________________ 106 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન જોઈ જાતિસ્મરણ જ્ઞાન થતાં પોતે ધર્મ પામવા માટે જ આ કર્યું છે તેમ જાણી દેવભવ વિષયવિલાસોમાં બરબાદ કરી હું અહીં વાનર બન્યો. પશુ યોનિમાં પટકાઈ ગયો ! આ વાતનો આનંદ થયો કે દેવભવમાં નવકારમંત્ર કોતર્યા તેથી જે મને જ્ઞાન થયું તેથી કૂદાકૂદ અને હૂપાહૂપ કરવાનું બંધ કરી પાપ પ્રવૃત્તિઓ રોકી બને તેટલું કરી લઉં. આમ વિચારી વાનરે અનશન કર્યું, નવકારના ધ્યાનમાં લીન થયો. આયુષ્ય પૂર્ણ થતાં ફરી દેવલોકમાં ગયો. લોકાલોકમાં રહેતી જીવંત સૃષ્ટિ આ પ્રમાણે કંઈક નિમિત્ત, ટકોર, વસ્તુ, વિચાર, ભાવ, અધ્યવસાયાદિથી કેવી રીતે જીવનને વળાંક આપી પ્રોત્સાહિત થઈ પ્રતિબોધિત થઈ જાય છે. આ લેખ વધુ લાંબો ન કરતાં વિહંગાવલોકન રૂપે નિમ્નલિખિત દષ્ટાંતો નવકારના શ્રવણથી પ્રાણીવર્ગ અજ્ઞાની છતાં, મીંઢ અને ક્લિષ્ટકર્મી છતાં નવકારથી સુખી થયો. આવશ્યકમાં ત્રિદંડી નવકારથી આ લોકમાં સુખી થયો એવું કહ્યું છે. પ્રહાર વિધુર યુગબાહુને મદનરેખાએ નવકાર સંભળાવ્યાથી પાંચમા દેવલોકમાં ગયા. જંબુસ્વામીના પિતા ઋષભદેવ લધુ ભાઈ જિનદાસને નવકાર વગેરે ક્રિયા કરાવ્યાથી તે જંબુદ્વીપનો અધિપતિ અણાઢિયો દેવ થયો. તિર્યંચોમાં કેટલાંકને મહર્ષિઓએ અને કેટલાંકને શ્રાવકોએ પર્વત ક્રિયા કરતાં નવકારના પ્રભાવે દેવપણું તથા બોધિબીજ મળ્યાં છે. દાખલા તરીકે પાર્શ્વનાથનો જીવ હાથી, મુનિસુવ્રતસ્વામી પ્રતિબોધિત અશ્વ, સોદાનો જીવ ગેંડો, સહદેવીનો જીવ વાઘણ, વૈતરણીનો જીવ વાનર, ભદ્રક મહિષ, કંબળ સબળ નામે બે બળદ, શ્રેષ્ઠિપુત્રનો જીવ મસ્ય, નંદમણિયારનો જીવ દેડકો, મુલકનો જીવ શુક, બીજા ભુલકનો જીવ પાડો, ચંડકૌશિક સર્પ, ભરૂચની શકુનિકા, સડકનો જીવ દેડકો, ત્રિવિક્રમ ભટ્ટનો બોકડો, કમઠની પંચાગ્નિમાં બળતો સાપ, ફુરગુકના પૂર્વભવનો જીવ દૃષ્ટિવિષસર્પ, પ્રદ્યુમનની માનો જીવ કૂતરી, ચારુદત્તે આરાધના કરાવેલો બોકડો, સિંહસેન રત્નનો જીવ હાથી વગેરે અનેક જીવોનું કલ્યાણ નવકારમંત્રથી થયું છે. એકલા મંત્રથી નૃપતિ રાજમહેલની અગાશી પર ચઢી નગરની શોભા નિહાળી રહ્યા છે; સમય સંધ્યાનો હતો. આકાશ ક્ષણ વારમાં વાદળોથી ઘેરાઈ ગયું, બીજી ક્ષણે તે વીખરાઈ ગયું. ઉત્તમ પુરુષોને આટલું નિમિત્ત બસ હતું. તેઓ આ સામાન્ય નિમિત્તથી વૈરાગી બની ત્યાગી બને છે, અને સંસારની સમસ્ત Aળ વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org