________________ પ્રતિબોધિત પ્રાણીઓ 1 101 પથ્થરો જ ઊંચકું છું અને શ્રમિત થતાં બાજુ પર મૂકી શકું છું. ત્યારે આ મુનિ પાંચ મહાવ્રતોનો ભાર આખી જિંદગી સુધી વગર શ્રમે ઉપાડતા હોય છે. આ પ્રત્યુત્તરથી રાજા આનંદિત થયો. કેવી ધર્મવિષયક શ્રદ્ધા અને પરિણતિ ! ધારાનગરીનો મંત્રીશ્વર ધનપાલ અને શોભનમુનિ જે તેમનો અનુજ હતો તથા જેણે ધારામાંથી જૈન સાધુઓની હકાલપટ્ટી કરાવી હતી તે ધનપાલને શોભનમુનિનો ભેટો થતાં કહે છે : ગર્દભદન્ત જાદત્ત નમસ્તે ! કેમ કે મુનિનો દાંત આગળ પડતો હતો. તેના પ્રત્યુત્તરમાં પ્રત્યુત્પન્નમતિવાળા શોભનમુનિ સણસણતો જવાબ આપે છે : કપિવૃષણાસ્ય... તેથી શરમથી બેવડો વળી ગયેલા ધનપાલને. વાસી દહીંમાં જીવતત્ત્વનો તથા લાડુમાં ઝેરનો પરચો બતાવી જૈનધર્મના આરાધક બનાવ્યા. તેવી જ રીતે પ્રતિમાના આકારની માછલીએ લાખો જીવોને જાતિસ્મરણ કરાવી ઠેકાણે પાડ્યા હતા. ધર્મનિષ્ઠ પિતાના નાસ્તિક પુત્રને માર્ગાનુસારી બનાવવા માટેનો ખૂબ પ્રયત્ન નાકામિયાબ રહ્યો તેથી પિતા મૃત્યુશગ્યા પર ચિંતાગ્રસ્ત હતા ત્યારે પગ પાસે પુત્ર બેઠો હતો. | પિતા કહે છે કે : બેટા, પરંતુ કશું બોલી શકતા નથી. બીજી વાર પિતા કહે છે બેટા, કશું કહી શકતા નથી. ત્રીજી વાર પુત્ર કહે છે કે શું છે પિતાજી? ત્યારે પિતા કહે છે કે મારા મૃત્યુ પછી આ ઘરમાંથી ધર્મ પણ વિદાય થઈ જશે. તેના પ્રત્યુત્તરમાં પુત્ર કહે છે કે પિતાજી, તમારા મૃત્યુ પછી આ ઘરમાં ધર્મ સવાયો થશે ! તે સાંભળી સાંત્વન પામેલા પિતાએ હર્ષાશ્રુ સાથે દેહ છોડ્યો. તીર્થકરોના સમવસરણમાં ક્રોડો આત્માઓ ખેંચાઈને જિનવાણીથી વાસિત બની જાય છે. એકસો પચીસ યોજનમાં ભયાનક દર્દીઓ તેનાથી ઊભા થઈ ગયા. દોડવા લાગ્યા, વીસ હજાર પગથિયાં ચઢી ગયા, ભોગમાં ડૂબેલા દેવો 19 અતિશયો તૈયાર કરવા લાગ્યા, રાજાઓ કાર્યો મૂકી સમવસરણ તરફ ચાલ્યા. પક્ષીઓ પ્રદક્ષિણા દેવા લાગ્યા. કાંટા ઊંધા થઈ ગયા, ઋતુઓ જીવંત બની ગઈ, વૃક્ષો નમવા લાગ્યાં, પશુ-પંખી પોતાની વાણીમાં દેશના સાંભળવા લાગ્યાં. કેવો તીર્થકર ભગવંતના અસ્તિત્વનો પુણ્ય પ્રભાવ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org