SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને જાતિભવ્ય - 179 આયુષ્યના અંતે શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બની મોક્ષ પામી જાય. આ સમગ્ર પ્રક્રિયા માત્ર અંતર્મુહૂર્તના કાળમાં બની શકે તેવું પણ બનવા જોગ છે. આ બીના એક અપવાદ સમાન છે. ચરમાવર્તકાળ માત્ર ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઈ શકે છે. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય ભવ્ય જીવોને જ થાય એવો નિયમ નથી. આ સ્થિતિ અભવ્યો તેમજ દુર્ભવ્યો પણ પામી શકે છે. સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂન થતાં જીવ ગ્રંથિદેશે પહોંચી શકે છે. આ સ્થિતિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા થઈ શકે છે. આ ગ્રંથિદેશ સુધી અભવ્ય અને દુર્ભવ્ય જીવો પણ પહોંચી શકે છે. ગ્રંથિદેશે પહોંચેલા જીવો કર્મસ્થિતિની ગુરુતાને પણ પામી શકે છે. અહીંથી આગળ વધવા શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવશ્યક છે. સંસાર માટે રાગ, આસક્તિ; મોક્ષ માટે દ્વેષ, આત્મિક શુભ પરિણામો તથા અધ્યવસાયોની ઊણપ; સંસાર અસાર છે, સાગરની જેમ તેમાં બધાં જ કષ્ટો છે. સંસાર દુઃખમય, દુઃખફલક અને દુ:ખપરંપરક છે એમ જાણે પણ ત્યજવા વૃત્તિ ન થાય ! - આમ અભવ્ય જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય, ઉત્કૃષ્ટ કોટિનો તપ તથા ચારિત્ર પાળી નવપૂર્વના જ્ઞાન પામે; નવ રૈવેયક સુધી પહોંચે, પરંતુ અપૂર્વકરણ માટેની યોગ્ય લાયકાત પ્રગટી શકતી જ નથી. જ્યારે દુર્ભવ્યોને કાળની અપરિપક્વતા નડે છે. તેઓને મુક્તિગમનની યોગ્યતા હોવા છતાં પણ આ સ્થિતિ નડે છે તેથી અભવ્ય અને દુર્ભવ્યો અપૂર્વકરણના અભાવમાં અનિવૃત્તિકરણ અને તે દ્વારા સમ્યત્વ પામી ન શકનારા ભવાટવિમાં ભટક્યા કરે છે. અભવ્યો અને દુર્ભવ્યો શાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મનું આચરણ કરે છતાં પણ તેઓ પ્રગતિ સાધે જ એમ ન પણ બને. મોક્ષની ઈચ્છા ન પ્રગટે તે બધા અભવ્ય છે એમ કહી શકાય નહીં કેમ કે કેટલાક ભલો અર્ધપગલપરાવર્ત કાળને પામેલા હોય અને મોક્ષની ઇચ્છા ન હોય. જેમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા નથી તે જીવ અભવ્ય છે. જ્યાં સુધી જે જીવ કાળની પરિપક્વતાને પામતો નથી ત્યાં સુધી દુર્ભવ્ય કહેવાય. ઉપર આપણે જોયું કે જેને શંકા થાય કે હું ભવ્ય કે અભવ્ય તે ભવ્ય અને આવી શંકા ન થાય તે અભવ્ય, બીજું મોક્ષની ઇચ્છા જન્મે તે જીવ ચરમાવર્તને પામેલો છે; જે જીવ ગ્રંથિભેદ કરી શકે એ જીવ ચરમાઈપુદ્ગલપરાવર્તથી ઓછા કાળમાં મોક્ષે સિધાવી શકે; પરંતુ એવા પણ ભવ્ય જીવો હોઈ શકે કે જેઓ ચરમાવર્તકાળ કે ચરમ અર્ધપુદ્ગલાવર્તન પામેલા છે છતાં પણ મોક્ષની ઇચ્છા જન્મી ન હોય. આવા જીવો છેવટે એ કાળમાં મોક્ષેચ્છા પામવાના, ગ્રંથિભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy