SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ધર્મદત્તમુનિએ અહિંસા ગુણને સ્વમાં પ્રતિષ્ઠાપિત કરી દીધો અને તેના પ્રભાવથી હજારો હિંસક પશુઓ અને માનવોનાં જીવન અહિંસક બની ગયાં. ચંદનબાળાના સાધ્વી તરીકેના મોં પર સંયમજીવનની સિદ્ધિનાં દર્શન કરી અજૈન ખેડૂત શેવડૂક સંયમજીવન પામી ગયો ! જટાયુ રોગિષ્ઠ અને ગંધાતું ગરુડ હતું. એક વાર જંગલમાંથી પસાર થતાં આમાઁષધિના ધારક બે મુનિઓએ વૃક્ષ નીચે વિસામો કર્યો. ઝાડ પરથી નીચે પડેલા જટાયુનો તેમની સાથે સંપર્ક થયો. અડતાંની સાથે કાયા સંપૂર્ણ દિવ્ય બની ગઈ ! રામાયણમાં રામના સંસર્ગથી જટાયુ પામી ગયો. પરમાત્મા આદિનાથના છેલ્લેથી ત્રીજા ભવમાં - વજનાભ મુનિના ભવમાં અઢળક લબ્ધિના બળે તેમને અડીને આગળ વધેલો પવન જેને સ્પર્શે તે રોગી નીરોગી થઈ જતો. સનતકુમાર ચક્રવર્તી પોતાના ઘૂંકથી રોગનાશની શક્તિ ધરાવતા હતા. આનંદઘનજીના પેશાબમાં સુવર્ણસિદ્ધિ હતી. જિનદાસ શેઠના બે બળદો, તેમના સત્સંગે ધર્મી જીવ બની ગયા. નાસ્તિક રાજા પ્રશી કેશી ગણધરના સત્સંગે પામી ગયા. ગૌતમબુદ્ધના સંગે અંગુલિમાલ પામી ગયો. મરા મરાના જાપથી રામ રામ કરતો વાલિયો વાલ્મીકિ બન્યો. પિંગલાના અકાળ અવસાનના નિમિત્તે બનેલ સંત બની ગયેલા ભર્તુહરિ. ગણધર ગૌતમના સંગે કૌડિન્ય વગેરે 15O0 તાપસો કેવળજ્ઞાન પામી ગયેલા. પ્રભુ વીરની ભૂલમાં સંભળાઈ ગયેલી વાણીથી રોહિણીયો ચોર પામી ગયો. દુરાચારી ચિલાતી તથા દઢ પ્રહારી સસંગે પામી ગયા. ધ્યાનસ્થ મુનિના મુખ પરની આત્મમસ્તી જોઈને વજબાહુ, નવોઢા મનોરમા તથા સાળો ઉદયસુંદર પામી ગયા. પરમાત્મા આદિનાથ તથા મહાવીરદેવનો સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રથમ ભવ, ધન્ના અને નયસાર તરીકેનો, બંને મુનિના સંસર્ગે સમ્યગ્દર્શન પામ્યા. ગાંઠ ખોલ્યા વિના દારૂ નહિ પીવાનો, પહેલી માછલી નહિ પકડવાની એવી ક્ષુલ્લક પ્રતિજ્ઞા પાળનારા હરિબલ મચ્છી, ભિક્ષા દેતી સુંદર સુંદરી પાસેથી નીચું માં રાખી મુનિના ચમકતા તેજને જોઈને કેવલ્ય પામતો નર ઇલાચી. જીવનમાં નખશિખ પરિવર્તન કરનારાં દષ્ટાંતો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy