SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખઃ - 115 500 શિષ્યો સાથે બધાંને ઘાણીમાં પીલવાનું જૈન ધર્મના કટ્ટર હેલી પ્રધાને રાજા પાલકને ભરમાવી કાવતરું કર્યું. જ્યારે ૫OOમા બાળમુનિનો વારો આવ્યો ત્યારે પોતાને તેની પહેલાં પીલવાની દરખાસ્ત મૂકી. રાજાએ તે વાત અમાન્ય કરી. ક્રોધાન્વિત મુનિએ રાજા સહિત નગરને બાળી નાંખવાનું નિયાણું કર્યું. વિરાધક તરીકે પુણ્યના બળે મૃત્યુ પામી દેવ થયા. નગર બાળી નાંખ્યું. તે ભૂમિ દંડકારણ્ય તરીકે જાણીતી થઈ. કેવા તપસ્વી ચારિત્રનિષ્ઠ સાધુ પણ છક્કા ખાઈ જાય છે ! તેમના સિવાય બધાનો ઉદ્ધાર થયો. ચોમાસામાં ચાર મહિના ઉગ્ર તપસ્યા કરનારા ચાર મુનિમાંથી સિંહગુફાવાસી. મુનિએ તેજોદ્વેષથી સ્થૂલિભદ્રની જેમ કોશાને ત્યાં ચોમાસું કરવાની આજ્ઞા માંગી. ઉપરવટ થઈ ગયા પણ પ્રથમ દૃષ્ટિએ દષ્ટિરાગ થતાં લપસી પડ્યા. કોશાને પામવા નેપાળ જઈ રત્નકંબળ લઈ આવ્યા. ત્યારે કોશાએ તેના ટુકડા કરી ખાળમાં પધરાવી દીધા. આમ કેમ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે જેમ તમે સંયમરૂપી સુંદર ચારિત્રચાદર નારી માટે ભ્રષ્ટ કરી છે, તેમ મેં રત્નકંબળ ખાળમાં પધરાવી દીધી. આંખ ખૂલી ગઈ. બીજાના વાદે ચણા ચાવવા જાય તો દાંત પણ તૂટી જાય. ઉપરનાં દૃષ્ટાંતોની સૂચિ લાંબી ન કરતાં ઉન્નતિ અને અવનતિના પ્રસંગોનું મૂલ્યાંકન કરીએ. જીવનમાં ધર્મપ્રવૃત્તિ માટે જીવદયા, ઉદારતા, પરોપકાર, હિતબુદ્ધિ, સહિષ્ણુતા, મૈત્રીભાવ, માધ્યસ્થભાવ, કરુણા, ગુણાનુરાગાદિ વણાઈ જવા જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય હાંસલ થયું હોય તો :- (1) પાપ અને પાપી જીવનનો તીવ્ર સંતાપ અને ધિક્કાર. (2) ધર્મારાધનમાં ભારે અહોભાવ, ગદ્ગદ્ધા, ઉલ્લાસ, અપૂર્વ વીલ્લાસ અને કર્તવ્યબુદ્ધિ. (3) ધર્માનુષ્ઠાનોમાં નિરાશસભાવ, અનાસક્તિ, :અસંગભાવ. (4) ઔચિત્યપાલન તરફ જીવનનો ઝોક. પ્રથમનાં દૃષ્ટાંતો રૂપે જયતાક પ્રદેશી રાજા, દઢપ્રવાહી, અંગુલિમાલ, ચિલાતીપુત્ર, સ્થૂલિભદ્ર, સુકુમાલિકા, સિદ્ધર્ષિ. બીજાના દષ્ટાંતરૂપે કુમારપાળ, નાગકેતુ, સુલસા ચંદનબાળા, નંદિષેણ, મહારાજા, શ્રેણિક, સનતકુમાર ચક્રી, પુંડરિક, વંકચૂલ, દેવપાલ વગેરે. ત્રીજાના દષ્ટાંતમાં દેવપાલ, શિવકુમાર, વજૂજંઘ રાજા, ભરવાડ પુત્ર સંગમ, અર્ણિકાપુત્ર, પુષ્પચૂલા, ચંદનબાળા, રાવણની ભક્તિ, ધર્મારાધના માટે ધર્મપુરુષાર્થના ત્રણ ઉપાયો ઉપર સૂચવ્યા છે. જેનાથી પરિણિત અને અકરણ નિયમ હાંસલ કરી શકાય. પરિણિત એટલે આગળ ને આગળ સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy