________________ 24 કર્મોની લઘુતાનું મહત્વ જૈનદર્શનમાં કર્મોના મુખ્ય આઠ પ્રકારો છે. તે કર્મોનાં નામ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠ કર્મોમાંથી પહેલાં બે, ચોથું અને છેલ્લે આ ચાર કર્મો ઘાતી તરીકે ઓળખાય છે અને તે સિવાયનાં અઘાતી તરીકે ઓળખાય છે. તેમની કાળમર્યાદા એકસરખી નથી. ઉદયમાં આવ્યા પછી તે વધુમાં વધુ કેટલા સમય સુધી રહી શકે, એ તે કેવાં બંધાયેલા છે તેના પર આધારિત છે. બધાં જ કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિનાં જ બંધાયેલાં છે અથવા બંધાય છે તેવો નિયમ નથી. છતાં પણ પહેલાં ત્રણ અને છેલ્લું અંતરાય - એ ચાર કર્મોની વધુ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે. મોહનીયની સ્થિતિ સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે; જ્યારે નામ અને ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટિ સાગરોપમની છે. આયુષ્યકર્મની સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. જીવ સંસાર-સાગરમાં ચતુર્વિદ ગતિમાં ભટકતાં ભટકતાં જ્યારે તેની આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં હોય ત્યારે તે ધર્મ પામી શકતો જ નથી. તે જ્યારે ક્લિષ્ટ આશયમાંથી મુક્ત બને છે, ત્યારે સદ્ધર્મને પામવા યોગ્ય સ્થિતિ તો કર્મોની ચરમ ઉત્કૃષ્ટિ સ્થિતિનો હાસ થયા પછી જ પામે છે. આ સ્થિતિ કઈ? આયુષ્યકર્મ સિવાય સાતેય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય તેને સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ગણાવી શકાય. મોહનીય કર્મ ૭૦માંથી 69 કોટાકોટિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય ૩૦માંથી 29 કોટાકોટિનો ક્ષય કરી, નામ તથા ગોત્ર ૨૦માંથી ૧૯ની બને નહીં ત્યાં સુધી સમક્તિનાં બીજને જીવ પામી શકે નહીં. આ સ્થિતિ સાતેય કર્મો એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન થાય ત્યારે બને. ઉત્કૃષ્ટ સ્થિતિની જેમ જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે : મોહનીય અંતર્મુહૂર્તનું બંધાઈ શકે, વેદનીય સ્થિતિ બાર મુહૂર્તની, નામ અને ગોત્ર આઠ મુહૂર્ત, જ્યારે બાકીનાં પાંચ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. કર્મોની (ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ક્યારે થાય? જીવને અનાદિકાલીન જડ કર્મોના યોગથી મુક્ત થવા પહેલી આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની છે. પછી ભવિતવ્યતાની, પછી કાળની, પછી કર્મ અને પુરુષાર્થની છે. જો ભવ્યત્વ સ્વભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org