SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 111 વિવેકહીન રાજા સમતા સાગરમાં! અને પ્રાણપ્રિય પતિને મારનારી વિવેકશૂન્ય પત્ની ! પ્રવરદેવ નામના ભિખારીને કોઢ થયો. મુનિ પાસે અવિરતિનું પાપ દૂર કરવા કટિબદ્ધ થયો. જબ્બર તપ કર્યું. એક વિગઈ, એક શાક, એક વસ્તુ ભોજનમાં લેવાનું વ્રત કર્યું. તેના પ્રતાપે કરોડપતિ થયો; છતાં પણ આ નિયમ તથા ઉષ્ણ અચિત જળપાન ચાલુ રાખ્યું. તેના પ્રતાપે બાર વર્ષના દુકાળની નૈમિત્તિકની ભવિષ્યવાણી ખોટી પાડી, ધોધમાર વરસાદ વરસ્યો. તપ શું નથી કરી શકતું? શ્રદ્ધાપૂર્વકનો તપ ચમત્કાર સર્જી શકે છે. રસના લોલુપતા દૂર થતાં કોઢ ગાયબ. મેતાર્યનો જન્મ ચાંડણકુળમાં થયો હતો. એક પ્રસંગે શેઠાણી ચાંડાલણીનાં સંતાનોની અદલાબદલી કરાય છે. મેતાર્ય શેઠાણીને ત્યાં ઊછરે છે. તેનો મિત્ર જે દેવ થયો છે તે લગ્નમાં ભંગ પડાવે છે. મિત્ર દેવને ગયેલી આબરૂ પાછી મેળવ્યા પછી તેના કહેવા મુજબ કરવાનું વચન આપે છે. દેવની મદદથી ત્રણ વસ્તુ સિદ્ધ કરી આપવાથી મગધપતિ શ્રેણિકની પુત્રીને પણ પરણે છે. બાર વર્ષ પછી મિત્ર દેવ ફરી યાદ દેવડાવે છે. મુનિ થાય છે. સોનીને ત્યાં ભિક્ષા માટે જાય છે. પંખી જવારા ચણી ગયું. જીવ-હિંસા ન થાય તેથી તેના પરનો આરોપ સહન કરે છે. સોનીએ માથે મૂકેલા દેવતા સમતાથી સહન કરે છે. આત્મકલ્યાણ સાવે છે. જૈનદર્શનમાં મેતાર્ય જેવી નીચ ચંડાળની કૂખે જન્મેલો પણ સમતાપૂર્વક દુઃખ સહન કરે તો કલ્યાણ સાધી શકે છે તથા સંયમનાં દ્વાર સર્વને માટે ખુલ્લાં છે એવો ઉદાર દૃષ્ટિવાળો જૈન ધર્મ છે. મગધ દેશના નાસ્તિક અધિપતિ રાજા શ્રેણિક ભગવાન મહાવીરની સુશ્રાવિકા ચલણાના કુશળ પ્રયત્નવશાત્ ક્ષાયિક સમકિતી બન્યા. તે પૂર્વે મહામિથ્યાત્વી હતા; ત્યારે હરણના શિકારમાં અત્યંત આનંદ વ્યક્ત કર્યો જેથી પ્રથમ નરકે ગયા. સમકિત પ્રાપ્ત કર્યા પછી પતનમાંથી ઉન્નતિ સાધી પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે પ્રથમ તીર્થંકર નામે પદ્મનાભ આવતી ચોવીસીમાં થશે. સુકુમાલિકા રાજકુમારી બે મુનિબંધુના ઉપદેશથી સાધ્વી થઈ. પોતાના સુંદર રૂપને કારણે પોતાનું શીલવત ભયમાં ન મુકાઈ જાય તે ભયથી આજીવન અનશન ધારણ કરે છે. ભૂલથી મહાપારવિઠાવણી ક્રિયા કરાઈ. તેમાં મૃત્યુ પામેલાને વનમાં મૂકી દેવામાં આવે છે. ઠંડા પવનથી તે મૃત્યુ પામી છે તેમ માની વનમાં મૂકી દેવાઈ હતી. તેના શરીરમાં ઠંડા પવનથી ચૈતન્ય ઝબક્યું. કોઈ સાર્થવાહ ઘેર લઈ ગયો. નિર્દોષ સ્નેહથી સેવા કરે છે. નિર્દોષમાંથી સદોષ થઈ ગયું. તેની પત્ની બની. શુભ નસીબે બંધમુનિઓ ભિક્ષાર્થે ત્યાં આવી પહોંચ્યાં. ઘટસ્ફોટ થતાં પાપનો ઘોર પશ્ચાત્તાપ કરી તેણે ફરી દીક્ષા લઈ ઉત્થાન આત્મસાતુ કર્યું. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy