________________ 114 જેને ધર્મનાં સ્વાધ્યાય-સુમન નંદમણિયાર પરિગ્રહની મમતાથી મરીને દેડકો થયો. સુકૃત પાણીમાં ગયું. નયશીલ મુનિ ઈર્ષાથી મરી સાપ થયા. મંગુ આચાર્ય રસનાના ગુલામ બની ગટરના ભૂત થયા. મરીચિ ભગવાન આદિનાથની વાણી સાંભળી ફુલાઈન ફાળકો થયો. ‘હું પ્રથમ ચક્રવર્તી, વાસુદેવ, તીર્થકર થઈશ” તેવા મિથ્યાભિમાનથી 1000 ક્રોડાકોડ સાગરોપમ કાળ પછી ૨૪મા તીર્થંકર થયા. તેમના 27 ભવમાંથી એકમાં સિંહને ચીરી નાંખ્યો, ત્રિપૃષ્ઠના ભવમાં નોકરના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું, અભિમાનથી નીચ ગોત્રમાં જન્મ થયો તથા બધા તીર્થકરો કરતાં વધુ દુ:ખો સહન કર્યા. રહનેમિ સુંદર ચારિત્ર પાળનારા હોવા છતાં પણ ગિરિગુફામાં વરસાદથી ભીનાં થયેલાં ભાભી રાજિમતીને નિર્વસ્ત્ર જેઈ કામભોગની લાલસામાં સરી પડ્યા; પરંતુ ભાભીએ પરિસ્થિતિ સંભાળી લઈ યોગ્ય ઉપદેશથી તેઓને ફરી સન્માર્ગે ચઢાવી દીધા. બાર બાર વર્ષો સુધી સુંદર ચારિત્ર પાળી આચાર્ય કાલિકાચાર્યની કૃપા મેળવી વિનયરત્ન પૌષધમાં ગુરુ સાથે રહેલા રાજા ઉદાયીનું કંકશસ્ત્રથી ખૂન કરી ભાગી ગયા. સાથે ગુરુ પણ મૃત્યુ પામ્યા. વૈરનો અવિવેક ! વૈયાવચ્ચી નંદિપેણ કદરૂપા હોવા છતાં પણ દીક્ષા લીધી. આપઘાત કરવા પર્વત પર ગયા. અગિયાર અંગો ભણ્યા, મહાગીતાર્થ થયા. સાધુઓના પ્રખર વૈયાવચ્ચી થયા, દેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા; પર00 વર્ષો સુધી છઠ્ઠના પારણે છઠ્ઠનો અભિગ્રહ, અનશન, નમસ્કારનો જાપ. આ બધું એળે ગયું કારણ કે છેલ્લે મતિભ્રંશ થતાં સેંકડો લલના મારી પાછળ ઘેલી બને તેવું નિયાણું કરી, હાથી વેચી ગધેડ ખરીદ્યો ! બ્રહ્મદત્ત ચક્રીના 700 વર્ષના આયુષ્યનાં 16 વર્ષ બાકી હતાં ત્યારે વૈરભાવથી કોઈ બ્રાહ્મણે ગોફણ દ્વારા તેની આંખ ફોડી નાંખી. પ્રતિકારરૂપે પ્રતિદિન થાળ ભરી બ્રાહ્મણોની આંખો લાવવા હુકમ કર્યો. કુશળ મંત્રીઓએ ગુંદાના ઠળિયા ભરેલો થાળ આંખોથી ભરેલો છે, તેમ માની સતત 12 વર્ષ સુધી એવાં ચીકણાં નિકાચિત કર્મો બાંધ્યાં કે રૌદ્ર ધ્યાનમાં સાતમી નરક. કેવું પતન અને કેવી રીતે શિક્ષા ! મુનિસુવ્રતસ્વામી પાસે સ્કંદકાચાર્યે વિહાર માટે આજ્ઞા માંગી ત્યારે પ્રભુએ કહ્યું: ‘ત્યાં તમને અને તમારા સાધુવંદને મરણાન્ત ઉપસર્ગ નડશે.” પ્રત્યુત્તરમાં પૂછ્યું : “અમે આરાધક કે વિરાધક ?' તમારા સિવાય બધાં આરાધક ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org