________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 107 સુખ-સાહ્યબીને તણખલા તુલ્ય તુચ્છ સમજી ત્યજીને સાચા અણગાર બને છે. પ્રત્યેક બુદ્ધ બને છે. જ્ઞાન, ધ્યાન અને તપની સાધના દ્વારા જીવનને અજવાળતા દમદંત રાજર્ષિના પુનિત પગલે હસ્તિનાપુરી પાવન થઈ. ધ્યાનની ધૂનમાં આત્માનો અનેરો આનંદ લૂંટવા લાગ્યા; નિજમાં ખોવાઈ ગયા. ફરવા નીકળેલા પાંડવોએ દમદંત રાજર્ષિ છે એમ જાણી ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવભર્યા હૈયે મુનિને નમસ્કાર કર્યા. જ્યારે દુષ્ટ દુર્યોધને આપણો કટ્ટો વૈરી છે, દુશ્મન છે તેમ માની તેનું મુખ જોવામાં પાપ માન્યું; તેમના ઉપર બીજોરાનું ફળ ફેંકી ચાલતી પકડી. મુનિશ્રીને પાંડવો તરફથી સત્કાર તથા દુર્યોધન તરફથી દુઃખદ પરિચય છતાં રાગદ્વેષમાં ક્ષમતા રાખી, ન કર્યો તોષ કે ન કર્યો રોષ. ક્ષમાનો આદર્શ રજૂ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org