________________ 150 - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પાંચમું પદ સાધુનું, ચારિત્ર અને તપની વચમાં ગોઠવાયું છે. તેઓ ચારિત્ર અને તપના ઉપાસક છે. તે બે પદની વચ્ચે મધ્યમાં કેન્દ્રીય સ્થાને આવે છે. આ રીતે નવકારમંત્રનાં નવ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેવાથી જે મહત્તા, જે ગૌરવ, જે સામર્થ્ય, જે ઉત્કૃષ્ટતા, જે અદ્વિતીયતા, જે ઉપયોગિતા, જે બળ, જે શક્તિ વગેરે છે તેથી આ પાંચ પદોની પર્યાપાસનાદિ સર્વ પાપ અને તેના અધ્યવસાયો ક્ષીણ કરવાનું ગજબનું ગૌરવ, શક્તિ ધરાવે છે. સર્વ પાપોનો નાશ તે આ રીતે કરે છે. પાપનું ફળ તો ભોગવવું જ પડે, પણ પાપની જે શંખલા, જે પરિપાટી, જે અનુસંધાન, જે પરંપરાદિ ઉત્પન્ન થાય તેનો નાશ કરે છે. પાપનો નાશ એવી રીતે કરે છે કે જેથી તેનો અનુબંધ નષ્ટ થઈ જાય છે. આ રીતે કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોની ગણના, રટણા, ઉપાસનાદિ સામર્થ્ય, શક્તિ, સમતાદિ આપવા દ્વારા સર્વ પાપોને નાશ કરવાનું બીજ ધરાવે છે અને તેથી તે બધાં જ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ તરીકે સ્થાપનાપન્ન થાય છે. કેન્દ્રીય સ્થાને આ રીતે રહસ્યધારી આ પાંચ પદો નવ પદમાં નગરાદિમાં જે મહત્તા રાજધાનીની છે તેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય પ્રથમ પાંચ પદોમાં છુપાયેલું છે. પાંચેય પદો આ રીતે કેન્દ્રમાં ગોઠવાયેલાં હોવાથી પરિઘ નહીં, પણ કેન્દ્રીય શક્તિ બક્ષે છે જે આ કેન્દ્રીય તત્ત્વોને કલ્યાણકારી મહામાંગલિક બનાવે છે. આમ કેન્દ્રમાં રહેલી રાજધાનીઓ તે તે દેશની સર્વશક્તિનું કેન્દ્ર, માધ્યમ ગણાય છે. તેવી રીતે ઉપર જણાવેલાં પાંચ પદો જે કેન્દ્રીય સ્થાને રહેલાં છે તેના દ્વારા જે શક્તિ, સામર્થ્ય ઉપાસના ગણનાદિમાં પ્રાપ્ત થાય તે અદ્વિતીય, અકલ્પનીય શક્તિનું કેન્દ્ર બની ધર્મબીજનું વાવેતર કરી તેમાંથી પ્રાપ્ત થનારા ફળોની પરંપરા, અનુબંધ કરે છે જેમાં તે પાંચેની શક્તિ પાંચગણી થઈ મહામાંગલિક પુણ્યનો સ્રોત બને છે. એમ મોક્ષલક્ષ્મી આપી શકે છે અને તેથી જ ચૌદ પૂર્વધારીઓ પણ મૃત્યુ સમયે નવકારમંત્ર યાદ કરતાં કરતાં સમાધિ-મૃત્યુની પ્રતીક્ષા કરે છે. વિશેષમાં સિદ્ધચક્રમંત્રમાં જે રીતે અરિહંતાદિ નવને ગોઠવ્યાં છે. તે દરેકને, તેઓની આસપાસ, આગળ-પાછળ રહેલાંની મધ્યમાં કેન્દ્રમાં હોવાથી ઘણી વિપુલ કેન્દ્રીય તાકાત, શક્તિસામર્થ્ય મળે છે તેથી કેન્દ્રીય શક્તિધારક આ પાંચે પદને શક્તિસ્રોત ગણાવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org