________________ --- - -- - -- - - - - - પ્રતિબોધિત પ્રાણીઓ - 105 તે બળદો તૃણાદિ ન ખાતાં, આથી શ્રાવકને ઘણાં પ્રિય થઈ પડ્યા. એક વાર જિનદાસનો મિત્ર સુંદર બળદો જાણી વગર પૂછે તેને લઈ ગયો, તથા તેઓ દ્વારા ગજા ઉપરાંત કામ કરાવ્યાથી તૂટી પડ્યા. તેઓને તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન, નમસ્કારાદિથી પરિકર્મિત કર્યા. મૃત્યુ બાદ તે બંને નાગકુમાર દેવો થયા. ભગવાન મહાવીર સ્વામી હોડીમાં જઈ રહ્યા હતા ત્યારે એકે હોડીનું રક્ષણ કર્યું, જ્યારે બીજાએ પ્રભુને ઉપસર્ગ કરનારા સુદંષ્ટ્ર અસુરનો વધ કર્યો. બળદો પણ પ્રતિબોધિત થઈ કેવું કાર્ય કરે છે ! - પંદરમા તીર્થકર ધર્મનાથને સમવસરણમાં પ્રશ્ન પૂછ્યો કે આ જન્મજાત વૈર ભૂલી ગયેલાં પશુ-પક્ષીમાંથી કોઈ ભાવી જીવ મોક્ષ મેળવનારો છે? તેના જવાબમાં ભગવાને કહ્યું કે, સામેથી આવી રહેલો આ ઉંદર મારા પહેલાં મોક્ષે જશે. વિંધ્યવાસ નામે નાનકડા સંનિવેશમાં તેનાં રાજારાણીને તારાચંદ્ર નામે પુત્ર હતો. યુદ્ધમાં મહેન્દ્ર રાજાનું મૃત્યુ થતાં શિયળ બચાવવા રાણી પુત્ર લઈ ભાગી છૂટી. ભરૂચ સુધી પહોંચી ધર્મસ્થાનકમાં જઈ રાણીપુત્રને શ્રાવકના ઘેર લઈ ગયા. વૈરાગ્યવાણી સાંભળતાં રાણી તથા પુત્રે સંયમ સ્વીકાર્યું. ચૌદમા અનંતનાથ ભગવાનના શાસનમાં સારી રીતે આરાધના કરી. એક વાર તારાચંદ્ર મુનિ વાસનાથી વ્યાકુળ બન્યા. પ્રકૃતિને જોતા ઉંદરના ટોળાને ગેલ કરતાં જોઈ તેમનું મન ચકડોળે ચઢ્યું. સાધુ જીવન કરતાં આ ઉંદરોનું જીવન સુંદર છે. અશુભ ભાવના આલોચ્યા વિના મૃત્યુ પામી અલ્પ આયુષ્યવાળા દેવ થયા. ઉપરના વિચારોને લીધે દેવનું આયુષ્ય પૂર્ણ થતાં ઉંદર બનવું પડ્યું. ભગવાનની વાણી સાંભળી સભા છક થઈ ગઈ; અશ્રુભીની આંખે ઉંદરે ભગવાનને ઉદ્ધાર માટે માર્ગ પૂળ્યો. અનશન કરીશ તો બાજી સુધરી જશે, તેથી તેણે અનશન કર્યું. પાપનો તીવ્ર પશ્ચાત્તાપ કરી ઉંદરડીઓથી વશ ન થઈ, વૈરાગ્યથી વાણી દ્વારા જાતિસ્મરણ જ્ઞાન થતાં ક્ષપકશ્રેણિએ ચઢી ભાવચારિત્ર મેળવી તે મોક્ષે ગયો. આવી રીતે તીર્થકરની દેશના સાંભળનાર એક દેવે પૂછ્યું કે હું મારીને ક્યાં જઈશ? તું વનમાં વાંદરો થશે. તેથી ધ્રૂજી ઊઠેલો દેવ પુણ્યથી દેવપદ પરંતુ હવે વાંદરાનો અવતાર ! દેવે ભાવી સુધારવા તે જંગલના પ્રત્યેક પથ્થર પર નવકારમંત્ર કોતરાવ્યો, જેમાં ઝીણાં ઝીણાં રત્નો કેમ જાણે ન ભર્યા હોય ! દેવ જ્યારે મૃત્યુ પામી વાંદરો થયો ત્યારે દરેક સ્થળે એક જ પ્રકારના અક્ષરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org