________________ 12 વિવેકભષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ઉત્થાન, ઉન્નતિ કે અવનતિ કે પતનની ક્ષણોનું પરિવર્તન થતું રહે છે. પતનના ઊંડા ગર્તમાંથી અભ્યદયના પરમોચ્ચ શિખરે પહોંચવું તેને જીવનની ધન્યાતિધન્ય ક્ષણો ગણી શકાય. આવી વ્યક્તિનાં જીવનની ઝલકનું વિહંગાવલોકન તથા તેથી નિષ્પન્ન થતું તત્ત્વ જોઈએ. વિવેકભ્રષ્ટો અગણ્ય રીતે અધઃપતન પામતાં હોય છે. પિતાના મૃત્યુ પછી નાની વયનો અરણિક ધર્મલાભ કહી શેઠાણીને ત્યાં ગોચરી માટે ગયા. તેણીએ મુનિનું પતન કરાવ્યું. મોહમાં પડી, રાગના રંગે રંગાયા. સોગઠાબાજી રમતાં, કલ્પાંત કરી બાળમુનિને શોધી રહેલી ગાંડી થયેલી માતાના “અરણિક-અરણિક' શબ્દો કાને પડ્યા. માનો સાદ સાંભળી સ્થિતિ સંભાળી લઈ ફરી દીક્ષા લઈ ધગધગતી શિલા પર અનશન કર્યું. પશ્ચાત્તાપ શું નથી કરાવી શકતો ? પતન અને ઉત્થાન. નટને ત્યાં સ્વાદિષ્ટ સિંહકેસરિયો લાડુ વહોરતાં સ્વાદના લોભે આષાઢાભૂતિ લબ્ધિ વડે ફરી ફરી ત્યાં પહોંચે છે, નટને ત્યાં નટકન્યાઓમાં આસક્ત થાય છે. ગુરુવચન પર દઢ રહી નગ્ન દારૂ-માંસ ખાધલી કન્યાઓને તરછોડી પOO રાજકુમારો સાથે ભરત ચક્રવર્તીનું નાટક આબેહૂબ ભજવતાં રઅરીસા ભુવનમાં વીંટી સરકી જતાં અનિત્ય ભાવનામાં ચઢતાં 500 રાજકુમારો સાથે કેવળજ્ઞાન ! બાર ભાવનાઓમાંથી ગમે તે એકનું ચિંતન મોક્ષ આપી શકે છે ને ? રસનાની લોલુપતા પતનનું કારણ બની શકે છે. શિષ્ય-સમુદાયના આચાર્ય આષાઢાચાર્ય જ્યારે માંદા પડ્યા હતા ત્યારે દેવલોક, પુણ્ય-પાપ, નરકની માહિતી ન મળતાં ફરી સંસારી બને છે. તેમના ચોથા શિષ્ય નાટક કરી તેમનો ઉદ્ધાર કર્યો; ફરી દીક્ષા લે છે; શ્રદ્ધામાં દઢીભૂત થયા અને એ જ ભવમાં મોક્ષ મેળવ્યો. નાટક દ્વારા પણ શ્રદ્ધાનો દીપ પ્રગટી શકે અને પરિવર્તન ! - નટડી પાછળ પાગલ બનેલો ઈલાચીકુમાર રાજદરબારમાં પાંચમી વાર વાંસ પર ચઢે છે. સામેના મકાનમાં રૂપવતી લલનાની નીચી દષ્ટિએ મોદક વહોરવાનું દશ્ય જોઈ તેઓ ભાવનામાં ચઢે છે. અને ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાનને ચરિતાર્થ કરે છે. ત્યારપછી બીજા ચાર રાજા વગેરે પણ ભાવનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org