________________ નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય - 153 આ પ્રથમ ત્રણ સ્વપ્નો પશુનાં છે. તેવી રીતે પ્રથમ ત્રણ ગુણસ્થાનો ક્રમિક વિકાસમાં પશુતુલ્ય કક્ષાનાં છે. ચોથું ગુણસ્થાન અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી આત્માનું આ ગુણસ્થાન છે. ચોથું સ્વપ્ન લક્ષ્મીદેવીનું છે. અહીંથી આત્મવિકાસ થાય છે. ચોથા સ્વપ્નમાં જે લક્ષ્મીદેવી છે તે લક્ષ્મી બે પ્રકારની છે. અશુભ માર્ગે પણ તેનો વ્યય થાય, શુભ માર્ગે પણ થાય. શુભ માર્ગની લક્ષ્મીરૂપી આ ચોથું સમજવું. સમ્યગ્દર્શન શુભ કર્મોના ઉદયને સૂચવે છે. કલ્યાણકારી લક્ષ્મી વિકાસના માર્ગે હરણફાળ ભરાવે છે. લક્ષ્મીદેવી તથા ચોથું ગુણસ્થાન શુભ સૂચક છે. પાંચમું ગુણસ્થાનક દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે. અહીં આત્મા સમ્યગ્દષ્ટિપૂર્વક વ્રતાદિનું અંશતઃ પાલન કરે છે. પાંચમું સ્વપ્ન પુષ્પમાળાનું છે. પુષ્પની માળા સુવાસ આપે છે. થોડા સમય પછી કરમાઈ પણ જાય છે. તેવી રીતે દેશવિરતિ જીવ કરમાતા પુષ્પની સુવાસની જેમ ગંતવ્ય સ્થાન મોશે પહોંચી શકતો નથી. અહીંથી આગળ જવાનું રોકાઈ જાય છે, કારણ કે સર્વવિરતિ વિના મોક્ષ નથી. - છઠ્ઠ ગુણસ્થાન પ્રમત્તસંયત, જીવ ત્યાગ-વૈરાગ્યમાં દઢ બનેલો મહાવ્રતરૂપી સર્વવિરતિ પ્રાપ્ત કરે છે; પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદ થઈ જાય. આની તુલનામાં છઠું સ્વપ્ન ચંદ્રનું. ચંદ્રમાં કલંક છે. તેવી રીતે આ ગુણસ્થાને પહોંચેલા જીવના જીવનમાં ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક પ્રમાદરૂપી કલંક દષ્ટિપથમાં આવે છે. પ્રમાદરૂપી લંક આ ગુણસ્થાનમાં, તેવી રીતે ચંદ્રમામાં પણ છે. તેજસ્વી બંને, ગુણસ્થાન તથા ચંદ્ર; છતાં પણ પ્રમાદ અને કલંકનો દોષ બંનેમાં અસ્તિત્વ ધરાવે છે. ૭મું અપ્રમત્તસંયત ગુણસ્થાન. સંયત સાધુ પ્રમાદ ન થઈ જાય તે માટે યથાશક્તિ પ્રયત્નશીલ હોવા છતાં ક્યારેક પ્રમાદ થઈ જાય તો તેને છઠ્ઠા ગુણસ્થાને તથા સાતમાં ગુણસ્થાને ઝોલાં ખાવા પડે છે. જ્યારે તે અપ્રમત્ત દશામાં હોય છે ત્યારે તેની સરખામણી ઝળહળતા સૂર્ય સાથે કરી શકાય. તેથી સાતમાં સૂર્યના સ્વપ્ન સાથે આ ગુણસ્થાનનું સામંજસ્ય રહે છે. ૮મું ગુણસ્થાન અપૂર્વકરણ છે. કરણ એટલે ઉત્કૃષ્ટ ક્રિયા અથવા અધ્યવસાય. અહીં ચારિત્રમોહનીયનો ઉપશમ કે ક્ષય કરવાનો અપૂર્વ એટલે કે જે પહેલાં ક્યારેય પણ થયો નથી તેવો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ એક અદ્વિતીય સફળતા છે, જેનું સૂચક ૮મું સ્વપ્ન ધજાનું છે. જ્યારે દુશ્મન ઉપર વિજય મળે છે ત્યારે ધજા ફરકાવવામાં આવે છે. અપૂર્વકરણ જીવનયાત્રામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org