________________ કરણ 187 ત્રણ પ્રકારનાં દળિયાં વિષે જોઈએ. મિથ્યાત્વ મોહનીયના દળિયાના ત્રણ પંજ કરાય છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાંને શુદ્ધ કરાય એટલે કે મિથ્યાવરૂપી મળથી મુક્ત બનાવી શકાય તેને શુદ્ધ બનાવી દે. બાકીનાં દળિયાંને અર્ધશુદ્ધ બનાવી શકાય તો અર્ધશુદ્ધ બનાવી દે. તે કર્યા પછીનાં અવશિષ્ટ દળિયાં અશુદ્ધ જ રહે. આ રીતે ત્રણ પુજના દળિયાને એક જે શુદ્ધ થયા તે સમ્યક્ત મોહનીય તરીકે ઓળખાય, બીજો મિશ્ર કે અશુદ્ધને મિશ્રમોહનીય તરીકે અને ત્રીજો અશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ મોહનીયનો પુંજ તરીકે ઓળખાય છે. મુહપત્તિના પડિલેહણમાં આમ બોલીએ છીએ કે સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરું. બે પ્રકારના મતાંતરો આ પ્રમાણે છે : એક મત પ્રમાણે અપૂર્વકરણ વેળા જ મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ કરાય છે. જ્યારે બીજા મત પ્રમાણે તે અનિવૃત્તિકરણમાં થાય છે. અન્ય મતાંતરો આ પ્રમાણે છે : સમ્યક્તના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદૃષ્ટિ દરેકે દરેક જીવ સૌ પ્રથમ ઔપશમિક સમ્યક્ત જ પામે. જ્યારે બીજા મત પ્રમાણે બધા જ જીવો અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઔપથમિક સમ્યક્ત જ પામે એવો નિયમ નથી. આવા જીવો ઔપથમિક સમ્યક્ત પામ્યા વગર ક્ષાયોપથમિક સભ્યત્વને પામે. આવા જીવો અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાયોપથમિક સભ્યત્વને જ પામે છે. બંને મતો એ વિશે સંમત છે કે ક્ષાયિક સમ્યક્ત પામવા લાયોપથમિક સમ્યક્ત જ કાર્યરત થઈ શકે છે. સંસારમાં અથડાતાં, કુટાતાં ચાર ગતિના જીવો ઘણી વાર યથાપ્રવૃત્તિકરણ કરી પાછા પડી પણ જાય. જે જીવો આ પ્રયત્ન પોતાના પુરુષાર્થથી કરે છે, પેલો પ્રયત્ન નદીધોળપાષાણ ન્યાય પ્રમાણે હતો. સ્વપુરુષાર્થના આ પ્રયત્નને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. તેમાં સંસાર પ્રત્યે અણગમો, મોક્ષની રુચિ, મોક્ષની તાલાવેલી, પગલાનંદી કે ભવાભિનંદીપણાને રામરામ, ધર્મ જાણવાની ઇચ્છા, ધર્મદાતા ગુરુ પાસે જઈ ધર્મશ્રવણેચ્છા, સાંભળેલા ધર્મનું ચિંતન અને મનન, જેમાં પુરુષાર્થ તો છે જ અને તેથી તેને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ, ત્યાર બાદ અનિવૃત્તિકરણ પછી સમ્યક્ત. સમ્યક્ત પ્રગટ થયા પછી એક પુદ્ગલ પરાવર્તમાં મુક્તિ. જો તે જીવ સમ્યક્તને વમી ન નાંખે તો અર્ધપુગલ-પરાવર્ત કરતાં અસંખ્યાત પલ્યોપમથી ન્યૂન એવા સમયમાં તેની મુક્તિ નિશ્ચિત. જૈનદર્શન બે પ્રકારના ધર્મની વ્યવસ્થા કરી છે. ગૃહિધર્મ અને સાધુધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org