં ઝીણવટભર્યા વિધિવિધાન અને કેવી વિશેષતા જાળવવાથી કેવાં કેવાં પુણ્યાનુબંધી પુણ્યોના ઉપાર્જન થાય, મામ્બદ્ધ કયા કયા અશુભ કર્મદ્ધિલિયાના શુભમાં સંક્રમણ, અપવર્તના, પ્રદેશોદય, ઉદ્વર્તના, શા શા સામાન્ય અને વિશેષ ફળ મળે, કઈ કઈ અયોગ્યતા, વિધિભંગ, આશાતનાદિથી કયા કયા મોહનીયકર્મ, જ્ઞાનાવરણીય કર્મબંધાદિ જે અતીન્દ્રિય છે. ધર્મસાધના સુધી આવવા છતાં પણ અનાદિના અભ્યાસવશાત્ નિદ્રા, વિકથા, રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા, અનુપયોગ, શરીરરાગ, કંટાળો, અરુચિ, દ્વેષ, વિસ્મરણ, સંશય, ચંચળતા, દશસંજ્ઞાઓ, ઇત્યાદિ પ્રમાદવશ ધર્મક્રિયા શાસ્ત્રોક્ત રીતે ન થાય; તેથી જ્યાં સુધી શાસ્ત્રોક્ત કાળ, આસન, મુદ્રાદિમાં સહેજ પણ ત્રુટિ રહે તો અતિચારાદિ લાગે અને તે ધર્મપ્રવૃત્તિ ઇચ્છાયોગ ગણાશે. શાસ્ત્રયોગ : તેની વ્યાખ્યા આ પ્રમાણે છે : શાસ્ત્રયોગસ્તિવહ જોયો યથાશક્તિ અપ્રમાદિનઃ | શ્રાદ્ધસ્ય તીવ્રબોધન વચસાહવિકલસ્તથા ! શાસ્ત્રયોગમાં નિદ્રા, વિકથા, અનુપયોગ, ચંચળતા, સ્મૃતિભ્રંશ, સંશયાદિ પ્રમાદો શક્તિ ખર્ચીને નિવારવામાં આવે છે. તેથી ધર્મસાધનામાં આત્મા મનવચન-કાયાથી એકાકાર થઈ જાય છે. તેમાં તન્મય લક્ષવાળું, શુભલેશ્યા,
Page #252
--------------------------------------------------------------------------
________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો * 243 અધ્યવસાયયુક્ત, સ્પષ્ટ સૂત્રોચ્ચાર, સચોટ ક્રિયાવિધિપાલન, શાસ્ત્રોક્ત કાળ, મુદ્રા, આસનાદિની જાળવણી, માનસિક અખંડ ઉપયોગ ઝળહળતાં રહે છે. આથી પ્રમાદ, અતિચારાદિના અભાવે ઊંચું અપ્રમત્તપણું હોય છે. અપ્રમત્તસ્થિતિ ત્યારે જ આવે જ્યારે તીવ્રસંગ, ધર્મરંગ, ઉલ્લાસ, અપૂર્વ ધગશ, ખંત, મનોબળ, કઠોર સાધનાનો દીર્ઘ અભ્યાસ, દર્શનાવરણીય કર્મોદયે નિદ્રા ચઢી ન બેસવા દેવી, વીર્યાન્તરાયને ઉદયમાં ન લેવાય, વૈરાગ્યાદિ ક્ષમા ભાવનાના અભાવમાં મોહનીય કર્મ ઝટ ઉદયમાં આવી જાય, તો નંદિષેણ મુનિને મહાતપસ્યા, રસત્યાગ, ઉગ્રચારિત્ર, સાધનાદિ હોવા છતાં પણ મોહનો વિકાર પીડતો રહ્યો. તેથી અહીંના આ યોગમાં મનને સાબૂત રાખી ઉત્સુકતા, ક્ષુદ્રતા ટાળતાં સ્વસ્થતા, ગાંભીર્ય, ઔદાર્ય વગેરે ટકે. કર્મોનો ક્ષયોપશમ થતો રહેતાં મન, વચન, કાયાની સર્વ શક્તિનો ઉપયોગ પુરુષાર્થ, ખંત, ધગશ, ધર્યાદિ રાખી કાર્ય સાધી લેવાનું. તે માટે ઊછળતી શ્રદ્ધા, સંવેગ, નક્કર મનોબળ, તમન્ના વેગાદિથી સુપુરુષાર્થમાં લાગી રહેવાનું. શાસ્ત્રયોગ માટે તપાદિ કઠોર સાધના, કષાયજય, પ્રલોભનય, નિર્ભયતા, શરીર પર નિઃસ્પૃહતા, ઉપયોગની અખંડધારાથી અપ્રમત્તતા આવે. શાસ્ત્રયોગ માટે સ્વસંપ્રત્યયરૂપ બનેલી શ્રદ્ધા છે. અત્યાર સુધી ક્રિયા જ્ઞાનીઓના ફરમાનથી, પાપથી બચવા થતી, કર્મક્ષયના હેતુથી થતી, કદાચ અમૃતક્રિયા થઈ જતી તો તે એટલી ઊંચી અને સળંગ નહીં. સંસારી જીવને ખાવું, પીવું, રળવું સ્વાભાવિક બન્યું હોય તેવી રીતે શાસ્ત્રયોગીને અણીશુદ્ધ, ધારાબદ્ધ ધર્મપ્રવૃત્તિમય જીવન સ્વાભાવિક બની ગયું હોય છે. ધર્મયોગોમાં પ્રમાદ ન નડે, ચળવિચળતા ન થાય, પ્રીતિ-ભક્તિબળ વધ્યું હોય. આ જ કરવા યોગ્ય છે, આ જ ધ્યાન છે, અને તે દ્રવ્ય, ભાવ બંને પ્રકારના રોગોનું ઔષધ છે. ધર્મયોગમાં હૂંફ, આશ્વાસન, સ્વસ્થતા લાગ્યા કરે; સર્વશક્તિ, મનોબળ, ઉચ્ચ શ્રદ્ધા વિકસાવતાં વિકસાવતાં શાસ્ત્રયોગની સ્વયંસંપ્રત્યયરૂપ શ્રદ્ધા સુધી પહોંચી શાસ્ત્રયોગ સહજ સિદ્ધ થાય છે. શાસ્ત્રયોગ માટે આવા શ્રદ્ધાબળ ઉપરાંત તીવ્ર બોધ એટલે (1) ધર્મયોગના વિધિવિધાનો અંગે સર્વજ્ઞ તીર્થંકરના શાસ્ત્રમાં બતાવેલી સૂક્ષ્મતા, ચોક્કસાઈ, ઉત્સર્ગ-અપવાદના કેવા કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ વિહિત કર્યા છે તેનો બોધ થવો જોઈએ. (2) તીવ્ર બોધ એટલે શાસ્ત્રીય તત્ત્વોનો વિશાળ ગંભીરભાવ, (3) બોધ તીવ્ર એટલે એટલો ઘૂંટેલો અને ચોક્કસ હોય કે સ્વાધ્યાયાદિમાં આટલું થયું એટલે આટલો સમય વીત્યો, (4) બોધ એટલો તીવ્ર કે શાસ્ત્ર કયા પ્રસંગ .
Page #253
--------------------------------------------------------------------------
________________ 244 : જેન ધર્મનાં સ્વાધ્યાય-સુમન માટે કયા વિધાનો કર્યા છે તે માટે શાસ્ત્રનાં પાનાં ઉઘાડવા જવું ન પડે. શાસ્ત્રયોગમાં તન્મયતા દ્વારા શરીર અને આત્યંતર કષાયોની સારી સંલેખના કરી હોય એટલે કસીને ઘસી નાંખ્યા હોય. આ રીતે નિરતિચાર સાધનાએ પહોંચાય જેથી શાસ્ત્રયોગની નિરતિચાર અને નિરપવાદ સાધના થાય. સામર્થ્યયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે : શાસ્ત્ર સંદર્શિતોપાયરૂદતિક્રાન્ત ગોચરઃ શકિત્યુદ્રકાદ્ધિશેષેણ સામર્થ્યખોડયમુત્તમઃ || યોગોમાં ઉત્તમોત્તમ યોગ સામર્થ્ય યોગમાં (1) સાધનાના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી કહ્યા હોય, (2) ઉપાયો વિશેષરૂપે શાસ્ત્રની મર્યાદા બહારના હોય, (3) સાધના શક્તિની પ્રબળતાથી થવી જોઈએ, (4) વિશેષરૂપે શાસ્ત્ર ન કહેલા ઉપાયોને વિશેષરૂપે સેવાતા હોય. સામર્થ્યયોગ શ્રેષ્ઠતમ છે કારણ કે વિના વિલંબે પરમ ફળ પેદા કરે છે. તે ફળ તે વીતરાગતા, સર્વજ્ઞતા અને મોક્ષ. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ત્રીજી ગાથામાં આ યોગનો નિર્દેશ થયો છે. અહીં કહેવાયું છે કે : ઈક્કોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વંધ્રમાણમ્સ, સંસારસાગરાઓ, તારેઈનર વ નારિ વા | પ્રભુ વર્ધમાનને કરેલો એક જ નમસ્કાર નર અથવા નારીને તારે છે એટલે કે સંસારની પેલી પાર રહેલા કૈવલ્યધામમાં શૈલેશી સ્થિતિમાં મૂકી દે છે. આ પરિસ્થિતિ માટે વજ8ષભ નારાણસંઘયણ, ક્ષપકશ્રેણિ, યથાખ્યાતચારિત્રાદિ અપેક્ષિત છે. તેથી સામર્થ્યયોગ શ્રેષ્ઠ ગણાય છે. અપ્રમત્તભાવના અધ્યવસાયો કરતાં અનંતગુણી વિશુદ્ધિવાળા અધ્યવસાયોથી અપૂર્વકરણ લાધે. તેમાં પ્રતિક્ષણ અનંતગુણી વિશુદ્ધિવાળા અધ્યાવસાયો ઉત્તરોત્તર ચાલ્યા કરે જેની મથામણ કેવી હોય તે શાસ્ત્રનિર્દિષ્ટ ન હોવાથી તે સામર્થ્યયોગનો વિષય બને છે. આવી પ્રવૃત્તિ તે સામર્થ્યયોગનો વિષય છે જેમાં અપૂર્વ શ્રદ્ધા, સંવેગનું બળ, સમ્યગ્દર્શનની અધિકાધિક નિર્મળતા, અપૂર્વ સંયમશુદ્ધિ, ત્યાગપૂર્વકની આત્મરમણતાનો વિકાસ, તન્મય સતત તત્ત્વચિંતન, બાહ્યઆત્યંતર તપ, શુક્લધ્યાનથી ઊંચે ચઢેલો આત્મા પ્રબળ શક્તિથી અનુભવમાં ઉતારે એ માટેના ધર્મવ્યાપારને સામર્થ્યયોગ કહેવાય છે. વિરુદ્ધ તત્ત્વો જેવાં કે સુખ-દુઃખ, હર્ષ-શોક, ટાઢ-તડકો, આશા-નિરાશા, પ્રગતિ-અવગતિ, માનઅપમાન, રાગ-દ્વેષ સમતાથી સહન કરવાં તે સમતાયોગ છે. અધ્યવસાયો ચઢતી-ઊતરતી કક્ષાના હોઈ શકે છે જેમ કે સંક્લેશરૂપ અને
Page #254
--------------------------------------------------------------------------
________________ જૈન દષ્ટિએ વિવિધ યોગો - 245 વિશુદ્ધિરૂપ. ચઢતા-ઊતરતા અધ્યવસાયોવાળા એક સ્થાને ભેગાં થઈ શકે છે. જેમ કે ૧૧મે ગુણસ્થાનકથી પડતો અને ૭મે ગુણસ્થાનેથી ચડતો નવમે ગુણસ્થાનકે એકત્રિત મળે જે સમાન અધ્યવસાયનું ગુણ સ્થાનક છે. અહીંથી પડતો સંકેલશમાં છે, ચઢતો વિશુદ્ધિમાં છે. સામર્થ્યયોગ માટે સંકલેશને તિલાંજલિ આપી વિશુદ્ધિ માટે સુપુરુષાર્થ કરવાનો છે. મંદ મિથ્યાત્વના છેલ્લામાં છેલ્લા અધ્યવસાય કરતાં અનંતગુણ વિશુદ્ધિએ અવિરતિ સમ્યગ્દષ્ટિએ પહોંચાય, તેથી અનંતગુણી વિશુદ્ધિએ દેશવિરતિએ પહોંચાય, તેથી અનંતગુણી વિશુદ્ધિએ સર્વવિરતિ સાધુપણાનું સ્થાનક પ્રાપ્ત થાય. એમાં ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના અનંતગુણી વિશુદ્ધિવાળા અસંખ્ય અધ્યવસાયો પસાર થતાં સામર્થ્યયોગના પ્રથમ અધ્યવસાય સ્થાનકે પહોંચાય ! તે માટે પ્રચંડ પુરુષાર્થ આદરવો જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, હર્ષ-ઉદ્વેગનો નિગ્રહ કરી, ધર્મસાધનાઓ, વિનયાદિ ગુણો, અહિંસાદિ વ્રતો, ઇન્દ્રિયસંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અત્યંત જરૂરી છે. આવું છે સામર્મયોગનું મહત્ત્વ તથા સ્થાન ! સામર્થ્યયોગમાં નિર્દિષ્ટ ઉપાયોને તે સામાન્યરૂપે નહીં પરંતુ વિશેષ રૂપે સાધે છે. તેમાં આંતરશક્તિનો અગ્નિ એવો ભભૂક્યો હોય છે કે તે શાસ્ત્રવચનની ઉપર જઈ ઉપાયોમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે. સામર્થ્યયોગ મોક્ષપુરીમાં પહોંચવાનું છેલ્લું સ્ટેશન છે. સામર્થ્યયોગના અનુભવોને શાસ્ત્ર જણાવ્યા નથી, તે અનુભવગમ્ય છે, તે અનભિલાખ છે, શુક્લધ્યાનના છેલ્લા બે પ્રકારો સામર્થ્યયોગના ક્ષેત્રના છે; તે ક્ષપક શ્રેણિના ધર્મવ્યાપારરૂપ છે. સામર્થ્યયોગ પ્રતિભજ્ઞાનથી યુક્ત બને છે. સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું તે છે. અધ્યવસાયો બે પ્રકારના છે : સંકલેશરૂપ અને વિશુદ્ધિરૂપ. પહેલું મલિન હોય છે, કષાયો જોરદાર હોય છે; બીજું નિર્મળ, મંદકષાયોવાળું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ દીક્ષા પછી મહાસંયમી હતા છતાં પણ એક પછી એક આ બંને અધ્યવસાયોથી ક્ષણમાં નરક અને ક્ષણમાં કૈવલ્ય પામી ગયા હતા ને ! સામર્થ્યયોગના બે પ્રકારો ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ છે. અત્રે સંન્યાસ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. સામાન્ય રીતે સંન્યાસ એટલે સંસારને ત્યજવો, મૂકી દેવું, ત્યજી દેવું, નિવૃત્તિ, છોડી દેવું, છેલ્લી સલામ ભરી દેવી, વિરામ, સંબંધ તોડી નાંખવો વગેરે અર્થો છે. અત્રે આ પારિભાષિક શબ્દ આમ સમજવાનો છે. ધર્મસંન્યાસઃ સામર્થ્યયોગમાં ધર્મ તરીકે ક્રોધમોહનીયાદિ કર્મોના ક્ષમોપશમથી નીપજનારા ક્ષમાદિ ધર્મ સમજવાના છે અને યોગસંન્યાસમાં યોગ
Page #255
--------------------------------------------------------------------------
________________ 249 જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન તરીકે કાર્યોત્સર્ગ, વિહાર, ઉપદેશ વગેરે શરીરની પ્રવૃત્તિઓનો સદંતર ત્યાગ એ ધર્મ-યોગ-સંન્યાસ. ક્ષમા, નિસ્પૃહતા વગેરે આત્માના ગુણો છે. તે મોહનીય કર્મથી આવરિત થઈ ગયાં છે. તેનો ક્ષયોપશમથી અંશે નાશ થવાથી ક્ષયોપશમ ક્ષમા, નિસ્પૃહાદિ આત્મિક ગુણો પ્રગટે છે. પરંતુ ક્રોધ-લોભ વગેરે નિમિત્તો મળતાં ફરી ક્રિયાન્વિત થઈ શકે તેમ હોવાથી તેનો સંપૂર્ણ નાશ થવા માટે ક્ષાયોપશમિક ક્ષમાને સ્થાને કર્મક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક ક્ષમાદિ ધર્મ પ્રગટાવવા જોઈએ. ક્ષાયોપથમિક તો નાશ પામી ગયા, છૂટી ગયા તેથી આ હવે શાશ્વત રહેનારા ક્ષાયિક ગુણો ગણી શકાય, કેમ કે પેલાનો ત્યાગ થઈ ગયો (સંન્યાસ), આનું નામ યથાર્થ રીતે ધર્મસંન્યાસ. પંચસૂત્રમાં અસ્થિર દ્વિપ અને સ્થિર દ્વિપની જેમ ક્ષાયોપથમિક ક્ષમાદિ અસ્થિર હોવાથી ઉદ્યમ કરીને સ્થિર ક્ષાયિક ક્ષમાદિમાં તેનું પરિવર્તન થઈ જાય છે. આ કાર્ય સામર્થ્યયોગથી જ થઈ શકે છે તેથી તે ધર્મસંન્યાસ કહેવાય. અત્રે ક્ષાયિક ક્ષમાદિ ધર્મ એટલે વીતરાગતા સિદ્ધ કરી તો પણ આયુષ્યાદિ અઘાતી કર્મો તો ઊભાં જ છે. એટલે વિહાર, ઉપદેશાદિ કાયિકાદિ યોગો અને પ્રવૃત્તિ ચાલુ છે. તેથી નવું કર્મ બંધાય જેનો પણ ત્યાગ કરવો જોઈએ. બીજા પ્રકારના સામર્થ્યયોગથી તે થઈ શકે છે. કાયિકાદિ યોગ ત્યજાવનાર આ આત્મપ્રવૃત્તિનું નામ યોગસંન્યાસ સામર્થ્યયોગ છે. ધર્મસંન્યાસ નામનો પહેલો સામર્થ્યયોગ દ્વિતીય અપૂર્વકરણ વખતે હોય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિભેદ, અપૂર્વકરણ જેમાં ક્યારેય પણ ન થયેલા અપૂર્વ અધ્યવસાયો ઉત્પન્ન થાય છે. તેનાથી પ્રબળ વર્ષોલ્લાસ થકી શુભ અધ્યવસાય વિકસી પાંચ અપૂર્વ કાર્યો - અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વસઘાત, અપૂર્વસ્થિતિબંધ, ગુણશ્રેણિ અને ગુણસંક્રમણ નીપજે. પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થઈ આ પાંચ કાર્યો ક્રમશઃ વધતાં શુભ અધ્યવસાયથી અનિવૃત્તિકરણ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વે જે અપૂર્વકરણ કરાય છે તે પહેલું અપૂર્વકરણ છે. બીજું અપૂર્વકરણ નવમા ગુણસ્થાનકથી શરૂ થતી ક્ષપક-શ્રેણિ માટે આઠમા ગુણસ્થાનકે કરાય છે. ચારિત્રમોહનીય કર્મોના ક્ષયથી તેનું બળ એટલું બધું હોય છે કે આગળની શ્રેણિમાં મોહનીય કર્મનો વિધ્વંશ થતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, યથાપ્યાત ચારિત્રવાળો એટલે કે વીતરાગ બને છે. આવું અપૂર્વકરણ સામર્થ્યયોગ નામના ધર્મસંન્યાસથી થાય છે. અહીં તાત્ત્વિક ધર્મોનો ત્યાગ કરાય છે કેમ કે અતાત્ત્વિક ધર્મો જેવાં કે ચૂલો, રસોઈ, પાણી, કમાવવું વગેરે અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ દીક્ષા લેતાં કરવા પડે છે. તે બધાં પટકાય જીવોના આરંભ, સમારંભ, કુટુંબરાગ, પરિગ્રહ, વિષયસેવનાદિ પાપપ્રવૃત્તિમય અતાત્ત્વિક ધર્મો તો સાધુ-દીક્ષા પ્રવ્રજ્યા કાળે થઈ
Page #256
--------------------------------------------------------------------------
________________ જૈન દષ્ટિએ વિવિધ યોગો * 247 જાય છે; પ્રવજ્યા સ્વીકારનારો મૂળ માયાનો ત્યાગ કરી સંપૂર્ણ અહિંસાદિ મહાવ્રતો, તેની રક્ષક આઠ પ્રવચનમાતાઓ, પચ્ચીસ ભાવનાઓ, આવશ્યકાદિ ક્રિયાઓ, તપ, જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચાદિની સાધના કરે છે. જ્ઞાનપૂર્વકની હોવાથી ‘જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' કહેવાય છે. પ્રવ્રજ્યા જ્ઞાન-યોગના સ્વીકારરૂપ હોઈને પાપ પ્રવૃત્તિમય ધર્મોનો ત્યાગ છે. અહીં અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ થયો; જ્યારે તાત્ત્વિક ધર્મો ક્ષમા, તપ, સંયમાદિ છે. પ્રારંભે જે ક્ષયોપક્ષમના ઘરના હતા તેનો ત્યાગ કરી હવે ક્ષાયિક કોટિના કરવામાં આવતાં તેને તાત્વિક ધર્મસંન્યાસ કહેવાય. તે કાર્ય દ્વિતીય અપૂર્વકરણના પ્રથમ સામર્થ્યયોગથી થાય જે ધર્મસંન્યાસ નામનો સામર્થ્યયોગ છે. ધર્મ-યોગ-સંન્યાસ જરા વધારે સ્પષ્ટ કરીએ. સાધુ દીક્ષા લે, સાંસારિક સર્વ ઉપાધિઓ તથા પ્રવૃત્તિઓ ત્યાગ કરીને સંન્યાસ લે છે. જે આ ધર્મોનો ત્યાગ કર્યો છે તે અતાત્ત્વિક ધર્મો છે. તેનો માત્ર ક્ષયોપશમ થયો હોય છે. કારણવશાતુ ક્ષય ન થયેલાં એટલે કે ઉપશમિત ધર્મો ક્યારેક પણ માથું ઊંચકી ક્રિયાન્વિત થઈ શકે તેમ છે. આવાં અતાવિક ધર્મોનો ક્ષય થતાં તાત્ત્વિક ધર્મોનો સંન્યાસ થઈ શકે તેમ છે. જેમ કે ક્રોધાદિનો પરિહાર ક્ષમાદિથી કર્યો પરંતુ હવે તેનો પણ એટલે કે આ તાત્ત્વિક ધર્મોનો પણ પરિહાર કરવાનો છે. આ ધર્મોની પ્રાપ્તિ આઠમા ગુણ સ્થાનકે જ થાય. ઉત્કટ બોધ થવાથી ક્ષાયોપથમિક ભાવો નાશ પામી. ધર્મસંન્યાસ થકી મોહાદિ ઘનઘાતી કર્મોનો નાશ થાય છે. આ કાર્ય બીજા અપૂર્વકરણ સમયે ક્ષપકશ્રેણિ માંડી હોય છે, કારણ કે પ્રથમ અપૂર્વકરણ વખતે ગ્રંથિભેદ કર્યો હોય છે. તેરમા ગુણસ્થાનકના અંતે દરેક કેવળી આયોજ્યાકરણ કરી, પછીના મુહૂર્તમાં અયોગી સ્થિતિ પામે છે. શૈલેશી સ્થિતિ પ્રાપ્ત કરી જે મહાઉત્કૃષ્ટ યોગ પ્રાપ્ત થાય, શરીરયોગ પર સંપૂર્ણ અંકુશ કરે છે. આ યોગને અયોગી ગુણસ્થાનક અવસ્થાને ચૌદમા ગુણઠાણે હાંસલ કરે છે, જેને યોગ-સંન્યાસ કહેવામાં આવે છે. યોગનો અયોગ તે યોગ એવી જે યોગની વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરીશ્વર મહારાજસાહેબે આપી છે તે આ ઉત્કૃષ્ટ યોગસંન્યાસમાં મનોયોગના ત્યાગરૂપ જેને યોગ ઉપર અંકુશરૂપ સમજવી. આ યોગસંન્યાસ યોગમાં યોગો નિરુદ્ધાવસ્થા પ્રાપ્ત કરી છેવટે અયોગી ભાવ શુક્લધ્યાનના ચોથા પાદ પર પંચ હ્રસ્વઅક્ષર કાળ સ્થિતિ કરી સાધ્ય પ્રગતિ કરે છે. આ યોગસંન્યાસ અંતિમ યોગભૂમિકા એટલે કે આઠમી છેલ્લી દષ્ટિ પર આવી જાય છે. ધર્મસંન્યાસ તાત્ત્વિક અને અતાત્ત્વિક છે. જેમાં અતાત્ત્વિક બાહ્યાચારરૂપે e Only
Page #257
--------------------------------------------------------------------------
________________ 248 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે જે પંચમ દૃષ્ટિએ લભ્ય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સંસાર ત્યજી દીક્ષા લે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે શક્ય બને છે. જ્યારે તાત્ત્વિક ધર્મસંન્યાસ યોગની પરા ભૂમિકા(દષ્ટિ)માં જ પ્રાપ્ત થાય છે. તેની પરાકાષ્ઠાએ યોગસંન્યાસ થતાં આગળ ગતિ કરી જીવ પરમાત્મભાવ પામે છે. ટૂંકાણમાં બાહ્ય ધર્મસંન્યાસ છકે ગુણસ્થાનકે, જ્યારે તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમાં ગુણસ્થાનકે જ શક્ય છે. ક્ષમા વગેરે ધર્મો ક્ષયોપશમ ભાવ ત્યજી ક્ષાયિક ભાવ પ્રાપ્ત થાય તેને ધર્મસંન્યાસ કહેવાય. ક્ષમા, માદેવ, આર્જવ, લોભાદિ ત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌર્ય, અકિંચનત્વ, બ્રહ્મચર્ય એ દશ ધર્મો તથા ત્યાગભાવના સંયમો સારી રીતે હાંસલ કરી ન જાય તેવાં બનાવે છે. ત્યાર સુધી તેઓ આવે, જાય તેવાં હતાં. ક્ષાયોપથમિક ભાવના હતા તે હવે ધર્મમાં કાયમના સ્થિર થાય છે જેને ક્ષાયિક ભાવ કહી શકીએ. આ બીજા યોગસંન્યાસમાં શરીરાદિ વ્યાપાર પર અંકુશ આવી જાય છે, યોગની પ્રાપ્તિ થાય છે. બીજી વખત અપૂર્વકરણ કરી અપ્રમત્ત યતિ ક્ષપકશ્રેણિ માંડે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. યોગસંન્યાસમાં કાયિક તેમજ માનસિક યોગોનો સંપૂર્ણ ત્યાગ થતાં અયોગ ઉત્કૃષ્ટ યોગ મળે છે જે યોગસંન્યાસ નામે ઓળખાય. આગળ વધીએ તે પૂર્વે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સમજીએ. ધર્મસંન્યાસમાં ધર્મ તરીકે ક્રોધમોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી નીપજનારા ક્ષમાદિ ધર્મ લેવાના છે; યોગસંન્યાસમાં યોગ તરીકે કાયોત્સર્ગ, વિહાર ઉપદેશાદિ કાયાદિની પ્રવૃત્તિ લેવાની છે. આનો સદંતર ત્યાગ એ ધર્મ-યોગ-સંન્યાસ. ક્ષમા, નિસ્પૃહતાદિ આત્માના સહજ ગુણ છે જે મોહનીય કર્મોથી આવરાઈ ગયા છે એનો ક્ષયોપશમ અર્થાત્ અંશે નાશ કરવાથી ક્ષયોપથમિક ક્ષમા નિસ્પૃહતાદિ ગુણ પ્રગટે છે ખરા, પરંતુ સિલકમાં કર્મો પડ્યાં છે તે ક્યારેક બળવાન થઈ ઉદયમાં આવી જાય. ક્ષમાદિને ફરી ઢાંકી દે, તે ભય ટાળવા કર્મોનો સર્વથા ક્ષય કરવો જોઈએ. તેથી ક્ષાયોપશમિક ક્ષમાને બદલે ક્ષાયિક (કર્મયથી ઉત્પન્ન) ક્ષમાદિ ધર્મ પ્રગટ થાય, જે હવે શાશ્વત કાળ રહેવાના. આ ક્ષમાદ ક્ષયોપશમથી પેદા થનારા ક્ષમાદિ ન કહેતા, કારણ કે તે હવે છૂટી ગયા, ત્યાગ થઈ ગયો એનું નામ ધર્મસંન્યાસ. આ કાર્ય જે ધર્મવ્યાપારથી થાય એનું નામ ધર્મસંન્યાસસામર્થ્યયોગ. આ રીતે ક્ષાયિક ક્ષમાદિ ધર્મ યાને વીતરાગતા સિદ્ધ કરી. પરંતુ આયુષ્ય વગેરે કર્મ ઊભાં છે. ત્યાં વિહાર ઉપદેશ વગેરે કાયિકાદિ યોગની પ્રવૃત્તિ હોય છે. તેથી આત્માને નવું કર્મ બંધાય છે, તો તેનો ત્યાગ કરવો જોઈએ. તે બીજા
Page #258
--------------------------------------------------------------------------
________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 249 પ્રકારના સામર્થ્યયોગથી થઈ શકે. તે માટે કાયિકાદિ યોગ ત્યજાવનારી આત્મપ્રવૃત્તિનું નામ યોગસંન્યાસ સામર્થ્યયોગ છે. આ રીતે ધર્મસંન્યાસ નામનો પહેલો સામર્થ્યયોગ દ્વિતીય અપૂર્વકરણ સમયે થાય છે. વીતરાગ સર્વજ્ઞ કેવળી બન્યા પછી પણ અઘાતી ને ભવોપગ્રહી કર્મો જેવાં કે આયુષ્ય, વેદનીય, નામ અને ગોત્ર હજી ભોગવવાનાં બાકી છે. ત્યાં સુધી સંસારમાં જકડાઈ રહેવું પડે. આ કર્મો આત્માના જ્ઞાનાદિ કર્મોનો ઘાત કરતા નથી. આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી કાયાદિના સૂક્ષ્મ વ્યાપાર ચાલુ છે, ત્યાં સુધી આત્માને કર્મબંધ થતો રહે છે. આ આત્માએ મિથ્યાત્વને પ્રથમ ગુણઠાણાને અંતે ટાળ્યું; અવિરતિ સંપૂર્ણપણે છઠ્ઠા ગુણે પેસતા ટાળી, કષાયોને સર્વથા દસમા ગુણઠાણાને અંતે ક્ષીણ કર્યા તેથી તે ક્ષીણમોહ બન્યો. હવે મન-વચન અને કાયાના વ્યાપાર ઊભા છે. બારમા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણીયાદિ સમસ્ત ઘાતી કર્મો નષ્ટ થતાં ૧૩મે ગુણસ્થાનકે તે અનંતજ્ઞાનાદિ મુક્ત થયો છે. વીતરાગ બનવા છતાં પણ ગ્રામાનુગ્રામ વિહાર, આહાર લે છે, શ્વાસોચ્છવાસ, નાડીમાં લોહીનું ભ્રમણ, વાયુસંચરણ, કાય યોગો, ઉપદેશ દેવા માટે વચનયોગ, દૂર રહેલા અનુત્તરવાસી દેવોના સંશય ટાળવા મનોવર્ગણાના પુદ્ગલોનું મન બનાવીને મનોયોગવાળા હોય છે. અત્રે સાંપરાયિક કર્મ નહીં પણ ઈર્યાપથ કર્મબંધ થાય. તે બંધાયા પછી તરત જ પછીના સમયે ભોગવી નષ્ટ થતું જાય, જે શાતાવેદનીય છે. આ આત્માના છેલ્લા સમય સુધી કાયાદિ આ યોગો ચાલુ હોય છે. આયુષ્ય ક્ષીણ થતાં આત્માનો મોક્ષ થાય છે, કેમ કે “કૃત્ન કર્મક્ષયો મોક્ષઃ” આ ભવોપગ્રાહી કર્મો ક્ષીણ કરવા તેરમાં ગુણસ્થાનકના છેવટના ભાગમાં આયોજ્યાકરણ કરાય. આ કર્મોને કેવળજ્ઞાન અને ક્ષાયિક વીર્યના બળે તે તે સમયમાં ક્ષીણ થવાજોગી સ્થિતિમાં મૂકવાની પ્રક્રિયાનું નામ આયોજ્યાકરણ છે. આયોજ્યાકરણ પછી ક્રમશઃ બાદર, કાય, વચન અને મનોયોગ, ત્યારબાદ સૂક્ષ્મ વચન તથા મનોયોગ રૂંધાતા આમ સમસ્ત યોગો રૂંધાતા યોગસંન્યાસ નામે બીજો સામર્મયોગ થાય છે. આને માટે અચિંત્ય, અવર્ણનીય સામર્થ્યયોગના ધર્મવ્યાપારની જરૂર પડે છે. આત્મા જે અસ્થિર રહેતો તે હવે તે આત્મપ્રદેશો સ્થિર બનીને શૈલ જેવો થતાં જે પર્વતોનો ઈશ છે તેના જેવો થતાં તેને શૈલેશીકરણ કહેવાય છે. યોગસંન્યાસ સામર્થ્યયોગથી ૧૩મા ગુણઠાણાને અંતે યોગોનો નિરોધ
Page #259
--------------------------------------------------------------------------
________________ ર૫૦ * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન થઈ જવાથી ૧૪માં ગુણસ્થાનકે આત્મા સયોગી મટીને અયોગી બને છે. શૈલેશીકરણ થતાં આત્મા કાયામાં રહેલો પણ કોઈ સૂક્ષ્મ પ્રવૃત્તિ કાયાની ન રહેતાં અ, ઈ, ઉં, , લુ એવા પાંચ હૃસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલા કાળમાં કર્મોના ક્ષય કરી મોક્ષ પામે છે. આ રીતે મોક્ષની સાથે આત્માને યોજી આપનારા આ અયોગ અવસ્થા થઈ માટે અયોગ એ પરમ યોગ છે. અયોગ એ યોગ ? ભ્રમિત કરે તેવું લાગે છે? પરંતુ અયોગમાં યોગ શબ્દ કાયાદિ યોગના અર્થમાં છે. એનો ત્યાગ એ અયોગ જે પરમયોગ કહી શકીએ કારણ કે તે મોક્ષ સાથે જોડી આપે છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણ યોગો ધર્મારાધના સિદ્ધ કરવાના ત્રણ ઉત્તરોત્તર ચઢિયાતાં પગથિયાં છે. આ પરિક્ષેપમાં ધર્મના બે વિભાગો કરીએ, જેવા કે શ્રતધર્મ અને ચારિત્રધર્મ, સાઢવધર્મ અને અનાશ્રવ ધર્મ. આ આલંબનરૂપ ધર્મ છે. સાશ્રવ એટલે આશ્રવવાળો જેમાં આરંભ-સમારંભ; અને નિરાશ્રવ એટલે તે વિનાનો. ગૃહસ્થ મુખ્યતયા સાશ્રવ ધર્મનું આલંબન લે છે; સાધુને નિરાશ્રય. જિનમંદિર, જિનપ્રતિમા, ભરાવવી, ભક્તિ, પૂજા, સ્નાત્રાદિ, ઉત્સવ, તીર્થયાત્રા, સંઘભક્તિ, સાધર્મિક વાત્સલ્ય, જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડાર, દાનાદિ સાશ્રવ ધર્મ છે. સામાયિક પ્રતિક્રમણ, પૌષધાદિ નિરાશ્રવ ધર્મ અલ્પ અંશે છે. સાધુધર્મમાં નિરાશ્રવ ધર્મ છે. હિંસાદિનો ત્યાગ હોવા છતાં પણ સંજ્વલન ઘટના અલ્પ કષાયો, કાયિયોગો કર્મબંધ કરાવનારા છે; તેથી તેને સાશ્રવ કહી શકીએ. તે જ્યારે કષાયોનો સર્વથા ક્ષય કરી વીતરાગ બને ત્યાં નિરાશ્રવ ધર્મ, ૧૩માં ગુણસ્થાનકના અંતે યોગનો સર્વથા નિરોધ કરી અયોગી કેવલી બને. સાધુ જીવનમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર, તપાચાર, 25 ભાવના, પ્રતિક્રમણ, પ્રતિલેખના, ગોચરી, ચર્યા, વસતિ, વિહાર, ઇચ્છકાર વગેરે 10 પ્રકારની સમાચારી આ બધું નિરાશ્રવ ધર્મ છે. યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે, યોજી આપે તે યોગ. તેની પ્રાપ્તિ ભવાભિનંદી, પગલાનંદી કે સંમૂર્ણિમ ક્રિયા કરનારને હોતી નથી. કર્મોની જે સ્થિતિ ઉત્કૃષ્ટ બંધાતી હતી તે જ્યારે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધ તે જીવને અપુનબંધક કહેવાય. સંસાર તરફ નફરત અને મોક્ષરાગ, તીવ્ર હોઈ સંવેગ ધારણ કરનાર હોય છે. અપુનબંધક આત્માઓ અનેક પ્રકારના હોય છે. તેમણે ગ્રંથિભેદ કર્યો ન હોવાથી સર્વશના શાસ્ત્રના યોગ્ય માર્ગદર્શનના અભાવે, છતાં પણ દુરાગ્રહી ન હોવાથી માર્ગનુસારી, માભિમુખ, માર્ગપતિત વગેરે
Page #260
--------------------------------------------------------------------------
________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 251 કક્ષામાં હોય છે. માર્ગ એટલે જિજ્ઞાસાદિ વિશિષ્ટ ગુણસ્થાનને યોગ્ય સહજ સરળ ક્ષયોપશમ સમજી લેવો. કોઈ તેની દિશામાં હોય, કોઈ તદન સન્મુખ રહેલા હોય, કોઈ તેમાં પતિત, પ્રવેશ પામી ચૂકેલા હોય. આ માર્ગ પ્રવેશ સર્વજ્ઞોક્ત તત્ત્વજિજ્ઞાસા જગાડી ગ્રંથિભેદ કરાવી તત્ત્વશ્રદ્ધારૂપી સમ્યગ્દર્શન પમાડે છે. જ્યારે ચારિત્રમોહનીય કર્મની કોટાકોટિ સાગરોપમમાંથી બેથી નવા પલ્યોપમ બ્રાસ થાય ત્યારે અણુવ્રતોરૂપી દેશવિરતિ ગુણસ્થાનકે પહોંચાય. આગળ ચારિત્રમોહનીય કર્મોમાં સંખ્યાતા સાગરોપમ કાળધ્રાસ થતાં મહાવ્રતોરૂપી સર્વવિરતિ સાધ્ય થતી જાય. યોગના પાંચ પ્રકારો છે જેવાં કે : અધ્યાત્મ ભાવના ધ્યાન વૃત્તિસંક્ષયઃ | યોગ: પંચવિધિ પ્રોક્ટો યોગ માર્ગ વિશારદૈ: | એક પછી એક આનો વિચાર કરીએ. અધ્યાત્મ યોગ એટલે ઔચિત્યવશાતું અણુમહાવ્રતયુક્ત બનેલા પુરુષનું મૈત્રાદિનું ભાવભરપૂર હૃદયે જિનાગમાનુસાર જીવાદિ પદાર્થોનું ચિંતન. મૈત્રી વગેરેમાં મૈત્રી, કરુણા, મુદિતા અને પ્રમોદભાવ. અધ્યાત્મયોગના ફળમાં જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્મોનો ક્ષય, વીર્યોત્કર્ષ રૂપસત્ત્વ, સમાધિસ્વરૂપ શીલ, શુદ્ધ સ્વસંવેદ્ય વસ્તુબોધ. આ યોગ દારુણ મોહવિષના વિકારનો નાશ કરનાર હોવાથી અધ્યાત્મયોગ અમૃત સમાન છે. અધ્યાત્મનો પ્રતિદિન ઉચ્ચતાનો અનુભવ થાય એવો ચિત્તનિરોધરૂપ અધ્યાત્મનો અભ્યાસ, તત્ત્વચિંતનનું સેવન એ ભાવનાયોગ છે. તેના ફળ તરીકે અશુભ કામક્રોધાદિના અભ્યાસનો વિરામ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના સાનુકૂળ બને તેના દઢ સંસ્કાર પડે, સત્ત્વની વૃદ્ધિ અને ચિત્તનો ઉત્કર્ષ થાય. આ માટે બાર ભાવનાઓનું ચિંતન કૈવલ્યપદ સુધી લઈ જઈ શકે છે, જેમ કે મરુદેવી માતા. ધ્યાનયોગ ભાવનાયોગ સિદ્ધ થવાથી જીવાદિના ચિંતનના દઢ સંસ્કાર સહજ થવાથી સ્થિર ચિંતન થઈ શકે. આમાં પૂર્વોક્ત ખેદ ઉદ્વેગાદિ-૮ ક્રિયા દોષોનો ત્યાગ અને તેના ફળ તરીકે સર્વકાર્યમાં સ્વાધીનતા વશિતતા, શુભ પરિણામની સ્થિરતા તથા નિશ્ચલ શુભ ભાવ, કર્મોના અનુબંધનો વિચ્છેદ, ભવસર્જક કર્મોના બંધ ન પડે. સમતયોગમાં ધ્યાનના ફળરૂપે શુભ ભાવની સ્થિરતા એવી થાય કે અનાદિની કુવાસનાથી રહિત થઈ વિવેક જાગે. સમતાયોગ આત્માને વાસી ચંદનકલ્પ બનાવે. કોઈ સારો નહીં, કોઈ ખરાબ નહીં, વાંસલાથી છોલે કે ચંદનના
Page #261
--------------------------------------------------------------------------
________________ ૨પર જ જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન લેપને તુલ્ય ગણે, તપથી સિદ્ધ લબ્ધિઓનો ઉપયોગ ન કરે, ચારિત્ર અને દર્શનને રોકનારાં કર્મોનો ક્ષય કરે, બંધનનો સર્વથા વિચ્છેદ કરે. વૃત્તિસંક્ષેપયોગમાં મન-શરીરાદિના યોગે વિકલ્પો અને વૃત્તિના તરંગો ઊઠતા હતા તે કેવળજ્ઞાન પ્રગટતાં અયોગી અવસ્થાથી હિલચાલનો અંત આવે છે. તેના ફળ તરીકે ત્રણે કાળના સમસ્ત દ્રવ્યપર્યાયોનું પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે. સર્વસંવર રૂપી શીલના ઇશ શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. અનંતઅવ્યાબાધ સુખરૂપ જન્મ-મરણાદિના શારીરિક માનસિક સર્વ ક્લેશરહિત મોક્ષસુખ મળે છે. યોગીના ચાર પ્રકારો છે : કુલયોગી એટલે યોગીના ગોત્રમાં માત્ર ઉત્પન્ન થયેલા. (2) પ્રવૃત્તચક્રી યોગી આગળ વધી ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમને ધારણ કરનારા, તથા છેલ્લા બે યોગી સ્થિરયમ અને સિદ્ધિયમની સ્પૃહા રાખનારા. બીજો પ્રકાર દ્રવ્યયોગી અને ભાવયોગીનો છે. યોગની ચર્ચાવિચારણા સાથે અવંચકને યોગ સાથે જોડી વિચારણા કરાઈ છે. તે ત્રણ અવંચક યોગોનાં નામો આ પ્રમાણે છે : યોગાવંચક, ક્રિયાવંચક અને ફળાવંચક. અવંચક એટલે જે કદાપિ નિષ્ફળ ન જાય. અચૂક ફળને આપે જ તેથી તે અવંચક કહેવાય. જેઓનાં દર્શનથી પવિત્રતા થાય એવા પુણ્યવાન મહાત્માઓની સાથે યોગસંબંધ થવો તે યોગાવંચક, ઘણાખરાને તેઓ સાથેનો સંબંધ જ અશક્ય છે. ગુણવાન મહાત્માઓનો ગુણવાન તરીકે થયેલો સંબંધ મહત્ત્વનો છે. તેમનો સંબંધ અને યોગ અતિ ઉપયોગી હોઈ તેમનું ગુણવાન તરીકે દર્શન લાભદાયી છે. અત્ર યોગ એટલે કલ્યાણ સંપન્ન અને દર્શન માત્રથી પવિત્ર કરનારા પુરુષો સાથેનો સંબંધ તો યોગાવંચક. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે યોગાવંચક. આવા મહાત્માઓને યથાયોગ્ય પ્રણામ, નમસ્કારાદિ કરવાં અને તે માટે અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ રાખવી એ બીજો ક્રિયાવંચક યોગ. આ નીચગોત્રાદિ પાપકર્મોનો નાશ કરનારો તેવા સત્પષોને કરાતો નમસ્કારાદિ ક્રિયા કરવાનો નિયમ એટલે ક્રિયાવંચક્યોગ. વસ્તુસ્વરૂપના બોધ પછી જે ક્રિયા થાય તે અતિ આહલાદજનક હોવાથી ઘણો લાભ થાય. તે મહા અનિષ્ટ કર્મોનો નાશ કરનાર, સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર હોય છે. યોગાવંચકત્વ પ્રાપ્ત થયા પછી ક્રિયાવંચકત્વ પ્રાપ્ત થાય. વચન અને કાયાને યોગ્ય રીતે શાસ્ત્રવિહિત રીત્યા પ્રવર્તાવવા તે ક્રિયાવંચક. આ યોગાવંચક અને ક્રિયાવંચકપણાથી શુભ અનુબંધરૂપ ફળની પ્રાપ્તિ તે ફલાવંચક ભાવ છે. ફલાવંચક યોગ એટલે તે જ સત્પષો પાસેથી ઉપદેશાદિ
Page #262
--------------------------------------------------------------------------
________________ જૈન દૃષ્ટિએ વિવિધ યોગો - 253 દ્વારા સાનુબંધ અર્થાતુ ઉત્તરોત્તર ફળની અવશ્ય પ્રાપ્તિ થવી તે ફલાવંચકયોગ. તેવા મહાત્માઓની સાથે સંયોગ થવાથી, તેઓએ આપેલા ઉપદેશ પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે તેના પરિણામ તરીકે મહા ઉત્તમ ફલપ્રાપ્તિ થાય તે બીજો. ફલાવંચક ભાવ ગણાય. સાધ્ય પ્રાપ્તિરૂપ મહા ઉત્તમ ફલાવંચકભાવ તો ઘણી ઊંચી કક્ષાએ પ્રાપ્ત થાય છે. કોઈક વાર સાધ્ય ધર્મોની પ્રાપ્તિરૂપ ફળ અવાંતર દશામાં પણ થઈ શકે છે. આ બંને યોગોની પ્રાપ્તિરૂપે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભગતિની પ્રાપ્તિ તે ફળાવંચક. વંદનીય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગદષ્ટિ સમુચ્ચયની ૧૧મી ગાથામાં યોગની વ્યાખ્યા આમ કરી છે : અતત્ત્વયોગો યોગાનાં યોગઃ પર ઉદાહતઃ | મોક્ષયોજન ભાવેન સર્વસંન્યાસલક્ષણઃ || એક યોગમાં દષ્ટિભેદે અનેક ભેદ પડે છે. એવી મુખ્ય આઠ યોગદષ્ટિ છે. દષ્ટિ એટલે સમ્યક શ્રદ્ધાથી યુક્ત બોધ, આત્માની પરિણતિ જેમ જેમ સુધરે અને વિકસિત થતી જાય તેમ તેમ ઉપર ઉપરની યોગદષ્ટિ સુલભ બને છે. તેમાં ઉત્તરોત્તર અશ્લેષાદિ ગુણ વધે છે, ખેદાદિ દોષો ત્યજાતા જાય છે. યમ આદિ યોગના 8 અંગ ઉત્પન્ન થતા ચાલે છે તે છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - તરૂપ આઠ દષ્ટિનાં નામો આ પ્રમાણે છે : મિત્રા-તારા-બલા-દીપ્રા-સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા. જૈનદર્શનમાં આની સમકક્ષ આત્મવિકાસનાં 14 પગથિયાંની સીડી કે જેને ગુણસ્થાનો કહેવાય છે. તેમાં 14 ગુણઠાણાની વિચારણા કરવામાં આવી છે. ધર્મની સરખામણી એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. જેવી રીતે ભૂમિમાં વાવેલા બીજનો વિકાસ થતાં બીજમાંથી અંકુર, મૂળ, થડ, ડાળી, પાંદડાં, ફૂલ અને ફળ આવે છે તેવી રીતે ધર્મવૃક્ષમાંથી મોક્ષરૂપી ફળ બીજાધાનમાંથી ફલિત થાય છે. બીજની અવસ્થા કોઈપણ જીવને સંસારના ચરમાવર્તકાળમાં જ આવે છે. તેથી અધિક કાળમાં 10 સંજ્ઞાનો ભારે જોસ, ભવાભિનંદી હોઈ, સંસારમાં આંખ ચોંટેલી હશે, મોક્ષરુચિ કે અભિલાષાનો અભાવ હશે. આ અંકુરાદિ કેવી રીતે છે તે જરા જોઈએ. ધર્મચિંતા એ અંકુર, ધર્મનું સત્ શ્રવણ એ મૂળ (સ્કન્ધ), ધર્માનુષ્ઠાન એ પેટા ડાળી, દેવ-મનુષ્યની સ્થિતિ તે પુષ્પ સમાન અને તેનું ફળ એ મોક્ષ છે. અહીં ધર્મપ્રશંસા, કુશળ ચિત્ત, ઉચિત કૃત્યકર્મરૂપ બીજમાંથી, અંકુરભૂત ધર્મચિંતા અને ધર્મની હાર્દિક અભિલાષા પ્રગટી ધર્મને જીવનમાં ઉતારવાની ભૂખ લાગે છે, ગરજ લાગે છે, તમન્ના જાગે છે. ગુરુ પાસે શ્રવણ
Page #263
--------------------------------------------------------------------------
________________ 254 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરવાનું, ગુરુ પાસે વિવિધ સાચવણી કરવાનું તે પણ યોગ્ય કાળ, વિનય, બહુમાનપુર:સર. તેમાંથી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહાપોહ, બુદ્ધિના 8 ગુણ, બોધપરિણતિ, ધૈર્યાદિથી અંકુર પર મુખ્ય સ્કંધ (થડ), એના પર બીજી ડાળીઓ, ડાળી તરીકે ધર્માનુષ્ઠાન. તેમાંથી શક્ય તેટલું અમલમાં મૂકવાનું, મનુષ્યાદિ ગતિ તે પુષ્ય સમાન છે. આમાં સંતોષ ન માનતાં પુણ્યથી આકર્ષાઈ નહીં જવાનું પરંતુ દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાવસ્થા, શુધ્યાન પર્યંત જઈને મોક્ષફળને આત્મસાત્ કરી શાશ્વત અવ્યાબાધ સુખાદિ સંપત્તિના સ્વામી બની જવાનું. અનાદિ રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ કે જેને સહજ ભાવમળ કહે છે તે ટળ્યો હોય છે. અહીં રાગ-દ્વેષ વ્યક્ત રૂપમાં દેખાતા ન હોય છતાં તેનો સહજ ભાવમળ હૃાસ પામ્યો હોય છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે આ કલ્યાણમાર્ગ અપનબંધકાઠિ જીવોથી આચરાયેલો છે. તેની ઓળખ કરાવતાં કહે છે : “એ ક્ષીણપ્રાય કર્મ હોય છે, વિશુદાયવાળા હોય છે, ભવાબદુમાની હોય છે અને મહાપુરુષો હોય છે. આ કક્ષાના જીવોએ આયુષ્યકર્મ સિવાયનાં કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમની અંદરની કરી મૂકે છે. તેઓ કર્મમળનો હ્રાસ મંદ કરે છે, મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી કષાયોને ઘણાં ઘણાં મંદ કરી મૂકે છે. આવા જ ભવ્યોને ધર્મબીજનું આધાન એટલે ધર્મપ્રશંસાદિ થાય. એમાંથી અંકુર ફૂટે એટલે ધર્મની ઉત્કટ અભિલાષા થાય. એના ઉપર સમ્યગુ ધર્મશ્રવણ વગેરે ડાળ, પાંખડાં, ફલ, ફલાદિ રૂપી મોક્ષફળ પ્રગટે, આ અપ્રાપ્તના લાભ સમો યોગ થયો. તેને ટકવાની આડે આવતાં વિવિધ ઉપદ્રવોરૂપી નરકાદિ સંકટો અને તેના કારણભૂત રાગ-દ્વેષાદિનો અત્યંત ઉચ્છેદ થતાં ધર્મબીજાદિનું સંરક્ષણ થતું. તેથી તેનો ક્ષેમ એટલે કે લબ્ધનું પાલન ગણાય તેથી ભગવાન યોગક્ષેમ કરનારા ગણાય છે. ફરી કહીએ તો ધર્મબીજાધાનાદિ અપુનબંધકને જ થાય છે. તેને એક પુદ્ગલપરાવર્ત જેટલો સંસારકાળ રહેતો નથી. જે મોક્ષગામી જીવનો છેલ્લો પુદ્ગલપરાવર્તકાળ હોવો ઘટે છે. સમક્તિ તો શું, બીજાધાન થયા પછી જીવ અવશ્ય એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અંદર મોક્ષ પામે છે. અપુનબંધક અવસ્થા સમ્યક્તની નીચેની ભૂમિકા છે. તેનાં ત્રણ લક્ષણો જેવાં કે (1) તીવ્ર ભાવે પાપ ન કરે, (2) ઘોર સંસારના ઉપર બહુ રાગ કે માન ન રાખે, (3) ઔચિત્ય જાળવે. અપુનબંધક દશા માત્ર પરમાવર્તકાળમાં જ પ્રાપ્ત થાય છે. ચરમાવર્તકાળ એટલે જેને મોક્ષે પહોંચવા પૂર્વે છેલ્લો પુદ્ગલપરાવર્તકાળ શરૂ થયો હોય. તેથી વધુ કાળ જેનો બાકી હોય તે અચરમાવર્તકાળ ગણાય. ત્યાં ગમે તેવા ધર્મસંયોગો મળે તો પણ લેશમાત્ર
Page #264
--------------------------------------------------------------------------
________________ જેન દૃષ્ટિએ વિવિધ યોગો - 255 ભવભીતિ કે મોક્ષરૂચિ પ્રગટતી નથી. ચરમાવર્તકાળમાં શુદ્ધધર્મની આરાધના તથા અનુષ્ઠાન માટે ઉપર વર્ણવેલા ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગની છેવટની કક્ષાએ પહોંચવા માટે તીવ્ર ધર્માભિલાષ, મોક્ષરુચિ, રાગ-દ્વેષાદિનો ક્ષય, સહજભાવ, મળને તિલાંજલિથી મોક્ષફળ હાથવેંતમાં આવી જાય તે તેટલું સહજ અને સહેલું નથી. પરમ ઉપકારી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જણાવ્યું છે કે “જે જીવો સ્વભાવે ભવ્ય હોતા નથી તેવા જીવો ધર્મોપદેશને યોગ્ય છે જ નહિ, પણ સ્વભાવે ભવ્ય એવા જીવોમાં જેઓનો સંસારકાળ એક પુદગલપરાવર્તકાળથી અધિક છે, તે જીવો ધર્મોપદેશને યોગ્ય ગણાતા નથી. જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે. અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા જીવો પણ બે પ્રકારના છે. તેમાં એક પ્રકાર સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા જીવોનો છે, અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન ગુણને પામેલા જીવોનો છે. ચરમાવર્તકાળને પામેલા પણ ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તો તે જીવો પણ સમ્યગ્દર્શન ગુણને પામી શકતા જ નથી...' પરમ ઉપકારી સહસ્રાવધાની આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે જયાનંદ કેવળી ચરિત્રમાં ફરમાવ્યું કે શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા જીવો પણ શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. પ્રવ્રજ્યા સ્વીકારનારા મોહમમતાનો ત્યાગ કરે છે, તે જ્ઞાનપૂર્વકની છે, કેમ કે “જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ, પાપથી વિરમવાનું એટલે જ્ઞાન પોતે જ વિરતિમાં પરિણમતું હોવાથી તે હવે જ્ઞાનયોગ કહેવાય છે. આ કાળમાં અને આ પરિસ્થિતિએ પહોંચેલા ભવ્ય જીવોનું મિથ્યાત્વ મંદતમ થયેલું હોવું જોઈએ. ટૂંકાણમાં ભવ્ય જીવો જે સામગ્રીને પામીને મોક્ષને પ્રાપ્ત કરે છે તે સામગ્રી મનુષ્યભવ, આર્યદેશ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા અને તેમાં પણ ધર્મશ્રદ્ધા જે દુર્લભ અને સુદુષ્પાય છે તે અત્યંત મહત્ત્વની આવશ્યક સામગ્રીમાં પ્રથમ કક્ષાની ગણી શકાય. ઉપરની ચાર વસ્તુ ઉપરાંત ધર્મશ્રદ્ધા પામ્યા પછી પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા જ ભવ્યાત્માઓ મોક્ષ પામે છે. અંતમાં પ્રાર્થના કરીએ કે - દેવેન્દ્ર વંદ્ય! વિદિતાખિલ વસ્તુ સાર! સંસારતારક! વિભો! ભુવનાધિનાથ! ત્રાવસ્વ દેવ ! કરુણાહૃદ! માં પુનહિ સીદત્ત મદ્ય ભયદ વ્યસનનામ્બરાશેઃ, (41 કલ્યાણમંદિર સ્તોત્ર)
Page #265
--------------------------------------------------------------------------
________________ રપ૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન અત્યાર સુધીમાં આપણા અનંતાનંત પુગલપરાવર્તનો વ્યતીત થઈ ગયાં છતાં પણ આપણો ઉદ્ધાર કેમ ન થયો? આ પ્રશ્ન ઊઠે ખરો? કે આપણે તે તરફ આંખ આડા કાન જ કર્યા છે ? આપણી ક્રિયા તથા આરાધનાદિ સંમૂર્ણિમ, ગતાનુગતિક નિષ્ઠાણ હતી તેથી ને? શાસ્ત્રમાં અમૃત કે અસંગ ક્રિયાના ઉત્કૃષ્ટ ફળો વર્ણવ્યાં છે. જેમ કે - કર પડિક્કમણું ભાવશું.... સંબલ સાચું જાણ લાલ રે. શ્રી સામાયિક પ્રતાપથી લહિએ અમર વિમાન લાલ રે. લાખ ખાંડી સોનું લાખ વર્ષ સુધી આપો તો પણ તે એક સામાયિકની તોલે જરા પણ ન આવે એવું છે તેનું ફળ. સામાયિકની એક મિનિટનું ફળ બે પલ્યોપમ લેખે ગણતાં 48 મિનિટ સામાયિકનું ફળ 925-925-925 પલ્યોપમ એટલે 92 કરોડ 59 લાખ 25 હજાર ૯૨પ થવા જાય. આ કયું સામાયિક ? આપણું? ના રે ના ! આ તો અમૃત કે અસંગ ક્રિયાનું ફળ હોય. આપણે તો સામાયિકમાં બેઠાં હોઈએ અને મન તો હલકાં કર્મોમાં ગયું હોય પછી તેનું ફળ બોદું જ મળે ને? આટલી સેકન્ડ જેટલું આપણી સામાયિકનું ફળ ખરું? શ્રી ભગવાન મહાવીરસ્વામીને શ્રેણિક રાજા નરકમાંથી તેને બચાવી લેવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન જણાવે છે કે નરકમાંથી બચવું હોય તો પુણિયા શ્રાવકના સામાયિકના ફળની માંગણી કરી. તે સમગ્ર મગધરાજ્ય આપવા તૈયાર હતા પણ એક સામાયિક પુણિયાનું પામી ન શક્યા! “શ્રમણો ઈવ સાવયો હવાઈ જખ્ખા' સામાયિકનું ફળ છે ને !' એક વાર સામાયિકમાં બેઠેલા પુણ્યાને અસુવિધા થઈ. પત્નીને પૂછતાં જણાયું કે બીજાનું જાણું ભૂલથી રસોઈ કરવામાં વપરાયું તેથી આજનું ભોજન રુચિકર ન લાગ્યું. છે આપણી આવી કક્ષાની સામાયિક ?
Page #266
--------------------------------------------------------------------------
________________