________________ 184 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ત્યારે કર્મલાઘવ પામેલો જીવ ગ્રંથિદેશે પહોચેલો કહેવાય. તેથી વધારે સ્થિતિવાળો જીવ ગ્રંથિદેશે પણ પહોંચી શકતો નથી. ગ્રંથિદેશે આવવા માટે યોગ્ય કર્મસ્થિતિની લઘુતા પોતાના ઇરાદાપૂર્વકના પ્રયત્નથી પ્રાપ્ત થતી નથી. નદીધોળપાષાણ ન્યાયે તે પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા એ કર્મ ખપતાં થઈ શકે છે. કેમ કે અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી શકે છે. ભવ્ય જીવો ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ કર્મલઘુતા વગર કરી શકતા નથી. જિનેશ્વરોએ પ્રતિપાદિત શ્રુત-ચારિત્રાત્મક ધર્મ દ્રવ્યથી તે જીવો જ પામી શકે છે કે જે જીવો ગ્રંથિદેશે પહોંચવા જેટલી કર્મલઘુતા પામેલા હોય. જે જીવોની ભવિતવ્યતા સાનુકૂળ હોય, યથાપ્રવૃત્તિકરણ સુધી પહોચેલા હોય તેઓ મોક્ષના અદ્વૈષના યોગે દ્રવ્યથી ઉત્કટ ગણાતાં સાધુપણું કેળવી નવરૈવેયક સુધી આવી શકે છે, તથા નવ પૂર્વના શ્રુતજ્ઞાનને પણ મેળવી શકે છે. અહીં શુદ્ધ ભાવની ખામીના લીધે વાસ્તવિક ફળ મળતું નથી. આવા જીવો રાગદ્વેષના પરિણામે ત્યાં પણ અશુભ કર્મો ઉપાર્જ છે જે તેમને સંસારમાં ભટકાવનારા બને છે. તેથી ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામવા જેટલી લાયકાત પ્રગટે તો ગ્રંથિદેશની અને તે પછીની પ્રાપ્તિ સફળ થાય. અભવ્યો સ્વભાવે જ એવા હોય છે કે ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામવાની તેમની લાયકાત હોતી નથી. દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતા હોવા છતાં પણ ગ્રંથિદેશાદિની પ્રાપ્તિ અપૂર્વકરણ પ્રગટાવવા જેટલી લાયકાત પ્રગટાવવા સફળ બનતી નથી. ભવ્યો પણ ત્યારે જ સફળ બની શકે કે જ્યારે ભવિતવ્યતાદિની અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય. ગ્રંથિદેશે પહોંચી જીવ આગળ વધી શકે તેમ પાછો પણ પડી શકે. અસંખ્યકાળે અહીં આવેલો જીવ આગળ વધી સમ્યક્તાદિ ગુણો ઉપાર્જ અથવા પાછો હઠી જાય. અહીં આવેલો જીવ પુરુષાર્થ ન કરે, પ્રગતિ ન સાધે તો અસંખ્યાત કાળે તે પાછો જ પડે. આગળ ઊહાપોહ કરીએ તે પહેલાં ગ્રંથિ શું છે તે સમજી લઈએ. ગ્રંથિ એટલે કર્મગ્રંથિ. કર્મગ્રંથિ શેની બનેલી હોય છે ? જીવને સંસારમાં ભટકવાનું, રખડવાનું, એક યોનિમાંથી બીજી યોનિમાં જવાનું કારણ રાગદ્વેષની બનેલી ગ્રંથિ છે. આ ગ્રંથિ અત્યંત કઠોર, ગૂઢ, દુર્ભેદ્ય હોય છે. દ્વેષ કરતાં રાગ વધુ તીવ્ર હોય છે તેથી તીર્થકરોને વીતરાગ કહ્યા છે; નહીં કે વીદ્વેષ. આ રાગ તે પાપોના બાપ મિથ્યાત્વ-મોહનીયનું પરિણામ છે, ફરજંદ છે. રાગદ્વેષની બનેલી આ કર્મગ્રંથિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે, જે જીવ માત્રને અનાદિકાળથી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org