________________ 23 કરણ જૈનદર્શન તેના આગવા પારિભાષિક શબ્દોથી મશહૂર છે. તેમાંનો એક શબ્દ છે “કરણ”. કરણ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે : યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આ જગત અનાદિ અને અનંત છે એટલે કે તેનો આદિ નથી તેમજ તેનો અંત પણ નથી. તેને કોઈએ સક્યું નથી. તેનો કોઈ અંત કરનાર નથી. પ્રવાહની જેમ તે ગતિશીલ છે. તેમાં બે મુખ્ય તત્ત્વો તે જીવ કે ચેતન અને જડ. ચેતન અને જડના સંયોગથી સંસાર છે. જડ એવા કર્મ કે કર્મવર્ગણાથી સંસાર છે. તે બંને છૂટા થઈ જાય અથવા તો જડ એવા કર્મના સંપર્કમાંથી, સમાગમમાંથી, સંયોજનમાંથી ચેતન એવો આત્મા મુક્ત થતાં તે ચેતનતત્ત્વ કર્મબંધનમાંથી છૂટો થઈ મોક્ષપદે પહોંચે છે. જૈનદર્શનમાં કર્મોના મુખ્ય આઠ ભેદો બતાવ્યા છે. તેમાંનાં ચાર ઘાતી કર્મો છે અને ચાર અઘાતી કર્મો છે. આત્માના મૂળ ગુણધર્મોનો નાશ કરનાર, હાસ કરનાર, ઘાત કરનાર હોવાથી તે ઘાતી તરીકે ગણાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય ઘાતી કર્મો છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર અઘાતી કર્મો છે. કર્મસંતાનવેષ્ટિત થવામાં તેના માટે પાંચ નિમિત્તો છે, જેવાં કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એકસરખી નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણની છે, મોહનીયની સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે, નામ અને ગોત્ર વીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિનું હોઈ શકે છે, જ્યારે આયુષ્યની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણે હોઈ શકે છે. તેઓની જધન્યમાં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે : વેદનીયની બાર મુહૂર્ત માત્રની છે. નામ અને ગોત્ર આઠ મુહૂર્તની સ્થિતિવાળું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય આ પાંચની સ્થિતિ અંતરમુહૂર્ત માત્રની હોય છે. સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ 230 કોટાકોટિ સાગરોપમ વત્તા આયુષ્યની 33 સાગરોપમની સ્થિતિ હોઈ શકે. શુભાશુભ ભાવ કે અધ્યવસાયાદિથી તેમાં સતત વધઘટ થતી જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org