________________ 18 14 ગુણસ્થાનો અને 14 સ્વપ્નો ભવાટવિમાં ભટકતા જીવે જૈનદર્શન પ્રમાણે જન્મથી માંડી મોક્ષ પામે ત્યાં સુધી આત્મવિકાસનાં ચૌદ સોપાનો ચઢવાનાં હોય છે. ૧૩મા પગથિયે તે કેવળજ્ઞાનદર્શન પામી અનંતસુખાદિનો માલિક બને છે. ૧૪મા પગથિયે ચડ્યા પછી તે સિદ્ધશિલાએ પહોંચે છે. ચૌદના અંકની વિશિષ્ટતા જોઈ આગળ વધીએ. ૧૪ની સંખ્યા વિચારણીય છે. જ્ઞાનના અતિચારો 14, પ્રતિદિન ધારવાના નિયમો 14, 14 ગુણસ્થાનો, તીર્થકરની માતાને 14 પ્રકાશમાન સ્વપ્નો આવે, જ્યારે ચક્રવર્તીની માતાને તે 14 સ્વપ્નો ઝાંખાં આવે. જૈન ધર્મમાં અશાતાવેદનીયના પ્રકારો 14, શિષ્ય માટેની ઉપમાઓ 14, સાધુના લિંગો 14, સૃષ્ટિ 14 રાજલોકની બનેલી છે. 14 પૂર્વો છે. અગ્રણીય પૂર્વની વસ્તુ 14, ભગવાન મહાવીરની શ્રમણ-સંપદા 14 હજારની, જીવસ્થાનો 14, 14 પૂર્વધારીઓ હોય છે. સમુદ્રમંથન કરતાં 14 રત્નો નીકળ્યાં. ચક્રવર્તીને 14 રત્નો હોય છે. જંબુદ્વીપમાં 14 મહાનદીઓ હોય છે. 14 પલ્યોપમ સ્થિતિવાળા જીવો. 14 રત્નપ્રભા પૃથ્વી, અસુરકુમાર દેવો, સૌધર્મ ઈશાન દેવો, 14 સાગરોપમસ્થિતિવાળા, ધમપ્રભા પૃથ્વી, લાર્તક દેવો, મહાશુક દેવો, શ્રીકાંત, શ્રીમહિત, શ્રીસૌમનસ, કાવિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોત્તરાવર્તસડુ દેવો, 14 પખવાડિયે શ્વાસોશ્વાસ લે-મૂકે, 14 હજાર વર્ષે આહારની ઇચ્છા થાય, કેટલાક જીવો 14 ભવો કરી સિદ્ધ બને. જ્ઞાનના અતિચારો 14, ભૂતગ્રામ 14, સ્ત્રીનાં આભૂષણો 14. જૈનદર્શનમાં નિગોદમાંથી નીકળેલા જીવને અત્યંત સ્વલ્પ જ્ઞાન હોય છે; જેમ જેમ તેનું અજ્ઞાન દૂર થતું રહે, નષ્ટ થતું જાય, વિલય પામતું જાય તેમ તેમ તે જીવ વિકાસોન્મુખ થાય. એની ચરમસીમા અજ્ઞાન શૂન્ય થઈ સંપૂર્ણ જ્ઞાન એટલે કે સંપૂર્ણ જ્ઞાનદર્શન પ્રાપ્ત કરે છે. જૈનદર્શનમાં આત્માની વિકાસોન્મુખ અવસ્થા ૧૪મા પગથિયે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. 14 સ્વપ્નોનાં નામો આ પ્રમાણે છે : હાથી, બળદ, સિહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધજા, કળશ, પદસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નસમૂહ અને ૧૪મું ધુમાડા વગરનો અગ્નિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org