________________ 180 : જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરવાના, સમ્યગ્દર્શનાદિ આત્મગુણો પામવાના, ગુણોના બળે સર્વ કર્મો ક્ષીણ કરી મોક્ષ પામવાના. તેથી જે જીવમાં મોક્ષે ઇચ્છા પ્રગટી ન હોય તે અભવ્ય કે દુર્ભવ્ય એમ કહી ન શકાય. જેઓમાં ક્યારેય પણ મોક્ષની ઇચ્છા ન પ્રગટે તે જીવો અભવ્ય, જે જીવોની કાળપરિપક્વતા પાકે નહીં તે દુર્ભવ્ય અને જે જીવોમાં કાળપરિપક્વતા પામવાની યોગ્યતા છે પણ હજી પરિપક્વતા પામ્યા નથી તે દુર્ભવ્યો છે. જાતિભવ્યોની વાત જ નકામી છે કારણ કે તેઓમાં મોક્ષની ઈરછા પ્રગટી શકે એવી યોગ્યતા છે, પરંતુ કાળપરિપક્વતાને પરિણામે એવી સામગ્રી પામી શકે તેમ નથી તે જીવો જાતિભવ્યો છે. જે ભવ્ય જીવો યથાપ્રવૃત્તિકરણ પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહીં ત્યાં સુધી તેઓ યથાપ્રવૃત્તિકરણમાં જ હોય છે. સમ્યસ્વરૂપ શુદ્ધ ધર્મના બીજની પ્રાપ્તિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ થાય છે. જીવો યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ ગ્રંથિદેશને પામે, તે પછી દ્રવ્યશ્રત અને દ્રવ્યચારિત્ર પામે જે પણ યથાપ્રવૃત્તિકરણથી પામે. ચરમાવર્ત પામેલો આત્મા સમ્યક્વરૂપ શુદ્ધ ધર્મના બીજા દિને યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે. આથી યથાપ્રવૃત્તિકરણ ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. અભવ્યો, દુર્ભવ્યો અને અપૂર્વકરણ નહીં પામેલા ભવ્યોને યથાપ્રવૃત્તિકરણ હોય છે. માત્ર ભલો જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવી ભવ્યતાદિતા સુયોગે પુરુષાર્થી બનીને અપૂર્વકરણ પામી શકે છે; તેથી અભવ્યો અને દુર્ભવ્યોને એક યથાપ્રવૃત્તિકરણ સિવાય કોઈપણ જાતનું પરિણામ હોઈ શકતું નથી. ભવ્યાત્માને ત્રણે પરિણામ સુપ્રાપ્ય છે; ત્રણેય પરિણામો ઉપલબ્ધ થઈ શકે છે; જે ભવ્યાત્માઓનો સંસારકાળ એક પુદ્ગલાવર્તથી વધારે બાકી નથી એવા આત્માઓને જ ભવ્યાત્માઓ તરીકે ઓળખીએ છીએ. એવા આત્માઓ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે પહોંચી ભવિતવ્યતાદિની અનુકૂળતાનો સુયોગ થતાં, બીજાદિના ક્રમે પ્રગતિશીલ બની અપૂર્વકરણ દ્વારા પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામરૂપ ગ્રંથિને ભેટે છે. રાગ અને દ્વેષનાં ગાઢ પરિણામરૂપ ગ્રંથિ ભેદ્યા પછી જ ભવ્યાત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તને પામે છે. તે સમયે ભવ્યાત્માઓનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપગલપરાવર્તકાળથી કંઈક ન્યૂન જ હોય છે. ચરમાવર્તન પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની ઇચ્છાવાળા જીવો કુદેવોને તજનારા અને સુદેવાદિને સેવનાર નથી હોતા. આવા જીવો ધર્મને મોક્ષનું સાધન માનનારા હોવા છતાં કુધર્માદિને મોક્ષનું સાધન, કુગુરુને ગુરુ તરીકે, કુદેવોને દેવ તરીકે માનનારા સંભવી શકે છે. આવી દશા પણ સામાન્ય કોટિની નથી કેમ કે ભવ્યો અને દુર્ભવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org