________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 109 ચઢી ભવના ફેરા ટાળનારું જ્ઞાન મેળવે છે. અહીં સ્ત્રી પતનનું તથા ઉત્થાનનું કારણ બને છે. મંખલિપુત્ર ગોશાલક પોતાની મેળે મહાવીરનો શિષ્ય માની બેઠો છે. તેમની પાસેથી શીખેલી તેજોવેશ્યા તેમના પર છોડે છે તથા ઘણી કનડગત કરે છે. મૃત્યુ પહેલાં પશ્ચાત્તાપ કરે છે તેથી બારમા દેવલોકમાં જાય છે, પરંતુ દુષ્ટ કર્મોનું ફળ ભોગવવા અનંત જન્મોમાં રખડવું પડે છે. જૈન શાસનમાં કર્મોના સરવાળાબાદબાકી નથી, પરંતુ તેના ગુણાકાર-ભાગાકારને અવકાશ હોય છે. ગુરુદ્રોહ કરવાનો અવિનય. પૂર્વ ભવમાં પરાશર નામના ખેડૂતે મજૂરો પર ત્રાસ ગુજારી કામ લીધું હતું. મૃત્યુ બાદ કૃષ્ણના ઢંઢણ નામના પુત્ર થયા. દીક્ષા લે છે પણ લાભાંતરાય કર્મો ઉદયામાં આવે છે. દીક્ષામાં મેળવેલી ભિક્ષા સ્વલબ્ધિથી નથી તેમ જાણતાં તેનો ચૂરો કરતાં ભારે કર્મોનો ચૂરો, પાપનો પશ્ચાત્તાપ અને કેવળજ્ઞાન. જૂર કર્મોનાં ફળ લાભાંતરાય કર્મરૂપે દેખા દે છે. મરુભૂતિ બ્રાહ્મણ હોવા છતાં પણ સુંદર જૈન ધર્મ પાળતો હતો. ભાઈ કમઠ તેની પત્ની સાથે દુરાચાર કરતો હોવાથી રાજાને ફરિયાદ કરી. તેને દેશનિકાલ કરાયો. પછી તે તાપસ થયો. મભૂતિને લાગ્યું કે તેને લીધે ભાઈની આ દશા થઈ છે. તેને ખમાવવા તેના પગમાં માથું ટેકવે છે. દુષ્ટ કમઠ મોટા પથ્થર વડે માથામાં ઘા કરે છે ત્યારે મરુભૂતિનું સુંદર શ્રાવકધર્મનું પાલન બાજુએ રહી ગયું. શિલાના આઘાતથી વેદનાના આર્તધ્યાનમાં ચાલી જવાયું; પરિણતિ દુર્યાનમાં ચાલી ગઈ, અવનતિ થતાં મરીને વિંધ્યાચલની અટવિમાં હાથણીના પેટમાં હાથી તરીકે તિર્યંચગતિમાં જવું પડ્યું. પાપબંધ અને દુર્ગતિને સારા શ્રાવકની ક્યાં શરમ રહી? જંગલી તોફાની હાથીનો અવતાર મળ્યોને ! આચાર્ય મહારાજે 500 મુનિઓની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરનારા બાહુસુબાહુની પ્રશંસા કરી જે પીઠ અને મહાપીઠને કઠી; ઈર્ષાગ્નિથી બળી રહ્યા, ચાર ભાવોમાંથી પ્રમોદભાવ ગુમાવ્યો. આ સહન ન થયું તે મનમાં છુપાવ્યું; બહારથી પ્રશંસામાં હાજી હા કરી માયા સંજ્ઞામાં તણાયા તેથી ધર્મ ગુમાવી સ્ત્રીવેદ કર્મ ઉપાર્યું અને બ્રાહ્મી અને સુંદરી થયા. રાજકુમાર લલિતાંગ મંત્રી પત્નીથી આકર્ષાયો. તે સુંદરી પણ તેની ચા કળામાં મુગ્ધ થઈ ખાનગી રીતે સુરંગ દ્વારા બહાર નીકળવાનો પેંતરો રચી બંને એક થયા. નિર્દોષ એવા મંત્રીને સ્થાનભ્રષ્ટ કરાયો. આની જાણ થતાં લલિતાંગને તીવ્ર પશ્ચાત્તાપ થયો. પોતે ગુનેગાર છે તે સહન ન થતાં આપઘાત કરવાનો વિચાર કરે છે. સાધુ-મહાત્માના ઉપદેશથી તીવ્ર-ઉત્કૃષ્ટ તપ કરે છે. અવનતિમાંથી બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org