________________ 154 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન ઝળહળતી ફત્તેહનું સૂચક છે. અહીંથી સાધક ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ એ બેમાંથી ગમે તે એક પર આરૂઢ થાય છે. ફત્તેહની ધજા ફરકાવે છે. - નવમું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર છે. અહીં મોહનીય કર્મના બાકી રહેલા અંશોનો ક્ષય કે ઉપશમ થાય છે. આત્મા વધારે નિર્મળ, વિશુદ્ધ બને છે. નવમું સ્થાન કળશનું છે. કળશની સ્થાપના વિશુદ્ધિ-નિર્મળતાદર્શક છે. શુભ ફળસૂચક કળશની સ્થાપના કરાય છે. દસમું ગુણસ્થાન સૂક્ષ્મ સંપરાય એટલે કષાયો કે મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ થતાં હોવાથી આત્મા વધુ વિશુદ્ધ બને છે. દશમું સ્વપ્ન પધસરોવરનું છે. આ સરોવરમાં અત્યંત વિશુદ્ધ શ્વેત કમળો હોય છે. તે રીતે બંનેમાં સરખાપણું દર્શાવી શકાય. પદ્મસરોવરમાં શ્વેત કમળ વિશુદ્ધિદર્શક તેમજ ગુણસ્થાનક પણ આત્મવિકાસની શુદ્ધિ-પ્રદર્શક છે. ૧૧મું ગુણસ્થાન ઉપશાંત મોહનું છે. મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓ અત્રે શાંત થાય છે. જેમણે ઉપશમ શ્રેણિ માંડી છે. એવા આત્માઓ માટેનું જ આ ગુણસ્થાન છે. અહીંથી જો તેવા આત્મા પડે તો પહેલા ગુણસ્થાને પણ પહોંચી જાય છે. પતનનું આ ગુણસ્થાન છે. અગિયારમું સ્વપ્ન ક્ષીરસમુદ્રનું છે. સમુદ્રના તોફાનમાં જો અટવાઈ જવાય તો ડૂબી જવાય; સ્થિરતા તથા શૈર્ય હોય તો તેમાં રહેલાં રત્નોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. ૧૨મું ગુણસ્થાન ક્ષીણ મોહનું છે. અહીં રહેતો જીવ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. અહીંથી જીવને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિની શક્યતા રહેલી છે. જીવ ઊર્ધ્વગમન કરવા તત્પર હોઈ શકે છે. તેથી આ ગુણસ્થાનની સમકક્ષ ૧૨મું સ્વપ્ન જેને આપણે દેવવિમાન કહીએ છીએ. વિમાન ઊંચે જ આકાશમાં હોય છે તેથી બંનેમાં આ સામ્ય રહેલું છે. ગુણસ્થાન તેમજ આ સ્વપ્ન ઉપરની ગતિ સૂચક છે. કેવું અજબનું સામ્ય ! ૧૩મું ગુણસ્થાન સયોગી કેવળી છે. અહીં રહેલો જીવ ચારે ઘનઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાનપ્રાપ્ત કરે છે. પરંતુ તે જીવને ચાર અઘાતી કર્મો ભોગવવાનાં બાકી છે. એટલે મન, વચન, કાયાના યોગો બાકી હોવાથી તે સયોગી કહેવાય છે. તેરમું સ્વપ્ન રત્નના સમૂહનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણે રત્નત્રયી મેળવી હોવાથી રત્નના સમૂહનું આ સ્વપ્ન યથાર્થતા પ્રાપ્ત કરે છે. અયોગી કેવળી ગુણસ્થાન ૧૪મું છેલ્લું ગુણસ્થાન છે. જીવ ચારે અઘાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org