________________ 10 નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય નવકારમંત્ર એ જૈન ધર્મનો અત્યુત્કૃષ્ટ મંત્ર ગણાય છે. તેના જેવો પ્રભાવક કલ્યાણકારી બીજ મંત્ર શોધ્યો જડે તેમ નથી. જૈનદર્શનમાં તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે. 14 પૂર્વધરો પણ મૃત્યુ સમયે તેને યાદ કરી રટણ કરતાં કરતાં મરણોન્મુખ સમયને કૃતકૃત્ય કરે છે. આ મંત્રના નવ પદો છે. તેમાંનાં પ્રથમ પાંચ પદો વિષેનું રહસ્ય સમજવા અહીં સંક્ષેપમાં પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ દેશને જીતવો હોય તો તેની રાજધાની જીતો એટલે તે જીતી ગયેલો ગણાય છે. જીતવા માટે તેના દરેકે દરેક વિભાગ જીતવાની જરૂર નથી. લશ્કરનો સેનાપતિ જીતો એટલે આખું લશ્કર શરણે આવે. તેવી રીતે દિલ્હી જીતો તો ભારત જીતેલું ગણાય. મોસ્કો જીત્યું એટલે રશિયા જીતેલું ગણાય. દેશને જીતવા તેના કેન્દ્ર પર હલ્લો જરૂરી ગણાય છે. તેવી રીતે નવકારમંત્રનું રહસ્ય તેમાં રહેલાં પાંચ પદોમાં છે. એ પદો સિદ્ધચકયંત્રમાં કેન્દ્રસ્થાને દર્શાવાય છે તેમાં અકથ્ય રહસ્ય રહેલું છે. તે પાંચ પદો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અરિહંત અહીં કેન્દ્રમાં ગોઠવાયા છે. હજી તેને ચાર અઘાતી કર્મો બાકી રહ્યાં છે, છતાં પણ આસન ઉપકારી હોવાથી તેને કેન્દ્રમાં સ્થાન આપ્યું છે. યંત્રમાં આ રીતે કેન્દ્રીય સ્થાને બિરાજેલા અરિહંત કેન્દ્રીય મહત્તા ધારણ કરે છે. બીજું પદ નમો સિદ્ધાણં છે. તીર્થકર ભગવંતો નમો સિદ્ધસ્સ ઉચ્ચારી સમવસરણાદિ પ્રસંગોનો પ્રારંભ કરે છે. સિદ્ધો લોક અને અલોકની મધ્યમાં બિરાજેલા છે. સિદ્ધશિલાએ પહોંચેલો જીવ લોકાકાશના અગ્ર ભાગે આવેલો છે. તેઓ લોક અને અલોકના કેન્દ્રમાં રહેલા છે. આ રીતે બંનેની મધ્યમાં કેન્દ્રબિંદુએ સિદ્ધાત્માઓ રહેલા છે. ત્રીજું પદ આચાર્ય ભગવંતોનું છે. નવપદના યંત્રમાં તેમની ઉપર દર્શન પદ તથા નીચે જ્ઞાન પદ . તેઓ દર્શન અને જ્ઞાનની ઉપાસના તથા પ્રરૂપણા કરે છે. આચાર્યનું સ્થાન આ બે પદોની મધ્યમાં - કેન્દ્રમાં છે. ચોથું પદ ઉપાધ્યાયનું છે. તેઓ આચાર્ય અને સાધુની વચ્ચે રહેલાં છે. બેની વચ્ચે મધ્યમાં કેન્દ્રમાં રહેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org