SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 116 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઊર્ધ્વગમન અને અકરણ નિયમ ચૌદ ગુણસ્થાનકોનાં પગથિયાં ચઢવા માટે અત્યંત આવશ્યક છે; જેનાથી ચઢતાં ચઢતાં કોઈ દિવસ મુક્તિરૂપી મહેલમાં પ્રવેશ પામી શકાય. જંબુસ્વામીના પૂર્વભવે ચારિત્ર લીધું હતું, બળજબરીથી પાળતા હતા, અહોભાવ વિના; કારણ કે મનમાં પત્ની નાગિલા રમી રહી હતી. મોટાભાઈના મૃત્યુ પછી સંસાર ફરી માંડવા વિચારે છે. અવનતિ, પરંતુ નાગિલાના કુનેહ પછી ચારિત્ર્યના મહામૂલ્યનો ખ્યાલ આવી ગયો. ચારિત્ર્યમાં સ્થિર થઈ ગયા. આલોચના, પ્રાયશ્ચિત્ત કર્યું; અહોભાવથી ઉત્સાહ જાગ્યો. આચાર અનુષ્ઠાનાદિમાં ગગદતા અનુભવે છે. જંબુસ્વામીના ભવમાં આ પુણ્યાનુબંધી પુણ્યથી આઠ પત્ની તથા અઢળક સંપત્તિ સાપની કાંચળીની જેમ ત્યજી શકે છે. ફૂલમાં રહેલો નાનો સાપ પૂજા કરી રહેલા નાગકેતુને કરડે છે. તેની પીડા ન ગણકારતાં પૂજા અહોભાવે, એકાગ્રતાપૂર્વક ગગદ દિલે કરે છે, પરિણામે કેળવજ્ઞાન. રબારીનો પુત્ર સંગમ ગમાર છતાં કલ્યાણમિત્રના સંપર્ક મુનિને ખીર અહોભાવે ગદ્ગદ દિલે વહોરાવે છે. રાત્રે મર્યો ત્યારે ગુરુ પ્રરૂપિત દયા, ત્યાગ તથા દાનની અનુમોદના કરતો રહ્યો તેથી પુણ્યાનુબંધી પુણ્યના ગુણાકાર રૂપે 32-32 પેટિયો; 32 પત્ની, અઢળક સંપત્તિને ત્યજી શાલિભદ્ર ચારિત્ર ગ્રહણ કરે છે. ખંધકમુનિની ચામડી ઉજરતાં કષાયો ન સેવ્યાં, સંયમભાવ સેવ્યો. સંતુષ્ટ થયેલા ધરણન્દ્ર રાવણની ભક્તિથી તુષ્ટ થઈ તેના સાટે માંગવાનું કહે છે. ત્યારે રાવણ મુક્તિ માંગે છે. પ્રત્યુત્તરમાં તેઓ જણાવે છે કે મને તે મળી નથી તો કેવી રીતે આપી શકું. કેવી નિરાશસ ભાવની ભક્તિ ! આનંદશ્રાવક તથા અહંન્નકાદિ દશ ઉપાસકોની નિરાશસભાવે ધર્મારાધના હતી. સુદર્શન શેઠે પૂર્વભવમાં “નમો અરિહંતાણં'ની રટણા નિરાશસભાવે કરી તેથી પુણ્યનો ગુણાકાર થયો. આ લેખની સમાપ્તિ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામીના આ શ્લોકથી કરીએ : संसारसागराओ उब्बुडो मा पुणो निबुडिज्जा / चरणकरणविप्पहिणो बुड्डई सुबहुपि जाणंतो // સંસારસાગરમાં ઊંચે આવેલો, તું ફરીથી ડૂબી ન જઈશ. ખૂબ જાણકાર હોવા છતાં પણ ચરણ-કરણ વગર તું ડૂબી જઈશ. લખાણના નિષ્કર્ષરૂપે જણાવવું હોય તો :- (1) પશ્ચાત્ તપારો, હાર્દિક તપારો તે પ્રાયશ્ચિત્ત. (2) કરેલાં પાપોને અનુલક્ષીને ખંતપૂર્વકનું પ્રાયશ્ચિત્ત. (3) કરેલાં પાપોનું નિષ્ઠાપૂર્વક પ્રત્યાખ્યાન. (4) નિત્ય ઉપરના ગુણસ્થાનકે ચઢવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy