________________ કરણ - 185 છે. આ ગ્રંથિ અપૂર્વકરણ દ્વારા ભેદાય છે. તેથી ગ્રંથિદેશે આવ્યા પછી તે ભેદવાનો પુરુષાર્થ કરવાનો છે. જે ભવ્યાત્માઓ યથાપ્રવૃત્તિકરણ પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહીં ત્યાં સુધી તેમાં જ વર્તતા હોય છે. સમ્યક્વરૂપ શુદ્ધ ધર્મના બીજાદિની પ્રાપ્તિ પણ તેના દ્વારા જ થાય છે. જીવ ગ્રંથિદેશને યથાપ્રવૃત્તિકરણ દ્વારા પામે છે. ત્યારબાદ દ્રવ્યશ્રુત કે દ્રવ્યચરિત્ર પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા પ્રાપ્ત કરે છે. ચરમાવર્તકાળને પામેલો જીવ સમ્યક્તના બીજાદિને યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે છે. આથી સમજી શકાય છે કે યથાપ્રવૃત્તિકરણ ચિત્રવિચિત્ર પ્રકારનું કરણ છે. અભવ્યોને, દુર્ભોને અને અપૂર્વકરણને નહીં પામેલા ભવ્યોને પણ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ભવ્યાત્માઓ જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યતાદિના સુયોગે પુરુષાર્થ કરી અપૂર્વકરણ પામી શકે છે. અભવ્યો તથા દુર્ભબોને એકમાત્ર યથાપ્રવૃત્તિકરણ સિવાય કોઈ પરિણામ હોતો નથી. ભવ્યાત્માઓને ત્રણે પરિણામો ઉપલબ્ધ થઈ શકે છે. ભવ્યાત્માઓ તે છે કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક નથી. આવા આત્માઓને ભવ્યાત્મા કહી શકાય. તેઓ ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યાદિની સાનુકૂળતાએ પ્રગતિશીલ થઈ અપૂર્વકરણ દ્વારા રાગદ્વેષનાં ગાઢ પરિણામો રૂપી ગ્રંથિ ભેદી નાંખે છે. તેઓ ત્યારપછી જ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યત્વને પામે છે. ત્યારે તેઓનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તથી કંઈક ન્યૂન હોય છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી જીવ અપૂર્વકરણ પામે તેવો નિયમ નથી. જીવ તે દ્વારા અનેક વાર ગ્રંથિદેશે આવે અને અપૂર્વકરણ ન પામ્યો હોય. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ માટે તેમ નથી. ગ્રંથિદેશે આવ્યા વિના અપૂર્વકરણ ન પામી શકાય. જે જીવ ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તેવો જીવ તે કરણ દ્વારા નિયમાગ્રંથિને ભેદે અને તે ભેદી અનિવૃત્તિકરણ પણ પામે. તેવો જીવ સમ્યક્તને પણ પામે જ. આ બે કરણો વગર કોઈ જીવ સમકિત થઈ ન શકે. આથી શુદ્ધ ધર્મરૂપ સમ્યત્વ પામવા અપૂર્વકરણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અપૂર્વકરણ એટલે શું? કરણ એટલે અધ્યવસાય કે પરિણામ. અપૂર્વ એટલે પૂર્વે પ્રાપ્ત નહીં થયેલો. અનાદિ મિથ્યાષ્ટિ જીવને પૂર્વના અનંતકાળમાં આવું સુંદર પરિણામ પ્રાપ્ત થયું નથી. આવા વિશિષ્ટ કોટિના સુંદર પરિણામને અપૂર્વકરણ કહેવાય છે. રાગ-દ્વેષની ગૂઢ ગાંઠને ભેદવા આ પરિણામ સમર્થ નીવડે છે. અપૂર્વકરણ પ્રગટાવવા સહેલો ઉપાય શ્રી જિનેશ્વર દેવોએ પ્રતિપાદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org