________________ 186 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વક ગગદ દિલે એકાકાર, તન્મય, તદ્રુપ થઈ યથાશક્ય સેવન કરવું જોઈએ. સમ્યક્ત તેથી અપૂર્વકરણથી જ સાધ્ય છે. રાગ-દ્વેષ હેય છે. તેથી જીવે ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને યોજવાનો પ્રયત્ન કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. કર્મોદય વિષયકષાયની અનુકૂળતા પર રાગ અને પ્રતિકૂળતા પર દ્વેષ થઈ જાય. તેને પાતળા પાડવા તથા ઉખેડી નાંખવા પ્રયત્નશીલ થવું હિતાવહ છે. અપૂર્વકરણ પામેલો જીવ અનિવૃત્તિકરણ તરત જ પામે છે. અનિવૃત્તિકરણ પરિણામ આત્માના સમ્યક્ત રૂપ પરિણામને ઉત્પન્ન કર્યા વગર રહી શકતો નથી. સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરનારો જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મલાઘવ પ્રાપ્ત કરી ગ્રંથિદેશે આવે છે. પુરુષાર્થ કરી અપૂર્વકરણ પામી ઘન-રાગદ્વેષના પરિણામસ્વરૂપ કર્મગ્રંથિ ભેદી જીવમાં જે પરિણામ પેદા થાય તે પરિણામ અનિવૃત્તિકરણ નામે ઓળખાય છે. આવો જીવ સમ્યક્તના પરિણામને પામ્યા વિના પીછેહઠ કરતો નથી તેને અનિવૃત્તિકરણ કહે છે. અપૂર્વકરણ પછી સમ્યક્ત મેળવ્યા વિના પાછો હઠતો નથી; પરંતુ તે તરત જ સમ્યકત્વના પરિણામને પામે તેવું ન પણ બને. અપૂર્વકરણ દ્વારા જીવે રાગદ્વેષની ગાંઠ ભેદી પરંતુ મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય ચાલુ છે તેથી તે ચાલુ હોય ત્યાં સુધી સમ્યક્તનો પરિણામ પ્રગટી શકતો નથી. અપર્વકરણ દ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદનારો જીવ અનિવૃત્તિકરણ દ્વારા એવી અવસ્થા પેદા કરે જેમાં મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય કે તેનો વિપાકોદય ન હોય. આ અવસ્થા અપૂર્વકરણ ન કરી શકે જ્યારે શુભ પરિણામ માત્ર અનિવૃત્તિકરણ જ કરી શકે છે. અત્રે બે વિભિન્ન મતો પ્રવર્તે છે. એક મતમાં આ કાર્ય અપૂર્વકરણ કરે છે, બીજા મત પ્રમાણે તે અનિવૃત્તિકરણ કરે છે. મિથ્યાત્વ મોહનીયના જેટલાં દળિયાં ઉદયમાં આવે તેને ખપાવી નાંખે છે, જે ઉદયમાં આવનારાં હોય તેની સ્થિતિ ઘટાડી નાંખે છે. તે કાળમાં જ ઉદયમાં લાવી દે છે અથવા તો તેની સ્થિતિ વધારી દે છે કે જેથી તે કાળમાં ઉદયમાં જ ન આવે. વધારે સ્થિતિ કરેલાં દળિયાં ઉપશમ સમ્યત્વના અંતર્મુહૂર્ત કાળમાં ઉદયમાં ન આવે. તેનો વિપાકોદય ન હોય કે પ્રદેશોદય ન હોય. બીજા મત પ્રમાણે આ કાર્ય અનિવૃત્તિકરણથી નહીં પણ અપૂર્વકરણથી સંપન્ન થાય છે. ફરી જોઈએ તો ત્રણ રીતનું કાર્ય થાય છે. મિથ્યાત્વમોહનીયનાં દળિયાં ઉદયમાં જ ન આવે, અથવા તેની સ્થિતિ ઘટાડી નંખાય અને તેમ ન થાય તો તે સ્થિતિ વધારી દેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org