________________ 110 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નીકળી તપના પ્રભાવથી પૂરના પાણી અસ્પષ્ટ રહે છે તથા અસંમત નાસ્તિક દ્વારા બાળી નાંખવાના પ્રયત્નમાં પણ અગ્નિ આંચ આવવા દેતું નથી. કેવાં ચઢઉતરાણ ! ઉત્કૃષ્ટ તપસિદ્ધિને અહંકારનો દોષ લાગ્યો. ધર્મ, ગુરુદેવ, વગેરેમાં ન માનનારો અસંમત નાસ્તિ; જેણે સાધુમહાત્માઓને પડ્યા છે, ધર્મની હાંસી ઉડાવી છે. જંગલી કૃત્યો કર્યા છે; તે લલિતાંગના જીવનના પ્રસંગોથી પ્રતિબોધિત થઈ “કમ્મ શૂરા તે ધર્મે શૂરા' એ ઉક્તિને ચરિતાર્થ કરી એટલો તીવ્રતમ પશ્ચાત્તાપ કર્યો કે આ પાપ નહીં પણ પૂર્વ જન્મોનાં પણ અસંખ્ય પાપોને નષ્ટ કરી લલિતાંગ મુનિથી બે ડગલાં આગળ નીકળી જઈ આત્માનું કૈવલ્ય સાધે છે. વિવેકભ્રષ્ટ થયેલો જીવ પણ સદ્બુદ્ધિના સંસ્પર્શે ઉન્નત બની શકે. તેમાં જૈનદર્શનનો કર્મસિદ્ધાંત ભાગ ભજવી શકે તે નિર્વિવાદ તત્ત્વજ્ઞાન છે. શ્રેણિકના પુત્ર નંદિષેણે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ભોગાવલિ કર્મો બાકી હોવાથી અજાણતાં વેશ્યાને ત્યાં જઈ ચઢ્યા. ધર્મલાભ નહીં, અહીં તો અર્થલાભનો ખપ છે તેથી શક્તિસંપન્ન હોવાથી સોનામહોરોનો વરસાદ વરસાવ્યો. ત્યાં રહી પ્રતિદિન ૧૦ને પ્રતિબોધે છે. એક દિવસ ૧.૦મો પ્રતિબોધ પામતો ન હોવાથી તેણી ટોણો મારે છે; તો આજે ૧૦મા તમે. તે વાક્યથી ચાનક ચઢતાં ફરી સંયમનો માર્ગ સ્વીકારી પશ્ચાત્તાપપૂર્વક ઉગ્ર તપ તપી કરી ઉન્નતિ સાધે છે. મનુષ્યના જીવનમાં સાંકેતિક ટોણો ઉત્તમ કાર્ય કરી શકે છે. લબ્ધિનું મિથ્યા અભિમાન પતન કરાવે છે કેમકે અહીં ચારિત્ર માટે લીધેલી દીક્ષા વેશ્યાના શબ્દબાણથી વિંધાયેલા નંદિષેણ ત્યજી દે છે. લબ્ધિનું મિથ્યા ગુમાન અવિવેકી બનાવે છે. પુંડરિક અને કંડરિક બે ભાઈઓમાંથી; પુંડરિકે લાંબા સમય સુધી ભોગો ભોગવી એક જ દિવસની દીક્ષા પછી આત્મકલ્યાણ સાધ્યું, જ્યારે કંડરિકે લાંબા સમયના દીક્ષા પછી એક જ દિવસમાં રસનાની લોલુપતાએ એટલું ખાધું કે પુષ્કળ ઝાડા થઈ ગયા અને કર્યું-કારવ્યું ધૂળધાણી થઈ ગયું. માટે જેણે રસના જીતી તેણે બધું જીત્યું એમ કહેવાય છે. “સનાનવે ગીત સર્વમ્ !' પ્રદેશ રાજા પૂર્વવયમાં બધી રીતે વ્યસની તથા નાસ્તિક હતો. કેશી ગણધરથી પ્રતિબોધિત થઈ ધર્મ-આરાધનામાં ગરકાવ થયો. રોષે ભરાયેલી સૂરિકાન્તા રાણી તેમને પૌષધમાં હોવા છતાં દ્વેષથી ઝેર આપ્યું એટલું જ નહીં; પરંતુ પ્રેમ પ્રગટ કરતી હોય તેવો ડોળ કરી પોતાનો કેશકલાપ તેના ગળાની આસપાસ એવી રીતે વીંટાળી દીધો કે ગળે ટૂંપો દઈ મૃત્યુ લાવી દીધું. તેણે આ બધું પ્રતિકાર વગર સમતા ભાવે સહી લીધું જેથી મૃત્યુ બાદ સૂર્યાભદેવ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org