________________ 104 * જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નાનકડા કુસંગમાં ઇલાચીકુમાર બરબાદ થયા પણ કુનેહથી માતા સાધ્વીએ પથ ફેરવી નંખાવ્યો. જે તપસ્વી તાપસે 60,000 વર્ષ સુધી 21-21 વાર પાણીથી ધોયેલી વસ્તુ વાપરી તપ કર્યું હતું. પરંતુ શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિથી કરાયેલી નવકારશીને તેના કરતાં વિશેષ ગણી છે. તે તામલી તાપસે નીચું મોઢું રાખી ચાલતા મુનિઓનાં દર્શન માત્રથી સમ્યકત્વ પામી જીવનની બાજી પલટી નાંખી. પ્રેરણાનાં પીયૂષ પાનારાંનાં જીવન જોઈ આ પ્રમાણે મનસૂબો કરાયઃ પત્ની બનવું પડે તો મદનરેખા કે નાગિલા બનવું. પતિ બનવું પડે તો જંબુકમાર કે ગુણસાગર બનવું. પિતા બનવું પડે તો ધનગિરિ બનવું. બહેન બનવું પડે તો શ્રીયકની બહેન યક્ષા બનવું. ભાઈ બનવું પડે તો કંડરિકના ભાઈ પુંડરિક બનવું. પુત્ર બનવું પડે તો રામ કે ભરત બનવું. પુત્રી બનવું પડે તો મયણાસુંદરી બનવું. સાસુ બનવું પડે તો કૌશલ્યા બનવું. વહુ બનવું પડે તો સીતા બનવું. સાળા-બનેવી બનવું પડે તો ધના-શાલિભદ્ર બનવું. સસરા બનવું પડે તો દશરથ રાજા બનવું. ભગવતીસૂત્રમાં તિર્યંચો પણ દેશવિરતિ ધર્મ સ્વીકારી દેવલોક કે મનુષ્યલોક મેળવવા માટે ભાગ્યશાળી બને છે. તેનાં દૃષ્ટાંતોમાં ચંડકૌશિક નાગરાજ, હાથીના શરીરધારી રૂપસેનનો જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતો મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષતપૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ લોકજીભ પર રમી રહ્યાં છે. ઉપર ગણાવેલાં સંસારનાં સગાંઓને તેમની સાથે સંકળાયેલા અન્ય જીવોને પ્રતિબોધિત કરી પરિણતિથી પાવન પંથે પ્રયાણ કરાવવા માટે અનન્ય કાર્ય કરી પોતાનું તથા પરનું જીવન માંગલ્યમય બનાવી - ભાવી જીવોને જીવન જીવવાનો મધુરો માર્ગ બતાવ્યો છે. પર્યુષણ મહાપર્વમાં જેનું વાંચન ઉત્સાહપૂર્વક સંભળાવવામાં આવે છે તે કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે આભીર દંપતીના વિવાહ પ્રસંગે મળેલી મદદના બદલામાં તે શ્રાવકને દબાણપૂર્વક ઇચ્છા ન હોવા છતાં પણ તેઓ બે બળદની જોડી તેમને ત્યાં મૂકી જાય છે. તેઓ જ્યારે તિથિને દિવસે પૌષધ કરતા ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org