________________ 112 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન કરેલા પાપ પ્રત્યે ધૃણા, ગહણા, ભર્સના, આલોચનાદિથી પાપી પણ ધર્મી બને છે. સાધ્વીમાંથી ગૃહિણી બનવાનો અવિવેક હતો ને ! સુમેરપ્રભ નામનો હાથી જંગલમાં દાવાનલ વખતે ઊંચા કરેલા પગ નીચેના સસલાને બચાવવા અઢી દિવસ પગ ઊંચો રાખે છે. મૃત્યુ બાદ શ્રેણિકના પુત્ર મેઘકુમાર થાય છે. દીક્ષા પછી પ્રથમ રાતે અગવડ ન સહન થવાથી દીક્ષા ત્યજવા તૈયાર થાય છે. મહાવીર સ્વામી પાસે પૂર્વ ભવ જાણી દીક્ષા ન ત્યજતાં મેઘકુમાર ચારિત્ર ચમકાવી કલ્યાણના પંથે વિચરે છે. અહીં પરીષહ ન સહન કરવાનો અવિવેક હતો ! - સ્થૂલિભદ્ર રૂપાકોશાથી આકર્ષિત થઈ માતા-પિતાની અવજ્ઞા કરી બાર વર્ષ સુધી ત્યાં અમનચમનાદિ કાર્યોમાં રસમગ્ન રહ્યો. પિતાના મૃત્યુના સમાચારથી, ભાઈ દ્વારા થયેલા વધનાં કારણ જાણી મળતા મંત્રીપદને તિલાંજલિ આપી આલોચન કરતાં કરતાં લોચ કરી એવી “દુષ્કર દુષ્કર' ચારિત્રવિષયક કરણી કરી કે જેથી ચોર્યાશી ચોવીસી સુધી પોતાનું નામ અમર કરી ગયો. કેવું ચારિત્ર્યભ્રષ્ટ જીવન અને કેવું ઉન્નતિને શિખરે પહોંચાડે તેવું આચરણ ! અવિવેકમાંથી વિવેક. ગુર્જરેશ્વર કુમારપાળ પછી ત્રણ વર્ષ સુધી શાસન કરનાર અજયપાળે કાળો કેર વર્તાવ્યો. અનેક જિનાલયો તોડી નંખાવ્યા, સાધુઓને ખૂબ સતાવ્યા. ચોકીદારની માતા સુહાગદેવી સાથે સંભોગ, પકડાઈ જતાં ધાંધાએ પોતાની માતાને વિકટાવસ્થામાં જોઈ ગુસ્સે થઈ અજયપાળને માથામાં મોટો પથ્થર મારી માથું ફાડી નંખાવ્યું. જ્યાં એક શાસન કરતો વિષયલંપટ, નાસ્તિક રાજા અને ક્યાં નીચ કાર્ય કરનારી તેની તે જ વ્યક્તિ ! વિવેકભ્રષ્ટ થયો માટે ને ? જે નગરીના મધ્યભાગમાં દેવો વડે રત્નમય શિખરોથી યુક્ત જિનેશ્વર ભગવંતોના સ્તૂપોનું નિર્માણ થયેલ છે, અને જેનો પ્રભાવ સર્વ દિશામાં પ્રસરેલો છે, એવા મથુરામાં યમુન નામે રાજા હતો. નગરની યમુના નદી નજીક દંડ નામે અણગાર આતાપના લઈ રહ્યા હતા. રાજાએ તેમને જોયા, ક્લિષ્ટ કર્મોના ઉદયથી તેના પર કોપ થયો. તેના મસ્તકનો છેદ કર્યો. તેને અનુસરીને સેવકોએ ઈટોઢેખાળાનો વરસાદ વરસાવ્યો. સાધુ સમતાપૂર્વક સહન કરતાં મારાં પૂર્વકૃત કર્મ ઉદયમાં આવ્યાં છે, કોઈનો અપરાધ નથી. આવું શુક્લધ્યાન ઉલ્લસિત થતાં કેવળજ્ઞાન પામ્યાં. અંતકૃતકેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. ત્યારપછી ઇન્દ્ર પુષ્પાદિથી તેમની પૂજા કરી. યમુન રાજાને તેના કાર્ય બદલ લજ્જા થઈ. ધિક્કાર થાઓ એમ વિચારી વધ કરવા તૈયાર થયા. ઇન્દ્ર કહ્યું અપરાધની શુદ્ધિ થાય તેવું પ્રાયશ્ચિત્ત કરો. આલોચનાથી માંડી પારાંચિત સુધીનાં પ્રાયશ્ચિત્તો પૂક્યાં. શુદ્ધ ચારિત્ર્ય એ પ્રાયશ્ચિત્ત છે. તેમણે અભિગ્રહ ધારણ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org