________________ 188 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બંનેનું મૂળ સમ્યક્ત છે. તે સહિત બંને પ્રકારના ધર્મનું વ્યક્તિ આરાધન કરે તેને સાચા સ્વરૂપમાં ધર્મારાધના કહી શકાય. આવું આરાધન જ આરાધક જીવને વાસ્તવિક ફળ આપનારું થઈ શકે છે. તેથી ધર્મારાધન કરવાની ઇચ્છાવાળા ભાગ્યશાળીઓએ સમ્યક્તના પ્રગટીકરણનો પુરુષાર્થ કર્યા કરતા રહેવું જોઈએ. અને આ પુરુષાર્થ કર્મગ્રંથિને ભેદવાની દિશા તરફનો જ હોવો જોઈએ. જેઓ આ પ્રમાણે સમ્યક્ત ગુણને પામ્યા હોય તેમણે સમ્યકત્વને દિનપ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કર્યા કરવો જોઈએ. અહીં એક ચમત્કારિક ઘટના જોઈ લઈએ. અનાદિ મહામિથ્યાત્વી કોઈ જીવ જીવનના છેલ્લા અંતર્મુહૂર્તમાં યથાપ્રવૃત્તિકરણ કરે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ કરે, અપૂર્વકરણ કરે, કર્મગ્રંથને ભેદે, અનિવૃત્તિકરણ પણ કરે, સમ્યકત્વ પામી વમી ન નાંખતા તેને શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ કરી મોક્ષલક્ષ્મીને વરી પણ શકે. આ એક ચમત્કારિક ઘટનાની સંભાવના માત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org