________________ 100 , જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે. તેવી ધ્યાનસ્થ મુદ્રાની આબેહૂબ પ્રતિમા તૈયાર કરી વંદન, પૂજા, અર્ચનાદિ કર જેથી તેને સમાધિ પ્રાપ્ત થશે. તેમ કરતાં તેની વાસના, દીનતા ઘણા પ્રમાણમાં ક્ષીણ થઈ ગઈ ! ક્યાં વાસનાપીડિત કુમારનંદીનો દેવતાત્મા ! ક્યાં જ્ઞાન-ગર્ભવિરાગી નાગિલનો બારમા દેવલોકનો દેવાત્મા ! જેનું રૂપ જોવા માટે દેવે રૂપ સંહરી લેવું પડતું. કેવો આદર્શ રીતનો મિત્રનો મિત્ર પ્રત્યેનો બોધ ! અકબર બાદશાહના પ્રતિબોધક જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી જ્યારે સિરોહી(રાજસ્થાન)માં હતા ત્યારે શ્રાવક ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા હતા. ઠંડીની ઋતુ હોવાથી એક યુવાને મુનિના જેવી કામળી ઓઢી હતી. આ યુવાનનાં જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે મુનિને વંદન કરવા આવી. પોતાના ભાવિ પતિને મુનિ સમજી વંદન કર્યું. સાચી સ્થિતિ સમજી માતા-પિતાને કહ્યું કે આ હવે મારા માટે પૂજનીય બની ગયા, તેથી આ ભવમાં બીજો પતિ ન કરી શકું. તેણે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. કેવી વિલક્ષણ પ્રતિબોધ માટેની ઘટના ! પુષ્પસેના રાણીના પતિને તેના પુત્ર-પુત્રી પર પુષ્કળ પ્રેમ હતો તેથી ભાઈબહેનના અતિશય સ્નેહને વશ થઈ માતાની મરજી વિરુદ્ધ તેઓનાં લગ્ન કર્યા. મોહાંધ પિતાના આ કૃત્યથી દુઃખી થયેલી રાણીના વિરોધનું કશું નહિ ત્યારે દીક્ષા લઈ ઉગ્ર તપસ્યા કરી દેવી થઈ. તેણીએ પુત્રી પુષ્પચૂલાને નરક અને સ્વર્ગનાં દુઃખ-સુખો આબેહુબ દર્શાવ્યાં. તેણીએ ગીતાર્થ ગુરુ પાસે આ પ્રકારનું વર્ણન સાંભળી દીક્ષા લીધી, પરંતુ તેના ભાઈ પતિની બે શરતો : (1) તે હંમેશાં આ જ શહેરમાં રહે, (2) તથા તે તેનું મુખ પ્રતિદિન જોઈ શકે. બંને કપરી શરતો કબૂલ કરી યથાશસ્ત્ર સંયમાદિ પાળી કેવળી બની, એટલું જ નહિ પણ તેના ગીતાર્થ ગુરુ અર્ણિકાપુત્ર પણ કેવળી બને છે. કેવાં કેવાં કારણોથી પુષ્પસેના, પુષ્પચૂલા અને અર્ણિકાપુત્ર પ્રતિબોધિત થાય છે તે આ કથા પરથી જાણી શકાય છે. એક રાજાને પહાડની વચ્ચે રાજમહેલ બંધાવવાનો વિચાર આવ્યો. તેણે મજૂરો રોક્યા. એક મજૂર ઘણો મજબૂત અને કદાવર હોવાથી મોટા પથ્થરો ઊંચકી શકતો તેથી રાજાએ કામ ઝડપથી થાય તે માટે તેના માર્ગમાં કોઈ આવે તો તેને ધક્કો મારી દૂર હડસેલી લેવો તેવી આજ્ઞા કરી. એક વાર મુનિ તરીકેનું જીવન જીરવી ન શકવાથી આ મજૂર થયો હતો. તેના માર્ગમાં એક મુનિ આવ્યા. તેણે પથ્થરો બાજુ પર મૂકી રસ્તો કરી આપ્યો. આથી ઈર્ષાળુઓએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી. ત્યારે તેણે રાજાને કહ્યું કે હું પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org