________________ પ્રતિબોધિત પ્રાણીઓ - 99 રુદનનું કારણ પૂછ્યું. કારણ જાણી તે દિવસથી મનસૂબો કર્યો કે માની લાગણી અનુસાર જીવન વ્યતીત કરવું અને તે મુજબ કૃતનિશ્ચયી થઈ જીવનનો રાહ બદલી નાંખ્યો. કેવી સુંદર પરિણતિ એક અશ્રુબિંદુથી થઈ શકી ! એ આઠ પત્નીઓમાં આસક્ત રહેતો હતો ! વાલિયા જે “રામ રામ' કહેવાની ના પાડતો હતો તેને સંત પુરુષ “મરા મરા' કરતો કરીને કેવો સંત વાલ્મીકિ બનાવી મૂક્યો ! ઇન્દ્રભૂમિ ગૌતમાદિની સરળતાને લીધે ઉત્પન્ન થયેલી પ્રજ્ઞાપનીયતાને કારણે દેવાધિદેવ મહાવીર સ્વામીએ તેઓને કેવા ધર્માભિમુખ બનાવી દીધા ! પેલો લૂંટારુ વંકચૂલ સરળતાને લીધે જ ધર્માત્મા બન્યો ને ! પેલા ધનાઢય પંડિત (રાજાના) પુરોહિત હરિભદ્ર કદાગ્રહી દેખાવા છતાં ભીતરમાં સરળ હોવાથી કેવું જીવન-પરિવર્તન એક શ્લોકનો અર્થ ન સમજવાથી કરી શક્યા ! હરિભદ્રસૂરિ બની શક્યા. પરમાત્મા મહાવીરદેવની સંસારીપણાની પુત્રીને ટંક નામના કુંભારે સાધ્વી પ્રિયદર્શનાને એક ટુચકા દ્વારા કેવી સીધી દોર કરી નાંખી ! ચંપાનગરીનો કુમારનંદી સોની અતિ કામાતુર હતો. જ્યાં રૂપવતી કન્યા દેખાય ત્યાં તેનાં મા-બાપને પાંચસો સોનામહોર આપી લગ્ન કરી લેતો. તેઓનો પતિ બનતો. - હાસા-મહાસા નામની બે વ્યંતરીઓ પતિનું આયુષ્ય પૂર્ણ થતાં કુમારનંદી પર આસક્ત થઈ. તેઓને જોઈ અત્યંત કામાર્ત કુમારનંદી કામાસક્ત થઈ ગયો. પંચશૈલ દ્વીપ પર આવી જા, ત્યાં મજા કરશું. મહામુશ્કેલીએ ત્યાં પહોંચ્યો. મરીને અહીં આવવા અનશન કર; અહીં જન્મ લેવાનો સંકલ્પ કર, બળી મર. પુનઃ ચંપાનગરીમાં આવી નાગિલ નામના મિત્રને બધી વાત કરી. આમ ન કરવા સમજાવ્યો, પણ તે નિષ્ફળ ગયું. બળી મર્યો પણ પુણ્ય ઓછું તેથી તે માત્ર ઢોલિયો દેવ બન્યો. તેના બબી મરવાથી નાગિલે દીક્ષા લીધી. કાળધર્મ પામી બારમા દેવલોકમાં વિઘુમાલી દેવ થયો. ઉપયોગ મૂકતાં મિત્રની દુર્દશા જાણી. કુમારનંદી ખૂબ પશ્ચાત્તાપ કરે છે. વિઘુમાલી કહે છે, “હવે સમાધિ મેળવવા પરમાત્માની અનન્ય અને અકામભાવે ભક્તિ કર.' તારા પૂર્વ ભવની ચિત્રશાળામાં ધ્યાનસ્થ પરમાત્મા મહાવીર દેવની મૂર્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org