________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 181 તો આવી દશા પામી શકતા જ નથી. વળી, ચરમાવર્તન પામેલા ભવ્યાત્માઓ એવી દશાને ત્યારે જ પામી શકે કે, જ્યારે તેમનું મિથ્યાત્વ મંદતાને પામ્યું હોય. ટૂંકમાં જે ભવ્ય જીવોનો સંસારવાસ અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન હોય, તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય, સંબોધી, સમ્યક્ત પામ્યા હોય, પ્રથમ સંઘયણ મેળવ્યું હોય, ક્ષપકક્ષેણિ મેળવી હોય, આર્યાવર્ત, મનુષ્યપણું, ધર્મશ્રુતિ, ધર્મશ્રદ્ધાથી વિભૂષિત થયેલ હોય; વળી સમ્યગ્દર્શનને શુદ્ધ તથા નિર્મળ બનાવ્યું હોય, તે બધાંને સુદઢ કરવા સમ્યચ્ચારિત્ર અને સમ્યગ્દપની રુચિ હોય તે જીવો અભવ્યો, દુર્ભવ્યો કે જાતિભવ્યોથી જુદા તરી આવે. મિથ્યાત્વ એ ભયંકર કોટિનું પાપ છે. તેની હાજરીમાં પાપ સાથે પરિચય કેળવવો તે ઝેરવાળા સાપ સાથે રમવા જેવું છે. તેની ગેરહાજરીમાં પાપ સાથે રમવું તે નિચોવાઈ ગયેલા ઝેરી સાપ જેવું છે. અભવ્યો અને દુર્ભવ્યો હિંસાદિક પાપોથી હઠી શકે છે. અભવ્ય અને દુર્ભવ્યો માટે દ્રવ્યચારિત્રનો નિષેધ નથી. તે પણ શક્ય નથી કે તેઓ સર્વવિરતિથી દીક્ષિત થઈ તેનું પાલન કરે અને ગજબનું પાલન કરે છે તેમ બીજાને લાગે. ઉપર જોયું તેમ અભવ્યો અને દુર્ભવ્યો માટે સંયમ અને ધોર તપ અશક્ય નથી. આ મિથ્યાત્વ નામના મહાઘોર પાપનો ત્યાગ તો ભવ્યાત્મા જ કરી શકે છે. અભવ્યો અને દુર્ભવ્યો મિથ્યાત્વ ત્યજી શકતા નથી અને તેથી સમ્યગ્દર્શનરૂપ ધર્મને પામી શકતા નથી. મિથ્યાત્વ મૂઢતાને પેદા કરે છે. મિથ્યાત્વની હાજરીમાં દોષો ભયંકર પરિણામ નિપજાવી શકે છે તેમ તેની હાજરીમાં ગુણો સુંદર ફળ આપી શકતા નથી. ઘોર તપ ને સંયમ જે મોક્ષ મેળવી આપે તે તેમને માટે અશક્ય છે કેમ કે મિથ્યાત્વની જંજીરથી તેઓ જકડાયેલા છે. મિથ્યાત્વને વશ બની પાંચ ઇન્દ્રિયોના વિષયોપભોગોને શ્રેષ્ઠ સુખ માની તેમાં જ રચ્યા રહી અનંત ભવોમાં અનંત દુઃખોના ભોક્તા બની પોતાની જાતથી આત્માને ઓળખવાનો ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી તેથી સર્વ દુઃખોથી મુક્ત કરનાર દુર્લભ એવું બોધિરત્ન તે પામ્યો જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org