________________ 178 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કારણ એ છે કે તેઓમાં મોક્ષરુચિ હોય છતાં પણ મોક્ષનો જે માર્ગ છે તેની રુચિ હોતી જ નથી. ચરમાવર્તન પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની અભિલાષાવાળા બનેલા આત્માઓ કુદેવાદિને તજનારા અને સુદેવાદિને સેવનારા, કુગુરુને તજનારા અને સુગુરુને સેવનારા, તથા કુધર્મને ત્યજનારા અને સુધર્મને સેવનારા હોતા જ નથી. આવી અનુપમ મનોદશા મિથ્યાત્વનો એટલે કે દર્શનમોહનાદિનો ક્ષયોપશમ થયા વિના પ્રગટી શકતી નથી. તેથી જેઓનો સંસારકાળ અર્ધપુગલ પરાવર્તકાળથી વધુ હોતો નથી તેવા સમયમાં દર્શનમોહનીયનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે. આ ઉપરાંત મનુષ્યજન્મ, આર્યદેશ, ધર્મશ્રદ્ધા વગેરે હોવાની સાથે મોક્ષ મેળવવા માટે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રની આરાધના પણ અતિ આવશ્યક છે. મનુષ્યપણાદિ કારણોમાં ધર્મશ્રદ્ધા અત્યંત અગત્યની છે. તેનો પ્રયોગ સમ્યક્તના કારણરૂપે તથા સમ્યત્વના અર્થમાં થઈ શકે. સાવધાની આચાર્ય મુનિસુંદરસૂરીશ્વરે જયાનંદ કેવળી ચરિત્રમાં કહ્યું છે કે ધર્મશ્રદ્ધા એ સમ્યક્તનું બીજ છે. જે ભવ્યાત્માઓ થોડાક જ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરવાના હોય તેઓમાં જ પ્રાયશઃ ધર્મશ્રદ્ધા પ્રગટી શકે છે. પરંતુ સ્વભાવે ભવ્ય એવા જીવનો ભવ્યત્વનો પરિપાક થતાં તથાભવ્યત્વ આવે, ત્યારબાદ કાળ પણ પાકવો જોઈએ, તેની સાથે પુણ્યનો યોગ થવો જોઈએ. તેવી કેટલીક સામગ્રી મળે ત્યારે જ મિથ્યાત્વને છેલ્લી સલામ ભરી સમકિતી થઈ શકાય છે. સંસાર કષાય અને ઇન્દ્રિયસુખ પર આધારિત છે. તે પરથી આંખ ઊઠવી જોઈએ. અભવી અને દુર્ભવીને પણ સરનો ઉપદેશ મળે છે, તેમનો યોગ થાય છે; પરંતુ તે યોગ ફળતો નથી. કેમ કે તેમની આંખ રાંસાર કે સ્વર્ગના સુખ પર ચોંટેલી ને ચોંટેલી જ રહે છે. ગ્રંથિદેશે આવેલા જીવોની આંખ સંસાર પર ચોંટેલી રહે છે. અભવ્યો અને દુર્ભવ્યો પણ ત્યાં આવી શકે છે. સંસારસુખ પર ચોંટેલા રહે તો વિસ્તાર ન થાય ! સંસારસુખ નરક કે નિગોદ સુધી ઘસડી જાય ! તામલી તાપસ કે કુમારનંદી સોની તથા રત્નોજડિત બળદ બનાવનાર મમ્મણ શેઠ મિથ્યાત્વી જીવો હતા. | એક આશ્ચર્યકારી ઘટના જરા જોઈ લઈએ. કોઈ જીવવિશેષ માટે એવું બને કે અંતિમ ભાવમાં અને અંતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ સમ્યક્ત પામે, લાયોપથમિક સમ્યક્ત પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત પામે. ચારિત્ર્યમોહનીયની એકવીસ પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાંખે. બાકીનાં ત્રણ ઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરી નાંખે અને છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org