________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 113 કે ભોજન પહેલાં, કે તે દરમ્યાન જો આ પાપ યાદ આવે તો મારે ભોજન કરવું નહીં. તે પ્રમાણે તેઓ એક પણ દિવસ ભોજન લઈ ન શક્યા. ફરી વ્રતો ઉચ્ચારી, પંડિત મરણની સાધના કરી. કાળે કરી તેઓ દેવલોકમાં ઉત્પન્ન થયા. અહીં અવનતિ અને ઉન્નતિ બંને જોવા મળે છે. મુનિને કદર્થના કરવાની વિવેકશૂન્યતા હતી તેથી ને? પત્નીની આંખો સજળ થયેલી જોઈ, જેને લીધે આ ઉમળકો ઊભરાઈ આવ્યો છે તે વ્યક્તિ તેનો જાર હોવો જોઈએ તેવા મિથ્યા દુરાગ્રહને લીધે; ઝાંઝરિયા મુનિનો ઘાતક રાજા પશ્ચાત્તાપના પાવન અગ્નિમાં પોતાનાં ઘનઘાતી કર્મોને સળગાવી નાંખવામાં સફળ બન્યો છે. દષ્ટાંતમાં પતનમાંથી ઉત્થાન થયું છે. મુનિને મારી નાંખવાનો અવિનય હતો. 500 શિષ્યોના અગ્રણી આચાર્ય અંગારમર્દક કોલસી પર પગ ચાંપતા “કેવાં જીવો મસળાઈ રહ્યાં છે' તેવો પાપી વિચાર કરનારી વ્યક્તિ અભવ્ય છે તેની ખાતરી થઈ, સમ્યક્ત વમી નાંખે છે; તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. વિશાળ સાધ્વી સમુદાયના ગુણી રજ્જા સાધ્વી અચેતજળના સેવનથી કોઢ થયો તેવી ઉજૂત્ર પ્રરૂપણાથી જીવન હારી ગયા. રજ્જા સાધ્વીએ ચકલા-ચકલીનું મૈથુન જોયું; તીર્થકર આ બાબતમાં શું જાણે તેમ માની માનસિક પતન થતાં કપટપૂર્વક પચાસ વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા જેવી કે ઉપવાસ, આયંબિલ કર્યા, પરંતુ કપટશલ્ય દૂર ન થતાં 80 ચોવીસી સુધી રખડતાં થઈ ગયાં. પોતાની શોક્યોને જિનપૂજામાં પારંગત બનાવનારી રાજરાણી કુંતલા ઈર્ષ્યાથી બળી મર્યા પછી કૂતરી થઈ. ઈર્ષ્યા પતન કરાવનારું કારણ થયું. સ્ત્રી દ્વારા તારું પતન થશે તે ગુરુની શંકાને નિર્મળ કરવા કોઈ પણ પ્રકારની સ્ત્રીથી બચવા જેણે દૂરવાસ સ્વીકાર્યો, નદીના વહેણને વાળી દીધું. તેથી તે તપસ્વીનું નામ કુલવાલક પડ્યું. જેણે તીવ્ર તપશ્ચર્યા કરી છે તે માગધિકા વેશ્યાના સંપર્કમાં આવ્યા પછી મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ તોડાવી નંખાવ્યો તે મુનિ કેવા વિવેકભ્રષ્ટ થયા. રસના લોલુપી, દૃષ્ટિરાગ તથા કામરાગ પતનનું કારણ બન્યા. ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત કોણિક ખોટી ભ્રાંતિથી પિતા શ્રેણિકને જેલમાં પૂરી રોજ 100 ચાબકાનો માર મરાવતો. રથમુસલ તથા મહાશીલાર્કટક યુદ્ધમાં એક કરોડ 80 લાખ જીવોનો સંહાર કરાવ્યો તે મરીને છઠ્ઠી નરકે ગયો. પત્નીના વચન ખાતર વૈશાલી જીતવા મુનિસુવ્રતસ્વામીનો સૂપ પણ તોડાવી નંખાવ્યો. ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિ 500 શિષ્યોના ગુરુ હોવા છતાં પણ “કરમાણે કડે' જેવી ઉત્સુત્ર, પ્રરૂપણાથી જીવન હારી ગયા. ધનાઢ્યા જૈન-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org