________________ નિરાશ ભાવ ( 123 ઉપર કેટલાંક નિરાશસભાવનાં ઉદાહરણો ટાંક્યાં છે. ઉપરના લખાણના સંદર્ભમાં આમ કહી શકાય કે સ્વર્ગાદિ સુખોની, દેવતાઈ ઋદ્ધિ-સમૃદ્ધિ તથા સાંસારિક સુખ, સાહ્યબી, ઋદ્ધિ-સિદ્ધિ-આરોગ્યાદિની મનોકામના ન સેવવી એટલે નિરાશસભાવ. ભગવદ્ગીતામાં સમત્વ અથવા કર્મયોગ સુખ-દુઃખાદિ, લાભ-અલાભાદિમાં સમત્વ ધારણ કરવું તેને કર્મયોગ તરીકે ઘટાવે છે. સમત્વ યોગ ઉચ્યતે. વળી, ત્યાં કહ્યું છે કે : कर्माणि अधिकारस्ते मा फलेषु कदाचन / ___ मा ते कर्मफलहेतुर्भुः मा ते संगः अस्तु अकर्मणि // તે પ્રમાણે નિરાશસભાવ માટે વિકર્મો તથા અકર્મો પણ ત્યાજ્ય છે. અન્ય પરિભાષામાં આ વસ્તુ સમજાવી છે. કુમારપાળ પૂર્વ વયમાં વ્યસની અને લૂંટારા હતા. ગુરુના સંપર્ક તે દશા પર તીવ્ર પશ્ચાત્તાપ, લોહીનાં આંસુ ! ત્યારબાદ દેવ-ગુરુ-ધર્મ પર અનહદ આનંદ, શ્રદ્ધા, જ્વલંત આરાધના, ગગદભાવ, અહોભાવ, રોમાંચ બધી આરાધનામાં લૌકિક આશંસા, અભિલાષા નહીં. ફક્ત નિરાશસભાવ. આ તત્ત્વોના યોગે એટલી બધી ઉચ્ચ કોટિનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્યું કે અઢાર દેશના રાજા તો ઠીક પણ તે પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય મળ્યું જેથી આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના ગણધર થશે ! ઉપાશકદશામાં દશ ઉપાસકોની અગ્નિપરીક્ષાનું સચોટ વર્ણન ઉપલબ્ધ થાય છે. અન્નકાદિની દેવાદિ વડે જે સાનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો થયા છે તેમાં તે સમકિત, દધર્મી શ્રદ્ધા તથા રુચિવાળા તે ભદ્રિક જીવોની સમ્યકત્વ ધર્મની સાધના નિરાશસભાવથી નિરીહભાવથી છે તેથી ધર્મશ્રદ્ધા તેમને માટે પરમ નિધાન હોઈ તેથી નીચી કક્ષાની દેવો દ્વારા આપવામાં આવતી તુચ્છ ચીજોની ચાહના કે લાલચ શા માટે રાખે ? નિરાશ ભાવ એટલે નિરીહભાવ. પૌગલિક, સાંસારિક, ભવાભિનંદી, સ્વર્ગાદિ સુખોની વાંછનાનો ત્યાગ, ઓઘદષ્ટિ નહીં પરંતુ મોક્ષલક્ષી દષ્ટિ રાખી આરાધના, ધર્મ, તપ, શીલ, દાન વગેરેનું અનુષ્ઠાન તે નિરાશસભાવ. અંતે શ્રીપાલરાજા તથા મયણા સુંદરીના જીવનના પ્રસંગો પર સંક્ષેપમાં દષ્ટિપાત કરીએ. પિતા દ્વારા લેવાયેલી અગ્નિપરીક્ષામાં કર્મના સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા રાખનારી મયણા ભર સભામાં કર્મની સર્વોપરીતા રજૂ કરે છે. ક્રોધાન્વિત પિતા તરત જ કોઢિયા સાથે લગ્ન કરાવે છે. તે કર્મના વિપાકને સ્વીકારી, પતિ તરીકે તેમને સ્વીકારી બીજા દિવસે પ્રભાત થતાં બંને ત્રિભુવનનાથ આદિનાથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org