________________ કરણ - 183 પાણીમાં કેટલાક બહુ લીસા, ગોળ, ચળકતા નાનામોટા પથ્થરો જોવા મળે છે. કોણે તેને આવા બનાવ્યા? કોઈએ નહીં. આપોઆપ ઘણાં વર્ષોથી અથડાતાં કૂટાતાં, ઘસાતાં તે આવા બન્યા છે. આત્માની સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે 230 કોટાકોટિ સાગરોપમ વત્તા 33 સાગરોપમની આપણે ઉપર જોઈ ગયા તે આત્માને અનાદિકાલીન જડ કર્મોના સંયોગથી સર્વથા મુક્ત કરવા સૌથી પ્રથમ જરૂરિયાત છે ભવિતવ્યતાની, પછી કાળની, ત્યારબાદ કર્મ અને પુરુષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ ન હોય તો તે ભવિતવ્યતાવશથી જીવ વ્યવહારરાશિમાં આવે, કાળની અનુકૂળતા ન પામે અને ભવ્યત્વ સ્વભાવ હોય છતાં પણ ભવિતવ્યતાની અનુકૂળતા વગર તો વ્યવહારરાશિમાં પણ આવી ન શકે. તો કાળ સાનુકૂળ થાય જ કેવી રીતે ? જો ભવ્યત્વ સ્વભાવ અને ભવિતવ્યતા અનુકૂળ હોય તો વ્યવહારરાશિમાં તેને ગમે ત્યારે કાળની સાનુકૂળતા થવાની. જ્યાં સુધી કાળની અનુકૂળતા ન મળે ત્યાં સુધી કર્મોની કંઈક અનુકૂળતા મળવા છતાં પણ તે નિરર્થક નીવડવાની. કેમ કે કર્મની સાનુકૂળતા કોઈપણ રીતે અનાદિકાલીન જડ કર્મોને સર્વથા દૂર કરવાની ઇચ્છા પણ સમર્થ ન નીવડે. જીવ જ્યારે ચરમાવર્તન પામે તે પછી જ કર્મની અનુકૂળતા ભવિતવ્યાદિ અનુકૂળ હોય તો તે કાર્યસાધક નીવડે. ચરમાવર્તમાં પણ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્ષય થયે શુદ્ધ ધર્મસ્વરૂપ સમ્યક્ત જે કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની જ પ્રાપ્તિ થાય. ચરમાવર્તકાળ માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય. પરંતુ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો હ્રાસ ભવ્યાત્માઓને જ થાય તેવું નથી; અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઈ શકે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જીવ અચરમાવર્તીમાં જતો નથી! કર્મોની વધઘટ થયા જ કરે તે ઉપર જોયું. જીવ જ્યારે આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે તે દુષ્ટ આશયવાળો હોય છે, તેથી તે ધર્મ પામી શકતો નથી. પરંતુ આયુષ્યકર્મ સિવાયનાં કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય ત્યારે જ તે સમ્યક્તનું બીજ પામે. તે માટે અશુભ પરિણામ પ્રગટે નહીં, પ્રગટે તો તીવ્ર ન બને. શુભ પરિણામ થતું રહે, તીવ્ર બનતું રહે ત્યારે આત્મા ગુણસંપન્ન બની વધુ ને વધુ કર્મ નિર્જરા કરે છે. અનાદિકાલીન કર્મમસંતાનસંવેષ્ટિત જીવે દુર્લભ સમ્યક્તને પામવા માટે સૌ પ્રથમ કર્મસ્થિતિ ઘટાડવી પડે. જ્યારે કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ જેટલી ઘટી જાય અને તેમાં પણ એક પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલી ખપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org