________________ પ્રતિબોધિત પ્રાણીઓ * 103 ઉપવાસની પ્રસન્ન તપશ્ચર્યાએ અકબર પાસે અમારિ પ્રવર્તન કરાવ્યું. ચાંલ્લાએ કુમારપાળ દ્વારા સાડા ત્રણ લાખ અગ્રવાલોને જૈનધર્મી બનાવ્યા. દહીંની અભક્ષ્યતા તથા લાડુમાં ઝેર જોઈ મહાકવિ ધનપાલ સમજ્યા. પ્રતિમાના આકારની માછલીએ લાખો જીવોને જાતિસ્મરણ કરાવી ઉોધિત કર્યા. કાયોત્સર્ગમાં રહેલા મુનિને દૂરથી નિહાળી, મીંઢળ જેના કરમાંથી છોડાયો તે ચોરીમાં વજુબાહુ અને તેની સાથે મનોરમા, તેના ભાઈ ઉદયશંકર, માતાપિતા, સાસુ-રાસરા સર્વવિરતિના પંથે પ્રયાણ કરનારા થયા. ગુણસાગરની રોમાંચક કથા સાંભળી પૃથ્વીચંદ્ર રાજા કેવળી થયા. અરીસા ભુવનમાં વીંટી ઉતારતાં અશુચિ, અનિત્ય ભાવના ભાવતાં ભરત ચક્રવર્તી કૈવલ્યા પામ્યા. - લક્ષ્મણના અપમૃત્યુથી સંસારનું નગ્ન સ્વરૂપ જોઈ લવકુશ સર્વવિરતિના માર્ગે ચાલી નીકળ્યા. સ્વામી શબ્દના અપમાનથી સુખભોક્તા શાલિભદ્રને સર્વવિરતિનું રત્ન જડી ગયું. જયાનંદકુમાર મહામંગલમય માર્ગે જવા તૈયાર થયા ત્યારે તેમના ઉત્કૃષ્ટ ત્યાગથી 50,000 સ્વજનો તથા નગરના 50,000 આત્માઓ પણ જોડાઈ કુલ એક લાખે સર્વવિરતિ સ્વીકારી. પિતાના અપમૃત્યુની જાણથી સ્થૂલભદ્ર દીક્ષા લીધી. માતાના અશ્રુબિંદુથી ગોપીચંદે સંન્યાસી જીવનના વાઘા પહેરી લીધા. ધોળા વાળ રૂપે ફૂલ જોઈ રાજા સોમચંદ્ર સંન્યાસ સ્વીકાર્યો. પ્રભુ વીરના પરમ ભક્ત ટૂંક કુભારે ભગવાનના સંસારી જમાઈ અને સંસારી દીકરી પ્રિયદર્શનાજીને પણ ટુચકો કરી પાછા સતપથ પર લાવી મૂક્યાં. તથા કમર કસીને અનેક સાધુ-સાધ્વીજીને સન્માર્ગે વળાવ્યાં. કેટલાંક અવળાં નિમિત્તોથી સન્માર્ગેથી ફેંકાઈ ગયેલાને પણ જોઈ લઈએ : પેલા સુમંગલાચાર્ય નાનકડા ચીંથરામાં આસક્તિથી માંસાહારી અનાર્ય દેશમાં જન્મ્યા. - ખેડૂત સામયિક નામના મુનિ કામવિકારમાં અનાર્ય દેશમાં આદ્રકુમાર બન્યા. તપસ્વી સાધુ છેલ્લી ક્ષણોમાં કોપાન્વિત થતાં ત્રીજા ભવે ચંડકૌશિક દૃષ્ટિવિષ ભયંકર સાપ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org