________________ ૧૫ર >> જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન 14 ગુણસ્થાનોનાં નામ આ પ્રમાણે છે : મિથ્યાત્વ, સારવાદન, મિશ્ર, અવિરતિ સમ્યગ્દર્શન, દેશવિરતિ સમ્યગ્દષ્ટિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવલી, અયોગીકવલી. આત્માની અવસ્થા દર્શાવવા માટે 14 પગથિયાંની સીડી છે જેનું છેલ્લું પગથિયું સંપૂર્ણજ્ઞાન, કેવળજ્ઞાન છે. આત્મા ઊંચે ને ઊંચે ચઢે છે. આ બનવું સહેલું નથી. ઊંચે ચઢેલા આત્માનું પતન થઈ ફરી તે ઊંચે ચઢે તેવી શક્યતા નકારી ન શકાય. મોક્ષપદ પ્રાપ્ત કરવાના માર્ગમાં વિકાસની દૃષ્ટિએ આત્મા ક્યાં સુધી પહોંચ્યો છે તે દર્શાવવા જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ જે શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યો છે તેને ગુણસ્થાન કે ગુણશ્રેણી કહેવાય છે. આ લેખમાં 14 ગુણસ્થાનોનો સંબંધ 14 મોટાં સ્વપ્નો સાથે બતાવવા વિચારણા કરીશું. 14 ગુણસ્થાનોમાં પ્રથમ ગુણસ્થાને જે જીવો હોય છે જેમને આત્મા, ધર્મ કે પ્રભુની વાણીમાં રસ, રુચિ કે શ્રદ્ધા હોતા નથી, તથા તે જીવોના મિથ્યાત્વીને આદિ-અંત નથી, ક્યારેય મોક્ષ પામવો સુલભ નથી તે જીવો અભવ્ય ગણાય તેવાં તેનાં કાળાં કર્મો છે. દેરાસરની બહાર જ કાળો હાથી હોઈ શકે છે, અંદર નહીં જ. પ્રથમ સ્વપ્ન હાથીનું કાળાં કર્મોનું સૂચક દેરાસરની બહાર જ આથી સ્થાન પામે છે. પ્રથમ ગુણસ્થાનક મહામિથ્યાત્વ પ્રચુર કાળાં કર્મોનું સૂચક છે. અને તેથી મિથ્યાત્વરૂપી કાળો હાથી દેરાસરની બહાર રખાય છે અને તે પ્રમાણે 14 ગુણસ્થાનોમાં સીડીનું પ્રથમ પગથિયું મિથ્યાત્વનું છે. બીજું ગુણસ્થાન સાસ્વાદન છે. સમ્યગ્દર્શન પામી ગુણશ્રેણીએ ઉપર ચઢેલો આત્મા ક્રોધાદિ તીવ્ર કષાયોને ઉદય થતાં પાછો પહેલા ગુણસ્થાને આવી પડે છે; ત્યારે બીજા ગુણસ્થાને ક્ષણવાર અટકે છે. તત્ત્વના કંઈક આસ્વાદનથી આને સાસ્વાદન કહે છે. તેવી રીતે બળદનું સ્વપ્ન બીજા ક્રમે છે. બળદ પણ ખાધેલો ખોરાક ફરી પાછો વાગોળતાં આસ્વાદ લે છે. - ત્રીજું ગુણસ્થાન મિશ્ર છે. મિથ્યાત્વમાંથી નીકળી ઊંચે ચઢતો જીવ સમ્યગ્દર્શન પામતાં પહેલાં મનોમંથનવાળી મિથ્યાત્વ અને સમ્યગ્દર્શનની મિશ્ર ભૂમિકા પ્રાપ્ત કરે છે. તેવી રીતે સિંહની બે ભૂમિકા છે. ભૂખ લાગે ત્યારે જ જીવ માટે અને પેટ ભરેલું હોય ત્યારે તેના શરીર પર નાનું સસલું કૂદાકૂદ કરે તો પણ તેને ન મારે. સિંહ મારે પણ ખરો અને ન પણ મારે. મિશ્ર પ્રકૃતિ બંનેમાં રહી છે : ગુણસ્થાન તથા સિંહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org